________________
જa S
૧૯૦
શ્રી પૂજા સંગ્રહ સાથે તૃતીય શ્રી આચાર્યપદ પૂજા
કાવ્ય સૂરણ દૂરીકાકુગ્ગહાણ, નમો નમો સૂરસમપ્પહાણે. નમું સૂરિરાજા સદા તત્ત્વતાજા,
નિંદ્રાગમે પ્રૌઢ સામ્રાજ્યભાજા; પવર્ગવર્ગિતગુણે શોભમાના,
પંચાચારને પાળવે સાવધાના. ૧. ભવિ પ્રાણીને દેશના દેશકાળે,
સદા અપ્રમત્તા યથાસૂત્ર આલે; જિકે શાસનાધાર દિગ્દતિકલ્પા,
જો તે ચિરંજીવજો શુદ્ધ જલ્પા. ૨
ઢાળ-ઉલાળાની દેશી આચારજ મુનિપતિ ગણિ, ગુણ છત્રીશી ધામોજી; ચિદાનંદ રસ સ્વાદતા, પરભાવે નિઃકામોજી. ૧.
કાવ્યર્થ - કુગ્રહો જેમણે દૂર કરેલા છે અને જેઓ સૂર્ય સરખા અત્યંત (તેજસ્વી) છે તે આચાર્યને નમસ્કાર હો!
વૃત્તાર્થ - જિનેન્દ્ર ભગવાનના આગમનું તત્ત્વજ્ઞાન જેમનું હંમેશાં તાજાં (સ્કુરાયમાન) રહેલું છે. જેઓ ઉત્તમ સામ્રાજ્યને ભોગવે છે, છત્રીશ ગુણવડે સુશોભિત છે, પાંચ આચારને પાળવામાં સાવધાન છે. ૧.
હંમેશાં દેશકાળને અનુસરીને ભવ્ય પ્રાણીને સૂત્ર અનુસાર અપ્રમાદીપણે ઉપદેશ આપે છે, જેઓ શાસનના સ્થંભરૂપ છે, દિગ્ગજ તુલ્ય છે, તે શુદ્ધ વચન ઉચ્ચારનાર (આચાર્ય ભગવાન) જગતમાં ચિરંજીવ રહો. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org