SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદજીની પૂજા ૧૯૭ બાવનાચંદન રસ સમ વયણે, અહિત તાપ સવિ ટાળે; તે ઉવજઝાય નમીજે જે વળી, જિનશાસન અજુવાળે રે. ભવિકા ! સિદ્ધચક્રપદ વંદો. ૫. તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે. વીર. ૧. શ્રી ઉપાધ્યાયપદ કાવ્ય સુત્તત્કસંગમય સુએણં, સનીરખીરામયવિષ્ણુએણે; પીણંતિ જે તે ઉવજઝાયરાએ, ઝાએહ નિર્ચાપિ કયપૂસાએ. ૧. શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણ; જિનવરં બહુમાનજલૌઘતઃ, શુચિમનાઃ સ્નપયામિ વિશુદ્ધયે. ૧. સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળ કળશ નીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ બાવનાચંદનના રસ સરખા શીતળ વચનોવડે પ્રાણીના અહિતરૂપી સર્વ તાપને જે દૂર કરે છે તેમ જ જે જિનશાસનને (વિશેષપણે) પ્રકાશિત કરે છે તે ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરો. ૫ દુહાનો અર્થ - તપ અને સ્વાધ્યાયમાં સદા રક્ત છે, બાર અંગનું ધ્યાન કરે છે, વિશ્વના બંધુ છે અને જગત સાથે બંધુભાવથી વર્તે છે તેવો આત્મા જ ઉપાધ્યાય ભગવાન કહેવાય છે. ૧. ઉપાધ્યાયપદ કાવ્યનો અર્થ - ઉત્તમ જલ, દૂધ તથા અમૃતસરના સૂત્ર, અર્થ તથા વૈરાગ્યમય જ્ઞાનનું જે ઉપાધ્યાયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy