________________
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા
ઇંગ લખ ચઉસઠ સહસ છે. શ્રાવકનો પરિવાર, સગવીશ સહસ તે શ્રાવિકા, તિગ લખ ઉપર ધાર. ૨ દેશવિરતિધર એ સહુ, પૂજે જિન ત્રણકાળ; પ્રભુ પડિમા આગળ ધરે, નિત્ય નૈવેદ્યનો થાળ. ૩ ઢાળ આઠમી
રંગ રસિયા રંગરસ બન્યો મનમોહનજી,
કોઇ આગળ નિવ કહેવાય, મનડું મોહ્યું રે મનમોહનજી; વેધકતા વેધક લહે મન૦ બીજા બેઠા વા ખાય, મનડું૦ ૧ લોકોત્તર ફળ નિપજે મન૦
મોટો પ્રભુનો ઉપગાર, મનડું
૮૯
સાધ્વીઓ, એક લાખ ચોસઠ હજાર શ્રાવકો અને ત્રણ લાખ ને સત્યાવીશ હજાર શ્રાવિકાઓનો પરિવાર હતો. એમાં સાધુ અને સાધ્વીઓ ચાર મહાવ્રતને ધારણ કરનારા હતા અને શ્રાવકશ્રાવિકાઓ દેશવિરતિને ધારણ કરનારા હતા. તે શ્રાવક-શ્રાવિકાઓ ત્રણે કાળે જિનપૂજા કરતા હતા અને હંમેશાં અનેક પ્રકારના નૈવેદ્યનો થાળ પ્રભુપ્રતિમા પાસે ધરતા હતા. ૧.-૨-૩
ઢાળનો અર્થ- હે ધર્મવંગના રસિકજનો ! બરાબર રંગનો રસ જામ્યો છે, પણ તે ૨સ આધ્યાત્મિક હોવાથી કોઇ આગળ કહી શકાય તેવો નથી, મનને મોહ પમાડનાર પ્રભુએ મનને મોહ પમાડ્યો છે. વેધ કરવામાં પ્રયત્નશીલ હોય તે જ વેધ (રાધાવેધ) કરી શકે છે, બીજા તો બેઠા બેઠા વા (હવા) ખાય છે. (અહિં નિર્વાણપદ મેળવવા રૂપ રાધાવેધ સમજવો) ૧. ભગવંતની દેશનાથી મોક્ષફળની પ્રાપ્તિ થાય છે, એ પ્રભુનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org