________________
૨૬ ૨
શ્રી પૂજા સંગ્રહ સાથે
દશ પૂરવ પૂરણ ભમે, લબ્ધિ ક્ષીરાશ્રવ હોય; તેણે જિનકલ્પનિવારીયો, જ્ઞાન સમો નહીં કોય. ૧
ગીત ભેદ ચોથો હવે સાંભળો, મનમોહન મેરે,
દૃષ્ટિવાદ અનુયોગ; મન, દોય ભેદે કરી શિખીયો મ0 જંબૂ ગુરુ સંયોગ. મ૦ ૧ પંચ ભેદે કરી ચૂલિકા મ0, પહેલે પૂર્વે ચાર; મ0 બાર ને આઠ દશ ચૂલિકા મ0, ચોથા પૂરવ લગે સાર. મ૦ ૨
દુહાનો અર્થ- દશ પૂર્વોને પૂર્ણ રીતે ભણનાર મુનિને ક્ષીરાશ્રવ લબ્ધિ ઉત્પન્ન થાય છે, તેવી લબ્ધિવાળા મુનિઓ ઉપદેશ દ્વારા વિશેષ પરોપકાર કરી શકે છે તેથી તેમને જિનકલ્પ ગ્રહણ કરવાનો ખાસ નિષેધ કરવામાં આવ્યો છે. કારણ કે જગતમાં જ્ઞાન સમાન બીજી કોઈ વસ્તુ નથી. તાત્પર્ય એ છે કે સૌથી શ્રેષ્ઠ ઉપકાર ધર્મદેશનાથી થઈ શકે છે. અને જિનકલ્પિમુનિ દેશના આપી શકે નહિ, તેથી દશ પૂર્વધર મુનિને જિનકલ્પનો નિષેધ કરવામાં આવ્યો છે. ૧. આ ગીતનો અર્થ- મનને આનંદ પમાડે એવો દૃષ્ટિવાદ સૂત્રનો ચોથો ભેદ અનુયોગ છે, તે હવે સાંભળો. તેના બે ભેદ (૧. મૂલ પ્રથમાનુયોગ અને ૨ ચંડિકાનુયોગ) છે. ગુરુના સંયોગથી શ્રી જંબૂસ્વામી તે શિખ્યા હતા. ૧.
- દૃષ્ટિવાદસૂત્રનો પાંચમો ભેદ ચૂલિકા (દષ્ટિવાદમૃતરૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org