________________
४८
શ્રી પૂજા સંગ્રહ સાથે ૐ તુષ્ટિપુષ્ટિ ઋદ્ધિવૃદ્ધિમાંગલ્યોત્સવા: સદા પ્રાદુર્ભૂતાનિ પાપાનિ શાયંતુ દુરિતાનિ શત્રવઃ પરામુખા ભવંતુ સ્વાહા. શ્રીમતે શાંતિનાથાય, નમઃ શાંતિવિધાયિને; રૈલોક્યસ્યામરાધીશ-મુકુટાભ્યર્ચિતાંઘયે. ૧. શાંતિઃ શાંતિકરઃ શ્રીમાન, શાંતિ દિશતુ મે ગુરુ ; શાંતિદેવ સદા તેષાં, યેષાં શાંતિગૃહે ગૃહે. ૨. ઉપૃષ્ટ-રિષ્ટ-દુષ્ટ-ગ્રહ-ગતિ-દુઃસ્વપ્ન-દુનિમિત્તાદિ; સંપાદિતહિતસંપન્નામગ્રહણ જયતિ શાંતે . ૩. શ્રીસંઘજગજ્જનપદ-રાજાધિપરાજસન્નિવેશાનામ; ગોષ્ઠિકપુર મુખ્યામાં, વ્યાહરસૈય્યહરેચ્છાંતિ.... ૪.
ત્રણે લોકના પ્રાણીઓને શાંતિ કરનારા અને દેવેન્દ્રોના મુગુટ વડે પૂજાએલા ચરણવાળા પૂજ્ય શાંતિનાથ ભગવાનને નમસ્કાર હો. ૧.
જગતમાં શાંતિ કરનારા, જગતને ધર્મનો ઉપદેશ આપનારા, પૂજય શાતિનાથ મને શાંતિ આપો. જેમના ઘરે ઘરે શાંતિનાથ પૂજાય છે, તેમને સદા શાંતિ જ હોય છે. ૨.
ઉપદ્રવો, ગ્રહોની દુષ્ટ ગતિ, દુઃસ્વપ્ન અને દુષ્ટ અંગફુરણરૂપ અપશુકન આદિ દુષ્ટ નિમિત્તોનું નાશ કરનારું તથા આત્મહિત અને સંપત્તિને પ્રાપ્ત કરાવનારું શ્રી શાંતિનાથ ભગવાનનું નામોચ્ચારણ જય પામે છે. ૩.
શ્રી સંઘ, જગતના જનપદો, મહારાજાઓ, રાજાઓનાં નિવાસસ્થાનો વિદ્રમંડળીના સભ્યો તથા અગ્રગણ્ય નાગરિકોનાં નામ લઇને શાંતિ બોલવી જોઇએ. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org