________________
પીસ્તાલીશ આગમની પૂજા
૨૮૧ વ્યવહાર છેદે દાખિયા રે, ઉત્સર્ગ ને અપવાદ; દશાકલ્પમાં દશ દશા રે, ઉપદેશ્યો અપ્રમાદ. હો જિ૦ ૪ છેદ મહાનિશીથમાં રે, ભાખે જગતનો નાથ; ઉપધાનાદિ આચારની રે, વાત ગીતારથ હાથ. હો જિ૦ ૫ ધર્મ તીર્થ મુનિ વંદના રે, વરતે શ્રુત આધાર; શાસન શ્રી શુભવીરનું રે, એકવીસ વરસ હજાર. હો જિ૦ ૬
શ્રુત જ્ઞાનાવરણીતણો, તું પ્રભુ ટાળણહાર; ક્ષણમેં શ્રુતકેવળી કર્યા, દેઈ ત્રિપદી ગણધાર. ૧.
ચોથા વ્યવહાર નામે છેદસૂત્રમાં સાધુ જીવનને લગતા ઉત્સર્ગ અને અપવાદ માર્ગો બતાવવા પૂર્વક સંયમજીવનમાં લાગતા દોષોનું પ્રાયશ્ચિત્ત કઈ રીતે આપવું તે જણાવેલ છે. પાંચમા દશાશ્રુતસ્કંધ નામના છેદસૂત્રમાં મુનિઓની દશ દશા બતાવી છે અને અપ્રમાદી રહેવાનો ઉપદેશ આપ્યો છે. (પર્યુષણ પર્વમાં વંચાતું કલ્પસૂત્ર એ દશાશ્રુત સ્કંધ સૂત્રનું આઠમું અધ્યયન છે.) ૪
શ્રી મહાનિશીથ નામના છેદસૂત્રમાં જગતના નાથ પરમાત્માએ ઉપધાન વગેરે આચારની વિધિઓ બતાવી છે. તેનું રહસ્ય ગીતાર્થ પુરુષોના હાથમાં છે-ગીતાર્થ જ તે જાણી શકે છે. ૫
ધર્મ, તીર્થ ને મુનિરાજને વંદના વગેરે શ્રુતના આધારે જ વર્તે છે. એ શ્રુતના આલંબનથી શ્રી શુભવીર પરમાત્માનું શાસન એકવીશ હજાર વર્ષ સુધી રહેવાનું છે. ૬
દુહાનો અર્થ- હે પ્રભુ ! તમે શ્રુતજ્ઞાનાવરણીયકર્મને ટાળનાર છો, તમે ત્રણ પદ આપીને ગણધરોને ક્ષણમાત્રમાં શ્રુતકેવળી કર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org