________________
૧ ૨૪
શ્રી પૂજા સંગ્રહ સાથે દેવકી ષનંદન ઈહાં સિધ્ધા,
આતમ ઉજ્વળ કીધા રે; એO ઉજ્વળગિરિ મહાપદ્મ પ્રમાણો,
વિશ્વાનંદ વખાણો રે. એ૦ ૨ વિજયભદ્ર ને ઇંદ્રપ્રકાશો,
કહીએ કપર્દી વાસો રે; એ. મુક્તિનિકેતન કેવળદાયક,
ચર્ચગિરિ ગુણલાયક રે. એ૦ ૩ એ નામે ભય સઘળા નાસે,
જયકમળા ઘર વાસે રે; એ. શુકરાજા નિજ રાજ્ય વિલાસી,
ધ્યાન ધરે ષમાસી રે. એ૦ ૪ દ્રવ્ય સેવનથી સાજા તાજા,
જેમ કુકડો ચંદરાજા રે; એ. દેવકીજીના છ પુત્રો આ તીર્થે સિદ્ધ થયા અને પોતાનો આત્મા નિર્મળ કર્યો, તેથી આ તીર્થનું ૮૨મું નામ ઉજ્વળગિરિ છે. પછી ૮૩મું મહાપધ, ૮૪મું વિશ્વાનંદ નામ વખાણો. ૨.
૮૫મું નામ વિજયભદ્ર, ૮૬. ઇંદ્રપ્રકાશ, ૮૭. કપર્દીવાસ, ૮૮. મુક્તિનિકેતન, ૮૯. કેવળદાયક, ૯૦. ચર્ચગિરિ. આ નામો ગુણલાયક છે. ૩.
આ નામોથી સર્વ ભય નાશ પામે છે, જયલક્ષ્મી ઘરમાં આવીને રહે છે. પોતાનું રાજ્ય મેળવવાની ઇચ્છાવાળા શુકરાજાએ આ તીર્થનું છ મહિના ધ્યાન ધર્યું (તેથી તેને રાજ્યની પ્રાપ્તિ થઈ.)૪.
આ તીર્થની દ્રવ્ય સેવાથી પણ પ્રાણી સાજા-તાજા થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org