________________
અંતરાય કર્મ નિવારણ પૂજા
૨૫૩ મૃગ બળદેવમુનિ રથકારક, ત્રણ હુવા એક ઠાયો; કરણ કરાવણ ને અનુમોદન, સરિખાં ફળ નિપજાયો રે. મ0 ૮. શ્રી વિજયસિંહસૂરીશ્વરજેરા, સત્યવિજયબુધ ગાયો; કપૂરવિજય તસખીમાવિજય જસવિજય પરંપર ધ્યાયો રે. મ૦ ૯. પંડિત શ્રી શુભવિજય સુગુરુ મુજ, પામી તાસ પસાયો; તાસ શિષ્ય ધીરવિજય સલુણા, આગમરાય સવાયો રે. મ0 ૧૦. તસ લઘુબાંધવ રાજનગરમેં, મિથ્યાત્વપુંજ જલાયો; પંડિત વીરવિજયકવિરચના, સંઘ સકળ સુખદાયો રે. મ0 ૧૧.
હરણ, બળભદ્રમુનિ અને રથકારક એ ત્રણેએ જેમ કરણ, કરાવણ અને અનુમોદનથી (કરવું, કરાવવું અને અનુમોદવું તેથી) સરખા ફળની પ્રાપ્તિ કરી છે-ત્રણે પાંચમે દેવલોકે દેવ થયા છે. તેમ આ રચનામાં પણ કર્તા (પં. શ્રી વીરવિજયજી મ.) પ્રેરક (શ્રી ખુશાલવિજયજી અને ઉપાધ્યાય માનવિજયજી) અને અનુમોદક (ઓશવાળ ભવાનચંદ) સરખા ફળને મેળવો.
શ્રી વિજયસિંહસૂરીશ્વરના ક્રિયા ઉદ્ધાર કરાવનાર પં. સત્યવિજયજી નામે શિષ્ય હતા, તેમના કપૂરવિજય અને તેમના ક્ષમાવિજયજી શિષ્ય થયા એ પ્રમાણે વિજય પરંપરા ચાલી.
તે સમાવિજયના શિષ્ય શુભવિજયજી થયા કે જે મારા ગુરુ થયા છે, તેમના પ્રસાદને પામી મેં આ રચના કરી છે. તેમના મુખ્ય શિષ્ય શ્રી ધીરવિજયજી હતા, જે ઉત્તમ અને આગમના સવાયા રાગવાળા હતા. ૧૦.
તેમના લઘુ ગુરુભાઈ કે જેમણે રાજનગર (અમદાવાદ)માં મિથ્યાત્વના પૂંજને બાળી નાખ્યો એવા પંડિત વીરવિજયજી કવિની આ રચના સકળ સંઘને સુખ આપનાર છે. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org