________________
૧૯૨
શ્રી પૂજા સંગ્રહ સાથે નિત્ય અપ્રમત્ત ધર્મ ઉવએસે, નહીં વિકથા ન કષાય; જેહને તે આચારજ નમીએ, અકલુષ અમલ અમાય રે.
ભવિકા ! સિ. ૩. જે દિયે સારણ વારણ ચોયણ, પડિચોયણ વળી જનને; પટધારી ગચ્છ થંભ આચારજ, તે માન્યા મુનિ મનને રે.
ભવિકા ! સિ૦ ૪. અFમિયે જિન સૂરજ કેવળ, ચંદે જે જગદીવો; ભુવન પદારથ પ્રકટન પટુ તે, આચારજ ચિરંજીવો રે.
ભવિકા ! સિ. ૫.
ઉત્તમ છત્રીશ ગુણોવડે જે શોભે છે, યુગપ્રધાન હોવાથી મનુષ્યોને આશ્ચર્ય પમાડે છે, જગતને બોધ કરે છે, ક્ષણમાત્ર પણ ક્રોધવશ રહેતા નથી એવા આચાર્ય ભગવંતને અંજલીપૂર્વક નમું છું.
હંમેશાં અપ્રમાદીપણે ધર્મનો ઉપદેશ કરે છે, વિકથા અને કષાય જેમને નથી, પાપ રહિત, નિર્મળ અને માયા વગરના છે, તે આચાર્ય ભગવાનને નમસ્કાર કરો. ૩
વળી જે આરાધક મનુષ્યને સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા આપે છે, પટ્ટધર છે, ગચ્છના સ્થંભરૂપ છે, તે આચાર્ય ભગવાન મુનિજનોના મનને આનંદ પ્રકટાવનાર છે. ૪
કેવળજ્ઞાન રૂપ ચંદ્ર અસ્ત પામે છતે અને જિનેશ્વરરૂપ સૂર્ય અસ્ત પામે છતે જગતમાં દીપકરૂપે જે પ્રકાશ આપે છે, ત્રણ ભુવનોના પદાર્થોને પ્રકટ કરવામાં જે કુશળ છે, તે સૂરિજી ભગવાન ચિરંજીવ રહો. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org