SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ શ્રી પૂજા સંગ્રહ સાથે ઢાળ જગદીપકની આગળ રે, દીપકનો ઉદ્યોત; કરતાં પૂજા પાંચમી રે, ભાવદીપકની જ્યોત, હો જિનજી! તેજે તરણિથી વડો રે, દોય શિખાનો દીવડો રે, ઝળકે કેવળ જ્યોત. ૧. છેદસૂત્ર જિન ભાખિયા રે, નિશીથ ધુર સિદ્ધાંત; આલોયણ મુનિરાજની રે, ધારે ગંભીરવંત. હો જિ૦ ૨ જિતકલ્પમાં સેવતાં રે, ચરણ કરણ અણગાર; પંચકલ્પ છેદે ભણ્યા રે, પંચ ભલા વ્યવહાર, હો જિ૦ ૩ ઢાળનો અર્થ- જગદીપક એવા પરમાત્માની આગળ દીપકનો ઉદ્યોત કરવો. એ પ્રમાણે પાંચમી પૂજા કરતાં ભાવદીપક-જ્ઞાનની જ્યોત પ્રગટે છે. તે જ્ઞાનદીપક તેજવડે કરીને સૂર્ય કરતાં પણ મોટો છે. તેને જ્ઞાન-દર્શનરૂપ બે શિખાઓ છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ બે જ્યોતિથી તે ઝળકી રહ્યો છે. ૧. જિનેશ્વર ભગવંતે છ છેદસૂત્રો કહ્યાં છે. તેમાં નિશીથ નામે પ્રથમ સિદ્ધાંત-સૂત્ર છે. આ સૂત્રમાં સાધુ જીવનને લગતી બારીક માહિતી સાથે પાંચ આચારોમાં લાગેલ કે લાગી જતા દોષોની આલોચના-પ્રાયશ્ચિત્તવિધિનું વર્ણન આપેલ છે. તેને ગાંભીર્ય ગુણયુક્ત મુનિમહાત્માએ ધારણ કરી રાખવા યોગ્ય છે. ૨ - જિતકલ્પ નામે બીજા છેદસૂત્રમાં જેનું અણગાર-મુનિરાજ નિરંતર આરાધન કરે છે તે ચરણસિત્તરી અને કરણસિત્તરીનું વર્ણન આપેલ છે. ત્રીજા પંચકલ્પ નામના છેદસૂત્રમાં પાંચ પ્રકારના વ્યવહાર (૧. આગમવ્યવહાર, ૨ શ્રુતવ્યવહાર, ૩ આશાવ્યવહાર, ૪ ધારણાવ્યવહાર અને ૫ જિતવ્યવહાર) બતાવ્યા છે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy