Book Title: Madhusanchay
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004505/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મધુસંચય ચિત્રભાનુ Page #2 -------------------------------------------------------------------------- ________________ મધુસંચય ચિત્રભાનું નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૨ દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ૨૦૨, પેલિકન હાઉસ, નટરાજ ટૉકીઝ પાસે આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૯ E-mail : info@navbharatonline.com Visit us at: www.navbharatonline.com Page #3 -------------------------------------------------------------------------- ________________ MADHUSHANCHAY by Chitrabhanu Published by Navbharat Sahitya Mandir Ahmedabad-1 & Mumbai-2 Visit us at : www.navbharatonline.com E-mail : info@navbharatonline.com © ચિત્રભાનુ પ્રથમ આવૃત્તિ : મે, ૨૦૦૮ કિંમત : રૂ. ૨૫૦-૦૦ પ્રકાશક : અશોક ધનજીભાઈ શાહ નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ ૪૦૦ ૦૦૨ દેરાસર પાસે, ગાંધી રોડ અમદાવાદ ૩૮૦ ૦૦૧ ટાઇપ સેટિંગ ઃ પ્રિન્ટ પોઇટ, ૨૩, ૪થો માળ ઇલોરા કૉમ. સેન્ટર, અમદાવાદ – ૧ મુદ્રક : પ્રિન્ટ કોન પપ, સરદાર પટેલ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, એ-વન હોટલની સામે, શાહવાડીની બાજુમાં, ઈસનપુર, નારોલ, અમદાવાદ ૩૮૨ ૪૪૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના જીવન એક પરમ રહસ્ય છે. સદીઓથી, અંતહીન કાળથી જ્ઞાનીઓ, વિજ્ઞાનીઓ, તત્ત્વજ્ઞાનીઓ, સાધકો, ઉપાસકો અને ન જાણે કંઈ કેટલા ઋષિઓ-મુનિઓ જીવનના પરમ રહસ્યને પિછાણવા... પામવા... સ્પર્શવા મથે છે. સ્વાન્તઃ સુખાય પ્રારંભાયેલી એ શોધની યાત્રા દરમ્યાન જે મેળવે છે... જે મળે છે... એ બધું ‘ગમતાંનો કરીએ ગુલાલ' એ અભીપ્સા સાથે સહુજન હિતાય, બહુજન સુખાય... સર્વજન સહાય એઓ વહેંચતા હોય છે. જ્ઞાન ખીલવે તે જ્ઞાની કહેવાય. જ્ઞાન કેળવે તે જ્ઞાની કહેવાય. છેલ્લી સદીના આવા શ્રેષ્ઠ જ્ઞાનીજનોની શ્રેણીમાં એક નામ અનાયાસે ઊભરી આવે છે અને એ નામ છે ચિત્રભાનુ ! ૨૬-૭-૧૯૨૨ના રૂપરાજેન્દ્ર તરીકે આરંભાયેલી એમની જીવનયાત્રા ૬-૧૨-૧૯૪૨ના દિવસે જૈનદીક્ષામાં ચંદ્રપ્રભસાગર મુનિ તરીકે પરિણમી. પરિવર્તન અનિવાર્ય છે, શાશ્વત છે. પ્રત્યેક વસ્તુ બદલાય છે. પછી એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય... સ્થિતિ હોય કે પરિસ્થિતિ હોય... પણ પરિવર્તન એ પ્રત્યેક પળની પ્રક્રિયા છે ! પરિવર્તનમાં આરોહણ પણ હોય અને અવરોહણ પણ હોય. પરિવર્તનમાં વિકાસની ક્ષિતિજો એક પછી એક કમળની પાંદડીઓની જેમ ખીલતી જાય... અને ઊર્ધ્વરોહણની યાત્રા આરંભાય... પણ જો દિશા અવળી હોય... ઊંધી હોય તો અવરોહણની ઊંડી ખીણ તરફ પણ જીવન ધકેલાઈ જાય ! વિકાસના બદલે હ્રાસ તરફ દોરી જાય ! ચિત્રભાનુજીના પ્રત્યેક પરિવર્તને એમને નવો પ્રકાશ ચીંધ્યો છે. વૈચારિક અને વ્યવહારિક પાસાંઓના પરિવર્તનથી એમનું આંતરજગત તો વૈભવી બન્યું છે જ, સાથે સાથે એમણે પોતાના આસપાસને પણ ઊર્જસ્વી બનાવ્યું છે. ઓજસ્વી કર્યું છે. (૩) Page #5 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા ગ્રહણ કર્યા બાદ એમણે તપ-ત્યાગ-સ્વાધ્યાય-ધ્યાનની સાથે સાથે સ્વપર કલ્યાણની પ્રવૃત્તિઓનો યજ્ઞ માંડ્યો ! પ્રવચનો, વાર્તાલાપ, સંબોધન, માર્ગદર્શન, ધ્યાનના પ્રયોગો, ધાર્મિક અને સામાજિક સંસ્કારીકરણના પ્રયોગો, જેલના કેદીઓને ઉદ્ધોધન, શિક્ષણસંસ્થાનોમાં યુવાઓને સંબોધન, જૈન જૈનેતર પર્વોના પ્રસંગોએ હજારો... લાખોની મેદનીને પ્રેરણા આપતાં પ્રવચનો, આ ઉપરાંત માનવરાહતનાં કાર્યો... વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓનો એમાં સમાવેશ હતો. દેશના જ નહીં... દૂર દૂર પ્રદેશ અને વિદેશના જિજ્ઞાસુઓ પણ એમના સત્સંગ માટે ઉત્સુક રહેતા. સાધકો સાથેની સંગોષ્ઠિ અને શાસકો સાથે પણ અવારનવાર સંવાદ સર્જીને એમણે ઘણાં સત્કાર્યો કરાવ્યાં. કતલખાના બંધ કરાવવા જેવી પાયાની જીવદયાની આલબેલ પણ એમણે પોકારી છે. ૧૯૭૦માં સહુ પ્રથમ વખત એમણે જીનીવા ખાતે આયોજિત દ્વિતીય આધ્યાત્મિક શિખર પરિષદમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો... અને એ વિદેશપ્રવાસની સાથે જ જબરદસ્ત પરિવર્તન એમના જીવનમાં આવ્યું. સંપ્રદાયમાં સંગોપાઈને રહેલા ચિત્રભાનું હવે સંપ્રદાનની ભૂમિકાએ પહોંચીને વિશ્વના ખૂણે ખૂણે પ્રભુ મહાવીરની વાણીને પહોંચાડવાનો ભેખ આદરી લે છે ! આવા વખતે અપ્રતિમ વિરોધ, અસહકાર અને અપમાનના પ્રસંગો ઊભા થયા.. પણ સાથે સાથે ઘનશ્યામદાસ બિરલા.. બસંતકુમાર બિરલા અને એવા અનેક મહાનુભાવો એમના પડખે અડીખમ ઊભા રહ્યા. ગંગાનાં ગુણગાન કરવાં... એનું પૂજન-અર્ચન કરવું એ અલગ વાત છે અને એ ગંગાને ધરતી પર લાવીને સામાન્ય જન સુધી પહોંચાડવી એ ભગીરથ કાર્ય છે ! ચિત્રભાનુજીની બહુમુખી પ્રતિભાને દેશ-પ્રદેશના સીમાડાથી પેલે પાર વિદેશની ધરતી પર ફેલાવવામાં અનેક જ્ઞાત-અજ્ઞાત લોકોએ તર્પણ કર્યું. ૧૯૭૦માં જીનીવા ખાતે બીજી આધ્યાત્મિક શિખર પરિષદ [2nd Spiritual Summit Conference] 1971માં હાર્વર્ડ-અમેરિકા ખાતે ત્રીજી આધ્યાત્મિક શિખર પરિષદ, ૧૯૭૩માં ન્યૂયૉર્ક-અમેરિકાના યુનાઇટેડ નેશન્સના ખંડમાં UN Chapelમાં પ્રથમવાર મહાવીર જયંતીની ઉજવણી. ૧૯૭૯માં અમેરિકામાં જૈન સેન્ટરની સ્થાપના. અમેરિકામાં રહેતા... ભણતા... કાર્ય કરતા જૈન યુવકોને જગાડ્યા... જૈનધર્મ પ્રત્યે અભિમુખ કર્યા. અને જૈનધર્મની પ્રવૃત્તિઓ માટે ૪ જૈન સેન્ટરની સ્થાપના કરી. ૧૯૮૦માં જેના -- JAINAની સ્થાપના કરીને અમેરિકાના જેનોને એક તાંતણે બાંધ્યા. (૨) Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૧માં અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર અમેરિકાની પ્રતિનિધિ સભા [US House of Representatives]માં પ્રભુ મહાવીરની જન્મ જયંતી પ્રસંગે પ્રાર્થના કરી... જૈન સમાજ, જૈનધર્મ માટે આ એક ગૌરવ અને ગરિમાની વાત બની. સાથે સાથે અમેરિકા, યુરોપ, આફ્રિકા, હૉંગકોંગ, સિંગાપૉર, મલેશિયા, બેલ્જીયમ, જાપાન વગેરે અનેક દેશોમાં ફરીને પ્રભુ મહાવીરના સિદ્ધાંતો અહિંસા, અપરિગ્રહ, અનેકાંતવાદનો પ્રસાર કર્યો... અને જૈનધર્મ સાચા અર્થમાં વિશ્વધર્મ બન્યો. અહિંસક જીવનપદ્ધતિ, શાકાહારના પ્રચાર માટે અનવરત પ્રયત્નશીલ રહ્યા. સવા લાખ જૈનો ઉપરાંત લાખો વિદેશી લોકો સંપૂર્ણપણે શાકાહાર અને વિજ્ઞાન તરફ વળ્યા. ૧૯૭૦માં વિદેશની ધરતી ઉપર ચિત્રભાનુજીએ પ્રગટાવેલી ધર્મપ્રચારની આ મશાલમાં ત્યાર બાદ ભારતના અનેક સંતો, ત્યાગીઓ, જ્ઞાનીઓએ તેલ પૂરીને એને પ્રજ્વલિત રાખી છે. જાણે કે એમણે ધર્મપ્રચાર માટેનાં દ્વાર ઉઘાડ્યાં. આ બધા આયામો એમના પ્રભાવશાળી વ્યક્તિત્વના, એમની અન્તર્યાત્રાની વિકાસયાત્રાનાં પરિણામ છે. જીવનના આ તમામ પડાવોને વટાવતા એઓ શબ્દો અને ભાષાના સફળ વાહક બન્યા છે. ઘણુંબધું બોલ્યા... ઘણુંબધું લખ્યું... વખતોવખત પુસ્તકરૂપે, સામયિકોમાં, છાપાંઓમાં, મેગેઝિનોમાં બધું છપાતું રહ્યું. એઓ લોકોને પ્રેરણા માટે તીર્થસમાન બની ગયા. એમનું સાહિત્ય પ્રે૨ણાની ગંગોત્રી બની ગયું ! લગભગ ૧૯૮૦ સુધીની સાલનું એમનું સમગ્ર ગુજરાતી સાહિત્ય હવે સંપુટરૂપે ૪ પુસ્તકો રૂપે ગ્રંથસ્થ થયું છે. નવભારત સાહિત્ય મંદિરવાળા શ્રી ધનજીભાઈ તથા એમના પરિવારના અત્યંત આગ્રહ... વિનંતિ અને સતત પ્રયાસોના પરિપાકરૂપે આ સાહિત્યસંપુટ ૧૪૦૦થી વધારે પાનાંઓમાં પથરાઈને ઉપલબ્ધ બને છે. આ સમગ્ર સાહિત્ય માનવજાત માટેની એમની કરુણા... એમનો પ્રેમ... કલ્યાણ-કામના... તથા જીવન પ્રત્યેના સમાદર છલકાઈ આવે છે. જોકે ૧૯૮૦ પછીનાં પ્રવચનો, ચિંતન...આલેખન વગેરેની તો આપણે હજી પણ પ્રતીક્ષા કરવી રહી. નિશ્ચિતપણે એમના વિચારો વાચકને ઝકઝોરશે... સાચી દિશા ચીંધશે... માર્ગની શોધમાં નીકળેલા સાધકો માટે દીવાદાંડીની ગરજ સારશે. પ્રો. રમેશ એચ. ભોજક (M. A., M. Phill., D. H. E.) Wilson College MUM 7. (૬) Page #7 -------------------------------------------------------------------------- ________________ U.S. House of Representatives CERTIFICATE This certification of recognition and appreciation is presented to GURUDEV SHREE CHITRABHANUJI Founder, Jain Meditation International Center New York, New York who gave the opening prayer at a session of the U.S. House of Representatives, The Capital, Washington, D.C., on May 22, 2001. Spallet Re Kid Jeff Trandol Allest (૬) 00000000 spraker cherisin Clerk of the Hasse Page #8 -------------------------------------------------------------------------- ________________ મધુસંચય ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. જતાં જતાં ૯. મહાન કોણ ૧૦. સ્વર્ગ અને નરક ૧૧. સંતોષ ૧૨. આત્મવંચના ૧૩. ખુશામત ૧૪. સત્યનું પાત્ર ૧૫. સંસ્કાર ૧૬. ત્યાગમાં મુક્તિ પ્રેમ-પ્રતીકાર ૧૭. ૧૮. સાચું દાન ૧૯. વાણીનો જાદુ ૨૦. વિવેકનું મૂલ્ય સાધન પશુ અને માનવ ગરીબી અને અમીરી ચિંતનની કવિતા સાચો વિજય સેવક ને નેતા શાંતિનો પરિમલ ૨૧. દૃષ્ટિ તેવી સૃષ્ટિ ૨૨. વૃક્ષની સજ્જનતા ૨૩. અલ્પમાંથી અલ્પ સૌન્દર્યનાં જખમ ૨૪. ૨૫. આચારનાં નેત્ર ૨૬. વિચારોનાં પુષ્પ ૨૭. નિર્ભયતા ૨૮. સંયમના કિનારા ૨૯. સમ્યક્ જ્ઞાન ૩૦. મુનિનું વ્રત કાગ અને હંસ ૩૧. ૩૨. સમર્પણનો યજ્ઞ અનુક્રમણિકા ૩૩. ૩૪. ૩ ૩૫. ૩ ૩૬. ૩ ૩૭. ૪ ૩૮. ૪ ૩૯. ૪ ૪૦. ૪૧. ૪૨. ૪૩. prere ૩ છ જ ઝ ” ) ઙ જે જી 6 જે જી આચરણ ૪૪. આત્માનું અમરત્વ ૪૫. જીવનની ખુમારી ૪૬. ચારિત્રની કેળવણી ૪૭. ૪૮. મનની મૈત્રી સત્સંગ ને સંતસંગ બંધનમાંથી મુક્તિ મંત્રરૂપ શબ્દ ઇન્દ્રિયોની કેળવણી વિકાસની છબી જીવનની સુધારણા ઊનાં આંસુ મૈત્રીની એકતા કર્તવ્યનો દીવડો પ૭. ૫૭. ૫૮. ૪૯. ૫૦. ૫૧. ૫૨. ૫૩. ૫૪. જીવનની સાધના ૫૫. લગ્નનું જોડાણ અહિંસા ભવ્ય ભાવના સમષ્ટિનો સ્નેહ જીવનની મહત્તા મુક્તિ-મહાલય સંયમનું કલ્પવૃક્ષ લક્ષ્મીનો સદ્બય સાચી સહજતા કલાનું મૂલ્ય ક્રોધનો દાવાનળ અમૃતઝરણું ८ ८ ૫૯. ८ ૬૦. ८ ૬૧. ૮ ૬૨. ૯ ૭૩. ૯ ૬૪. ૯ ૬૫. ૯ ૬૬. પ્રકાશ ને અંધકાર સ્નેહની તલવાર અતિપ્રશંસા પ્રભુસ્મરણ કોણ અપરાધી જીવન-મૃત્યુ ? માયાજાળની ગૂંથણી (૭) ૯ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૩ ૧૩ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૬૭. ખરો કોંગ્રેસી ૬૮. વિચાર ને વર્તન ૬૯. ઇન્દ્રિય-વિજય ૭૦. બેકદર ૭૧. સોબત ૭૨. ૭૩. ૭૪. ૭૫. ૭૬. પાણી અને વાણી જીવનજ્યોત ૭૮. શિયળ ને સદાચાર સમ્યક્ દૃષ્ટિ ૭૯. ૮૦. દાનનો આનંદ ૮૧. ૮૨. મીણ જેવું હૃદય સંયોગ-વિયોગ ભક્તિની શીતળતા ૮૩. ૮૪. ધન અને વિવેક ૮૫. જીવનનો યોગ *66 સત્સંગ માનવી આપે છે ? ચારિત્રની સુવાસ કાગ થશો કે હંસ ? શક્તિનો ઉપયોગ ૮૬. ૮૭. સદ્ગુણની ત્રિવેણી ૮૮. મૃદુતા અને વજ્રતા ૮૯. મૌનનું એકાંત ૯૦. ભૂલની શોધ ૯૧. ૯૨. ૯૩. ૯૪. શાંતિનો આનંદ ૯૫. સંતોનો સંપર્ક ૯૬. વચન અંગે વર્તન ૯૭. ગુરુના ગુણ ૯૮. માણસની ગાંડાઈ ૯૯. વસ્તુનું મમત્વ ૧૦૦. જીવનનું લક્ષ્ય ૧૦૧. વાસનાની કેદ દાન-ભાવનું પ્રતીક શોધની શ્રદ્ધા કચરાનો સંઘરો ૧૦૨. વૃત્તિનો સંયમ ૧૦૩, પ્રેમનું બલિદાન ૧૩ ૧૦૪. અંતરનું અજવાળું ૧૬ ૧૦૫. વિવિધ તત્ત્વો ૧૬ ૧૦૬. ઇન્દ્રિયોને ઊંઘાડો ૧૭ ૧૭ ૧૭ ૧૭ ૧૭ ૧૮ ૧૮ ૧૮ ૧૮ ૧૮ ૧૯ ૧૯ ૧૯ ૧૯ ૧૯ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૧૨૮. વાચાની મર્યાદા ૨૨ ૧૨૯. પ્રભુના દ્વારે ૨૨ ૧૩૦. સુખની ચાવી ૨૨ ૧૩૧. માણસ આશીર્વાદ ૨૨ ૧૩૨. પૂજામાં અપરાધ ૨૨ ૧૩૩. કોનો દોષ ? ૨૩ ૨૩ ૨૩ ૨૩ ૧૦૭. પંથ ૧૦૮, જીવનના સંધ્યાટાણે જીવનસૌરભ ૧૦૯. ઉદય અને અસ્ત ૧૧૦. સૌંદર્યદર્શન ૧૧૧. અમરતાનો ઉપાય ૧૧૨. તારણહાર ૧૧૩. વિભૂતિ ૧૧૪. કોલસો ૧૧૫. પગદંડી ૧૧૬. અર્પણનો આનંદ ૧૧૭, સર્જક ૧૧૮. જીવન-રહસ્ય ૧૧૯. ખંડિયેર ૧૨૦. આંસુનાં મોતી ૧૨૧. દુઃખનો પ્રકાશ ૧૨૨. વીતરાગ ૧૨૩. સત્યનો મહિમા ૧૨૪. અંધકાર ૧૨૫. કાર્ય-કારણ ૧૨૬. સરિતાનાં નીર ૧૨૭. સત્ય ૧૩૪. સાધકની દૃષ્ટિ ૧૩૫, ભય ૧૩૬. શિખર ને ખીણ ૧૩૭. સ્નેહ (૮) ૨૩ ૨૩ ૨૪ ૨૪ ૨૪ ૨૭ ૨૮ ૨૮ ૨૮ ૨૯ ૨૯ ૩૦ 30 ૩૧ ૩૧ ૩૧ ૩૨ ૩ર ૩૩ ૩૩ ૩૩ ૩૪ ૩૪ ૩૫ ૩૫ ૩૫ ૩૬ ૩૭ ૩૭ ૩૭ ૩૭ ૩૮ ३८ ૩૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮. મોક્ષ ૧૩૯. પ્રકાશ-પ્રાપ્તિ ૧૪૦. પ્રકૃતિ ૧૪૧. તેજોદ્વેષવૃત્તિ ૧૪૨. માયાજાળ ૧૪૩. દુ:ખનો મર્મ ૧૪૪. મૃત્યુ વેળાએ ૧૪૫. ગરીબી અને અમીરી ૧૪૬. દીપક ૧૪૭. વિચારોનો મેળો ૧૪૮, બીજ ને ફોતરાં ૧૪૯. પ્રેરણાનાં પાન ૧૫૦. ફરિયાદ ૧૫૧. સ્વાતંત્ર્ય ૧૫૨. પાપનો માર્ગ ૧૫૩. ઉદય અને અસ્ત ૧૫૪. સાગરનાં ફીણ ૧૫૫. સંસ્કાર ૧૫૬. માયાજાળ ૧૫૭. સંપત્તિ ૧૫૮. સિદ્ધોની દૃષ્ટિ ૧૫૯. સુપાત્ર દાન ૧૬૦. કાવ્યોત્પત્તિ ૧૬૧. ગુપ્તતા ૧૬૨. હિમ્મત ૧૬૩. વિનિમય ૧૬૪. મનની ગુલામી ૧૬૫. ચિંતનનું મૂલ્ય ૧૬૭, સમય ૧૬૭, મહેચ્છા ૧૬૮. અફસોસ ૧૬૯. આત્મસૌંદર્ય ૧૭૦. જીન-જનની ૧૭૧. જીવનનો ફુગ્ગો ૧૭૨. અન્ન અને લૂણ અસંતોષાગ્નિ ૧૭૩. ૧૭૪. પૂર્ણ દૃષ્ટિ ૧૭૫. મૂર્તિ ૧૭૬. ગુરુ-વૈદ્ય ૧૭૭. વ્યવહાર જડતા ૩૮ ३८ ૩૯ ૩૯ ૧૭૮. આત્મ-સુધારણા ૩૯ ૧૭૯. કવિતા ૩૯ ૧૮૦. પાપ ૪૦ ૧૮૧. પ્રગતિ ૪૦ ૧૮૨. નારી ૪૦ ૧૮૩. મૃગતૃષ્ણા ४० ૧૮૪. યોગ્યતા ૪૧ ૧૮૫. સુવાસ ૪૧ ૧૮૬. દાનેશ્વર ૪૧ ૧૮૭. હાસ્યરંગ ૪૧ ૧૮૮. મૂલ્યો ૧૮૯. વિચાર ૪૧ ૪૨ ૧૯૦. નકલ ૪૨ ૪૨ ૪૨ ૪૨ ૪૩ ૪૩ ૪૩ ૪૩ ૧૯૮. માણસનું ઝેર ૧૯૯. નિષ્ફળતાનું મૂલ્ય ૪૩ ૪૪ ૨૦૦. જ્ઞાની કોણ ? ૧૯૧. સારું તે મારું ૧૯૨. સાચો વિજય ૧૯૩. મૂલ્ય ૧૯૪. ઝંખના ૧૯૫. વિજ્ઞાન ૧૯૬. જોનાર કોણ ? ૧૯૭. વૈભવની અસ્થિરતા ૪૪ ૨૦૧. મહાન ૪૪ ૪૪ | ૨૦૨. હાથીની મસ્તી ૨૦૩. દર્શનાનંદ ૪૫ ૨૦૪. પ્રતિબિંબ ૪૫ ૨૦૫. પ્રેમનો ઉચ્ચાર ૪૫૨૨૦૬. દુર્જનતા ૨૦૭. હવે તો જાગો ! ૨૦૮. બળેલો બાળે ૪૫ ૪૬ ૪૬ ૨૦૯. આંસુ ૪૬ ૨૧૦. પરિપક્વ જ્ઞાન ૪૬ ૨૧૧. મૌન (5) ૪૭ ૪૭ ૪૭ ૪૭ ૪૮ ૪૮ ૪૮ ૪૮ ૪૮ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ 8 8 8 8 8 8 ૫૧ ૫૧ ૫૧ ૫૧ પર ૫૨ પર # # # ૫૩ ૫૩ ૫૪ ૫૪ ૫૪ ૫૪ ૫૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨. વાત્સલ્યભાવ ૨૧૩. બિનઅનુભવ ૨૧૪. પ્રતિજ્ઞા ૨૧૫. સમર્પણ ૨૧૬. વિવેક ૨૧૭. ઉપયોગ ૨૧૮. સુગંધ વિનાનું ધન ૨૧૯. ધ્યેયહીન ૨૨૦. મૃત્યુની વિદાય ૨૨૧. અનુભવ ૨૨૨. ચારિત્રની સૌરભ ૨૨૩. ફૂલનાં આંસુ ૨૨૪. વિસંવાદ ૨૨૫. પ્રેમ અને મોહ ૨૨૬. શક્તિહીનની આઝાદી ૨૨૭. કાતર અને સોય ૨૨૮. વાણીનું વ્યક્તિત્વ ૨૨૯. આંસુનો મહિમા ૨૩૦. શિશુપદ ૨૩૧. પ્રેમનું દર્શન ૨૩૨. સંયમ કે જડતા ? ૨૩૩. પૂર્ણતાનો પ્રભાવ ૨૩૪. વાદળી ૨૩૫. પ્રજ્ઞ શત્રુ ૨૩૬. અણુ ૨૩૭. સમર્પણનો જય ૨૩૮. માનવતા ૨૩૯, શિયળહીન ૨૪૦. સેવા અને પ્રશંસા ૨૪૧. ક્રાન્તિ ૨૪૨. સંબંધ ૨૪૩. ભાવના ૨૪૪, સાક્ષાત્ ૨૪૫. ત્યાગી અને ગૃહસ્થ ૨૪૬. દીન નહિ ૨૪૭. પથિક ૨૪૮. સંયમની પૂજારણ ૫૫ ૨૪૯. મનની ગતિ ૫૫ ૨૫૦. સંગનો રંગ ૫૫ ૨૫૧. અહિંસાનું માહાત્મ્ય ૫૬ ૨૫૨. શાન્તિનો પરિમલ ૫ ૨૫૩. જીવન-સત્ત્વ ૨૫૪. પ્રસન્નતા ૨૫૫. ભાગ્યમાં શું ? ૨૫૬. અગમ્ય વાત પ ૫૬ ૫૬ ૫૭ ૨૫૭. શ્રદ્ધાનું દ્વાર ૫૭ ૨૫૮. ફૂલની કિંમત ૫૭ ૨૫૯. દુરુપયોગ ૫૭ ૨૭૦. માનવ ૫૮ ૨૬૧. સત્ય ૫૮ ૨૬૨. વિચાર ૫૮ ૨૬૩. જીવનનું માપ ૨૬૪. ઉપદેશ ૫૮ ૫૯ ૨૬૫. એક પ્રશ્ન ૫૯ ૨૬૬. સ્વર્ગ અને નરક ૫૯ ૨૬૭. સ્પર્શ ૫૯ ૨૬૮. એકાન્તનો ભય ૫૯ ૨૬૯. અમરતાનું ગાન ૬૦ ૨૭૦. અર્પણ ૬૦ ૨૭૧. પ્રસન્ન મન ૩૦ ૨૭૨. હાનિ કોને ? ૬૧ ૨૭૩. વિકાસ ૩૧ ૨૭૪. અન્વેષણ ૬૧ ૨૭૫. વિદ્યા ફર ૨૭૬. સૂક્ષ્મ અને સ્થૂળ ૬૨ ૨૭૭. પુરુષાર્થ કુર ૨૭૮. ઊર્ધ્વગામી કર ૨૭૯. ક્રોધ ૬૩ ૨૮૦. વિવેક ૬૩ ૨૨૮૧. ઇચ્છા-શક્તિ ૬૩ ૨૮૨. સહનશીલતા ૬૩ ૨૮૩. કાવ્ય ૬૪ ૨૮૪. મૂળથી જાય ૬૪ ૧૨૮૫, મહત્તા (?) ૪ ૬૪ ૬૫ ૬૫ ” જ ૬૫ ૬૫ ૬૫ ૬૬ ૬૬ G O ક ઙઙ 65. 65 65 55 65 65 ૬૮ ફટ ૬૮ ૫ ” ) ૬૮ ૬૯ ૬૯ e ७० ૭૦ ૭૦ ७० ૭૧ ૭૧ ૩૧ ૭૧ ૭૨ ૭૨ ૭૨ ૭૨ ૭૩ ૭૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬. વિચાર અને કાર્ય ૨૮૭, જીવનનો જાણનારો ૨૮૮. પ્રેમ અને વાસના ૨૮૯. સંતોષી ૨૯૦. શ્રદ્ધા ૨૯૧. કાળની શક્તિ ૨૯૨. પ્રેમપૂર્ણ સહિષ્ણુતા ૨૯૩. સંતોષ ૨૯૪. પરિગ્રહ-પરિમાણ ૨૯૫. ધર્મ-શિખર ૨૯૬. તક ૨૯૭, સંકલ્પ ૨૯૮. ભેદ જ્ઞાન ૨૯૯. પુરુષાર્થ ૩૦૦. પ્રતિભા ૩૦૧, સાધન ૩૦૨. જ્ઞાન ૩૦૩. કૃત્રિમતા ૩૦૪. ઉચ્ચ ધ્યેય ૩૦૫. સૌંદર્ય ૩૦૬. કર્મ ૩૦૭. લાયકાત ૩૦૮. અસ્વચ્છ મન ૩૦૯. પરિણામની સમજ ૩૧૦. માર્ગસૂચક ૩૧૧. સમય ૩૧૨. ધન ને મન ૩૧૩. બાલ-માનસ ૩૧૪. શાન્તિ માટે યુદ્ધ ! ૩૧૫, પાપબીજ ૩૧૬. આત્મનાદ ૩૧૭. સામાજિક મૂલ્ય ૩૧૮. ઝંખના ૩૧૯. મનોધર્મ ૩૨૦. કાયર ૩૨૧. નવનીત ૩૨૨. ક્રોધ ૭૩ ૩૨૩, વિજય-માર્ગ ૭૩ ૩૨૪, આરસી ૭૪ ૩૨૫. હક્ક નહિ, યોગ્યતા ૭૪ ૩૨૬. ક્ષણ ૭૪ ૩૨૭. મૂર્ખ ૭૪ ૩૨૮. દર્શન ૭૫ ૨૩૨૯. સાધના ૭૫ ૩૩૦. ઠગાતો ઠગ ૭૫ ૩૩૧, પુનિત આંસુ ૭૫ ૩૩૨. ફ્લેચ્છા ૭૫ ૩૩૩. પ્રાયશ્ચિત્ત ૭૬ |૩૩૪. પાગલ 56 ૭૬ ૭૭ 66 66 પ્રતિબિંબ 26 -26 ૩૩૫. કાળની શક્તિ ૩૩૬. જીવનનું માપ ૩૩૭. અન્વેષણ ૩૩૮. પશુ અને માનવ ૩૩૯. રેતી કે મોતી ? ૭૭ ૭૮ ૭૮ ૭૮ ૭૮ ૭૮ ૩૪૨. સમયનો ઉપયોગ ૩૪૦, અપાયના ઉપાય ૩૪૧. પ્રેમ અને સહિષ્ણુતા ૩૪૩. ભેદજ્ઞાન ૩૪૪. પ્રેમનો શબ્દ ૭૯ | ૩૪૫. પ્યાસ ૭૯ ८० ८० ८० ૩૪૯. જીવનનું ધ્યેય ૮૦ ૩૫૦. તપની સુવાસ ૮૧ ૩૫૧. શક્તિ અને ભક્તિ ૮૧ ૩૫૨. કર્તવ્યની મીઠાશ ૮૧ ૩૫૩. સંગનો રંગ ૮૧ ૩૫૪. સત્યનો સૂર્ય ૮૧ ૩૫૫. સંતોષનું સુખ ૮૨ ૧૩૫૬. સંયમની ઢાલ (??) ૩૪૬. આનંદનાં અંજન ૩૪૭. શાને લેપાઉં ? ૩૪૮. ડર્યો તે મર્યો ૮૨ ૮૨ ૮૨ ૮૩ ૮૩ ૮૩ ૮૩ ૮૩ ૮૪ ૮૪ ૮૪ ૮૪ 62 62 ૮૮ ८८ ८८ ८८ ૮૮ ૮૯ ૮૯ ૮૯ ૮૯ ૯૦ ૯૦ ૯૦ ૯૦ ૯૦ ૯૧ ૯૧ ૯૧ ૯૧ ૯૨ ૯૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭. પિત્તળમાં હીરો ૩૫૮. સંસ્કારનું સૌન્દર્ય ૩૫૯, વેડફાતું જીવન ૩૩૦. ધ્યેયનું શિખર ૩૬૧. કાલ અને આજ ૩૬૨. તપ અને પ્રેમ ૩૬૩. જીવનશુદ્ધિ પ્રેરણાની પરબ ૩૪. સંત સમાગમ ૩૬૫. દાનનો આનંદ ૩૬૯. ધર્મનું મૂલ્ય ૩૬૭. સત્યનો સૂર્ય ૩૬૮. ઇચ્છા ને સંતોષ ૩૬૯. દુઃખની મજા ૩૭૦, તપ અને ભક્તિ ૩૭૧. રાતરાણીનાં ફૂલ ૩૭૨. માણસ આપે છે ? ૩૭૩. ચારિત્રની સુવાસ ૩૭૪. કાગ થશો કે હંસ ? ૩૭૫. પાણી અને વાણી ૩૭૬. મંદિરનું શિખર ૩૭૭. હાથીનું ગૌરવ ૩૭૮. ધર્મ-બૅન્ક ૩૭૯. તાજૂડીની પ્રાર્થના ૩૮૦. મનની નિર્મળતા ૩૮૧. જ્ઞાનીની પુણ્યજ્યોત ૩૮૨. કીડીની કામના ૩૮૩. સમતાનું હવામાન ૩૮૪. સંસ્કારનું સૌંદર્ય ૩૮૫. મનની વિચિત્રતા ૩૮. આત્મજ્ઞાન ૩૮૭. જ્ઞાનનો પ્રકાશ ૩૮૮. જીવનની જ્યોત ૩૮૯. સંયમનું સુપાત્ર ૩૯૦. આંતરિક રંગ ૯૨ ૩૯૧. સંગનો રંગ ૧૦૪ ૯૨ : ૩૯૨. ત્રણ દુર્ગ ૧૦૪ ૯૩ ૩૯૩. શિયળ ને સદાચાર ૧૦૪ ૩૯૪. રત્નનાં પારખાં ૧૦૫ ૩૫. સંયમની ઢાલ ૧૦૫ ૩૯૬. મનનું તપ ૧૦૫ ૩૯૭. ધર્મીની ઝંખના ૧૦૫ ૩૯૮. અજ્ઞાનનાં અંધારાં ૧૦ ૩૯૯, પ્રભુનું મિલન ૧૦૬ ૪૦૦. શ્રવણ -- કાનનું કે મનનું ?૧૦૬ ૪૦૧. આત્માર્થીનાં મોતી ૧૦૬ ૪૦૨. કો'ક વિરલ ૧૦૭ ૪૦૩. સુખની કસ્તૂરી ૧૦૭ ૪૦૪. સ્વાતંત્ર્યનો આનંદ ૧૦૭ ૪૦૫. જ્યોત અને ચીમની ૧૦૮ ૪૦૬. સાધુને સંગે ૧૦૮ ૪૦૭. ધ્યેયની સ્પષ્ટતા ૧૦૮ ૪૦૮. સમ્યગુદૃષ્ટિ ૧૦૮ ૪૦૯. પ્રકાશના પાથરનારા ૧૦૮ ૯૯ ૪૧૦. સ્વ અને સર્વ ૧૦૯ ૧૦૦ ૪૧૧. ઉપદેશની ઓથ ૧૦૯ ૧૦૦ ૪૧૨. માનવતા અને ધર્મ ૧૦૯ ૪૧૩. આત્માની અનુભૂતિ ૧૦૯ ૧૦૦ (૪૧૪. સંયમનો બંધ ૧૦૧ ૪૧૫. શાન્તિની શોધ ૧૧) ૧૦૧ હંસનો ચારો ૧૦૧ ૧૦૨ ૪૧૬. કાવ્ય ૧૧૩ ૧૦૨ ૪૧૭. અંદર અને બહાર ૧૧૩ ૧૦૨ ૪૧૮. જીવન એટલે જીવવું ૧૧૪ ૧૦૩|૪૧૯. બ્રહમ અને જગત ૧૧૪ ૧૦૩ ૪૨૦. ધ્યેયહીન ૧૧૪ ૧૦૩ / ૪૨૧. વાચાની મર્યાદા ૧૧૪ ૧૦૩|૪૨૨. સ્પર્ધા કોની ? ૧૧૫ ૧૦૩ ૪૨૩. સૌરભની સ્મૃતિ ૧૧૫ ૧૦૪/૪૨૪. શૈશવ ૧૧૫ ૧૧૦ ૧૦૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ૧૩૩ ૧૩૩ ૧૩૪ ૪૨૫. સંયમ કે જડતા ? ૧૧૫ | ૪પ૯. સહાનુભૂતિ ૪૨૬. વાદળી ૧૧૬] ૪૬૦. વિદાય ૪૨૭. માનવજીવન એક યાત્રા ૧૧૬ |૪૬૧. પ્રગતિ ૪૨૮. ક્ષણ ક્ષણ બદલાઈ રહી છે ૧૧૬ ૪૬૨. વિશ્વનું દર્શન ૪૨૯. સત્યનો મહિમા ૧૧૭ ૪૬૩. અવાજ ૪૩૦. દીન નહિ ૧૧૭ ૪૬૪. શોધો ૪૩૧. હાનિ કોને ? | ૪૬૫. અતૃપ્તિ ૪૩૨. સત્ય ૧૧૭ | ૪૬૭. જ્ઞાન અને ગુપ્તિ ૪૩૩. અંદર શોધ ૧૧૮ |૪૬૭. મૃત્યુનું રહસ્ય ૪૩૪. સંયમની પૂજા ૪૬૮. અભ્યર્થના ૪૩૫. અનુભવનાં વેણ ૪૯. રાગની આગ ૪૩૭. વિચાર ૪૭૦. ખંડેરનું દર્દ ૪૩૭, અપ્રામાણિક ૧૧૯ | ૪૭૧. સરિતા ૪૩૮. અનુભવ ૧૧૯ ૪૭૨. પથિક ૪૩૯. અણુ ૧૧૯ [૪૭૩. યૌવનના સારથિ ૪૪૦. ક્રાન્તિ ૪૭૪. પૂર્ણતા કે શૂન્યતા ? ૪૪૧. ભાવના ૧ ૨૦ ૪૭૫. તું તને અનુભવ ૪૪૨. સચ્ચાઈનું સંગીત ૧૨૦ |૪૭૬. શાન્તિની ચન્દ્રિકા ૪૭૭. પૂર્ણતાની ઝંખના ઊર્મિ અને ઉદધિ ૪૭૮. દીવાદાંડીનાં અજવાળાં ૪૭૯. નિમંત્રણ ૪૪૩. કોઈનો સાદ ૧ ૨૩ ૪૮૦. પૂર્ણકલા ૪૪૪. દિવ્ય પ્રકાશ ૪૮૧. જીવનસુધા ૪૪૫. વિરહ ૧૨૪ | ૪૮૨. મહામૃત્યુ ૪૪૬. આનંદસમાધિ ૧૨૫ | ૪૮૩. પ્રકાશનું પર્વ ૪૪૭. પ્રીતની રીત ૧૨૯ ૪૮૪. અમૃત કા સુરા ૪૪૮. એક તણખો ! ૪૮૫. વીતરાગ ૪૪૯. એ કયું ગીત ૧૨૭ | ૪૮૬. રંગાયેલા વિચાર ૪૫૦. પ્રેમપરાગ ૪૮૭. સુખની ચાવી : સંકલ્પ ૪૫૧. પ્રકાશને તારે ૧૨૮ ૪૮૮. વિવેચકો ૪પર. વાત્સલ્યની ભરતી ૧૨૮ ૪૮૯. ચરણરજ ૪૫૩. સંધ્યાનું હાસ્ય ૧ ૨૯ ૪૯૦. દયામધુરી ૪પ૪. ચિત્તની ચાવી | ૪૯૧. આંબો અને થોર ૪૫૫. ધ્યેય ૧૩૦ ૪૯૨. શાન્તિની ચાવી ૪૫૬. પ્રયત્ન ૧૩૧ ૪૯૩. ધર્મનો મર્મ ૪૫૭. શુદ્ધ સાધના ૧૩૧ | ૪૯૪. ઉપકાર ૪૫૮, પંથ ૧૩૨ ૩ ૪૯૫. કર્તવ્ય (૧૩) ૧૩૪ ૧૩૫ ૧૩૫ ૧૩૭ ૧૩૩ ૧૩૭ ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૪૧ ૧૪૧ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫O ૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧પ૩ ૧૫૪ ૧૨૪ ૧૨૬ ૧૫૬ ૧૫૬ ૧૫૬ ૧૫૭ ૧૫૭ ૧૫૭ ૧૩૦ ૧૫૭ ૧૫૮ ૧૫૮ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬. પુષ્પ અને પથ્થર ૪૯૭. કાર્યનો સ્રોત ૪૯૮. ઈર્ષા ૪૯૯. સુખ ૫૦. ક્ષમા ૫૦૧. સાચા કેટલા ? ૫૦૨. જ્ઞાન ૫૦૩. શૂરવીર ૫૦૪. અસંગ ૫૦૫. સત્યનિષ્ઠ ૫૦૬. શાન્તિ ૫૦૭. સંધ્યાટાણે ૫૦૮. લય ૫૦૯. માણસ ૫૧૦, આશિષ ૫૧૧. જીવનરથ ૫૧૨. એકરાર ૫૧૩. પીછેહઠ ૫૧૪. તારલી ૫૧૫. મિથ્યા અભિમાન ૫૧૬. ઊંડાણ ૫૧૭. પ્રાણ સીંચો ૫૧૮. પ્રેમ ૫૧૯. શુષ્ક જીવન ૫૨૦. સહાનુભૂતિ ૫૨૧. આભૂષણ ૫૨૨, પડઘો ૫૨૩. શ્રદ્ધા ૫૨૪. સ્વ ૫૨૫. ફાર્યની મન્નતા ૫૨૬. ‘સ્વ’ની શોધ ૫૨૭. તણખા ૫૨૮. તપ ૫૨૯. તપસ્વી ૫૩૦. ધર્મ ૧૫૮૨૫૩૧. વિજય ૧૫૮ ૨૫૩૨. જીવનનો જાણકાર ૧૫૮ ૨૫૩૩. વાસના ૧૫૯ ૨૫૩૪. સંકલ્પ ૧૫૯ |૫૩૫. ધન અને માણસ ૧૫૯ ૨૫૩૬. પૈસો ૧૫૯ | ૫૩૭. પૈસાનો ઉપયોગ ૧૬૦૨૫૩૮. લાયકાત ૧૬૦૦૫૩૯. માનવછાયા ૧૬૦ | ૫૪૦. વિપત્તિ ૧૬૦ | ૫૪૧. પુરુષાર્થ ૧૬૦ ૨૫૪૨. સ્વપ્ન ૧૩૧ ૧૬૧ ૧૭૧ ૫૪૫. પ્રેમ સંવેદન ૧૬૧ ૫૪૬. પ્રેમરસ ૧૬૨ ૨૫૪૭. પ્રેમપ્રકાશ ૧૬૨ ૫૪૮. જીવનકવિતા ૧૬૨ ૫૪૯. નિર્લેપતા ૧૬૨ |૫૫૦. ધન્ય પળ ૧૬૩ |૫૫૧, મનન ૧૭૩૫૫૨. આત્મતેજ ૧૬૩ |૫૫૩. સ્થૂલ નહિ, ૧૬૩ ૫૫૪. દોષષ્ટિ ૧૬૪૫૫૫. પવિત્રતાનો પ્રભાવ સૂક્ષ્મ ૧૬૪ ૫૫૬, ભણતર ને ચણતર ૧૬૪ ૫૫૭. પરિપક્વ ૧૬૫ ૫૫૮. પ્રેમ ૧૬૫ ૫૫૯. પરમ પ્રેમ ૫૪૩. બહુરૂપી ૫૪૪. પ્રજ્ઞાચક્ષુ ૧૬૫ |૫૬૦. જ્ઞાન ૧૬૫ ૫૬૧. ભૂલ અને આંસુ ૧૯૫ ૫૭૨. શુદ્ધિ અને સિદ્ધિ ૧૬૬ ૫૬૩. પ્રાયશ્ચિત્ત ૧૭૬૫૬૪. પવિત્ર ભીખ ૧૩૩ ૫૬૫. પ્રિયદર્શન (??) ૧૬૩ ૧૬૬ ૧૬૭ ૧૬૭ ૧૬૭ ૧૬૭ ૧૬૮ ૧૬૮ ૧૬૮ ૧૬૮ ૧૬૯ ૧૬૯ ૧૬૯ ૧૬૯ ૧૭૦ ૧૭૦ ૧૭૦ ૧૭૦ ૧૭૧ ૧૭૧ ૧૭૧ ૧૭૧ ૧૭૨ ૧૭૨ ૧૭૨ ૧૭૨ ૧૭૩ ૧૭૩ ૧૭૩ ૧૭૩ ૧૭૩ ૧૭૪ ૧૭૪ ૧૭૪ ૧૭૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ૨૦૧ ૨૧૭ ૩૧૦ ભવનું ભાતું | ૫૯૭. હિંસા પર વિજય ૨૯૪ ૫૯૮. મારું નમન શ્રમણત્વને છે ૨૯૬ પકડ. ભવનું ભાથું ૧૭૭ ૫૯૯. મૈત્રીનું માધુર્ય ૨૯૭ પક૭. ખીણ અને શિખર | ફ00. અપકારી પર ઉપકાર ૨૯૮ ૫૬૮. શલ્યાની અહલ્યા ૬૦૧. અંતરનું અજવાળું ૨૯૯ પડ૯. આતમની અગ્નિપરીક્ષા ૨૧૬ ૧૦૨. પારસમણિ ૨૯૯ - - ૫૭૦. મૌનનો મહિમા ૬િ૦૩. પ્રકાશ ને અંધકાર ૩૦૨ ૫૭૧. સૌજન્યનું આંસુ ૨૨૭ | ૦૪. રક્ષાને કાજે ૩૦૨ પ૭ર. દિલની વાત ! ૨૩૪ ૬૦૫. એ બધાં દલાલનાં તોફાન પ૩૩. ભવનું ભાતું ૩૦૬ ૨૩૬ ૬૦૬. રૂપનો ગર્વ ૩૦૭ પ૭૪. આત્મવિલોપન ૨૪૩ પ૭૫. શોકના તળિયે શાત્તિ ૬૦૭. અર્પણ ૨૩૨ ૯૦૮. પુનિયો શ્રાવક ૩૧૧ બિંદુમાં સિંધુ ૯૦૯, બલિ ૩૧૩ | ૬૧૦. સંસ્કૃતિને ઘડનારો શિલ્પી ૩૧૫ પ૭૬. લઘુ અને ગુરુ ૨૦૭ ૬૧૧. પ્રેમના ટેભા ૩૧૬ ૫૭૭. વીતરાગનો માર્ગ ૨૯૯ પ૭૮. જાગૃતિનો જય હો ૨૭૯ કણમાં મણ. ૫૭૯. વિનિમય ૨૭૦ ૫૮૦. વિજયધ્વજ ૬૧૨. પ્રકાશાની વેદી પર ૩૧૯ ૫૮૧. વાણીનો વિવેક ૨૭૨ ઉ૧૩. પ્રેમનું માપ આંતરિક ૩૨૦ ૫૮૨. શ્રદ્ધા -- સાચું બળ આનંદતૃપ્તિનું માપ ૫૮૩. જેણે છોડ્યું, તેને | ૬૧૪. દર્શન પ્રદર્શન ? ૩૨૦ કોઈ ન છેડે ! ઉ૧૫. મનનાં ઝેર ૩૨૧ ૫૮૪. જ્વાળા અને જળ ૨૭૫ | ડ૧૬. શ્રમનું સંગીત ૩૨૧ પ૮૫. માન મળે તો જ્ઞાન મળે ! ર૭૩ | ૯૧૭. અનેકાન્ત એ દૃષ્ટિ નહિ, ૩૨૨ ૫૮૬. સંસારની શેરડી ૨૭૬ દર્શન છે. ૫૮૭. ભગવાન વર્ધમાનનાં વચનો ર૭૭ | G૧૮. કાચ નહિ, કંચન ? ૩૨૨ ૫૮૮. હાથે કરીને હેરાન ૨૭૮ | ૯૧૯, સુખનું અત્તર બીજા ૩૨૩ ૫૮૯, સંતનું નામ ૨૮૦ પર છાંટીએ ત્યારે પ૯૦. બિંદુમાં સિંધુ ૨૮૩ એની સુવાસ આપણને પ૯૧. અભયદાન શા માટે શ્રેષ્ઠ ?૨૮૪ પણ મળે જ પ૯૨. ઇજ્જત કોણે લીધી ! ૨૮૭૬૨૦. ધર્મ ક્યાં છે ? ૩૨૩ પ૯૩. ક્રોધ નહિ, ક્ષમા કર ! ૨૮૯ | ક૨૧. શબ્દ નહિ; સંવેદના ૩૨૪ ૫૯૪. દૃષ્ટિ તેવી સૃષ્ટિ ૨૯૧ ૯૨૨. સંપત્તિ નહિ, સહાનુભૂતિ ૩૨૫ પ૯૫. અર્પણ ધર્મ ક૨૩. મુક્તિનું રહસ્ય ૩૨૫ ૫૯ક. કબ્રસ્તાન નથી ૨૯૩ ? ફ૨૪. સુખનું રહસ્ય ? ૩૨૬ ૨૭૩ ૨૭૪ ૨૯૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ 0 ૦ بب به ૩૩૪ ૯૨૫. તનમાં નહિ, મનમાં ૬૨૬. ઝાંઝવાને ચાહવું ? ક૨૭. અભિશાપમાં વરદાન ૬૨૮. ભય પાપની સજાનો છે ક૨૯. કલાની કદર ૩૦. બ્રહ્મ કે ભ્રમ ? ૬૩૧. ક્રૂરતાની પરાકાષ્ઠા ઉ૩૨. કુદરતનો જવાબ ઉ૩૩. વૃત્તિનો બોજ ૬૩૪. જિંદગીનો વિમો ફિ૩૫. પ્રેમપરાગ ઉ૩૬. દિલનું દાન ૯૩૭. ગંદકી એ શરમ ફ૩૮. શત્રુ ક્યાં છે ? ૬૩૯. ભૂષણ કે દૂષણ ? ઉ૪૦. ધૂળ પર ધૂળ ૬૪૧. શુભેચ્છાનું સ્મિત ૯૪ર. શ્રદ્ધાનો સત્કાર ૬૪૩. કોણ તારે ? ઉ૪૪. પ્રેમનું પ્રભુત્વ ૬૪૫. બારણે કોણ છે ? ૬૪૬. અહંકાર ઓલવાયો ઉ૪૭. ભાગ નહિ, ભાવ ઉ૪૮. ભાષાની ભવ્યતા ૬૪૯. શબ્દોથી મુક્તિ ૬૫૦. આચાર ૬૫૧. પાત્રતા ઉ૫ર. પ્રામાણિકતા ૬૫૩. શીલ એ જ ભૂષણ ઉ૫૪. શિકાર નહિ, સંયમ ઉપપ. પ્રેમપુષ્પનો ભાર ઉ૫૬. બળથી નિર્બળ ૩૨૬ | કપ૭. સંગીતભર્યો શ્રમ ૩૪૪ ૩૨૭૬૫૮. આંખમાં નહિ, અંતરમાં ૩૪૫ ૩૨૭ | ૬૫૯. કરુણાભાવ ૩૪૬ ૩૨૮ ૩૨૯ ૩૦ દિવસની ૩૦ વાતો ૩૨૯ ક0. અંતરનું અજવાળું ૩૪૯ ૩૩) ૬૬૧. માનવીનું મન ૩૫૦ ૩૩) ફકર. પુરુષાર્થ કે પ્રારબ્ધ ૩પ૦ ૩૩૧ ફિક૭. જ્વાળા અને જળ ૩૫૧. ૩૩૧ ૬૯૪. બિંદુમાં સિંધુ ૩પ૧ ૯૬૫. દષ્ટિ તેવી સૃષ્ટિ ૩૫ર ૩૩૨ ૬૬૬. મિત્રોને હું ખાતો નથી ૩૫ર ૩૩૩ ક૬૭. પ્રેમપુષ્પનો ભાર ૩પ૩ ૩૩૩ ૬૬૮. શ્રદ્ધાનો સત્કાર ૩૫૩ ૬૬૯, હૃદયતૃષ્ણા ૩૫૪ ૩૩૪ ઉ૭૦. ઝાંઝવાને ચાહવું ? ૩૫૫ ૩૩૫ ક૭૧. સંસાર શું છે ? ૩૫૫ ૩૩૫ ૯૭૨. મૈત્રીનું માધુર્ય ૩૫૬ ૩૩૬ ક૭૩. ભાષાની ભવ્યતા ૩૫૬ ૩૩૩ ૬૭૪. વિસર્જન નહિ, સર્જન ૩પ૭ ૩૩૭ ૯૭૫. અંતરની આંખ ૩૫૮ ૩૩૭ ૬૭૬. અહંકાર ઓલવાયો ૩૫૮ 33८ ૭૭. શબ્દ નહિ, સંવેદન ૩પ૯ ૩૩૯ ૧૭૮. પ્રેમનું પ્રભુત્વ ૩૬૦ (૬૭૯. શરીર નહિ, સર્વ જીવે છે ૩૬૦ ૩૪0 | ફ૮૦. આચરણ ૩૦૧ ૬૮૧. જેણે છોડ્યું, ૩૪૧ ૩૬ર ૩૪૧ તેને કોઈ ન છેડે ! ૬૮૨. સંસારની શેરડી ૩૪૨ ૩૬૨ ૬૮૩. પ્રકાશ અને અંધકાર ૩૪૩ ૩૬૩ ૯૮૪. માન મળે તો જ્ઞાન મળે ! ૩૬૪ ૩૪૩ ૧૮૫. અત્તરપટ ૩૬૫ ૩૪૪ ૬૮૬. પ્રેમના ટેભા ૩૬૫ ૩૩૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ મધુસંચય ܗ ܗ ܗ ܗ ܗ ܗ ܗ ܗ ܗ Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ +>&> ૧. સાધન ક્રો ધના અગ્નિને શાંત કરવા સમતાનો સહાય લો; માનના પર્વતને ભેદવા નમ્રતાનો સહારો લો; માયાની ઝાડીને કાપવા સ૨ળતાનું સાધન લો; લોભના ખાડાને પૂરવા સંતોષની સલાહ લો. ૨. પશુ અને માનવ પશુ અને માનવમાં ફેર માત્ર એટલો જ છે: દંડના ભયથી પ્રેરિત થઈને કાર્ય કરે તે પશુ, અને દ્રવ્યની પ્રેરણાથી પ્રેરિત થઈને કામ કરે તે માનવ. 3. ગરીબી અને અમીરી બીજાને સુખી જોઈને જો તમે દુ:ખી થતા હો તો ભલે તમે સ્થિતિએ શ્રીમંત હો મધુસંચય - Page #21 -------------------------------------------------------------------------- ________________ છતાં તમારું દિલ ગરીબ છે; પણ જો બીજાને સુખી જોઈ, તમે ખુશી થતા હો તો તમે સ્થિતિએ ગરીબ હોવા છતાં તમારું દિલ શ્રીમંત છે. ૪. ચિંતનની કવિતા વાસનાની વાણીમાંથી જન્મેલી કવિતા, સર્જન પહેલાં જ મૃત્યુ પામે છે; ક્ષણિક આવેશમાંથી ઉદ્ભવેલી કવિતા જન્મીને મૃત્યુ પામે છે; સંયમભર્યા દીર્ઘ ચિંતનમાંથી પ્રભવેલી કવિતા જ ચિરંતર રહે છે. ܀ ૫. સાચો વિજય સમરાંગણનો વિજયી એ સાચો વિજેતા નથી, પણ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવનાર જ સાચો વિજેતા છે. દુનિયાને જીતવી સાવ સહેલી છે. ઇન્દ્રિયોને જીતવી જ કઠિન છે. ૬. સેવક ને નેતા ઓછું બોલે ને વધારે કાર્ય કરે, તે સેવક; અને વધારે બોલે ને ઓછું કાર્ય કરે, તે નેતા. એનો અર્થ એ જ કે જેની જીભ નાની તેનું કામ મોટું અને જેની જીભ મોટી તેનું કામ નાનું. ૭. શાંતિનો પરિમલ અગરબત્તીનો સંયોગ અગ્નિ સાથે થાય તો જ એમાંથી સુવાસ ભરેલું વાતાવરણ સરજાય છે; વાણીનો સંયોગ પણ જો આમ વર્તન સાથે થાય તો જ એમાંથી શાન્તિનો પરિમલ પ્રગટે. ܀ ૪ * મધુસંચય Page #22 -------------------------------------------------------------------------- ________________ ૮. જતાં જતાં જવું જ છે ? તો જાઓ. પણ જતાં જતાં સ્વાર્થની દુર્ગંધને બદલે સ્નેહ, સેવા, સદાચાર અને સૌજન્યની સુરભિ મૂકતા જાઓ કે જેથી અમે પણ એ સુરભિની પુણ્યસ્મૃતિ ઉપર બે સાચાં આંસુ તો પાડીએ. ૯. મહાન કોણ કોઈએ કરેલા ઉપકારની કદર કરે, એ સજ્જન છે; અપરિચિત ઉપર ઉપકાર કરે, એ અતિ સજ્જન છે; પણ અપકાર ઉપર અપકાર કરે એ સજ્જન નહિ, અતિ સજ્જન નહિ, પણ મહાન છે. ૧૦. સ્વર્ગ અને નરક અંતઃકરણમાં સવિચાર હોય ત્યારે સમજવું કે તમે સ્વર્ગમાં છો, અને અંતઃકરણમાં અસવિચાર હોય ત્યારે માનજો કે તમે નકમાં છો. અંતઃકરણ ઉપર લાગેલો સદ્ કે અસદ્ વિચારોનો પટ જ અંતે માનવીને સ્વર્ગ અને નરકમાં લઈ જાય છે. ૧૧. સંતોષ મહાલયને સુંદર કહેનારને લોભી ન માનતા; ઝૂંપડાને ભવ્ય કહેનારને સંતોષી ન કલ્પતા. સાચો સંતોષી તો એ છે કે જે મહાલય અને ઝૂંપડાના ભેદને ભૂલીને સંતોષને શ્રેષ્ઠ અને અસંતોષને કનિષ્ઠ માને. ܀ ૧૨. આત્મવંચના આંખમાં આંસુ અને મુખ પર સ્મિત, હૈયામાં વેદના અને શબ્દોમાં રીતે જ આજે માનવીનું જીવન વહી રહ્યું છે. આ તો જાણે ચાંદની અંધકાર વરસાવી રહી છે. આનંદ મધુસંચય * ૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૩. ખુશામત માણસને રિઝવવા કરવામાં આવતી ખુશામત તો મધુર દૂધમાં તેજાબ રેડવા બરાબર છે, એથી માણસ જામતો નથી, પણ ફાટે છે. ܀ ૧૪. સત્યનું પાત્ર સત્ય સૌને ગમે છે, પણ એને કટુતાના પાત્રમાં પીરસશું તો એને કોઈ નહિ ઝીલે. તમારે જો સત્ય જ પીરસવું હોય તો પ્રિયતાના પાત્રમાં પીરસો. એથી સત્યનો મહિમા ઘટશે નહિ, પણ વધશે. ܀ ૧૫. સંસ્કાર કુસંસ્કારોથી આત્મા ભારે થઈને અધોગામી બને છે; સુસંસ્કારોથી આત્મા હળવો બની ઊર્ધ્વગામી બને છે. ܀ ૧૬. ત્યાગમાં મુક્તિ જે ગ્રહણ કરે છે, તે દુ:ખી થાય છે; જે છોડે છે તે સુખી થાય છે. પરિગ્રહમાં બંધન છે. ત્યાગમાં મુક્તિ છે. ܀ ૧૭. પ્રેમ-પ્રતીકાર લોહીથી ખરડાયેલાં કપડાં લોહીથી નહિ, પણ પાણીથી શુદ્ધ થાય છે, તેમ તિરસ્કારનો પ્રતિકાર ક્રોધથી નહિ, પણ પ્રેમી જ થઈ શકે છે. ܀ ૧૮. સાચું દાન ધન હતું ત્યારે આપ્યું એમાં નવું શું કર્યું ? લોટામાં પાણી ન સમાય ત્યારે વધારાનું પાણી સૌ કાઢી નાખે. એ કંઈ દાન છે ? પણ જે પોતાના પીવાના પાણીમાંથી તરસ્યાને આપે છે, એનું નામ દાન છે. ܀ ૬ * મધુસંચય Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯. વાણીનો જાદુ માણસની વાણીમાં કેવો જાદુ ભરેલો છે ! એ અમૃતને ઝેર અને ઝેરને અમૃત બનાવી શકે છે; એ આનંદમાં શોકની હવા અને શોકમાં આનંદની હવા સર્જી શકે છે. માણસ આ જાદુઈ શક્તિ સમજી જાય તો સંસાર કેવો સુમધુર બની જાય ! ૨૦. વિવેકનું મૂલ્ય ઝાકળના બિંદુનું રૂપ તો કાંઈ નથી, પણ જ્યારે એ કમળના પાંદડા ઉપર પડ્યું હોય છે ત્યારે એનું રૂપ સાચા મોતી કરતાં અધિક લાગે છે. વિવેક વાપરવાથી એના મૂલ્યની રમ્યતા સર્જાય છે. આમ, વાણી અને વર્તનનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. ૨૧. દૃષ્ટિ તેવી સૃષ્ટિ માણસની જેવી દૃષ્ટિ હોય છે, તેને તેવી જ સૃષ્ટિ દેખાય છે. કાળાં ચશ્માં પહેરનારને ચંદ્ર પણ શ્યામ જ દેખાય. વિશ્વને એના સ્વરૂપને જાણવા માટે માનવીમાં નિર્મળ દૃષ્ટિ જોઈએ. ܀ ૨૨. વૃક્ષની સજ્જનતા વૃક્ષમાં કેવી સજ્જનતા છે ! એને કુહાડાથી કાપનારને એ છાયા આપે છે, ઘા કરનારને એ ફળ આપે છે, અપકારી ઉપર એ ઉપકાર કરે છે, ત્યારે માનવી શું વૃક્ષથીયે બેદ ? માનવીમાં આવો કોઈ ઉપકારધર્મ નહિ ? ૨૩. અલ્પમાંથી અલ્પ અલ્પમાંથી પણ અલ્પ આપજે’’ આ પ્રભુ મહાવીરનો દાનઘોષ રોજ શ્રવણ કરનાર મારા ઘ૨માં કોઈ વ્યક્તિ આવે ને ખાલી જાય ? ના, ના, એ કદી ન બને ? એથી તો ધર્મી ને ધર્મ બન્ને લાજે. - મધુસંચય * ૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ ર૪. સૌન્દર્યનાં જખમ ગુલાબ એ ફૂલોના રાજા છે. એનો રંગ, રૂપ, સુગંધ, રચના અને પાંખડીઓ – બધું જ અપૂર્વ ! પણ ગુલને પોતાનું આ સૌન્દર્ય પ્રાપ્ત કરતાં પહેલાં મૂક વ્યથામાં કાંટાના કેવા જખમો સહેવા પડ્યા હશે, એ નાજુક હૃદય સિવાય કોણ જાણે ! ૨૫. આચારનાં નેત્ર જે લોકો અભણ છે, તે લોકો અંધ છે, કારણ કે એમની પાસે જ્ઞાનનાં નેત્ર નથી. એને જે લોકો ભણેલાં જ્ઞાનનાં નેત્રવાળાં છે, તે લંગડા છે, કારણ કે જાણ્યા છતાં એ આચારમાં મૂકી શકતા નથી ૨૬. વિચારોનાં પુષ્પ ભણેલો માણસ તો એને કહેવાય કે જેના વિચાર, ઉચ્ચાર અને આચાર સુંદર હોય. બગીચામાં જેમ ફૂલ ખીલે છે તેમ ભણેલાના મગજમાં સુંદર વિચારોનાં પુષ્પ ખીલવાં જોઈએ. ૨૭. નિર્ભયતા સાચો માણસ પાપ સિવાય કોઈ પણ વાતથી, કોઈ પણ ઠેકાણે ભય પામતો નથી, એ સર્વદા અભય હોય છે, કારણ કે ભય ત્યાં આવે છે, જ્યાં પાપ હોય છે. ૨૮. સંયમના કિનારા જો જીવનના કોઈ પરમ હેતુ સુધી પહોંચવું હશે તો જીવનની આસપાસ સંયમના કિનારા જોઈશે જ. જેના જીવનની અડખેપડખે સ્વનિર્મિત સંયમના કિનારા હોય છે તેવો માનવી જ પોતાના ધ્યેયક્ષેત્રને પહોંચી શકે છે. ૮ * મધુસંચય Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૯. સમ્યક્ જ્ઞાન વિષયો તો જગતમાં ચારે બાજુ પથરાયેલા છે. એટલે તમે ભાગીને ક્યાં વિષયોની વિષમતાનું જ્ઞાન અને તે જશો ? બચવાનો માર્ગ એક જ છે પણ સામાન્ય નહિ, સમ્યક્ જ્ઞાન. ܀ ૩૦. મુનિનું વ્રત ઘડપણ આવે એટલે આપણે મુનિનું વ્રત લેવાનું છે. મુનિઓ જાણી જોઈને ન જોવાનું આંખથી ઓછું જુએ, કાનથી ન સાંભળવાનું ઓછું સાંભળે, જીભથી ન બોલવાનું ઓછું બોલે; ઇન્દ્રિયોને ઓછામાં ઓછી વાપરે. ૩૧. કાગ અને હંસ દુર્ગુણો તો ઠેર ઠેર ને ઘે૨ ધેર ભરેલા છે. પણ કાગડા ચાંદાં જોવાનું કામ કરે છે અને હંસ દૂધ પીવાનું કામ કરે છે. આપણે, જ્યાંથી દૂધ મળે ત્યાંથી થોડું પી લેવું. ૩૨. સમર્પણનો યજ્ઞ સમર્પણના યજ્ઞથી જ આર્ય-સંસ્કૃતિ ટકી રહી છે. આ યજ્ઞ ઘી રેડીને નહિ, પરંતુ અહમ્, માયા, લોભ અને ક્રોધને હોમીને કરવો જોઈએ. તો જ સાચો ાનયજ્ઞ પ્રગટે; તો જ આત્મદેવ પ્રસન્ન થાય. ܀ ૩૩. મનની મૈત્રી ટ્રેનની અંદર જે સ્થાન વરાળનું છે, તે સ્થાન જીવનની અંદર મનનું છે. વરાળની જેમ, મનનો દુરુપયોગ ન થાય; જયાં ત્યાં ભટકવા ન દેવાય. એ ભટકે ત્યારે તમે એને પૂછો કે તું ક્યાં ગયુ હતું ? મન સાથે તમે ક્યારેય આવી વાત કરી છે ખરી ? મધુસંચય ઃ ૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩૪. સત્સંગ ને સંતસંગ સંત કવિએ કહ્યું છે કે “એક ઘડી, આધી ઘડી' ચોવીસ કલાક તું ખાવામાં, પીવામાં, રસમાં, રંગમાં ને રાગમાં વિતાવે છે પણ તું એક ઘડી સત્સંગ કે સંતસંગમાં ગાળે છે ખરો ? ૩૫. બંધનમાંથી મુક્તિ શરીરને બાંધનારાં બંધનો કદાચ છોડી શકાશે, પરંતુ મનને બાંધનારાં પાતળાં બંધનાને તોડવાં બહુ મુશ્કેલ છે. આ બંધનમાંથી છૂટવું, એ જ માનવજીવનનો હેતુ છે. આ કામ એકલા સાધુઓનું જ નથી; સંસારીઓનું પણ છે. ૩૬. મંત્રરૂપ શબ્દ જ્યારે શબ્દની પાછળ વિચારનું બળ હોય, ચિંતનનું તત્ત્વ હોય, જીવન સમસ્તનું મંથન હોય અને જીવનના ઊંડા ભાવો હોય ત્યારે એવો શબ્દ મંત્રરૂપ બની જાય છે. ૩૭. ઈન્દ્રિયોની કેળવણી સવાર તોફાની ઘોડાને કેળવીને કાબૂમાં લે છે. પણ તેને મારી નાખતો નથી, કારણ કે અંતે એ જ ઘોડો કામ આપવાનો છે. આપણે પણ આપણી સ્વચ્છંદી ઇન્દ્રિયોને કેળવીને સંયમમાં લાવવાની છે; એનો નાશ કરે નહિ ચાલે. ૩૮. વિકાસની છબી હું તમને પૂછું છું કે તમે તમારા દિલના દીવાનખાનામાં કોની છબી ટાંગી છે ? રામની કે રમાની ? ધર્મની કે ધનની ? વાત્સલ્યની કે વાસનાની ? દિલમાં વિકાસની છબી ટાંગો, નહીં તો ત્યાં વિલાસની છબી એની મેળે ટિંગાઈ જશે. ૧૦ મધુસંચય Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩૯. જીવનની સુધારણા જાતને સુધારવા માટે ઘણું સહન કરવું પડશે. અંતરમાં ડૂબકી મા૨વી પડશે. સુંવાળી વૃત્તિઓને ખસેડવી પડશે. પળેપળ સાવધાન રહેવું પડશે, પ્રલોભનો આવશે તેને ફગાવી દેવાં પડશે. ܀ ૪૦. ઊનાં આંસુ આજે જે હસતાં હસતાં પાપો કરી રહ્યાં છે, એ પાપો પછી રોતાં પણ નહિ છૂટે. જે કૂવામાંથી માણસો એ તુચ્છ આનંદનું પાણી ઉલેચી રહ્યા છે, એ કૂવો તો અંતે ઊનાં આંસુઓથી ભરવો પડશે. ૪૧. મૈત્રીની એકતા દૂધ અને પાણીની મૈત્રી કેવી ભવ્ય છે ! દૂધે પોતાનો ઉજ્વળ રંગ પાણીને આપ્યો અને પાણીએ જાતને દૂધમાં વિલોપન કરી. બન્ને એક બની ગયાં. આમ મૈત્રીભાવ એટલે જ એકતા. ૪૨. કર્તવ્યનો દીવડો આજે શબ્દો સોંઘા બન્યા છે, કર્તવ્ય મોંઘું બન્યું છે. પણ યાદ રાખજો કે કર્તવ્યનો દીવડો પ્રગટશે તો જ પ્રકાશ મળશે. કર્તવ્ય વગરનાં ભાષણોથી તો, છે એના કરતાંય અંધારું વધશે. ૪૩. આચરણ પંડિત વાતોડિયો ન હોય, પણ આચરણ કરનારો હોય. મીઠાઈઓની યાદી ગણાવવા કરતાં એકાદ સૂકો રોટલો પણ પીરસે તે સાચો પંડિત. એ વાણીવિલાસમાં નથી માનતો, પણ આચરણમાં માને છે. ܀ મધુસંચય * ૧૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪૪. આત્માનું અમરત્વ આજે વિજ્ઞાન વધ્યું છે, પણ આત્મવિજ્ઞાન વિના એ નકામું છે. વિજ્ઞાન દુનિયાને બધું અપાવશે, પણ અમરત્વ નહિ અપાવે. અમૃત તો આત્મામાંથી જ પ્રગટવાનું છે. આ દૃષ્ટિ આજના વિજ્ઞાનમાં છે ? ૪૫. જીવનની ખુમારી વિદ્યાવાનમાં જીવનની ખુમારી જોઈએ. સુખમાં કે દુઃખમાં, સંપત્તિમાં કે વિપત્તિમાં, સંયોગોમાં કે વિયોગમાં પોતાના આત્માની અને મનની મસ્તી ન ગુમાવે તે જ અભ્યાસી, તે જ વિદ્યાવાન. ૪૬. ચારિત્રની કેળવણી જ્યારે વિદ્યાર્થીઓને એમ લાગશે કે ચારિત્ર એ અમારું જીવન છે, આશા એ અમારો પ્રાણ છે. જીવનની શુદ્ધતા એ અમારું સર્વસ્વ છે ત્યારે લોકો એમની કેળવણીને વખાણશે, ત્યારે એ પ્રશંસાને પાત્ર બનશે. ܀ ૪૭. પ્રકાશ ને અંધકાર આજે જ્યાં અંધકાર દેખાય છે, ત્યાં કાલે પ્રકાશ દેખાશે. પ્રકાશ ને અંધકાર દૂર નથી. અંધકારના પડા પાછળ જ પ્રકાશ પડ્યો છે. આ પડદો ઊંચકવાની ઘડી ક્યારે આવે, તે પણ કોણ કહી શકે ? ܀ ૪૮. સ્નેહની તલવાર સ્નેહ એ તલવાર છે; એ જ મારે છે અને એ જ તારે છે. પ્રશસ્ત રાગ રક્ષક બને છે; અપ્રશસ્ત રાગ ભક્ષક બને છે. મ ૧૨ * મધુસંચય Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪૯. અતિપ્રશંસા અતિપ્રશંસા પાપનું મૂળ બને છે. વહાલનું અતિપ્રદર્શન, સ્નેહની ક્યારીઓમાં ઘણી વાર વિષનું વાવેતર કરે છે. ܀ ૫૦. પ્રભુસ્મરણ માણસ સુખના સમયમાં જેટલી તીવ્રતાથી પ્રભુસ્મરણ નથી કરતો, એટલી તીવ્રતાથી એ દુ:ખમાં હોય ત્યારે કરે છે. ܀ ૫૧. કોણ અપરાધી અપરાધી કોણ ? વધારે સંગ્રહ કરનાર ધનિક કે સંગ્રહ વિનાનો નિર્ધન? ܀ ૫૨. જીવન-મૃત્યુ ? જીવવું ઘણું ગમે છે, પણ તે આપણા હાથમાં નથી; મૃત્યુ નથી ગમતું પણ તે સન્મુખ આવવાનું જ છે. આપણે, જે નથી ગમતું તેને ગમતું કરવાનું છે; જીવનનો મોહ છોડી, મૃત્યુની મૈત્રી કરવાની છે. ૫૩. માયાજાળની ગૂંથણી માનવી, ઓ માનવી ! સાંભળ કે માયા એ જાળ છે; દેખાય છે સુંદર, પણ છે ભયંક૨. એને ગૂંથવી સહેલી છે, પણ ઉકેલવી મુશ્કેલ છે. કરોળિયાની માફક તું પણ તારી રચેલી માયાજાળમાં ફસાઈ ન જાય તે માટે સાવધાન રહેજે. ૫૪. જીવનની સાધના માણસ જન્મે છે, જીવે છે, સાધના કરે છે અને છેલ્લે પ્રકાશને પામે છે. સાધના કર્યા વિના જે માત્ર ભોગમાં ને રોગમાં જ મરે છે, તે અજ્ઞાની જ છે. ܀ મધુસંચય : ૧૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૫૫. લગ્નનું જોડાણ લગ્ન એટલે બે આત્માઓના વિચારોનું જોડાણ. સાથીના દૃષ્ટિબિંદુને સહૃદયતાપૂર્વક જાણવાની ઉલ્લાસમય પ્રણયભાવના હોય તો જ લગ્ન સાર્થક થાય. ૫૬. અહિંસા અહિંસા એ સૃષિતને જળ પાતી સરિતા છે, વિખૂટાં હૈયાંઓને જોડનાર સેતુ છે, જગતને સૌરભથી પ્રફુલ્લિત કરનાર ગુલાબફૂલ છે. મધુર સંગીતથી પ્રમુદિત કરતી વસંતની કોકિલા છે. આ અહિંસા જ છે. વિશ્વશાન્તિનો અમોઘ ઉપાય. ܀ ૫૭. ભવ્ય ભાવના આ આભૂષણો તો ભાર છે. આ દેહ અલંકારોથી નહિ, પણ આચરાથી શોભે છે. આ દેહની માટીને, આવી ખાણની માટીથી મઢવા કરતાં, ભવ્ય ભાવનાથી મઢી દઈએ તો કેવું સારું ! સમષ્ટિનો સ્નેહ વ્યક્તિગત સ્નેહ એક આકર્ષણ છે, મોહનો ચમકાર છે, દિલની ઊછળતી લાગણીઓની ઉ૫૨છલ્લી ભૂખ છે; સમષ્ટિગત સ્નેહ આત્માની ભૂખને તૃપ્ત કરે છે, માણસને ઊંચકે છે, ઉપર ને ઉપર લઈ જાય છે. ૫૮. ૫૯. જીવનની મહત્તા જીવનની મહત્તા કાંઈ માળા, જપ, દીક્ષાનાં વર્ષોથી કે તપ ઉપર નથી અંકાતી, પણ એની માનસિક સાધના ઉપર અવલંબે છે. ૧૪ * મધુસંચય Page #32 -------------------------------------------------------------------------- ________________ ૬૦. મુક્તિ -મહાલય તમારી સુષુપ્ત, ગુપ્ત શક્તિઓને પ્રગટાવો. એ વડે પછી તમે આત્માનો અંધકાર ભેદી શકશો, કેવલ્ય જ્યોત પ્રગટાવી શકશો, આઝાદ બની મુક્તિ મહાલયમાં મહાલી શકશો. ૬૧. સંયમનું કલ્પવૃક્ષ સંયમી માનવી ભલે સંસારનો ત્યાગી ન પણ હોય છતાં સંસારમાં રહી, કુકર્મોથી બચી, પોતાનું ને બીજાનું કલ્યાણ સાધી શકે છે; પોતાની જાત માટે અને જનતાને માટે કલ્પવૃક્ષ બની શકે છે. ૬૨. લક્ષ્મીનો સવ્યય જો લક્ષ્મી આમ જ ચાલી જ જવાની છે, તો પછી મારે હાથે જ એનો સદ્વ્યય શા માટે ન કરવો ? અનાથાલયોમાં એ લક્ષ્મી કાં ન ખર્ચવી ? જે જનાર છે, તે રહેનાર નથી; તો જનારને રોકવાનો અતિ પ્રયત્ન કરવો એ જ મૂર્ખતા છે. ૬૩. સાયી સહજતા જે સહજતા ઉપદેશ દેવામાં આવે છે, તે સહજતા ઉપદેશનાં તત્ત્વોને આત્મસાત્ કરવામાં જો આવી જાય તો ઉપદેશક માટે આત્મકલ્યાણનો માર્ગ સુગમ અને સરળ બની જાય. ૧૪. કલાનું મૂલ્ય કલાને સમજી, એને પચાવનાર કરતાં, કલાના કલાધર પર મોહિત થનાર અનેકગણા છે; અને તેથી જ કલા અને વિલાસનું સાધન બન્યું છે; બજારુ ચીજ બનતી જાય છે; એનાં પ્રદર્શનો ભરાય છે. પણ ખરી કલાનું મૂલ્ય તો કલા જ હોય. મધુસંચય - ૧૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૬૫. ક્રોધનો દાવાનળ ભયંકર ઝંઝાવાતથી જેમ રમણીય ઉપવન નષ્ટ થઈ જાય છે, ધરતીકંપથી જેમ મનોહ૨ મહેલાતોથી શોભતી નગરી, બિહામણા ખંડેરમાં પલટાઈ જાય છે, તેમ ક્રોધના દાવાનળથી હજારો વર્ષની તપસ્યાઓ, એક ક્ષણ માત્રમાં બળીને ખાખ થઈ જાય છે. ܀ ૬૬. અમૃતઝરણું કલહ અને સંતાપ ભરેલા આ જીવનવનમાં પણ માણસ ઝઝૂમતો જીવે છે, કારણ કે એના જીવનના કોઈ અજાણ્યા ખૂણામાં, પ્રેમનું કોઈ અમૃત-ઝરણું છૂપું છૂપું વહેતું હોય છે. ૬૭. ખરો કોંગ્રેસી એણે કહ્યું : ‘અમે ભલે જૈન ધર્મ નથી પાળતા પણ એ ધર્મમાં રહેલા શુદ્ધિથી ભરેલા ત્યાગને માનીએ છીએ. અમારી તો એ માન્યતા છે કે ખરો કોંગ્રેસી તે જ હોઈ શકે જે ત્યાગ, તપ અને અહિંસાનું સાચા દિલથી સન્માન કરે.’ ૬૮. વિચાર ને વર્તન જેમ પોપટ ‘રામ રામ' બોલીને બીજાને ઉપદેશ આપે છે, પણ ‘રામ’ના રહસ્યને એ પોતે સમજતો નથી એમ, આજના ગુરુઓ ઉપદેશ આપે છે ખરા પણ એના રહસ્યને જીવનમાં ઉતારતા નથી. વિચાર સાથે જો વર્તન ન કેળવાય તો એનો અર્થ શો ? ܀ ૬૯. ઈન્દ્રિય-વિજય રસના-ઇન્દ્રિયના સ્વાદથી ઉદ્ભવતો આનંદ ક્ષણિક હોય છે. પણ એનું પરિણામ દીર્ઘ અને હાનિકારક હોય છે. તલવાર કરતાંય રસનાએ માણસોના ઘણા વધુ ભોગ લીધા છે. આ રસના ઉપર વિજય મેળવનાર જ બીજી ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી શકે છે. ૧૬ * મધુસંચય Page #34 -------------------------------------------------------------------------- ________________ ૭૦. બેકદર હા ! બેકદરને કદર ક્યાંથી હોય ! અજ્ઞાનીને જ્ઞાનીઓનાં મૂલ્યાંકન ક્યાંથી સમજાય ! દુર્જનને સૌજન્યનું મહત્ત્વ ક્યાંથી સમજાય ! વિલાસીને વિરાગીની વિશિષ્ટતાઓની મઝા ક્યાંથી સાંપડે ! ૭૧. સોબત સજ્જનનો સ્વાભાવિક સગુણ એ હોય છે કે તે, પાસે આવેલાને સુપરિમલથી સુવાસિત બનાવે છે, ત્યારે દુર્જનનો નૈસર્ગિક દુર્ગુણ એ હોય છે કે તે પાસે આવેલાને પોતાની દુર્ગધથી દુર્ગન્ધિત બનાવે છે. ૭૨. સત્સંગ માટે પાપભીરુ શિષ્ટજનોએ, કાંટા જેવા દુર્જનનો સંગ ત્યજી, કલ્પતરુની જેમ શીતળ છાયા આપનાર સજ્જન પુરુષોનો સંગ કરવો, એ જ હિતાવહ છે. ૭૩. માનવી આપે છે ? ધૂપ પોતે સળગીને, દુર્ગંધને દૂર કરી સુગંધ ફેલાવે છે; લાકડાં જાત બળીને ટાઢને હઠાવી બીજાને ઉષ્મા આપે છે ? શેરડી કોલુમાં પિલાઈને મીઠો રસ આપે છે. આ બધાં કરતાંય માણસ શ્રેષ્ઠ છે, છતાં એ જગતને કાંઈ આપીને જાય છે ખરો ? ૭૪. ચારિત્રની સુવાસ ચારિત્ર એ અત્તરના પૂમડા જેવું છે. જેની પાસે એ હોય તેને તો એની સુવાસ મળે જ છે, પણ તેના સમાગમમાં જે આવે તેનેય એ સુવાસ આપે છે. એને તો સુવાસના દાનમાં જ આનંદ હોય છે. મધુસંચય - ૧૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૭૫. કાગ થશો કે હંસ ? દુનિયામાં સહેલું કામ હોય તો તે કાગનું – બીજાની ટીકા કરવાનું અને નિંદા કરવાનું. પણ કઠણ કાર્ય હોય તો તે હંસનું; સર્વમાં સદ્ગણ જોવાનું અને તેની પ્રશંસા કરવાનું. તમે શું થશો ? ૭૬. પાણી અને વાણી સંસારી પર્વને દિવસે પાણીની બાલદી ભરી માણસ વાસણો અને વસ્ત્રો સ્વચ્છ કરવા બેસી જાય છે; તો માનવજીવના ધર્મપર્વને દિવસે પ્રભુની વાણી સ્મરી માનવી મન અને અંતરને પવિત્ર નહિ બનાવે ! ૭૭. જીવનજ્યોત કોડિયામાં તેલ હોય તો જ દીપક સારી રાત જલતો રહે છે; તેલ ખૂટતાં એ બુઝાઈ જાય છે. ગૃહસ્થાશ્રમમાં પણ જો સંયમનું તેલ હોય તો જ ધર્મજ્યોત જલતી રહે છે. સંયમનો ત્યાગ એટલે જીવનદીપકનો હાસ, નાશ. ૭૮. શિયળ ને સદાચાર એકડા વિના જેમ શૂન્યની કિંમત કંઈ જ નથી, તેમ સદાચાર વિના, જીવનમાં વ્રતોની કિંમત પણ કંઈ જ નથી. વ્રત તો શોભે છે, શિયળ અને સદાચારના અલંકારથી. ૭૯. સમ્યક્ દષ્ટિ સાકર શ્વેત છે અને ફટકડી પણ શ્વેત છે. પણ માખી તો સાકર ઉપર જ બેસે છે. તેમ, સમ્યક દૃષ્ટિ પણ સત્ય અને અસત્યની પસંદગી પ્રસંગે, સત્યનો જ સ્વીકાર કરવાની. ૧૮ * મધુસંચય Page #36 -------------------------------------------------------------------------- ________________ ૮. દાનનો આનંદ ડોલતાં વૃક્ષોએ જવાબ આપ્યો : સૂરજનો તાપ સહી અમે પંખીઓને છાયા આપી; મળેલાં ફળોનું અમે માનવીને દાન દીધું; સહનશીલતા ને દાનનો એ આનંદ, અમને મસ્ત બનાવે છે. પછી એ તૃપ્તિથી કેમ અમે ન ડોલીએ ? ܀ ૮૧. મીણ જેવું હૃદય જીવનમાં નમ્રતા અત્યંત આવશ્યક છે. મીણ જેવું જેનું હૃદય ન હોય તે દુનિયાને મીણ જેવી નરમ નહિ બનાવી શકે. ܀ ૮૨. સંયોગ-વિયોગ જીવનમાં સુખ અને દુઃખ, સંયોગ અને વિયોગ બેઉ આવવાનાં છે, માટે બેઉને સત્કારો, આવકારો અને બેઉ સમયે યોગ્ય દશામાં મનને રાખો. ૮૩. ભક્તિની શીતળતા પ્રખર તાપમાં પણ ઝાડ લીલુંછમ કેમ રહી શકે છે ? કારણ, એનાં મૂળ ધરતીની શીતળતામાં રહેલાં છે. માનવીના જીવનમાં પણ એમ જ, ઉપ૨થી જીવનની તપશ્ચર્યા અને અંતરના મૂળમાં ભક્તિની શીતળતા જોઈએ. આમ બને તો માનવજીવન સદાય લીલુંછમ રહે. ૮૪. ધન અને વિવેક પૈસો જીવનમાં દુઃખ અને દંભ લાવે છે. પૈસો આવે એટલે ધર્મ આધો રહી જાય છે. ઘણીયે વાર પૈસો માનવીને વિવેકશૂન્યતા તરફ ધકેલી દે છે, અને આત્માની અધોગતિ કરાવે છે; માટે ધન મળે તો વિવેકથી વર્તો. મધુસંચય : ૧૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૮૫. જીવનનો યોગ જ્યાં સંવાદિતા છે, ત્યાં સુખ છે; જ્યાં વિસંવાદિતા છે, ત્યાં દુઃખ છે. મન, વચન અને કાયા સ્વસ્થાનમાં રહી સંવાદિતાથી જીવે, એને જ મહાપુરુષો જીવનનો યોગ કહે છે. ૮૬. શક્તિનો ઉપયોગ શક્તિ હોવા છતાં કાર્ય ન કરવું, તેમાં શક્તિ ગોપવવાનું પાપ છે. દાન, જ્ઞાન, વક્તૃત્વ ઇત્યાદિ શક્તિ હોય તો ઉપયોગ કરો. શક્તિ તો જેમ વપરાય તેમ તેમાં વધારો થાય છે. ૮૭. સદ્ગુણની ત્રિવેણી મહાપુરુષો કહે છે કે સળગતા આ સંસારમાં સદ્ગુણની શીતળતા સિવાય બીજું બધું વ્યર્થ છે. દાન, વિનય અને શિયળ-સદ્ગુણોની આ ત્રિવેણીનો જ્યાં સંગમ થાય તે લોકપ્રિય નામનું તીર્થ બની જાય છે. ܀ ૮૮. મૃદુતા અને વજ્રતા પારકાનાં આંસુ, દુઃખ જોતાં ભલે તમે દ્રવી જાઓ, પણ તમારા જીવનના સંયમ, નિયમ અને અંતરાયો વેળા સામનો કરવા વજ્રતા દાખવો. આપણું કાર્ય એ છે કે અન્ય પ્રત્યે મૃદુતા કેળવી, સ્વ પ્રત્યે વજ્રતા રાખવી. ܀ ૮૯. મૌનનું એકાંત મૌનનું એકાંત એટલે મનની સાથે વાત. આપણે તો આજે એકાંત મનથી ડરીએ છીએ. બહાર ન જણાય એટલા વિચારો એકાંતની શાંતિમાં ફૂટી ઊઠે છે. આપણે આ મૌનની શાંતિ શીખવાની છે; તો જ આપણને આત્માનો અવાજ સંભળાશે. ૨૦ ! મધુસંચય Page #38 -------------------------------------------------------------------------- ________________ ૯૦. ભૂલની શોધ તમે ભલે બધી કરણી કરો, પ્રવૃત્તિઓ કરો, પણ પછી દરેક વેળા મનને પૂછો કે એનાથી તમારો આત્મા પ્રસન્ન થાય છે ? ન થતો હોય તો કારણ તપાસો; ભૂલ શોધી ભાવિ માટે કાળજી રાખો. ૧. દાન-ભાવનું પ્રતીક દાન તો સુંદરનું જ હોય. અને એ પણ પ્રેમથી અપાયેલું હોવું જોઈએ. એ તો આપણા દિલનું, એના ભાવનું એક પ્રતીક છે. એનાથી માણસની ચેતનાનો વિકાસ થાય છે. ૯૨. શોધની શ્રદ્ધા આપણે જે શોધવાનું છે તે શ્રવણ, મનન અને ચિંતન કર્યાથી જ મળશે. અંધારું ઘેરું છે અને માર્ગ મળવો મુશ્કેલ છે, છતાં સતત પ્રયત્નથી સફળતા મળશે જ એવી શ્રદ્ધા રાખો. ૯૩. કચરાનો સંઘરો આખા ગામનો કચરો ભેગો કરનાર માણસ, પોતે કચરો સંઘરીને ઘરમાં નથી રાખતો. કચરાને ભેગો કરી એ ઉકરડામાં નાંખે છે. તો પછી આપણે લોકોના દોષની ગંદકી આપણી સાથે લઈને શા માટે ફરવું ? ૯૪. શાંતિનો આનંદ વિચાર, કે આનંદ વસ્તુમાં રહેલો છે કે મનમાં રહેલો છે ? કલહના વાતાવરણમાં દૂધપાક પણ મીઠો મટી થાય છે. એટલે આનંદ અશાંતિમાં નથી; આનંદ તો અંદરની તૃપ્તિભરી શાંતિમાં રહેલો છે. મધુસંચય - ૨૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૯૫. સંતોનો સંપર્ક શ્રુત એટલે શ્રવણ; અને તે પણ ભક્તિ અને વિનયપૂર્વક. પોથી પંડિતો દુનિયામાં ઘણા મળશે, પણ બહુશ્રુત ઓછા મળશે. એકમાં શબ્દો છે, બીજામાં ચારિત્ર છે. એટલે સંતોનાં પુસ્તકો કરતાંય તેમનો સંપર્ક વધુ ઇચ્છનીય છે. ૯૬. વચન અંગે વર્તન કાગડો કોઈનું કાંઈ લઈ લેતો નથી, અને કોયલ કોઈને કાંઈ આપી દેતી નથી; પણ કોયલ એના વિનય અને મધુરતાભર્યા શબ્દથી જગતને પોતાનું બનાવી દે છે. આમ, વચન સાથે જો વર્તન આવી જાય તો સમજજો કે જગત તમારું છે. ૯૭. ગુરુના ગુણ ગુરુનું જીવન વૃક્ષ જેવું છે, નદી જેવું છે. વૃક્ષ એની પાસે જે આવે તેને છાંયો આપે છે, ફળ આપે છે. સરિતા, કાંઠે આવેલા સર્વને પાણી આપી તૃષા છિપાવે છે. ગુરુમાં આ બેઉ ગુણો રહેલા છે. ૯૮. માણસની ગાંડાઈ માણસને જીવનમાં રહેવા માટે એક ખૂણો, ખાવા માટે મુઠ્ઠી અન્ન અને પહેરવા માટે બે જોડ કપડાંની જ જરૂર છે. આમ છતાં માણસ આજે કપડાં અને અલંકારોની પાછળ કેમ આટલો ગાંડો બની રહ્યો છે ! ܀ ૯૯. વસ્તુનું મમત્વ શિયાળામાં ગરમી ગમે છે, પણ ઉનાળાના દિવસોમાં એ જ ગરમી દુઃખદ બને છે. એવી જ રીતે, આજની વસ્તુ જે સુખ આપી રહી છે તે કાલે દુઃખદ બનશે; માટે વસ્તુ પ્રત્યેનું મમત્વ છોડો. ܀ ૨૨ * મધુસંચય Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦. જીવનનું લક્ષ્ય પર્વતમાંથી નીકળતી નદીને, પોતાનું લક્ષ્ય નક્કી છે. આથી, વચ્ચેના ખડકો, પથ્થરો, જંગલ ઝાડીમાંથી રસ્તો કરી એ સાગર તરફ ધસતી રહે છે; ક્યાંય અટકતી નથી. ગમે ત્યાંથી માર્ગ કરી એ આગળ વધે છે. માનવીએ પણ એવા લક્ષ્ય માટે એ જ કરવાનું છે. ૧૦૧. વાસનાની કેદ કોઈક માણસ દીવાની પાછળ કેદી છે, તો કોઈક વાસનાની પાછળ કેદી છે. વિચાર કરતાં સમજાશે કે દીવાલની કેદ કરતાં વાસનાની કેદ વધુ જબ્બર કેદ છે. ૧૦૨. વૃત્તિનો સંયમ વૃત્તિઓ જ્યારે આપણા કાબૂમાં હોય છે ત્યારે આપણે મહાત્મા બનીએ છીએ; એ જ વૃત્તિઓ જ્યારે છુટ્ટી અને અનિયંત્રિત હોય છે ત્યારે આપણે પાપાત્મા બનીએ છીએ. ૧૦૩. પ્રેમનું બલિદાન પ્રેમ અને ક્ષમા કોઈ દિવસ કોઈનાં માથાં માગતાં નથી. એ તો સામેથી માથું આપવા તૈયાર થાય છે, અને તે પણ બીજાનું નહિ, પ્રથમ પોતાનું. ܀ ૧૦૪. અંતરનું અજવાળું દુનિયામાં એવો કોઈ માનવી નથી કે જેનું હૃદય પીગળે નહિ; એવી કોઈ રાત નથી કે જેમાં એક પણ તારો ન હોય. ܀ ૧૦૫. વિવિધ તત્ત્વો જ્યારે માનવી દેહપ્રધાન હોય છે ત્યારે એનામાં પાશવતા પ્રગટે છે, મધુસંચય - ૨૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ જ્યારે મનપ્રધાન હોય છે ત્યારે માનવતા પ્રગટે છે, જ્યારે આત્મસામ્રાજ્યમાં વિહરે છે ત્યારે એનામાં દિવ્યતા પ્રગટે છે. માનવીમાં આ ત્રણે તત્ત્વો પડેલાં છે. ܀ ૧૦૬. ઈન્દ્રિયોને ઊંઘાડો તમારી જે ઇન્દ્રિયો છે, જે બળવાન ઇન્દ્રિયો છે, જે મુક્ત ઇન્દ્રિયો છે, તેને ઊંઘાડી દો; જો તમે આમ એને ઊંઘાડી દેવાનું રાખશો, જો એ સંયમિત થશે, તો તમે જોઈ શકશો કે તમારો આત્મા પછી મુક્તિ અનુભવશે, પ્રફુલ્લતા અનુભવશે. ૧૦૭, પંથ જીવનને અંધકારથી ઠાંસી દેતી નિરાશા તારી આસપાસ છવાઈ ગઈ છે ? જીવન કટુ અને ભારરૂપ લાગે છે ? પણ એ વાત કદી ન ભૂલીશ કે પતનના પાયામાં પણ ઉત્થાન છે. પરાજયમાંથી જયનું બળ પ્રગટે છે અને આપણી નબળાઈઓ, ૨ાને ત્રુટિઓ, આ પ્રસંગ દ્વારા દૂર થાય છે; માણસ ફરીથી ઊભો થઈને હિંમતભેર આગળ વધે છે. હિંમત ન હારીશ; ધૈર્ય રાખજે. જીવન શું આપવા માંગે છે, તે આપણે જાણતા નથી. એનો રહસ્યભંડાર કોઈ અદ્ભુત છે. આ કાંઈ ક્ષણિક પ્રકાશનો ચમકાર નથી, પણ અંધકારમાંથી પ્રગટતા સૂર્યની એક યાતનામય યાત્રા છે, તો આ જ માર્ગમાં હાર્યા વિના આગળ વધજે. ܐ ૧૦૮. જીવનના સંધ્યાટાણે ઓ ચિત્રકાર, જોનારના દિલનેય રંગ લાગી જાય એવા નાજુક રંગોથી તે વિશ્વને આલેખ્યું, પણ તારા દિલનું દીવાનખાનું તો શૂન્ય જેવું લાગે છે. હા, તારા હૃદયખંડને અલંકૃત કરવા તેં એક કાવ્યમય ચિત્ર રાખ્યું હતું ખરું. પણ આજ તો તેય ઝાંખું થવા આવ્યું છે. આ સંધ્યા નમે તે પહેલાં તારા પ્રાણમાં ઘૂંટાયેલા ભાવનાના રંગની એક પીંછી તું એના પર ન ફેરવી શકે ? જેથી રજનીમાં, સુવાસિત તેલના દીપકોના પ્રકાશમાં એ ફરી ઝળહળી ઊઠે ! ૨૪ × મધુસંચય Page #42 -------------------------------------------------------------------------- ________________ જીવનસૌરભ Page #43 -------------------------------------------------------------------------- ________________ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯. ઉદય અને અસ્ત પ્રકાશના પુંજને વર્ષાવનારા ગગનના લાડકવાયા દિવાકર ! તને લોકો પૂજે શું છે અને વિપ્રો સધ્યાવંદન કરે છે, એનું o કંઈ કારણ જણાવીશ ? હું જેમ ઉદયાચળ પર નિયમિત રીતે આવું છે, તેવી જ રીતે અસ્તાચળ પર પણ નિયમિત રીતે જાઉં છું. વળી જે પ્રકાશસ્મિત ઉદય વખતે પાથરું છું, તેવું જ પ્રકાશ-સ્મિત અસ્ત સમયે પણ પાથરું છું. મારે મન ઉદય અને અસ્ત સમાન છે ! $ ઉદય ટાણે મને અસ્તનો ખ્યાલ છે અને અસ્ત ટાણે મને ઉદયની પૂર્ણ શ્રદ્ધા છે. ઉદયમાં હું કુલાતો નથી, તેમ અસ્તમાં મૂંઝાતો નથી. મારું આ જીવનરહસ્ય મેળવવા જ પ્રજ્ઞ મને પૂજે છે અને વિપ્રો અને અર્થ આપે છે ! જીવનસૌરભ * ૨૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦. સૌંદર્યદર્શન ગુ છું પુના સુલતાનું પાન કરવામતમાં રમાયેલું દેખાય છે. ગઈ કાલે પુષ્યને આજે નયનો જોવા પણ ઉત્સુક નથી કે વિલાસનો વૈભવ કેવો ક્ષણજીવી છે ? વસ્તુઓ અને વ્યક્તિઓ કેવાં બદલાય છે ? એ બદલાય છે, કારણ કે પરિવર્તન એ સંસારની દરેક વસ્તુનો અને વ્યક્તિનો સ્વભાવ છે. આ સત્યનું દર્શન એ જ સૌંદર્યદર્શન છે. આ દર્શનથી જે છે તેને તે ક્ષણે તે રૂપે જુએ છે. એટલે એને કોઈ એવો કદાગ્રહ નથી કે આમ જ થવું જોઈએ. થવાનું હોત તો થાત જ, પણ નથી થવાનું એટલે થયું નથી. જીવવાનું હોત તો મરત નહિ. મર્યું છે કારણ કે જીવનનું આયુષ્ય પૂરું થયું છે. ૧૧૧. અમરતાનો ઉપાય વી ૨ના સપૂત ! તું મારવા માટે નથી જન્મ્યો, પણ તારા અમરત્વને જાણવા માટે જન્મ્યો છે. અમર બનવા માટે તારા જીવનનું ઉમદા ઉદાહરણ દુનિયાને આપતો જા. સ્વાર્થનું તાંડવનૃત્ય કરતા જગતને માનવતાના ૫૨માર્થમાં વિશ્રાન્તિ પમાડતો જા. માનવીના સંતપ્ત હૈયા પર દિવ્ય પ્રેમ અને વિશ્વવાત્સલ્યનાં છાંટણાં છાંટતો જા. માનવીનું ભાવિ ઉજ્જ્વળ થાય એ માટે તારા જીવનનો શુભ પ્રકાશ ધરા પર પાથરતો જા. અવિશ્વાસુ વિશ્વના હૃદયમાં, પ્રમાણિક જીવનથી વિશ્વાસની સૌરભ મહેકાવતો જા. હિંસા, વેર, ધિક્કાર અને સાંપ્રદાયિકતાના રોગથી પીડાતા માનવને તારા જીવન દ્વારા સંપ, શાન્તિ, પ્રેમ અને અનેકાન્તનો પ્રકાશ આપતો જા. જીવનને અમર બનાવવાનો આ અમોઘ અને અજોડ અવસર છે. ૧૧૨. તારણહાર કો ઈ દેવ કે અવતાર આવીને માણસનો ઉદ્ધાર કરે છે. આ માન્યતા અને શ્રદ્ધાએ માણસને કેટલો પુરુષાર્થહીન અને નબળો બનાવ્યો છે ! ૨૮ : મધુસંચય Page #46 -------------------------------------------------------------------------- ________________ કોઈ કોઈનો ઉદ્ધાર કરી શકે એવી શક્યતા હોત તો આટલી પ્રાર્થનાઓ અને પૂજનોથી તો માનવનો ઉદ્ધાર ક્યારનોય થઈ ગયો હોત. આટલાં લોહિયાળ યુદ્ધો અને આટલો ભૂખમરો; આટલી ગરીબી અને આટલી યાતનાઓ કોઈ તારણહાર હોત તો ન હોત. જે છે તે માણસે જે સારું કે ખરાબ કર્યું છે તેનું જ પરિણામ છે. જે બીજ વાવ્યું છે તેનાં જ આ ફળ છે. માણસ આજે પણ નવું સારું બીજ વાવી સુંદર અને સારું ફળ કાલે મેળવી શકે છે. ભૂતકાળ ગમે તેવો હોય, વર્તમાન કોરો છે. આ જ્ઞાનભર્યો પુરુષાર્થ નિષ્ફળતાને પણ સફળતામાં ફેરવે છે. ૧૧૩. વિભૂતિ ણસો ત્રણ પ્રકારના હોય છે : પહેલા પ્રકારના માણસને સંયોગો ઘડે છે, અને એ માણસ સંયોગોના પ્રવાહમાં તણાય છે. બીજા પ્રકારનો માણસ સંયોગોનો સામનો નથી કરી શકતો, તેમ તે સંયોગોના પ્રવાહમાં તણાતો પણ નથી; એટલે તે સંયોગોથી દૂર ભાગે છે અને એકાન્તમાં જઈ પોતાની સાધના કરે છે. ત્રીજા પ્રકારના માણસને સંયોગો નથી ઘડતા, પણ એ સંયોગોને ઘડે છે. અવસરે મક્કમતાપૂર્વક સંયોગોનો સામનો કરીને પણ, એ સંયોગો પર વિજય મેળવે છે. આવો માનવી જ સંયોગ પર, કાળ પર અને જગત પર પોતાની સાધનાની ચિરસ્થાયી છાપ પાડી જાય છે ! જીવનના મેદાનમાં સિદ્ધિનાં નિર્મળ નીર હાથ હાથના સો કૂવા ખોદનારને નથી મળતાં, પણ સો હાથનો એક કૂવો ખોદનારને જ લાધે છે. ૧૧૪. કોલસો કોલસાની તક લસાની કાલિમા જોઈ માણસને હસવું આવ્યું, ત્યારે માણસની શુભ્રતા જા પર કોલસાને હસવું આવ્યું. કોલસો કહે : મને હસવું આવે છે તારી બાહ્ય શુભ્રતા જોઈને ! કારણ કે મેં તો મારી જાતને બાળીને, જગતને પ્રકાશ આપીને મારી જાતને કાળી જીવનસરભ ૨૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ કરી; પણ તમે માણસોએ તો જગતને કાળું કરી માત્ર તમારી જાતને જ બાહ્ય રીતે ધોળી કરી અને ભાઈ ! અમે કાળા હોઈએ તોપણ તેજથી ઝળહળતા હીરા આપનાર તો અંતે અમે જ છીએ ને ? જાતને બાળી પ્રકાશ આપનાર પર તમને હસવું આવતું હોય, તો અમને પણ તમારી બગલા જેવી, બાહ્ય શુભ્રતા પર હસવું કેમ ન આવે ? ૧૧૫. પગદંડી કી-ચૂંકી પગદંડી પર થઈ એકલો ચાલ્યો જતો હોઉં છું, ત્યારે જીવનની - જે અભુત કલ્પના આવે છે, તે અનિર્વચનીય છે. આસક્તિના બંધનમાંથી મુક્ત બની એકલો જ દૂરદૂરના કોઈ પ્રકાશના પ્રદેશમાં ચાલ્યો જતો હોઉં એવો મુક્તતાનો આનંદ આવે છે. ઉપર વિશાળ, અનંત, અખંડ અને શુભ્ર આકાશ અને પગ નીચે પવિત્ર, ગંભીર, વિવિધરંગી અને વાત્સલ્યપૂર્ણ વસુંધરા – આ બે સિવાય જીવનપંથમાં કોઈ સંગી કે સાથી નથી, એ સહજ ભાવનાનો આવિષ્કાર આ અરણ્યમાં ચાલી જતી પગદંડી કરાવે છે. આધુનિક સાધનોથી બાંધેલી સડકો કદાચ સુંદર હશે; પણ તે નિસર્ગની ભાવનાને જન્માવવા સમર્થ છે ખરી ? ૧૧૬. અર્પણનો આનંદ , રતી ધગધગતી હતી. ચારે તરફ કાંટા પથરાયેલા હતા. જ્યાંય જવાનો જ માર્ગ ન હતો. મારે પેલી પાર જવું હતું. હું થંભી ગયો પણ ત્યાં તો ગુલાબનું એક ફૂલ દેખાયું. એણે હાસ્ય-સૌરભની છોળો ઉછાળી, અને આવીને મારા માર્ગમાં વીખરાઈને પથરાઈ ગયું. નીચે કાંટા અને એની ઉપર ગુલાબની વિખરાયેલી કોમળ અને નાજુક પાંખડીઓ હતી. એના પર થઈ હું ચાલ્યો ગયો. એ પછી રાત જામી. રાત્રે હું શય્યામાં પોઢ્યો હતો. ત્યારે, નાજુક પાંદડીઓને લાગેલા ઘાના જખમો મારા હૈયામાં અકથ્ય વ્યથા ઉપજાવી રહ્યા હતા અને એમને લાગેલો તાપ, મારી કાયાને સળગાવી રહ્યો હતો, જ્યારે ગુલાબની પાંખડીઓ મસ્ત રીતે હસતી હતી, અને માદક શય્યામાં પોઢી ન હોય એવી શીતલતા માણી રહી હતી ! ૩૦ મધુસંચય Page #48 -------------------------------------------------------------------------- ________________ અમારે જાણે વેદનાનો વિનિમય થયો હતો : કાંટા ફૂલને વાગ્યા, લોહી મને નીકળ્યું. તડકો એના ઉપર વરસ્યો, તાપ મને લાગ્યો ! ૧૧૭. સર્જક ક એ વશિલ્પીએ પોતાની શક્તિઓને કેન્દ્રિનત કરી એના સર્જન પોતાના અને પ્રશંસકો ખોયા. વિલાસ અને વૈભવ ખોયો. ઊંઘ અને કીર્તિ ખોઈ. સ્વપ્ન સિદ્ધ થયું. ત્યાં એના જીવનદીપકમાં તેલ ખૂટ્યું : લોકોને લાગ્યું. હાય, બિચારો શિલ્પી સર્જેલી સૃષ્ટિનું સુખ માણવા વધારે ન જીવ્યો ! ત્યારે આંખ ઢાળતાં કલાકારે કહ્યું : જીવન શા માટે છે ? સદ્ભાવને આકાર આપવા માટે. મારી કલા દ્વારા મેં સત્ય, શિવ અને સૌંદર્યના પ્રકાશની અનુભૂતિ કરી છે. મારું ધ્યેય પૂર્ણ થયું છે. હું સંપૂર્ણ જીવન જીવ્યો છું. ܀ ૧૧૮. જીવન-રહસ્ય ત્મ આનંદ માટે સર્જેલી ભાવનાની દુનિયાને, હું વાસ્તવિકતામાં લાવવાનો મિથ્યા પ્રયત્ન કદી નથી કરતો, કારણ કે ભાવને વાસ્તવિક બનાવવા જતાં એની ઊર્ધ્વગામી પાંખ તૂટી જાય છે. આ તેવી જ રીતે વાસ્તવિકતાને હું કલ્પનાની દુનિયામાં નથી લઈ જતો, કારણ કે એથી વાસ્તવિકતા નક્કર મટી પોલી બની જાય છે. એટલે કલ્પના અને વાસ્તવિકતા એ બન્ને દુનિયા મારે મન જીવનપૂરક છે. કલ્પનાને આકાશ છે અને વાસ્તવિકતાને ધરતી છે. આ બંને મારા આત્મપંખીની બે પાંખો છે : એક કલ્પનાની અને બીજી વાસ્તવિકતાની. કલ્પના દ્વારા હું અફાટ આકાશમાં ઊડી શકું છું ને વાસ્તવિકતા દ્વારા પુનિત વસુંધરા પર ચાલી શકું છું. આ જ મારા જીવનનું બળ છે. ૧૧૯. ખંડિયેર આને માત્ર પડી ગયેલાં મકાન અને નષ્ટ થયેલી હવેલી કહે છે, પણ હું તો આને આપણા પૂર્વજોનો ભવ્ય ઇતિહાસ માનું છું. જીવનસૌરભ ૩૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ આ ખંડિયેરમાં જે વીર-ગાથા છે, આ પથ્થરોમાં જે સૌંદર્ય છુપાયેલું છે, અહીંની ધૂળના રજકણમાં જે ખમીર ઝળહળી રહ્યું છે, અહીંની દીવાલોમાં ભૂતકાળનો જે ગૌરવભર્યો ઇતિહાસ લખાયેલો છે અને અહીંના વાતાવરણમાં જે સર્જન અને વિસર્જનનો ઇતિહાસ ભર્યો છે, જે માણસની શક્તિ અને નિર્બળતા બંનેનું દર્શન કરાવે છે, તે આજે પણ આપણે અનુભવી શકીએ છીએ, હા, તેનું સંવેદન અનુભવવા માટે સહૃદયતાભરી દૃષ્ટિની આવશ્યકતા તો ખરી જ ! જેનો સાત્વિક માનસ-દીપક બુઝાઈ ગયો છે, તેને તો અહીં પણ કેવળ અંધકાર જ નજરે પડશે! અને એ અંધકારમાં કેવળ ભૂતના ઓળા જ દેખાશે! ૧૨૦. આંસુનાં મોતી પ્રસિદ્ધ પ્રવચનકારનાં નીતિનાં અનેક પ્રવચનો મેં સાંભળ્યાં, પણ મારા પર એના ઉપદેશની અસર જરા પણ ન થઈ. એટલે દુ:ખનાં આંસુ આવ્યાં. ખરતાં આંસુ બોલી ઊઠ્યાં : “અરે ! રડે છે શા માટે ? રડવાની જરૂર તો તારે કે પેલા પ્રવચનકારને ? જો પેલા અનીતિના ધનથી બનેલા ઉચ્ચ આસન પર બેસી, એ ત્યાગ અને નીતિનો ઉપદેશ આપે છે ! ઉપદેશ, અનેકાન્તવાદનો દે છે અને ઝનૂન સાંપ્રદાયિકતાનું ચઢાવે છે. લોકો આગળ અહંકારના દુર્ગુણ ગાય અને પોતાના અહંકારનું પ્રદર્શન પોતાના ફોટા અને નામની તખતીઓ દ્વારા ગરીબોના ભોગે કરાવે જ જાય છે. કલહની આગ પ્રગટાવી, હવે એ સંપ ને મૈત્રીની શીતળ હવા માંગે છે.” દંભનો પડદો ઊંચકાતાં જ આંસુ મોતી બન્યાં. ૧૨૧. દુઃખનો પ્રકાશ જ સુધી હું એમ માનતો હતો કે દુઃખ માણસને સામર્થહીન બનાવે છે, કર્તવ્યભ્રષ્ટ બનાવે છે, દીન અને અનાથ બનાવે છે; પણ આજના આ પ્રસંગે મારી દૃષ્ટિ બદલી છે. હવે સમજાય છે કે દુ:ખનાં કારણ સમજવાને બદલે, દુ:ખનાં રોદણાં રોવાથી જ એ ઝેરી ડંખ બને છે અને એ ડંખ મનને અસ્વસ્થ કરે છે. આ ૩૨ - મધુસંચય Page #50 -------------------------------------------------------------------------- ________________ પણ મારા દુ:ખમાં હું સંકળાયેલો છું. હું જ કારણ છું – આ જ્ઞાનથી દુ:ખમાં પ્રકાશ મળે છે. કાંચનને અગ્નિ શુદ્ધ કરે છે, તેમ દુ:ખનો અગ્નિ પણ માણસના મનને સમજની હૂંફ આપી કાંચન જેવું શુદ્ધ કરે છે. આવું દુ:ખ મિથ્યા ભ્રાન્તિને ટાળે છે, આપણી આસપાસ રહેલા મિત્રવર્તુળમાંથી સાચા મિત્રને ચૂંટી આપે છે. પરિસ્થિતિનો સ્વીકાર કરતાં શીખવે છે અને આત્માના પવિત્ર પ્રકાશમય સ્વરૂપને પ્રગટ કરે છે. ૧૨૨. વીતરાગ મારા સ્વામિન ! તારી શાન્ત પ્રસન્ન મુદ્રાનાં દર્શન કરતાં મારી બધી એ જ ભૂખ ભાંગી ગઈ છે. હું તારી પાસે કાંઈ નથી માગતો, મારે કાંઈ નથી જોઈતું; તારા દરબારનાં દશ્યો જોયા પછી મને હવે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ઇચ્છા નથી ! પ્યાસ એટલી જ કે તારી વીતરાગતા મને સ્પર્શી જાય. મનના રાગદ્વેષ શમી જાય. ભાવાનંદથી પ્રગટેલી આ વાણી યાચના ન હો. યાચનાનું બીજું નામ મૃત્યુ છે. ૧૨૩. સત્યનો મહિમા છા ત્યને પ્રકાશ અને અસત્યને અંધકાર એટલા જ માટે કહેવામાં આવે છે છે કે સત્યવાદી પ્રમાદથીય અસત્ય બોલી જાય તો પણ લોકો એને સત્ય જ માને; જ્યારે અસત્યવાદી કોઈ પ્રસંગે મહાન સત્ય ઉચ્ચારી જાય તોયે લોકો એને અસત્ય જ ગણે. ૧૨૪. અંધકાર કાશને ચાહું છું પણ અંધકારથી હું ગભરાતો કે મૂંઝાતો નથી, કારણ કે અંધકારમાં એકાગ્ર બની હું ધ્યાન કરી શકું છું. પ્રકાશમાં, અનેક વસ્તુઓના અવલોકન અને નિરીક્ષણથી આતમદેવ ભુલાઈ જાય છે. જીવનસૌરભ ૩૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ પણ અંધકારમાં તેમ નથી. અંધકારમાં વિશ્વની નાની મોટી સર્વ વસ્તુ વિલીન થઈ જાય છે – બહાર અંધકાર હોય ને અંતરમાં પ્રકાશ હોય, ત્યારે માત્ર મારા આત્માનું શુદ્ધ સ્વરૂપ દેખાતું હોય છે. અંધકારમાં એ અનોખા આકારને ધારણ કરી, મૈત્રી અને પ્રેમના મૂર્તસ્વરૂપે નયન સન્મુખ ખડો થાય છે ! એનું મૌન બોલે છે “જો, તારી ને મારી વચ્ચે વાસનાનો પડદો છે. સબળ પુરુષાર્થ કરી, રાગદ્વેષના એ પડદાને દૂર કરે અને પછી તો, તું તે હું છું ને હું તે તું છો – જ્યોતિથી જ્યોતિ મળી.” ૧૨૫. કાર્ય-કારણ મહાવનમાં થઈ હું ચાલ્યો જતો હતો, મારી નજર વૃક્ષનાં મૂળિયાંઓની મહાસભા પર ગઈ. હસતાં મૂળિયાંઓને મેં પૂછ્યું : “હસો છો કેમ ?” એક અતિ વૃદ્ધ મૂળિયું બોલી ઊઠ્યું : “ભાઈ ! આજે અમે માનવજાતના અજ્ઞાન પર હસીએ છીએ. જો, અમે જમીનનાં દટાયાં, ધૂળમાં રોળાયાં, અંધકારમાં પુરાયાં અને વૃક્ષને ખુલ્લી હવા અને પ્રકાશમાં મોકલ્યાં. જ્યારે એ વૃક્ષ પર ફળો આવે છે, ત્યારે સમજદાર કહેવાતી માનવજાત એ વૃક્ષ અને ફળોને વખાણે છે અને ધન્યવાદ આપે છે. પણ એના મૂળને તો સાવ જ ભૂલી જાય છે. અરે ! અમને સદા અનામી જ રાખે છે. જુઓ તો ખરા, આ ડાહ્યા માણસોની ગાંડી બુદ્ધિ ! – જે કાર્યને જુએ છે પણ કારણને તો સંભારતી પણ નથી. એ ભૂલી જાય છે કે વાવ્યું તે જ ઊગે છે. ૧૨૬. સરિતાનાં નીર ક્લતીર્થના તટ પર સૂર્ય, પોતાનાં કોમળ કિરણો ચારે તરફ પાથરવાની જ શરૂઆત કરી હતી. નર્મદાનાં નીર ત્વરિત ગતિએ ચાલ્યાં જતાં હતાં. જતાં જતાં એ પોતાના હૈયાની એક ગુપ્ત વાત કહેતાં ગયાં. - ૩૪ - મધુસંચય Page #52 -------------------------------------------------------------------------- ________________ “માનવી ! તું પ્રમાદી છો, અમે ઉદ્યમી છીએ. તું અનેક દેવમાં આસક્ત છે, અમે એક માત્ર સાગરમાં જ આસક્ત છીએ. તારું ધ્યેય અનિશ્ચિત છે, અમારું ધ્યેય નિશ્ચિત છે. તું વ્યક્તિમાં રાચે છે, અમે સમષ્ટિમાં રાચીએ છીએ. તું બીજાના નાના દોષને મોટા કરે છે, અમે બીજાના દોષને પણ ધોઈને સ્વચ્છ ફરીએ છીએ. તારા સમાગમમાં આવનાર ઉજ્જ્વળ પણ મલિન બને છે. અમારા સમાગમમાં આવનાર મલિન પણ ઉજ્વળ બને છે ! તારા ને અમારા આચાર, વિચાર કે ઉચ્ચારમાં મેળ ખાય તેમ નથી. એટલે અમે ઝડપભેર સાગર ભણી જઈ રહ્યાં છીએ !” ܐ ૧૨૭. સત્ય સો નું કોને નથી ગમતું ? સૌ એને ચાહે છે. પણ અગ્નિમાં તપેલી સોનાની લાલચોળ લગડીને હાથમાં ઝાલવા કોઈ જ તૈયાર નથી, તેમ સત્ય પણ સૌને ગમે છે, પણ એને કટુતાના પાત્રમાં પીરસશો તો એને કોઈ નહિ ઝીલે. તમારે જો સત્ય પીરસવું હોય તો પ્રિયતાના પાત્રમાં પીરસો ને ! એથી સત્યનો સ્વીકાર સ્નેહથી થશે. + ૧૨૮. વાચાની મર્યાદા મિ ત્રો ! બોલતાં આવડે તો જરૂર બોલજો. તમારી પાસે જગતને આપવા માટે નૂતન સંદેશ છે. એમ તમારા આત્માને લાગે તો જરૂર બોલજો. પણ તમારા બોલવાથી માત્ર જગતમાં શત્રુઓ જ ઊભા થવાના હોય, તો બોલતા હો તોપણ ન બોલશો. આમ મૂંગા રહેવાથી કદાચ તમારા હાથે માનવજાતનું હિત નહિ થાય, તો પણ અહિત તો નહિ જ થાય. ૧૨૯. પ્રભુના દ્વારે ધ્યા નનો પ્રકાશ માણસને સાચા માર્ગે દોરે છે. પૂજા કરવી હોય તો હિંસા કરીને લાવેલાં દ્રવ્યો કરતાં આ જે છે તેનો ઉપયોગ ન કરીએ ! મૈત્રીભાવની સુવાસથી મનને મહેકતું કરીને સત્યના ઉચ્ચારથી વચનને જીવનસૌરભ * ૩૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ મીઠું કરીને, સેવા અને શુશ્રૂષાથી કાયાને પવિત્ર કરીને અને ધ્યાનના અજવાળાંની ચેતનાને પ્રકાશિત કરીને પ્રભુના દ્વારે શાને ન જઈએ ? પ્રાર્થના હો કે પ્રભો, મારે કંઈ જ નથી જોઈતું. પ્રસન્નતા મારો આનંદ બની રહો. ૧૩૦. સુખની ચાવી સં સારની વસ્તુ માત્ર પોતાના સ્વભાવમાં છે. ન એ સુખ આપે છે, ન એ દુ:ખ આપે છે. સુખ કે દુઃખનું સર્જન માણસ કરે છે. માણસ પોતાની લાગણીઓથી વસ્તુ અને વ્યક્તિ સાથે સંબંધ બાંધે છે. અપેક્ષાઓથી એને રંગે છે. પછી પોતાની સમજની મર્યાદા પ્રમાણે એનો અર્થ કરે છે. પોતે કરેલો અર્થ સરે તો એ સુખી થાય. અર્થ ન સરે તો દુ:ખી થાય. સુખ કે દુઃખ ક્યાંથી આવ્યાં ? પોતે રાખેલી અપેક્ષા પૂરી ન થવામાંથી, પોતાની માન્યતામાંથી. એટલે વસ્તુ કે વ્યક્તિ એ જ હોવા છતાં એકને સુખ આપતી ‘દેખાય’, બીજાને દુ:ખ આપતી ‘દેખાય'. સુખી થવા માણસે માન્યતા અને અપેક્ષા બદલવી ઘટે. ૧૩૧. માણસ આશીર્વાદ ણસ અદ્દભુત છે. કોઈ પણ આધાર વિશ્વ, લાખો મણનો બોજ ઉપાડી મેં હવામાં ઊડનાર વિરાટ વિમાનને બનાવનાર માણસ છે. જગતનું સર્વશ્રેષ્ઠ કૉમ્પ્યુટર પણ ન સર્જી શકે એવા હૃદય અને ભેજાનો સ્વામી માણસ છે. પોતાની કલ્પના પ્રમાણે ભગવાન બનાવનાર શિલ્પી પણ માણસ છે. આત્મશ્રદ્ધા વિના આ જ માણસ કેવો નિર્બળ ને બીકણ બની જાય છે. પુરાણોના દેવોમાં માન્યતાના પ્રાણ પૂરી આત્મશ્રદ્ધાના પ્રાણ ખોઈ બેસે છે. પોતે જ સર્જેલ મૂર્તિમાંથી સર્જનનો આનંદ મેળવવાને સ્થાને એની આગળ ડરીને ભીખ માગવા બેસી જાય છે. ૩૬ : મધુસંચય Page #54 -------------------------------------------------------------------------- ________________ માણસ જાગે અને આત્મશ્રદ્ધાના અજવાળામાં જુએ તો થાય કે આત્મા જ મહાત્મા છે. શુદ્ધ થયેલો મહાત્મા જ પરમાત્મા છે. જીવ જ શિવ છે. ખુદ જ ખુદા છે. આ દર્શન થતાં માણસ પોતાના મન, વચન અને કાયાની શુદ્ધિમાં લાગી જાય. આવા માણસનું અસ્તિત્વ આશીર્વાદરૂપ છે. ૧૩૨. પૂજામાં અપરાધ ર્યનાં કોમળ કિરણોનો સ્પર્શ થતાં ફૂલો આનંદથી ખીલી રહ્યાં હતાં. એ હસતાં ફૂલો અને કળીઓને ડાળથી છૂટાં પાડી, આપના ચરણોમાં લાવવાની મેં ધૃષ્ટતા કરી અને એ પુષ્પની પાંખડીમાં શાન્તિથી બેઠેલા અસંખ્ય સૂક્ષ્મ કંથવાઓની જીવનદોરી મેં કાપી, પ્રભો, મને ક્ષમા કરો. સૂ આપ નિરંજન નિરાકાર છો, એ ભૂલી ગયો, નિર્દોષ ભૂલકાં વાછરડાંઓના મોંમાંથી છીનવી લઈ એમને ભૂખ્યાં મારી શોષણભર્યા દૂધથી આપનો અભિષેક કર્યો. વળી અબજો બેક્ટેરિયાના પ્રાણ લઈ દહીનું પંચામૃત બનાવ્યું. આ અપરાધોની ક્ષમા કોણ કરશે, પ્રભો ! ܀ ૧૩૩. કોનો દોષ ? પા ૫માં ડૂબેલાને પુણ્યશાળીનો સમાગમ આનંદ ન આપે એમાં પુણ્યશાળીનો શો દોષ ? અરુણના આગમનથી જેવો આનંદ કમળને થાય તેવો આનંદ ઘુવડને ન થાય એમાં અરુણનો શો દોષ ? ܐ ૧૩૪. સાધકની દૃષ્ટિ લોભનના લપસણા માર્ગે સરી પડતા મનને સજ્જન મિત્ર, સદુપદેશ અને આત્મજાગૃતિની એટલી જ જરૂર છે કે જેટલી અંધારી રાતે અટવીમાં ભૂલા પડેલા પ્રવાસીને દીપક ધરનાર ભોમિયાની. ܀ જીવનસૌરભ ૩૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫. ભય ત દયમાં ભયની ઊધઈ લાગી ગઈ તો શક્તિઓ કુંઠિત બની જશે. ૯ શક્તિઓને વિકસાવવા અને નિર્ભય થવા દૂર ભાગવા કરતાં એ વસ્તુઓનો પરિચય કરીએ, એનું તત્ત્વ જાણીએ, આ સમજ જ ભયને ભય પમાડશે. ૧૩૬. શિખર ને ખીણ ણ પહેલાં ઉન્નતિના શિખર પર બિરાજનાર અને ક્ષણ પછી અવનતિની ખીણમાં ખેંચી જનાર ચંચળ મનને વશ કરનાર જ જગતમાં ખરેખર કામણગારો જાદુગર ગણાય ! ૧૩૭. સ્નેહ વેકપૂર્વકનો સ્નેહ, જીવનના વિસંવાદી તત્ત્વો વચ્ચે પણ પ્રેમભર્યો સદ્ભાવ સર્જે છે, એટલે જ સ્નેહને પણ વિવેકની જરૂર પડે છે. વિવેકવિહોણો સ્નેહ તો દારૂ જેવો ભયંકર છે, જે ઘેનનો આનંદ આપીને પછી એને જ નીચે નાંખે છે. ૧૩૮. મક્ષ નની માગણીઓ અને વાસનાઓમાંથી મુક્ત થવું એ મોક્ષ. આ મોક્ષ આત્માની અનંત શક્તિઓના વૈભવના જ્ઞાનથી જ શક્ય છે. ૧૩૯. પ્રકાશ-પ્રાપ્તિ છે ણે અશ્રુ વહાવ્યાં નથી તે હાસ્યનાં મૂલ્યાંકન કેમ કરી શકશે ? કેવળ છે અંધકારમાં ઊછરેલો પ્રકાશ કેમ ઝીલી શકશે ? જેણે શ્રમ કર્યો નથી તે અન્નની મીઠાશ કેમ માણશે ? ૩૮ * મધુસંચય - Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. પ્રકૃતિ ધારણ રીતે પ્રકૃતિને બદલવાનું કાર્ય મુશ્કેલ છે, પણ પ્રબળ સીપુરુષાર્થથી એ મુશ્કેલ કાર્ય પણ સુલભ બની જાય છે. એ જાણવા પતતની ખીણમાંથી ઉન્નતિના શિખરે પહોંચેલા મહાપુરુષોની જીવનરેખાનું અવલોકન અનિવાર્ય છે. ૧૪૧. તેજોદ્વેષવૃત્તિ રખેસરખામાં જેટલો તેજોદ્વેષ હોય છે, એટલો ઊંચનો નીચ તરફ કે સનાનો ઊચ તરફ હોતો નથી. આ સત્ય સમજવા જેવું છે. ܀ ૧૪૨. માયાજાળ યા એ જાળ છે. એ દેખાય છે સુંદર, પણ છે ભયંકર. એને ગૂંથવી મેં સહેલ છે. પણ ઉકેલવી મુશ્કેલ છે. કરોળિયો પોતાની લાળમાંથી આસપાસ જાળ ગૂંથે છે, પછી એ ઉકેલી શકતો નથી. ગૂંથેલી જાળમાંથી એ જેમ જેમ છૂટવા પ્રયત્ન કરે છે, તેમ તેમ એમાં એ વધારે ને વધારે ફસાતો જાય છે. તેમ તું પણ તારી રચેલી માયાજાળમાં ફસાઈ ન જાય તે માટે સાવધ રહેજે. ૧૪૩. દુ:ખનો મર્મ જ્યારે દુ:ખમાં ઘેરી વળે ત્યારે આટલો વિચાર કરજે : એ મને માર્ગદર્શન કરાવવા કેમ નહિ આવ્યું હોય ? કારણ જે જીવનદ્રષ્ટાઓ કહે છે કે ઠોકરો પણ કોક વેળા માર્ગદર્શક હોય છે ! દુઃખ એવે સમયે તને માત્ર આટલી જ શિખામણ આપશે : ભાઈ ! આ દુ:ખ એટલે તેં કરેલાં કામનું જ પરિણામ છે. તારા અવાજનો જ પડઘો છે. જીવનસૌરભ * ૩૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪. મૃત્યુ વેળાએ નિયાના સર્વશ્રેષ્ઠ ધનકુબેરે મૃત્યુશય્યા ૫૨ આખરી શ્વાસ લેતાં એટલું કહ્યું, તમને મૃત્યુ તો આવશે જ, પણ તમે કદી મારી માફક મૃત્યુ પામશો નહિ. મેં જીવનમાં કોઈ સત્કર્મની વાવણી કરી નથી. જીવનનો સરવાળો જ મૃત્યુ છે. આ મૃત્યુ મને અકળાવે છે. આટલું કહીને ધનકુબેરે કહ્યું કે તમને એવું મળે કે જેમાં કરુણાભર્યાં મધુર સંસ્મરણો હોય અને સ્નેહભીના પ્રસંગો હોય, જની યાદથી મરતી વખતે પણ તમારા ચહેરા પર પ્રસન્નતા હોય. આવું મરણ મારા કોટિ વૈભવો કરતાં કરોડો ગણું શ્રેષ્ઠ અને ભવ્ય હશે. ૧૪૫. ગરીબી અને અમીરી મારું દિલ ગરીબ છે કે શ્રીમન્ત ? બીજાને સુખી જોઈ, તમે જો દુ:ખી (તેથતા હો તો તમે શ્રીમન્ત હો તોપણ તમારું દિલ ગરીબ છે અને બીજાને સુખી જોઈ, તમે જો ખુશી થતા હો તો તમે ગરીબ હો તોપણ તમારું દિલ શ્રીમન્ત છે, કારણ કે ગરીબી ને અમીરી ધનમાં નથી, મનમાં છે. ܀ ૧૪૬. દીપક શી લ અને શાન્તિનો દીપક જેના હૃદયમાં જલતો છે એવી તેજસ્વી વ્યક્તિઓ જ બીજાના દિલમાં સદા-સર્વદા-સર્વત્ર ઘર કરી જાય છે. બીજા તો વીજળીના જેવો ક્ષણજીવી ચળકાટ પાથરી અંધકારમાં અદૃશ્ય બની જાય છે. ܀ ૧૪૭. વિચારોનો મેળો ક બાટનાં ખાનામાં નકામી વસ્તુઓ ઠાંસી ઠાંસીને ભરી રાખી હોય તો પછી એમાં ઉપયોગી અને સુંદર વસ્તુ ગોઠવવા જેટલી જગ્યા રહે નથી અને પરાણે જ્યાં ત્યાં ગોઠવીએ તો એ કચરામાં મૂલ્યવાન વસ્તુ ક્યાંય અટવાઈ જાય, તેમ મગજના ખાનામાં પણ વિકૃત વિચારો ભરાયા પછી સારા વિચારો માટે સ્થાન રહેતું નથી અને કદાચ કોઈ સુવિચાર સાંભળવામાં આવે તોય તે આ ૪૦ ગ્ઃ મધુસંચય Page #58 -------------------------------------------------------------------------- ________________ વિચારોની ગિરદીમાં અટવાઈ ગયા વિના રહેતો નથી, એટલે વિચાર-ગ્રહણમાં પણ વિવેક જોઈએ. ܀ ૧૪૮. બીજ ને ફોતરાં નેક વાતોનાં ભાષણો કરનાર કરતાં એક વાતને આચારમાં મૂકનાર વધુ સારો છે. મીઠાઈઓને ગણાવી જનાર કરતાં રોટલાને પીરસનાર વધુ સાચો છે. ૧૪૯. પ્રેરણાનાં પાન રણા, પ્રેમ અને પ્રમોદને દેનારી ઓ નારી ! તું જ જો કેવળ વિલાસનું પ્રે તું ૧૫૦. ફરિયાદ જાએ તને શું કહ્યું તે યાદ રાખે છે, પણ તેં બીજાને શું કહ્યું તે યાદ રહે છે ? એ જો તને યાદ રહી જાય તો બીજા શું બોલે છે, એની ફરિયાદ તારા મોઢે કદી નહિ આવે ! બી ૧૫૧. સ્વાતંત્ર્ય જે સ્વાતંત્ર્ય સંસ્કૃતિની હવાને કલુષિત કરતું હોય તે સ્વાતંત્ર્ય સ્વછંદ બની માનવને અવનતિના માર્ગે લઈ જાય છે. ܀ ૧૫૨. પાપનો માર્ગ જ પાથી માણસ પ્રકાશ ભેળી પગલાં ભરવાને બદલે અંધકાર ભણી ધસે છે. જીવનસૌરભ : ૪૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩. ઉદય અને અસ્ત પણાં કામો છુપાઈને કરવા પડતાં હોય તો સમજવું કે આપણે આ અસ્તાચળ તરફ ધસીએ છીએ, અને આપણા હાથે ઉજ્વલ કાર્યો થતાં હોય તો સમજવું કે આપણે ઉદયાચળ પર ચઢીએ છીએ. ૧૫૪. સાગરનાં ફીણ એ શ્ચર્ય ને દારિદ્ર; સુખ ને દુઃખ, એ તો જીવન-સાગરનાં ફીણ છે, જે મન-તરંગના ઘર્ષણમાંથી જન્મે છે, અને ઘર્ષણાન્તે એમાં જ સમાઈ જાય છે પણ પ્રેમ અને સેવા એ આપણી કમાણી છે. તે આપણી છાયા બનીને સાથે જીવે છે. ૧૫૫. સંસ્કાર પણા જીવન અને વ્યવહા૨માં મૈત્રી, પ્રમાણિકતા અને કરુણાના સંસ્કાર આ હશે તો પરિણામે સંતાનોના કુમળા માનસ પર પણ સુસંસ્કારની છાપ પડશે. સૌ પ્રા ܀ માતા-પિતા સુધરે તો સંતાનો પણ સુધરે જ. ܀ ૧૫૬. માયાજાળ મ્ય ને સુખદ દેખાતો શ્રીમન્તોનો આ સંસાર ગરીબો માટે તો ભયંકર ને દુ:ખદ છે, એ વાત સામાજિક જીવનમાં કેટલી સુસ્પષ્ટ છે ? ૧૫૭. સંપત્તિ રંભમાં ક્ષણિક આનંદને આપનારી, પ્રમાણિકતા વિના મેળવેલી સંપત્તિ જ, અંતે માનવીને ભયંકર ચિંતા અને વિપત્તિમાં મૂકી વિદાય લે છે. * ૪૨ * મધુસંચય Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮. સિદ્ધોની દૃષ્ટિ ખા વિશ્વ પર સિદ્ધ આત્માઓની દૃષ્ટિ પડે છે, એટલે હું પણ એ સિદ્ધોની પવિત્ર દૃષ્ટિમાં વિચરું છું. આ વાત જીવન સમક્ષ રાખી દરેક કર્તવ્ય કરાય તો હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર અને સંગ્રહવૃત્તિ નિર્મૂળ થાય. આશદ્વારા પાલક મા મિ. થી વાત ન માત્ર શો દર ૧૫૯. સુપાત્ર દાન છા જ્જન માણસને આપેલી સામાન્ય વસ્તુ પણ ઉત્તમ ફળને આપનારી થાય છે, જેમ ગાયને આપેલું સાધારણ ઘાસ પણ ઉત્તમ દૂધને આપે છે તેમ. ૧૬૦. કાવ્યોત્પત્તિ ચી કવિતા એ પ્રયત્નથી રચેલું માત્ર પદ્ય નથી; પણ કવિહૃદયની વેદના છે અને અસહાયતાના ઘર્ષણમાંથી જન્મેલા દિલનો એક પવિત્ર ભાવપ્રવાહ છે ! ૧૬૧. ગુપ્તતા | મારાં ગુપ્ત પાપો કદાચ જગતથી છૂપાં રાખશો, પણ તમારા આરાધ્યદેવ આત્માથી છૂપાં તો નહિ જ રાખી શકો. ૧૬ર. હિમ્મત , શુબળ વડે નિર્બળોને મારવા એ હિમ્મત નથી, પણ અંધ આવેશ - ભરેલી હિંસક વૃત્તિ છે. હિમ્મત તો આ બે વાતોમાં વસે છે : પોતે કરેલી ભૂલનો નિર્દોષ ભાવે એકરાર કરવામાં અને થયેલી ભૂલનું જે કાંઈ પરિણામ આવે તે મર્દાનગીપૂર્વક સહન કરવામાં. જીવનસૌરભ * ૪૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩. વિનિમય મને પ્રકાશ આપ્યો, મેં તને પ્રેમ આપ્યો. તેં મને આંખ આપી, મેં તને પાંખ આપી. તેં મને પ્રેરણા આપી, મેં તને કાવ્ય ધર્યું. તેં મને શાન્તિ આપી, મેં તને શાતા આપી. અહીં કોણ આપે છે અને કોણ લે છે ? આપે છે તે લે છે અને લે છે તે આપે છે. ܐ ૧૬૪. મનની ગુલામી સન માનવીને ાનસિક રીતે ગુલામ બનાવે છે. વ્યસન માનવીને વ્યૂ માટે અનેક રીતે વિપત્તિઓ લાવે છે. સમર્થ સત્તાધીશ હોય કે ગમે તેવો ધનકુબેર હોય પણ જો એ વ્યસનનો ગુલામ બન્યો, તો સામાન્ય માણસ પાસે પણ વ્યસનની માગણી કરતાં શરમાશે નહિ. વખત આવ્યે એની ખુશામત પણ ક૨શે. આનાથી વધુ કનિષ્ક ગુલામી બીજી કઈ હોઈ શકે ? ܀ ૧૬૫. ચિંતનનું મૂલ્ય સં સાવનમાં મુસીબતના કંટક પર ચાલી પરિશ્રાન્ત બનેલો કોઈ જીવનયાત્રી મને મળશે તો હું, મારા જીવન-ઉપવનમાંથી મેળવેલાં આ ચિંતનપુષ્પો એના માર્ગમાં પાથરીશ; ભલે પુષ્પો ચિમળાઈ જશે, પણ એની મીઠી સૌરભથી એ પ્રવાસીને અપૂર્વ શાન્તિ તો મળશે ને ! એની શાન્તિ જ મારો આનંદ બની રહેશે. ૧૬૬. સમય મારો સમય કઈ રીતે પસાર થાય છે ? એ જો તમે બરાબર તે નિરીક્ષણ કરી શકતા હો તો તમારી જિંદગી કઈ રીતે પસાર થશે. તે તમે બરાબર કલ્પી શકો છો; સમય અને જીવન એક વાહનમાં પ્રવાસ કરતાં જોડિયાં છે. ૪૪ : મધુસંચય Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭. મહેચ્છા જો કોઈ શુભ ભાવનાઓનું બીજ બની શકું તો સંસારના ક્યારામાં રોપાઈ જાઉં અને એક મહાવૃક્ષ બની, સંસારયાત્રીઓને સદ્ભાવનાનાં મીઠાં ફળ આપું ! ૧૬૮. અફ્સોસ ‘આ કોઈ રોકતું હોય તો, આ દરિદ્ર શબ્દનું ઉચ્ચારણ જ છે. અફસોસના ઊંડા ખાડામાં અટવાયેલો માનવ ઉન્નતિના મહાન શિખરને કદી પામી શકતો નથી. જિંદગી માટે અફસોસ કરવો એ તો મરેલા પાછળ છાતી કૂટવા જેવું વ્યર્થ છે. હકીકતમાં તો જિંદગીમાં આવતી વિપત્તિઓની વાદળીઓ પાછળ જ સફળતાના સુખનો પ્રકાશ છુપાએલો છે ! ܀ ૧૬૯. આત્મસૌંદર્ય આ વન, એ આપણા કર્તવ્યનો પડઘો છે. જીવનના રંગો તો ફરતા છે. આ દુનિયામાં શાશ્વત શું છે ? રંગ, રૂપ, ખુમારી, બળ, ઐશ્વર્ય બધુંય બદલાય છે. જીવનનાં રૂપ અને સૌંદર્ય સંધ્યાના રંગ જેવાં ક્ષણજીવી છે. ખરું સૌંદર્ય તો આત્માનું છે. સૌંદર્ય વસ્તુગત નહિ પણ ભાવનાગત છે. ભાવના ભવ્ય હોય તો જ આત્માનું ચિદાનંદમય સ્વરૂપ સમજાય છે. આવું સ્વરૂપ જેને સમજાય છે, તેને જગતની બીજી કોઈ પણ વસ્તુ આકર્ષી શકતી નથી. એને આત્માના રૂપ અને પરમાત્માના સૌંદર્યની મસ્તીમાં, કાંઈક અનોખી જ અનુભૂતિ થતી હોય છે. ૧૭૦. જીવન-જનની વન એ અંધકાર નથી, પણ પ્રકાશ છે. એની જનની વેરની અમાવાસ્યા નહિ, પણ પ્રેમની પૂર્ણિમા છે ! - જીવનસૌરભ ૪૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧. જીવનનો ફુગ્ગો પણું જીવન ફુગ્ગા જેવું બની ગયું છે. સંપત્તિની હવા ભરાય છે ત્યારે આ તે ફુલાય છે, અને એ હવા નીકળી જતાં એ ચીમળાઈ જાય છે. પોલાણને દૂર કરવા સંસ્કાર ને જ્ઞાનની હવા એમાં ભરો તો એ સંપત્તિની ગેરહાજરીમાં પણ નક્કર રહેશે. મ ૧૭૨. અન્ન અને લૂણ એ - સાધન છે. આમાં દાન, શિયળ અને તપને જો અન્નની ઉપમા અપાતી હોય તો હું ભાવને લૂણની ઉપમા આપીશ. લૂણ વિના અન્ન સ્વાદિષ્ટ ન બને તેમ ભાવ વિના દાન-શિયળ-તપ મધુર અને સાર્થક ન બને. ૧૭૩. અસંતોષાગ્નિ જ ગતની દૃષ્ટિએ સુખી દેખાતો માણસ ખરેખર સુખી હોય છે ? કારણ કે એનું સુખ રોજનું થઈ ગયું હોય છે, એટલે એ એના ધ્યાનમાં આવતું નથી, એની સુખની કલ્પનાઓ વધારે વિસ્તૃત થતી જતી હોય છે, અને સુખની કલ્પનાઓ જેમ વધારે વિસ્તૃત બનતી જાય છે તેમ એના હૈયામાં અસંતોષ વધતો જાય છે, અને અસંતોષ એ તો પાવકજ્વાળા છે, એ જ્યાં પ્રગટે ત્યાં બાળ્યા વિના રહે જ નહિ ! ૧૭૪. પૂર્ણ દૃષ્ટિ અં ધ ચિત્રકારે દોરેલી છબી, દેખતા ચિત્રકારે આલેખેલી છબી જેવી સુંદર તો ન જ હોય; તેમ અર્ધજ્ઞાનીએ ભાખેલું વચન, અંતરદૃષ્ટિથી વિકસેલા જ્ઞાનીના વચન જેવું સૌંદર્યમય સત્ય ન જ હોય ! ૪૬ * મધુસંચય Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫. મૂર્તિ નિ ચકર જ્ઞાનથાઅનેના નવા નિર્મિકા વનને નકાકા નશિયાળ સાર છે ત્યાં સુધી સાકાર મૂર્તિની આવશ્યકતા જ નહિ, પણ અત્યાવશ્યકતા છે. ૧૭૬. ગુરુ-વૈધ રીરના રોગને મટાડવા તું વૈદ્યનો આશ્રય લે છે, તેમ આત્માના રોગને મટાડવા જ્ઞાનીનો આશ્રય લે. વૈઘના વચન પર વિશ્વાસ રાખી તું જેમ પથ્ય પાળે છે, તેમ ઉત્તમ ગુરુના વચન પર શ્રદ્ધા રાખી સદાચારમય જીવન બનાવ. વૈદ્યના ઉપચારથી જેમ શારીરિક શાન્તિ મળે છે, તેમ ગુરુના વચનથી તને આત્મિક શાન્તિ મળશે. શારીરિક શાન્તિ જેટલી જ આત્મિક શાન્તિ મહત્ત્વની છે. આધ્યાત્મિક શાન્તિ વિના શારીરિક શાન્તિ ક્ષણભંગુર છે. ૧૭૭. વ્યવહાર જડતા વિત્ર પ્રેમના અમૃત સરોવરને અવિશ્વાસના માત્ર એક વિષબિન્દુથી વિષસરોવર બનાવનાર ઓ વ્યવહારકુશળ ! તું જરા ઊભો રહે, વિચાર કર કે વ્યવહારકુશળ બનવા માટે, તેં તારા આ પુષ્પ જેવા કોમળ હૈયાને કાળમીંઢ પથ્થર જેવું કઠણ બનાવી, પ્રેમમાં જ નહિ, પણ તું તારામાં પા આત્મશ્રદ્ધા તો ખોઈ નથી બેઠો ને ? ૧૭૮. આત્મ-સુધારણા ણસનું મન પારકાના નાના દોષો પણ ગણ્યા કરે પણ પોતાનો તો આ મોટો દોષ પણ ન જુએ, પણ આપણે આપણું માનસ બદલી શકીએ કે જેથી આપણને પ્રેરણાદાયક વિચાર આવે : ‘મારા દોષ બતાવનાર, મારો ઉપકારી છે. એણે મારા દોષો ન બતાવ્યા હોત તો હું મારી ભૂલનો સુધારો કેમ ક૨ત ?’ લોકમાનસને કદાચ આપણે ન સુધારી શકીએ, પણ આપણે આપણું માનસ સુધારવા તો સ્વતંત્ર છીએ ને ? જીવનસૌરભ * ૪૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯. કવિતા સનાની વાણીમાંથી જન્મેલી કવિતા, સર્જન સાથે જ વિસર્જન પામે છે. વી, ક્ષણિક આવેશમાંથી ઉદ્ભવેલી કવિતા, જન્મીને મૃત્યુ પામે છે. સંયમ અને કરુણાભર્યા દીર્ઘ ચિંતનમાંથી પ્રભવેલી કવિતા જ અમર રહે છે. ૧૮૦, પાપ વિકારી વૃત્તિથી કરાએલી મૈત્રીને પ્રેમ કહી સંબોધવા જેવું પાપ બીજું શકે ૧૮૧. પ્રગતિ ત્મ-ભાન સતેજ કર્યા વિના પ્રગતિ સાધનાર ધનની પ્રગતિ સાધી આ શકશે, જીવનની તો નહિ જ ! ૧૮૨. નારી ગવાનની પહેલી ઓળખ કરાવનાર મા એ નારી છે. જીવનના ભોગે ભ પણ બળાત્કારનો સામનો કરી શીયળની સુગંધ જાળવનારી નારી છે. એટલે જ આર્યોએ નારીને પૂજી છે : ધનતેરશના દિવસે લક્ષ્મીના રૂપે, ચૌદશની રાતે શક્તિ રૂપે, દિવાળીના પર્વમાં જીવનની સમજ આપનાર શારદા રૂપે. નારી માનવની સર્જક છે. પ્રેમની પોષક છે અને હૈયાનાં હેત પાઈ માણસમાંથી માનવ બનાવનાર પણ નારી જ છે. નારીની સંસ્કારિતા અને ગૌરવ એ સમાજ અને સંસારનાં સંસ્કાર અને ગૌરવ છે. વિ ૧૮૩. મૃગતૃષ્ણા લાસની રંગીલી પ્યાલીમાંથી અખંડ આનંદનું અમૃતજ્ઞાન કામના સેવતો માનવી માનસિક ભ્રમણામાં જીવે છે. ܐ ૪૮ * મધુસંચય કરવાની Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪. યોગ્યતા મારામાં સદ્ગુણની સુવાસ છે, તો એ સુવાસ માટે કોઈનો અભિપ્રાય પૂછવાની શી જરૂર ? જીવનની સુવાસ જ, સામા માણસને પ્રસન્ન કરશે. પુષ્પો ભમરાઓને કદી કહે છે ખરા કે અમારી સુવાસના તમે ગુણગાન કરો ! ત મૂ ૧૮૫. સુવાસ લ્ય માણસાઈનાં છે. માણસાઈ વિનાનો કાગળના ફૂલ જેવો છે. ૧૮૬, દાનેશ્વર થો ડાક પૈસા ખર્ચનાર જગતમાં દાતા તરીકે પંકાય છે, પણ જીવનનું સર્વસ્વ અર્પનાર તો કેટલાય અનામી અણપ્રીછયા જ રહ્યા છે ! ૧૮૭. હાસ્યરંગ શ્રુ પછીનું હાસ્ય રંગીલું હાસ્ય હોય છે. હાસ્ય પછીનું હાસ્ય ઘણી વાર એટલું ફિક્કું હોય છે ! માણસ સુગંધ વિનાના ૧૮૮. મૂલ્યો મધનનું શરણ લે છે. શાંતિને બદલે સત્તાનો રસ્તો લે છે. વિદ્વત્તાને બદલે વિલાસનું અને સમતાને બદલે મમતાનું સન્માન અને સ્વાગત કરે છે. ܀ ૧૮૯. વિચાર નના ગુપ્તમાં ગુપ્ત વિચાર-તરંગને પણ પવિત્ર રાખવા જોઈએ. એમાં ને અલ્પ પણ હિંસા કે ધિક્કારનો અંશ ભળતાં એ અપવિત્ર બને છે. વાણી જીવનસૌરભ * ૪૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ અને વર્તન વિચારનાં જ સંતાન છે અને એ પોતાના સંસ્કાર લઈને જ જન્મે છે. માતા-પિતા અપવિત્ર હોય તો પુત્ર-પુત્રી પવિત્ર ક્યાંથી સંભવે ? ૧૯o. નકલ મતી વસ્તુની નકલ હંમેશાં થાય છે. નાચીજ વસ્તુની નકલ કદી થતી નથી. સોનાની નકલ રોલ્ડગોલ્ડ અને સાચા મોતીની નકલ કલ્ચર થાય છે; પણ ધૂળની નકલ કોઈ કરતું નથી. તેમ ધર્મ પણ કીમતી છે એટલે એની નકલો ઘણી થાય છે. માટે ધર્મના અર્થીએ સાવધાન અને પરીક્ષક બનવાની જરૂ૨ છે. ૧૯૧. સારું તે મારું નું એટલું સારું અને નવું એટલું ખરાબ – આ વિચાર સંકુચિત 2 વૃત્તિમાંથી જન્મેલો છે; નવું એટલું સારું ને જૂનું એટલું ખરાબ – આ વિચાર છીછરા વાંચનમાંથી ઉદ્ભવેલો છે; પરન્તુ વિશાળવાંચન અને ઊંડા ચિંતનમાંથી ઉત્પન્ન થયેલો વિચાર તો આટલો જ હોઈ શકે કે – નવા કે જૂનાને મહત્ત્વ આપ્યા વિના, એ બેમાં જે સારું તે મારું ! સત્ય અને સુંદરનો સ્વીકાર. ૧૯૨. સાચો વિજય મરાંગણનો વિજયી એ સાચો વિજયી નહિ, પણ સમજ અને સંયમથી ઇન્દ્રિયો પર વિજય મેળવનાર જ સાચો વિજયી. દુનિયાને જીતવી સહેલી છે; દુનિયાને જીતવામાં વેર અને હિંસા છે. ઇન્દ્રિયોને જીતવામાં આત્મપ્રેમ અને જીવન પ્રતિ આદર છે. ૧૯૩. મૂલ્ય નવજીવનનો જેટલો સમય વસ્તુઓના સંગ્રહમાં અને એની ચિંતામાં જાય છે, એનો પા ભાગ પણ પોતે કોણ છે અને શું કરે છે તેના ૫૦ કર મધુસંચય Page #68 -------------------------------------------------------------------------- ________________ ચિંતનમાં જાય તો પોતાનું ને એના સમાગમમાં આવનારનું કેટલું બધું કલ્યાણ થાય ! ૧૯૪. ઝંખના 5. ત્ય, કલ્યાણ અને સૌંદર્યના દર્શનમાંથી ઉદ્ભવેલી ભાવોર્મિને અખંડ જ રીતે કાવ્યમાં ઝીલવા કવિના ઊર્મિલ હૃદયની ઝંખના હોય છે. ૧૫. વિજ્ઞાન જના વિજ્ઞાને માનવ સેવાને બદલે માનવસંહારનું કાર્ય વધારે કર્યું છે, એટલે આ યુગમાં વિજ્ઞાનનો અર્થ વિશેષ જ્ઞાન નહિ, પણ જ્ઞાનનો વિનિપાત કર્યો છે ! ૧૯૬. જેનાર કોણ ? 5. ત્મા જ આત્માનો આશક અને માશૂક છે ! અરીસામાં પોતાને જોતાં જોતાં જોનાર કોણ છે એનું દર્શન થતાં આ રહસ્ય ધ્યાનમાં આવશે. ૧૯૭. વૈભવની અસ્થિરતા આ કાર્ય આ યૌવન અવસ્થામાં કરવાનું છે એને વિસરીને જેઓ છે પોતાના યૌવન અને વૈભવને પોતાના જીવન પર્યંત સ્થિર માને છે, તેઓ સંધ્યાની રંગીલી વાદળીની રંગલીલાને સ્થાયી માનવાના ભ્રમમાં તો નથી ને ? સટી ૧૯૮. માણસનું ઝેર પં ઝેરી છે, માટે એ ભયંકર છે; એથી ચેતતા રહેજો” એમ કહેનારને, એટલું કહેજો, સાથે આટલું ઉમેરતો જા : “માણસ માનવતા ભૂલે તો જીવનસૌરભ પ૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ એ મીઠો હોવા છતાં વધુ ભયંકર છે; ઝેરી સર્પ તો ભયથી બચવા અજ્ઞાનતાથી કરડે છે પણ માનવતાવિહોણો મીઠો માણસ તો વિશ્વાસમાં લઈને જાણી બૂઝીને કરડે છે. સર્પથી ચેતી શકાય છે. માત્ર મારવાના પ્રકારમાં જ ફેર છે, પરિણામ તો બન્નેનું સરખું છે. ૧૯૯. નિષ્ફળતાનું મૂલ્ય મારા જીવનની નિષ્ફળતા ! તને કા સંબોધનથી ઓ પ્રેમભર્યા સંબોધું ? તું આવી હતી રડાવવા, પણ જાય છે બળવાન બનાવીને. તું મારા ભણી ડગલાં ભરતી હતી હસીને, પણ વિદાય લે છે નિરાશ થઈને ! આવજે, આવજે, ઓ મારા જીવનની નિષ્ફળતા ! વળી કો'ક વાર નિષ્ફળ થવાનું મન થાય તો ચાલી આવજે. મારાં દ્વારા તારા માટે ખુલ્લાં છે. ܀ ૨૦૦. જ્ઞાની કોણ ? બો લનારા અભય નહોતો મરે નથી સમજાતા, કાર અભણ પોતે શું બોલે છે એ પોતે જ નથી સમજતો, જ્યારે અતિ ભણેલો પોતાનું બોલવું સભા સમજે છે કે નહિ, એ નથી વિચારતો. આ જ કારણે દુનિયા કેટલીક વાર ભૂલ કરે છે. ભણેલાને પાગલ કહે છે ને પાગલને તત્ત્વચિંતક છે ! બીજાને સમજે તે જ્ઞાની, પણ કહે ૨૦૧. મહાન કોઈ કરેલા ઉપકારનીન કદર કરે એક માણસ છે - અપરિચિત પર એ મહામાનવ છે. ----- ૫૨ * મધુસંચય Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨. હાથીની મસ્તી આ ચાર આવે છે ? હાથી પોતાની ગતિ અને રીતિમાં ચાલ્યો જાય છે. એની ઊંચાઈ જોઈ કૂતરાં ભસે જ જાય છે. હાથી એની ચિંતા નથી કરતો તો માણસ પોતાની ટીકા ને નિંદા સાંભળી એટલો દુખી કેમ થાય છે ? એ પોતાના અંતરના અવાજની પ્રેરણાથી કેમ નથી જીવતો ? બીજાનાં અભિપ્રાય અને વખાણ સાંભળવા શક્તિ અને સમય શાને ખર્ચે છે ? ૨૦૩. દર્શનાનંદ તાના પ્રિયતમની છબી જોઈ જેમ પ્રેમીનું હૈયું પ્રેમથી નાચી ઊઠે છે, Sા તેમ ભક્તનું હૃદય પણ વીતરાગ પ્રભુની મૂર્તિથી પ્રેરણા મેળવી આનંદથી નિર્મળ બની નાચી ઊઠે છે ! ૨૦૪. પ્રતિબિંબ ટો ધની સામે ક્રોધ કરવો એનો અર્થ એ કે એક ગાંડાની સામે, આપણી છા જાતને પણ જાણી જોઈને પાગલ કરવી. ૨૦૫. પ્રેમનો ઉચ્ચાર બ્દ ઈશ્વરના જેટલો જ પવિત્ર ને મહાન છે. પ્રેમ પણ શબ્દના જેટલો જ પવિત્ર ને મહાન છે -- આ બે વિચારધારા અખંડ રીતે જીવનમાં વહેતી હોય તો માનવી, પ્રેમના શબ્દને કેટલો પવિત્ર ને મહાન ગણે! ૨૦૬. દુર્જનતા આ ખ સુંદર છે. એ બધાને જુએ, પણ એ પોતાને દર્પણની મદદ વિના “ જોઈ શકતી નથી. માણસ બધાને જાણવાનો દાવો કરે છે પણ પોતાને ધ્યાન દ્વારા જાણી શકે છે. જીવનસૌરભ પ૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭. હવે તો જાગો ! ધનો સન્નિપાત શું કે માનનો મહાગિરિ શું; માયાનું તાંડવ શું કે લોભની અપાર ગર્તા શું; – એ સૌ મોહની રૂપાન્તર પામેલી લીલા જ છે, માટે આત્મન ! ચેત ! ૨૦૮. બળેલો બાળે નું જીવન ધૂળ થયું છે તે ઘણાનાં જીવન ધૂળ કરે છે. ઘણાને O બચાવવા હોય તો એવા દાઝેલાને બચાવો, નહિતર એ એક બળેલો કદાચ અનેકને બાળશે. ૨૦૯. આંસુ સુનું મૂલ્ય હાસ્યના મૂલ્ય કરતાં જરા પણ અલ્પ આંકીશ નહિ. ઘણી આ વખત જીવ માં, એક પળનું રુદન વર્ષોના હાસ્ય કરતાં મહાન હોઈ શકે. બેપરવાઈભર્યા હાસ્યથી ગુમાવેલું જીવનસત્ત્વ, પશ્ચાત્તાપના અશ્રુબિંદુથી મેળવી શકાય છે. આ દૃષ્ટિએ આંસુ કેટલું અમૂલ્ય છે ! ૨૧૦. પરિપક્વ જ્ઞાન કાન્તમાં પ્રલોભનકારી વિષયો મળવા છતાં તમારી ઇન્દ્રિયો શાન્ત રહે, એ તરફ લોભાય નહિ, તો જાણજો કે તમારું જ્ઞાન પરિપક્વ છે. ૨૧૧. મૌન S ન એ મહાશક્તિ છે. એ પરા વાણી છે. મૌનથી વિખરાયેલી શક્તિઓ કેન્દ્રિત થાય છે અને તે સંચિત થતાં વાણીમાં ચિંતનનું અપૂર્વ બળ પ્રગટે છે. આથી મૌન એ વાચાને ઓજસ્વી અને કલ્યાણકારી બનાવવાનું અમોઘ સાધન છે. મૌન ધારણ કરનારની વાણી અન્યને આનંદદાયી તો હોય પ૪ મધુસંચય Page #72 -------------------------------------------------------------------------- ________________ છે, પરંતુ વ્યક્તિને પોતાને પણ અનેરો આનંદ આપે છે. આ હકીકત મૌન નહિ સેવનાર સમજી નહિ શકે. જે મૌન સેવે છે તેને આ સત્યનો સાક્ષાત્ અનુભવ હોય છે અને આથી જ વક્તા બનવા ઇચ્છતા યુવાનોને હું કહું છું કે વાણીમાં મૌન અને ચિંતનનું તેજ પૂરો તો વાણી સ્વ-પ૨ કલ્યાણકારી થશે. ૨૧૨. વાત્સલ્યભાવ - મને વાત્સલ્યનો અર્થ પૂછે છે ? આમ જો, તાજા જ જન્મેલા પોતાના શિશુને મૂકીને શિકારીના બાણથી ઘાયલ થયેલી હરણીની આંખમાં એ નિરાધાર બચ્ચા માટે જે વેદના મિશ્રિત અનેક સંવેદના પ્રગટે છે એવી સંવેદના જગતના નિરાધાર જીવો માટે હોય તેવો ભાવ તે વાત્સલ્યભાવ. ૨૧૩. બિનઅનુભવ Aી ણે કહ્યું : “આ તો મેં આનંદ માટે નિર્દોષ ભાવે જ આ કામ કર્યું હતું. એનું પાપ મને ન લાગે.” મેં કહ્યું : “તેં આનંદ માટે નિર્દોષ ભાવે ઝેર પીધું નથી, એટલે જ તું મને ઉત્તર આપી શકે છે !' ૨૧૪. પ્રતિજ્ઞા દિવસ તું કેમ ભૂલી ગયો ? જ્યારે તારું શરીર રોગોથી ઘેરાઈ ગયું હતું ને પલંગમાં પડ્યો પડ્યો તું આ રીતે ગણગણતો હતો : “હે ભગવાન! હું સાજો થઈશ અટલે એક પણ ખરાબ કામ નહિ કરું, પ્રમાણિક જીવન જીવીશ, પરોપકાર કરીશ, ધર્મની આરાધના કરીશ, સદાચાર ને સવિચારમાં જિંદગી વ્યતીત કરીશ.” અને આજે તું સાજો થયો એટલે એ પ્રાર્થનાને સાવ વિસરી ગયો ? ભલા માનવ ! આના જેવું બેવચનીપણું બીજું કયું હોઈ શકે? પણ હજુ કંઈ મોડું થયું નથી. સુધારી લે. જીવનસૌરભ - પપ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫. સમર્પણ વોની સુખ શાન્તિ માટે પોતાની જાત અને જીવનને સેવામાં ઘસી નાખનાર મનુષ્ય ખુદ ઘસાતો નથી, બલ્લે પૃથ્વી પર ચંદનની જેમ શીતળતાનું સ્વર્ગ ઊભું કરે છે. ર૧૬. વિવેક ધ્યાના રંગ જોઈ જીવનના રંગનો ખ્યાલ આવે છે. ચિમળાયેલ ફૂલને જોઈ યૌવન પછીના વાર્ધક્યનો અને જીવન પછીના મરણનો વિચાર આવે છે. ૨૧૭. ઉપયોગ યનને કહો કે જ્યાં જ્યાં તારી નજર પડે ત્યાં ત્યાંથી ઊંડું સત્ય શોધજે. કાનને કહો કે જે જે સાંભળે તેમાંથી ઊંડો બોધપાઠ લેજે. વાણીને કહો કે જે જે ઉચ્ચારે તેમાંથી સત્ય ટપકાવજે. કાયાને કહો કે જ્યાં જ્યાં તું હાજરી આપે ત્યાં ત્યાં સેવાની સૌરભ પ્રસરાવજે. ૨૧૮. સુગંધ વિનાનું ધન યોગ્યને માન આપતા જોયા, યોગ્યની ઉપેક્ષા થતી જોઈ, વિચાર આવ્યો : અનીતિના ધને માણસને કેવો બદલી નાખ્યો છે ! ૨૧૯. ધ્યેયહીન ગરકિનારે હું બેઠો હતો. અનંત જળરાશિ પર ડોલતી એક નૌકા પર મારી નજર પડી. ધ્યેયહીન ડોલતી નૌકા જોઈ મને જીવન સાંભરી આવ્યું ! જીવન પણ નૌકા જેવું છે ને ? બંદરનો નિર્ણય કર્યા વિના જે નૌકા લંગર ઉપાડે છે, અને અનંત સાગરમાં ઝંપલાવે છે, તેના માટે વિનાશ નિશ્ચિત પક મધુસંચય Page #74 -------------------------------------------------------------------------- ________________ જ છે; તેમ ધ્યેયનો નિર્ણય કર્યા વિના સંસારસાગરમાં જીવન-નાવને વહેતું મૂકનાર વિનાશ નોતરે છે. ૨૨૦. મૃત્યુની વિદાય ત્યુ એ પ્રકૃતિ છે. જન્મ એ વિકૃતિ છે. જન્મે છે તે મરે જ છે, પણ મરે છે તે બધા જ થોડા જન્મે છે ? મરવું એવું કે જેમાં મરણ મરી જાય. ૨૨૧. અનુભવ મે મને મારા જીવનપંથના અનુભવોનું વર્ણન કરવા વિનવો છો અને તે એમાંથી પ્રેરણા મેળવી, તમે તમારા જીવનની સમસ્યાઓને ઉકેલવા માંગો છો ? તો જરા ઊભા રહો; મારા અનુભવોમાંનો સાર આ છે કે પારકાનો ભાડૂતી અનુભવ તરવામાં કામ નથી લાગતો. પોતે જ તરવાનું છે. જીવનપંથમાં આગળ વધવાના માર્ગ બે જ છે : પૂર્ણ સંયમ અને આત્મજાગૃતિ ! ૨૨૨. ચારિસની સૌરભ ર્મળ ચારિત્ર એ ગુલાબનું અત્તર છે. એ તમારી પાસે હશે તો એ જેમ તમને આનંદ આપશે, તેમ તમારી નિકટમાં વસતા માનવોને પણ સુવાસ આપશે. નિ ૨૨૩. ફૂલનાં આંસુ ડી પડેલા પુષ્પને મેં પૂછ્યું : સોહામણા ફૂલ ! વિદાય વેળાએ આ આંસુ ૨ શાનાં? વિષાદમાં એણે ઉત્તર આપ્યો : કોઈ બીમારને શાતા આપવાનું સૌભાગ્ય તો ન મળ્યું પણ અનીતિના ધનથી ખોટા ધનવાન બનેલા અને હોદ્દાનો જીવનસૌરભ * ૫૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ દુરુપયોગ કરી ગરીબોના શોષણમાં વધારો કરતા સત્તાધીશોના ગળાનો હાર બનવાનું દુર્ભાગ્ય મળ્યું એટલે આંખમાં આંસુ ધસી આવ્યાં ! ૨૨૪. વિસંવાદ ચિત્ર જોયું ત્યારે આશ્ચર્ય થયેલું : માણસ મોટો હતો અને મન આ હતું; જીભ લાંબી હતી ને કામ નાનું હતું; એની પ્રતિષ્ઠા બહુ હતી અને જીવન ક્ષુદ્ર હતું ! ૨૨૫. પ્રેમ અને મોહ સ મષ્ટિગત જીવનના સુખની ભાવનામાંથી જન્મેલા પરમાર્થી સંબંધનું નામ પ્રેમ, વ્યક્તિગત જીવનના સુખની કલ્પનામાંથી પ્રગટેલા સ્વાર્થી સંબંધનું નામ મોહ. પ્રેમનાં ઉજ્જ્વળ કિરણો સામા માણસના બિડાઈ ગયેલા હૃદયકમળને પણ વિકસાવે છે, ત્યારે મોહનાં કિરણો માનવીના હૈયાને પણ સંકુચિત બનાવે છે, આથી જ પ્રેમને પ્રકાશ અને મોહને અંધકાર કહે છે. ૨૨૬. શક્તિહીનની આઝાદી ક્તિહીન માનવને મળેલી ધાતુની ભસ્મ અને વાનરને પ્રાપ્ત થયેલી ૨ તલવાર જેમ તેના જ નુકસાનનું કારણ થાય છે, તેમ વીર્યહીન પ્રજાને મળેલી આઝાદી પણ તેના પોતાના જ પતનનું કારણ થાય છે. ܀ તો બન્ને લોખંડનાં જ : છે. તો બો ܀ ૨૨૭. કાતર અને સોય કાતર પણ ગજવેલની અને સોય પણ પણ કાતર એકના બે કરે છે; જ્યારે સોય બેનાં એક કરે છે. એટલે જ દરજી કાપનાર કાતરને પગ નીચે રાખે છે અને જોડનાર સોયને જાળવીને માથાની ટોપી ઉપર ગોઠવે છે. ૫૮ * મધુસંચય Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮. વાણીનું વ્યક્તિત્વ Sણા માણસો પોતાને બોલતાં આવડે છે એમ બતાવવા જતાં, પોતાને વ બોલતાં નથી આવડતું એ સિદ્ધ કરી આપે છે. ૨૨૯. આંસુનો મહિમા શ્ચાત્તાપનાં આંસુ પાડ્યા વિના એક પણ સંત ઊર્ધ્વગામી બન્યો હોય જતો ઇતિહાસમાંથી શોધી કાઢજો. ૨૩૦. શિશુપદ | વળી ક્યારે કહ્યું હતું કે પ્રૌઢત્વ મને પ્રિય નથી અને વાર્ધક્ય વેઠવું મને " પસંદ નથી ? હું તો કહું છું કે પ્રતાપી પ્રૌઢત્વ પણ આવજો ને શાણું વાર્ધક્ય પણ આવજો; પણ મારું કહેવું તો એટલું જ છે કે મારા શૈશવનો ભાવ ન જશો – જે મસ્ત શૈશવ ગરીબ અને શ્રીમંતના ભેદને પિછાણતું નથી, ફૂલ જેવા નિર્દોષ હાસ્યને જતું નથી, બૂરું કરનારને પણ દાઢમાં રાખતું નથી, હૈયાની વાતને માયાના રંગથી રંગતું નથી – એવું મધુરું શૈશવ, જીવનની છેલ્લી પળે પણ ના જશો ! સમ્રાટપદ કરતાં શિશુપદની કિંમત મારે મન ઘણી છે. ૨૩૧. પ્રેમનું દર્શન મને કપટરહિત સર્વસ્વ ઘર્યા વિના એ પોતાના સૌંદર્યમય ચહેરાનું દર્શન કોઈનેય આપતો જ નથી. ૨૩૨. સંયમ કે જડતા ? ' યમ એ તો કલ્પના અને ભાવોર્મિને નવપલ્લવિત રાખનાર નિર્મળ નીર છે. સંયમથી કલ્પનાનાં વૃક્ષો અને ભાવોર્મિની વેલડીઓ જો સુકાઈ જતી જીવનસૌરભ * પ૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ હોય તો માનજો એ સંયમ નથી, પણ સંયમના આકર્ષક વસ્ત્રોમાં સજ્જ બનેલી જડતા છે. જ્યાં સંયમના નામે જડતાની પૂજા થાય ત્યાં કુસંપના ભડકા થાય તેમાં નવાઈ શું ? ૨૩૩. પૂર્ણતાનો પ્રભાવ પો તાના ક્ષેત્રમાં મનુષ્ય સંપૂર્ણ અને સમર્થ હોય તો તે વિશ્વના ગમે સંપૂર્ણતાનું મધુર સંગીત ભરી દઈશું, તો તે ચારે બાજુ ગુંજી ઊઠશે અને જીવનના પ્રત્યેક અંગને પોતાની મધુરતાથી છલકાવી દેશે ! ܀ ૨૩૪. વાદળી ર્ષાની એક માઝમ રાતે વ૨સતી વાદળીને મેં પૂછ્યું : ‘કાં અલી ? આટલી ગર્જના કેમ કરે છે ? કાંઈક ધીરી ધીરી વ૨સ ને !' વરસતી વાદળીએ મુક્ત હાસ્યમાં સંકેત કર્યો : ‘અમને પીવા છતાં તારામાં અમારો ગુણ ન આવ્યો એટલે ભલા માનવી ! મારે તને ચેતવવો પડ્યો. અમે સાગરનાં ખારાં પાણી પીને પણ ચોમાસામાં મીઠી જળધારાઓ વરસાવીએ છીએ, ત્યારે તું અમારા મીઠાં જળ પીનેય કડવી વાણીનાં વારિ ટપકાવે છે. એટલે કહેવા આવી છું કે કડવા ઘૂંટડા હૈયામાં ઉતારી જગતને અમૃત આપજે. ૨૩૫. પ્રજ્ઞ શત્રુ ન એ ી.એના કરતાં, પ્રણ શત્રુથી જીવનમાં સાવધાન રહેવું શું ખોટું ૬૦ મધુસંચય બગાડવું Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬. અણુ સ્તુ નાની છે એટલે એની કિંમત તમારે મન કાંઈ જ નથી ? પણ એક વ નજ૨ તો અહીં નાખો ! આ નાનકડા આગના તણખાએ આખા ગામને રાખની ઢગલીમાં ફેરવી નાંખ્યું. આ નાનકડા મચ્છરે પેલા મહાકાય કુંજરને મીણ કરી દીધો. આ નાનકડા છિદ્રે મહાનૌકાને સાગરમાં જળસમાધિ લેવરાવી. આ નાનકડા બીજે વડ બની આ દીવાલને પણ ચીરી નાંખી. આ નાનાશા અણુઓના બૉમ્બે જગત આખાને ધ્રુજાવી દીધું. છતાં ના વસ્તુનું મૂલ્ય તમારે મન કાંઈ જ નથી ? તો પછી તમને હવે અરૂપી એવો આત્મા પણ સમજાઈ રહ્યો ! ૨૩૭. સમર્પણનો જય નહિ, પણ મૌન-ભાવે કર્તવ્યો ગત, માનપત્ર લેનારાઓ ઉપર કરાર ઉપર ચાલે છે. તેઓનાં મૂક બલિદાનો ઉપર જ જગત ટકી રહ્યું છે. મકાન ચૂનાના વ્હાઇટવૉશ ઉપર નહિ, પાયાના પથ્થર અને ઈંટોના આધારે ટકે છે. ૨૩૮. માનવતા નવતા આ રહી. પેલો પોતાના એકના એક રોટલાના ટુકડામાંથી ભૂખ્યા મને પડોશીને અર્ધો ભાગ ખાપી, શેષ સંતોષથી ખાઈ રહ્યો છે ને ? માનવતા એના હૈયામાં સંતોષથી પોઢી છે. દાનવતા ? એ પણ આ રહી. પેલો બંને હાથમાં બે રોટલા હોવા છતાં પેલા ગરીબના રોટલા ઉપર તરાપ મારવા તીરછી આંખ જોઈ રહ્યો છે ને ? દાનવતા એની આંખમાં તાંડવ-નૃત્ય કરી રહી છે ! કારણ વિના કાર્ય ! માણસને ધર્મથી મળતું સુખ જોઈએ છે પણ ધર્મ આચરવો નથી. અધર્મથી મળતું દુ:ખ જોઈતું નથી પણ અધર્મને છોડવો નથા આ સંયોગોમાં સુખ કેમ મળે અને દુ:ખ કેમ ટળે ? કાંટા પાથરીને ગુલાબની લહેજત લેવી છે ! જીવનસૌરભ ૬૧ - Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯. શિયળહીન રિત્રહીન માણસને ખસથી પીડાતા શ્વાનની જેમ ક્યાંય ચેન કે પ્રેમ ન મળે. ધન દે સત્તાના કારણે કોઈ એને લાલસાથી સત્કારે, પણ પ્રેમથી તો નહિ જ. ૨૪૦. સેવા અને પ્રશંસા Aો વા અને કર્તવ્યનો પ્રચાર કરવાની કે પ્રગટ કરવાની ભાવના જ્યારે સેવકના મનમાં લાગે છે, ત્યારે કરેલું કાર્ય સુકાતું જાય છે, અને પ્રશંસા મેળવવાની ચળ વધતી જાય છે. એ જ એના લપસવાનું પ્રથમ પગથિયું બને છે ! જીવનના દરેક કાર્યમાં આપણી કર્તવ્ય-બુદ્ધિ જાગવી જોઈએ. કર્તવ્યની વન-કેડી વટાવવી બહુ મુશ્કેલ છે, એની અંદર અભિમાન-ગર્વનું વાવાઝોડું ચારે તરફ વાતું જ હોય છે, તેની સામે તો કોઈ વિરલ જ ટકી શકે ! ૨૪૧. કાન્તિ ત્તિ થઈ રહી છે, શાનવતાનો ધરમૂળથી ફેરફાર થઈ રહ્યો છે. શોષણથી મા અવતાને દૂર ફગાવી ઝડપથી, શુદ્ધ તરફ ધસવું એનું નામ કાન્તિ ? માણસ આજે બાહ્ય દૃષ્ટિએ બે ડગલાં આગળ દેખાય છે, પણ આંતરિક દૃષ્ટિએ તો એ ચાર ડગલાં પાછળ પડી રહ્યો છે અને તેથી જ એક ઠેકાણે અન્નકૂટ દેખાય છે, ત્યારે બીજી બાજુ અનાથ માનવ અન્ન વિના રિબાઈ રિબાઈને મરી રહ્યો છે.... રે ક્રાન્તિ ! ૨૪૨. સંબંધ વનના પ્રવાસમાં કેટલાક સંબંધ લાંબા હોય છે, પણ તેને સહેતાં સહેતાં જીવન ટૂંકાઈ જાય છે અને હૃદય સુકાઈ જાય છે. જ્યારે કેટલાંક સંબંધ ટૂંકા હોય છે, પણ એની સ્મૃતિ તન-મનને આનંદથી ભરી દે છે. કર કર મધુસંચય Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩, ભાવના , ણીમાત્રના જીવનમાં ભાવના અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલા જ માટે ચિંતકો માણસના સ્થૂલ કાર્યને નથી જોતા, પણ એની પાછળ કામ કરતી સૂક્ષ્મ ભાવનાને અવલોકે છે. કાર્ય એક જ હોય છતાં ભાવના ભિન્ન હોય તો પરિણામ જુદું જ આવે. બિલાડી જે દાંતથી પોતાના બચ્ચાને પકડે છે, એ જ દાંતથી ઉંદરને પણ પકડે છે; પણ એમાં અંતર આકાશ અને પાતાળનું છે. એકમાં રક્ષણની ભાવના છે; બીજાના ભક્ષણની. એકમાં વહાલ છે, બીજામાં વિનાશ ! ૨૪૪. સાક્ષાત્ - માનવ ! તું બહાર શું શોધે છે ? અંદર આવ. જેને તું પાપાત્મા કહી 9 ધિક્કારે છે, અને જેનાથી તે દૂર ભાગે છે, તે તારા હૃદયમંદિરના નામ ખંડમાં સંતાયેલો છે : જેને તું પુણ્યાત્મા કહી પૂજે છે ને જેના સાંનિધ્ય માટે તું ઝંખે છે, તે તારા હૃદયમંદિરના જમણા ખંડમાં પોઢે છે. માટે કર વાત્સલ્યનો નાદ ! જેને શોધે છે, એ તારી સામે સાક્ષાત્ ખડો થશે. ૨૪૫. ત્યાગી અને ગૃહસ્થ જવા માટે ખાવું – આ આદર્શ સાધુનો હોય અને તજીને ખાવું – આ આદર્શ ગૃહસ્થનો હોય; આ આદર્શને કેન્દ્રમાં રાખી સાધુ અને ગૃહસ્થ જીવન જીવે તો સંન્યાસાશ્રદ જ્ઞાનની પરબ બને અને ગૃહસ્થાશ્રમ સેવાગૃહ બને. ૨૪૬. દીન નહિ મારા ભાગ્ય ! મેં તને ક્યારે કહ્યું કે તું મને આંસુ આપીશ નહિ ? - વી તો એટલું કહ્યું હતું કે દંભના કે શોકનાં અપવિત્ર આંસુ આપીશ નહિ. આપે તો પ્રેમનાં, કરુણાનાં કે સહાનુભૂતિનાં પુનિત આંસુ આપજે, તને ફરી આજ પણ કહું છું કે તું મને દરિદ્ર બનાવજે ભલે પણ મારું કહેવું એટલું જ છે કે મને માણસાઈવિહોણો કે દીન ન બનાવીશ, જીવનસૌરભ - ૧૩ WWW.jainelibrary.org Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭. પથિક છે, ! માનવ અમ જાળીને પ્રવાસ ખેડનાર પથિક કંટક અને તાપ આવતાં નિરાશ થઈ થંભી જાય છે; માટે માર્ગ વિકટ ને તાપથી છવાયેલો છે, એમ જાણીને હિમ્મતપૂર્વક પ્રવાસ ખેડીશ, તો હર્યો-ભર્યો માર્ગ આવતાં શાન્તિ ને વિશ્રામ, ઉત્સાહ ને આનંદ મળશે ! ܀ ૨૪૮. સંયમની પૂજારણ દે વમાં સંયમની ઊજળી ભાવનાને પ્રતિષ્ઠિત કરીને જ નારી દેવને પૂજે છે. નારીની આરતીમાં અખંડ શિખાએ જલતી જ્યોત એ સંયમનું જ પ્રતીક છે, એટલે નારી ખરી રીતે દેવની આરતી નથી ઉતારતી પણ સંયમની જ આરતી ઉતારે છે. સંયમના ચરણોમાં શ્રદ્ધાથી નમન કરતી નારીને દેવની પૂજારણ કહેવા કરતાં સંયમની પૂજારણ કહેવામાં નારીનું ઔચિત્ય અને ગૌરવ બન્ને જળવાય છે. ૨૪૯. મનની ગતિ થેળીથી ચન્દ્રલોકને સ્પર્શ કરનાર અને પગની એડીથી સાગરના તળિયાને ખૂંદનાર મા.વી કદાચ વિશ્વનાં સર્વ તત્ત્વોને સમજી શકશે, પણ એ નહિ સમજી શકે માત્ર એક પોતાના મનને ! મન તો સમજાશે ધ્યાનથી અને સમ્યગ્ જ્ઞાનથી. ૨૫૦. સંગનો રંગ ટરનું અપવિત્ર જળ ગંગાના પ્રવાહમાં ભળે તો એ ગંગાજળ કહેવાય; ૭] જ્યારે ગંગાનું પવિત્ર જળ પણ ગટરમાં ભળે તો એ ગટરનું ગંદું પાણી કહેવાય, તેમ દુર્જન, સજ્જનોમાં ભળે તો એ દુર્જન પણ ધીમે ધીમે સજ્જનમાં ખપે અને સજ્જન, દુર્જન સાથે વસે તો એ સજ્જન પણ દુર્જન કહેવાય ! સંગનો રંગ તો જુઓ ! ૬૪ * મધુસંચય Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧. અહિંસાનું માહાત્મ્ય આ હિંસામાંજેવી મુક્તિથા ભગાણના કામના સુર ભાવના આમાંથી જન્મે ! અહિંસા ઉપર આખી દુનિયાનું મંડાણ ! પ્રેમ આમાંથી જન્મે, વિશ્વવાત્સલ્ય આમાંથી જાગે અને વિશ્વકલ્યાણની ભાવના પણ આમાંથી ઉદ્ભવે ! અહિંસા એ જીવન છે, અહિંસક માનવ અભયનો આશીર્વાદ છે. ૫૨. શાન્તિનો પરિમલ અ ગરબત્તીનો સંયોગ અગ્નિ સાથે થાય તો જ એમાંથી સુવાસ ભરેલું વાતાવરણ સર્જાય, તેમ વાણીનો સંયોગ વર્તન સાથે થાય તો જ એમાંથી શાન્તિનો પરિમલ પ્રગટે ! ૨૫૩. જીવન-સત્ત્વ શે આ ત્રિમાસ તમના એમ મીઠા રસાવું ઝરણું પથરા મારનાર સાથુર થ આપે. ધૂપ સળગીનેય સુગંધ ફેલાવે. સજ્જન નિંદકનેય કરુણાભની ક્ષમા આપે. અપકાર પ્રસંગે પણ સજ્જનો જીવોને પ્રેમ સિવાય બીજું આપે પણ શું ? ܀ ૨૫૪. પ્રસન્નતા પ્ર સન્નતાથી ખીલવું એ આપણો સ્વભાવ છે, તો જ્યાં પણ જઈએ ત્યાં પ્રસન્ન રહી, આસપાસના જીવનને પ્રસન્નતામાં શાને ન ખીલવીએ ? ૨૫૫. ભાગ્યમાં શું ? દેખાતા ભવિષ્યમાં શું છુપાયું છે એની ચિંતામાં દેખાતા વર્તમાનમાં ને જે હતું તે પણ ખોઈ નાખ્યું ! જીવનસૌરભ ઃ ૬૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬. અગમ્ય વાત જે નો ક્રોધ સત્યમાંથી પ્રગટ્યો હોય, જેનો ગર્વ નમ્રતામાંથી ઉત્પન્ન થયો હોય, જેની માયા ફકીરીમાંથી જન્મી હોય અને જેનો લોભ સંતોષનો પુત્ર હોય — એવો માણસ આ રહસ્યમય સંસારને વધારે રહસ્યમય બનાવે છે. ૨૫૭. શ્રદ્ધાનું દ્વાર સુ મતિ ! તેં તારા રંગમહેલના તર્કની બારી તો ખુલ્લી રાખી છે, પણ શ્રદ્ધાનાં દ્વાર તો બિડાયેલાં છે ! તારા નિયંત્રણને માન આપી આત્મદેવ તારા દ્વારે પધાર્યા છે, પણ દ્વાર બિડાયેલાં છે, એ અંદર કઈ રીતે આવે ? સુમતિ ! ઓ સુમતિ ! જલદી શ્રદ્ધાનું દ્વાર ખોલ, નહિ તો એ બહારથી પાછા વળે છે ! ૨૫૮. ફૂલની કિંમત ર્વ કંઈ તજજે પણ આત્માના આનંદને ન તજતો. આત્માના આનંદ સખાતર સર્વસ્વનો ભોગ આપવાનો પ્રસંગ આવે તો આપજે, પણ આત્માનંદને જાળવી રાખજે; કારણ કે એ આનંદ જ જિંદગીને અમર બનાવના૨ રસાયણ છે. આત્માના આનંદને ખોનાર કદાચ જગતની સર્વ વસ્તુઓ મેળવી લે, તોપણ વાસ્તવિક દૃષ્ટિએ એણે શું મેળવ્યું કહેવાય ? ખુશ્બ ચાલી જાય, પછી ફૂલની કિંમત પણ શું ? ܀ ૨૫૯. દુરુપયોગ તાની જાતને સુધાર્યા વિના બીજાને સુધારવાની ઘેલછાથી માનવીની પો થી જો પોતાની જાતને સુધારવા માટે વપરાય, તો માણસ માણસાઈનો દીવો બને ૬૬ * મધુસંચય Page #84 -------------------------------------------------------------------------- ________________ અને એ જ્યાં જાય ત્યાં આચારનાં અજવાળાં પાથરે, તેથી શાન્તિ ને મૈત્રીની ઉષ્મા વિશ્વમાં ફેલાય. ૨૬૦. માનવ , મને જીવન વ્યવહારમાં ઉતારવો એ કઠિન કાર્ય છે ખરું, પણ એને વ જે જીવન-વ્યવહારમાં ઉતારે છે તે જ ખરો માણસાઈભર્યો માનવ. ૨૬૧. સત્ય મને પ્રભુતા મળે તો ચૈતન્યમાં બિરાજતી પ્રભુતાને પ્રેમ શાને નહિ ! ૨૬૨. વિચાર રે ગર્વ આવે ત્યારે વિચાર કરો કે તમારાથી શ્રેષ્ઠ અને ઉચ્ચ સ્થાન મેળવનારી વ્યક્તિઓ મોજૂદ છે; અને જ્યારે દીનતા આવે, ત્યારે વિચાર કરો કે તમારાથી નબળી દશા ધરાવનાર અનેક લોકો હૈયાત છે; આ વિચારથી તમારો ગર્વ ગળી જશે અને દીનતા બળી જશે. ૨૬૩. જીવનનું માપ જાને ગબડતો જોઈ, પોતે સંભાળીને ચાલે તે જ્ઞાની. પોતે એક વાર ગબડ્યા પછી બીજી વાર સંભાળીને ચાલે તે અનુભવી. પોતે વારંવાર ગબડવા છતાં ઉન્મત્ત બનીને ચાલે તે અજ્ઞાની ! ર૬૪. ઉપદેશ ણી વાર જાતે કર્તવ્ય કરવામાં નબળો માનવી, બીજાને ઉપદેશ દેવામાં ૨ સબળ બની જાય છે. જીવનસૌરભ - ૬૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫. એક પ્રશ્ન ર્મવી અધર્મ પ્રતિ-સ્વભાવમાંથી પરભાવ પ્રતિ જતા ઓ મનવા ! તને એક પ્રશ્ન પૂછું : મૈત્રી અને પ્રેમમાંથી તું વેર અને ધિક્કાર તરફ જાય છે, પણ આગળ બેઠેલા મૃત્યુમાંથી અમરત્વમાં કેમ જઈશું ? ધ ૨૬૬. સ્વર્ગ અને નરક આ એને બદલે આપણા પણે સ્વર્ગ અને નરકમાં, આકાશ અને પાતાળમાં માનીએ છીએ, અંતઃકરણમાં જ આપણા મનમાં જ સ્વર્ગ અને નરકને જોઈએ તો શું ખોટું ? અંત:કરણમાં પ્રેમભર્યો સવિચાર હોય ત્યારે આપણે સ્વર્ગના સુખમાં નથી હોતા ? તેવી જ રીતે મનમાં કડવાશભર્યો વૈરભાવ હોય ત્યારે નરકની બેચેની નથી ભોગવતા ? કારણ કે અંતઃકરણ પર લાગેલો સદ્ કે અસદ્ વિચારોનો પટ જ અંતે માનવી માટે સ્વર્ગ અને નરક સર્જે છે. ૨૬૭. સ્પર્શ દિરનાં ખરબચડાં પગથિયાં પણ પ્રવાસીઓના સતત પગસ્પર્શથી સુંવાળાં મેં કાપા પડી જાય છે, આરસના પથ્થરમાંથી શિલ્પીના ટાંકણાથી સુંદર મૂર્તિ બની જાય છે, તો શું સજ્જનના હૃદયસ્પર્શી સૂર સંગીતથી પાપી પુણ્યશાળી ન થાય ? - ܀ ૨૬૮. એકાન્તનો ભય હાં, હવે સમજાયું, તમે એકાન્તથી કેમ ડરો છો ? કારણ કે એકાન્તમાં તમારાં પાપો તમને યાદ આવે છે, અને એ યાદ આવતાં તમે ધ્રૂજી ઊઠો છો, એટલે એ પાપોને ભૂલવા તો કોલાહલમાં ભળો છો અને એનો અવાજ ન સાંભળવા માટે તમે આત્મશ્લાધાની નકામી વાતોનાં ઢોલ વગાડ્યા કરો છો ! ઠીક છે, આત્માના અવાજને રૂંધવા માટે આ માર્ગ સારો શોધ્યો છે ! ૬૮ * મધુસંચય Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯. અમરતાનું ગાન રે જાઉં છું – આમંત્રણ આવ્યું છે, એટલે જાઉં છું. 3 જનમ જનમના મારા જૂના સાથીઓનું જ્યોતિના સ્મિતમાં સંકેત કરતું નિમંત્રણ વાંચ્યા પછી વિલંબ કરવા હૈયું ના પાડે છે – હૃદયને મૂકીને હું અહીં કેમ રહી શકે ? – તો મારા મિત્રો ! મારા ગમન – કાળે મંજુલ ગીત-ધ્વનિ કરજો, હર્ષથી નાચજો, પ્રેમનું જળ સિંચજો, મધુર કંઠે અમરતાનું ગાન લલકારજો, અને આનંદની શરણાઈ વગડાવજો. મારું ગમન પ્રસન્નતાભર્યું છે. મારી ચેતના પુણ્યકાર્યોથી પૂર્ણ છે. મારો માર્ગ મંગળમય છે. લોકોએ પોતાની અજ્ઞાનતાથી એ માર્ગને ભલે અમંગળ કમ્યો હોય, પણ વાસ્તવિક રીતે એ અમંગળ નથી. એ જીર્ણને ખંખેરીને તાજગી લાવનાર મહામંગળ છે. ર૭૦. અર્પણ વ ! હું નિર્ધન છું. મંદિર બંધાવી શકું એવી મારી શક્તિ નથી, મારા 0 અકિંચનના હૃદયમંદિરમાં આપ નહિ પધારો ? કરુણાસાગર ! આ પ્રદેશમાં પવિત્ર જળ તો ક્યાંય છે નહિ, અને જે છે તે લોકેષણાના વેગથી ડહોળું થઈ ગયું છે, તો ધ્યાનના સરોવરમાં સ્નાન કરીને આપના નિકટમાં આવ્યો છું, તો હું નિર્મળ નહિ ગણાઉં ? આનંદસાગર ! કુસુમ તો ઉપવનમાં મળે, હું તો આજે રણમાં વસું છું. ભાવનાનું કુસુમ લઈને આવ્યો છું, તો મારી આ પુષ્પપૂજાને આપ માન્ય નહિ કરો ? અશરણના શરણ ! નૈવેદ્ય અકિંચન પાસે ક્યાંથી હોય ? મારા જીવનના નૈવેદ્યને આપના પુનિત ચરણકમલોમાં ધરું છું. પ્રેમથી એને નહિ નિહાળો ? ર૭૧. પ્રસન્ન મન ટલાક કહે છે : મયૂરનું નૃત્ય, શરદ પૂનમની ચાંદની રાત, સરિતાનો કિનારો, લીલી વનરાજી, હિમગિરિનાં ઉન્નત શિખરો, કોયલનો ટહુકો, જીવનસૌરભ * ૬૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ ખીલતી ઉષાનું સોહામણું પ્રભાત, બાળકનું નિર્દોષ હાસ્ય, તાજું ગુલાબનું ફૂલ – આ બધાં માનવીને આહ્લાદ આપે છે; પણ અનુભવ કહે છે કે આ વાત અર્ધ સત્ય છે. મન જો પ્રસન્ન ન હોય તો આ બધી સુંદર વસ્તુઓ જેટલો શોક આપે છે, એટલો શોક આપવા સંસારની કદરૂપી વસ્તુઓ પણ અસમર્થ હોય છે ! ܀ ૨૭૨. હાનિ કોને ? દર વસ્તુઓને વિકારી દૃષ્ટિએ જોવાથી સુંદર વસ્તુઓ અસુંદર નહિ થાય; પણ તમારાં નયનો અને તમારું માનસ તો જરૂર અસુંદર થશે ! સુંદરતા કરતાં તને પોતાને હાનિ વિશેષ છે, નિર્મળતાને ખોઈ બેઠેલાં નયનો નિર્બળતા સિવાય શું મેળવે છે ? સું ܀ ૨૭૩. વિકાસ મળને પાણીની ઉપર આવવા માટે કીચડનો સંગ છોડવો જ પડે, તેમ કે મોક્ષ પામવાની ઇચ્છાવાળા સાધકને પણ મોહના કીચડમાંથી બહાર નીકળવું જ રહ્યું. મોહમાં મગ્ન રહેવું ને વિકાસ સાધવો એ બે એક સાથે કેમ બને ? ܀ ૨૭૪. અન્વેષણ જનો પરાજય એ આવતી કાલના જાય, જો પરાજયનાં કારણોનું શાન્તિ કરવામાં આવે તો ! આ ܀ ૨૭૫. વિદ્યા વેક અને વિનયયુક્ત કેળવણી એ સાચી વિદ્યા છે. આ વિદ્યા આત્મજ્ઞાનનું ત્રીજું લોચન છે. કેટલીય સૂક્ષ્મ વસ્તુઓ જે આપણી આંખ જોઈ ન શકે, તેની ઝાંખી આ જ્ઞાનલોચન કરાવે છે. વિ વિજયનું સીમાચિહ્ન બની અને સમજપૂર્વક અન્વેષણ ܀ ૭૦ * મધુસંચય Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬. સૂક્ષ્મ અને સ્થૂળ S: ખીની પાંખની જેમ માણસનાં પણ બે પાસાં છે. પંખી બે પાંખો વડે અનંત આકાશમાં ઊડી શકે છે, તેમ માણસ પણ આ પાસાં વડે સ્વતંત્રતાથી જીવી શકે. માનવીનાં આ બે પાસાં એટલે કે સૂક્ષ્મ જીવન અને બીજું સ્થૂલ જીવન. અંતરમાં ઉત્પન્ન થતા વિચારો એ સૂક્ષ્મ જીવન અને એ વિચારોનું જે મૂર્તિકાર્ય તે સ્થૂલ જીવન ! હવે વિચાર-જીવન સડેલું હોય તો કાર્યજીવન સારું ક્યાંથી થાય ? એટલે જ જીવનદ્રષ્ટાઓ આ બે પાસાં વચ્ચે સંવાદ સર્જવા વારંવાર ભલામણ કરે છે. ૨૭૭. પુરુષાર્થ _) ત્મા માટે સાધનો છે, સાધનો માટે આત્મા નથી જ. જે સાધનો 0 આત્મવિકાસમાં બંધનકારક હોય તેને હિંમતપૂર્વક ફગાવવાં એનું જ નામ વીર્યવાન પુરુષાર્થ ! ૨૭૮. ઊર્ધ્વગામી | મન્ત આગળ શ્વાન-વૃત્તિ અને ગરીબ આગળ વરુની વૃત્તિ ધારણ કરી જે બોલવું, એ માનવની ભાષા નથી. ભાષા સમાન હોવી ઘટે. આત્મા બંનેમાં છે, જે શ્રીમંત છે, તેવો જ ગરીબમાં પણ. બોલનારે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે એની ભાષા ક્ષોભવિહોણી અને સ્પષ્ટ હોવી ઘટે, જેમાંથી આત્મ-સ્વાતંત્ર્યનો પ્રકાશ વાક્ય વાક્ય ઝળકવો જોઈએ, જે સ્વપ્રતિભામાંથી સર્જાયેલો હોય ! આ જ માનવીની ભાષા છે અને વિવેકથી બોલવાની રીત પણ આ છે. ૨૭૯. ક્રોધ A ળગતા પહેલાં દીવાસળી પોતાના જ મોંને બાળીને કાળું કરે છે તેમ જકોધી પોતાને બાળીને, પોતાને દુઃખી કરીને જ બીજાને દુઃખી કરે છે. જીવનસૌરભ * ૭૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦. વિવેક આ પણ ના આ સ્થિતિમાં શું ભેગું કરવું અને શું છોડવું, એનો ભેદ-વિચાર કરવો એનું જ નામ વિવેક હીં ભેગી કરેલી પૌદ્ગલિક વસ્તુઓ પરલોકમાં સાથે આવવાની નથી, ૨૮૧. ઈચ્છા-શક્તિ અજ્ઞાનીની છે “કોઈ મને પોતાની અસાધારણ : આ વિરાટ શક્તિથી અથવા કોઈ અલૌકિક ચમત્કારથી મુક્તિના દ્વારમાં પ્રવેશ કરાવશે !” મોક્ષ મેળવવાની ભાવના હોય તો આ વચન હૃદયમાં લખી લેજો : મોક્ષ મેળવવા માટે આત્માની બળવાન ઇચ્છા-શક્તિ પ્રગટ્યા વિના મોક્ષ અપાવનાર સંસારભરમાં કોઈ સમર્થ છે જ નહિ ! ૨૮૨. સહનશીલતા ત મારાં દુ:ખો કેટલાં છ ? એ હું તમને નહિ પૂછું. હું તો પૂછીશ કે તમારી સહનશીલતા કેટલી છે ! એ દુઃખોનો સામનો કરવાની તમારામાં શક્તિ કેટલી છે ? કારણ કે સહનશીલતાના સૂર્ય આગળ દુ:ખનો અંધકાર દીર્ઘકાળ નહિ ટકી શકે ! ૨૮૩. કાવ્ય વન એ જ એક મહાકાવ્ય છે. એનું આલેખન અદૃશ્ય અને ગાન મૌન છે. આપણે એને આલેખી તો નથી શકતા, પણ વાંચીયે નથી શકતા, કારણ કે આપણી પાસે સહૃદયતાભરી દૃષ્ટિ નથી. શાંતિ અને આનંદ તો જ મળે જો સહ્રદયતાભરી પ્રેમદૃષ્ટિથી વિશ્વના જીવનનું વાંચન થાય ! ૭૨ મધુસંચય Page #90 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪. મૂળથી જાય ધેલા નખ જો યથાસમયે ન કાપીએ તો એ ખરાબ લાગે, એમાં મેલ વ ભરાય અને રોગની વૃદ્ધિ કરે, તેમ વધેલી સંપત્તિ પણ યોગ્ય સમયે ન વપરાય તો માણસને વિકૃત કરે, મલિનતા આણે ને રોગ-શોકનું કારણ બને. વળી કો'ક વાર જેમ ઠેસ વાગતાં, ન કાપેલો અને ખૂબ વધેલો નખ, આખો ને આખો ઊખડી જાય છે, તેમ પૈસાને ન વા૫૨નાર પણ કો'ક વાર સમૂળગું ધન ખોઈ બેસે છે અને શોક રહી જાય છે. ܀ ૨૮૫. મહત્તા વનની મહત્તાને રાજમહેલ કે શ્રીમંતના રંગમહેલમાં નહિ, પણ નિર્જન સ્મશાનમાં વેરાયેલી કોઈ ત્યાગી અનામી આત્માની રાખની ઢગલીમાં શોધજો. ૨૮૬, વિચાર અને કાર્ય ડના એક બીજમાં એક મહાવડ છુપાયેલો છે, અને એક બીજમાં વળી Q અનેક બીજ છુપાયેલાં છે, તેમ માણસના એક નાનામાં નાના વિચારમાં પણ એક મહાકાર્ય છુપાયેલું છે, અને એ એક વિચારમાં વળી અનેક વિચાર પોઢેલા છે. આ દૃષ્ટિએ વિચારનું એક આંદોલન એક કાર્યને જન્મ આપે છે અને એક કાર્ય વિશ્વમાં અનેક કાર્યોને જન્માવે છે તળાવમાં નાખેલી કાંકરી જેમ કુંડાળાને ઉત્પન્ન કરે છે તેમ ! ૨૮૭. જીવનનો જાણનારો વન અંગે કંઈ પણ ન જાણવા છતાં ‘બધું જાણું છું' એમ માનનારા જીવનના અજાણ ઘણા છે, પણ જીવન અંગે ઘણું ઘણું જાણવા છતાં મૌનમાં જીવનારા જીવનના જાણકાર તો સાવ વિરલ છે. જીવનસૌરભ * ૭૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮. પ્રેમ અને વાસના મને પ્રેમ અને વાસના વચ્ચેનું અંતર પૂછે છે, તો આટલું નોંધી લે : પ્રેમ નિ:સ્વાર્થ હોય છે, વાસના સ્વાર્થપૂર્ણ હોય છે; પ્રેમ નિરપેક્ષ હોય છે, વાસના સાપેક્ષ હોય છે; પ્રેમ પ્રકાશ ઝંખે છે, વાસના અંધકાર ચાહે છે; પ્રેમ પાસે જનનીની આંખ હોય છે, વાસનાને ગીધની આંખ હોય છે; પ્રેમ વિશાળતાને સત્કારે છે; વાસના સંકુચિતતાને આવકારે છે; પ્રેમ ગતિ આપે છે, વાસના ગતિ અવરોધે છે; પ્રેમમાં ત્યાગ હોય છે, વાસનામાં લોલુપતા હોય છે. ૨૮૯. સંતોષી એ હાલયને સુંદર કહેનારને લોભી ન માનતા; પડાને સરસ કહેનારને સંતોષી ન ધારતા. સંતોષી તો તે છે જે મહાલય અને ઝૂંપડામાં આસક્ત ન થતાં જે મળે તેમાં સંતોષને શ્રેષ્ઠ માની જીવે અને અસંતોષને કનિષ્ઠ માની ત્યજે. ૨૯૦. શ્રદ્ધા ત્મશ્રદ્ધા, એ સૌથી મોટું બળ છે. પરિશ્રમનું વૃક્ષ ત્યારે જ ફળ આપે છે, જ્યારે એમાં આત્મશ્રદ્ધાનું જળ સિંચાય છે. ૨૯૧. કાળની શક્તિ હતિહાસ કહે છે કે અપકૃત્યોને સદા ઢાંકી રાખે એવો પડદો વણનાર ૦ વણકર, હજી સુધી તો વિશ્વને લાધ્યો નથી, સ્થાન અને કાળ એવાં વિલક્ષણ છે કે, જગતના કુશળમાં કુશળ વણકરના પડદાને ચીરીને પણ વહેલું મોડું એ પાપનું દર્શન કરાવે છે ! ૭૪ * મધુસંચય Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨. પ્રેમપૂર્ણ સહિષ્ણુતા કે ને ટીકાથી કદી સંસાર ચાલતો નથી. સંસારને મીઠો અને સુંદર બનાવવો હોય તો જીવનમાં પ્રેમ-પૂર્ણ સહિષ્ણુતાનું સ્વાગત કરીએ ! ૨૯૩. સંતોષ Sા પ્રાટ અકબર જે વિલાસનાં સાધનો મેળવી શક્યો, એનાથી અનેકગણાં જ વિલાસનાં સાધનો આજના વિજ્ઞાન યુગનો એક સાધારણ નાગરિક મેળવી શકે છે; પણ સુખ અને શાન્તિ કોઈ યુગમાં કે માત્ર સાધનોમાં જ નહિ, પણ માણસની સમજ અને સંતોષમાં છે. ૨૯૪. પરિગ્રહ-પરિમાણ ણે જીવનમાં પરિગ્રહ-પરિમાણ વ્રત અપનાવ્યું છે, તેને જ જીવનમાં 0 સુખ ને શાંતિ વસે છે. પરિગ્રહ પરિમાણ એટલે જરૂરિયાત અને સંગ્રહવૃત્તિની મર્યાદા ! આવી મર્યાદા બાંધનાર પોતાનું જીવન સુખી કરે છે અને એના સમાગમમાં આવનાર અન્યને પણ એના તરફથી અસુખ થતું નથી. ૨૫. ધર્મ-શિખર ર્મના શિખરે પહોંચવા અહિંસા, સંયમ, તપ અને સેવાનાં પગથિયે ચડતાં શીખવું પડશે, ત્યારે જ ધર્મના શિખર પહોંચી શકાશે. ૨૯૬. તક | મારા દિલમાં સચ્ચાઈ હોય અને કાર્યમાં આત્મવિશ્વાસ હોય તો તકની વાટ જોઈને નિષ્ક્રિય બેસી રહેશો નહિ; તક આવવાની નથી પણ તમારે ઊભી કરવાની છે. તમારા મનમાં પ્રમાણિકતા હશે તો નબળી તક પણ બળવાન બની જશે. જીવનસૌરભ * ૭૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ તકની રાહ જોઈને બેસી રહેતા કેટલાય નિષ્ક્રિય માણસો કાંઈ પણ સર્જન કર્યા વિના, જગતમાંથી રડતા રડતા ચાલ્યા ગયા. પુરુષાર્થી તો તે છે, કે જે જીવનની દરેક પળને મહામૂલી સમજી – અપૂર્વ તક સમજી – કાર્ય કર્યે જ જાય છે. એવા જ માણસો મરણને હસતા હસતા ભેટે છે. ર૯૭. સંકલ્પ આત્મદેવ ! આજના મંગળ પ્રભાતે, હું ઇચ્છું કે : કોઈનાય સૌંદર્ય પર કુદૃષ્ટિ કરવાનો પ્રસંગ આવે તો હું અંધ હોઉં, કોઈની નિંદા સાંભળવાનો સમય આવે તો હું બહેરો હોઉં, કોઈના અવગુણ ગાવાનો સમય આવે તો હું મૂંગો હોઉં, કોઈનું દ્રવ્ય હરવાની વેળા આવે તો હું હસ્તહીન હોઉં. ૨૯૮. ભેદ જ્ઞાન છે ત્મા અને પરમાત્મા વચ્ચે સ્વરૂપની દૃષ્ટિએ કશો ભેદ નથી. જેમ ' ખાણનું સોનું અને બજારનું સોનું, સોના રૂપે તો એક જ હોય છે. તફાવત એટલો જ કે બજારનું સોનું શુદ્ધ હોય છે અને ખાણનું સોનું અશુદ્ધ હોય છે. પરમાત્મા કર્મથી અલિપ્ત છે અને આપણે કર્મથી લિપ્ત છીએ. પરમાત્માની આજ્ઞારૂપ અગ્નિમાં આપણી જાતને શુદ્ધ કરીએ અને કર્મમળથી મુક્ત થઈ આત્માપરમાત્માનો ભેદ મિટાવી પરમાત્માનો પરમ આનંદ માણીએ. ૨૯૯. પુરુષાર્થ તકાળના પુરુષાર્થમાંથી વર્તમાનકાળનું પ્રારબ્ધ સર્જાય છે, તેમ કે વર્તમાનકાળના પુરુષાર્થમાંથી ભવિષ્યકાળનું પ્રારબ્ધ સર્જાશે, માટે જીવનવિકાસના સાધકે પ્રારબ્ધની નબળી વાતો છોડી, આત્મવિશ્વાસપૂર્વક સચ્ચાઈથી વર્તમાનના સર્જનમાં અવિશ્રાન્તપણે લાગી જવું જોઈએ. ૭૬ - મધુસંચય Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦પ્રતિભા થ, તિભા એટલે પરાજયને વિજયમાં ફેરવનાર આત્માની શ્રદ્ધાભરી શક્તિ આવી પ્રતિભાવાળો માનવ પરાજયના અંધારામાં પણ વિજયનું પ્રભાત જુએ છે. ૩૦૧. સાધન ધના અગ્નિને શાંત કરવા સમતાનો ઉપયોગ કરો. માનના પર્વતને ભેદવા નમ્રતાનો સહારો લો. માયાની ઝાડીને કાપવા સરળતાનું સાધન વાપરો. લોભનો ખાડો પૂરવા સંતોષની સમજ લો. ૩૦૨. જ્ઞાન પ્રકાશ છે ત્યાં અંધકારને સ્થાન નથી અને જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ ન સંભવે. તેમ જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં વેર અને વાસનાને સ્થાન નથી, ને જ્યાં વાસના અને વેર છે ત્યાં આત્મજ્ઞાન ન સંભવે ! જ્યાં = = ૩૦૩. કૃત્રિમતા મે બહારથી સુંદર ને ભલા દેખાવાના કેટલા બધા પ્રયત્ન કરો છો ? પણ અંદર તમારું મન બેડોળ અને મલિન હોય તો બહારનો કૃત્રિમ દેખાવ અંતે શું કામ લાગશે ? જગતને કદાચ છેતરી શકશો, જગતની આંખમાં ધૂળ નાખી શકશો, પણ સદા જાગ્રત રહેતા તમારા જીવનસાથી આત્મદેવને કેમ કરી છેતરી શકશો ? એની આંખમાં ધૂળ કેવી રીતે નાંખશો ? આત્મદેવ આગળ તો તમે નિરાવરણ થઈ જવાના છો; તે વખતે જીવન ધૂળ થશે તેનું શું ? જીવનસૌરભ ૭૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪. ઉચ્ચ ધ્યેય નવી પાસે જીવનનું કોઈ ધ્યેય ન હોય ત્યારે તે પોતાનો સમય જાય વિતાવવા જીવન વિલાસમાં ખર્ચે છે અને એ વિલાસી જીવનના અતિરેકથી માનવી અંદરથી ધીરે ધીરે ખવાતો જાય છે અને વ્યસનોથી ઘેરાતો જાય છે. આ રીતે પતનનો પ્રારંભ સુંદર દેખાતા વિલાસથી થાય છે. ૩૦૫. સૌંદર્ય ન્દ્રિયો દ્વારા અનુભવાય એ સૌંદર્ય નહિ, પણ વાસનાનું બાહ્ય રૂપ ૦ છે. સૌંદર્ય તો પોઢે છે શાન્ત માનવીના પ્રશાન્ત હૈયામાં, જે ચિત્તની શાન્તા અને મનની પ્રસન્ન અવસ્થામાં અવલોકી શકાય અને અનુભવી શકાય ! ૩૦૬. કર્મ ટર્મ બે પ્રકારનાં હોય છે : અધમ ને ઉત્તમ. ફળની ઇચ્છાથી કરેલું કર્મ અધમ ગણાય અને ફળની આકાંક્ષા-ઇચ્છા રાખ્યા વિના પ્રસન્નતાથી કરેલું કર્મ ઉત્તમ ગણાય. ૩૦૭. લાયકાત ડું ચિંતન, નિર્મળ ચારિત્ર, તીવ્ર ઇચ્છાશક્તિ, પ્રબળ પુરુષાર્થ અને છા આત્મવિશ્વાસથી માનવી વિશ્વના કોઈ પણ પ્રદેશમાં સફળતા મેળવી શકે છે. ૩૮. અસ્વચ્છ મન તનના વારિથી મનને હંમેશાં સ્નાન કરાવતા રહીએ. દાંત, મુખ અને શરીર વગેરે જેમ સ્વચ્છ રાખીએ છીએ તેમ મનને સ્વચ્છ રાખવા પણ સજાગ રહીએ. અસ્વચ્છ શરીર જેટલું ભયંકર નથી એથી વધુ ભયંકર અને દુ:ખદાયક તો છે અસ્વચ્છ મન ! ૭૮ - મધુસંચય Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯. પરિણામની સમજ એ ટા ભાગે પાપની ભયંકરતા પાપકાર્યમાં પડતા માનવીને બચાવે છે. પાપના પરિણામની સમજ વિના નથી તો થતું પુનિત માર્ગે પ્રયાણ કે નથી અટકતું પાપના માર્ગનું ગમન ! : ૩૧૦. માર્ગસૂચક અ માવસ્યાની અંધારી રાતમાં એકલા અને અટૂલા પથિકને આશ્વાસન હોય તો તે માત્ર આકાશના તારલા છે, તેમ સંસારરૂપ આકાશમાં જ્યારે ચારે બાજુ અજ્ઞાનનું અંધારું છવાયું હોય ત્યારે જીવનસાધકને પથપ્રદર્શક હોય તો પોતાનો આત્મવિશ્વાસ અને મહાવીરના અંતરમાંથી આવતા અનુભવ વચનરૂપ ચમકતા તારલા જ છે. ૩૧૧. સમય ભાતે રોજ આટલું વિચારો : આખા દિવસના કેટલા કલાક ખાવામાં, આ ધંધામાં, ધમાલમાં અને નિદ્રામાં જાય છે અને સદ્કાર્ય, સદ્દવિચાર, સેવા અને ચિંતનમાં કેટલા કલાક જાય છે ? ૩૧૨. ધન ને મન એ સો વધવાથી મન સ્થિર બને છે ને ઓછા પૈસાથી મન અસ્થિર બને જ છે, એમ કહેનારા ધનને સમજે છે પણ મનને નથી સમજતા. સંતોષ ન આવે તો જગતની સંપત્તિ એને ત્યાં ઠલવાઈ જાય તો પણ મન સ્થિર બનતું નથી અને સંતોષ આવી જાય તો સંપત્તિ કદાચ ચાલી જાય તો પણ મન નીચે નથી જતું. મન અને ધનનો ભેદ ગંભીરતાપૂર્વક સમજવા જેવો છે. જીવનસૌરભ = ૭૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩, બાલ-માનસ લ-માનસ એ તો અરીસા જેવું છે. એના પર વડીલોના સદ્ કે અસદ્ વિચાર-વાણી-વર્તનનું પ્રતિબિંબ પડવાનું જ. માતા-પિતા બનતા પહેલાં જીવનને આદર્શ બનાવી લેવું જોઈએ. એમ ન કરનાર ગુનો કરે છે. બા ૩૧૪. શાન્તિ માટે યુદ્ધ ! ગતના મુત્સદ્દીઓ પોતાના રક્ષણ માટે માનવધર્મના નામની ટહેલ નાંખે જ છે અને એ જ માનવધર્મના નામે વિશ્વમાં વિકરાળ ને હિંસક યુદ્ધ ખેલે છે. ઘણી વાર માનવ-ધર્મની વાતો ડાકલા જેવી બની જાય છે. એ બન્ને બાજુ વાગે છે. એમાંથી બન્ને ધ્વનિ નીકળે છે : અહિંસા ને હિંસાનો ! જેવો વાડનાર તેવો પડઘો. એ જ રક્ષક અને એ જ ભક્ષક ! આ જ માનવતાનું તાંડવ ! ܀ ૩૧૫. પાપબીજ રતીના પેટાળમાં છુપાયેલું બીજ ચોગાનમાં વૃક્ષ બનીને પ્રગટે છે, તેમ ભૂગર્ભમાં કરેલાં છાનાં પાપ પણ જગતના ચોગાનમાં વિવિધ રૂપે દેખાય છે. પાપ કરતી વખતે જ એની સજાનાં બી વવાઈ જતાં હોય છે અને એક પાપ બીજા મહાપાપ માટેનો દરવાજો બને છે. ૩૧૬. આત્મનાદ એક છું, અખંડ છું, અજ્ઞાન સ્વરૂપ છું, શક્તિશાળી છું, મારો આત્મા શક્તિઓનો સ્રોત છે : ધ્યાનમાં આવું આત્મજ્ઞાન જ્યારે જાગ્રત થશે અને ઊંડાણમાંથી આત્મનાદ આવશે તો મનની ભીરુતા કેમ ટકશે ! ૮૦ * મધુસંચય Page #98 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭. સામાજિક મૂલ્ય ૯ નિયા તો દોરંગી છે. તારા મોઢે ઘડીકમાં તને સારો કહેશે ને પછી ઉખરાબ પણ કહેશે. દુનિયા સારી કે ખરાબ કહે તે પ્રસંગે તું તારા જીવનનો અભ્યાસ કરજે. તું શું છે ? ખરાબ હો તો સુધરવું અને સારો હો તો મૌન રાખવું ! કારણ કે દુનિયાના શબ્દો કરતાં આત્માના શબ્દો વધુ કીમતી છે ! ૩૧૮. ઝંખના પણો વિજય આમાં છે : ભવ્ય ભૂતકાળની વિખરાઈ ગયેલી શક્તિઓના સંચયમાં અને ભાવિની નવલી શક્તિઓના સર્જનમાં. ૩૧૯. મનો ધર્મ મારું મન જ સ્વર્ગ છે અને મન જ નરક છે. સુંદર વિચારોના પ્રકાશથી વિકસેલું મન સ્વર્ગનો આનંદ આપે છે, ખરાબ વિચારોના અંધકારથી કરમાએલું પન નરકની યાતના ઉત્પન્ન કરે છે; આમ મન જ હર્ષ ને શોકનું જનક છે. ૩૨૦. કાયર છે તે હૈયાથી ન માનતો હોય છતાં ગુરુ, ગચ્છ કે વાડાના આગ્રહ ખાતર અસત્યને સ્વીકારનાર એ સાધુ નહિ, માણસ પણ નહિ, ભીરુ પણ નહિ, પરંતુ કાયરમાં પણ કાયર ! ૩૨૧. નવનીત વનીત તો છુપાયું છે સમાધિપૂર્ણ મૌનમાં, વાતોમાં તો મોટા ભાગે ખાટી છાશ જ મળશે. જીવનસૌરભ * ૮૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨. ક્રોધ ટો ધના કડવા પરિણામને જાણ્યા વિના ઘણા અલ્પજ્ઞ આત્માઓ, માત્ર માન-પાન મેળવવા માટે અંતરમાં ક્રોધ ગોપવીને બાહ્ય સમતાનો આંચળો ઓઢે છે; પણ અવસરે તે ગોપવેલો ક્રોધ પોતાની વિકૃતિ બતાવ્યા વિના રહેતો નથી. ક્રોધને છુપાવો નહિ, એનાં કારણ સમજો. આપણી અપેક્ષાઓ જ ક્રોધનું મૂળ છે. ૩૨૩. વિજય-માર્ગ 6 પદેશકના આચરણના ઊંડાણમાંથી જન્મેલ વચન જ હૃદયને સ્પર્શી જ જાય છે. શ્રોતાના હૃદયના ઊંડાણમાં સૂક્ષ્મ પણ આત્મવિકાસની ઝંખનાનું બીજ હોય તો સમય જતાં તે શ્રોતા-વક્તાના મિલનથી કલ્પવૃક્ષ બની જાય છે. ૩૨૪. આરસી S, ગરિકો નૈતિક રીતે નિર્બળ અને અપ્રમાણિક હોય ત્યારે સરકારે જ "અનૈતિક-પ્રમાણિક બનવું જોઈએ એમ એકપક્ષી કહેવું અર્ધ સત્ય છે. માનવીનું મુખ કદરૂપું હોય ત્યારે અરીસાના પ્રતિબિમ્બ જ સુંદર બનવું જોઈએ એના જેવી આ વાત છે. ૩૨૫. હક્ક નહિ, યોગ્યતા સ્વાશે. જેમાં તંત્ર્ય એ જન્મસિદ્ધ હક્ક નથી, પણ યોગ્યતાથી પ્રાપ્ત થયેલો - સાધુ અધિકાર છે. સ્વાતંત્ર્ય એ જો જન્મસિદ્ધ હક્ક હોય તો બાળકને મતસ્વાતંત્ર્ય, વ્યભિચારીને આચાર-સ્વાતંત્ર્ય, મૂર્ખને વિચાર-સ્વાતંત્ર્ય, કજિયાખોરને વાણી-સ્વાતંત્ર્ય અને જન્માંધને પરિભ્રમણ-સ્વાતંત્ર્ય મળવું જોઈએ અને એ મળે તો તેનું કેવું ભયંકર પરિણામ આવે ? એટલે જ જીવન-દ્રષ્ટાઓ કહે છે : હક્ક નહિ, પણ યોગ્યતા વિકસાવો. ૮૨ * મધુસંચય Page #100 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬. ક્ષણ માદી માણસને ક્ષણ-કલાક-દિવસ-માસ-વર્ષ કે જિંદગીની પણ કિંમત નથી. અપ્રમત્તને તો એક ક્ષણ પણ સોનાનો કણ લાગે, કારણ કે સોનાને પ્રાપ્ત કરાવનાર અંતે તો ક્ષણ જ છે ને ? ૩૨૭. મૂર્ખ ખે તો તે જ છે, જે પોતાના આત્માને છેતરતી વખતે એમ માને છે કે હું જગતને છેતરું છું. ૩૨૮. દર્શન મને કેવું જડ થઈ ગયું છે ! આરસની મૂર્તિમાં ભગવાન છે, એમ એ માને છે. જીવતા માણસમાં ભગવાન છે તે તેને દેખાતા નથી ! ૩૨૯. સાધના બા મની સાધના કરતાં વિચારવું કે મૃત્યુ જન્મ સાથે જડેલું છે. પણ હું તો - અત્યારે જીવંત છું. આજનો દિવસ મારો છે. તો સાધના એકચિત્તે કરી શકાશે. વિદ્યાનો અભ્યાસ કરતાં ચિંતવવું કે મૃત્યુની પેલી પાર પણ જીવન છે. હું જીવન છું, હું અમૃત છું, હું અભય છું. મારા સ્વભાવમાં રમવાની આ અપૂર્વ પળ છે – જીવન સાતત્યની આ સમજથી તો અભ્યાસ નિર્ભયતાથી કરી શકાશે. 33૦, ઠગાતો ઠગ , ઘડીએ માનવી અન્યને ઠગતો હોય છે, તે જ ઘડીએ તેની ઠગાઈ, ઠગનારને નીચે લઈ જતી હોય છે ! ઠગનાર ઠગીને આનંદિત બને છે, જીવનસૌરભ = ૮૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ ત્યારે ઠગાઈ તેને નીચે પછાડતી હોય છે. અંતે ઠગનાર જ ઠગાય છે. ૩૩૧. પુનિત આંસુ એ તને ક્યારે કહ્યું હતું કે આંસુ આપીશ નહિ ! મેં તો એટલું જ કહ્યું " હતું કે દંભનાં, ક્રોધનાં કે શોકનાં અપવિત્ર આંસુ આપીશ નહિ. આપે તો પ્રેમનાં, કરુણાના કે સહાનુભૂતિનાં પુનિત આંસુ આપજે ! ૩૩૨. ફલેચ્છા જના લોકમાનસમાં એક એવી માન્યતા પ્રવર્તે છે; કોઈ પણ કાર્યનું ફળ તરત મળવું જોઈએ. આને કારણે માણસની નજર ફળ તરફ જાય છે, પણ કાર્યની નક્કરતા વિસરાઈ જાય છે; પરિણામે નક્કર કાર્ય પણ થતું નથી, ને ચિરંજીવ ફળ પણ મળતું નથી. ૩૩૩. પ્રાયશ્ચિત્ત લ થવી એ સ્વાભાવિક છે, પણ થયેલી ભૂલને પશ્ચાત્તાપનાં આંસુથી ધોઈ ન નાંખવી એ જ અસ્વાભાવિક છે. 33૪, પાગલ ક પાગલે મને કહ્યું : આ જગત કેવું પાગલ છે ! હું જે કહું છું તે કોઈ સાંભળતું નથી અને હું કરું છું તેમ કરતું પણ નથી. પાગલનું આ વાક્ય સાંભળ્યું ત્યારે મને લાગ્યું કે ઘણા માણસો પોતાની જાત સિવાય બીજાને પાગલ માનતા હોય છે. “અક્કલમાં અધૂરો નહિ, અને પૈસામાં કોઈ પૂરો નહિ.” તો પછી આ જગતને પાગલ કહેનાર ખરો ડાહ્યો – કે પાગલને પાગલ કહેનાર જગત ખરું ડાહ્યું ! ૮૪ મધુસંચય Page #102 -------------------------------------------------------------------------- ________________ - ---- --- ------- te પ્રતિબિંબ -- ع . ع ع ع ع ع ع ع ع . డి Page #103 -------------------------------------------------------------------------- ________________ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫. કાળની શક્તિ અપકૃત્યોને સદા ઢાંકી રાખે એવો પડદો વણનાર વણકર હજુ સુધી તો વિશ્વને લાધ્યો નથી એમ ઇતિહાસ કહે છે. સ્થાન અને કાળની શક્તિ એવી વિશિષ્ટ છે કે, જગતના કુશળમાં કુશળ વણકરના પડદાને ચીરીને પણ એ પાપનું દર્શન કરાવે છે. ૩૩૬. જીવનનું માપ બીજાને ગબડતો જોઈ પોતે સંભાળીને ચાલે તે જ્ઞાની. પોતે એકવાર ગબડ્યા પછી બીજી વાર સંભાળીને ચાલે તે અનુભવી. પોતે વારંવાર ગબડ્યા છતાં 2 ઉન્મત્ત બનીને ચાલે તે અજ્ઞાની. પ્રતિબિંબ * ૮૭ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭. અન્વેષણ આજનો પરાજય એ આવતી કાલના વિજયનું ઉષાકિરણ બની જાય, જો પરાજયનાં કારણોનું ગંભીરપણે અન્વેષણ કરવામાં આવે તો ! ૩૩૮. પશુ અને માનવ પશુ અને માનવમાં માત્ર એટલો જ ફરક છે. દંડના ભયથી પ્રેરિત થઈને કાર્ય કરે તે પશુ અને કર્તવ્યની પ્રેરણાથી પ્રેરિત થઈને કામ કરે તે માનવ. ૩૩૯. રેતી કે મોતી ? પ્રભાતે રોજ આટલું વિચારો : આખા દિવસના કેટલા કલાક ખાવામાં, ધંધામાં, ધમાલમાં અને નિદ્રામાં જાય છે અને સદ્કાર્ય, સદ્વિચાર અને આત્મસ્મરણમાં કેટલા કલાક જાય છે ! ૩૪૦. અપાયના ઉપાય ક્રોધની આગ સમતાથી શાન્ત થાય. માનનો પર્વત નમ્રતાથી ઓળંગાય. લોભનો ખાડો સંતોષથી પુરાય અને માયાની ઝાડી સરળતાથી વિંધાય. ܀ ૩૪૧. પ્રેમ અને સહિષ્ણુતા કેટલીય વાર અનુભવ્યું છે – ટીકા અને તર્કથી સંસાર શાન્તિથી નથી ચાલતો. જીવનને મધુર બનાવવું જ હોય તો ઘરમાં પ્રેમ અને સહિષ્ણુતાનું સ્વાગત કરવું જોઈએ. ૮૮ * મધુસંચય Page #106 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨. સમયનો ઉપયોગ તમારો આજનો એક દિવસ કઈ રીતે પસાર થાય છે ? એ જો બરાબર નિરીક્ષણ કરી શકતા હો તો તમારી જિંદગી કઈ રીતે પસાર થશે, તે તમે બરાબર કલ્પી શકો છો, કારણ કે દિવસના ગર્ભમાં મહિનો છુપાએલો છે ને મહિનામાં વર્ષ અને વર્ષના ગર્ભમાં જિંદગી ! ૩૪૩. ભેદજ્ઞાન આપણા આત્મા અને પરમાત્માની વચ્ચે સ્વરૂપની દૃષ્ટિએ ભેદ નથી. જેમ ખાણનું સોનું અને બજારમાં વેચાતું સોનું, સોના સ્વરૂપે તો એક જ છે. ફેર એટલો છે કે વેચાતું સોનું શુદ્ધ થયેલું છે. ખાણનું હજુ શુદ્ધ થવાનું છે. પરમાત્મા કર્મના આવરણથી મુક્ત છે, આત્મા કર્મથી યુક્ત છે આ વિવેક જાગે તો આત્મા પણ કર્મમળથી મુક્ત થઈ પરમાત્માનો આનંદ માણી શકે. ૩૪૪. પ્રેમનો શબ્દ ઈશ્વરનાં બે પાસાં છે : શબ્દ અને પ્રેમ. શબ્દ કરે છે પ્રભુની અભિવ્યક્તિ, તો પ્રેમ કરાવે છે અનુભૂતિ. આ સત્ય આપણા હૈયાને અજવાળતું રહે તો શબ્દ અને પ્રેમને આપણે કેવાં પૂજ્ય અને પવિત્ર માનીએ ! ܀ ૩૪૫. પ્યાસ આત્મા, હૃદય, મન અને તન આ ચારની ભાગીદારી એટલે માનવ. આ ચારે પોષણ માગે છે. તન સાત્ત્વિક ભોજનથી સ્વસ્થ. મન સુંદર વિચારોથી શાન્ત. હૃદય નિર્મળ પ્રેમથી પ્રસન્ન, અને આત્મા પરમાત્માના પ્રકાશથી પુષ્ટ. = પ્રતિબિંબ * ૮૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬. આનંદનાં અંજન ભૂલ તો થઈ જાય, પણ થયેલી ભૂલને ભૂલરૂપે સમજી, એને ધોવા માટે જે આંખ આંસુ વહાવે છે તે જ અંતે આનંદનાં અંજન પામે છે પણ ભૂલ કરવા છતાંય જે આંખ આનંદથી હસે છે તે તો છેવટે આંસુનાં જ અંજન પામે ને ? ܐ ૩૪૭. શાને લેપાઉં ? કમળને મેં પૂછ્યું : ‘તારા જીવનનું રહસ્ય શું ? કીચડમાં જન્મવા છતાં સ્વચ્છ સૌન્દર્યથી હસી રહેલા કમળે કહ્યું : ‘નિર્લેપતા.’ ܀ ૩૪૮. ડર્યાં તે મર્યો તમારી મુશ્કેલીઓ વચ્ચે, તમારી વિપત્તિઓ વચ્ચે તમે ‘અરેરે’કહીને બેસી જશો એટલે શું તે બધી આપત્તિઓ ટળી જશે ? આવા વખતે તમારી દીનતાને છોડી પુરુષાર્થને ક ન અજમાવો ? પવન તો વીંઝણામાં છે જ પણ તેને વીંઝયા વિના તે કેમ મળે ? ૩૪૯. જીવનનું ધ્યેય ગાડીમાં જેમ શૉક અબ્સૉર્બર હોય તેમ જીવનમાં આવતા આંચકાને ઝીલી લે એવી કોઈક ફિલસૂફી હોવી જોઈએ. કાળજી રાખવા છતાંય જિંદગીના માર્ગ પર વેગથી ગતિ કરતા આ વાહનને ક્યારેક ધક્કો લાગવાનો જ. ૩૫૦. તપની સુવાસ તપ એટલ સહનશીલતા. સુખડને જેમ જેમ ઘસીએ તેમ તેમ શીતળતા અને સૌરભ મળે. એવી જ રીતે આપણા દેહને, આપણી જાતને કોઈ શુભ ૯૦ * મધુસંચય Page #108 -------------------------------------------------------------------------- ________________ હેતુ માટે ઘસી નાખીએ અને તેમાંથી માનવતાની જે સૌરભ પ્રસરે એ જ સાચું તપ. ૩૫૧. શક્તિ અને ભક્તિ માણસ તેનું નામ, જે પોતાના કર્તવ્યમાં પર્વતની જેમ અડોલ રહે અને બીજાની વેદનામાં ફૂલથી પણ કોમળ બને. રૂપર. કર્તવ્યની મીઠાશ સત્યો તમે જાગતાં કર્યા હોય કે ઊંઘમાં, જાણતાં કર્યા હોય કે અજાણતાં તે સફળ થવાનાં જ – ગોળ અંધારામાં ખાધો હોય તો ગળ્યો નથી લાગતો ? ૩૫૩. સંગનો રંગ ઝાકળનું બિન્દુ જ્યારે કમળની પાંદડી ઉપર બેઠું હોય છે ત્યારે એ મોતની ઉપમા પામે છે, પણ એ જ બિન્દુ તપેલા તવા પર પડતાં બળીને અલોપ થઈ જાય છે. આમ સજનના સંગથી માણસ પણ શ્રેષ્ઠ સ્થાન પામે છે પણ દુર્જનના સંગથી તો એનો વિનાશ જ થાય. ૩૫૪. સત્યનો સૂર્ય સત્ય એ સૂર્યના પ્રકાશ જેવું છે. એ એની મેળે જ પ્રકાશી ઊઠે છે. અને વિના કહ્યું જગત એનું દર્શન કરી લે છે. સૂર્યના આગમન ટાણે કાંઈ નગારાં વગાડવાં પડતાં નથી. સત્યમાં પણ આવી જ પ્રતિભા રહેલી છે. પ્રતિબિંબ * ૯૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ ઉપપ. સંતોષનું સુખ જીવનમાં જેણે સાદાઈની સમજણથી પરિગ્રહ-પરિમાણ અપનાવ્યો છે એના જીવનમાં સુખ અને શાન્તિ વસવાના જ. પરિગ્રહ-પરિમાણ એટલે જરૂરિયાત અને સંગ્રહવૃત્તિની મર્યાદા. આવી મર્યાદા બાંધનાર પોતાના જીવનને તો સંતોષથી સુખી કરે છે, પણ એના સમાગમમાં આવનાર પણ હળવાશ માણે છે. ૩પ૬. સંયમની ઢાલ, ભગવાન મહાવીર કહે છે : કાચબો જેમ ભય આવતાં પોતાની ઇન્દ્રિયોને સંકેલી લઈ પીઠની ઢાલ નીચે બેસીને પોતાનું રક્ષણ કરે છે, તેમ પ્રાજ્ઞ માણસ પણ વિષયોના પ્રલોભન ટાણે, પોતાની ઇન્દ્રિયોને ગોપવી, સંયમની ઢાલ નીચે પોતાનું રક્ષણ કરે છે. ૩૫૭. પિત્તળમાં હીરો સિંહણનું દૂધ જેમ સુવર્ણના પાત્રમાં જ રહી શકે છે ને બીજા પાત્રમાં રેડતાં એ પાત્ર ફૂટી જાય છે, એ દૂધ ઢળી જાય છે, તેમ ધર્મ પણ નીતિન્યાયના સુપાત્રમાં જ રહી શકે છે. અનીતિ અને અન્યાયના પાત્રમાં ધર્મ ટકે નહીં અને એવો માણસ ધર્મી બને તો એને લીધે ધર્મ પણ વગોવાઈ જાય. ૩૫૮. સંસ્કારનું સૌદર્ય જુવારનો રંગ કેવો ફિક્કો અને અનાકર્ષક હોય છે ! પણ અગ્નિના સંયોગથી એનો સંસ્કાર થતાં એ ધાણી બને છે. પછી એની શ્વેતતા અને પકોણ આકાર કેવાં મનોહર બને છે ! આત્માનો પણ આમ જ્ઞાન અને ૯૨ કર મધુસંચય Page #110 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાના સંયોગે સંસ્કાર થાય તો એ પણ પરમાત્મા બને છે. અપૂર્ણતામાંથી પૂર્ણતાને પામે છે. ૩૫૯. વેડફાતું જીવન વિશ્વમાં કેટલું બધું સૌન્દર્ય છે ! લોભ અને ઈર્ષાના અંધાપાથી માણસ આ સતત ખીલતી અને નિખરતી સુંદરતાને જોઈ શકતો નથી. અને વળી પૂર્વગ્રહ અને અહમ્ની બહેરાશને લીધે તો જીવંત જીવનસંગીત પણ માણી શકતો નથી. ૩૬૦. ધ્યેયનું શિખર મંદિરનું શિખર શક્ય તેટલું ઊંચું કેમ ૨ખાય છે, ખબર છે ? કારણ એનાથી માનવીની દૃષ્ટિ ઊંચી રહે, એનું લક્ષ ગગન તરફ ઉન્નત રહે. એ સંકેત કરે છે : હે માનવી ! તારા જીવનમંદિરનું શિખર પણ સદાય ઊંચું રાખી જીવજે. ૩૬૧. કાલ અને આજ ભૂતકાળના પુરુષાર્થમાંથી વર્તમાનકાળનું પ્રારબ્ધ સર્જાયું છે, તેમ વર્તમાનકાળના તારા પુરુષાર્થમાંથી ભવિષ્યનું પ્રારબ્ધ સર્જાશે. માટે પ્રારબ્ધની નબળી વાતો છોડી, વિકાસના સાધકે જીવંત વર્તમાનમાં અવિશ્રાંત પુરુષાર્થથી કામે લાગી જવું. ૩૬૨. તપ અને પ્રેમ વિચારું છું કે ઉનાળાના ધોમ તાપમાં પણ આ વૃક્ષ આવું લીલું કેમ રહી શકે છે ? હા, કારણ કે તે ઉ૫૨થી જેમ સખત તાપ સહન કરે છે તેમ પ્રતિબિંબ * ૯૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ ધરતીની અંદરથી રસ ચૂસે છે. આમ માણસ પણ લીલો ત્યારે જ રહે, જ્યારે એ તનથી સહનશીલતાનો તપ કરે અને હૃદયથી પ્રેમરસનું પાન કરે. ૩૬૩. જીવનશુદ્ધિ જ્યાં સુધી આપણા હૃદયમાં, જીવનમાં અને વ્યવહારમાં સંસ્કારની સૌરભ વ્યાપક બનશે નહિ ત્યાં સુધી આપણાં કુમળાં બાળકોમાં સુસંસ્કારની મહેક આવી શકશે નહિ. સંતાનને સુધારવા ઇચ્છતા માનવીએ જાતને સુધારવી જોશે. ૯૪ * મધુસંચય Page #112 -------------------------------------------------------------------------- ________________ ~ - - ~-~~ ~--- - ~- - પ્રેરણાની પરબ de cette x x sound word Led Page #113 -------------------------------------------------------------------------- ________________ Page #114 -------------------------------------------------------------------------- ________________ *→**++>& ૩૬૪. સંત સમાગમ ઝા કળનું બિન્દુ જ્યારે કમળની પાંદડી ઉપર બેઠું હોય છે ત્યારે એ મોતીની ઉપમા પામે છે; પણ એ જ બિન્દુ જ્યારે તપેલા તવા પર બેસે છે તો બળીને અલોપ થઈ જાય છે. આમ સંત અને સજ્જનના સંગથી માણસ પણ શ્રેષ્ઠ સ્થાન પામે છે પણ દુર્જનના સંગથી તો એનો વિનાશ જ થાય છે. ૩૬૫. દાનનો આનંદ આનંદથી ડોલતાં વૃક્ષોને જોઈ મેં પૂછ્યું : ‘આજે આટલી પ્રસન્નતાથી કેમ ડોલી રહ્યાં છો ?’ વહી રહેલી પવનની લહેરોમાં આનંદનો કંપ અનુભવતાં વૃક્ષોએ જવાબ આપ્યો : કેમ ન ડોલીએ ? સૂર્યનો તાપ સહીને અમે પંખી અને પથિકને છાયા પ્રેરણાની પરબ * ૯૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ આપી; અમને મળેલાં ફળોનું અમે માનવીને દાન દીધું; સહનશીલતા અને દાનનો એ આનંદ અમને મસ્ત બનાવે, પછી તૃપ્તિથી અમે કેમ ન ડોલીએ ?’ ܀ ૩૬૬. ધર્મનું મૂલ્ય ધર્મની જીવનમાં શી જરૂર છે ? એ ક્યાંય દેખાય છે ખરો ? એમ તો વૃક્ષના મૂળિયાં પણ બહાર ક્યાં દેખાય છે ? પણ વિચારો કે મૂળિયાં ન હોય તો વૃક્ષ હોય ખરું ? તો જીવનના મૂળમાં જો ધર્મ ન હોય તો જીવન ક્યાંથી હોઈ શકે ? જેમ વૃક્ષ માટે જીવનદાતા મૂળિયાં છે, તેમ માનવનો જીવનદાતા ધર્મ છે. ધર્મનું એ મૂલ્ય અમૂલ્ય છે. ܀ ૩૬૭. સત્યનો સૂર્ય સત્ય એ સૂર્યના પ્રકાશ જેવું છે. એ એની મેળે જ પ્રકાશી ઊઠે છે, અને વિના કહ્યું જગત એનું દર્શન કરી શકે છે. સૂર્યના આગમન ટાણે કાંઈ નગારાં વગાડવાં પડતાં નથી. સત્યમાં પણ આવી પ્રતિભા રહેલી છે. ૩૬૮. ઈચ્છા ને સંતોષ વહાલા પથિક ! જ્યાં સુધી તું ઇચ્છાઓની આગમાં સળગી રહ્યો છે ત્યાં સુધી સંતોષની શીતળતા તને ક્યાંથી સમજાશે ? યાદ રાખજે કે અંધકાર અને પ્રકાશની જેમ, ઇચ્છા અને સંતોષ પણ પરસ્પર વિરોધી છે. તું શું ઝંખે છે ? ઇચ્છા કે સંતોષ ? ૩૬૯. દુઃખની મજા શ્યામમાં શ્યામ વાદળને પણ સોનેરી કિનાર હોય છે, તેમ કાળામાં કાળી વિપત્તિને પણ સંપત્તિની સોનેરી કિનાર હોય છે જ. જગતમાં એવું કોઈ નથી ૯૮ * મધુસંચય Page #116 -------------------------------------------------------------------------- ________________ કે જેનો છેડો ન હોય; અને તેથી, સુખના એ દિવસની પ્રતીક્ષા કરતાં; હિંમતપૂર્વક સદાચારી જીવન જીવ્યા કરવું એમ પણ મજા છે. ܀ ૩૭૦. તપ અને ભક્તિ વિચારું છું કે ઉનાળાના ધોમ તાપમાં પણ આ વૃક્ષ આવું લીલું કેમ રહી શકે છે ? હા, કારણ કે તે ઉપરથી જેમ સખત તાપ સહન કરે છે, તેમ ધરતીની અંદરથી રસ ચૂસે છે. આમ માણસ પણ લીલો ત્યારે જ રહે, જ્યારે એ બહારથી તપ કરે અને અંદરથી આત્મામાંથી ભક્તિરસનું પાન કરે. - ૩૭૧. રાતરાણીનાં ફૂલ અંધારી મેઘલી રાતે પણ રાતરાણીનાં પુષ્પો એની સૌરભથી આખા બાગને જેમ મઘમઘાવી દે છે, તેમ સમાજના સેવકોએ, સાધુઓએ અને શિક્ષકોએ આ સંસાર-ઉદ્યાનને એમનાં તપ, સંયમને તિતિક્ષાનાં પુષ્પ-પરિમલથી ભરી દેવાનું છે. ૩૭૨. માણસ આપે છે ? ધૂપ પોતે સળગીને, દુર્ગંધને દૂર કરી સુગંધ ફેલાવે છે; લાકડાં જાતે બળીને, ટાઢને હઠાવી ઉષ્મા આપે છે; શેરડી કોલુમાં પિલાઈને મીઠો ૨સ આપે છે. આ બધાં કરતાં માણસ તો શ્રેષ્ઠ છે. છતાં એ જગતને કાંઈ આપ્યા વિના જાય તો ? 