________________
૨૫૮
શ્રી પૂજા સંગ્રહ સાથે જ્ઞાન ઉદય અરિહાતણી, સાંભળી દેશના સાર; દેવ-દેવી નંદીશ્વરે, પૂજા વિવિધ પ્રકાર. ૯ તેમ આગમહેડે ધરી, પૂજો શ્રી જિનચંદ; ધ્યેય ધ્યાનપદ એકથી, પામો પદ મહાનંદ. ૧૦ હવણ વિલેપન કુસુમની, ધૂપ દીપ ઝલકાર; અક્ષત નૈવેદ્ય ફળતણી, પૂજા અષ્ટ પ્રકાર. ૧૧
ઢાળ અને હાં રે ગંગા ક્ષીરસમુદ્રના રે,
જળ કળશા ભરી નરનાર, જ્ઞાને વડા શ્રુતકેવળીરે; અને હાંરે હવણ કરો પ્રભુ વીરને રે,
દૃષ્ટિવાદના ભાષણહાર. જ્ઞાને૦ ૧ કેવળજ્ઞાની એવા અરિહંત પરમાત્માની સારભૂત એવી દેશના સાંભળી દેવ-દેવીઓ મળીને નંદીશ્વરદ્વીપમાં વિવિધ પ્રકારે પૂજાભક્તિ કરે છે. ૯
તેવી રીતે હૃદયમાં આગમને ધારણ કરી શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરો. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનમાં એકરૂપ-એકતાન થઈ મહાનંદપર-મોક્ષપદને પ્રાપ્ત કરશે. ૧.૦
૧. ન્યવણ, ૨ વિલેપન, ૩ કુસુમ, ૪ ધૂપ, પ દીપ, ૬ અક્ષત, ૭ નૈવેદ્ય, ૮ ફળ. એ રીતે અષ્ટપ્રકારે પૂજા કરવી. ૧.૧.
ઢાળનો અર્થ- ગંગાનદી અને ક્ષીરસમુદ્ર વગેરે જળાશયોના નિર્મળ જળથી કળશો ભરી દૃષ્ટિવાદ સૂત્રને કહેનાર પ્રભુ શ્રી વીર પરમાત્માને તે જળકળશોથી હવણ કરો. પ્રભુકથિત આ દૃષ્ટિવાદને જાણનાર શ્રુતકેવલી ભગવંતો જ્ઞાનમાં મોટા કહેવાય છે. ૧.
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org