________________
પીસ્તાલીશ આગમની પૂજા
બીજાં શ્રુત નંદી વંદી, સુણતાં દિલ હોય આનંદી; સવિ સૂત્ર તણો સરવાયો, જલ્પે ત્રિશલાનો જાયો રે. શ્રુ૦ ૩. મતિ આદિ પંચ પ્રકાર, ભાખ્યા છે જ્ઞાન અધિકાર; બહુલાં દૃષ્ટાંત દેખાવી, શુભવીરે રીત ઓળખાવી રે. શ્રુ૦ ૪.
દુહો
એ પીસ્તાલીશ વરણવ્યા, આગમ જિનમતમાંહી; મનુષ્યજન્મ પામી કરી, ભક્તિ કરો ઉચ્છાંહી. ૧.
૨૮૯
છે. તેમાં નિક્ષેપોની રચના પણ બહુ સારી રીતે કરી છે. તે ગીતાર્થ ગુરુઓના વચને તેમની પાસે સાંભળીને સમજીને ધારવા લાયક છે. ૨
બીજું સુત્ર નંદીસૂત્ર છે. તેને વંદના કરીએ. તે સૂત્ર સાંભળવાથી દિલમાં આનંદ થાય છે. આ સૂત્ર સર્વ સૂત્રનો સરવાળો છે- સ૨વૈયું છે. એમ ત્રિશલામાતાના પુત્ર શ્રી વીર પરમાત્મા કહે છે. આ નંદીસૂત્રમાં મતિજ્ઞાન આદિ પાંચેય જ્ઞાનનો અધિકાર વિસ્તારથી આપેલો છે. ઔત્પાતિકી આદિ બુદ્ધિ ઉપર અનેક દૃષ્ટાંતો આપી શુભવીર પરમાત્માએ જ્ઞાનની રીત ઓળખાવી છે. ૩-૪
શ્રી જિનેશ્વરના દર્શનમાં આ રીતે પીસ્તાળીશ આગમો વર્ણવ્યા છે. હે ભવ્યાત્માઓ ! મનુષ્યજન્મ પામીને તે આગમોની ભક્તિ ઉત્સાહપૂર્વક કરો. ૧.
૧. પીસ્તાલીશ આગમોનાં નામ નીચે પ્રમાણે છે
૧૧-અંગ : ૧. આચારાંગ, ૨ સૂત્રકૃતાંગ, ૩ ઠાણાંગ, ૪ સમવાયાંગ, પ વિવાહપ્રજ્ઞપ્તિ, ૬ જ્ઞાતાધર્મકથા, ૭ ઉપાસકદશાંગ, ૮ અંતકૃશાંગ, ૯ અનુત્તરૌપપાતિકદશાંગ, ૧૦ પ્રશ્નવ્યાકરણ, ૧૧ વિપાકસૂત્ર.
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org