________________
૨૪
૨૪
શ્રી પૂજા સંગ્રહ સાથે સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી; રયવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવીકુલે. ૩ પટરાણી કુખે ગુણનીલો, જેમ માનસરોવર હંસલો; સુખશધ્યાએ રજનીશેષે, ઉતરતાં ચૌદ સુપન દેખે. ૪
ઢાળ-ચૌદ સ્વપ્નની પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પટ્ટો; ત્રીજે કેસરીસિંહ, ચોથે લક્ષ્મી અબીહ. ૧. પાંચમે ફૂલની માળા, છ ચન્દ્ર વિશાળા; રવિ રાતો ધ્વજ હોટો, પૂરણ કળશ નહિ છોટો. ૨ દશમે પત્ર સરોવર, અગિયારમે રત્નાકર ભવન વિમાન રત્નગંજી, અગ્નિશિખા ધૂમવર્જિ. ૩
એવી રીતે વિશ્વોદ્ધારની ભાવનાપૂર્વક સંયમનું આચરણ કરે છે. વચમાં એક દેવનો ભવ કરી ત્યાંથી વી પંદર કર્મભૂમિના ક્ષેત્રમાં મધ્યખંડમાં કોઈપણ રાજવીકુળમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે. ૩.
જેમ માનસરોવરમાં હંસ હોય તેમ પટ્ટરાણીની કુક્ષિમાં ગુણવાન એવો પરમાત્માનો જીવ ઉત્પન્ન થાય છે, સુખશયામાં સુતેલ માતા (આકાશમાંથી ઉતરતાં અને મુખમાં પ્રવેશ કરતાં) ચૌદ સ્વપ્ન જુએ છે.૪.
પ્રથમ સ્વપ્નમાં શ્રેષ્ઠ હસ્તી, બીજા સ્વપ્નમાં દેદીપ્યમાન બળદ, ત્રીજા સ્વપ્નમાં કેસરીસિંહ, ચોથા સ્વપ્નમાં શોભાયમાન લક્ષ્મી, પાંચમા સ્વપ્નમાં ફૂલની માળા, છઠ્ઠા સ્વપ્નમાં વિશાળ ચંદ્ર, સાતમા સ્વપ્નમાં લાલ સૂર્ય, આઠમા સ્વપ્નમાં મોટો ધ્વજ, નવમા સ્વપ્નમાં મોટો પૂર્ણકળશ, દશમા સ્વપ્નમાં પાસરોવર, અગિયારમા સ્વપ્નમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org