SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાત્ર પૂજા સાથે (૩) પુષ્પપૂજા-દુહો સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગતસંતાપ; સુમજંતુ ભવ્ય પરે, કરીએ સમકિત છાપ. ૩. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. ૩. (૪) ધૂપપૂજા-દુહો ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ; મિચ્છત્ત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. ૪. ૐ હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા. ૪. જેમના સંતાપમાત્ર નાશ પામ્યા છે, એવા પ્રભુને તમે સુગંધી અને અખંડ પુષ્પો વડે પૂજો. જેમ પુષ્પપૂજા કરવાથી એ પુષ્પોને ભવ્યપણાની છાપ મળે છે, તેમ તમે સમકિતપણાની છાપ પ્રાપ્ત કરો, તાત્પર્ય એ છે કે પ્રભુ ઉપર ચડે તે પુષ્યના જીવો ભવ્ય જ હોય છે, તેમ પ્રભુની પૂજા કરનારા તમે સમકિતી જીવો છો એવી છાપ મેળવો. ૩. - પરમપુરુષ પરમેશ્વર, જન્મ-જરા મૃત્યુને નિવારનાર શ્રીમાનું જિનેશ્વર ભગવંતની અમે પુષ્પોવડે પૂજા કરીએ છીએ. . પ્રભુની ડાબી બાજુએ ધૂપ સ્થાપન કરીને પછી તેમાંથી નીકળતી ધૂમઘટાની જેમ ધ્યાનઘટા પ્રગટાવીએ કે જેથી મિથ્યાત્વરૂપી દુર્ગધ નાશ પામે અને આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય. ૪. પરમપુરુષ પરમેશ્વર, જન્મ-જરા મૃત્યુને નિવારનાર શ્રીમાનું જિનેશ્વર ભગવંતની અમે ધૂપવડે પૂજા કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy