________________
૨૨૮
શ્રી પૂજા સંગ્રહ સાથે
બીજી ચંદનપૂજા
•
શીતળગુણ જેમાં રહ્યો, શીતળ પ્રભુમુખ રંગ; આત્મશીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ. ૧. અંગવિલેપન પૂજના, પૂજો ધરી ઘનસાર; ઉતરાયડી પાંચમાં, દાનવિઘન પરિહાર. ૨.
કરપી ભંડો સંસારમાં રે, જેમ કપિલા નાર; દાન ન દીધું મુનિરાજને રે, શ્રેણિકને દરબાર. કરપી૦ ૧. કરપી શાસ્ત્ર ન સાંભળે રે, તિણે નવિ પામે ધર્મ, ધર્મ વિના પશુ પ્રાણીયા રે, છંડે નહીં કુકર્મ. કરપી. ૨.
દુહાનો અર્થ - જેમનામાં શીતળગુણ રહ્યો છે અને જેમનો મુખનો રંગ પણ શીતળ-શાંત છે, તે અરિહંત પરમાત્માના અંગની આત્માને શીતળ કરવા માટે પૂજા કરો. ૧.
પ્રભુના અંગે ઘનસારવડે વિલેપન કરો કે જેથી અંતરાયકર્મની પાંચ ઉત્તરપ્રકૃતિમાંથી દાનાંતરાય દૂર થાય. ૨
ઢાળનો અર્થ - આ સંસારમાં કૃપણ મનુષ્ય ભંડો કહેવાય છે, જેમ કપિલા દાસી કે જેણે રાજાના દરબારમાં રાજાના કહેવા છતાં મુનિરાજને પોતાના ભાવથી દાન આપ્યું નહીં. ૧.
કૃપણ મનુષ્ય શાસ્ત્રો સાંભળતો નથી, તેથી ધર્મ પામતો નથી, ધર્મ પામ્યા વિના તે પશુ-પ્રાણી જેવો રહે છે. કુકર્મનો ત્યાગ કરતો નથી. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org