SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩૪ શ્રી પૂજા સંગ્રહ સાથે તેર તેર વસ્તુ શુચિ, મેળવીએ નવરંગ; નરનારી કળશા ભરી, તેર ઠવો જિન અંગ. ૯ હવણ વિલેપન વાસની, માળ દીપ ધૂપ ફૂલ; મંગળ અક્ષત દર્પણે, નૈવેદ્ય ધ્વજ ફળ પૂર. ૧૦ ઢાળ ચતુર ચંપાપુરી, વનમાંહે ઉતરી, સોહમ જંબૂને એમ કહે છે; વીરજિન વિચરતાં, નવપુર આવતાં, વચન કુસુમે વ્રત મહમહે એ. ૧. શાંત સંવેગતા, વસુમતિ યોગ્યતા, સમકિત બીજ આરોપ કીજે; નવીન આનંદપૂર્વક ફળ-નૈવેદ્ય વગેરે દરેક જાતની તેર તેરા પવિત્ર વસ્તુઓ મેળવવી અને નરનારીઓએ હવણજળના તેર કળશ પણ ભરીને પ્રભુ પાસે સ્થાપવા. તેરતેર વસ્તુઓ લાવવી અને રાખવી. શક્ય ન હોય તો એકેક વસ્તુ ગોઠવવી. ૯ ૧. હવણ, ૨ વિલેપન, ૩ વાસક્ષેપ, ૪ પુષ્પમાળ, ૫ દીપક, ૬ ધૂપ, ૭ પુષ્પ, ૮ અષ્ટમંગળ, ૯ અક્ષત, ૧૦ દર્પણ, ૧૧. નૈવેદ્ય, ૧૨ ધ્વજા, અને ૧૩ ફળ. આ પ્રમાણે પૂજાના તેર પ્રકાર સમજવા. ૧.૦ ઢાળનો અર્થ- ચતુર એવી ચંપાપુરીના વનમાં પધારી, શ્રી સૌધર્મ ગણધર જંબૂસ્વામીને કહે છે, કે- શ્રી વીર પરમાત્મા વિચરતા વિચરતા નવપુરનગરે આવ્યા. અને તેમના વચનરૂપી પુષ્પોથી વ્રતોની સુગંધી મઘમઘી રહી. ૧. શાંત (ઉપશમ) અને સંવેગતા (મોક્ષાભિલાષ) એ બે ગુણો Jain Education International For Private & Personal Use Only - WWW.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy