________________
૩૬
શ્રી પૂજા સંગ્રહ સાથે પં. શ્રી વીરવિજયજી મ. કૃત અષ્ટપ્રકારી પૂજાના દુહા
(૧) જલપૂજા-દુહો જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફળ મુજ હજો, માગો એમ પ્રભુ પાસ. ૧.
ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલ યજામહે સ્વાહા.૧.
(૨) ચંદનપૂજા-દુહો શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ. ૨.
ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્ય-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદનું યજામહે સ્વાહા. ૩
અષ્ટપ્રકારી પૂજાના દુહાઓ તથા મંત્રનો અર્થ-વિધિપૂર્વક પ્રભુની જળપૂજા કરીને પ્રભુ પાસે એમ માગો કે-હે પ્રભુ! આ જલપૂજાના ફળ તરીકે અનાદિકાળથી મારા આત્મા ઉપર લાગેલા કર્મરૂપ મેલનો વિનાશ થાઓ. ૧.
પરમપુરુષ પરમેશ્વર, જન્મ-જરા મૃત્યુને નિવારનાર શ્રીમાન્ જિનેશ્વર ભગવંતની અમે જળવડે પૂજા કરીએ છીએ.
જે પ્રભુમાં શીતળગુણ રહેલો છે, વળી એ પ્રભુના મુખનો રંગ પણ શીતળ છે, એવા અરિહંતના અંગની પોતાના આત્માની શીતળતા કરવા માટે ચંદન આદિ શીતળ દ્રવ્યો વડે પૂજા કરો. ૨.
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુને નિવારણ કરનાર શ્રીમાન્ જિનેશ્વર ભગવંતની અમે ચંદન વડે પૂજા કરીએ છીએ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org