________________
૧૯૪
ચતુર્થ શ્રી ઉપાધ્યાયપદ પૂજા
કાવ્ય
સુન્નત્યવિત્ચારણતપ્પરાણું, નમો નમો વાયગકુંજરાણું.
નહિ સૂરિ પણ સૂરિગણને સહાયા,
નમું વાચકા ત્યક્ત-મદ-મોહ-માયા; વળી દ્વાદશાંગાદિ સૂત્રાર્થદાને,
જિકે સાવધાના નિરુદ્ધાભિમાને. ૧. ધરે પંચને વર્ગવર્ગિત ગુણૌઘા,
પ્રવાદિદ્વીપોચ્છેદને તુલ્ય સિંઘા;
ગણી ગચ્છ સંધારણે સ્થંભભૂતા,
શ્રી પૂજા સંગ્રહ સાર્થ
ઉપાધ્યાય તે વંદીએ ચિત્ પ્રભૂતા. ૨
કાવ્યાર્થ સૂત્રના અર્થનો વિસ્તાર કરવાને તત્પર ઉપાધ્યાયરૂપ હસ્તીને વારંવાર નમસ્કાર કરો.
વૃત્તાર્થ - જે આચાર્ય નથી, (પણ આચાર્ય પદને યોગ્ય છે) જેઓ સહાયરૂપ છે, અહંકાર અને મોહ-માયાથી મુક્ત છે, વળી બાર અંગાદિ સૂત્રોના અર્થ નિરભિમાનપણે દેવામાં સાવધાન છે. ૧.
Jain Education International
પચીશ ગુણોના સમૂહને ધારણ કરે છે, પ્રખરવાદીરૂપી હાથીઓને હરાવવામાં સિંહ તુલ્ય છે, ગચ્છને ધારણ કરવામાં મજબૂત સ્થંભતુલ્ય છે, તે વિશાળ જ્ઞાનવાળા ઉપાધ્યાયને વંદન કરો. ૨
For Private & Personal Use Only
www.jainelibrary.org