SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શ્રી પૂજા સંગ્રહ સાર્થ વધુ બંધન ને છવિચ્છેદ, ભાર ન ભરીએ રે, ભાતપાણીનો વિચ્છેદ, પશુને ન કરીએ રે. આવો૦ ૪. લૌકિક દેવ ગુરુ મિથ્યાત્વ, ત્યાશી ભેદે રે, તુજ આગમ સુણતાં આજ, હોય વિચ્છેદે રે; ચોમાસે પણ બહુ કાજ, જયણા પાળું રે, પગલે પગલે મહારાજ, વ્રત અજવાળું રે. આવો૦ ૫. એક શ્વાસમાંહે સો વાર, સમરું તુમને રે, ચંદનબાળા જ્યું સાર, આપો અમને રે; માછી રિબળ ફળદાય, એ વ્રત પાળી રે, શુભવીર ચરણ સુપસાય, નિત્ય દીવાળી રે. આવો૦ ૬. પાણીયારા ઉ૫૨, ૯ ચૂલા ઉપર, અને ૧૦ શયનસ્થાને) દશ ચંદરવા બાંધીને રહીએ. અને કોઇપણ જીવની હિંસા થાય તેવું વચન બોલવું નહિ. (હવે આ વ્રતના પાંચ અતિચાર કહે છે) પશુનો વધ ન કરવો, તેમને ગાઢ બંધને બાંધવા નહિ, તેમની ચામડી વગેરેનો છેદ ન ક૨વો, તેમના ઉપર અતિભાર ન ભરવો અને તેમના ચારા-પાણીનો વિચ્છેદ ન કરવો. ૪ લૌકિક દેવ-ગુરુ સંબંધી મિથ્યાત્વ ત્યાશી ભેદે છે, તમારા આગમ સાંભળવાથી તેનો ત્યાગ થાય છે, ચોમાસામાં પણ ઘણા કામોમાં જયણા પાળું અને હે મહારાજ ! પગલે પગલે આ પ્રથમ વ્રતને ઉજ્જ્વળ રાખું. પ હે પ્રભુ ! એક શ્વાસોચ્છવાસમાં સેંકડો વાર તમોને યાદ કરું અને કહું છું કે- ચંદનબાળાની જેમ સાર-શ્રેષ્ઠ કેવળજ્ઞાન અમને આપો.ફળદાયક એવા આ પ્રથમવ્રતનું પાલન કરી હિરબળમાછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy