________________
૧૮૨
શ્રી પૂજા સંગ્રહ સાથે જિન નામકર્મ પ્રભાવ અતિશય, પ્રાતિહારજ શોભતા, જગજંતુ કરુણાવંત ભગવંત, ભવિક જનને થોભતા. ૨
પૂજાની ઢાળ ત્રીજે ભવે વરસ્થાનક તપ કરી, જેણે બાંધ્યું જિનનામ, ચોસઠ ઈદ્ર પૂજિત જે જિનવર, કીજે તાસ પ્રણામ રે, ભવિકા ! સિદ્ધચક્ર પદ વંદો, જિમ ચિરકાળે નંદો રે. વંદીને આનંદો, નાવે ભવભયફંદો, ટાળે દુરિતહ દંદો, સેવે ચોસઠ ઈદો, ઉપશમરસનો કંદો, જિમ ચિરકાલે નંદો રે,
ભ૦ સિ૦ ૧. જેહને હોય કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું, સકળ અધિક ગુણ અતિશયધારી, તે જિન નમી અઘ ટાળું રે,
ભ૦ સિ૦ ૨. ઉત્તમ, અક્ષય અને નિર્મળ જ્ઞાનના પ્રકાશવડે જે સર્વ પદાર્થોના રહસ્યોને પ્રકટ કરે છે, આત્મભાવમાં જેમની શુદ્ધ શ્રદ્ધા છે, ચારિત્રની સ્થિરતામાં જેઓ રહેનારા છે, તીર્થકર નામકર્મના પ્રભાવથી ૩૪ અતિશયો અને ૮ પ્રાતિહાર્યોથી સુશોભિત છે, જગતના જીવો તરફ અનુકંપાવાળા છે. જેઓ જ્ઞાનવંત છે અને ભવ્ય પ્રાણીઓને સ્થિર કરનારા છે. ૨
પૂજાની ઢાળનો અર્થ-ત્રીજા જન્મમાં જેમણે ઉત્તમ વીશ સ્થાનકનો તપ કરી તીર્થંકરનામકર્મ બાંધ્યું છે, જે જિન ચોસઠ ઇદ્રોથી પૂજિત છે તેમને હે ભવ્ય જીવો ! તમે પ્રણામ કરો. સિદ્ધચક્રના પ્રથમ પદને વંદન કરો, જેથી દીર્ધકાળ પર્યત આનંદ પામો. ૧.
જેમના કલ્યાણકોના દિવસોમાં નરકમાં પણ અજવાળું થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org