SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પીસ્તાલીશ આગમની પૂજા ૨૬૧ અને હરે કર્મપ્રવાદે ત્રીશ ધારિયે રે, વીશ વસ્તુ પૂરવ પચ્ચખાણ; જ્ઞાને૦ અને હાંરે પન્નર વિદ્યાપ્રવાદમાં રે, બાર વસ્તુ કહી કલ્યાણ. જ્ઞાને૦ ૬ અને હાંરે પ્રાણાવાયમાં તેર છે રે, ત્રીશ વસ્તુ ક્રિયાવિશાળ; જ્ઞાને અને હાંરે પણવીશે કરી સોહતું રે, ચૌદમું લોકબિંદુસાર. જ્ઞાને૦ ૭. અને હાંરે પૂંજ મસી લખ ત્રણ્યશે રે, ત્યાશી ગજ સોલ હજાર; જ્ઞાને અને હાંરે શ્રી શુભવીરના ગણધરુ રે, રચતા ત્રિીજો અધિકાર. જ્ઞાને૦ ૮ આઠમા કર્મપ્રવાદપૂર્વમાં ૩૦ વસ્તુ છે, નવમા પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વમાં ૨૦ વસ્તુ છે, દશમા વિદ્યાપ્રવાદપૂર્વમાં ૧૫ વસ્તુ છે. અગિયારમા કલ્યાણપ્રવાદપૂર્વમાં ૧૨ વસ્તુ કહી છે. ૬ બારમાં પ્રાણાવાય પૂર્વમાં ૧૩ વસ્તુ છે, તે રમા ક્રિયાવિશાલપૂર્વમાં ૩૦ વસ્તુ છે. અને ચૌદમું લોકબિંદુસાર ૨૫ વસ્તુ વડે શોભતું છે. (આમ ચૌદે પૂર્વમાં કુલ ૨૨૫ વસ્તુ છે). ૭ આ ચૌદ પૂર્વો ૧૬૩૮૩ હાથી પ્રમાણ મશીપૂજથી (પહેલું પૂર્વ ૧. હાથી પ્રમાણ મણીપુંજથી, બીજું પૂર્વ બે હાથી પ્રમાણ મષપુંજથી, એમ ઉત્તરોત્તર દરેક પૂર્વ દ્વિગુણ-દ્વિગુણ મષીપંજથી લેખ ગણવાથી) લેખ્ય હતા. શ્રી શુભવીર પરમાત્માના ગણધરે આ દષ્ટિવાદનો ત્રીજો પૂર્વ નામનો અધિકાર રચ્યો હતો. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy