________________
૪૯
સ્નાત્ર પૂજા સાથે
શ્રીશ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ, શ્રીજનપદાનાં શાંતિર્ભવતુ, શ્રી રાજાધિપાનાં શાંતિર્ભવતુ, શ્રીરાજસન્નિવેશાનાં શાંતિર્ભવતુ, શ્રીગોષ્ઠિકાનાં શાંતિર્ભવતુ, શ્રીપૌરમુખાણાં શાંતિર્ભવતુ, શ્રી પૌરજનસ્ય શાંતિર્ભવતુ, શ્રી બ્રહ્મલોકમ્ય શાંતિર્ભવતુ, ૐ સ્વાહા ૐ સ્વાહા 5 શ્રી પાર્શ્વનાથાય સ્વાહા.
એષા શાંતિઃ પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાઘવસાનેષુ શાંતિકલશે ગૃહીત્વા કુંકુમદનકર્પરાગધૂપવાસકુસુમાંજલિ સમેત સ્નાત્રચતુણ્ડિકાયાં શ્રી સંઘસમેતઃ શુચિશુચિવપુઃ પુષ્પવસ્ત્રચંદનાભરણાલંકૃતઃ પુષ્પમાલાં કંઠે કૃત્વા, શાંતિમુઘોષયિતા, શાંતિપાનીયં મસ્તકે દાતવ્યમિતિ.
શ્રી શ્રમણ સંઘને શાંતિ થાઓ, શ્રી જનપદો (દેશો) ને . શાંતિ થાઓ, શ્રી રાજાધિપો (મહારાજઓ)ને શાંતિ થાઓ, શ્રી રાજાઓનાં નિવાસસ્થાનોને શાંતિ થાઓ, શ્રી ગોષ્ઠિકોનેવિદ્ધમંડળીના સભ્યોને શાંતિ થાઓ, શ્રી અગ્રગણ્ય નાગરિકોને શાંતિ થાઓ, શ્રી નગરજનોને શાંતિ થાઓ, શ્રી બ્રહ્મલોકને શાંતિ થાઓ ૐ સ્વાહા, ૐ સ્વાહા, ૐ શ્રી પાર્શ્વનાથને સ્વાહા.
આ શાંતિપાઠ જિનબિંબની પ્રતિષ્ઠા, રથયાત્રા, અને સ્નાત્ર વગેરે મહોત્સવને અંતે બોલવો. તેનો વિધિ એવો છે, કે કેસર, ચંદન, કપૂર, અગરુનો ધૂપ, વાસ અને અંજલિમાં વિવિધરંગી પુષ્પો રાખીને શાંતિ કલશ ગ્રહણ કરીને શ્રી સંઘની સાથે સ્નાત્રમંડપમાં ઉભો રહે. બાહ્ય-અભ્યતર મેલથી રહિત તથા શ્વેતવસ્ત્ર ચંદન અને આભરણોથી અલંકૃત એવો પૂજક કંઠમાં પુષ્પમાળાને ધારણ કરીને શાંતિની ઉદ્ઘોષણા કરીને તે શાંતિકલશનું પાણી આપે, તે દરેકે માથે લગાડવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org