SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાત્ર પૂજા સાથે વિસહર ફુલિંગમંત, કંઠે ધારેઇ જો સયા મણુઓ; તસ્સ ગહ-રોગમારી; દુઢ઼જરા જંતિ ઉવસામં. ૨ ચિટ્ટઉ દૂરે મંતો, તુજ્ડ પણામો વિ બહુફલો હોઈ; નરતિરિએસુ વિ જીવા, પાર્વતિ ન દુખદોગચ્યું. ૩. તુહ સમ્મત્તે લદ્વે, ચિંતામણિકપ્પપાયવધ્મહિએ; પાર્વતિ અવિoણું, જીવા અયરામાં ઠાણું. ૪ ઇઅ સંથુઓ મહાયસ ! ભત્તિધ્મરનિક્મરેણ હિયએણ; તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ. ૫ જે મનુષ્ય નિરંતર વિષધર સ્ફુલિંગ નામના મંત્રને કંઠને વિષે ધારણ કરે છે, તેના દુષ્ટ ગ્રહ, રોગ, મરકી અને દુષ્ટ જ્વર શાંતિને પામે છે. ૨ ૨૧ એ મંત્ર દૂર રહો, તમને નમસ્કાર કરવો એ પણ ઘણું ફળ આપનાર થાય છે. તે જીવો મનુષ્ય અને તિર્યંચને વિષે પણ દુઃખ અને દારિદ્ય પામતા નથી. ૩ ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી અધિક મહિમાવાળું એવું તમારું સમ્યગ્દર્શન (સમકિત) પાયે છતે ભવ્યજીવો અજર અમરમોક્ષસ્થાનને નિર્વિઘ્નપણે પામે છે. ૪ હે મહાશય ! ભક્તિના સમૂહથી પૂર્ણ ભરેલા અંતઃકરણથી આ સ્તવના કરી, તે કારણથી હે દેવ ! શ્રી પાર્શ્વજિનચંદ્ર ! મને જન્મોજન્મને વિષે બોધિબીજ (સમ્યગ્દર્શન) આપો. ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy