________________
૩૫.
સ્નાત્ર પૂજા સાથે સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગળલીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ. ૯
(પ્રભુને વધાવવા.)
(સ્નાત્ર પૂજા સમાપ્ત) (અહીં કળશથી પંચામૃતનો અભિષેક કરી પખાલ કરવો. પછી પૂજા કરી, પુષ્પ ચઢાવી, ક્રમશઃ અષ્ટપ્રકારી પૂજા કરવી લૂણ ઉતારી આરતી તથા મંગળદીવો ઉતારવો.)
સ્નાત્ર કાવ્ય મેરુ શિખર હવરાવે હો સુરપતિ મેરુ શિખર હવરાવે, જન્મકાળ જિનવરજીકો જાણી, પંચ રૂપ કરી આવે હો. સુર૦ ૧. રત્ન પ્રમુખ અડ જાતિના કળશા, ઔષધિ ચૂરણમીલાવે; ક્ષીર સમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે હો. સુર૦ ૨. એણી પરે જિનપ્રતિમાકો હવણ કરી, બોધીબીજ માનું વાવે; અનુક્રમે ગુણરત્નાકર ફરસી, જિન ઉત્તમપદ પાવે. હો. સુર૦ ૩.
દુહાના અર્થ -પ્રભુનો જન્મસમય જાણીને ઇન્દ્ર મહારાજા પોતે પાંચરૂપ કરીને પ્રભુજીને મેરુશિખર ઉપર લઈ જઈ રત્ન વગેરે આઠ જાતિના કળશોમાં ખીરસમુદ્ર તથા પવિત્ર તીર્થોનાં જળ ભરાવી તેમાં સુગંધી ઔષધીઓ અને ચૂર્ણ મીલાવી પ્રભુનો સ્નાત્ર મહોત્સવ કરે છે. પ્રભુને હેવરાવે છે. અને પ્રભુના ગુણો ગાય છે. એવી રીતે શ્રી જિનેશ્વરની પ્રતિમાને હવણ કરીને ભવ્ય આત્મા પોતાના અંતઃકરણમાં બોધિબીજનું વાવેતર કરે છે અને પછી અનુક્રમે ઉપર-ઉપરના ગુણસ્થાનકોને પ્રાપ્ત કરી અંતે ઉત્તમ મોક્ષપદ પ્રાપ્ત કરે છે. ૧-૨-૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org