393. ચારિત્રની સુવાસ ચારિત્ર એ અત્તરના પૂમડા જેવું છે. જેની પાસે એ હોય તેને તો એની સુવાસ મળે જ છે, પણ તેના સમાગમમાં જે આવે તેનેય એ પોતાની સુવાસ પ્રેરણાની પરબ * ૯૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ આપતું રહે છે. એના અંતરની સુવાસના દાનમાં જ એને આનંદ હોય છે. ૩૭૪. કાગ થશો કે હંસ ? દુનિયામાં સહેલું કામ હોય તો તે કાગનું - બીજાની ટીકા કરવાનું અને નિંદા કરવાનું. પણ કઠણ કાર્ય હોય તો તે હંસનું; સર્વમાં સગુણ જોવાનું અને તેની પ્રશંસા કરવાનું. તમને શું ગમે ? કાળો કાગ કે શ્વેત હંસ ? ૩૭૫. પાણી અને વાણી પર્વનો દિવસ આવે છે ને માનવી પાણીની બાલદી ભરી, ઘરનાં વાસણો અને વસ્ત્રો સ્વચ્છ કરવા બેસી જાય છે; તો માનવજીવનના ધર્મપર્વને દિવસે પ્રભુની મંગલ વાણી સ્મરી, મનને અને અંતરને પવિત્ર નહિ બનાવે છે ! ૩૭૬. મંદિરનું શિખર મંદિરનું શિખર, શક્ય તેટલું ઊંચું કેમ રખાય છે, ખબર છે ? કારણ, એનાથી માનવીની દૃષ્ટિ ઊંચી રહે, એનું લક્ષ ગગન તરફ ઉન્નત રહે. માનવી ! તારા જીવનમંદિરનું શિખર પણ આમ સદાય ઊંચું રાખી જીવજે. ૩૭૭. હાથીનું ગૌરવ હે માનવ ! તું તારા અસ્તિત્વને ઓળખ. તું શા માટે અહીં આવ્યો છે? તારે અહીંથી શું પ્રાપ્ત કરવાનું છે ? અને આજે તું શું કરી રહ્યો છે ? પ્રકાશનો પંથી ! તું ધન અને કામના પાછળ, શ્વાનની જેમ પૂંછડી પટપટાવતો ફર નહિ. તારા આત્માના વૈભવને જાણ અને હાથીનું ગૌરવ કેળવ. ૧૦૦ - મધુસંચય Page #118 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮. ધર્મ-બૅન્ક બૅન્કમાં જમા કરેલા પૈસા જેમ જરૂર વખતે આ લોકમાં કામ લાગે છે, તેમ દાન, શિયળ, તપ અને ભાવમાં જમા કરેલાં તન, મન અને ધન પરલોકમાં કામ લાગે છે. દુન્વયી બેન્કને તો ક્યારેક ડૂબવાનોય ભય છે, જ્યારે આ ધર્મશાસનની બૅન્ક તો ત્રણ કાળમાં શાશ્વત અને સલામત છે. માટે તમારું જીવનધર્મનું ધન એમાં મૂકો. ૩૭૯. તાજૂડીની પ્રાર્થના દુષ્કાળ આવ્યો અને લોકોનાં રુદન શરૂ થયાં, પ્રાર્થનાઓ થઈ પણ મેઘરાજે એ ન સાંભળી. પછી પાઈ-પૈસાનો વેપાર કરનાર પેલો વેપારી ઊભો થયો. કહે: ‘હે પ્રભુ, હું જો આ ત્રાજવાને વફાદાર રહ્યો હોઉં તો આજ વ૨સી નાખજે.' અને મેઘ તૂટી પડ્યો. કારણ ? પળપળની એની પેલી તાજૂડી એની પ્રાર્થના બની ગઈ હતી. આનું નામ સાધના. ૩૮૦. મનની નિર્મળતા પાણી નિર્મળ હોય તો એમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય, પણ એના પર જો લીલ છવાઈ ગઈ હોય તો પ્રતિબિંબ કેમ દેખાય ? તેમ મન પણ જો નિર્મળ હોય તો જ એમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે; તેના પર મેળ અને મેલની લીલ જામી ગઈ હોય તો એ પ્રતિબિંબને કેમ ઝીલી શકે ? માટે જ તો નિર્મળતા આવશ્યક છે. ૩૮૧. જ્ઞાનીની પુણ્યજ્યોત આંખમાં ઘણી શક્તિઓ હોવા સાથે એક મોટી અશક્તિ પણ છે - તે બધાંને જુવે છે, પણ પોતાની આંખના કણાને જોઈ શકતી નથી, કાઢી શકતી પ્રેરણાની પરબ ૧૦૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ નથી. એને માટે તો બીજાની સહાય જ લેવી પડે છે. આવી જ રીતે, મનુષ્યનું મન બધાના વિચાર કરે છે પણ પોતાનો વિચાર એ નથી કરી શકતું. આ માટે તો જ્ઞાનીની સહાયથી કે એમની પુણ્યજ્યોતથી એણે એના મનમાંના કણાને દૂર કરવું પડે છે. ૩૮૨. કીડીની કામના સાકરના પાણીમાં પડેલી કીડી ડૂબતી, મૂંઝાતી, તરફડતી હોય છે ને મડદા જેવી થઈ જાય છે, પણ બહાર નીકળતાં અને જરાક સ્વસ્થ થતાં પાછી એ પાણી તરફ જાય છે. માનવીનો જીવ પણ આમ વિષયોની તૃપ્તિમાં દુઃખ આવતાં જરાક વાર વૈરાગી બને છે, પણ દુઃખ જતાં પાછો ભોગ તરફ એ ધસે છે. માનવીની કામનાની આ કેવી કરુણતા છે ? ૩૮૩. સમતાનું હવામાન પાણીમાં એક કાંકરી પડે તોય કુંડાળું ઊભું થાય છે, કારણ કે પાણી પ્રવાહી છે; પણ ઠંડીથી જ્યારે એ જામી જાય છે ત્યારે પથ્થર નાખો તોય એને કાંઈ થતું નથી. આપણા મનમાં પણ આવું છે. મનની આવી ચંચળ પ્રવાહિતાને ટાળવા અને તેને ઠારવા સમતાનું હવામાન ઊભું કરો અને પછી અનુભવો કે સમતા કેવી વીતરાગતા સર્જે છે ! ૩૮૪. સંસ્કારનું સૌંદર્ય જુવારનો રંગ કેવો ફીકો, પીળો હોય છે; આકર્ષણ વગરનો હોય છે ! પણ અગ્નિના સંયોગથી એનો સંસ્કાર થતાં એ ધાણી બને છે. પછી એની શ્વેતતા અને ષટ્કોણ આકાર કેવા મનોહર બને છે ! આત્માનો પણ આમ જ્ઞાન તથા ક્રિયાના સંયોગે સંસ્કાર થાય તો એ પણ પરમાત્મા બને છે; અપૂર્ણતામાંથી પૂર્ણતાને પામે છે. ૧૦૨ - મધુસંચય Page #120 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫. મનની વિચિત્રતા માનવનું મન કેવું વિચિત્ર છે ! એની પાસે જે ભરેલું છે એની એને કિંમત નથી, અને એની પાસે જે નથી તેને માટે એ વલખાં મારે છે. અંતરનો આત્મપ્રકાશ ભૂલી એ ક્યાં સુધી સંસારના અંધકારમાં ઘૂમ્યા કરશે ? ૩૮૬. આત્મજ્ઞાન વજના પ્રહારથી બે ભાગમાં વહેંચાયેલો પર્વત જેમ ફરીથી સંધાતો નથી, એમ જે માણસ એના સમ્યગુલ્લાનથી આત્માને અને કર્મને જુદા પાડી શકે છે, એના પર કર્મની કાંઈ જ અસર ફરી થઈ શકતી નથી. - ૩૮૭. જ્ઞાનનો પ્રકાશ સૂર્યનાં દર્શનની જેમ, કઈ વસ્તુ ક્યાં છે એનું દર્શન થાય છે, તેમ આત્મજ્ઞાનના પ્રકાશથી જીવનમાં કઈ વસ્તુ ક્યાં છે, તેનું દર્શન થાય છે, એને સંસારથી છોડવા અને ગ્રહણ કરવા લાયક વસ્તુનું ભાન થાય છે. માટે આત્મજ્ઞાનનો એ પ્રકાશ મેળવો. ૩૮૮. જીવનની જ્યોત દિવેલિયામાં તેલ હોય તો જ દીપક સારી રાત જલે છે; તેલ ખૂટતાં એ બુઝાઈ જાય છે. ગૃહસ્થાશ્રમમાં પણ જો સંયમનું દિવેલ હોય તો જ એની જ્યોત જલતી રહે છે. સંયમનો ત્યાગ એટલે જીવન-દીપકનો હાસ-નાશ. ૩૮૯. સંયમનું સુપાત્ર સિંહણનું દૂધ જેમ સુવર્ણના પાત્રમાં જ રહી શકે છે ને બીજા પાત્રમાં પ્રેરણાની પરબ - ૧૦૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ રેડતાં, એ પાત્ર ફૂટી જાય છે ને દૂધ ઢળી જાય છે, તેમ ધર્મ પણ સંયમના સુપાત્રમાં જ રહી શકે છે. અસંયમના પાત્રમાં ધર્મ ટકે નહિ અને એવો માણસ ધર્મી બને તો એને લીધે ધર્મ પણ વગોવાઈ જાય. ૩૯૦. આંતરિક રંગ ખાણમાંની ધૂળ સાથે મળેલું સોનું પોતે પણ ધૂળ જેવું દેખાય છે, પણ કોઈ કુશળ કારીગર જ્યારે એને શુદ્ધ કરે છે ત્યારે એનો આંતરિક સુવર્ણ રંગ પ્રગટે છે; તેમ, કર્મ સાથે મળી ગયેલો આત્મા, જ્ઞાનીના સમાગમથી અને તેનું કર્મ હટી જતાં આંતરિક પરમાત્મદશાના રંગથી દીપી ઊઠે છે. ૩૯૧. સંગનો રંગ જેમ લોખંડ પારસમણિના સ્પર્શથી સુવર્ણમાં ફેરવાઈ જાય છે, તેમ દુર્જન પણ સત્સંગના પ્રભાવથી ધીરે ધીરે સજ્જન થઈ જાય છે; કારણ કે સંગનો રંગ માણસને લાગ્યા વગર રહેતો જ નથી; માટે સંગ એવો રાખો કે જેથી જીવનનો રંગ શ્રેષ્ઠ જ રહે. ૩૯૨. ત્રણ દુર્ગ જેમ પ્રભુની પાસે જવું હોય તો સમવસરણના ત્રણ ગઢ ઓળંગો તો જ પ્રભુ મળે છે એમ, આત્માના શુદ્ધ સ્વરૂપને પામવું હોય તો મન, વચન અને કાયાના ત્રણ અશુભ યોગ રૂપી દુર્ગ-ગઢ ઓળંગવા પડે છે, તો જ શુદ્ધ ચૈતન્યની ઝાંખી થઈ શકે છે. ૩૯૩. શિયળ ને સદાચાર એકડા વિના શૂન્યની કિંમત કંઈ જ નથી, તેમ સદાચાર વિના, જીવનમાં ૧૦૪ - મધુસંચય Page #122 -------------------------------------------------------------------------- ________________ વ્રતોની કિંમત પણ કંઈ જ નથી. વ્રત તો શોભે છે, શિયળ અને સદાચારના અલંકારથી. ૩૯૪. રત્નનાં પારખાં રત્નની કિંમત કોણ કરી શકે ? ઝવેરી હોય તે, તેમ, માનવજીવનની મહત્તા કોણ સમજી શકશે ? જેનામાં સમ્યગ્દૃષ્ટિ હશે તે. માટે હે માનવી ! આજે અને અત્યારે જ એ દૃષ્ટિ કેળવ. ૩૯૫. સંયમની ઢાલ ભગવાન મહાવીર કહે છે : કાચબો જેમ ભય આવતાં પોતાની ઇન્દ્રિયોને સંકેલી લઈ, પીઠની ઢાલ નીચે બેસી પોતાનું રક્ષણ કરે છે તેમ પ્રાજ્ઞ માણસ પણ વિષયોના પ્રલોભન ટાણે, પોતાની ઇન્દ્રિયોને ગોપવી, સંયમની ઢાલ નીચે પોતાનું રક્ષણ કરે છે. ૩૬. મનનું તપ માટીના કાચા ઘડાને પરિપક્વ કરવા એને અગ્નિમાં મૂકવો પડે છે. એ તાપથી એ મજબૂત થાય છે તેમ, મનને પણ પરિપક્વ કરવા, તપ અને તિતિક્ષાના અગ્નમાં એને મૂકવું પડે છે. તપના અગ્નિથી જ એ મજબૂત અને શક્તિશાળી બને છે. ૩૯૭, ધર્મોની ઝંખના ધૂળધોયાની ધીરજ જોઈ છે ખરી ? ધૂળની આખી ટેકરીને એ ધોતો જાય છે, ગામ આખાની ગટ૨માં વહેતી ધૂળ પાછળ એ શ્રમ કરે છે. શા માટે ? સોનાની એકાદ નાની શી કણી મેળવવા. તેમ, ધર્મીની ધીરજ પણ એવી પ્રેરણાની પરબ ૧૦૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ જ હોવી જોઈએ. શા માટે ? આત્માના પ્રકાશનું એકાદ સુંદર કિરણ પામવા. ૩૯૮. અજ્ઞાનનાં અંધારાં અંધકારને ઉલેચવાનો માર્ગ એક જ છે અને તે એ છે કે ત્યાં પ્રકાશને લાવવો. પ્રકાશની હાજરી થતાં જ અંધકાર આપોઆપ અદૃશ્ય થઈ જશે. આમ, અજ્ઞાનને ટાળવાનો માર્ગ પણ એક જ છે અને તે એ કે ત્યાં જ્ઞાનને લાવો. જ્ઞાન આવતાં, અજ્ઞાન એની મેળે અદૃશ્ય થઈ જશે. ૩૯૯. પ્રભુનું મિલન તમે પ્રભુને મિત્ર માનો છો કે દુશ્મન ? મિત્રને ત્યાં જતાં માનવીને કેવો આનંદ થાય, તેવો આનંદ આ દુનિયાને છોડી પ્રભુને ત્યાં જતાં તમને થાય છે ખરો ? જો એમ ન થતું હોય તો જાણજો કે પ્રભુને મિત્ર ગણવાની તમારી માન્યતામાં અને વાસ્તવિક હકીકતમાં કાંઈક ફેર છે. ૪૦૦. શ્રવણ ܀ કાનનું કે મનનું ? તમે કા`થી સાંભળો તો સાંભળતી વખતે એ સારું લાગે અને સાંભળો તેટલી જ પળ તમને એ યાદ રહે; આનું નામ તે સામાન્ય શ્રવણ. પણ મનનું શ્રવણ તો અસામાન્ય છે. એને સાંભળ્યા પછી ચિત્તમાં એ ગુંજાવર ભરી દે છે ને સ્વપ્નમાંય ગુંજી ઊઠે છે. પૂછું ? તમારું શ્રવણ કર્યું છે કાનનું કે મનનું ? - ૪૦૧. આત્માર્થીનાં મોતી મરજીવા માણસો, સાગરમાં ડૂબકી મારીને જીવના જોખમે પણ તળિયે રહેલાં મોતીને જેમ શોધી કાઢે છે તેમ, આત્માર્થી માણસ જીવનના ઊંડાણમાં ૧૦૬ * મધુસંચય Page #124 -------------------------------------------------------------------------- ________________ 'ઊતરીને, એને તળિયે રહેલાં દર્શન, જ્ઞાન અને ચારિત્રનાં મૂલ્યવાન મોતી શોધી કાઢે છે. ૪૦૨. કો'ક વિરલ ધન વાપરવામાં કાળજી રાખનારા જગતમાં ઘણા મળશે, પણ અમૂલી વાણીને વાપરતી વેળા વિવેક રાખનારો કો'ક વિરલ જ મળશે. પડેલાને પાટું મારનાર દુનિયામાં ઘણા મળશે, પણ એનો હાથ ઝાલી, પ્રેમથી એને ઊભો કરી જીવનપંથે મૂકનાર કો'ક વિરલ જ મળશે. ૪૦૩. સુખની કસ્તૂરી મૃગની પોતાની પૂંટીમાં કસ્તૂરી હોવા છતાં જે દિશામાંથી એની વાસ આવે છે તે દિશામાં કસ્તૂરી હશે એમ માની, એ જેમ એની પાછળ દોડે છે, તેમ સુખ માણસના આત્મામાં હોવા છતાં એ બાહ્ય, ભૌતિક વસ્તુમાં એની કલ્પના કરી એની પાછળ ભમે છે. પછી કોઈ સગુરુ મળે તો જ એ બતાવે કે સુખની કસ્તૂરી તો તારી પોતાની અંદર જ રહેલી છે. એને જોતાં શીખ. ૪૦૪. સ્વાતંત્ર્યનો આનંદ અહોહો ! આજે આટલો આનંદ શાને કાજે છે ? સ્વાતંત્ર્ય દિન છે એટલે ? તો જરા જવાબ આપશો કે સ્વાતંત્ર્ય શાનું ? ઇન્દ્રિયોના વિષયોથી તમે સ્વતંત્ર છો ? તૃષ્ણાથી સ્વતંત્ર છો ? હલકી લાગણીઓથી સ્વતંત્ર છો ? વાસના ને વિચારથી સ્વતંત્ર છો ? મિત્રો ! પ્રથમ આ બધાંથી સ્વતંત્ર બનો. તો જ સ્વાતંત્ર્યનો સાચો આનંદ માણી શકશો. પ્રેરણાની પરબ ૧૦૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૪૫. જ્યોત અને ચીમની આત્મા એ નિર્મળ જ્યોત છે; મન એની આસપાસ રહેલી ચીમની છે. આત્મજ્યોતનો સુંદર પ્રકાશ તો જ મળે, જો મનની ચીમની સ્વચ્છ અને નિર્મળ હોય. આપણી મન-ચીમની એવી છે ખરી ? ૪૦૬. સાધુને સંગે ગટરનું પાણી પણ ગંગાજળનો સંગ થતાં ધીરે ધીરે ગંગાજળ બની જાય છે તેમ દુષ્ટ માણસ પણ જો સાધુઓના સત્સમાગમમાં જીવન ગાળવા લાગે તો સજ્જન બની શકે છે. ૪૦૭. ધ્યેયની સ્પષ્ટતા તીરંદાજ પોતાનું બાણ ત્યારે જ છોડે છે જ્યારે એનું નિશાન નક્કી થઈ ગયું હોય છે; તેમ, મહાન માણસ પણ ત્યારે જ પગલું ભરે છે, જ્યારે એનું ધ્યેય, એની આંખ સામે સ્પષ્ટ બને છે. ૪૦૮. સમ્યગ્દષ્ટિ સાકર પણ શ્વેત છે અને ફટકડી પણ શ્વેત છે; પણ માખી તો સાકર ઉપર જ બેસવાની. તેમ; સમ્યગ્દષ્ટિ પણ, સત્ય અને અસત્યની પસંદગી પ્રસંગે, સત્યનો જ સ્વીકાર કરવાની. ૪૦૯. પ્રકાશના પાથરનારા સત્તા, સંપત્તિ અને દેહના સૌન્દર્ય પાછળ ઘેલા બનનારા પાગલોનો જગતમાં તોટો નથી; પણ સત્ય, સંયમ, સાધના અને સમાધિ પાછળ પાગલ ૧૦૮ * મધુસંચય Page #126 -------------------------------------------------------------------------- ________________ બનનાર કેટલા ? યાદ રાખજો કે એ લોકો જ વિશ્વના અંધાર પંથે પ્રકાશ પાથરી જાય છે. ૪૧૦. સ્વ અને સર્વ હાથના પંજાને અને તેની પ્રત્યેક આંગળીને જેમ વિશિષ્ટ કાર્ય કરવાનાં છે તેમ વ્યક્તિએ પણ સમાજનાં અંગ બની જીવવાનું છે, એકત્વ સાધવાનું છે. યાદ રાખજો કે સ્વની વિચારણા એ અંધકાર છે, સર્વની ભાવના એ જીવનનો અમર પ્રકાશ છે. ૪૧૧. ઉપદેશની ઓય જીવનને ખરે અવસરે, જેમ બેન્કમાં મૂકેલું દ્રવ્ય અને તેનું વ્યાજ કામે લાગે છે, તેમ ગુરુ અને જ્ઞાની પાસેથી સાંભળેલા ઉપદેશ, જીવનની વિષમ વિપત્તિની પળોમાં ખૂબ ઉપયોગી નીવડે છે. ૪૧૨. માનવતા અને ધર્મ મૂલ્યવાન હીરો સુવર્ણની વીંટીમાં જ શોભે. પિત્તળની વીંટીમાં તો એનો મહિમા જ માર્યો જાય છે. આવી રીતે આત્મધર્મનો અમૂલો હીરો પણ માનવતાવાળા માનવીમાં જ શોભે છે, દીપે છે. ૪૧૩. આત્માની અનુભૂતિ ‘લાડુ' શબ્દના ઉચ્ચારથી કાંઈ લાડુ ખાધાની તૃપ્તિ થઈ જતી નથી; ભૂખને ભાંગવા તો લાડુ ખાવો જોઈએ. આમ “આત્મ' શબ્દના રટણથી કાંઈ આત્મજ્ઞાન લાધી શકતું નથી; એ તો જે ભક્ત આત્માની અનુભૂતિ કરે છે તેને જ પરમાનંદની પરિતૃપ્તિ મળે છે. પ્રેરણાની પરબ ૧૦૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪. સંયમનો બંધ ભાખરા-નાંગલના બંધમાં નાનું કાણું પડતાં કેટલું બધું નુકસાન થઈ ગયું ? એથી ઘણાને અંતરે શોક છવાયો. પણ સમાજ આખામાંથી આજે સંયમ અને સદાચારનો બંધ તૂટી રહ્યો છે એને માટે કોઈ રડશો ખરા ? ૪૧૫. શાન્તિની શોધ હાથ, પગ, આંખ, કાનવાળો દેહ હોવા છતાં જો અંદરનું ચેતન જ એમાં ન હોય તો ! એમ, જીવનમાં ધન, યૌવન, સત્તા, બધું હોય પણ મનની શાંતિ નહિ હોય તો ? માટે જ તો, ભગવાન મહાવીર જેવા રાજાધિરાજ પણ રાજ્ય તજી, શાન્તિની શોધમાં ચાલી નીકળ્યા, આપણે પણ એવી શોધ કરવા ક્યારે નીકળીશું ? ૧૧૦ મધુસંચય Page #128 -------------------------------------------------------------------------- ________________ હંસનો ચારો ________________ Page #129 -------------------------------------------------------------------------- ________________ Page #130 -------------------------------------------------------------------------- ________________ વન એ એક મહાકાવ્ય છે. એનું આલેખન અદશ્ય અને ગાન મૌન છે. આપણે એને વાંચી તો નથી શકતા પણ એના સંગીતને સાંભળીય નથી શકતા, કારણ કે આપણું કરુણાનું ઝરણું સુકાઈ ગયું છે. શાન્તિ અને આનંદ જરૂર મળે – જો સહૃદયતાભરી દૃષ્ટિથી વિશ્વના જીવોના જીવનનું વાંચન થાય ! ૪૧૬. કાવ્ય ૪૧૭. અંદર અને બહાર મન હળવું, સરળ અને વિકસિત હોય ત્યારે બહાર નર્કની યાતના દેખાતી હોય તો પણ અન્તરમાં સચ્ચાઈના સુખનો આનંદ ઊભરાતો હોય છે, પણ જ્યારે મન ભારે, દંભી અને સંકુચિત હોય છે, ત્યારે તો બહાર સ્વર્ગનો વૈભવ દેખાવા છતાં હૈયાને છૂપી છૂપી નર્કની યાતના પીડતી હોય છે ! હંસનો ચારો ૧૧૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮. જીવન એટલે જીવવું જીવન અંગે કંઈ પણ ન જાણવા છતાં ‘સર્વ કંઈ જાણું છું’ એમ માનારા જીવનના અજાણ ઘણા છે, પણ જીવન અંગે ઘણું ઘણું જાણવા છતાં એ જાણવાનો દેખાવ કર્યા વિના જીવનારા જીવનના જાણકાર તો સાવ વિરલ છે. ૪૧૯. બ્રહ્મ અને જગત બ્રહ્મ સત્યે નમિથ્યા” આ ભવ્ય સૂત્ર સ્વતંત્ર ચિંતન માંગે છે. બ્રહ્મ એટલે ચેતનાવાળું વિશ્વ. અને જગત એટલે વિકલ્પોથી ઊભરાતું માનવીનું મન ! ચેતનાવાળું વિશ્વ સત્ય છે અને ક્ષણે ક્ષણે અનેક ઇચ્છાઓને જન્મ આપતું મન-જગત એ મિથ્યા છે. એટલે જ તત્ત્વવિદો કહે છે કે : અર્થહીન વાતોને જન્મ આપતી મનની સૃષ્ટિને મિથ્યા – ખોટી ગણી, બ્રહ્મ એટલે આત્માના સત્યપંથનો સાદ સાંભળી ચાલો. ૪૨૦. ધ્યેયહીન સાગરિકનારે હું બેઠો હતો. અનન્ત જળરાશિ પર ડોલતી એક નૌકા ૫૨ મારી નજર પડી. ધ્યેયહીન ડોલતી નૌકા જોઈ મને જીવન સાંભરી આવ્યું ! જીવન પણ નૌકા જેવું છે ને ? બંદરનો નિર્ણય કર્યા વિના જે નૌકા લંગર ઉપાડે છે અને અનંત સાગરમાં ઝંપલાવે છે, તેના માટે વિનાશ નિશ્ચિત છે; તેમ ધ્યેયનો નિર્ણય કર્યા વિના સંસારસાગરમાં જીવન-નાવને વહેતી મૂકનાર માટે પણ નિષ્ફળતા નિશ્ચિત છે. ૪૨૧. વાચાની મર્યાદા મિત્રો ! બોલતાં આવડે તો જરૂર બોલો. તમારા હૈયામાં જગતને આપવા જેવો મૈત્રીનો પ્રેમ સંદેશ છે એમ તમારા આત્માને લાગે તો જરૂર બોલજો. પણ તમારા બોલવાથી માત્ર જગતમાં શત્રુઓ જ ઊભા થતા હોય, કોઈના દિલને ઠેસ લાગતી હોય, તો મૌન મઝાનું છે. આમ મૌન રહેવાથી ૧૧૪ ૯ મધુસંચય Page #132 -------------------------------------------------------------------------- ________________ કદાચ તમારા હાથે માનવજાતનું હિત નહિ થાય, તો પણ અહિત તો નહિ જ થાય. ‘પપ્પા પાપ ન કીજીએ, પુણ્ય કર્યું સો વાર !' ૪૨૨. સ્પર્ધા કોની ? સજ્જનને દુર્જન સાથે સ્પર્ધા કરવાનું મન થાય તો આટલો વિચાર કરવો. પાણી અને મેલ વચ્ચે સ્પર્ધા થાય તો ખોવાનું કોને ? ખોવાનું પાણીને ! મેલને ખોવાનું શું ? મેલ થોડો જ ઊજળો થવાનો છે ? ઊજળું પાણી જ મેલું થવાનું ! આપણી ઉજ્વળતાને સ્પર્ધામાં મલિન શાને કરવી ? ૪૨૩. સૌરભની સ્મૃતિ જવું જ છે ? તો જઈએ. આવ્યા છીએ તો ખુશીથી જઈએ, પણ જતાં જતાં સ્વાર્થની દુર્ગન્ધને બદલે સ્નેહ, સેવા, સદાચાર અને સૌજન્યની સુરભિ મૂકતા જઈએ જેથી એ સુરભિની પુણ્યસ્મૃતિ ૫૨ કોઈકની આંખ તો ઠંડી થાય ! ૪૨૪. શૈશવ મેં વળી ક્યારે કહ્યું હતું કે પ્રૌઢત્વ મને પ્રિય નથી અને વાર્ધક્ય વેઠવું મને પસંદ નથી? હું તો કહું છું કે પ્રતાપી પ્રૌઢત્વ પણ આવો ને શાણું વાર્ધક્ય પણ આવો; પણ મારું કહેવું તો એટલું જ છે કે શૈશવભાવ ન જશો, — જે મસ્ત શૈશવ ગરીબ ને શ્રીમંતના ભેદને પિછાણતું નથી, ફૂલ જેવા નિર્દોષ હાસ્યને તજતું નથી, બૂરું કરનારને પણ દાઢમાં રાખતું નથી, હૈયાની વાતને માયાના રંગથી રંગતું નથી અને વાત્સલ્યની ભાષા સિવાય બીજી ભાષા જાણવું નથી, – એવું મધુરું શૈશવ, જીવનની છેલ્લી પળે પણ ના જશો ! ૪૨૫. સંયમ કે જડતા ? સંયમ એ તો કરુણા અને ભાવોર્મિને નવપલ્લવિત રાખનાર નિર્મળ નીર છે. હંસનો ચારો ! ૧૧૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ સંયમથી કરુણાનાં વૃક્ષો અને ભાવોર્મિની વેલડીઓ જો સુકાઈ જતી હોય તો માનજો કે એ સંયમ નથી, પણ સંયમનાં આકર્ષક વસ્ત્રોમાં સજ્જ બનેલી જડતા છે. જ્યાં સંયમના નામે જડતાની પૂજા થાય ત્યાં દંભના દેખાવ અને કુસંપના ભડકા થાય તેમાં નવાઈ શું ? ૪૨૬. વાદળી વર્ષાની એક માઝમ રાતે વસતી વાદળીને મેં પૂછ્યું : ‘કાં અલી ! આટલી ગર્જના કેમ કરે છે ? કાંઈક ધીરી ધીરી વરસને !’ વસતી વાદળીએ મુક્ત હાસ્યમાં સંકેત કર્યો : ‘અમને પીવા છતાં તારામાં અમારો ગુણ ન આવ્યો એટલે ભલા માનવી ! મારે તને ચેતવવો પડ્યો. અમે સગરનાં ખારાં પાણી પીને પણ ચોમાસામાં મીઠી જળધારાઓ વરસાવીએ છીએ, ત્યારે તું અમારાં મીઠાં જળ પીનેય કડવી વાણીનાં પાણી ટપકાવે છે, એટલે કહેવા આવી છું કે કડવા ઘૂંટડાને હૈયામાં ઉતારી, અમૃતના ઓડકાર મોંમાંથી કાઢ ને !' ૪૨૭. માનવજીવન એક યાત્રા જીવન એક યાત્રા છે. આ પ્રવાસમાં વિશ્વના જીવો સાથે મૈત્રીભાવ, ગુણવાનો પ્રત્યે પ્રમોદભાવ, દુ:ખી જીવો પ્રત્યે કરુણાભાવ અને માર્ગ ભૂલેલા માનવ પ્રત્યે માધ્યસ્થભાવ કેળવી આત્મા મહાત્મા બને છે અને આત્મજ્ઞાનના ધ્યાનમાં એ જ મહાત્મા પરમાત્મા બને છે. આ યાત્રા પરમાત્મ પ્રતિની છે. ૪૨૮. ક્ષણ ક્ષણ બદલાઈ રહી છે ભવિષ્યમાં આવનાર દુ:ખની ચિંતા કરી આજના દિવસે દુ:ખી થવું એ તો ન લીધેલ રકમ પર ચક્રવૃદ્ધિ વ્યાજ ભરવા જેવી વાત થઈ. ૧૧૬ * મધુસંચય Page #134 -------------------------------------------------------------------------- ________________ સમય તો ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યો છે. ત્યારે કાલની તો વાત જ શું કરવી ? આજને સમજથી વીતાવીએ તો કાલ સરસ થશે જ. બીજ સારું હશે તો ફળ સારાં આવશે જ. ૪૨૯. સત્યનો મહિમા સત્યને પ્રકાશ અને અસત્યને અંધકાર એટલા જ માટે કહેવામાં આવે છે કે સત્યવાદી પ્રમાદથીય અસત્ય બોલી જાય તો પણ લોકો એને સત્ય માને; જ્યારે અસત્યવાદી કોઈ પ્રસંગે મહાન સત્ય ઉચ્ચારી જાય તોય લોકો એને અસત્ય જ ગણે. ૪૩૦. દીન નહિ ઓ મારા ભાગ્ય ! મેં વળી તને ક્યારે કહ્યું હતું કે તું મને પૈસાદાર બનાવ ? હું તો તને આજ પણ કહું છું કે બધું લઈ લે. મારું કહેવું તો એટલું જ છે કે મને માનવતાવિહોણો અને દીન બનાવીશ નહિ. આત્મશ્રદ્ધાની મસ્તીમાં જીવવાનું આનન્દ-ધન લૂટીશ નહિ. ૪૩૧. હાનિ કોને ? સુંદર વસ્તુઓને વિકારી દૃષ્ટીથી નિરખનારા ઓ માનવી ! તારા વિકારી નિરીક્ષણથી સુંદર વસ્તુઓ અસુંદર નહિ થાય; પણ તારાં નયનો અને તારું માનસ તો જરૂર અસુંદર થશે ! હાનિ સુંદરતા કરતાં, તને પોતાને વિશેષ છે, એનો શાંત ચિત્તે એક ક્ષણ તો વિચાર કર. મલિન થયેલી દૃષ્ટિ જીવનસૌંદર્યને કેમ જોઈ શકશે ? ૪૩૨. સત્ય સોનું કોને નથી ગમતું ? સૌ એને ચાહે છે પણ અગ્નિમાં તપેલી સોનાની લાલચોળ લગડીને હાથમાં ઝાલવા કોઈ જ તૈયાર નથી, તેમ સત્ય હંસનો ચારો ૧૧૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ પણ સૌને ગમે છે પણ એને કટુતાના પાત્રમાં પીરસશો તો એને કોઈ નહિ ઝીલે. તમારે સત્ય જો પીરસવું હોય તો પ્રિયતાના પાત્રમાં પીરસો ને ! તો આ પથ્ય સત્યની મીઠાશ માણી શકાશે. ૪૩૩. અંદર શોધ હે માનવ ! તું બહાર શું શોધે છે ? અંદર આવ. જેને તું પાપાત્મા કહી ધિક્ક.રે છે ન જેનાથી તું દૂર ભાગે છે, તે તારા હૃદયમંદિરના વામ ખંડમાં સંતાયેલો છે : અને જેને તું પુણ્યાત્મા કહી પૂજે છે ને જેના સાંનિધ્ય માટે તું ઝંખે છે, તે તારા હૃદયમંદિરના જમણા ખંડમાં પોઢે છે. માટે કર વાત્સલ્યનો નાદ ! જેને શોધે છે, એ તારી સામે સાક્ષાત્ ખડો થશે. ૪૩૪. સંયમની પૂજા દેવમાં સંયમની ઊજળી ભાવનાને પ્રતિષ્ઠિત કરીને જ નારી દેવને પૂજે છે. નારીની આરતીમાં અખંડ શિખાએ જલતી જ્યોત એ સંયમનું પ્રતીક છે, એટલે નારી ખરી રીતે દેવની આરતી નથી ઉતારતી પણ સંયમની જ આરતી ઉતારે છે. સંયમના ચરણોમાં શ્રદ્ધાથી નમન કરતી નારીને દેવની પૂજારણ કહેવા કરતાં સંયમની પૂજારણ કહેવામાં નારીનું ઔચિત્ય અને ગૌ૨વ બન્ને જળવાય છે. ૪૩૫. અનુભવનાં વેણ જ્યાં સુધી માનવીને માથે વિપત્તિ નથી આવી ત્યાં સુધી એ એમ કહી શકે છે : ‘એમાં તે શી મોટી વાત છે ? વિપત્તિનો સામનો હસતા મુખે કરવો જોઈએ.' પણ જ્યારે વિપત્તિએ ખરેખર એને ત્યાં મુકામ કર્યો હોય ત્યારે જો આ વાક્ય આત્મશ્રદ્ધાપૂર્વક બોલાય તો આ સામાન્ય વાક્યની કિંમત ઋષિવાક્ય કરતાં પણ અનેકગણી પ્રેરણાદાયક બની જાય. ૧૧૮ * મધુસંચય Page #136 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬. વિચાર કબાટનાં ખાનાંમાં નકામી વસ્તુઓ ઠાંસી ઠાંસીને ભરી રાખી હોય તો પછી એમાં સુંદર વસ્તુ ગોઠવવા જેટલી જગ્યા રહેતી નથી અને પરાણે જ્યાં ત્યાં ગોઠવીએ તો એ કચરામાં મૂલ્યવાન વસ્તુ ક્યાંય અટવાઈ જાય, માટે આપણા મગજના ખાનામાં પહેલેથી જ સુગંધભર્યા સુંદર વિચારો ગોઠવીએ કે જેથી નકામાને માટે જગ્યા જ ન હોય. ૪૩૭. અપ્રામાણિક અપ્રામાણિક અને શિયળહીન માનવીને ખસથી સડેલા, દુર્ગન્ધવાળા કૂતરાની ઉપમા અપાય છે. કૂતરાની પેઠે આવા માણસને પણ કોઈ પોતાના આંગણામાં આવવા દેતું નથી. અને જો અજાણતાં આવી જાય તો એને કોઈ પ્રેમથી પડખામાં તો બેસાડતું નથી જ. ૪૩૮. અનુભવ તમે મને મારા જીવનપંથના અનુભવોનું વર્ણન કરવા કહો છો અને એમાંથી પ્રેરણા મેળવી, તમે તમારા જીવનની સમસ્યાઓને ઉકેલવા માંગો છો? તો જરા ઊભા રહો; મારા અનુભવોમાંનો એક મહત્ત્વનો અનુભવ કહું; આપણે કોઈનો અનુભવ, કોઈની વિશિષ્ટતા કે ખાસિયત ઉધાર લેવાની જરૂર નથી. જીવનપંથમાં આગળ વધવા માટે આ ત્રણ વાતની આવશ્યકતા છે : સંયમ, આત્મવિશ્વાસ અને પળેપળની જાગૃતિ. ૪૩૯. અણુ વસ્તુ નાની છે એટલે એની કિંમત તમારે મન કાંઈ જ નથી પણ એક નજર તો અહીં નાખો ! આ નાનકડા આગના તણખાએ આખા વનને રાખની ઢગલીમાં ફેરવી નાંખ્યું. આ નાનકડા છિદ્ર આ મહાનીકાને સાગરમાં જળસમાધિ લેવરાવી. આ નાનકડા બીજે વડ બની આ વજ જેવી દીવાલને પણ ચીરી હંસનો ચારો જ ૧૧૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ નાંખી. આ નાનાશા અણુઓના બોમ્બે હીરોશિમા અને નાગાસાકીનો નાશ કરી દીધો છતાં નાની વસ્તુનું મૂલ્ય તમારે મન કાંઈ જ નથી ? તો પછી રળિયાન મહંતો મહંયાન” એવો આત્મા કેમ સમજાશે ? ૪૪૦. કાન્તિ ક્રાન્તિ થઈ રહી છે, માનવતાનો ધરમૂળથી ફેરફાર થઈ રહ્યો છે. માનવતાને દૂર ફગાવી, ઝડપથી, શોષણથી યુદ્ધ તરફ ધસવું એનું નામ કાન્તિ? માણસ આજે બાહ્ય દૃષ્ટિએ બે ડગલાં આગળ દેખાય છે, પણ આંતરિક દૃષ્ટિએ તો એ ચાર ડગલાં પાછળ પડી રહ્યો છે, અને તેથી જ એક ઠેકાણે અન્નકૂટ દેખાય છે, ત્યારે બીજી બાજુ અનાથ માનવ અન્ન વિના રિબાઈને મરી રહ્યો છે...રે, ક્રાન્તિ ! ૪૪૧. ભાવના પ્રાણીમાત્રના જીવનમાં ભાવના અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલા જ માટે ચિન્તકો માણસના સ્થૂલ કાર્યને નથી જોતા, પણ એની પાછળ કામ કરતી સૂક્ષ્મ ભાવનાને અવલોકે છે. કાર્ય એક જ હોય છતાં ભાવના ભિન્ન હોય તો પરિણામ જુદું જ આવે. બિલાડી જે દાંતથી પોતાના બચ્ચાને પકડે છે, એ જ દાંતથી ઉંદરને પણ પકડે છે; પણ એમાં અંતર આકાશનું અને પાતાળનું છે. એકમાં રક્ષણની ભાવના છે; બીજામાં ભક્ષણની. એકમાં વહાલ છે, બીજામાં વિનાશ ! ૪૪૨. સચ્ચાઈનું સંગીત જે માણસ પોતાના કાર્યક્ષેત્રમાં કુશળ અને સાચો હોય તો તે વિશ્વના ગમે તે સ્થાનમાં સફળતા મેળવી શકે છે. આપણા પ્રત્યેક કાર્યમાં સચ્ચાઈનું મધુર સંગીત ભરશું તો તે ચારે બાજુ ગુંજ્યા વિના રહેશે ખરું ? સચ્ચાઈનું સંગીત બીજાના મનને ભરતા પહેલાં ગાનારના દિલને ભરે છે. ૧૨૦ - મધુસંચય Page #138 -------------------------------------------------------------------------- ________________ ઊર્મિ અને ઉદધિ ____ ____ ____ ___ Page #139 -------------------------------------------------------------------------- ________________ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩. કોઈનો સાદ 5 જ હૃદય આનંદનાં અમીથી આ છલકાઈ રહ્યું છે. અનંતમાંથી જાણે છે કોઈનો સાદ આવી રહ્યો છે – ઝીણો છતાં છે મધુરો, શાન્ત છતાં સ્પષ્ટ. અનુભવી શકાય, માણી શકાય, પણ વર્ણવી કે વ્યક્ત તે ન કરી શકાય એવો આ અગમ્ય સાદ છે. આ અવાજમાં સ્નેહીનું સૌહાર્દ છે, પ્રિયાનો હું પ્રેમ છે, માતાનું વાત્સલ્ય છે, મિત્રની હુંફ છે છે અને વિભુની કરુણા છે. આટઆટલા ( દિવ્ય અને સુંદર ભાવોને વહન કરતો આ સાદ કોનો હશે ? સાદ સંભળાય છે, પણ • આ સાદ કરનારો દેખાતો કેમ નથી ? આ સાદ સાંભળું છું ત્યારે દિવ્ય ભૂમિનાં સ્વપ્નાં આવે છે. જાણે ત્યાં નિત્ય વસંત છે. ( પતુનાં પુષ્પોનો પરિમલ છે. પાણીને બદલે પ્રકાશના ફુવારા છે. ભૂમિને બદલે • મરકતમણિની ભોંય છે. કેવળ પ્રકાશ જ જ્યાં વિલસી રહ્યો છે. આત્માઓ આપણા જે સ્થૂળ દેહને બદલે રંગભરી વાદળીમાંથી બનેલા તત્ત્વમાં વિહરી રહ્યા છે. કમળની સુરભિના શ્વાસોચ્છવાસ છે. હવામાં પુષ્પો - ઊર્મિ અને ઉદધિ = ૧૨૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ ક્રીડા કરતાં હોય તેમ સમગ્ર ચેતનાસૃષ્ટિ જ્યાં આનંદમગ્ન છે. આહ ! આવું બધું આ સાદમાં હું અનુભવું છું. આ સાદ કોનો હશે ! આ તે બુદ્ધિનો ભ્રમ છે કે પરબ્રહ્મનો સંસ્પર્શ છે ? ખરેખર, વીતરાગ એવા પરબ્રહ્મનો આ સાદ હોય તો આ નિમન્ત્રણ શાને ન સ્વીકારું ! ૪૪૪. દિવ્ય પ્રકાશ કાશની પૂર્ણિમા છે, પ્રભાતનો પ્રથમ પ્રહર છે, સૌ તારા પ્રકાશને વધાવી હું જે આવ્યો છું. તારાં તેજોમય દર્શનથી મારા જીવનના શાંત સાગરમાં ચાંચલ્યભર્યા ઉલ્લાસની એક પ્રકાશમય પળ આવી ગઈ. શું એ મારો અપરાધ છે ? ચંદ્રનાં કાવ્યમય દર્શનથી સાગરના તરંગો અધીર થઈ ઊછળી પડે તે શું ઉન્માદભરી વિકૃતિ છે ? મારા નાથ ! આભ જેટલો તું દૂર હોવા છતાં અહીંથી મારો આત્મા તને એક તને જ પામવા ઊછળી રહ્યો છે. આ ભાવના એ વિકૃતિ — = ન હોઈ શકે, એ તો મારા પ્રાણની પ્રકૃતિ છે. ઇન્દુ-સિન્ધુના સનાતન ભાવોમાંથી પ્રગટેલો અ અખંડ ઉલ્લાસ છે. ઉલ્લાસના આ તોફાન પાછળ પણ તારી શાશ્વત સ્મૃતિનું શાંત અને સુમધુર સંગીત જ વહી રહ્યું છે. એ સંગીતનો ધ્વનિ કહે છે : તું દૂર છે, પ્રકાશની પેલી પાર છે; છતાં મારા પારદર્શક હૃદયમાં તો તું અહીં પણ સંક્રાન્ત છે. હું તારી પાસે જ્યારે આ પ્રાર્થના કરી રહ્યો છું ત્યારે પણ મારા આંતરવૈભવની વિપુલતાનું મને ભાન છે. એટલે જ હું વૈભવ નથી માગતો, માગું છું માત્ર પ્રકાશ ! મારા આંતરિક વૈભવને અજવાળે એવો દિવ્ય પ્રકાશ ! ૪૪૫. વિરહ ગવાન ! તારું દર્શન આજ સુધી નહોતું થયું તે પણ ઠીક જ થયું. ભવહાલા ! તારું દર્શન જો મને વહેલું થયું હોત તો આજ સુધી તારા ૧૨૪ : મધુસંચય Page #142 -------------------------------------------------------------------------- ________________ મિલન કાજે જે ઝંખના જાગી તે જાગત ? જે પ્યાસથી હું આકુળવ્યાકુળ થઈ ગયો તે આકુળતાનો આનંદ મળત ? જે સુધાથી હું વિવશ બની ગયો તે ક્ષુધાની વેદના જાણવા મળત ? આહ ! એ પળ યાદ આવે છે અને કંઈનું કંઈ થઈ જાય છે ! તારા મિલન માટે હું કેવો તરફડ્યો છું ? કેવી તીવ્ર આતુરતાથી તારી પ્રતીક્ષા મેં કરી છે ? કેવાં તપ મેં કર્યા છે ? અને તે વખતે ઊર્મિઓની છોળો ઉછાળતી ભાવનાઓની જે છાલક વાગતી, કલ્પનાઓની જે સરિતાઓ વહેતી, તે તું મળ્યો હોત તો બનત ? તું નથી મળ્યો એટલે જ તો આ ભાવોન્માદ જાગ્યો ! આટઆટલા કવિઓની વેદનામય વાણી વાંચી; અને તારાં ન વર્ણવી શકું એવાં રૂપો કપ્યાં, એવા પ્રકારો સર્યા, અને એવી મૂર્તિઓ સ્વપ્નમાં આણી, કારણ કે મેં તને નહોતો જોયો. ભ્રમર ત્યાં સુધી જ ગુંજન કરે છે, જ્યાં સુધી એ રસમગ્ન બનતો નથી. રસનું દર્શન થયા પછી ભ્રમરનાદ કોઈએ સાંભળ્યો છે ? ભ્રમરને મીઠી વેદનાનું દર્શન તો રસદર્શન પૂર્વે જ થાય છે. રસ મળતાં તો એ મૌનમાં મગ્ન બની જાય છે. ૪૪૬. આનંદસમાધિ એ જ જ્યારે તને જોઉં છું ત્યારે લાગે છે કે જે ગીતનાં મધુર સ્વપ્નોમાં નામેં તને પોઢેલો જોયો હતો, તે તો તું છે જ નહિ ! તું તો તેથી સાવ જ ન્યારો છે ! હૈયાના ફૂલ ! તારું સાચું રૂપ આજ સુધી કોઈએ કેમ નહિ કહ્યું હોય ? પણ તને જે પામે છે, સમજે છે, તે પછી શબ્દોની જટિલતામાં શું કરવા પ્રવેશે ? જે માનસરોવરમાં વિહર્યો હોય તે ગંધાતા ખાબોચિયામાં કેમ પ્રવેશે ? જેણે મત્તા કમળની સુરભિ માણી હોય તે કાંઈ લસણને ઇચ્છે ? તારા મિલનની મત્ત મધુરતા પછી શબ્દોની લીલા કેવી શુષ્ક લાગે ! ઓહ ! શું તાજું દર્શન ! શું તારું રૂપ ! એને વળી શબ્દ માં પુરાય ? ના રે ના, એમ તે બને ! તું મુક્ત છે ને મુક્ત જ રહેશે. વિશ્વનો એવો કોઈ મહાકવિ નથી, જે તને શબ્દોમાં વર્ણવી શકે ! એ બહુ તો કહેશે : નેતિ નેતિ ! એ પાછળ જશે, આગળ નહિ, કારણ કે આગળ તો તું બિરાજે છે. તારા પદ્માસન સુદી કવિના શબ્દો કઈ રીતે આવી શકે ? અહીં શબ્દ વિરામ પામે છે. દેવ ! ચેતનાની તીવ્રતાથી મારી બધી ઇન્દ્રિયો તારું સંવેદન કરી રહી છે. તારાં દર્શનથી નયનો આનંદવિભોર છે. તારા શ્રવણથી કાન સમાધિમગ્ન છે. ઊર્મિ અને ઉદધિ ૧૨૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ તારા સ્પર્શથી પ્રેમપ્રકાશનો સંયોગ થયો છે. અને આત્મા ? આત્મા તો શાંત સુધારસમાં નિમગ્ન જ બની ગયો છે. ૪૪૭. પ્રીતની રીત થ ! તારી અને મારી વચ્ચે પ્રીતનો જે અખંડ દોર છે, તે કોઈનેય જાણે નગમતો નથી ! સૌ અને ખંડિત કરવા કટિબદ્ધ થયા છે. મા કહે છે : ‘બેટા, મારાથી અધિક વાત્સલ્ય તેં ક્યાં દીઠું ?' પિતા કહે છે : ‘મારા લાલ ! મારાથી અધિક તારે કોણ ?' ભગિની અને ભ્રાતા સ્નેહભીનાં હૈયે ગળે બાઝ્યાં છે. સખી તો ચરણોમાં પડી આંસુથી પગનું પ્રક્ષાલન કરતાં કહે છે : ‘મારા દેવ ! મને મૂકીને ક્યાં જાવ છો ? મેં તો તમારા પાવન પગલે મારું જીવન ન્યોછાવર કર્યું છે !' તારા વિના મારું કોણ ?' આખું જગત આમ પ્રલોભન ધરી કહે છે : ‘તું એને મૂકી આવ. અમે તારો સત્કાર કરીશું, પૂજા કરીશું, તારા ચરણે અમે અમારું સર્વસ્વ ધરીશું.' જગત આઠેય પ્રહર જુદા જુદા સ્વરૂપે આવી આવી વાતો કરી મને બોલાવી રહ્યું છે, ફોસલાવી રહ્યું છે. મને તારાથી વેગળો થયેલો જોવા આ વિશ્વ કેટલું ઝંખી રહ્યું છે ! બીજી બાજુ તું માત્ર એક છે; અને તુંય પાછો કેવો પ્રશાન્ત ! બોલાવું તો બોલે ના, હસાવું તો હસે ના, સત્કારું તો આવે ના. આ તે તારી કેવી રીત ! મારા મિત્ર ! તારે માટે તો આખા જગતને મેં તરછોડ્યું તોય તું મારી ઉપર એક કરુણ નજર પણ કરે ના ? ૪૪૮. એક તણખો થ ! મારો આત્મા જ્યારે તારા નાદથી મત્ત બન્યો ત્યારે જગત મને ન ભોજન માટે નિમંત્રવા આવ્યું છે. ભગવાન ! જગત આ નથી જાાતું, પણ તું તો જાણે છે કે હું ભોજનના ટુકડાઓનો ભૂખ્યો નહિ, પણ તારા પ્રેમરસનો તરસ્યો છું; અને એ રસના જામ જ્યારે તારી પાસેથી ભરીભરીને મળતા હોય ત્યારે એ રસભર પ્રસંગને હું કેમ તજી શકું ? દેવ ! તું મને કહીશ કે હું સ્વાર્થી છું; પણ પ્રભો ! આ વિશ્વમાં કોણ સ્વાર્થી નથી ? સ્વનો અર્થી જ આત્માનો અર્થ જ તારા પ્રેમરસને પાત્ર ܀ - ૧૨૬ ઃ મધુસંચય Page #144 -------------------------------------------------------------------------- ________________ બની શકે છે. સિંહણનું દૂધ જેમ સુવર્ણપાત્રમાં જ ટકે છે તેમ તારા પ્રેમરસને પણ આ સ્વ-અર્થનું પાત્ર જ ઝીલી શકે છે ! આજ તો હું તારાં દર્શનથી મત્ત બની રસલહાણ લઈ રહ્યો છું; મારે હવે જગતના નિમંત્રણની શી જરૂર ? મને તો જગતનાં નિમંત્રણ કરતાં તારા ઉપાલંભ જ વધારે ગમે છે; જગતની પૂજા કરતાં તારી મધ્યસ્થતા મને વધુ પ્રિય લાગે છે ! પ્રભો ! મારે રાખની ઢગલી ન ખપે, અગ્નિનો એક તણખો જ બસ છે ! ૪૪૯. એ કયું ગીત થ, ભાતનાં દ્વાર ઊઘડે છે ત્યારે ઉષાના વિવિધ રંગો દેખાય છે. વાતાવરણમાં પંખીઓનો કિલકિલાટ અને જીવનનો તરવરાટ દેખાય છે. કલાકો વીતે છે અને ધીમે ધીમે એ રંગો અદશ્ય થાય છે, અને તેને બદલે ત્યાં મધ્યાહુનની પ્રખરતા અને ધોમ તાપ છવાઈ જાય છે. માણસના ચિત્ત પર શૂન્યતા આવવાની ક્ષણે જ સંધ્યાના નમણા વૈભવની આભા વિસ્તરી જાય છે. જીવન પુન: આલાદનો એક ઊંડો નિઃશ્વાસ લે છે, આંખો બંધ કરી એ આનંદનું પાન કરે છે, ત્યાં તો અંધકારનો થર વિશ્વ પર ફરી વળે છે. નિસર્ગ અને જીવનનું આ કેવું નિર્માણ છે ? આ દશ્યો જોઈ કવિને પણ વિચાર આવે છે : નિસર્ગ શું છે ? ઉષાનું આનંદગીત કે તમિસાનું વિષાદગીત ? ૪૫૦. પ્રેમપરાગ છે, ને અહીં મોકલતાં પહેલાં તેં કહ્યું હતું : “માગી લે. પ્રેમ જોઈએ છે કે સૌન્દર્ય ? એક મળશે, બે નહિ.' મેં મારા અંતરના આદેશ પ્રમાણે પ્રેમ માગ્યો. તેં તે વેળા સ્મિત કર્યું અને હું દ્વિધામાં પડ્યો : રખે મારી માગણી મૂર્ખાઈભરી ઠરે. પણ હવે આજ હું મારી જાતને ધન્યવાદથી વધાવું છું, કારણ કે મેં સહજભાવે માગ્યું હતું તે જ સત્ય નીવડ્યું. અત્યારે મારા દ્વારે સૌન્દર્ય આંટા મારી રહ્યું છે. હું દ્વાર ખોલવા ઊભો થયો ત્યાં પ્રેમે કહ્યું : “જરા ધીરો થા. દ્વાર ઊર્મિ અને ઉદધિ ૦ ૧૨૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ ખોલવાની કંઈ જ જરૂર નથી. એ તો મારું બાહ્ય અંગ છે અને તે દ્વારપાળ બનીને ઊભું રહેશે જ.' ઓહ ! હવે સમજાયું. સૌન્દર્ય એ તો પ્રેમપુષ્પનો જ પરાગ છે. પ્રેમની નજ૨ જ વસ્તુને વિશિષ્ટ અને સૌન્દર્યમય બનાવે છે. ભૂલીશ નહિ : સૌન્દર્ય પ્રેમનો જ દ્વારપાલ છે. ܀ ૪૫૧. પ્રકાશને દ્વારે ર્ષની વિદાય વેળાએ પ્રકાશ સામે ઊભો છું, અને વિચાર આવે છે દિવસો : મહિનામાં અને મહિનાઓ વર્ષમાં ફેરવાઈ ગયા. આજે હવે વર્ષ પણ વિદાય લઈ રહ્યું છે. કાળચક્ર કેવું અવિરત ફરી રહ્યું છે ! આ મહાકાળની ભયંકરતાને પ્રછન્ન રાખવા નિસર્ગે એના ૫૨ ઋતુઓના વિવિધ પ્રકારનાં ફૂલોની અને ફળોની રમણીયતા મૂકી. માનવી આ ઉપરના દેખાવને, ઋતુઓની આ રંગલીલાને જોવામાં એટલો તો તલ્લીન અને મગ્ન થઈ જાય છે કે કાળચક્રની વિકરાળ ગતિનેય એ જોઈ શકતો નથી. પણ માનવી જુએ કે ન જુએ, એ તો જીવનના દિવસો કાપી જ રહ્યું છે. એક વર્ષ પૂર્ણ થઈ ગયું ! હા, ત્રણસો ને સાઠ દિવસ વીતી ગયા ? પણ પ્રગતિ શી કરી ? સ્થળના વિકાસ સિવાય બીજો શો વિકાસ સાધ્યો ? પ્રકાશ સામે મૌનભાવે મીટ માંડી નમ્રભાવે ઊભો છું એટલા માટે કે કાંઈક ઉત્તર મળે, કાંઈક માર્ગ મળે, કાંઈક નૂતન સૃષ્ટિ મળે. ઊંડાણમાંથી ઉત્તર આવે છે : ‘જીવન એ માત્ર સ્વપ્ન નથી, જાગૃતિ છે; એ માત્ર ધમાલ નથી, વ્યવસ્થા છે; એ કલહભર્યો કટુ શબ્દ નથી, લયભર્યું સંગીત છે.' આ જાગૃતિને, આ વ્યવસ્થાને, આ સંગીતને જીવનમાં પ્રગટાવવા જીવનદરબારના દ્વારે આશાભર્યાં નયને ઊભો છું. જોઉં છું : સંવાદમય સંગીતમાં જાગૃતિનું પરોઢ ક્યારે પ્રગટે છે ! ૪૫૨. વાત્સલ્યની ભરતી ગાય આટલી ઉતાવળી કેમ ચાલી