________________
૬૬
શ્રી પૂજા સંગ્રહ સાથે ત્રણ જ્ઞાનશું ઉપન્યા, ત્રેવીસમા અરિહંત; વામાં ઉરસર હંસલો, દિન દિન વૃદ્ધિ લહંત. ૨. ડોહલા પૂરે ભૂપતિ, સખીઓ વૃંદ સમેત; જિન પૂજે અક્ષત ધરી, ચામર પંખા લેત. ૩.
ઢાળ ત્રીજી રમતી ગમતી હમુને સાહેલી,
બિહું મળી લીજીએ એકતાળી;
સખી ! આજ અનોપમ દીવાળી. (એ આંકણી) લીલવિલાસે પૂરણ માસે,
પોસ દશમ નિશિ રઢીયાળી.
સખી ! આજ અનોપમ દીવાળી. ૧. પશુ પંખી વસિયા વનવાસે,
તે પણ સુખિયા સમકાળી રે. સખી ! વામામાતાના ઉદરરૂપ સરોવરમાં હંસસમાન ત્રેવીમા અરિહંત શ્રી પાર્શ્વનાથ પ્રભુ ત્રણ જ્ઞાન સહિત ઉત્પન્ન થયા અને દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. ૨.
પ્રભુની માતાને જે જે દોહદો ઉત્પન્ન થયા તે અશ્વસેન રાજાએ પૂર્યા અને માતા સખીઓ સાથે જિનેશ્વરની પૂજા અક્ષતવડે કરવા લાગ્યા તેમજ ચામર અને પંખા વીંજવા લાગ્યા. ૩.
ઢાળનો અર્થ- પ્રભુજન્મના સમાચાર સાંભળી રમતી અને પરસ્પર પ્રીતિવાળી બે સખીઓ કહે છે કે-હે સખી ! આજે તો અનુપમ દીવાળી છે તેથી બન્ને મળી તાળીઓ દઈએ, રાસ લઈએ અને આનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org