________________
પંડિત શ્રી વીરવિજયજી મ. વિરચિત
શ્રી નવાણુંપ્રકારી પૂજા
શ્રી નવાણું પ્રકારની પૂજાની વિધિ.
આ પૂજામાં ૧૧ પૂજા છે. દરેક પૂજામાં નવ નવ નૈવેદ્ય-ફળ-ધૂપ-દીપક-જળકળશ આદિ જોઇએ. એટલે કુલ નવાણું-નવાણું વસ્તુઓ લાવવી. અને દરેક પૂજા વખતે આઠે પ્રકારની નવ-નવ વસ્તુઓ લઇને નવ-નવ સ્નાત્રીયાઓએ ઊભા રહેવું. જો નવાણું-નવાણું વસ્તુઓ લાવવી શક્ય ન જ હોય તો નવ-નવ વસ્તુઓ લાવવી અને દરેક પૂજા વખતે તે જ વસ્તુઓ લઇને ઊભા રહેવું. એક-એક પૂજામાં અષ્ટ પ્રકારની પૂજા સાથે જ કરવાની હોય છે. માટે જળકળશચંદન-પુષ્પ-ધૂપ-દીપક- અક્ષત-નૈવેદ્ય-અને ફળ નવ-નવ લઇને પૂજામાં ઊભા રહેવું. એમ અગિયાર વાર કરવું. અંતે લુણ ઉતા૨ણ-આરતી-મંગળદીવો-શાંતિકળશ કરી ચૈત્યવંદન કરવું.
આ પૂજામાં શ્રી શત્રુંજય તીર્થનું વર્ણન છે. ઋષભદેવ પ્રભુ નવ્વાણું પૂર્વવાર આ તીર્થ ઉપર સમોવસર્યા હતા. અનંતા જીવોનું આ સિદ્ધિસ્થાન છે તેથી અનેક નામો વડે અંકિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org