જાય છે ? એની આંખમાં આ શાનું આજ છે ? એના તનમાં આ ઉત્સાહ શાનો છે ? કેવા આહ્લાદમય ઉત્સાહથી એ ચાલી જાય છે ! ૧૨૮ : મધુસંચય Page #146 -------------------------------------------------------------------------- ________________ હા એ પોતાના વાછરડાને કંઈક પાવા જઈ રહી છે. એનાં આંચળ દૂધના ભા૨થી નમેલાં અને પુષ્ટ છે. આ તાજું દૂધ એ પોતાના ભૂખ્યા-તરસ્યા વાછરડાને પાશે. વાત્સલ્ય અને અર્પણનું તેજ એનાં નયનમાં છે, સત્ત્વદાનનો ઉત્સાહ એના તનમાં છે. પ્રભો ! આવું તેજ અને આવો ઉત્સાહ મારામાં ન આવે ? પ્રાણીમાત્ર પ્રતિ આવો માતૃભાવ તું મારામાં ન જગાડે ? હુંય મા બની મારી આ સંચિત જ્ઞાનસુધા જગતને પાઉં એવું ન બને ? આ અમીપાન કરાવવા વિશ્વનાં ગામેગામ, શેરીએ શેરીએ અને ઘરેઘર ઉત્સાહ અને ઉલ્લાસભેર ફરી વળું તો કેવું સારું ! ગૌમાતાની આ ગતિનાં દર્શનથી ચિત્ત વાત્સલ્યથી ભરાઈ ગયું છે. આજ તો તન અને મનના અણુએ અણુમાં આ વાત્સલ્યની મધુરતા છવાઈ છે. ܀ ૪૫૩. સંધ્યાનું હાસ્ય શું હસમુખા માણસો બધા જ સુખી હોય છે ? ના, ના. આ વાત સર્વત્ર સત્ય નથી. એવાં હૃદયો પણ અહીં છે, જે હસે છે, ખૂબ હસે છે, કારણ કે એમનાં એકાન્તનાં રુદન હવે ખૂટી ગયાં છે, આંસુઓ સુકાઈ ગયાં છે, વેદના થીજીને પથ્થર બની છે, નિશ્વાસ થંભી ગયા છે. પોતાની વ્યથાને બહાર કાઢવા હવે એમની પાસે હાસ્ય સિવાય કાંઈ જ રહ્યું નથી. હારીને મરવું હોય તો મૌન અને ગંભીરતા છે; પણ ના, હારવુંય નથી, મરવુંય નથી, જીવવું છે વિધિની કઠોરતા સામે પૂરેપૂરું જીવવું છે, દુ:ખના દાવાનળ વચ્ચે પણ કર્મ ખપાવવા જીવવું છે. તો હવે એક જ પણ ચોક્કસ રીતે માની લે કે કેવું મીઠું હસે છે ! માર્ગ છે આ : હસવું = એટલું હસવું કે એને જોનાર કેટલો સુખી છે ! વાહ, કેવો આનંદી ! આથમવાની પળે સંધ્યા રંગનો કેવો સિંગાર સજે છે ! એના હૈયાાં શોકનો અંધકાર છે, પોતાના પ્રિયજન સૂર્યને ગુમાવ્યાનો ગહન શોક છે, છતાં આખી સૃષ્ટિને એ રંગના કેવા હાસ્યથી ભરી દે છે ! લોકો કહે છે : ‘શી સુંદર સંધ્યા ખીલી છે !' પણ કોને ખબર છે એના હૃદયમાં શું છે ? એવું જ કંઈક આ હાસ્યના ધ્વનિ પાછળથી મને સંભળાય છે. ઊર્મિ અને ઉદધિ ૧૨૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૪પ૪. ચિત્તની ચાવી Bક કલાકથી હું કબાટની ચાવી શોધી રહ્યો હતો. એકેએક સ્થાન શોધી વળ્યો, પણ ક્યાંય ન મળી. થયું, મકાન મૂકીને ચાવી જાય ક્યાં ? ત્યાં બાપુજી આવ્યા. મેં પૂછ્યું : “આપે ચાવી જોઈ ? સર્વત્ર શોધી વળ્યો, પણ ચાવી જડતી નથી.” એમણે કહ્યું : “આ તારા હાથમાં શું છે ?' કેવું આશ્ચર્ય ! ચાવી તો મારા હાથમાં જ હતી; અને હું નાહકનો બધે શોધી રહ્યો હતો ! જીવનમાં પણ આમ જ બને છે. આપણા અંતરના કબાટની ચાવી આપણા હાથમાં જ છે, પણ આ કોલાહલમાં આપણે ભૂલી જઈએ છીએ, અને એની શોધમાં સર્વત્ર ભટકીએ છીએ. આખો જન્મારો આખા જગતમાં ફરવામાં ગાળીએ છીએ. આવા સંયોગોમાં કોઈ પ્રાજ્ઞ પુરુષ આપણને આપણા હૃદયમાં બિરાજતા ચૈતન્ય સામે આંગળી ચીંધી એમ કહે : “અરે, ત્યારે આ તમારી પાસે શું છે ? તો આપણને કેવું લાગે ? ૪૫૫. ધ્યેય કે ય એ માનવજીવનનો અર્ક છે. જેની પાસે પોતાના ધ્યેયનું સ્પષ્ટ ચિત્ર છે તે જ જીવનના રહસ્યને સાચા અર્થમાં પામ્યો છે. પણ, આજે માણસ પાસે એના જીવનનું ધ્યેયચિત્ર સ્પષ્ટ નથી એટલે એને જીવન એક બોજરૂપ લાગે છે. એ જીવે છે પોતાની ઇચ્છાવિરુદ્ધ, પોતાનાં સ્વપ્નોવિરુદ્ધ, પોતાના આત્માના પ્રકાશની વિરુદ્ધ. જગતના સંયોગોએ એને વાસનાની સાંકળે બાંધી લીધો હોય છે. એના દિલમાં મુક્તિનું ગીત છે ખરું, પણ પગમાં તો પારતંત્રની વજનદાર સાંકળ પડી છે. અને આમ હોય પછી એનામાં ગીત ગાવાનો ઉલ્લાસ ક્યાંથી પ્રગટે ? બંધનને કારણે એ દોડી પણ શાનો શકે ? પિંજરામાં પુરાયેલા પંખીની જેમ માનવી ગાય છે અને ખાય છે; પણ ખાય છે તે આ દેહ દ્વારા ધ્યેયને શિખરે પહોંચવા નહિ, પણ ધ્યેયહીન દેહને ટકાવવા માટે; અને ગાય છે તે આત્માના આનંદને ઉલ્લાસથી લલકારવા માટે નહિ, પણ દેહને ટકાવવા માટે જોઈતા ખોરાકને મેળવવા માટે. ૧૩૦ - મધુસંચય Page #148 -------------------------------------------------------------------------- ________________ એના દિલમાં રહેલી સાચી ભાવનાનું ગીત, એ એક મુક્ત પંખીની જેમ છેડી જ શકતો નથી. હા, એ કોઈક વાર ગાય છે, પણ એમાં આત્માના પરાજયનું કન્દન અને વ્યથાના કરુણ સૂરો સિવાય બીજું હોય છે પણ શું ? ૪પ૬. પ્રયત્ન જાણ્યું કે વિપત્તિઓથી તમે ઘેરાઈ ગયા છો, પણ હવે શું ? શું મૂંઝાઈને એમાં જ પડ્યા રહેશો ? મૂંઝાવાથી વિપત્તિ ટળી જશે ? ધારો કે અંધકાર ખૂબ છે, તો તમે શું કરશો ? મૂંઝાઈને બેસી રહેશો ? એથી અંધકાર ટળી જશે ? ના, ઊભા થાઓ, દીપક શોધી કાઢો, પ્રગટાવો; અને પછી જોઈ લો : થોડી જ વારમાં પ્રકાશ ! પ્રકાશ ! થોડોક શ્રમ, થોડીક બુદ્ધિ અંધકારને પ્રકાશથી રંગી શકે છે. તો જીવનમાં આવતી વિપત્તિઓ પણ થોડોક આવો હિમ્મતભર્યો શ્રમ માગે છે. હારો નહિ, પ્રયત્ન કરો. પાણી કેવું નાજુક છે ! નાજુક આંખનેય આનંદ આપે છે. આવું નાજુક પાણી પણ પ્રયત્ન કરીને પથ્થરમાંથી માર્ગ કાઢે છે; તો માણસ તો ચેતનવંત છે, જીવંત છે, શું એ વિપત્તિમાંથી માર્ગ નહિ કાઢી શકે ? અભ્યાસ સ્વસ્થતાથી કરવો. ગભરાવું નહિ, તેમ પ્રમાદ પણ ન કરવો. માનવજીવનનું સરવૈયું એના જીવનનાં બેચાર કાર્યોથી નથી નીકળતું; એનું સરવૈયું એના જીવનનો અંત છે; અને તે દીર્ઘ અંતને છેડે આનંદપૂર્વક પહોંચવા માટે સ્વસ્થતાથી પ્રયત્ન કરવો જ રહ્યો. ૪૫૭. શુદ્ધ રસાધના 2 ટલાક માણસો, જીવનભર માત્ર સ્વપ્નો જ સેવતા હોય છે. કોઈ સુંદર બગીચામાં કે કોઈ સરિતાને કિનારે બેસી. આવા યુવાનો, કલ્પનાનાં સામ્રાજ્યો જ રચતા હોય છે; પણ એમનાં સ્વપ્ન એટલેથી સાકાર નથી થતાં. સ્વપ્ન સિદ્ધ કરવા ઇચ્છનાર, સર્વપ્રથમ, પોતાની શક્તિને વિવેકથી પિછાને છે, પોતાને ક્યાં જવાનું છે તેનો નિર્ણય કરે છે, પછી નિર્ણત લક્ષ્યબિંદુ ભણી મક્કમતાથી પગલાં ભરે છે અને ધ્યેયના શિખરે પહોંચે છે. ઊર્મિ અને ઉદધિ ૧૩૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ હું કબૂલ કરું છું કે સ્વપ્ન એ માનવીના મનની સર્જનસૃષ્ટિ છે અને ઇચ્છા એ મનની ઉમદા ભાવનાનું બીજ છે; પણ એકલા બીજથી પાક ઊતરતો નથી. બીજ ક્યારે ઊગે ? ખેડાણ થાય, પાણી મળે તો ને ? પુરુષાર્થની ખેતી કરો, ઇચ્છાનું બીજ રોપો, શ્રદ્ધાનું જળ સીંચો. પછી જોઈ લો; જીવનક્ષેત્ર પાકથી કેવું હર્યુંભર્યું બની જાય છે ! બીજની--સ્વપ્નની સિદ્ધિ સાધનાથી થાય છે, અને સાધના શુદ્ધિ માગે છે. ܀ ૪૫૮. પંથ જી વનને અંધકારથી ઢાંકી દેતી નિરાશા તારી આસપાસ છવાઈ ગઈ છે ? જીવન કટુ અને ભારરૂપ લાગે છે ? પણ એ વાત કદી ન ભૂલીશ કે પતનના પાયામાં પણ ઉત્થાન છે, પરાજયમાંથી જ જયનું બળ પ્રગટે છે, અને આપણી નબળાઈઓ અને ત્રુટિઓ કપરા પ્રસંગ દ્વારા દૂર થાય છે માણસ ફરીથી ઊભો થઈને હિંમતભેર આગળ વધે છે. હિંમત ન હારીશ; ધૈર્ય રાખજે. જીવન શું આપવા માગે છે તે આપણે જાણતા નથી. એનો રહસ્યભંડાર કોઈ અદ્ભુત છે. એ કાંઈ ક્ષણિક પ્રકાશનો ચમકાર નથી, પણ અંધકારમાંથી પ્રગટતા સૂર્યની એક યાતનામય યાત્રા છે. તું આ જ માર્ગમાં હાર્યા વિના આગળ વધજે. જીવન અને જગતને મીઠું બનાવવા માટે તારે વાદળની જેમ કડવા ઘૂંટડા પીવા પડશે, અને વધારામાં તારે વિશ્વને શાન્તિનું અમૃત પાવું પડશે. - ܀ ૪૫૯. સહાનુભૂતિ હાનુભૂતિ એ તો દીપક છે. ત્રાસના અંધકારમાં અથડાતા હૃદયનો એ સઆધાર છે. વાસનાના તિમિરમાં જીવનકેડી ખોઈ બેઠેલા માનવીનો એ પથદર્શક છે. આવા એ દીપની માવજત કરજો. જોતા રહેજો; એની ચીમની કાળી ન થઈ જાય, એના પર મેશના થર બાઝી ન જાય. રોજ એને માંજતા રહેજો કે જેથી કરી એની સ્વચ્છતા દ્વારા એનો પવિત્ર પ્રકાશ સૌને મળે. પ્રભાત થાય ત્યારે બીજા દીપકો ભલે બુઝાઈ જાય, પણ સહાનુભૂતિનો દીપક કદી ન બુઝાય એની ખેવના રાખજો. ૧૩૨ * મધુસંચય Page #150 -------------------------------------------------------------------------- ________________ લાખો રૂપિયાનાં દાન કરતાં પણ અંતરના ઊંડાણમાંથી નીકળેલા સહાનુભૂતિના-આશ્વાસનના બે શબ્દો કેટલા મોંઘા છે ! સહાનુભૂતિમાંથી પ્રગટેલ લાગણીઓનો પ્રવાહ, ધનનો પ્રવાહ સુકાઈ જવા છતાં, સુકાવાનો છે ખરો ? એ પ્રવાહ તો સતત રીતે વહ્યા જ કરવાનો અને કેટલાંય ઉજ્જડ બનેલાં હૈયાંને નવપલ્લવિત કરતો અનંતમાં ભળી જવાનો. એટલે જ હૈયાના અતળ ઊંડાણમાંથી પ્રગટેલ સહાનુભૂતિનું મૂલ્યાંકન કરવા જગતના ભલભલા ધનપતિઓ પણ સમર્થ નથી. ૪૬૦. વિદાય ધ્યાના દ્વા૨ને ઊંબરે ઊભેલો સૂર્ય અસ્તાચલ પરથી સૃષ્ટિ ૫૨ છેલ્લી નજ૨ સું જગત સાથે સહચારનો આનંદ માણ્યા પછી તે વિષાદ વિના સૃષ્ટિને કેમ તજી શકે ? આંગળી ઉ૫૨થી કોઈ જીવતો નખ ઉતારતું હોય અને જેવી વેદના થાય એવી તીવ્ર વેદનાથી એનું મુખ રક્તવર્યું થઈ ગયું છે ! માત્ર ચાર પ્રહરના સૃષ્ટિ સાથેના સંબંધથી જો એને આટલો રાગ છે, એ. તજતાં એના મુખ પર આટલો ઘેરો વિષાદ છે; તો મારો તો આ જગત સાથે વર્ષોનો ઘનિષ્ઠ સંબંધ છે; શું હું મારા સંધ્યાકાળે, લેશ માત્ર પણ વિષાદ વિના, આ જગતથી વિખૂટો પડી શકીશ ખરો ? શું તે પળે વિષાદનાં વાદળો મારા આત્માના પ્રકાશને ઘેરી નહિ વળે ? શું જ્ઞાનની એટલી મૂડી મારી પાસે છે ખરી, કે મૃત્યુને હું એક ચિરનિદ્રા માનું, મરણને હું એક લાંબા અને શ્રમ ભરેલા પ્રવાસ પછીનો આરામ માનું ? મારા પુરોગામી એવા સૂર્યને વિષાદગ્રસ્ત બની અસ્તાચલ પરથી સરી જતો જોઉં છું ને મારી જીવનસંધ્યાની શાન્ત પળ મને સાંભરી આવે છે. ܀ ૪૬૧. પ્રગતિ ટોળું જે ગતિએ આવે છે એ ગતિએ ચાલવામાં તમારી શી વિશિષ્ટતા આ આ ટોળાથી વધારે ઝડપથી અને વધારે જાગૃતિથી તમારે ચાલવાનું છે. આ માલગાડી જુઓ. એનું એન્જિન પોતાને લાગેલા ડબાઓને ઊર્મિ અને ઉદધિ * ૧૩૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ ઉત્સાહપૂર્વક અને ઝડપથી ખેચતું આગળ ને આગળ વધી રહ્યું છે. ડબાઓ પણ કેવા એની પાછળ-પાછળ ખેંચાઈ રહ્યા છે ! જીવનમાં પણ એમ જ છે. ઘરમાં એક જ પુરુષાર્થી પુરુષ એવો હોય છે જે સૌને દોરતો હોય છે, ખેંચતો હોય છે, સૌને આગળ ધપાવતો હોય સંસારમાં ડબા જેવા માણસો ઘણાય હોય છે. તેમને આગળ ધકેલો તો આગળ જાય, પાછળ ધક્કો મારો તો પાછળ જાય; તેમને પોતાની કોઈ ગતિ હોતી નથી, તેમ કોઈ સ્પષ્ટ ધ્યેય હોતું નથી. તેમને એક જોરદાર ધક્કાની જ જરૂર હોય છે. આ ડબાઓ માટે તમે એન્જિન ન બનો ? ૪૬૨. વિશ્વનું દર્શન ક્તિ એ સમાજનું એક અંગ છે, અને સમાજ એ વિશ્વનું અંગ છે. વિશ્વ મા એ પૂર્ણની જ એક યાત્રા છે. વ્યક્તિમાં દોષનું દર્શન થાય છે ત્યારે નજર આખા અંગ પર જાય છે; દોષનો પ્રારંભ ક્યાંથી થયો તે શોધવાનું મન થાય છે; અને તેથી જ મારે મન કોઈ કનિષ્ઠ નથી, કોઈ વિશિષ્ટ નથી; સૌ વિશ્વનાં અંગ છે. કનિષ્ઠતા કે શ્રેષ્ઠતાનો જે રંગ ચઢયો છે તે એ પ્રસંગ અને સંયોગ પૂરતો જ છે. આ પ્રકાશ મળતાં આપણી દૃષ્ટિ સહાનુભૂતિ અને કરુણાથી પૂર્ણ બની જાય છે; ને એ પછી જ આપણું અવલોકન તલસ્પર્શી અને જીવનસ્પર્શી બને છે. સહાનુભૂતિના આ પ્રકાશ આપણે આગળ વધીએ તો જ આપણો પંથ આપણને જડે અને વિશ્વમાં રહેલા માંગલ્યનું દર્શન થાય. ૪૬૩. અવાજ ણસ કોઈ પણ અનુચિત કાર્ય તરફ ઢળે છે ત્યારે એના અંતરનો અવાજ તેનો વિરોધ કરે છે – અંદરથી પોકાર ઉઠાવે છે : આ અનુચિત છે !' છતાં માણસ એને સાંભળ્યા વગર કામ કરે છે તો, તત્પરતું એ ચૂપ ૧૩૪ * મધુસંચય Page #152 -------------------------------------------------------------------------- ________________ રહી જાય છે, પણ અવસરે એ વ્યક્ત થયા વિના રહેતો નથી. માણસ જ્યારે કોઈ ગુનાહિત કાર્ય કરતાં પકડાઈ જાય છે ત્યારે એના મોં પર અનુચિતતાનો ભાવ પ્રગટે છે. આ ભાવને આંખમાં અને મુખ ઉપર લાવનાર કોણ ? અંતરનો એ અવાજ જ, જે એક વખત રૂંધાઈ ગયો હતો, જેને વૃત્તિઓની ધૃષ્ટતાએ દબાવી દીધો હતો. તે વખતે એનું કંઈ ન ચાલ્યું એટલે એ ચૂપ રહ્યો હતો, પણ હવે એને તક મળી છે અને એ પોતાનું કાર્ય કરે છે. આપણે ગુનો કરનારનું મુખ જોઈશું તો ખબર પડશે કે એનું મુખ કેવું પડી ગયું છે, એની આંખોમાં કેવો ક્ષોભ છે, એના હૈયામાં કેવો છૂપો અંધકાર છે અને વાણીમાં કેવા અશ્રદ્ધાભર્યા શબ્દો છે. અંતરનો અવાજ આ રીતે કામ કરે છે ! ૪૬૪. શોધો રા મિત્રો ! હું જાણું છું કે ત્યાગના વેશમાં રહેલા કેટલાક ભોગીઓને જોઈ તમારાં હૈયાં ભાંગી ગયાં છે, ત્યાગ પ્રત્યે તમને અનાદર જાગ્યો છે. એક વખત હું પણ તમારા જેવી માનસિક ભૂમિકામાં હતો, પણ સ્કૂલમાં જ્યારે મેં કીડો જોયો ત્યારથી મારી ભૂમિકા બદલાઈ છે. સારામાં પણ ખરાબ હોય છે; પણ એ થોડા ખરાબને કારણે જે ઘણું સારું છે તે કેમ છોડાય, એમ ત્યારથી સમજાયું. આ વિશ્વમાં કેવળ સારું નહિ મળે, તેમ માત્ર ખરાબ પણ નહિ મળે. સારામાં ખરાબ અને ખરાબમાં સારું એમ બન્યા જ કરવાનું. અંધારી રાતમાં તારાનો પ્રકાશ અને પ્રકાશની પાછળ તિમિરની પગલી આવે જ. કાચ પણ હીરા જેવો ચમકે છે એમ કહી હીરાની અવહેલના ન કરો. હજારો કાચમાં છુપાયેલા હીરાને શોધી કાઢો એટલી મારી પ્રાર્થના છે. ૪૬૫. અતૃપ્તિ એ ય વસ્તુની પ્રાપ્તિની પળે હસતું મન, એના વિયોગકાળમાં, એ તૃપ્તિની અનુભૂતિ કરવાને બદલે ઝૂરે છે શા માટે ? જે અમૃતનાં દર્શને હૃદય પુલકિત બન્યું છે તે પછી કરમાય છે શાને ? વિચારતાં એમ નથી લાગતું કે સંયમ દ્વારા પ્રાપ્તિના આનંદનો અનુભવ ઊર્મિ અને ઉદધિ * ૧૩૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ કરવાનું સૂક્ષ્મ કલાવિજ્ઞાન માણસ ભૂલી ગયો છે ? એ સતત ભરવામાં જ સમજે છે, પચાવવામાં નહિ; અને તેથી જ તનની જેમ મનને પણ અપચાનો રોગ લાગ્યો છે. આટઆટલી પ્રાપ્તિ છતાં એ સ્વસ્થ અને મસ્ત નથી; બીમાર અને ઉદાસ છે. માણસના મનની આ દશા જોઈ કહેવાનું મન થાય છે : વીણાના તારની જેમ મનને પણ વ્યવસ્થિત રીતે બાંધી નહિ રાખો તો એમાંથી શાન્ત મધુર સ્વરલહરીભર્યું સંગીત પ્રગટવાને બદલે જીવનને શિથિલ કરતી વિરસતા જ જન્મશે. ૪૬૬. જ્ઞાન અને ગતિ 5મણે પૂછ્યું : “જ્ઞાન એટલે શું ?' મન, વચન અને કાયાની ગુપ્તિ લાવે તે જ્ઞાન. જ્ઞાનના પ્રકાશથી માણસ જાણી શકે છે કે મનને ક્યાં મોકલવું અને ક્યાં ન મોકલવું. જરૂર પડે ત્યાં મનનો ઉપયોગ થાય અને અનાવશ્યક લાગે ત્યારે મનને ગોપવી રાખે તે જ્ઞાન. જ્ઞાનનાં અજવાળાંથી જ સમજાય કે વચનનો વ્યાપાર ક્યાં કરવો. લાભ હોય ત્યાં વિવેકપૂર્વક બોલે અને નુકસાન જણાતાં વચનને ગોપવી રાખે તે જ્ઞાન. જ્ઞાનના તેજમાં જ કાયાની કરામત સમજાય છે. શ્રેયની સાધના માટે કાયા દ્વારા પ્રવૃત્તિ કરે અને કોઈને પીડા કે અંતરાયરૂપ થવાય છે એમ જણાતાં કાયાને નિવૃત્તિમાં ગોપવી રાખવાની પ્રેરણા આપે તે જ્ઞાન. મન, વચન અને કાયાની ગુપ્તિનું વિજ્ઞાન તે જ્ઞાન. ૪૭. મૃત્યુનું રહસ્ય છું કે કરુણાની વાત આવે ત્યારે તમારું હૃદય કુસુમ કરતાંય કોમળ અને ૦માખણથીય મૃદુ હોય; પણ મૃત્યુના વિચારે તો તમારું દિલ ખડક જેવું અડગ, વજ જેવું કઠોર હોય. મૃત્યુના વિચારને વિરતાથી ભેટો – હા, ભેટો જ. ત્યાં નમવાનું નથી, હારવાનું નથી. એમ કરવાથી કોઈ કંઈ છોડી દેતું નથી. માટે તમારી વીરતા જોઈ મૃત્યુ પણ તમને વંદે એવું ન કરો ? ૧૩૬ * મધુસંચય Page #154 -------------------------------------------------------------------------- ________________ સાચું પૂછો તો મૃત્યુ કાયાનું છે, આત્માનું નહિ. મૃત્યુને મારી અમરતા માણતા આત્માનું તે વળી મૃત્યુ કેવું ? જ્ઞાનના પ્રકાશમાં તો મૃત્યુ એ મૃત્યુ જ રહેતું નથી. આત્મજ્ઞાનીને મન મૃત્યુ એ દીપકની આસપાસ રહેલ ચીમનીનું ફૂટવું અને જ્યોતની મુક્તિ છે. ૪૬૮. અભ્યર્થના - ગોની સંધ્યા આથમ્યા પછી આજે ચૈતન્યદેવ સ્વમંદિર પધાર્યા છે. શાન્ત સ્થળ છે. પ્રશાન્ત પળ છે. ચૈતન્ય-મંદિરની પૂજારણ સ્વત્વના સંસ્પર્શ સભર છે. એનું મૌન પ્રવાહિત થઈ રહ્યું છે. પ્રગાઢ મૌનમાં છુપાયેલો ભાવ વાણીમાં વહી રહ્યો છે : આવ, આ જીવનમંદિરના અધિષ્ઠાતા ! આવ, તારું સ્વાગત કરું છું. જીવનના સર્જનકાળથી તારી પ્રતીક્ષા કરતી આ મંદિરના દ્વારે હું ઊભી છું. આવી કોઈ શાન્ત પળમાં તને જીવનનિધિનું દર્શન કરાવવું એ , એક માત્ર અભિલાષા છે. શાન્ત થા, સ્વચ્છ થા, ભુલાયેલી દુનિયાને ભૂલી જા અને તારા આ આત્તરવૈભવને નીરખ. સતના પાત્રમાં ચમકતાં આ જ્ઞાનનાં રત્નો અને ચિત્તના કુંભમાં ભરેલ આ આનંદની સુધા, કે જે તારાં છે, જેનો તું સ્વામી છે એ ભૂલી ન જા. “સંધ્યાના રંગ જેવા બાહ્ય રંગોના આકર્ષણે આજ સુધી તને ખૂબ ખેંચ્યો, પણ ભુલાઈ ગયું કે આ રંગોની પાછળ અંધકારની અનંત ઘટાઓ આવી રહી છે. થોડા સમય પછી તો જીવનના પશ્ચિમાકાશમાં અનંત તિમિરની શ્યામલતાનું સામ્રાજ્ય વ્યાપી ગયું હશે; અને ત્યારે આ રંગભરી સૌન્દર્ય-સંધ્યાના અસ્તિત્વનું સ્મૃતિચિન પણ નહિ હોય. એવે સમયે પણ તારો આ આન્તરવૈભવ તેજની પિચકારી મારતો પ્રકાશતો હશે. આ જ એક એવો વૈભવ છે, જે તિમિરને પણ પ્રકાશથી રંગી શકે છે. “દેવ ! સહજ અને પ્રશાન્ત એવી અવસ્થામાં જ અનુભવાતા આ આત્મવૈભવનું તું દર્શન કર એ જ મારી એકમાત્ર અભ્યર્થના છે.' ઊર્મિ અને ઉદધિ ઃ ૧૩૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૪૬૯. રાગની આગ કાબર છે આજ શું થયું ? આજ તો તારા નામ ખાતર જગત સાથે જામી પડી; અને એમાંથી જાગ્યું યુદ્ધ. આખુંય વૃન્દ યુદ્ધમાં ઊતર્યું. પણ હું ડરું? મારી શાન્ત વીરતા સૌ જોઈ જ રહ્યા -- ઝંઝાવાત વચ્ચે જલતી અકંપ અખંડ શાન્તિની દીપશિખાને જોઈ સૌ નમી પડ્યા. સાંભળું છું કે તું મોટો છે, પણ અનુભવે તો એટલું જાણું છું કે તું મોટો હોવા છતાં તારા હૈયામાં તું મને સમાવી શકતો નથી; જ્યારે હું તને મારા નાના શા હૈયામાં સમાવી બેઠો છું. મારા હૈયામાં તું છે એટલે જ તો આ જંગ જામ્યો; અને એ જંગ પણ કેવો ? પ્રત્યેક અંગમાંથી લોહી ઝરે એવાં વેણ આવી રહ્યાં. પણ હું શાન્ત હતો – પૂર્ણ પ્રશાન્ત હતો. શાન્તિથી પરાજય પામેલા એવા સૌ આ શાન્ત વીરતા સમક્ષ ઝૂકી રહ્યા. | વિજયનું સ્મિત ફરક્યું. પણ રે, આ વિજય તો તારા નામના સુધાપાનનો છે, મધુરતાની મસ્તીનો છે. ભલે, પણ દેવ ! ઘા તો મેં ખાધા ને ? એ ઘા પર તારો કરુણાભર્યો કરસ્પર્શ તોય તો કેવી શાતા વળે ? મારું કર્તવ્ય મેં બજાવ્યું, તારું કર્તવ્ય શું મારે ચીંધવું પડશે ? પણ તને શું ચીંધું ? તું તો વીતરાગ છે, રાગની આગ તો તે બૂઝાવી નાખી ! ૪૭૦. ખંડેરનું દર્દ રે ખંડેરોમાં ભમી રહ્યો હતો. એમાં કોતરેલી બારીક કોતરણી સૂક્ષ્મ રીતે 3 હું જોઈ રહ્યો હતો. કેવી નાજુક હતી એની કોતરણી ! અને કેવું અદ્ભુત હતું એનું શિલ્પ ! આવું અદ્ભુત શિલ્પ જોતાં તો ભાવનાને ચરણે મસ્તક નમી જાય. પણ એટલામાં પાછળથી એક ઘેરો અવાજ આવ્યો. મેં પાછા ફરી જોયું તો કોઈ જ ન મળે. હું આગળ વધ્યો, ત્યાં ફરી અવાજ આવતો સંભળાયો. હું થંભ્યો, કોઈ કાંઈ કહેવા માગતું હતું. કોણ હતું, ક્યાં હતું – કાંઈ ખબર ન પડી; પણ એ ઘેરો અવાજ હજુ પણ આવી જ રહ્યો હતો. પ્રત્યેક યાત્રીને જાણે પોતાના જીવનની દર્દકથા કહેવા ન માગતો હોય એવો એ ઘેરો અવાજ હતો. ૧૩૮ મધુસંચય Page #156 -------------------------------------------------------------------------- ________________ એ અવાજ કહેતો હતો : હે માનવ, તું જાણે છે, એક દિવસ આ સ્થાન કેવું ભવ્ય અને સુંદર હતું એ ?! “અહીં – આ નમેલા ઝરૂખામાં આશાભરેલા હૈયાવાળી મદમત્ત રાજકન્યાઓ બેસતી અને સ્નેહભરી નજરથી નગરને નિહાળતી. નગરવાસીઓ ત્યારે કહેતા : ઝરૂખામાં શરદ પૂનમનો ચાંદ ખીલ્યો છે ! “અહીં – આ બારીક અને નાજુક શિલ્પવાળા સિંહાસન ઉપર રાજકુમારો બેસતા અને પ્રતાપ તેમજ પરાક્રમથી સૂર્યની સામે પણ છાતી કાઢતા. પૌરજનો એમના પૌરુષને જોઈને કહેતા : “ગગનનો સૂર્ય તો રાત્રે આથમી જાય છે, પણ આ તો જ્યારે જુઓ ત્યારે પ્રતાપથી પ્રકાશે છે.” અહીં, તું ઊભો છે ત્યાં તો માનવ-ઉત્સવ જામતો. દેશદેશના સોદાગરો આવતા; તેજસ્વી રત્નો, પ્રકાશઝરતા હીરા, પાણીદાર મોતી, અને ચીનાંશુક વસ્ત્રો લાવતા ને અમારા ખોળામાં પાથરતા. “તે દિવસે અમે અમારી જાતને ધન્ય ધન્ય માનતા અને ગર્વ તેમ જ ગૌરવથી અમે ફૂલ્યા ન સમાતા. “આજ પણ એ અમે જ છીએ – જ્યાં કાગડા પણ માળા બાંધતાં ગભરાય છે અને શિયાળો પણ અંદર આવતાં ભય પામે છે. કાળની વિકરાળ થપાટે અમને ખંડેરમાં ફેરવી નાખ્યાં. અમારા દિવસો હવે આથમી રહ્યા છે. હવે અમને સૌ મહેલ નહિ, પણ ખંડેર કહે છે. અમારી જીવનસંધ્યાનો આ છેલ્લો પ્રકાશ છે. એટલે અમારે તને એક અનુભવવાણી કહેવી છે. આ રીતે પથ્થર પર કોતરેલું શિલ્પ નાશ પામે છે, પણ માનવહૃદય પર કોતરેલું સંયમ અને મૈત્રીનું અમર શિલ્પ કદી નાશ પામે ? કાળના અનંત થર પર પણ એ કાર્ય શાશ્વત રહે છે. ભગવાન મહાવીરે માનવહૃદય પર કોતરેલું શિલ્પ આજ પણ નૂતન નથી લાગતું ? તો મારા ભાઈ ! તું પણ ધૂલિભદ્ર જવું એવું કાંઈક કોતરજે કે જેને કાળ ન ખાય પણ એ કાળને ખાય !” ૪૭૧. સરિતા રિતા તો મેં ઘણીય દીઠી છે, પણ આ તો કોઈ અલૌકિક છે ! મને તૃષા જતો જરાય નહોતી, પણ આ નદીને જોતાં જ તૃષા જાગી, હોઠ સુકાવા ઊર્મિ અને ઉદધિ * ૧૩૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ લાગ્યા અને જનમજનમની તૃષા જાગી હોય તેમ સરિતા ભણી દોટ મૂકી. જે જીભ આજ સુધી કહેતી હતી કે મારે કંઈ આસ્વાદ કરવો નથી તે જ જિદ્દા આજે મત્ત બનીને જલપાનની મહેફિલ માણી રહી છે ! રે, રે ! મારી આંખને તે આ શું થયું ! કંઈ પણ જોવાની ના પાડનારી આ આંખ, આ સરિતાનાં નીર જોઈ આજે કેમ વિહવળ બની ગઈ છે ! યુગયુગનાં દર્શનની પ્યાસ જાણે ચિરનિદ્રામાંથી આળસ મરડીને જાગી ઊઠી ન હોય ! ઘાણનું તો કહેવું હતું કે સુરભિ જેવું આ જગતમાં કંઈ રહ્યું જ નથી; એ જ ઘાણને સરિતાના નીરની સુરભિ નંદનવનની કુસુમ-સુરભિથી પણ અદ્ભુત લાગે છે ! કાન કહેતા હતા કે ઘણું સાંભળ્યું, હવે સાંભળવાનું શું બાકી રહ્યું છે ? પણ અત્યારે એ જ કાન કેવા સમાધિસ્થ બની ગયા છે ! સરિતામાં ઊછળતી એકેએક તરંગસૂરાવલિને આત્મનાદ સાંભળે તેમ સાંભળી રહ્યા છે ! આ વૃદ્ધ ને અનુભવી કાયાને તે મારે શું કહેવું ? પરલોકમાં પ્રયાણ કરવા શય્યા પર શયન કર્યું છે, પણ આ સરિતાના સંગ પછી તો એ કોઈ નવયૌવના યુવતીની છટાથી આ મહાસરિતામાં જલક્રીડા કરવા ઊતરી પડી છે, એના અંગેઅંગમાંથી જાણે આનંદની છોળો ઊછળી રહી છે ! માનતો હતો કે મારું મન તો હવે વૃદ્ધ થયું છે. એને કોઈ સ્પ્રહા નથી; પણ આજની વાત કહેતાં તો હું લાજી મરું છું. આજ સવારથી હું એને ટૂંઠું છું, પણ એ ક્યાંય દેખાતું નથી. સરિતાના કયા ભાગમાં નિમગ્ન બન્યું હશે એ ! રે, રે ! કોઈ તો બતાવો. આજ તો હું મારું સર્વસ્વ આ સરિતાને કિનારે ખોઈ બેઠો છું : ઇંદ્રિયો અને મન – સૌ આ સરિતાને જોતાં પાગલ બની ગયાં છે ! શૂન્યમનસ્ક એવા મેં પૂછ્યું : “રે, કોઈ તો બતાવો : આ સરિતાનું નામ શું છે ?' ત્યાં તો ભગવાન મહાવીરનો નાદ સંભળાયો : “આ સરિતાનું નામ છે તૃષ્ણા !' ૧૪૦ મધુસંચય Page #158 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨. પથિક આકાશ સામે મીટ માંડીને તું ક્યાં સુધી બેસી રહીશ ? આ વિશાળ આ આકાશના અસંખ્ય તારાઓને ગણવામાં તે સમય વ્યતીત ન કર; કારણ કે તારું દિલ જ આ વિશાળ આકાશ છે, તારાં ઉજ્જ્વળ કાર્યો જ આ અસંખ્ય તારા રૂપે છે; અને પેલો શ૨દ પૂર્ણિમાનો રૂપાળો ચંદ્ર તો તારા આત્માનું નિર્મળ પ્રતિબિંબ છે. તારા પવિત્ર જીવનમાં જે છે તે જ આ પ્રકૃતિમાં પ્રતિબિમ્મિત થઈ રહ્યું છે. તું અંતરમાં નજર કરતો નથી એટલે તને બહારની વસ્તુઓમાં જ અદ્ભુતતા ને અપૂર્વતા લાગે છે. મુસાફર ! તું જરાય વિલંબ ન કર. તારો પંથ લાંબો છે, મંજિલ દૂર છે, તારે તો હજુ ઘણું ઘણું ચાલવાનું છે, મોડું કર્યું નહિ પાલવે. રાત્રિ શાંત છે, મીઠી હવા મંદમંદ વહી રહી છે, નિર્જન માર્ગની બંને બાજુ ઊભેલાં વૃક્ષો નમી નમીને તને આમંત્રી રહ્યાં છે; અને ચાંદનીએ તો માર્ગને ધોઈને પ્રોજ્જ્વળ બનાવ્યો છે. અને એથી જ પ્રસન્નતાનું પાથેય લઈને આવા ટાણે જ પ્રવાસે ઊપડી જવું એમાં જ તારું શ્રેય છે. તડકો તપ્યા પછી પ્રવાસે જવામાં આનંદ કરતાં અકળામણ વધારે હોય છે ? અને પ્રવાસે ગયા વિના તો તારો છૂટકો જ નથી. તો પછી તાપમાં જવા કરતાં અત્યારે ટાઢા પ્રહરે શા માટે ન ચાલવું ? ધોમધખતા તાપ કરતાં શીતળ ચાંદનીમાં કેવો અહ્લાદ આવે ! મારા મિત્ર ! આકાશ સામેની મીટ હટાવી પંથ પર મીટ માંડ; અને ગગનમાં ઊડવા લાગેલી તારી કલ્પનાને હૈયામાં ગોપવીને ધ્યેય ભણી કદમ ઉઠાવ. પંથ કલ્પનાથી નહિ, ચાલવાથી કપાશે. તો હવે ઊઠ ! જ્ઞાનના આભૂષણથી શોભતા ઓ મારા પ્રવાસી મિત્ર ! વિલંબ ન કર. --કારણ કે તું અહીંનો રહેવાસી નથી, પણ પ્રવાસી છે. પોતાનો સમય પૂર્ણ થયા છતાં જે પ્રવાસી અહીંનો રહેવાસી થવા પ્રયત્ન કરે છે તે અંતેવાસી બને છે. ૪૭૩. યૌવનના સારથિ યૌવનના ઓ સારચિત્રપતું વિચારી તો જો; તારી પાસે યૌવનનો કેવો મત છે એને શોધવા તું ડૂબકી કાં ન મારે ? આમ કિનારે બેસી બગાસાં ખાધ્યે ઊર્મિ અને ઉદધિ ૧૪૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ અને ચેનચાળા કર્યે મોતી નહિ લાધે. મોતીને પામવા અતળ ઊંડાણમાં ડૂબકી મારવી પડશે, અનંત વારિને વીંધવાં પડશે તો જ તે અમૂલ્ય મોતી તને લાધશે. અત્યારે તારી પાસે શક્તિ છે, શૌર્ય છે ને સામર્થ્ય પણ છે; શક્તિ ક્ષીણ થતાં તું પ્રયત્ન કરીશ તોયે કાંઈ નહિ પામી શકે. સામર્થ્યહીનનાં સ્વપ્નો કદી ફળતાં જ નથી. તારી પાસે સામર્થ્ય છે એટલે જ તો હું તને વોનવું છું. આ પળ આવી પળ ફરી નહિ આવે. આજનું યૌવનપુષ્પ કાલે કરમાઈ જશે. આજનું ઊછળતું યૌવન આવતી કાલે સ્વપ્ન બની જશે. માટે મારા યુવાન મિત્ર ! આજ ના, અત્યારે જ ઊભો થા ! જીવનના કોઈ ઉદાત્ત હેતુ માટેના આ કાર્યમાં અવિરત લાગી જા ! વિલાસ એ કાર્ય નથી, પણ વિકૃતિ છે; વૈભવ એ સુખ નથી, વાસના છે. સંયમનું સામર્થ્ય જ ઉન્નતિનું શિખર છે. - - જીવન તો સર્વદા કાર્ય માગે છે એવું કાર્ય કે જેમાંથી સમાજનો ઉદ્ધાર થાય અને અમર બની જવાય. આવાં કાર્યો માટે, હે યુવાન ! તારા કરતાં કોણ વધારે અધિકારી છે ? આવાં ઉત્સાહભર્યાં કાર્ય માટે તારાથી વધુ ઉત્સાહ કોની પાસે છે ? અને તારાથી વધારે સામર્થ્ય પણ કોની પાસે છે ? વૃદ્ધ પાસે અનુભવ છે, પણ ઉત્સાહ નથી; મન છે, પણ મર્દાનગી નથી; ભાવના છે, પણ ભવ્યતા નથી. તારી પાસે તો ઉત્સાહ છે, મર્દાનગી તેમ ભવ્યતા પણ છે. ભૂતકાળના જીવન પાસેથી તું અનુભવ લઈ ઉત્સાહી બન, મન લઈ મર્દ બન અને ભાવના લઈ ભવ્ય બન ! - આજનો દિવસ, મારા મિત્ર, તારો દિવસ છે. આવતી કાલ એ તારી નથી. ‘આજ' જ તારી છે. આવતી કાલનું પ્રભાત કેવું ઊગશે તે તું જાણતો નથી. એ સુવર્ણ પ્રભાતને જોવા તું જીવતો હોઈશ કે નહિ એનો વિશ્વાસ નથી. પણ ‘આજ' તો તારા હાથમાં જ છે. એ આજનો તું ઉપયોગ કર ! પણ તું તો વિલાસનાં નૃત્ય જોવામાં મગ્ન બન્યો છે, વિલાસ તને વહાલો લાગે છે, પણ જીવનનો મર્મ આ બે ઘડીના વિલાસની ક્ષુદ્રતામાં નથી; જીવનનો મર્મ સંયમના ગૌરવમાં છે. તું ક્ષુદ્ર હાસ્યમાં અને સુંવાળી વાતોમાં તારી ભવ્યતાને ન ગુમાવ ! યૌવનના ચાહક ! યૌવનને દિપાવ. કવિઓ પણ તારા યૌનનાં કાવ્યો ગૂંથે એવું તારા યૌવનને ભવ્ય બનાવ ! કેવું તારું સૌભાગ્ય છે ! તને એવું યૌવન મળ્યું છે, જેને પામવા વૃદ્ધો પોતાની સઘળી સંપત્તિ અર્પવા તૈયાર છે; પણ તેમને તે ક્યાંથી મળે ! એ તો ગયું; હજારો પ્રયત્ને પણ હવે તેમના હાથમાં એ ન આવે. જ્યારે તારા હાથમાં તો એ મોજૂદ છે. તું એને તારા અકાર્યથી નષ્ટ કાં કરે ? માટે હે મિત્ર ! ૧૪૨ ઃ મધુસંચય Page #160 -------------------------------------------------------------------------- ________________ યૌવનના ફૂલને સંયમ ને શિસ્તથી એવું વિકસાવ કે જેની સુવાસ ને સુંદરતા માનવહૈયામાં અવિસ્મરણીય બની રહે. ૪૭૪. પૂર્ણતા કે શૂન્યતા ? , મતી સાંજના આથમતા વાતાવરણમાં સૂરીલા મધુર શબ્દોમાં એ ભાઈ કહી 'રહ્યા હતા. “...મનને શૂન્ય કરો, સતત એ જ વિચાર કરો કે હું શૂન્યમાં જઈ રહ્યો છું. હું શૂન્ય છું. વિચારવિહોણા બનવા માટે વિચારો કે હું શૂન્યમાં જઈ રહ્યો છું.' પ્રથમ શ્રવણે ગમી જાય એવી આ વાત છે. શૂન્ય થાઓ એટલે અંદર કંઈક ભરી શકાય. પણ ચૈતન્યના જ્ઞાનપ્રકાશમાં આ ચિન્તનપદ્ધતિ કેવી નકારાત્મક લાગે છે ? આમાં વિવેક ન રહે તો આ પદ્ધતિ કેવી આત્મઘાતક બની શકે તે વિચારીએ. આત્મા જે પૂર્ણ છે, જ્ઞાનથી પરિપૂર્ણ છે, આનંદથી સભર છે, શાશ્વત છે, તેમાં શૂન્યતાની વિચારણા લાવવી ? જે સત્, ચિત્ત ને આનંદમય છે એની અનુભૂતિ કરવાને બદલે શૂન્યતાનો વિચાર કરવો ? સ્વના પ્રકાશમાં સ્વસંવેદન કરવાને બદલે વિચારના વંટોળિયા દ્વારા ઊભા કરેલા ધુમ્મસમાં હું ખાલી છું એવો આભાસ સર્જવો ? જીવન જે હકારાત્મક છે તેને શું નકારાત્મક જોવું ? એક પ્યાલામાં થોડું પાણી છે. શૂન્યતાદર્શી કહેશે : “પ્યાલો અર્ધા ખાલી છે;' પૂર્ણ તાદર્શી કહેશે : “પ્યાલો અર્ધો ભરેલો છે.” શૂન્યતાને જે ખાલી દેખાય છે તે જ વસ્તુ પૂર્ણતાપૂત દૃષ્ટિને ભરેલ જણાય છે. વસ્તુને કેવા દૃષ્ટિકોણથી જોવામાં આવે છે એના પર બધો આધાર છે, તે પરથી પદાર્થનો પરિચય પૂર્ણ યા અપૂર્ણ થાય છે. ક્રાઇસ્ટે પણ કદાચ આ જ વાત ધ્યાનમાં લઈને કહ્યું હશે : “As a man thinketh in his hear so is he.' માણસનાં ચિન્તન, વિચાર ને લાગણીઓ એના કાર્ય અને જીવનને આકાર આપતાં હોય છે; અને અંતે માણસ એવો થઈ જાય છે. સિંહનું બચ્ચું પણ બકરાંના ટોળામાં વસી વિચારે કે હું બકરું છું; તો કાળે કરી એ સિંહબાળ જેવું સિંહબાળ પોતાના આત્મવીર્યને ગુમાવી ઘેટા જેવી ચેષ્ટા કરતું થઈ જાય છે – ડરી ડરીને ભાગતું થઈ જાય છે. માણસ વિચારે કે હું ખાલી છું, શૂન્ય છું, શૂન્ય થાઉં છું; તો વર્ષો જતાં ઊર્મિ અને ઉદધિ : ૧૪૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ આ વિચારના ધુમ્મસમાં શૂન્ય જેવો મૂઢ તે થઈ જાય તોય નવાઈ નહિ. કારણ કે એના વિચારે જ એને ઘડ્યો છે, એને આકાર આપ્યો છે; એના વિચાર એ જ એનું સર્જન છે. ૪૭૫. તું તને અનુભવ રીરમાં કોઈને કોઈ વ્યાધિ થયો હોય અને કોઈ કહે : આ વ્યાધિ નહિ જોઈએ. આને દૂર કરો, આને ભગાડો.? પણ એમ ભાષણ કરવાથી વ્યાધિ મટતોય નથી ને ભાગતોય નથી; કારણ કે જ્યાં સુધી એ વ્યાધિનું કારણ શરીરમાં છે ત્યાં સુધી એ નહિ જ જાય. વ્યાધિને દૂર કરવાનો ઉપાય એક જ છે; વ્યાધિનું નિદાન કરી એના કારણને દૂર કરવું. તેવી જ રીતે ક્રોધ, માન, માયા, લોભ ન જોઈએ; એને દૂર કરો, એનો નાશ કરો. એમ કહેવા માત્રથી એ દૂર ન થાય. ક્રોધ શા કારણથી થાય છે અને એ કઈ વસ્તુને નુકસાન કરે છે તે જાણવું જોઈએ. માન શાથી ઉત્પન્ન થાય છે અને એ કોને હણે છે તે સમજવું જોઈએ. માયા કેમ જન્મે છે અને એ કઈ વસ્તુને પોતાના રંગે રંગે છે તે વિચા૨વું જોઈએ. લોભનું કારણ શું અને એ શાનો સર્વનાશ કરે છે તેનું રહસ્ય પામવું જોઈએ. ક્રોધ પ્રીતિ અને શાંતિનો નાશ કરે છે; માન વિનય અને નમ્રતાનો વિનાશ કરે છે; માયા મૈત્રી અને સરળતાને મારે છે; લોભ જીવનની સમગ્ર સુખદ શાંતિને લૂંટી લે છે. પણ આ ચારે ઉત્પન્ન કેમ થાય છે તે વિચારવાનું છે. આ ચારેનો જનક છે મોહ. આ ચાર કષાયો મોહનાં જ સંતાન છે અને મોહ કર્મોમાં રાજા છે. મોહનીય કર્મના ઉદયકાળે આત્મા સ્વસ્થતાથી સ્વના સ્વરૂપમાં ઠરી શકતો નથી. પોતાનો સ્વભાવ-સ્વસ્થતા ગુમાવી બેસે છે, ૫રદ્રવ્યમાં પરિભ્રમણ કરે છે. મદિરાપાનથી મનુષ્ય પાગલ થઈ ગમે તે ચેષ્ટા કરે, ઉન્માદભર્યું જીવન જીવે અને ન કરવાનું કરી બેસે; તેમ મોહની મૂર્ચ્છના પણ ચેતનને સ્વભાવમાંથી પરભાવમાં લઈ જાય છે. આ પરભાવ એટલે જ ક્રોધ, માન, માયા અને લોભ. આ રીતે જોતાં જણાશે કે કષાય એ મોહનો જ વિકાર છે. આ વિકારના મૂળ કારણ એવા મોહને સ્વથી ભિન્ન જાણવો એ જ આવશ્યક કર્તવ્ય છે. સુંવાળા અને સુંદર આકારમાં આવતા મોહની ભયંકરતાનું જ્ઞાન ચેતનને સ્વસ્વરૂપનાં દર્શનથી જ થાય છે. ૧૪૪ ઃ મધુસંચય Page #162 -------------------------------------------------------------------------- ________________ આ દર્શન કરાવવા જ આચારાંગ સૂત્રમાં પ્રભુએ કહ્યું : એગ જાણે સો સવં જાણે; તું પહેલાં તને જાણ, તું તારી શુદ્ધ નિર્મળતાને જાણ. પારદર્શક સ્ફટિક પણ જેની આગળ મલિન લાગે એવા હે શુદ્ધ ચેતન ! તું તને જાણ. તને તું જાણતાં બીજું જાણવાનું વગર જાયે જણાઈ જશે. સોનું શુદ્ધ રૂપે પ્રગટ થતાં શેષ મલિનતામાં જાણવાપણું પણ શું હોય ? ૪૭૬. શાન્તિની ચન્દ્રિકા , ન તો વિશ્વમાં હતું જ. એ જેમ માનવમાં હતું તેમ પશુ અને પંખીમાં હતું. એના આધારે જ માણસ અને પશુ પોતાનું જીવન ધારણ અને પોષણ કરતાં આવ્યાં છે. આહાર, નિદ્રા, ભય, મૈથુન અને સંગ્રહની વ્યવસ્થા પણ એ જ્ઞાનના આધારે જ કરાય છે; પણ માણસ પાસે સમ્યક જ્ઞાન ન હતું – દિવ્ય જ્ઞાન ન હતું, જે માનવને ઉપર ઉઠાવે. પ્રકૃતિનાં પ્રાકૃત તત્ત્વોનું પ્રમાર્જન કરી એને ઊર્ધ્વગામી કરે એવા દિવ્ય જ્ઞાન વિના માનવ લગભગ પશુની સમાન ભૂમિકા પર જીવી રહ્યો હતો. ત્યાં, રાત પછી સૂર્ય આવે તેમ, પ્રભુ મહાવીર આવ્યા; અને એમણે એ જ્ઞાન પર દિવ્યતાનો પ્રકાશ પાથર્યો. પાણીમાં સાકર અને લીંબુનો રસ મળતાં એ શરબત બની તૃષા છિપાવે તેમ, આ જ્ઞાનમાં દિવ્યતા મળતાં એ દિવ્યજ્ઞાન બની ગયું. એણે માનવ આત્માને જગાવ્યો. એ દિવ્ય જ્ઞાનના અંજનથી માનવ પોતાને અને પરને જોતો થયો. એને પોતાના ધ્યેયનું સ્મરણ થયું અને એ તરફ એ આગળ વધવા લાગ્યો. મુક્તિની એ વણજાર વર્ષો સુધી ચાલતી રહી. કાળબળે વચ્ચે વચ્ચે અંતરાયો આવ્યા, જડતાનું જોર વધ્યું, મિથ્યાત્વનો પ્રચાર વધ્યો અને પ્રલોભનોએ માનવને પાછો ભુલાવામાં નાખી દીધો. આજે માનવ ભૂલો પડ્યો છે. એ કંઈ સાંભળવા તૈયાર નથી. દિવ્ય જ્ઞાનને અવગણી સંપત્તિ અને સત્તાની પાછળ એ દોડી રહ્યો છે ! આ પંથભૂલેલા માનવને આ દિવ્ય જ્ઞાન નહિ મળે અને એ દોડે છે એ જ રીતે દોડશે તો સંસારમાં આજે પણ જે થોડી શાંતિ દેખાય છે તે વિલીન થશે અને માનવ માનવનો શત્રુ બની ઊભો રહેશે. આવા માનવને ફરી એ દિવ્ય જ્ઞાનનો પ્રકાશ મળે તો કેવું સારું ! ચાલો, આપણે એ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા નમ્ર પ્રયત્ન કરીએ, જેથી યુદ્ધ અને કલહનાં વાદળો નીચે ઘેરાયેલી માનવજાતને શાંતિની ચન્દ્રિકા મળે ! ઊર્મિ અને ઉદધિ ૧૪પ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭. પૂર્ણતાની ઝંખના ગ તિ અને પ્રગતિમાં ફેર છે : ગતિ વર્તુળમાં હોય છે, પ્રગતિ ચોક્કસ દિશા તરફ હોય છે. ઘાણીનો બળદ ગતિ કરે છે, માત્ર એ વર્તુળમાં જ ફરે છે. ક્યાંય પહોંચે નહિ પ્રગતિ ન કરે; જ્યારે પ્રગતિ કોઈ નિશ્ચિત દિશા પ્રતિનું પ્રયાણ સૂચવે છે. એ પ્રયાણમાં કોઈક લક્ષ્યબિન્દુનું સ્વપ્ન હોય છે. ચૈતન્યમાં આ પ્રગતિ છે, વિકાસ છે; અને તેથી જ ગઈકાલનું વૃક્ષબીજ આજે માનવ બન્યો છે અને આજનો માનવ આવતી કાલે પરમાત્મા બનવાનો છે - વૃક્ષબીજમાં ચૈતન્ય છે એવું જ માનવમાં પણ ચૈતન્ય જ છે; અને પૂર્ણ પરમાત્મા પણ એ જ ચૈતન્ય છે. પહેલું અણવિકસિત છે, બીજું અર્ધવિકસિત છે, ત્રીજું પૂર્ણવિકસિત છે. આ ત્રણે ભૂમિકામાં મૂળે તો ચૈતન્ય જ છે. પણ આ અવિકસિત ચેતના પૂર્ણવિકસિત કેમ બને છે એ પ્રશ્ન છે. કારણ કે ચૈતન્યના મૂળમાં પૂર્ણતાની ઝંખના પોઢી છે. આ ઝંખના જીવનને સતત વિકાસ તરફ દોરે છે. આ જ ઝંખના માણસને જીવમાત્રને આગળ વધવા વેગ આપે છે. અલબત્ત, ભૌતિક વસ્તુઓ એને ક્ષણભર ગમે છે, પણ એથી એને સંતોષ તો નથી જ. બીજાને ભલે એમ લાગતું હોય કે આ માણસ પોતામાં અને પોતાને મળેલાં સાધનોમાં તૃપ્ત છે, મગ્ન છે; પણ ના, એમ નથી, એનું હૃદય તો અતૃપ્ત જ છે. જે છે એનાથી એને કંઈક શ્રેષ્ઠ જોઈએ છે. ધન, વૈભવ, રૂપ, બળ, ઐશ્વર્ય ગમે તે આપો; એ એથી સુખી નથી, શાન્ત નથી, તૃપ્ત નથી. એ કહેશે : આથી કંઈક શ્રેષ્ઠ જોઈએ છે ! આ શ્રેષ્ઠ એટલે શું ? એનું નામ એ જાણતો નથી, કારણ કે એ અનામી છે. એનો આકાર પણ એ જાણતો નથી, કારણ કે એ આકારહીન-અરૂપી છે. બોલતાં નથી આવડતું એવું બાળક ભૂખ લાગતાં રહ્યા કરે છે. એને કાંઈક જોઈએ છે, પણ શું જોઈએ છે એ એ કહી શકતું નથી. આજે ચૈતન્ય પણ એ જ અવસ્થા ભોગવે છે. એને જે જોઈએ છે તેની નિશાની તે આપી શકતું નથી, કારણ કે તે અગમ છે અગોચર છે. પ્રત્યેક ભવ્ય આત્માની જીવનયાત્રા આ પૂર્ણતા તરફનું પ્રયાણ છે. એ પૂર્ણ છે અને વધારે પૂર્ણતાને પામવા ઝંખે છે. પ્રત્યેક જળબિન્દુ સપ્રમાણ પૂર્ણ છે. એવાં અનન્ત પૂર્ણ જળબિન્દુઓ --- ૧૪૬ * મધુસંચય Page #164 -------------------------------------------------------------------------- ________________ સરિતામાં છે. સરિતા એટલે અનન્ત પૂર્ણતાનો સ્રોત. આ સરિતાને પણ પૂર્ણતાની એક સ્વપ્નઝંખના છે; અને તે સાગર. પ્રત્યેક ચેતનમાં આ પૂર્ણતા છે. પૂર્ણતાની આ ઝંખનાએ એને વૃક્ષબીજમાંથી માનવની ભૂમિકાએ પહોંચાડ્યો છે. અને આ જ ઝંખના માનવમાં રહેલ ચેતનાને હવે પૂર્ણ પરમાત્માની પરમ ભૂમિકાએ પહોંચાડશે. ૪૭૮. દીવાદાંડીનાં અજવાળાં જીવન એક મહાસાગર છે. આ મહાસાગરમાં જેમ મૂલ્યવાન રત્નો તથા પાણીદાર મોતી રહેલાં છે તેમ ભયંકર જળચરો અને મોટા ખડકો પણ છે. આવા અપાર સાગરમાં મુસાફરી કરતા