________________
પીસ્તાલીશ આગમની પૂજા
નિશ્ચયનયવાદી એમ બોલે;
વ્યવહારે સમયાંતર લાવે. નિત૦ ૨
અગુરુલઘુ અવગાહનારૂપે,
એક અવગાહે અનંત વસાવે; નિત૦
ફરસિત દેશ પ્રદેશ અસંખા,
સુંદર જ્યોતસે જ્યોત મિલાવે, નિત૦ ૩.
આધિ વ્યાધિ વિઘટી ભવ કેરી,
ગર્ભાવાસતણાં દુઃખ નાવે; નિત૦
એક પ્રદેશમાં સુખ અનંતું,
Jain Education International
તે પણ લોકાકાશે ન માવે. નિત૦ ૪.
નિશ્ચયનયવાદી કહે છે. વ્યવહાર નયવાળા સમયાંતર એટલે આ ભવના ચરમ સમયની પછીના સમયે આત્મા સિદ્ધિસ્થાનમાં પહોંચે છે તેમ કહે છે. ર
૨૯૫
સિદ્ધ પરમાત્માની અગુરુલઘુ અવગાહના હોય છે. એક સરખી અવગાહનામાં અનંત સિદ્ધાત્માઓ ત્યાં વસેલા છે. ત્યાં દેશ-પ્રદેશને અવગાહીને રહેલા બીજા તે કરતાં પણ અસંખ્યગુણા અનંત જીવો રહેલા છે. તેઓની અવગાહના જેમ એક દીપકની જ્યોતમાં બીજા દીપકની જ્યોત મળી જાય છે-તેમ મળો જાય
છે.
સિદ્ધજીવોને સંસારની આધિ-વ્યાધિ સર્વ નાશ પામી છે. તેઓને ગર્ભાવાસના દુ:ખ આવતા નથી. તેઓના એક એક આત્મપ્રદેશે અનંતું સુખ હોય છે જે સમગ્ર લોકાકાશમાં પણ સમાઇ શકતું નથી. ૪
For Private & Personal Use Only
www.jainelibrary.org