________________
૨૫૪
શ્રી પૂજા સંગ્રહ સાથે પહેલો ઉત્સવ રાજનગરમેં, સંઘ મળી સમુદાયો; કરતા જિમ નંદીશ્વર દેવા, પૂરણ હર્ષ સવાયો રે. મ૦ ૧૨.
કવિત શ્રુતજ્ઞાન અનુભવતાન મંદિર, બજાવત ઘંટા કરી, તવ મોહપુંજ સમૂલ જલતે, ભાંગતે સગ ઠીકરી; હમ રાજતે જગ ગાજતે દિન, અખયતૃતીયા આજ મેં, શુભવીર વિક્રમ વેદ વસુ, ચંદ્ર(૧.૮૭૪) વર્ષ વિરાજતે. ૧.
ત્યારબાદ લુણ ઉતારણ - આરતી – મંગલદીવો – શાન્તિકળશ અને ચૈત્યવંદન કરવું.
શ્રી અંતરાયકર્મ નિવારણ પૂજા સમાપ્ત.
આ રચના થયા પછી રાજનગરમાં સર્વ સંઘ સમુદાયે મળીને જેમ નંદીશ્વરદ્વીપમાં દેવતાઓ ઉત્સવ કરે છે તેમ પહેલો ઉત્સવ સવાયા હર્ષથી કર્યો. ૧.૨
શ્રુતજ્ઞાનના અનુભવરૂપ શ્રેષ્ઠ મંદિરમાં ઉદ્ઘોષણારૂપ ઘંટ બજાવવાથી-વગાડવાથી મોહનો પૂંજ મૂળમાંથી બળી ગયો. મોહ નાશ પામવાથી બાકીના સાતકર્મરૂપ સાત ઠીંકરી ભાંગી ગઈ. આજે વિક્રમ સંવત ૧૮૭૪ વૈશાખ સુદ અક્ષયતૃતીયાના દિવસે શુભવીરવીરપરમાત્માના સેવકો અમે અત્યંત રાજી થયા અને જગતમાં ગાજી રહ્યા.
શ્રી અંતરાયકર્મ નિવારણ પૂજા સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org