________________
૧૦૪
શ્રી પૂજા સંગ્રહ સાથે
ત્રીજી પૂજા
નેમ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યાવિમળગિરી, ભાવિ ચોવીશી આવશે, પદ્મનાભાદિ નિણંદ. ૧.
ઢાળ ત્રીજી ધન ધન તે જગ પ્રાણીઆ, મનમોહન મેરે, કરતા ભક્તિ પવિત્ર, મનમોહન મેરે. પુણયરાશિ મહાબળગિરિ, મ0 દૃઢશક્તિ શતપત્ર. મન) ૧ વિજયાનંદ વખાણીએ, મ0 ભદ્રંકર મહાપીઠ, મન સુરગિરિ મહાગિરિ પુણ્યથી, મ0 આજ મેં નજરે દીઠ. મન, ૨ એશી યોજન પ્રથમારકે, મ0 સિત્તેર સાઠ પચાસ. મનO બાર યોજન સાત હાથનો, મ૦ છકે પહોળો પ્રકાશ. મન) ૩
દુહાનો અર્થ- આ વર્તમાન ચોવીશીમાં શ્રી નેમિનાથ વિના ૨૩ પ્રભુ વિમળગિરિ પર પધાર્યા છે, તેમજ ભાવી ચોવીશીમાં પદ્મનાભ આદિ તીર્થકરો આવશે. ૧.
ઢાળનો અર્થ છે મારા મનને આનંદ પમાડનાર પ્રભુ! જગતમાં તે પ્રાણીઓ અતિધન્ય છે, કે જેઓ આ તીર્થની પવિત્ર ભક્તિ કરે છે. હવે આ તીર્થના ત્રીજા નવ નામો કહે છેઃ-૧૯. પુણ્યરાશિ, ૨૦. મહાબળગિરિ, ૨૧. દઢશક્તિ, ૨૨. શતપત્ર, ર૩. વિજયાનંદ, ૨૪. ભદ્રંકર, ૨૫. મહાપીઠ, ૨૬. સુરગિરિ અને ૨૭. મહાગિરિ. મેં પુણ્યના યોગે આ તીર્થને નજરે જોયું. ૧-૨.
આ ગિરિ પ્રથમ આરામાં ૮૦ યોજન પ્રમાણ, બીજા આરામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org