________________
૨૪૬
શ્રી પૂજા સંગ્રહ સાથે મેવા મીઠાઈ થાળ ભરીને, ષસ ભોજન સારા; જિ0 મંગળ તૂર બજાવત આવો, નરનારી કર ધારા. જિ૦ ૬. નૈવેદ્ય ઠવી જિન આગે માગો, હરિકૃપસુર અવતારા; જિ0 ટાળી અનાદિ આહારવિકારા, સાતમે ભવ અણહારા. જિ૦ ૭. સગવિહ શુદ્ધિ સાતમી પૂજા, સગ ગઈ સગ ભય હાર; જિ0 શ્રી શુભવીરવિજય પ્રભુ પ્યારા, જિન આગમ જયકારા. જિ. ૮.
આપની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે તે પૂજનીય છે એમ શ્રી અનુયોગદ્વારસૂત્રમાં કહ્યું છે. આ વિષમકાળમાં પાંચમા આરામાં શ્રી જિનબિંબ અને જિનાગમ એજ ભવ્ય જીવોને આધારભૂત છે. ૫
મેવા-મીઠાઈ તેમજ ષટ્રસ ભોજનના થાળ ભરી તે થાળ પુરુષો અને સ્ત્રીઓ હાથમાં ધારણ કરી મંગળવાજિંત્રો વગાડતાં પ્રભુ પાસે આવો. ૬
પ્રભુની પાસે નૈવેદ્યના થાળો સ્થાપના કરી જેમ હળીખેડૂત, રાજા થઈ, દેવભવ પામી અનાદિ આહારનો વિકાર ટાળી દઈ સાતમે ભવે અણાહારીપદ પામ્યા તેમ અમે પણ પામીએ, એમ પ્રભુ પાસે માગો. ૭
* સાત પ્રકારની શુદ્ધિ સહિત કરેલી સાતમી પૂજા સાત ગતિ અને સાત ભયને હરણ કરનારી છે. મારા એવા શ્રી શુભ વીર પરમાત્મા અને જિન આગમ જયવંતુ વર્તે છે. ૮ * અંગ વસન મન ભૂમિકા, પૂજાપગરણ સાર; ન્યાયદ્રવ્ય વિધિશુદ્ધતા, શુધ્ધિ સાત પ્રકાર. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org