મુસાફરને દીવાદાંડીનાં અજવાળાં વિના કેમ ચાલે ? એ વિના તો એની જીવનનૈયા કોઈ ખડક સાથે અથડાઈ પડે, અને નૌકાના ચૂરેચૂરા થઈ જાય. દીવાદાંડી અજવાળાં પાથરી ભયસ્થાન સૂચવે છે. માણસ આગળ વધી રહ્યો છે. એનો ઉત્સાહ અને વેગ અપૂર્વ છે. આજ એ ચાલતો નથી, દોડી રહ્યો છે; ન વર્ણવી શકાય એવી પ્રવૃત્તિઓમાં એ રોકાયો છે. એની પાસે સમય નથી એટલે એણે ગતિ વધારી છે. એને ઉતાવળ છે ! પણ પ્રશ્ન થાય છે : એ ક્યાં જવા માગે છે ? એનું ધ્યેય શું છે ? એના છેલ્લા મુકામની મંજિલ કઈ છે ? વેગ એટલો છે કે ધ્યેયનો વિચાર કરવા અવકાશ નથી; પણ ચિત્તકોને એથી ચિત્તા થાય છે; એ ક્યાંય અથડાઈ ન પડે – નિયંત્રણ વિનાનો વેગ માણસાઈના અસ્તિત્વનું કારણ ન બને ! પદાર્થવિજ્ઞાનનો એક નિયમ છે; જેટલા વેગથી આઘાત થાય એટલા જ તીવ્ર વેગથી એનો પ્રત્યાઘાત થાય. આ વેગ માણસમાં આવેગ ને આવેશ લાવી એના અસ્તિત્વને ન ભુલાવી દે, ન ભૂંસાવી દે એ જોવું રહ્યું; અને એથી જ માનવીના મનને કંઈક ઉચ્ચતમ એવું મળતું રહે એ માટે ચિત્તકો પોતાના ચિન્તનમાંથી તારવેલા નવનીતને જગત સમક્ષ ધરતા રહે છે. વેગ, આવેશ ને આવેગથી દોડતા માણસને આ ચિન્તનનું નવનીત ક્ષણભર વિચાર કરવા તથા સાવધાનીથી આગળ ડગ ભરવા પ્રેરણા આપે છે. દીવાદાંડીનાં આ અજવાળાં છે. ઊર્મિ અને ઉદધિ * ૧૪૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૪૭૯. નિમંત્રણ રા જીવન-સરોવરમાં પાણી છે કે નહિ તે તું પહેલાં જોઈ લે; માછલાઓનો વિચાર તું શા માટે કરે છે ? સરોવરમાં પાણી હશે તો માછલાં આવ્યા વિના રહેશે ખરાં ? તારા જીવન-પુષ્પમાં સુગન્ધ મહેકે છે કે નહિ તે તું જરા જોઈ લે; મધુકરોને તું શા માટે બોલાવે છે ? તારા જીવન-પુષ્પમાં પરિમલ હશે તો મધુકરો આકર્ષાયા વિના રહેશે ખરા ? તારા જીવન-તરુવર પર મીઠાં ફળો ઝૂલે છે કે નહિ તે તું મને કહે; મીઠાં ફળો ઝૂલતાં હશે તો પંખીઓ આવ્યા વિના રહેશે ખરાં ? તારા જીવન-ઉપવનમાં વૃક્ષો ઊગ્યાં છે કે નહિ એ તું તપાસી જો; પથિકોની પ્રતીક્ષા તું શા માટે કરે છે ? વૃક્ષોની શીળી છાયા હશે તો પથિકો વિસામો લેવા માટે આવ્યા વગર રહેશે ખરા ? તારા જીવનની આમ્રઘટામાં કોયલ ટહુકે છે કે નહિ એ તું જરા સાંભળી લે; સંગીતરસિકોને તું શા માટે નિમંત્રે છે ? કોયલનો પંચમ સૂર વાતાવરણને સંગીતથી ભરશે ત્યારે સાંભળનારની ખોટ દેખાશે ખરી ? તારા જીવન-આકાશમાં ચંદ્રોદય થયો છે કે નહિ તે તું જરા નિહાળી જો; સાગરને તું શા માટે વિનવે છે ? ચંદ્રનો ઉદય થશે ત્યારે સાગર ભરતીની છોળો ઉછાળ્યા વિના રહેશે ખરો ? તારા જીવન-ગગનમાં મેઘ ગર્જે છે કે નહિ તે તું વિચારી જો; મોરલાઓને પ્રાર્થના તું શા માટે કરે છે ? મંજુલ મેઘધ્વનિ ગુંજશે ત્યારે મોરલા નાચ્યા વિના રહેશે ખરા ? તારા જીવન-દીપકમાં પ્રકાશ છે કે નહિ તે તે પહેલાં નીરખી લે; પતંગિયાંઓને તું ઇશારા શા માટે કરે છે ? પ્રકાશ હશે તો પતંગિયાં ઝંપલાવ્યા વિના રહેશે ખરાં ? તારા જીવન-મંદિરમાં સાચા દેવ બિરાજે છે કે નહિ તે તું પહેલાં ખાતરી કરી લે; ભક્તોને તું શા માટે નિમંત્રે છે ? દેવ જો સાચા હશે તો પ્રાર્થના ટાણે ભક્તો ઊભરાયા વિના રહેશે ખરા ? ૧૪૮ - મધુસંચય Page #166 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦. પૂર્ણકલા છે, રમાત્મા પૂર્ણ કલા યોગીરાજ આનંદઘનનું આ કથન ખૂબ ગહન ભાવોથી ભરેલું છે : કલા એ આત્માનું અવિભાજ્ય અંગ છે; કલા પ્રમોદજનક નથી, પણ પ્રમોદમય છે ! કલા એ વાસ્તવિક દૃષ્ટિએ કારણ નથી, પણ કાર્ય છે. છતાં, એ કારણ નથી જ એમ પણ ન કહેવાય; કારણ કે કલાની સંસિદ્ધિ બે પ્રકારે થાય છે : એક પૂલ રૂપમાં ને બીજી સૂક્ષ્મ રૂપમાં; અથવા એક કારણરૂપમાં ને બીજી કાર્યરૂપમાં ! સ્થૂલ કલા પૂર્ણિમા જેવી છે. એ પ્રત્યેક પ્રાણીને-માનવને આહલાદ, સ્કૃર્તિ, તેજસ્વિતા, કલ્પનાશક્તિ ને રસાનુભવની આછી લહાણ પીરસે છે, કારણ કે પૂર્ણિમા પણ બીજના ચંદ્રની પૂર્ણ બનેલી અભિવ્યક્ત કલા જ છે ને ! અલબત્ત, એ સ્થૂલ છે, છતાં એ સુષુપ્ત હૈયાને જાગરૂક કરી શકે છે, જાગરૂક હૈયાને ઊર્મિલ બનાવે છે અને ઊર્મિલ હૈયાને મંથનનાં દ્વાર સુધી લઈ જઈ શકે છે. અહીં સ્થૂલ કલાની મર્યાદા આવી જાય છે. હવે સૂક્ષ્મ કલાનો પ્રારંભ થાય છે. મંથનની ભૂમિકામાં અટકેલી કલા અહીં પોતાનું સ્થૂલ સ્વરૂપ મૂકી, સર્જન દ્વારા પોતાની સૂક્ષ્મતા પ્રદર્શિત કરે છે; વિચાર-ભૂમિકા ત્યજી કાર્ય-ભૂમિકામાં આવે છે; સાધન મટી સાધ્યનું રૂપ પકડે છે. કલાની સૂક્ષ્મતા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ સર્જન વધુ તીવ્ર ને તીક્ષ્ણ બને છે. માનવીની ભાવના હવે મર્યાદા મૂકે છે – પ્રવાહ મટી પિંડ બને છે. માનવીની રસિકતા જગતના વિલાસી પદાર્થોથી ઘટી, વાસ્તવિક દર્શનની શુદ્ધિ પ્રત્યે વધતી જાય છે. એનું દર્શન પ્રકૃતિની નક્કરતા ભણી વળે છે. વિશ્વના વૈવિધ્યમાં એક એવા અખંડ રીતે વિલસતા સમન્વયને અનુભવે છે. બાહ્ય સૌન્દર્ય કરતાં અત્યંતર સૌન્દર્યનો વિપુલ વૈભવ એ નિહાળે છે. અને આંતરિક સૌન્દર્યનો માત્ર એક અંશ જ આ બાહ્ય સૌન્દર્યમાં છે એવી સત્ય પ્રતીતિ એને પ્રકૃતિ-મૂર્તિનાં દર્શનથી થાય છે. આ રીતે આ પૂર્ણ કલાના કલાધરને અનેકમાં વિશૈક્યનો સાક્ષાત્કાર થાય છે. વિસંવાદમાં સંવાદ કેળવવાની મહાન સિદ્ધિ અને પ્રાપ્ત થાય છે. નિજાનંદમાં સચ્ચિદાનંદની એને ઝાંખી થાય છે. આ ઝાંખી અલ્પ કાલ પછી નૈસર્ગિક પ્રકાશમાં ફેરવાઈ જતાં, કેવલ્યજ્યોતનો આવિષ્કાર થાય છે. નિરતિશય અખૂટ અનંત આનંદનો પ્રાદુર્ભાવ છે. આનું જ નામ પૂર્ણકલા ! આ કલા અગમ્યને ગમ્ય, અબુદ્ધને બુદ્ધ, અવ્યક્તને વ્યક્ત તથા અપૂર્ણને પૂર્ણ બનાવે છે. આ કલા જ શાશ્વત સુખની અનુભૂતિ કરાવે છે. આ કલાનો ઊર્મિ અને ઉદધિ : ૧૪૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ કલાધર સુખ તથા દુ:ખને જલકમલની સ્વસ્થતાથી સંવેદતો હોય છે. માટે જ હું એને ઝંખું છું. આ પૂર્ણકલા એ મારા જીવનની સહચારિણી છે ! ૪૮૧. જીવનસુધા Oા રીરને ભૂખ લાગે તો માણસ ભોજન કરે, મનને ભૂખ લાગે તો આનંદ૨ પ્રમોદનાં સાધનો ભેગાં કરે; પણ ચેતનાને ભૂખ લાગે તો માણસ પાસે શું છે ? જાણે એ માટે માણસ પાસે કંઈ નથી – કંઈ જ નથી. આજ માણસની ચેતના ભૂખી ને તરસી છે. એ તરફડી રહી છે. એને ચેન નથી એટલે એ પણ માણસને ચેન પડવા દેતી નથી. માણસ વ્યાકુળ બની અહીં દોડે છે, તહીં દોડે છે; આ લાવે છે, તે લાવે છે; આ જુએ છે, તે જુએ છે; આ ખાય છે, તે ખાય છે; આને મળે છે, તેને મળે છે. આ બધું કરે છે છતાં, એને ચેન નથી. કારણ કે માણસની અંદર રહેલ ચેતના સાથ ને શાંત નથી. આ ચેતનાને એનો ખોરાક મળે તો જ એ શાંત ને સ્વસ્થ થાય તથા તૃપ્તિની મધુર ક્ષણો અનુભવી શકે. ચેતનાની ભૂખ છે દિવ્ય જ્ઞાન. કારણ, જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. ખાણના ખડબચડા હીરામાં જેમ તેજ છે તેમ આત્મામાં જ્ઞાન છે. આ જ્ઞાન પ્રાગટ્ય માગે છે. એ પ્રગટે તો હીરો ઝળહળી ઊઠે તેમ, અંદરનું દિવ્ય જ્ઞાન પ્રગટતાં જીવન-ચેતના પણ ઝળહળી ઊઠે. ખાણના એ પથ્થરને કુશળ કારીગરના કાળજીભર્યા હાથની જરૂર છે. એ હાથ એ પથ્થરને ઘસીને પાસા પાડે અને એ તેજભર્યા હીરામાં ફેરવાઈ જાય તેમ, આ ચેતનાને પણ પ્રભુના કરૂણામય હાથની જરૂર છે. એના દિવ્યતાભર્યા સ્પર્શે ચેતનામાં રહેલ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય ને મધ્યસ્થ જેવા દિવ્ય ભાવનાં કિરણો પ્રગટી જાય તો આ સામાન્ય લાગતું માનવજીવન અસામાન્યતામાં ફેરવાઈ જાય. ૪૮૨. મહામૃત્યુ S, Pસ આજે ભોગ તરફ દોડી રહ્યો છે. પણ એ ગમે તેટલા ભોગ ભોગવે તોય એને શાંતિ કે તૃપ્તિ મળે છે ખરી ? માણસનું મન તો સદાય અતૃપ્ત જ રહેવાનું. આ ભોગોને પામવા પણ જીવનનો તો ભોગ જ આપવો પડે છે. ૧૫૦ કર મધુસંચય Page #168 -------------------------------------------------------------------------- ________________ આ જીવનનો, પુણ્યનો, કાયાનો, આત્માનો ભોગ આપવા છતાં મેળવેલા ભોગો સદાય ટકી રહેશે એમ કોણ કહી શકે ? એને પામીએ ત્યારથી જ, રખે એનો વિયોગ ન થાય એની ચિંતા ઊભી થાય છે. આ ચિંતા ખોટી પણ નથી. ભોગમાં રોગનો ને સંયોગમાં વિયોગનોય ભય છે જ. તે ક્યારે આવશે તે માણસ જાણતો નથી; પણ તે આવશે, જરૂર આવશે જ, એ તો સૌનાં હૃદય જાણતાં હોય છે. ભોગની પ્રાપ્તિ ટાણે પણ માણસના હૈયામાં રોગની જે શંકા ઉદ્ભવે છે તે ખોટી નથી. એની પાછળ આત્માના અનુભવનો પ્રકાશ છે. એણે અનેક ભોગીઓને અંતિમ વેળાએ રોગમાં ટળવળતા ને વિયોગમાં ઝૂરતા જોયા છે; અને એ દૃશ્યનું કદી ન ભુલાય તેવું પ્રતિબિંબ આ હૃદય પર પડ્યું હોય છે તેથી જ, માણસનું હૃદય ભોગના ઉપભોગ વખતે પણ કંપે છે. આ કંપ સૂક્ષ્મ હોય એટલે એને માણસ ‘નિર્બળ મનની શંકા' કહી ભૂલી જાય છે, પણ ખરી રીતે તો એ કંપ આત્માનો સાક્ષાત્કાર છે. આ અનુભવનો ઉપયોગ કરે, તો એ જરૂ૨ ભોગના ઉપયોગની વેળાએ વિવેક રાખી શકે, એ ભોગમાં રહેલી અતૃપ્તિ જોઈ શકે, ભોગમાં રહેલા રોગો સાવધ થઈ નિહાળી શકે તેમ જ ભોગના પાપથી પણ બચી શકે. પણ ભોગની વીજળી ચમકે છે ત્યારે માણસ અંજાઈ જાય છે, ગાફેલ બને છે, એનાં ચક્ષુઓ મીંચાઈ જાય છે અને એ અંધકારમાં ડૂબી જાય છે. આવા પ્રસંગે જે કોઈ, ક્ષણ માટે પણ, સવિચારના દ્વારે થંભી જાય છે એના માટે ભય નથી. આંખમાં ચમકેલી વીજળી અદૃશ્ય થતાં માણસને મૂળ સ્થિતિએ આવતાં વાર લાગતી નથી. એ અનુભવચક્ષુઓ ખૂલે તો તરત સમજાઈ જાય કે ભોગની પાછળ પાછળ વિયોગ છે, વિયોગની પાછળ રોગ છે, રોગની પાછળ શોક છે, શોકની પાછળ જ મહામૃત્યુ છે ! ૪૮૩. પ્રકાશનું પર્વ હૃ દય, હું આનંદમાં મગ્ન છો. તારી આસપાસ દીપકની હારમાળા છે. તારા થાળમાં ઘીથી મહેકતી મીઠાઈઓ છે. ફટાકડા ફૂટી રહ્યા છે. શરણાઈઓમાંથી જીવનમસ્તીનાં ગીતો રેલાઈ રહ્યાં છે. પરમાનંદની વાંસળીના સૂરોથી વાતાવરણ મત્ત છે. તું એ આનંદમાં મગ્ન છો. ઊર્મિ અને ઉદધિ ૧૫૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ પણ આમ જો : આ આનંદની ઘડીએ જ, તારાથી થોડે દૂર, માનવહૃદય રડી રહ્યું છે એ તરફ તારી નજર જાય છે ? એની પાસે નથી ભોજનના થાળ કે નથી દીપમાળ; નથી ફટાકડા કે નથી આનંદનો ઉલ્લાસ, માત્ર આંસુઓની ધારથી એનું ભોજનપાત્ર છલકાઈ રહ્યું છે. અકથ્ય વેદનાથી એનો માનવદેહ સળગી રહ્યો છે. વેદનાની ભઠ્ઠીમાં સળગતા એના આત્માને હૂંફાળું આશ્વાસન આપનર કોઈ જ નથી. રણની એકલતામાં રુદન કરતા એ અસહાય હૃદયને સહાપ્ત કરવી એ શું તારો ધર્મ નથી ? માનવઆત્માઓએ સર્જેલી વિપત્તિમાંથી આવા દુઃખી હૃદયને ઉગારવું એ શું સારું કર્તવ્ય નથી ? ઓ હૃદય ! તું વિચારી જો. વિશ્વની સર્વશ્રેષ્ઠ ભેટ એટલે માનવહૃદય ! માનવહૃદય જ આ નહિ કરે તો કોણ કરશે ? હું તને વિનવું છું : દીપકની આ હારમાળા જોઈને પ્રકાશના ભ્રમમાં ન પડતો. બહાર પ્રકાશ છે, પણ અંતરમાં ?.. અંતરમાં તિમિરની ઘટા તો નથી ને ? જાગ, ઊઠ જાગ; અને તારા અંતરના ઓરડામાં એક કોડિયું પ્રગટાવ. એ નાનકડા કોડિયાના પ્રકાશે દુઃખથી નંદવાયેલા વ્યથિત હૃદયને શોધી કાઢ.” ૪૮૪. અમૃત કાં સુરા , પણા અંતરના રંગમહેલમાં બે વ્યક્તિઓ શાસન ચલાવી રહી છે : એક છે. આત્મા ને બીજું છે મને. બંને પોતાનું પ્રભુત્વ સ્થાપવા યુગયુગથી અવિશ્રાન્ત પ્રયત્ન કરતાં આવ્યાં છે. આત્મા જેને સર્જે છે તેનું વિસર્જન કરવા મન સતત પ્રયત્નશીલ રહે છે; અને સમય મળતાં એ વિસર્જન કરે પણ છે. જો કે આત્માની પસંદગી સામે મનનો અણગમો હોવા છતાં એ નિભાવી લે છે; કારણ, મન આત્માનું સહભાગી હોવા છતાં, પોતાની નીતિનો અમલ કરવામાં એ કુશળ તેમજ કુનેહબાજ છે. આત્મા ને મન પોતાના કુટુંબ સાથે એક જ રંગમહેલમાં વસે છે; પણ બંનેના પંથ ચારા છે : એકનો પંથ મુક્તિ છે, બીજાનો પંથ બંધન છે. સુમતિ એ આત્માની પત્ની છે; કમતિ મનની પ્રેયસી છે. જીવનના રંગમહેલમાં સુમતિનું સંગીત ચાલતું હોય છે ત્યારે આત્મા ડોલતો હોય છે, ને એની સુમધુર સૂરાવલિમાં મગ્ન બની સ્વર્ગીય આનંદ અનુભવતો હોય છે. આ દૃશ્ય મનથી જોયું જતું નથી, ઈર્ષાથી એ સળગી ઊઠે છે. પોતાની પ્રેયસી ૧૫૨ મધુસંચય Page #170 -------------------------------------------------------------------------- ________________ તારું વિલાસ 4 મહિનામાં અગન કુમતિને જગાડીને એ કહે છે : “સખી ! મને ચેન નથી. આત્માનો આનંદ જોઈ હું અગનમાં જલી રહ્યો છું. તું તારું વિલાસી સંગીત છેડ, કે જેથી કરીને આત્માના આનંદમાં અગન પ્રગટે.” કમતિ પોતાના પ્રિયના આદેશથી કંઠમાં ને શરીરમાં માદકતાને મુકી ઉત્તેજક સૂર છેડે છે. એક જ રંગમહેલમાં બે ગાનારી : બંનેના સૂર જુદા; એક વિકાસપ્રધાન, બીજી વિકારપ્રધાન ! સુમતિ નિજાનંદના તાર પર સંયમનું ગીત છેડતી હોય છે, ત્યારે કુમતિ બહિર્ભાવના વિલાસી તાર પર વિકારનું ગીત ઝીંકે છે. આ રીતે વિરોધી સૂર ને ગીતો સામસામાં અથડાતાં સંગીતને લયની - મજા બગડી જાય છે. એમાંથી કર્કશતાપૂર્ણ કોલાહલનો ઘોર ધ્વનિ પ્રગટે છે. આ અવ્યવસ્થાથી આત્મા ને મન બંને કંટાળી જાય છે. એકને દુઃખ આપવા જતાં બંનેને દુઃખ મળે છે. એકેયને સુખ નહિ. આત્મા કંટાળીને દેવસાંનિધ્યમાં જવા પ્રયત્ન કરે છે, ત્યારે મન થાકીને વિલાસગૃહમાં જવા પ્રયત્ન કરે છે. અહીં આત્મા ને મન ખેંચતાણમાં ઊતરે છે. આ પ્રસંગે જ જીવનનું વિભાજન થાય છે. માણસના જીવનમાં મંથનની આ પળ અતિસૂચક છે. આ પળ એવી છે કે જેમાં બેમાંથી એકને પસંદગી આપવાની હોય છે : વૈરાગ્ય કાં વિલાસ; ત્યાગ કાં ભોગ; અમૃત કાં સુરા ! બંનેને એક જ સાથે મેળવવા પ્રયત્ન કરનારનું આવી પળે વિચારમૃત્યુ થાય છે ! ૪૮૫. વીતરાગ આ જ સૌને છોડી, એકલો બની, તારે દ્વારે આવ્યો; પણ તારું દ્વાર તો બંધ છે હૈયાના દેવ ! શું આ જ તારી શોભા ? હવે મારે ક્યાં જવું ? મજ અનાથનો આધાર તારું દ્વાર છે, મારા જીવનનો અંતિમ વિસામો તું જ છે; પણ આજે તો તુંય બદલાયો. રંગમહેલમાં આરામથી બેઠો બેઠો તું તો મળવાની પણ હા નથી કહેતો. ઓ અંતરના આધાર ભગવંત ! તારે દ્વારે ન આવું તો કોને દ્વારે જાઉં ? ગભરુ શિશુ માતાની સોડમાં ન સંતાય તો ક્યાં જાય ? મા ભલે બાળકને તરછોડે, કારણ કે એને તો બાળક અનેક છે - એને તો એકાદ કદરૂપા બાળક વિના ચાલે, પણ બાળકને જનેતા વિના કેમ ચાલે ? મા તો પોતાના કોઈ એક શિશુને ચૂમી કરી માતૃત્વને સંતોષશે; પણ શિશુ માતાને મૂકી કોની પાસે જાય ? પોતાના હૈયાની કૂણી લાગણીઓ કાલી કાલી ભાષામાં કોની ઊર્મિ અને ઉદધિ ઃ ૧૫૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ આગળ વ્યક્ત કરે ? એ તો દોડીને માની પાસે જ જવાનું અને સ્નેહા નયને કહેવાનું : “મા, ઓ મા ! ભલે તું મને તરછોડે, માર મારે, પણ હું તને નહિ છોડું. મારને બહાને પણ તારો હાથ મારાં અંગોને સ્પર્શે છે ને ! મને તો એ રીતે પણ વાત્સલ્યનું અમૃત જ મળે છે !' આ સાંભળી મા હેતથી બચ્ચાને ભેટી પડે છે, બચ્ચીઓથી સ્નાન કરાવે છે; વાત્સલ્યના ચમત્કારથી માતાનું લોહી દૂધમાં ફેરવાઈ જાય છે, અને સ્તનમાંથી દૂધની ધારાઓ વહેવા લાગે છે. વાત્સલ્યના અમૃતથી છલકાતું માતા અને શિશુનું આ દશ્ય કેટલું ભાવમનોહર છે ! ભગવાન ! ઓ ભલા ભગવાન ! સંસારનું આ પવિત્ર દશ્ય શું તારી નજર બહાર છે ? આ દશ્યનું સંવેદન તેં નથી કર્યું ? કે સંવેદન કરવા છતાં સિદ્ધિના રંગમહેલમાં બેસી આંખમીંચામણાં કરે છે ? ભલે તું આ દશ્યને ભૂલી જા, પણ હું એ કેમ વીસરું ? મેં તો એ પાવનકારી વાત્સલ્યભીનું ચિત્ર જોયું છે, ને એ સોહામણા ચિત્રને યાદ કરીને જ તારે દ્વારે બેઠો છું. સંસારના વૈભવના એઠવાડથી કંટાળીને, મમત્વના કીચડમાંથી મહાપ્રયત્ન નીકળીને, વાસનાનાં વસ્ત્રો ઉતારીને, વસ્ત્રોવિહોણો તારે દ્વારે બેઠો છું. તું શું દ્વાર નહિ ઉઘાડે ? તારી શાશ્વત જ્ઞાનજ્યોતની હુંફ મને નહિ આપે ? હુંય જોઉં કે તું મને આમ ને આમ ક્યાં સુધી બેસાડે છે ! પણ અનંત આનંદના ઓરડામાં બેઠેલા ઓ પ્રભો ! આટલું સાંભળી લેજે ! તારી પરીક્ષા કરવાની શક્તિ કરતાં મારી પ્રતીક્ષા કરવાની શક્તિ ઘણી વધારે છે. અકિંચન એવા મારી પાસે બીજું તો કંઈ જ નથી, પણ અખૂટ ધીરજની મૂડી તો છે જ ! શું તારા હૈયાને પીગળાવવા આટલી મૂડી ઓછી પડશે ? પણ ભૂલ્યો, અરેરે ! તારી પાસે હૈયું જ ક્યાં છે, જે પીગળે ! તું તો વીતરાગ ! ૪૮૬. રંગાયેલા વિચાર , વારનો પહોર હતો. હમણાં જ એ પ્રાર્થના પૂર્ણ કરી બહારના ખંડમાં આવ્યા હતા. બાજુમાં ફોન હતો. ઘંટડી વાગી રહી હતી. એમણે રિસીવર ઉપાડ્યું. સામેથી કોઈ બોલી રહ્યું હતું. બોલનાર ઉશ્કેરાયેલ હતો, ને ક્રોધના તીવ્ર આવેશમાં બોલી રહ્યો હતો. એ ખૂબ તપ્યો. ખૂબ બોલ્યો. ઘાંટા કાઢીને બોલાય એટલું બોલ્યો. અંતે ચિડાઈને એણે પૂછ્યું : “આટલું કહું છું છતાં ૧પ૪ મધુસંચય Page #172 -------------------------------------------------------------------------- ________________ સામેથી તમે એક શબ્દ પણ બકતા કેમ નથી ?' સજ્જને હસીને રિસીવર મૂકતાં કહ્યું : “ભાઈ ! આ રોંગ (Wrong) નંબર છે !' જીવનમાં આવું ઘણી વાર બને છે. ઘણા લોકો આપણા વિશે બોલતા હોય છે; કોઈ વળી લખવા પણ બેસી જતા હોય છે. એમના મનમાં આગળપાછળ ભરાયેલા વિચારો, આપણા નામે, કલમ દ્વારા અને વાણી દ્વારા સમાજ સમક્ષ મૂકતા હોય છે અને વાતાવરણને ઉશ્કેરાટ ને ગરમીથી ભરી દેતા હોય છે. જીવનપ્રભાતના મધુર પ્રહરને એ કલુષિત કરવા બેઠા હોય છે. માધુર્યના પ્યાલામાં એ વિષબિન્દુ છાંટવા માગતા હોય છે. પણ જે શાણો છે, સજ્જન છે, તે આ અનિચ્છનીય પ્રસંગને ચિત્તના અંદરના ખંડમાં પ્રવેશવા નથી દેતો; સામાની વાતમાં કંઈ સત્યનો અંશ હોય તો સુધારી લે છે, પણ ભળતી જ વાત હોય તો રોંગ (Wrong) નંબર માની એ વાતને ત્યાં જ પડતી મૂકે છે. શાણપણે ને સૌજન્ય એવી વ્યક્તિને જીવનનું એક દર્શન આપ્યું હોય છે, જેના પ્રતાપે એ સમજી શકે છે કે સામો માણસ પોતાના વિચારો પ્રમાણે, પોતાની માન્યતા પ્રમાણે અને પોતાના બદ્ધ મત પ્રમાણે જ કરતો હોય છે – પોતાનાં વિચાર, માન્યતા અને બદ્ધ મતને જ ચાલુ વાતાવરણ સાથે બુદ્ધિથી જોડી દેતો હોય છે, જેથી સત્યનો ભ્રમ ઊભો થઈ શકે ! આવો માણસ પાછો પોતે સ્વતંત્ર વિચારક છે એમ માનતો પણ હોય, છતાં એ બદ્ધ મતની આન્સરગ્રન્થિવાળો હોય છે. એની ગ્રન્થિ એટલી તો ઊંડાણમાં હોય છે કે એ પોતે પણ ત્યાં સુધી પહોંચી શક્યો નથી હોતો. આથી આવો માણસ જેના વિશે કંઈક કહેવા નીકળ્યો હોય છે તેના વિશે સાચું તો કંઈ કહી શકતો જ નથી. માન્યતા અને બદ્ધ મતનો રંગ એની દૃષ્ટિ પર હોવાથી એનું દર્શન ઉજ્જવળ ને સ્પષ્ટ નથી – એ નિષ્પક્ષપાતી નથી. રાગદ્વેષનો રંગ અતિસૂક્ષ્મ છે. એ વ્યક્તિના વિચારના મૂળને જ પોતાના રંગથી રંગી દે છે. જેનું મૂળ જ રંગાયેલ હોય તેનાં ફળફૂલ તથા પાનમાં રંગ આવે તે સહજ છે. પ્રાજ્ઞ માણસો એટલા માટે જ દુનિયાના માણસોનાં વિચાર, ઉચ્ચાર, આચાર તથા લખાણો પર શ્રદ્ધા મૂકતાં પહેલાં એ વિચાર, ઉચ્ચાર, આચાર તથા લખાણોને રાગદ્વેષવિહોણા વીતરાગના અનેકાન્તના પ્રકાશમાં સલફ્ટ જોઈ લે છે. ઊર્મિ અને ઉદધિ કે ૧પપ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭. સુખની ચાવી : સંકલ્પ ખી થવું કે દુઃખી થવું એ માણસના હાથની વાત છે કારણ કે એ પોતે ‘પક જ પોતાના કર્મનો સ્વામી છે. માણસ નબળા વિચારો અને નિર્બળ કાર્યો કરતો રહેશે તો દુઃખી જ થવાનો, અને સબળ વિચારો અને શ્રેષ્ઠ કાર્યો કરતો રહેશે તો સુખી થવાનો. જીવનસિદ્ધાન્ત એ છે કે માણસ ધારે એટલો જ સુખી કે દુઃખી બની શકે છે. આમ તો બધાં જ ઊઘડતાં પ્રભાત સુંદર હોય છે, પણ આજનું પ્રભાત કાંઈક વધુ સુંદર લાગે છે. આજે ઊઘડતા પ્રભાતથી જ અભિનંદનોની આપલે શરૂ થઈ ગઈ છે. નર-નારીઓનાં મુખ પર આનંદની સુરખી છાઈ રહી છે. વદન પર સ્મિત રેલાઈ રહ્યું છે. સારા થવાની અને સારું કરવાની ઉદાત્ત ભાવનાથી સર્વનાં હૃદય સભર છે. આપણે સુખી થવું હોય, પ્રગતિ કરવી હોય તો આજથી જ – આવા શુભ દિનથી જ એની શરૂઆત કાં ન કરીએ ? કારણ કે આવા શુભ સંકલ્પ માટે આજનું વાતાવરણ અને વિચાર ખૂબ જ અનુકૂળ છે. મન પણ શુભેચ્છાના ધબકાર સાથે કહી રહ્યું છે : કાંઈક – હા કાંઈક તો થવું જ જોઈએ. -તો શું કરીએ ? મોટા ને ખોટા સંકલ્પો અને વાતો કરી આજના પ્રભાતને દૂષિત ન કરીએ. સુખની હવાનો એક જ - માત્ર એક જ સંકલ્પ કરીએ. આ સંકલ્પ છે મૈત્રીને જીવનમંત્ર બનાવવાનો. સામાન્ય છતાં સાત્વિક એક જ વાત : મનથી કે તનથી, શક્ય તેટલું સર્વકોઈનું ભલું કરવું – ભલું કરવા સદા તત્પર રહેવું. ૪૮૮. વિવેચકો. ડું છું, કારણ કે ઉષાનાં જેમણે દર્શન પણ કર્યા નથી તે આજે પ્રકાશનું વિવેચન કરી રહ્યા છે ! ૪૮૯. ચરણરજ 2 વ ! મારે લાખ અને કરોડ નથી જોઈતા; માત્ર હું તમારા ચરણકમળમાં બેસી શકું તો મારે મન ઘણું છે. ૧૫૬ - મધુસંચય Page #174 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦. દયામધુરી , ભો ! તારી દયામાધુરી વિના તો આ જીવન પણ શૂન્ય લાગે છે. આવા પ્રેમવિહોણા સૂકા રણ જેવા જીવન કરતાં તો મૃત્યુ મધુર લાગશે ! ૪૯૧. આંબો અને થોર બાને વાવો તો એને ઊગતાં વાર લાગે; પણ થોરને ઊગતાં કેટલી વાર ? એને પાણી કે ખાતરની પણ જરૂર નહિ. એ તો વગર ખાતરે ને વગર પાણીએ વધ્યે જ જાય. સદ્ગુણોનું પણ તેમ જ છે. સદ્દગુણને આવતાં વાર લાગે; પણ દુર્ગણો તો પ્રત્યેક પળે આપણી આસપાસ આંટા મારતા જ હોય છે; એને આવતાં કેટલી વાર ? છતાં, બગીચાની મધ્યમાં સ્થાન મળે છે આંબાને, થોરને નહિ ! થોરને તો કિનારે જ તપવાનું. વળી, પથિકોને શાંતિ પણ આમ્રથી જ મળશે, થોરથી નહિ. ૪૯૨. શાન્તિની ચાવી , મે શું એમ માનો છો કે આળસુ બનીને પડ્યા રહેવાથી તમને શાંતિ મળશે ? શાંતિ તો તમારા પુરુષાર્થમાં છે – તમારા શાંત, બુદ્ધિપૂર્વકનાં ઉચિત કાર્યોમાં છે. કર્તવ્ય વિના શાંતિનો જાપ જપનારને તો શાંતિને બદલે અશાન્તિ જ મળે છે. ૪૯૩. ધર્મનો મર્મ આ ર્મ એટલે મૈત્રી -- જીવમાત્ર પ્રત્યે પ્રેમ કરો. ધર્મ એટલે પ્રમોદ – પુરુષોનો સત્કાર કરો. ધર્મ એટલે કારુણ્ય – દુઃખી અને વિમાર્ગી પ્રત્યે હમદર્દી બતાવો. ધર્મ એટલે માધ્યસ્થ -- હૈયામાં પ્રેમનો દીપક લઈ માર્ગ ભૂલેલાઓને સુધારવાનો પ્રયત્ન કરવા છતાંય ન સુધરે તોય એના પ્રત્યે સમભાવ ધરો. ઊર્મિ અને ઉદધિ ૧૫૭ - Page #175 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪. ઉપકાર ણે આપણને કેળવ્યા, જેણે આપણને દૃષ્ટિ આપી તેના ઉપકારનો બદલો જે ક ܀ ૪૫. કર્તવ્ય 3 સ કેળ મેવાન નાં કર્યાં હોયકે ઊંધાં કાર્ય કર્યો હોય કે અછતાં તે - ૪૬. પુષ્પ અને પથ્થર નિયાના અભિપ્રાય પર તમે ક્યાં સુધી નાચશો ? થોડી વાર પહેલાં જ પૂજન કરતી દુનિયા પથ્થર ફેંકવા માંડે તો નવાઈ નહિ. કાર્ય કરતી વખતે દુનિયાને સંભળાવી દો ‘તારી નિંદા અને સ્તુતિની મને ધૂળ જેટલીય કિંમત નથી; હું તો મારાં કાર્યોમાં મશગૂલ છું, મારા આત્માના ગીતમાં લીન છું, અને એ ગીતના સૂરે જ કાર્ય કર્યે જાઉં છું.' ૪૯૭. કાર્યનો સ્રોત પણે કંઈક કામ કરીશું તો લોકો જાતજાતનું બોલશે. થોડી નિંદા આઅવહેલના કરશે, તો થોડી સ્તુતિ-પ્રશંસા કરશે; પણ તેમાં આપણે ઊંચાનીચા થવાની શી જરૂ૨ ? જે કંઈ કરવાનું છે તે આત્માના ઉલ્લાસ માટે છે, જગતના અભિપ્રાય માટે નહિ. ૪૯૮. ઈર્ષા ઈલની આંખ બીજાને તો બાળતાં બાળકો, પણ તે પહેલાં તો તે પોતે જ એ સલામત રહે; પણ તે કદી બનનાર જ નથી. દીવાસળી બીજાને સળગાવતાં પહેલાં પોતે જ સળગી ઊઠે છે એ ભૂલી જવું ન જોઈએ. ૧૫૮ * મધુસંચય Page #176 -------------------------------------------------------------------------- ________________ ૪૯૯. સુખ ) થમાં ડંડો લઈ, સુખની શોધમાં ભલે તું આખા જગતમાં ફરી વળ; ઠેકાણે ઠેકાણે સુખ મેળવવા બાચકાં ભર; પણ તને એ ક્યાંયે નહિ મળે. પણ જ્યારે તું નિરાશ થઈને પાછો ફરીશ; અને થાક્યો પાક્યો એકલો પડી આંખમાં શાન્તિનું અંજન આંજીશ ત્યારે તને લાગશે કે, અરે ! સુખ તો અહીં જ છે – અહીં, મારા શુદ્ધ ચારિત્ર્યમાં જ. ૫૦૦. ક્ષમા મે જેમ માનવી છો તેમ તે પણ માનવી છે. તમને હૃદય છે, તમારે હૈયામાં ભાવનાઓ ને લાગણીઓ છે, તો શું સામા માણસની અંદર તે નહિ હોય ? તમારાથી જેમ ભૂલ થઈ જાય તેમ સામા માણસથી ભૂલ ન થાય ? તમારી જેમ તે પણ શું ક્ષમાની યાચના ન કરી શકે ? ભૂલ કર્યા પછી તમને કોઈ દિવસ ક્ષમાની ઝંખના નથી થઈ ? તો સામાને તે કેમ નહિ થતી હોય ? અમાસની અંધારી રાત્રિમાં પણ તારલા હોઈ શકે; તો પાપી હૃદયમાં થોડો પણ પ્રકાશ કેમ ન સંભવે ? ૫૧. સારા કેટલા ? - નિયામાં ધર્મની છાપ મેળવનારા તો ઘણા; પણ ખરેખરું ધર્મિષ્ઠ જીવન જીવનારા કેટલા ? આકાશમાં તારા તો ઘણાય છે, પણ ધ્રુવતારક કેટલા ? પ૦૨. જ્ઞાન 5. નુભવે અંતરને કહ્યું : “જ્ઞાન પણ બે જાતનાં હોય છે : એક દીપજ્યોત જેવું અને બીજું રત્નજ્યોત સમું. જીવન કે જગતમાં વિપત્તિ કે પ્રલોભન આવતાં જે જ્ઞાનીનું મન શૂન્ય થઈ જાય છે, મૂંઝાઈને કોકડું વળી બેસી જાય છે તેનું જ્ઞાન દીપકની જ્યોત જેવું છે. ઘરમાં ભલે એનાથી પ્રકાશ પથરાતો હોય, પણ વંટોળિયો આવતાં તે બુઝાઈ જાય છે. પણ જે જ્ઞાનીનું મન સંકટમાં સમર્થ બને છે, વિપત્તિમાં અણનમ રહે ઊર્મિ અને ઉદધિ = ૧૫૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ છે અને પ્રલોભન સામે અડોલ રહે છે તે જ્ઞાનનું જ્ઞાન રત્નજ્યોત જેવું છે, બળવાન વંટોળિયા વચ્ચે પણ તે પોતાનું કાર્ય કર્યું જ જાય છે. આ જ્ઞાન એ જ જીવનશિખર છે; બાકી પુસ્તક વાંચીને કે શ્લોકો ગોખીને તો ઘણાય જ્ઞાની બની ફરે છે. આવાઓ બહારથી જ્ઞાની, પણ અંદર નિર્માલ્ય હોય છે.” ૫૦૩. શૂરવીર ગતમાં શૂરવીર કોણ ? બેચારને પછાડી મારી નાખે તે નહિ, પણ મનને જ આવેશના વમળમાં જતું અટકાવે તે જ સાચો શૂરવીર. ૦૪. અસંગ કોઈનો નથી તે જ બધાનો બની શકે છે. જગતના મહાપુરુષો કોઈના O નથી; તેઓ બધાના જ છે. ૫૦૫. સત્યનિષ્ઠ મનુષ્ય જીવનભર સત્યનિષ્ઠ રહે છે તેને જીવનમાં શી શી સિદ્ધિઓ નથી મળતી ? દુષ્ટો પણ એના ઉપર વિશ્વાસ રાખે એ શું ઓછી સિદ્ધિ છે ? ૫૦૬. શાન્તિ તમે શાંતિની સમશેર લઈને ફરશો તો તમારો વિજય નક્કી જ છે; તમને કોઈ જ પરાજિત નહિ કરી શકે. ૫૦૭. સંધ્યાટાણે ચિત્રકાર ! જોનારના દિલનેય રંગ લાગી જાય એવા નાજુક રંગોથી તેં વિશ્વને આલેખ્યું, પણ તારા દિલનું દીવાનખાનું તો શુન્ય લાગે છે. ૧૬૦ * મધુસંચય Page #178 -------------------------------------------------------------------------- ________________ હા, તારા હૃદયખંડને અલંકૃત કરવા તેં એક કાવ્યમય ચિત્ર ટાંગ્યું હતું ખરું, પણ આજ તો તેય ઝાંખું થવા આવ્યું છે. આ સંધ્યા નમે તે પહેલાં તારા પ્રાણમાં ચૂંટાયેલા ભાવોના રંગની એક પીંછી તું એના પર ન ફેરવી શકે ? જેથી અંધારી રજનીમાં પણ, સુવાસિત તેલના દીપકોના પ્રકાશમાં એ ફરી ઝળહળી શકે ! --- ܀ ૫૦૮. લય હૃદય પોતાની ચેતનાને વસ્તુ સાથે એકાકાર કરી શકે છે, પ્રાપ્તિની વસ્તુમાં નિષ્ઠાભરી તન્મયતા કેળવી શકે છે, તે આ વિશ્વમાં એવું શું છે જે મેળવી ન શકે ? ૫૦૯. માણસ ણસ તેનું નામ, જે પોતાના નિયમો પ્રત્યે વજ્રથી પણ કઠોર રહે અને મા બીજાની વેદના વખતે ફૂલથી પણ કોમળ બને. ܀ ૫૧૦. આશિષ તરની આશિષ તો કોઈ ગજબની હોય છે. પાણીમાંથી ઉત્પન્ન થતી વીજળી કેવી ગજબની હોય છે ! અંધકારના અનંત થરને પણ એ બાળી મૂકે છે ને ! અં ૫૧૧. જીવનરથ ર્તવ્ય પૂર્ણ કરવાની ઇચ્છા છે, સેવા કરવાની ઝંખના છે, ઉપાડેલાં કાર્યોના અંત સુધી જવાની શ્રદ્ધા છે, તજીને ખાવાની ભાવના છે, અને નિંદા સ્તુતિ પ્રસંગે કાન બંધ કરી ચાલ્યા જવાની ટેવ છે. આજ સુધી તો આ રાતે જીવનરથ ચાલ્યો જાય છે; અને હવે મુકામ પણ ક્યાં દૂર છે ! ઊર્મિ અને ઉદધિ : ૧૬૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨. એકરાર થપનું પ્રાયશ્ચિત્ત કરનાર, પોતાની ભૂલોનો એકરાર કરનાર દુનિયાના - મહાનોમાં મહાન છે; દુનિયાના શક્તિશાળીઓમાં શક્તિશાળી છે. કપટરહિત ભૂલોના એકરારમાં જ જીવનની મહત્તા, શક્તિ ને પવિત્રતા છે. પ૧૩. પીછેહઠ વિત્રતાના પંથે એક ડગલું પણ ભર્યા પછી પીછેહઠ કરવી એ જીવનનું મોટામાં મોટું પાપ છે. જો તમારામાં આગળ ધપવાની શક્તિ ન હોય તો ત્યાં ને ત્યાં જ ઊભા રહો, ને શક્તિ મેળવીને મક્કમતાપૂર્વક આગળ વધો, પણ આગળ જઈને પાછા તો ન જ વળો. ૫૧૪. તારલી - લે એ પાપીમાં પાપ હૃદય હશે, તે હૃદયમાં ભલે ગમે તેટલું અંધારું હશે, “તોપણ એક એવી નાની તારલી, છૂપી છૂપી પણ, તે હૃદયાકાશમાં ટમટમતી જ હશે, જે એને કોક વાર જરૂર પ્રકાશ આપશે. પ૧૫. મિથ્યા અભિમાન ટો ઈ એમ સમજતું હોય કે મારાથી જ દુનિયા ચાલે છે, તો તે ખોટું છે, તે તેનો ભ્રમ છે. દુનિયા તો એમ કહે છે કે, તારી મારે જરાય જરૂર નથી, પણ તારે મારી જરૂર હોય તો અહીં રહે. અહીં સૌ પોતાની શક્તિથી જ જીવે છે; દરેક મનુષ્ય પોતાના જ કર્તવ્ય ઉપર, પોતાના જ બળ ઉપર ને પોતાના જ ભાગ્ય ઉપર ઊભો હોય છે. અમારાથી જ બીજા ટકેલા છે એમ તમે માનતા હો તો તે નર્યું અજ્ઞાન છે, અને મિથ્યા અભિમાન પણ છે. ૧૬ર મધુસંચય Page #180 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬. ઊંડાણ વિશ્વ શ્વની આટલી બધી વાતોને સમાવવા તમારું હૃદય કેટલું ઊંડું હોવું જોઈએ ? જ્યારે તમારા હૃદયનું ઊંડાણ--ગાંભીર્ય માપવા કોઈ શક્તિશાળી પણ સમર્થ નહિ બને ત્યારે જ એ હૃદય જગતની કલ્યાણમય વસ્તુઓ જીરવી શકવા સમર્થ બનશે. ૫૧૭. પ્રાણ સીંચો મે મોટાં મોટાં કાર્યો કરી થાકી ગયા છો, શુષ્ક થઈ ગયા છો તો હવે તેનાનાં કાર્યોનો પ્રારંભ કરો, જે એની મેળે જ મોટાં બની જાય. પણ શરત એક છે : તમે તમારાં એ કાર્યમાં તમારા પ્રાણ સીંચો; તમારું સ્વાર્પણ કરી દો; પછી જુઓ કે એ નાનાં કાર્ય કેવાં મોટાં થાય છે અને તમારા શુષ્ક જીવનને કેવું સ-રસ અને સુમધુર બનાવે છે ! સ્વાર્પણના નાના બીજમાં જ કાર્યનો વડલો સંતાયેલો છે. ૫૧૮. પ્રેમ મ એટલે સ્વાર્પણ; પ્રેમ એટલે બદલાની અપેક્ષા વિના સાકરની જેમ ઓગળી જવું અને મીઠાશ પ્રસરાવવી. પ્રેમની આવી ધારા જે હૃદયમાં વહ્યા કરતી હોય એ હૃદય કેટલું મધુર હોય ! આર્દ્રતા અને પરમ શાન્તિની એ પળો પણ કેટલી મધુર અને પ્રેરણાદાયી હોય ! ૫૧૯. શુષ્ક જીવન જે ના જીવનમાં પ્રભુપ્રેમ કે પ્રેમભરી નિષ્ઠા નથી તેનું જીવન શુષ્ક છે, લૂખું છે. એ બહાર ગમે તેટલો હસશે પણ એનો આત્મા તો આનંદ જ કરતો હોય છે; એનાં આંસુ લૂછનાર પણ કોઈ નથી હોતું. ઊર્મિ અને ઉદધિ : ૧૬૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ પર૦સહાનુભૂતિ કા, હાનુભૂતિ વિનાનાં હજારોનાં દાનથી જે ભાવ ન લાવી શકાય તે ભાવ ‘પ સહૃદય હૈયાની માત્ર સહાનુભૂતિથી આવી જાય છે. મીઠાસ સુવર્ણના પુંજથી પણ શાન્તિ ન મેળવી શક્યો ત્યારે એણે પુત્રીની સહાનુભૂતિ માગતાં saj : Sympathy is greater than gold ! આમ સહાનુભૂતિની આંખથી જ્યારે માણસ હૃદય અને જીવનનો વૈભવ જુએ છે ત્યારે એને એ વૈભવ આગળ સહાનુભૂતિથી વિહોણો સમ્રાટનો વૈભવ પણ લખો અને ઝાંખો લાગે છે. ૫૨૧ આભૂષણ છે, હ ! આજે તો આભૂષણ ઘણાં બધાં પહેરીને આવ્યાં છો શું ! પણ એ તો દેહનાં આભૂષણ છે, આત્માનાં ક્યાં ? આ બાહ્ય આભૂષણને તમે નહિ ઉતારો તો એક દિવસ તમારાં સગાંવહાલાં ભેગાં થઈને ઉતારશે. પણ કદી કોઈ ઉતારી ન શકે એવું આત્માનું આભૂષણ – શિયળ – તો તમારા તન કે મન પર ક્યાંય દેખાતું નથી ! આ બાહ્ય આભૂષણો સાથે પેલા આન્તર આભૂષણને પણ તમે ધારણ કરો, કારણ કે એ જ સાચું આભૂષણ છે. પોઠિયો ખાંડના કોથળાનો ભાર ઉપાડીને ફરે પણ એને એની મીઠાશ થોડી જ મળવાની છે ! તમે માત્ર આ આભૂષણોનો ભાર ઉપાડીને ફરો, પણ મન ખાલી ખાલી હોય તો એથી શાન્તિ થોડી જ મળવાની છે ? પર૨. પડઘો રે તે એમ બોલે : “હું દુનિયામાં કાંઈ જ નથી.” ત્યારે ચારે O તરફથી પડઘા સંભળાય છે : “તું જ અમારું સર્વસ્વ છે.” પણ જ્યારે તે એમ કહે : “હું કાંઈક છું.” ત્યારે સંભળાય છે કે “તું કંઈ જ નથી ! ૧૬૪ - મધુસંચય Page #182 -------------------------------------------------------------------------- ________________ પ૨૩. શ્રદ્ધા દ્ધા એ જીવનનાં ઊંડાણમાંથી વહેતું એક એવું પ્રશાંત છતાં બળવાન ઝરણું છે કે મુશ્કેલીઓની ગમે તેવી કઠિન શિલાઓને પણ તે ભેદી શકે પર૪. સ્વ ટ નિયાને પલટાવવાની આપણામાં શક્તિ ભલે ન હોય, પણ આપણી ઉજાતને તો આપણે પલટાવી શકીએ ને ? આપણે શું આપણા સ્વામી પણ ન બની શકીએ ? પર૫. કાર્યની મગ્નતા છે રાં કાર્યોમાં હું તલ્લીન બન્યો હોઉં તે વખતે મને મારું જ ભાન નથી " પહોતું; હું કોણ છું એનો મને ખ્યાલ પણ નથી આવતો. મારી દૃષ્ટિ મારાં કાર્યોની આરપાર ઊતરી ગયેલી હોય છે, મારું હૃદય મારાં કાર્યોમાં સૌન્દર્ય પૂરતું હોય છે, મારું મન ઊર્મિઓના ઉછાળાવિહોણા પ્રશાન્ત ગંભીર સાગર જેવું હોય છે અને તેથી મારું કાર્ય જ મારો આનંદ બની જાય છે. પ૨૬. “સ્વ”ની શોધ ર બીજાના દોષો જોઉં તેના કરતાં મારા જ દોષો જોઉં તો શું ખોટું ? ક બીજાના દોષો જોઈ મલિન થવા કરતાં મારા દોષો જોઈ નિર્મળ કાં ન થાઉં ? પર૭. તણખા થ ! મારા શબ્દો – જેને કવિઓ કાવ્ય કહી સંબોધે છે – તે શું તારા 'વિરહની વેદનામાંથી પ્રગટેલ માત્ર તણખા જ નથી ? ઊર્મિ અને ઉદધિ ૧૬૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮. તપ ૫ એટલે અનેક પ્રકારની સહનશીલતા. સુખડને જેમ જેમ ઘસીએ તેમ ત.તેમ તેમાંથી શીતળતા અને સૌરભ મળે. એવી જ રીતે આપણા દેને, આપણી જાતને, કોઈ શુભ હેતુ માટે ઘસી નાખીએ અને તેમાંથી જે સૌરભ પ્રસરે એ જ સાચું તપ, ૫૨૯. તપસ્વી ચા રે બાજુ કષાયના અગ્નિની જ્વાળાઓ ભભૂકતી હોય છતાં તેની વચ્ચે પણ આત્માને સતત શીતલ રાખી શકે તે જ ખરો તપસ્વી. ૫૩૦. ધર્મ ધર્મ ર્મ કોઈ માત્ર પુસ્તકમાં નથી, પણ હૃદયમાં છે. આપણા જ જીવનમાં એ સમાયેલો છે અને આપણા જ આચરણમાં એ વંચાય છે. ૫૩૧. વિજય વિ જયના બે જ માર્ગ છે : કાં શક્તિ કાં ભક્તિ. આ બેમાંથી એકેય જેની પાસે નથી તેનો ત્રીજો માર્ગ છે વિનતિ-વિનાશ. ܀ ૫૩૨. જીવનનો જાણકાર નુષ્ય એ કોઈ જંગલમાં ફરનારું રોઝ જેવું પ્રાણી નથી; એ સમાજ વચ્ચે નરહેનાર પ્રાણી છે. એ સહકારથી ટકે છે અને સંયોગોને આધીન રહી જીવે છે. બધું જ કંઈ એ પોતાની જ ઇચ્છા પ્રમાણે કરી શકતો નથી. એનેય સંયોગોરૂપી ઘાણીએ જોડાઈ આંટા મારવા પડે છે; અને છતાં આવા ગૂંચવણભર્યા સંયોગોના ચક્કરમાં પણ પોતાની જાતને જે જાળવી શકે અને મન ઉ૫૨ કાબૂ રાખી પોતાના ધ્યેય પ્રતિ ગતિ ચાલુ રાખી શકે તે જ જીવનનો જાણકાર. ૧૬૬ * મધુસંચય Page #184 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩. વાસના જ્યાં વાસના છે ત્યાં ભય છે; જ્યાં ભય છે ત્યાં પરતંત્રતા છે. જે માણસને પોતાના મન ઉપર કાબૂ નથી તે માણસ ગમે તેટલી સ્વતંત્રતાની વાતો કરે, છતાં તે પરતંત્ર જ છે. જે મનુષ્ય વાસનાના વમળમાં પોતાના આત્માને ભૂલી ગયો છે તેને સ્વતંત્ર કઈ રીતે કહી શકાય ? ૫૩૪. સંકલ્પ સ કલ્પ એ તો જીવનનો પાયો છે. કોઈ પણ દૃઢ કાર્ય સંકલ્પ સિવાય જીવનમાં ટકી શકતું નથી. સંકલ્પબળ વિના બહુ ઊંચે ચડેલો મનુષ્ય પણ નીચે પડે છે. અને એ પડે છે ત્યારે તેન' ચૂરેચૂરા થઈ જાય છે. ઊંધે ચડેલાને ટકાવનાર સંકલ્પ છે. જેમ જેમ ઊંચે જાઓ તેમ તેમ સંકલ્પનું ભાથું સાથે લેતા જજો. ૫૩૫. ધન અને માણસ એ બની આમાંથી પૈસો જાય એટલે માણસના મુખનું નૂર અને રોશની પણ જતાં રહે છે. આહ ! માણસ ધનનો સ્વામી ગણાતો તેને બદલે ધન માણસના સ્વામીપદે સ્થપાયું ! ૫૩૬. પૈસો સો એ એવી જાદુઈ ગોળી બની બેઠો છે કે ભલભલાઓની બુદ્ધિને એ વીંધી નાખે છે. પણ એ ભૂલવું જોઈએ નહિ કે પૈસાનાં પ્રલોભનો સામે અડગ રહેનારને તો કાળ પણ નમન કરે છે. એ ઊર્મિ અને ઉદધિ ૧૬૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭. પૈસાનો ઉપયોગ Sો સો સંસાર ચલાવી પણ શકે અને જલાવી પણ શકે. પૈસો તો અંગારા - જેવો છે. તેની સાથે સીધીસાદી રીતે રહેશો તો તે સંસાર ચલાવવામાં સહાયરૂપ થશે. અડપલાં કરશો તો જલાવશે. ૫૩૮. લાયકાત છે. પણામાં જો યોગ્યતા હોય તો કોઈ વસ્તુની ઇચ્છા પણ કરવી પડતી નથી; આપોઆપ આપણી પાસે દોડી આવે છે. સરોવરમાં પાણી આવે છે ત્યારે માછલાં કેવાં ઊભરાઈ જાય છે ! ૫૩૯. માનવછાયા - સંતઋતુ સાથે જ જેમ મંજરી અને કોયલનો ટહુકો આવે છે તેમ પૈસાની સાથે જ પાપ ને પતન આવે છે કારણ કે, પાપ એ પૈસાનો પડછાયો છે. પૈસો આવ્યો એટલે એનો પડછાયો એક યા બીજી રીતે આવવાનો જ. તેમ છતાં કોઈ પણ વસ્તુ છાયામાં જાય છે ત્યારે તેનો પડછાયો અદૃશ્ય થઈ જાય છે, તેમ લક્ષ્મી પણ માનવધર્મની છાયામાં જાય તો એ પોતાના પડછાયાને જરૂર અદશ્ય કરી શકે ! પ૪૦. વિપત્તિ Sિ દગીમાં અણધારી આવેલી નિરાશાઓ અને મેઘઘટાની જેમ તૂટી O પડેલી વિપત્તિઓ કોકવાર જીવનનું અજબ પરિવર્તન કરી નાખે છે. ખોટી આશાઓ જ્યારે લુપ્ત થાય છે ત્યારે જીવનમાં ક્રાંતિ જન્મે છે. આ ક્રાંતિકાળના મંથનમાંથી માનવને કોઈકવાર એવો માર્ગ મળી આવે છે કે જે હજારો ગ્રંથોના વાચને પણ નથી મળતો. ૧૬૮ મધુસંચય Page #186 -------------------------------------------------------------------------- ________________ પ૪૧. પુરુષાર્થ મારી મુશ્કેલીઓ વચ્ચે, તમારી વિપત્તિઓ વચ્ચે તમે “અરેરે' કહીને બેસી cજશો એટલે શું તે બધી આપત્તિઓ ટળી જશે ? આવા વખતે તમારી દિીનતાને છોડી પુરુષાર્થ અજમાવો. પવન તો વીંઝણામાં છે જ, પણ તેને વીંઝયા વિના તે કેમ મળે ? પ૪૨. સ્વપ્ન 3 પ્રભાત જોવા મન સ્વપ્ન સેવે જેમાં માણસ દેહ માટે નહિ, પણ દિલ માટે જીવતો હોય; ધન માટે નહિ, પણ ધર્મ માટે ઉપાર્જન કરતો હોય; પશતા માટે નહિ, પણ પ્રેમ માટે સંબંધ બાંધતો હોય; જીવનનિર્વાહ માટે નહિ, પણ નિર્વાણ માટે પ્રત્યેક પ્રવૃત્તિ કરતો હોય. ૫૪૩. બહુરૂપી કરવું ? બહુરૂપીઓનો ત્રાસ વધી ગયો છે. આત્માની પ્રેમસૌરભને ગૂંગળાવવા આજે જડતા સંયમને નામે અને વિલાસ કલાના વેશે આવી રહ્યાં છે. ૫૪૪. પ્રજ્ઞાચક્ષુ અંધ હતા. યાત્રાએ જઈ રહ્યા હતા. મેં પૂછ્યું : “ભગવાનને તો તમે - જોઈ શકવાના નથી, પછી યાત્રાએ જઈને શું કરશો ? એમણે એટલી જ નમ્રતાથી કહ્યું : “હું ભગવાનને નહિ જોઈ શકું પણ ભગવાન તો મને જોશે ને ? પ્રભુની પ્રકાશપૂત દૃષ્ટિ મને અવશ્ય પાવન કરશે.' ત્યારે મને લાગ્યું કે આનું નામ પ્રજ્ઞાચક્ષુ. : ઊર્મિ અને ઉદધિ ૧૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ પ૪૫. પ્રેમ સંવેદન 0 મીનું હૃદય આરસી જેવું હોય છે. પ્રિયજનનું પ્રતિબિંબ ઝીલ્યા વિના એ જ રહી શકે જ નહિ. બિમ્બની આંખમાં આંસુ વહે તો પ્રતિબિમ્બમાં પણ વહેવું જ જોઈએ; અને હાસ્ય ફુરે તો એનો ઉત્તર પણ આરસીમાં મળવો જ રહ્યો. પ્રેમ એટલે ઉરતંત્રની પરમ ઐક્યતા. પ૪૬. પ્રેમરસ Oા દ્ધ પ્રેમ શેરડીના સાંઠા જેવો હોય છે. પ્રારંભમાં એનો ઉપરનો ભાગ - જરા ફિક્કો લાગે પણ જેમજેમ ચૈતન્યના મૂળ તરફ આગળ વધો તેમ તેમે રસની મધુરતા વધવા સાથે તેનો સ્વાદ અવર્ણનીય બનતો જાય છે ! પ૪૭. પ્રેમપ્રકાશ 0 જળીના ગોળામાં વીજળીનો તાર કેવો ફિક્કો અને શ્યામ લાગે છે, પણ એમાંથી વિદ્યુત પસાર થતાં એ જ તાર સુવર્ણરેખાની જેમ ઝળહળી ઊઠે છે પહેલાં જે પોતે જ પ્રકાશહીન હતો તે પ્રકાશવંત બની સૌને પ્રકાશિત કરે છે. આમ પ્રેમપ્રકાશનો સ્પર્શ થતાં સામાન્ય માનવી પણ અસામાન્ય બની પ્રકાશી ઊઠે છે. પ૪૮. જીવનકવિતા મજીએ તો જીવન જ એક કવિતા છે. અપદ્યાગદ્ય નહિ, પણ પદ્યબદ્ધ કવિતા છે. એમાં છંદ છે, માત્રા છે, પ્રાસ છે અને ભાવોનું સંવાદમય સંગીત પણ છે. આ જીવન-કવિતા સ્વનિયંત્રિત સંયમના છંદથી બદ્ધ છે. વળી, વિચારમાધુર્યથી જન્મેલા લયયુક્ત લાલિત્યથી પરિપૂર્ણ છે. એમાં મન, વચન અને કાયાના સંવાદમાં સંગીતની સૂરીલતા છે, તેમ અનેક ઉદાત્ત ભાવોનો આરોહ-અવરોહ પણ છે; સ્નેહનો પ્રાસ છે અને મૈત્રીની પાત્રા પણ છે. ૧૭૦ મધુસંચય Page #188 -------------------------------------------------------------------------- ________________ સાધકો પોતાના જીવનને જ એક શ્રેષ્ઠ કવિતા બનાવી ગયા છે, જેને માણસ હર્ષ અને વિષાદની શાન્ત અને ઘેરી પળોમાં ગળામાં ઘૂંટીઘૂંટીને ગાય છે. ૫૪. નિર્લેપતા મેં : શું કુકીચડમાં જન્મવા છતાં સ્વચ્છ સૌન્દર્યથી હસી રહેલા કમળે કહ્યું : ‘નિર્લેપતા.’ ܀ ૫૫૦. ધન્ય પળ ભવ ન, વચન અને કાયાનું સંવાદમય સંમિલન એટલે યોગ, એમ ક્યાંક વાંચેલું. પણ આજ તો આ યોગ સહજ બની ગયો. જાગૃતિની શાન્ત પળમાં ધ્યાન લાગી ગયું. ઊર્ધ્વગામી બનેલી ચેતના પરમ તત્ત્વને સ્પર્શી એકતાનતા અનુભવી રહી. તોફાનો શમી ગયાં. મૌન મધુરતામાં પરિણમ્યું. વૃત્તિઓ શાન્ત બની. અગાધ ઊંડાણમાંથી અનાહતનો અશબ્દ નાદ ગુંજી રહ્યો. અહંકાર અને અંધકારના સ્થાને આનંદ અને ઉજાસનો આહ્લાદ સ્પર્શી ગયો. મિત્ર, યોગની આ પરમ ધન્ય અનુભૂતિ વર્ણવી શકાતી નથી. વર્ણન નહિ, અનુભવ-સાકરનો કઠણ ગાંગડો દૂધમાં ઓગળી જતાં જે મધુર એકતા પ્રગટે છે તે... સિં આવા દાંક મનન અના ઊંડાણમાં રહેલાં તત્ત્વોનું વલોણું કરવા દો, અને જુઓ; એ પોતામાં જ પોતે કેવું સ્થિર બની જામી જાય છે ! ૫૫૧. મનન ܀ ૫૫૨. આત્મતેજ હનો સિંહ, રાજાઓનો રાજા, બાદશાહોનો બાદશાહ આત્મા છે. એવો આત્મા માત્ર પૈસો અને વૈભવ મેળવવા ઊર્મિ અને ઉદધિ * ૧૭૧ એવો આપણો પાછળ કંગાલ Page #189 -------------------------------------------------------------------------- ________________ બની જાય તો તેના જેવી બીજી હીનતા કઈ ? ૫૫૩. સ્થૂલ નહિ, સૂક્ષ્મ મેં દિરામાં વમાં દેવનો ન ભૂલતો દિરમાં દેવ છે તો જ લોકો દર્શને આવે છે. પૂજારી ! મંદિરને ૫૫૪. દોષદૃષ્ટિ ચાં દાં શોધવાનું કામ તો કાગડો પણ કુશળતાથી કરે છે, માણસ પણ એ જ કામ કરશે તો પછી દુનિયામાં કાગડા કોને કહીશું ? ૫૫૫. પવિત્રતાનો પ્રભાવ ગડા તો રોજ ઊઠીને શાપ દેતા હોય છે કે બધી ધોળી વસ્તુઓ બળીને કાળા કોલસા થઈ જાઓ; પણ એ શાપ એટલો કાળો છે કે ધોળી વસ્તુઓ પાસે જતાં પણ શ૨માય છે ! કા ૫૫૬. ભણતર ને ચણતર શ્ન પૂછ્યો : ‘શા માટે ભણો છો ?' અનુભવે પરિપક્વ થયેલા વૃદ્ધ પ્રશિક્ષકના આ પ્રશ્ન પર વિદ્યાર્થીઓ ત્યારે હસી પડ્યા રે, કેવો વિચિત્ર પ્રશ્ન ! શા માટે ભણો છો ? ભણીએ નહિ તો કરીએ શું ? એટલે ભણીએ છીએ. પણ આજ લાગે છે કે એ પ્રશ્ન નાનો હતો પણ ઘણો ગહન અને મહત્ત્વનો હતો. ભણતર અને ચણતર બંને મહત્ત્વનાં જીવનઅંગ છે. ભણતરથી જેમ મનને વિશ્રામ મળે છે તેમ ચણતરથી તનને. ચણતર જેમ પલટાતી ઋતુઓમાં તનને રક્ષણ આપે છે તેમ ભણતર સુખદુ:ખથી પલટાતી જીવનઋતુઓમાં મનને રક્ષણ આપે છે. સાચી વાત છે : સાચું ભણતર જ તે છે જે માણસને સ્થિતપ્રજ્ઞ અને સ્થિરપ્રજ્ઞ બનાવે. ܀ ૧૭૨ ઃ મધુસંચય Page #190 -------------------------------------------------------------------------- ________________ ૫૫૭. પરિપક્વ નેક પ્રલોભનો વચ્ચે પણ તમારી ઇન્દ્રિયો શાંત રહે, એ ત૨ફ પ્રલોભાય નહિ તો જાણજો કે તમારું જ્ઞાન પરિપક્વ છે. ૫૫૮. પ્રેમ તાતો ૨થી મોકલાતો સંદેશો હજારો માઈલ દૂર રહેલ વ્યક્તિને પણ મળે છે, તો પ્રેમીહૃદયનો શુદ્ધ વિચાર દૂર રહેલા પોતાના સ્નેહીને કેમ ન પહોંચે ? તાર જડ છે છતાં એમાં આ શક્તિ છે, તો હૃદય તો ચૈતન્યના જીવંત ધબકારથી ધબકતું જીવન છે. એનો વેગવંત સંદેશો તો સૌથી પહેલો પહોંચે. ૫૫૯. પરમ પ્રેમ પં થ અને સંપ્રદાયની વાતો તો ખૂબ કરી; હવે આત્માને ૫૨માત્મા સાથે જોડતા પ૨મ પ્રેમની વાત કરો તો સારું; ખોખાં તો ઘણાંય જોયાં, હવે વસ્તુનું દર્શન થાય તો સારું. ૫૬. જ્ઞાન નુભવના આનંદ વિના માત્ર જ્ઞાનનો ભાર ઉપાડનાર જ જો જ્ઞાની કહેવાતો હોત તો પુસ્તકોથી ભરેલો કબાટ પણ જ્ઞાનીમાં ખપી જાત ! ܀ ૫૬૧. ભૂલ અને આંસુ લ તો થઈ જાય, પણ થયેલી ભૂલને ભૂલ રૂપે સમજી, એને ધોવા માટે જે આંખ આંસુ વહાવે છે તે જ અંતે આનંદનાં અંજન પામે છે. પણ ભૂલ કરવા છતાંય જે આંખ આનંદથી હસે છે તે તો છેવટે આંસુનાં જ અંજન પામે ને ! ભૂ ઊર્મિ અને ઉદધિ * ૧૭૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ પs૨. શુદ્ધિ અને સિદ્ધિ વનની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ શબ્દોથી નહિ, પણ સાધના અને શુદ્ધિથી જ 'પામી શકાય છે. સુવર્ણ જેવા સુવર્ણને પણ શુદ્ધ થવા માટે તેજાબમાંથી પસાર થવાની કઠિન સાધના કરવી પડે છે. ૫૬૩. પ્રાયશ્ચિત્ત વનને પવિત્ર કરવાની જેને આકાંક્ષા હોય, ચારિત્ર્યને કાંચન જેવું ઉજ્વળ કરવાનો જેને તલસાટ હોય, હૃદયને સ્ફટિક જેવું પારદર્શક બનાવવાની જેને ઉત્કંઠા હોય તે જ માણસ પોતાની મલિનતાને ધોવા પ્રાયશ્ચિત્તની ધારાઓ વહાવે છે. એને મન પ્રાયશ્ચિત્તનાં આંસુ એ જીવનના મળને ધોનાર પવિત્ર ગંગાજળ છે. પ૬૪. પવિત્ર ભીખ ૨ પવિત્ર આત્મદેવ ! આજના મંગળ પ્રભાતે હું આપની પાસે આ પવિત્ર ભીખ માગું છું; કોઈ પણ નારીના સૌન્દર્ય પર કુદૃષ્ટિ કરવાનો પ્રસંગ આવે તો હું અંધ થઈ જાઉં, કોઈની નિંદા સાંભળવાનો પ્રસંગ આવે તો હું બહેરો થઈ જાઉં, કોઈના અવગુણ ગાવાનો અવસર આવે તો હું મૂંગો થઈ જાઉં, કોઈનું દ્રવ્ય હરવાની વેળા આવે તો હું ઠૂંઠો થઈ જાઉં. ૫૫. પ્રિયદર્શન . ધારઘેરા ઘોર અરણ્યમાં, ભૂલા પડેલા કોઈ નિરાશ પથિકને, દૂર-અતિ દૂર ટગમગતો દીપક, જેમ આશા ને હિમ્મત આપે છે, તેમ અનન્તના આ વિકટ પ્રવાસમાં મને પણ પ્રભો ! તારું પ્રિયદર્શન આશા ને હિમ્મત આપે છે ! એટલે જ હું વિનમ્રભાવે ભીખ માગું છું કે પ્રભુ ! તારું પ્રિયદર્શન, મારા આ એકલપંથમાં સદા પ્રકાશ પાથરતું રહે ! -ચિત્રભાનુ ૧૭૪ - મધુસંચય Page #192 -------------------------------------------------------------------------- ________________ ભવનું ભાતું ________________ Page #193 -------------------------------------------------------------------------- ________________ Page #194 -------------------------------------------------------------------------- ________________ <<->& >& ૫૬૬. ભવનું ભાથું ષાઢી વાદળો વરસીને થાક્યાં હતાં. મારગમાં કીચડના થર જામ્યા હતા. વનસ્પતિ આળસ મ૨ડીને ધરતી પરથી ઊભી થઈ રહી હતી. ધરતીએ જાણે બુટ્ટાદાર લીલી સાડી પહેરી હતી. નાનાં નાનાં વનફૂલોએ એમાં ભાત ગૂંથી હતી. આ વખતે એક સાધુવૃંદ અટવીનો માર્ગ વીંધીને આગળ વધી રહ્યું હતું, પણ હવે આગળ કદમ ઉઠાવી શકાય તેમ ન હતું. માર્ગમાં નાની નાની દેડકીઓ કૂદી રહી હતી. લાંબાં લાબાં અળસિયાં તરફડી રહ્યાં હતાં. જીવજંતુઓનો ઉપદ્રવ વધી ગયો હતો, અને વોંકળામાં પાણી બે કાંઠે છલકાઈ રહ્યાં હતાં. મુનિવૃંદના નાયક વિચારમાં પડ્યા : હવે આગળ કેમ વધવું ? શહેર અહીંથી ઘણું જ દૂર જણાય છે. અષાઢી પૂનમને હવે માત્ર ચાર જ દિવસ બાકી છે. મુનિએ ચાર મહિના તો એક સ્થાને રહેવું જ જોઈએ, પૂર્ણિમા પછી પ્રવાસ થાય નહિ. ભવનું ભાતું ૧૭૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ હવે ન આ અટવીમાં રહેવાય કે ન આગળ વધાય ! એ જ સમયે આ અટવીમાં મુક્તગાન ગાતો એક પડછંદ માણસ ચાલ્યો આવતો દેખાયો. એના મુખ પર પ્રતાપ હતો, બાહુમાં બળ હતું, ખભે ધનુષ્ય હતું અને પીઠ પર બાણનું ભાથું હતું. ખડકની જેમ અડગ એ આગંતુક થંભ્યો, અને જાણે પૂર્વ-પરિચિત ન હોય તેમ એણે પૂછ્યું : ‘સંત ! અત્યારે, આવા ભયંકર જંગલમાં આપ ક્યાંથી ? ચાર દિવસ પછી તો પૂનમ છે. શહેર અહીંથી ચાલીશ ગાઉ દૂર છે. માર્ગ પાણીથી ભરાઈ ગયા છે, ચાતુર્માસ કરવા ક્યાં ધાર્યું છે ? આગંતુકની ભાષા કડક હતી; છતાં એમા સંસ્કારિતાની છાંટ હતી. સાધુઓને લાગ્યું કે મુનિઓના ધાર્મિક આચારનો આ જાણકા૨ છે, નહિ તો આ નિર્જન વસ્તીમાં ૨હેતા માણસને ચાતુર્માસની અને વિહારની કલ્પના ક્યાંથી હોય ? આચાર્યે કહ્યું : ભાઈ ! અમે ભૂલા પડ્યા છીએ. નીકળ્યા તો હતા દૂરના મુકામે જવા, પણ વર્ષા થતાં ઘાસ ફૂટી નીક્યું. પગદંડી ભૂંસાઈ ગઈ, અને અમે ત્રણ દિવસથી અહીંતહીં ભમીએ છીએ. શહે૨માં પહોંચાય તેમ લાગતું નથી. તમે આટલામાં ક્યાંક વસ્તી-રહેઠાણ ન બતાવો ? મુનિને તો શું શહેર કે શું વગડો ! તમે મંજૂરી આપો તો આ ચાર માસ અહીં જ તપ-જપથી ટૂંકા કરી નાખીએ.’ આગંતુક ક્ષણભર વિચારમાં પડ્યો. એક ક્ષણમાં તો એના મુખ પર અનેક ભાવો રમી ગયા. ધીરે ધીરે એના લોહીમાં રહેલા ઉત્તમ સંસ્કારોએ એના પર વિજય મેળવ્યો. ખીણ ભણી આંગળી ચીંધતાં આગંતુકે કહ્યું : આ ટેકરીઓની ઓથમાં ઝૂંપડીઓ દેખાય છે ને ? એ ભીલની પલ્લી છે. ત્યાં અમે રહીએ છીએ. તમારે વસ્તી જોઈતી હોય તો ત્યાં મળશે. પણ એક શરત છે, એ શરત તમે પાળો તો તમે ત્યાં ખુશીથી રહી શકો.' સાધુવૃંદના નાયક આચાર્ય સુસ્થિત સમયજ્ઞ હતા. માણસને પારખવાની નૈસર્ગિક દૃષ્ટિ એમને મળી હતી. ઝવેરી જેમ હીરાને પારખે તેમ એ માણસને પારખતા. એમણે આ માણસમાં રહેલી સંસ્કારિતા જોઈ લીધી અને પૂછ્યું : ‘ભાઈ ! શી શરત છે તમારી ?' પડછંદ દેહ જરા ટટ્ટાર કરતાં નિખાલસ અને સ્પષ્ટ શબ્દોમાં એ પલ્લીવાસીએ કહ્યું : ‘જુઓ, અમે રહ્યા લૂંટારા અને તમે રહ્યા સંત. આપણા બંનેના માર્ગ જ ન્યારા. અમારો માર્ગ મારવાનો અને તમારો માર્ગ તા૨વાનો. ૧૭૮ * મધુસંચય Page #196 -------------------------------------------------------------------------- ________________ અમારો ધર્મ લૂંટવાનો અને તમારો ધર્મ આપવાનો. એટલે તમે અમારે સંગે ચડો તો તમે બગડો, અને અમે તમારે સંગે ચઢીએ તો અમારો રોટલો રઝળે. “છતાં તમારે વસ્તી જોઈતી હોય તો હું આપું, પણ એક શરતે. તમારે અમારી દુનિયામાં દખલ ન કરવી. મારા હાથ નીચે પાંચસો લૂંટારા છે. અમારો ધંધો છે : લૂંટ, ખૂન ને ચોરી. અમારા કોઈ પણ માણસને તમારે ધર્મનો ઉપદેશ ન આપવો. હું જાણું છું કે તમારો માર્ગ સાચો છો, સારો છે, પણ અમારા માટે નકામો છે. અહિંસા સ્વીકારીએ તો ખૂન કેમ થાય ? લૂંટ ન કરીએ તો પેટ કેમ ભરાય ? આપ અહીં ખુશીથી રહો, પણ શરત અમારી ધ્યાનમાં રાખજો. નહિ તો...” લૂંટારાની આ નિખાલસ વાત સાંભળી આચાર્યને આનંદ થયો. એનું વક્તવ્ય એટલું સ્પષ્ટ હતું ને છતાં કેટલી બધી સમજણથી ભરેલું હતું ? આચાર્યનું હૈયું લોભાયું. એમને થયું : હજારો બકરાંઓને બોધ આપવા કરતાં આ એક સિંહને પ્રતિબોધ્યો હોય તો કેવું સુંદર ? પણ એ પ્રતિબોધ પામે ખરો ? સાવ અસંભવ. અરે, જ્યાં ઉપદેશને સાંભળવાની જ ના પાડે છે, ત્યાં બોધની તો વાત જ શી કરવી ? છતાં હિંમતવાને શ્રદ્ધા ન ખોવી. આશા અમર છે. સાચા પુરુષાર્થીને કશુંય અશક્ય નથી. આચાર્યે એની વાત સ્વીકારી લીધી. ચારે બાજુ ઊંચા ઊંચા પર્વતોની દીવાલો હતી, અને એની વચ્ચે નાની નાની ટેકરીઓ પર કેટલીય છૂટીછવાઈ ઝૂંપડીઓ હતી. ઝૂંપડીમાં વસતો પ્રત્યેક માનવી કાળના અવતારસમો હતો. એનો શ્યામ રંગ, કાળી દાઢી, વળાંક લેતી મૂછો, કદાવર દેહ અને બુકાની બાંધેલું મોં જોતાં જ સામાન્ય માણસ તો છળી જતો. આ મહાકાળોની દુનિયામાં સાધુઓએ પોતાનું સ્થાન જમાવ્યું. નિસર્ગના આ શાન્ત વાતાવરણમાં સાધુઓ મૌનમાં મસ્ત રહેતા. આત્મસાધનામાં મગ્ન રહેતા. જ્યારે લૂંટનો માલ લઈ ચોરો આ સાધુઓની વસ્તી પાસેથી પસાર થતા ત્યારે ક્ષણભર તો એમના હૈયાના અંધારિયા આકાશમાં પણ ત્યાગની પ્રભા ઝગમગી જતી, પણ ચોરો એ પ્રકાશમાં વધારે ન થોભતા. એ પોતાના ઘોડાઓને આગળ દોડાવી મૂકતા ! ચોરો લૂંટવામાં મગ્ન હતા, સાધુઓ જપ-તપમાં મગ્ન હતા. ચાર મહિના વાયુના ઝકોરાની જેમ વહી ગયા. ગ્રીષ્મ ઋતુમાં નદીના કિનારા પરથી પસાર થતા માણસને પણ શીતળતાનો સ્પર્શ થાય છે, તો શું સાધુતાના કિનારા પર રહેલાને એની મૌનભરી શીતળતા ન સ્પર્શે ? ભવનું ભાતું * ૧૭૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ કારતક સુદ પૂર્ણિમાના નવપ્રભાતે આકાશમાં સૂરજે પ્રકાશની પિચકારી મારી ત્યારે સાધુઓએ વિહાર માટે કેડ બાંધી. પલ્લીપતિએ આવી ભાવપૂર્વક નમન કર્યું. સાધુઓ આગળ વધ્યા. પલ્લીપતિ પણ એમને વિદાય આપવા થોડે સુધી એમને પગલે પગલે ચાલ્યો, પણ એના હૃદયમાં કંઈક મંથન હતું. ચાર ચાર મહિના સુધી સાધુઓ એમની પલ્લીમાં રહ્યા હતા. પણ કેવા શાન્તિથી ! ન કોઈની આઘી, ન કોઈની પાછી ! ન બોધ કે ન ણા ! કેવી પ્રેમભરી નજ૨ ! પલ્લીપતિ વિચારી રહ્યો, સાધુઓએ મૌન રહીને જાણે વ્યાખ્યાન આપ્યું હતું. સત્ય અને સંયમની મૂક હવા ઊભી કરી હતી ! આજે એ હવા કામ કરી રહી હતી. પગદંડીના વળાંક આગળ આચાર્ય સુસ્થિત થંભ્યા. એમણે છેલ્લી વિદાય માગતાં કહ્યું : ‘પલ્લીપતિ ! તમને એક પ્રશ્ન પૂછું ? તમે કહ્યું હતું કે ચાતુર્માસમાં અમારે તમારા સંબંધી કંઈ જ ન પૂછવું, પણ આજ એ ચાતુર્માસ પૂર્ણ થયું છે, સાથે તમારી એ શરત પણ પૂર્ણ થઈ છે. એટલે કહો તો કંઈક પૂછું.’ આચાર્યની સંયમભરી સહૃદયતાએ પલ્લીપતિના હૈયાનો કબજો લીધો. એ ગળગળો થઈ ગયો. બોલ્યો, ‘પૂછોને પ્રભો ! જે પૂછવું હોય તે પૂછો. હું આપનાથી કોઈ વાત નહિ છુપાવું.' ‘તમે કહો છો કે હું ચોર છું, પણ તમારા સંસ્કાર તો ચાડી ખાય છે કે તમે કોઈ કુલીન વંશના છો. તમારામાં રહેલા કેટલાક ગુણો મને આકર્ષી રહ્યા છે; ભાઈ ! તમારું પોતાનું કુળ એ ચોરનું કુળ હોય ના.' આચાર્યની પ્રેમવાણીથી પલ્લીપતિનું હૃદય પીગળવા લાગ્યું. મીણને ગરમી મળતાં એ ઓગળે એમ એનું હૈયું આચાર્યની પ્રેમ-ઉષ્મામાં ઓગળી રહ્યું. એને પોતાનો ભવ્ય ભૂતકાળ સાંભરી આવ્યો, એની આંખમાં વેદનાનાં આંસુ આવ્યાં જાણે પહાડ ભેદીને જળધોધ બહાર આવ્યો. બંને હાથવતી પોતાનું કપાળ દાબતાં એણે કહ્યું : - પ્રભો ! પ્રભો ! એ જૂની વાત ના પૂછો. જિગરના કેટલાક ઘા અપ્રગટ જ સારા. હું અત્યારે કોણ છું એટલું જાણો એ જ પૂરતું છે !' આચાર્યને આગળ વધવું હતું. તાપ વધી રહ્યો હતો, છતાં એ થંભ્યા. એમની રત્નપારખુ નજર કહી રહી હતી કે ઝવેરાત અહીં જ છે. આ કોલસામાંથી જ હીરો મળવાનો છે. એ જરા નજીક આવ્યા, પિતા પોતાના પુત્ર ૫૨ જે વાત્સલ્યથી હાથ મૂકે તે વાત્સલ્યથી હાથ મૂકતાં એમણે કહ્યું, ‘પલ્લીપતિ ! ૧૮૦ : મધુસંચય Page #198 -------------------------------------------------------------------------- ________________ સ્કૃતિના અંગારા પર શા માટે રાખ ઢાંકી સખો છો ? એ તમને અંદર ને અંદર બાળ્યા કરશે. એને બહાર લાવો, જ્ઞાન અને પશ્ચાત્તાપનાં વારિથી એને બુઝાવી નાખો.' આચાર્યનાં સ્નેહભીનાં વચનો પલ્લીપતિના હૈયામાં ઊડે ઊંડે ઊતરી ગયાં. ગિરિરાજ જેવો અડગ દેખાતો પલ્લીપતિ સહજમાં બાળક જેવો નાનો અને નિર્દોષ થઈ ગયો. આંસુને લુછતાં એણે કહ્યું : “પ્રભો ! મારી આ વેદનાની ભઠ્ઠી તમારાં ભાવભર્યા જ્ઞાનવચનોથી નહિ કરે. એ મને ઠારીને જ કરશે. છતાં હું મારી વ્યથા આજ આપની પાસે ઠાલવું છું.' “મારો જન્મ ટીપુરીના રાજા વિમળશાને ત્યાં થયો હતો. મારી માતાનું નામ સુમંગલા હતું. મારું નામ પુષ્પચૂલ. મારે એક બહેન હતી. એનું નામ પુષ્પચૂલા. હું મારા પિતાને એકનો એક પુત્ર હતો, એટલે તેઓ મને ઘણા જ લાડથી ઉછેરતા. અંતરની ઓશિયાળ તો જાણો જ છો. મને દરેક પ્રકારની સ્વતંત્રતા હતી. દાસ-દાસીઓ મારી આજ્ઞા ઉઠાવવા સદા તત્પર રહેતાં. સૌ મૂકી ઝૂકીને પ્રણામ કરતાં, પણ જેમ શ્રીમંત ઘી-દૂધ પચાવી શકતો નથી, તેમ અધૂરા ઘડા જેવો હું આ સ્વતંત્રતા ન પચાવી શક્યો. માતા-પિતાનાં વાત્સલ્યનો મેં દુરુપયોગ કર્યો. ધીમે ધીમે મારામાં સ્વચ્છંદતા આવતી ગઈ. મારી ઉન્મત્તતાથી, મારાં તોફાનથી મને લોકો પુષ્પચૂલને બદલે વંકચૂલ કહેવા લાગ્યા ! પ્રજા મારાથી ત્રાસી ગઈ. મારા આશ્રયને લીધે જુગારીઓ મત્ત થઈ ફરતા. મદિરાપાનથી ડોલતી આંખો લઈ હું ઘોડાને નગરીના રાજમાર્ગ પર પૂરપાટ દોડાવતો. મૂક અને નિર્દોષ પ્રજાજન હડફેટમાં આવતો, ત્યારે એને ક્યાં વાગ્યું છે એ પૂછવાને બદલે, એ હડફેટમાં કેમ આવ્યો, એમ કહી ધમકાવી હું એને ફટકા મારતો. મારા આ જુલમથી ત્રાસેલી પ્રજાએ મારા પિતા પાસે ફરિયાદ કરી. પિતાએ મને મમતાથી સમજાવ્યો પણ હું ન સમજ્યો, માતાએ વાત્સલ્યભીની શિખામણ આપી પણ એ શિખામણને મેં ઠોકર મારી. પ્રેમાળ માતાએ વહાલના જળથી મને સીંચ્યો પણ હું ન પલળ્યો, કારણ કે સ્વચ્છંદતાથી હું પથ્થર બન્યો હતો !' છેલ્લું વાક્ય ઉચ્ચારતાં પલ્લીપતિનો કંઠ ભરાઈ આવ્યો. થોડી વાર થંભી એણે આગળ ચલાવ્યું : “માતાપિતાની આ મમતાને મેં નબળાઈ માની અને હું વધારે તોફાની બન્યો. દશેરાના દિવસે તો મારાં તોફાની ટોચે પહોંચ્યાં. મારાથી કંટાળેલા પિતાએ આખરે મને જાકારો આપતાં કહ્યું : જા, પાપી ! અહીંથી ભવનું ભાતું ! ૧૮૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ ચાલ્યો જા. મને તારું મોં બતાવીશ નહિ. તારાથી મારી રાંક પ્રજા ત્રાસી ગઈ છે. “આ શબ્દોએ મારા કાળજામાં ઘા કર્યો. હું તે જ ક્ષણે ઘરથી બહાર નીકળી પડ્યો. મારી નાની બહેન મારી સાથે જ આવી, બધાં વિખૂટાં પડે તોય મારી નાની બહેન મારાથી વિખૂટી પડે તેમ ન હતી. અમારો ભાઈબહેનનો પ્રેમ પુષ્પ અને પરાગ જેવો અતૂટ હતો. અમે ચાલતાં ચાલતાં આ અટવીમાં આવી ચડ્યાં. ત્રણ-ત્રણ દિવસના અખંડ પ્રવાસથી મારી વીરભગિની પણ થાકીને લોથ થઈ ગઈ હતી. એણે કહ્યું : “ભાઈ !' “પુષ્પચૂલાની સામે જોયું તો છોડ પરથી કરમાઈને ખરી પડતા ગુલાબની જેમ એ ઢળી પડવાની અણી પર હતી. એને એક વૃક્ષ નીચે બેસાડી હું ખાનપાનની શોધ કરવા નીકળ્યો. ત્યાં સામેથી એક ભીલ આવતો દેખાયો. હું થંભ્યો. મેં એને મારી હકીકત સમજાવી, એટલે એણે એની પલ્લીમાં આવવાનું અમને આમંત્રણ આપ્યું. “તે જ આ પલ્લી, જ્યાં આપ ચાર મહિના સુધી રહ્યા. તે દિવસથી અમે અહીં જ છીએ. એ વૃદ્ધ, ભલો ભીલ મરી ગયો. હવે એના સ્થાને હું આવ્યો છું, પાંચસો ભીલ મારા હાથ નીચે છે. આ સિંહગુફાનો હું બેતાજ બાદશાહ છું. ચોરી, લૂંટ ને ખૂન એ મારો ધંધો, મારું નામ પડે ત્યાં મોટા ચમરબંધી પણ ધ્રુજી ઊઠે છે ! “પણ આજ જ્યારે એ મમતાળુ માતા અને પ્રેમાળ પિતાને યાદ કરું છું ત્યારે હૃદય વિષાદની છાયાથી ગમગીન થઈ જાય છે અને આંખો આંસુથી છલકાય છે. શું કહું ? આજે એ આ દુનિયામાં નથી. માતા-પિતાનો પ્રેમ જગતમાં ક્યાંય થવો છે ? અમારા વિયોગમાં એ અમારી પાછળ ઝૂરી ઝૂરીને મરી ગયાં પણ હું અભાગી એવો કે એમની અંતિમ ક્રિયા વખતે પણ ન જઈ શક્યો. જેમણે મને પ્રેમથી પોષ્યો, એમને જ મેં દગો દીધો.. પ્રભો ! આ મારી દુખદ જીવનકહાણી છે ! આકાશ ભણી મંડાયેલી ધ્રુવના તારા જેવી એની આંખોમાંથી બે આંસુ ટપકી પડ્યાં. આચાર્ય સહૃદયભાવે બોલ્યા : “પુષ્પચૂલ ! આનું નામ જ જીવન ! હું જાણું છું કે તારી જીવનપંથ પાપની ખીણમાં થઈને જઈ રહ્યો છે, છતાં ત્યાં પણ પ્રકાશને અવકાશ છે. આવી ખીણમાંથી પણ નિયમના પગથાર દ્વારા માનવી ઉપર આવી શકે છે. આજ મારું હૃદય કહે છે કે પુષ્પચૂલને કંઈક આપ, કંઈક ૧૮૨ * મધુસંચય Page #200 -------------------------------------------------------------------------- ________________ જીવનપાથેય – ભવનું ભાતું આપ. હું તને ભવના ભાતા જેવા ચાર નિયમો આપું છું, જે આકરા નથી છતાં તારા માર્ગમાં સહાયક બની રહેશે : “પહેલો નિયમ – હું ઇચ્છું છું કે તું કોઈની હિંસા ન કર, પણ એ તારા માટે અશક્ય છે. તો આટલું કર; કોઈ પણ ઠેકાણે ઘા કરતાં પહેલાં સાત ડગલાં પાછા હઠવું અને સાત વાર પ્રભુસ્મરણ કરવું.” “કબૂલ છે, ધર્મના અવતાર !” લૂંટારો બોલ્યો. હવે બીજો નિયમ – હું ઇચ્છું છું કે તું સાદો ને સાત્વિક ખોરાક લે, પણ એ તું ન કરી શકે, તો એમ કરઃ જે ખાદ્યનું નામ તું જાણે નહિ એવું અજાણયું ખાદ્ય તારે ન જ ખાવું.” નહિ ખાઉં.” લૂંટારાએ સ્વીકાર કર્યો. હવે ત્રીજો નિયમ – હું તો ઇચ્છું છું કે તું શીલવંત જીવન ગુજારે, પણ તું કદાચ એ ન કરી શકે, તો રાજાની રાણીનો ત્યાગ તો તારે કરવો જ, કારણ કે એ પ્રજાની માતા છે.” “કેવી ઘેલી વાતો કરો છો, મહારાજ ! રાજાની રાણી અને હું ? હા, હા, હા.” લૂંટારો ખડખડ હસ્યો ને બોલ્યો : “કબૂલ, એક વાર નહિ, સાત વાર. રાજી થાઓ તમે.” “હવે ચોથો ને છેલ્લો નિયમ – છેલ્લે, હું ઇચ્છું છું કે તું માંસાહાર ન કર, પણ એ તારાથી શક્ય ન હોય તો કાગનું માંસ તો તારે ન જ વાપરવું. “બોલ, આ ચાર નિયમ, આ ચાર મહિનાની પુણ્યસ્મૃતિ તરીકે તું ન લઈ શકે ?” સંત ! આજ સુધી તો કોઈનેય આ માથું નમ્યું નથી, ત્યાં આ હાથોને પ્રતિજ્ઞા તો કોણ આપે ? પણ તમારી મધુર વાણી અને સહૃદયતાભર્યું જીવન જોઉં છું અને મારું મસ્તક તમારા ચરણોમાં ઢળી પડે છે. મને સમજાતું નથી કે કોઈ વખત નહિ ખેંચાનારું આ હૃદય આજે આમ કેમ ખેંચાય છે ? તમારી પવિત્ર સ્મૃતિ નિમિત્તે આ ચાર નિયમ જરૂર પાળીશ. પર્વત ડગે તો આ પુષ્પચૂલ ડગે. આ નિયમ તો આપણા મિલનની પુણ્યસ્મૃતિ છે, અને મારા આ ભટકેલા ભવનું એક પવિત્ર સાધુએ આપેલું ભાતું છે.” વિદાય લેતાં આચાર્ય સુસ્થિતે કહ્યું : “પુષ્પલ ! માનવીમાં રહેલા સંસ્કાર, ભવનું ભાતું * ૧૮૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ એને સિંચન મળતાં વિકસ્યા વિના રહેતા નથી. તારા સંસ્કાર પણ તને જરૂર વિકસાવશે. આજે જ્યાં અંધકાર દેખાય છે ત્યાં કાલે પ્રકાશ દેખાશે. પ્રકાશ અને અંધકાર દૂર નથી. અંધકારના પડદા પાછળ જ પ્રકાશ છે, એ પડદો ઊંચકાવાની ઘડી ક્યારે આવે છે તે કોણ કહી શકે ?' મુનિવૃંદે વિદાય લીધી. પગદંડી પર ઊભેલો લૂંટારો પશૂલ જતા મુનિવૃંદને જોઈ જ રહ્યો. આજે એનું હૈયું અનુપમ મીઠાશ અનુભવી રહ્યું હતું. અષ્ટમીનો ચન્દ્રમા ગગનમાં આનંદગીત ગાઈ રહ્યો હતો. પ્રકાશની મીઠી હેલી જામી હતી. પલ્લીના મેદાનમાં એક પલંગ પર બે જણ એકબીજાને બાથ ભીડીને સૂતાં હતાં. ચન્દ્રકિરણો આ યુવાન રૂપભર્યાં દેહો પર નૃત્ય કરી રહ્યાં હતાં, અને પોયણાં જેવી સુંદર આંખો પર નિદ્રાદેવીએ આસન જમાવ્યું હતું. લૂંટનો માલ લઈને ધસમસતો પુષ્પસૂલ જેવો પોતાની પલ્લીમાં આવ્યો, તેવી જ એની પહેલી નજર આ દશ્ય પર પડી. એ ચમક્યો, આહ ! પોતાની જ પત્ની સાથે કોઈ પુરુષ પલંગમાં પોઢ્યો છે, અને એનો જમણો હાથ એના વક્ષસ્થલ પર છે. રે પાપી ! પુષ્પચૂલને આંખે તમ્મર આવવા લાગ્યાં. ક્રોધથી એનું હૈયું સળગી ઊઠ્યું. અંગઅંગમાંથી તણખા ઝરવા લાગ્યા. એણે તલવાર ખેંચી. એક જ ઘાએ બંનેનાં માથાં ઉડાડવાના નિર્ણય સાથે એણે આગળ પગ ઉપાડ્યો. ત્યાં એને પેલો મુનિનો નિયમ યાદ આવ્યો : ઘા કરતાં પહેલાં સાત ડગલાં પાછા હઠવું અને સાત વાર પ્રભુના નામનું સ્મરણ કરવું.....' અધ્ધર ઊઠેલી તલવાર આકાશમાં વીજળીની જેમ ચમકતી હતી. એણે ડગલાં પાછાં ભર્યાં. એક... બે... ત્રણ...ચાર ને પાંચમું ડગલું ઉપાડે ત્યાં તલવાર પાછળની ભીંત સાથે અથડાઈ. અવાજ થયો અને પુરુષ ઝબકીને જાગ્યો : ‘કોણ ? ભાઈ ! ઘણું જીવો મારા ભાઈ !' પુષ્પચૂલના આશ્ચર્યનો પાર ન રહ્યો. પોતાની જ બહેન પુષ્પચૂલા પુરુષના વેશમાં પલંગમાંથી છલાંગ મારી બેઠી થઈ. તલવાર મ્યાન કરતાં એણે પૂછ્યું : ‘આ બધું શું માંડ્યું છે ? તું પુરુષના વેશમાં ? આજ તો મહાન અનર્થ થઈ જાત. ભલું થજો એ મહાન સંતનું ! એમના નિયમે આપણી રક્ષા કરી.' ૧૮૪ * મધુસંચય Page #202 -------------------------------------------------------------------------- ________________ વસંતસેના જરા આળસુ હતી. એની ઊંઘ પુષ્પચૂલા જેવી હળવી ન હતી. એ કોલાહલ થયા પછી જાગી. એની ઘેનભરી આંખમાં કુતૂહલ હતું. કમળની પાંખડી જેવી એની મત્ત આંખો ઉપાલંભ આપી કાંઈક પૃચ્છા કરી રહી હતી : ‘આ શું ગરબડ આદરી છે ? આહ, ઊંઘ કેવી જામી હતી !' પુષ્પચૂલના મુખ પર હજુ અહોભાવ હતો. એ પલંગ પર બેઠો. એનો ખભો ઢંઢોળતાં પુષ્પચૂલાએ કહ્યું : ‘ભાઈ ! તમે ધાડ પાડવા ઊપડ્યા, અને અહીં નટમંડળ આવ્યું. એમનું નાટક જોવા સૌ ગયાં. મારાં ભાભી વસંતસેના અને હું અમે બે જ બાકી રહ્યાં. ત્યાં આપણા દૂતે આવી કહ્યું : ‘રાજના માણસો અહીં આવ્યા છે. પુષ્પસૂલની હાજરીની જરૂ૨ છે. શ્રીનગરમાં ધાડ પડી ત્યારે એ અહીં જ હતો, એમ આપણે બતાવી શકીએ એવું કાંઈક કરો. એટલે મેં તમારો વેશ પહેર્યો. હું પતિ બની. આ મારાં પત્ની બન્યાં અમે તમારી હાજરી સિદ્ધ કરી. રાત્રે મોડેથી આવ્યાં ને એ જ વેશમાં સૂઈ ગયાં. વેશનું કેવું પરિવર્તન ! તર્મય થાપ ખાઈ ગયા ને !' વસન્તસેના અત્યાર સુધી ચૂપ હતી. એ વાત સમજી ગઈ. એણે કટાક્ષ કર્યો : ‘અમારા પર તમારો કેટલો વિશ્વાસ છે, તેની આજ ખબર પડી ગઈ ! ગમે તેવા તોય તમે તો લૂંટારા ને ! તમારે મન કશુંય પવિત્ર નહિ, આખી દુનિયા ચોર અને ઠગ. તમારે માણસ મા૨વો અને ચીભડું કાપવું બંને સરખાં !' આ વાત પછી આઠ દિવસ પણ નહિ વીત્યા હોય ત્યાં પુષ્પચૂલને ધારાનગરી પર ત્રાટકવાનો વારો આવ્યો. એના પ્રયાણ સમયે અપશુકન થયાં, પણ એવી વાતોને ગણકારે એવો એ ભીરુ ન હતો. એના લોહીમાં વીરતા અને સાહસ હતાં, છતાં, કાળ કાળનું કામ કર્યે જ જાય છે. એણે લૂંટ ચલાવી પણ ચોકિયાતો અને ગામલોકો શસ્ત્રસજ્જ હતા. એ ધૈર્યથી લડ્યો, પણ સામે સમૂહ મોટો હતો. સમયસૂચકતા વાપરી એ સરકી ગયો અને એ જંગલની એક ભયંકર ખીણમાં ઊતરી ગયો. પર્વતની હારમાળામાં પુષ્પચૂલને પકડવો એટલે પાણીમાં મગરને નાથવા જેવો પ્રયત્ન હતો. હવે એ નિર્ભય હતો, એણે એક ઝાડની નીચે એના દેહને લંબાવ્યો, ત્યાં એના સાથીઓ પણ આવી પહોંચ્યા. ખળખળ વહેતા ઝરણાના કિનારા પર ઊભેલા પુષ્પિત વૃક્ષ નીચે પડ્યો પડ્યો પુષ્પફૂલ વનસૃષ્ટિને નિહાળી રહ્યો'તો, ત્યાં એના સાથીઓએ એની આગળ ફળનો ઢગલો કર્યો. કેવાં સુંદર એ ફળ હતાં ! ગોળ અને સુંવાળાં; રંગીલા અને સૌરભથી મહેકતાં. ફળ જોતાં જ મોમાં પાણી છૂટે. છાથી ફળને સમારતાં પુષ્પચૂલે પૂછ્યું : ‘જગુ ! આવાં સુંદર ફળો ભવનું ભાતું ઃ ૧૮૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ ક્યાંથી લાવ્યો ? એની સુવાસથી જ નાક તૃપ્ત થઈ જાય છે. આ ફળનું નામ શું ?' જગુએ ચીર મુખમાં મૂકતાં કહ્યું : ‘નામ ને ઠામ કોણ પૂછવા બેઠું છે ? એની મીઠાશ અને એનો રંગ જ એની ઉત્તમતા સિદ્ધ કરે છે.' ‘ના, ના, એમ ન કહે, મારે તો નિયમ છે. જે ફળનું નામ હું ન જાણું એ અજાણ્યું ફળ મારે ન ખાવું. નામ કહે તો ખાઉં, નહિ તો લે આ તારું ફળ પાછું.' ‘તો રહો ભૂખ્યા. ચોરી કરવી છે અને નિયમ પાળવા છે ! ગાવું છે, ને લોટ ફાકવો છે, બે વાત ન બને.' બીજા સાથીએ ચીર મોંમાં મૂકતાં કહ્યું. સાથીઓએ ફળ ખાધાં, પાણી પીધું અને જરા આડે પડખે થયા. પુષ્પચૂલના પેટમાં ભૂખના ભડકા જાગ્યા હતા. આજ નિયમ જરા આકરો લાગ્યો, પણ એ ટેકીલો હતો. પ્રતિજ્ઞાને એ પ્રાણ માનતો. કલાક આરામ લઈ એ ઊભો થયો. કપડાં ખંખેર્યાં અને સાથીઓને ઢંઢોળ્યા. પણ કોણ જાગે ? સૌ ચિરનિદ્રામાં પોઢ્યા હતા. સાથીઓને મૃત્યુશય્યામાં પોઢેલા જોઈ ક્યાંક સાંભળેલી એને ઇંદ્રવરણાં ફળની વાત યાદ આવી. મીઠાં, રંગીલાં, સુંવાળાં ને સુગંધવાળાં ઇંદ્રવરણાંનાં ફળ ! આહ ! ત્યારે તો વાત ખલાસ. હું એક જ રહ્યો, આઠે સાથી પૂરા ! રે, સંત ! તમે તે મને નિયમ આપ્યો કે જીવન આપ્યું ? એનું માથું હવામાં નમ્યું. એની આંખમાં શ્રદ્ધાનાં નીર છલકાયાં. એનામાં રહેલું સંસ્કારનું જીવનબીજ ફૂટી નીકળ્યું. એ પલ્લીમાં આવ્યો ત્યારે એના ચિત્તમાં પ્રકાશનો પમરાટ હતો. પલ્લીપતિએ નિર્ણય કર્યો, ચોરી છોડી દેવી. પણ એના હૈયાના ઊંડાણમાં એક કામના ઘણાં વર્ષોથી ઘર કરીને બેઠી હતી : પૂર્ણિમાની પ્રકાશમય રજનીમાં રાજાની પટરાણીના ગળાનો નવલખો ઘર ચોરવો અને પોતાની આ અપૂર્વ ચૌર્યકળાથી ઉજ્જયિનીના પૌરજનો અને નૃપતિને આશ્ચર્યચકિત કરી દેવાં. બસ, આટલું કરી લઉં, પછી સદાને માટે ચોરીને તિલાંજલિ ! પૂર્ણિમાને થોડા દિવસની જ વાર હતી. એ દિવસો ગણવા લાગ્યો. પૂનમ આવી અને એ દિવસે એ પોતાનાં સાધનો સાથે રાજમહેલમાં પહોંચી ગયો. અગાસીમાં પલંગ પર રાણી પોઢ્યાં હતાં. એણે આકાશમાં મીટ માંડી, તો જાણે આરસની તખ્તી પર મુક્તાફળ ગોઠવ્યાં હોય એવા સફેદ તારા આકાશમાં શોભી રહ્યા હતા. ચંદ્રનાં ધવલ કિરણો રાણીના રૂપભર્યા અંગને સ્નાન કરાવી રહ્યાં હતાં. પુષ્પફૂલ ધીમે પગલે પલંગ પાસે સરક્યો, ત્યાં રાણી સફાળી જાગી ઊઠી, એની વાણીમાં કંપ હતો છતાં સત્તાવાહક રીતે તેણે પૂછ્યું : કોણ છે તું ?' ૧૮૬ ૨ મધુસંચય Page #204 -------------------------------------------------------------------------- ________________ ચાંદનીમાં પુષ્પસૂલનો રૂપાળો ચહેરો વધુ રૂપાળો લાગતો હતો. એની ઝીણી આંખમાંથી ઝરતી જ્યોત્સ્ના, એનો સશક્ત દેહ, ઢાલ જેવી એની ઉપસેલી છાતી, એના માથા પર ઊડતા વાંકડિયા વાળ આ સૌ પુષ્પસૂલના રૂપની જાણે પ્રશંસા કરતાં હતાં. --- ચંચળ નારીના મનને નચાવી મૂક્યું એનું જુવાન રૂપ રાણીના મન પર પણ સામ્રાજ્ય જમાવી બેઠું. એ ચૂપ ઊભો હતો. એના મુખ પર ભયને બદલે વીરતા રમી રહી હતી. રાણી પલંગ પરથી અંગડાઈ લેતી ઊભી થઈ. એ એની પાસે આવી, અને બોલી : ‘પુષ્પચૂલ ! હું જાણું છું કે તું ચોર છે. તારે ચોરી કરવી છે ના ? ગભરાઈશ નહિ. આજ તો હું પોતે જ ચોરીના માલ તરીકે તારા હાથમાં પડવા તૈયાર છું. તું તો દાગીના ચોરવા આવ્યો છે, પણ મારા મનના ચોર ! હું તો દેહ, દાગીના અને દિલ બધું આપવા તૈયાર થઈ છું. આવ, જરા નજીક આવ ! ‘પ્રશાન્ત રજની છે. ઊછળતી યુવાની છે. એકાન્તનો સમય છે. ચન્દ્ર રોહિણી સાથે રસલહાણ લૂંટી રહ્યો છે, તો આપણે શા માટે વંચિત રહીએ ?’ મધુર સ્મિત કરી રાણી એનો હાથ ગ્રહવા ગઈ, ત્યાં એ બે ડગલાં પાછો હઠી ગયો. વાતાવરણ તો એવું હતું કે એક યોગી પણ ગળી જાય. જ્યારે આ તો એક ભોગી હતો. પણ આ ભોગીના હૈયામાં એક જીવંત યોગીની મૂર્તિ બેઠી હતી. એ કહી રહી હતી : ‘પુષ્પ ! આજ તારી કસોટી છે. તું કહેતો હતો : દેહના ટુકડા થશે પણ પ્રતિજ્ઞાની પવિત્રતા નહિ જાય. વાતો ઘણા કરે છે. આજ તારે તલવારની ધાર પર ચાલવાનું છે. ક્રોધને દાબી શકાય છે, ભૂખે રહી શકાય છે, વીરતાથી સિંહને કબજે કરી શકાય છે, પણ એકાન્તમાં રૂપથી છલકાતી યૌવનવંતી નારી જ્યારે નિમંત્રણ આપે ત્યારે ટકવું એ તો વીરનું - ના મહાવીરનું કામ છે !' પુષ્પચૂલ પોતાના ચિત્તમાં રમી રહેલી એ ત્યાગમૂર્તિને નમી રહ્યો. એ મનમાં જ ગણગણ્યો : 'ગુરુદેવ ! તમારી આણને છોડી નહિ દઉં. આપે પ્રગટાવેલા પ્રતિજ્ઞાદીપને અખંડ રાખીશ'. રાણીએ હાથ પકડતાં કહ્યું : ‘કેમ દૂર ભાગે છે ? ભીરુ ! ડરે છે ? હું રાણી ! મહારાજાની માનીતી નવી રાણી. તારા પર પ્રસન્ન થઈ છું અને તું દૂર ભાગે છે ?' ભવનું ભાતું ૧૮૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ ઝાટકો મારી દૂર ખસતાં એણે કહ્યું : “મા, તમે આ શું બોલો છો ? ધર્મને કેમ ભૂલો છો ? અમે તમારાં બાળકો ? બાળક માને પાપભરી નજરથી કેમ જોઈ શકે ?' વાર્તાલાપ ધીમો હતો. પણ રાત પ્રશાન્ત હતી, એટલે પડખેની અગાશીમાં સૂતેલી વ્યક્તિને એ સંભળાતો હતો. આ વ્યક્તિ પોતાની સમગ્ર ઇન્દ્રિયોને કેન્દ્રિત કરી, નાનામાં નાના શબ્દને પણ પકડી રહી હતી. એના અંગમાં રોષનો જ્વાળામુખી ફાટ્યો હતો. અત્યારે એની સામે કોઈએ જોયું હોત, તો એને જોતાં જ એ છળી જાત, એવી એની ભીષણ આકૃતિ હતી. એનો હાથ તલવાર પર ગયો, છતાં એણે રોષને દાબી વાર્તાલાપને પૂરેપૂરો સાંભળવા પ્રયત્ન કર્યો. રાણીએ સ્મિત કર્યું. એના દાંતનાં શ્વેત કિરણો સાથે ચન્દ્રકિરણ મળ્યાં : એ બોલી : “ઝટકો મારીને નાસી જવા માગે છે ? કાયર ! ચોરી કરવા નીકળ્યો છે અને ધર્મ ને નીતિની વાતો કરે છે ? ધર્મ પાળવો હતો તો ચોરી કરવા શું કામ આવ્યો ? નીતિને માનતો હોય તો આવા ધંધા શું કામ કરે છે ? પણ જવા દે. સોહામણી રાત વીતી રહી છે. આનંદની પળો સરકી રહી છે. રાજા તો હવે વૃદ્ધ થયા છે. શાસ્ત્ર પણ કહે છે કે – વૃન્દ્રસ્થ તરુt f – યૌવનવંતી લલના વૃદ્ધને ઝેરી બરાબર છે. મારા જીવનમાં યૌવનની ભરતી આવી રહી છે, ત્યારે રાજાના જીવનમાં ઓટ છે. મારા દિલના ચોર ! આવ. આવો સમય ફરી નહીં મળે. તારા ચરણોમાં હું મારાં તન, મન ને ધન – સર્વસ્વ ધરું છું.” પુષ્પચૂલના મુખ પર દઢ નિશ્ચયની રેખાઓ ખેંચાઈ : એ દઢ સંકલ્પ સાથે બોલ્યો : “રાણી ! તમે શું માનો છો ? શું ચોરને ધર્મ ન હોય ? ધર્મ સૌનેય હોય. પાળે એનો ધર્મ. અંધારી રાતમાં શું તારા નથી હોતા ? ગમે તેવા ધંધામાં પણ ધર્મનો પ્રકાશ હોઈ શકે છે. રાણી ! મારે માથે ટેક છે. મારા ગુરુનો બોલ છે. રાજરાણી મારે માટે મા સમાન છે.' - રાણીએ પોતાની વાણીમાં હાસ્ય અને સત્તાનું મિશ્રણ કરતાં કહ્યું : “તને ખબર છે કે તું ક્યાં છે ? વધારે વાતો રહેવા દે. મારું માની જા. મારે આધીન થઈશ તો તું ધન્ય બનીશ. ના કહીશ તો હમણાં જ અંગરક્ષકોનાં ભાલાં તારી છાતીને વીંધીને ચારણી કરી નાખશે.' રાણી ! ધિક્કાર હો આ પાપી કામને ! બે ક્ષણના આવેશમાં પાગલ બનીને, તમે તમારા સ્ત્રીધર્મમાં અંગારા મૂકી રહ્યાં છો ! તારી પાસે સતીધર્મ નથી, સાચો પ્રેમ પણ નથી; માત્ર પાશવતા છે - વાસનાની પાપજ્વાળા છે. ૧૮૮ - મધુસંચય Page #206 -------------------------------------------------------------------------- ________________ પણ હું એવો નીચ નથી. ભાલાઓથી વીંધાવા છતાં હું મારો નિયમ નહિ તજું. પ્રતિજ્ઞા પાળતાં પાળતાં મરવામાં પણ મજા છે !' માગણીના અસ્વીકારથી રાણી છંછેડાઈ. એણે એક ચીસ નાખી. સૈનિકો ચારે બાજુથી ધસી આવ્યા. પુષ્પચૂલની છાતી પર ભાલા મંડાઈ ગયા. નારી સૌમ્યતાની મૂર્તિ છે, પરંતુ વિફરે તો મહાકાળી પણ એ જ છે. પછી એની પાસે દયા, કરુણા શોધીય ન જડે ! અત્યાર સુધી આ વાર્તાલાપને ગુપ્તપણે સાંભળનાર વ્યક્તિ એકદમ પ્રગટ થઈ. એણે આજ્ઞા કરી : “સૈનિકો ! આ ચોરને મારા મહેલમાં લઈ જાઓ. રાણીને કારાવાસમાં પૂરો.” મહારાજની આ વિષમ આજ્ઞા સાંભળી સૈનિકો સ્તબ્ધ થઈ ગયા. એમની પ્રતાપી આજ્ઞા વિરુદ્ધ બોલી શકે પણ કોણ ? અને અકારણ આવી આજ્ઞા કરે પણ કોણ ? જરૂર કાંઈક ભેદ છે. રાતભર રાજા અને પુષ્પચૂલે વાતો કરી અને એને જાણવા મળ્યું કે દુનિયામાં જે વંકચૂલ ચોર તરીકે પ્રસિદ્ધ હતો એ તો મહારાજા વિમળયશનો પુત્ર પુષ્પગૂલ હતો. એ સિવાય આવા ઉત્તમ સંસ્કાર ક્યાંથી હોય ? સવારે સભામાં જાહેર કરવામાં આવ્યું કે રાજકુમાર પુષ્પચૂલને ઉજ્જયિનીના સેનાપતિ બનાવવામાં આવે છે. એમના સાથીઓની સૈન્યમાં ભરતી કરવામાં આવે છે, અને રાણીને દેહાંતદંડની શિક્ષા કરવાની હતી, પણ પુષ્પચૂલની વિનવણીથી એમને ક્ષમા આપવામાં આવે છે. ઉજ્જયિનમાં આનંદનું મોજું ફરી વળ્યું. આજ સુધી જેનો ભય નગરીને માથે ભમતો હતો, તે જ હવે નગરનો રક્ષક બન્યો. નગરી અભય બની. મહેલની ચન્દ્રશાળામાં ઓશીકાને ટેકે પુષ્પચૂલ આડો પડ્યો હતો. એની સામે બેઠેલી વસન્તસેના એના મુખ પર રમતા મનોભાવને જાણવા પ્રયત્ન કરતી હતી. ક્ષણમાં આનંદના શિખર પર તો ક્ષણમાં ચિત્તનના સાગરમાં એમ એ ચઢઊતર કરી રહ્યો હતો. પુષ્પચૂલે કહ્યું : “વસન્ત ! માણસનું જીવન કેવું ગહન છે ? ધરતીની જેમ એમાંય કેટલા ખાડા-ટેકરા છે ? મેં પણ આ એક જીવનમાં કેટલા વેષ ભજવ્યા ? રાજકુમાર મટી પ્રજાને ત્રાસ આપનાર લૂંટારો થયો. દારૂડિયો અને ખૂની પણ થયો, અને હવે મારા ભાગ્ય સેનાપતિનું ગૌરવભર્યું સ્થાન મળ્યું, તને ખબર છે ? અહીં સુધી દોરનાર કયો પ્રકાશ મારા જીવનમાં કામ કરી રહ્યો છે ?' ભવનું ભાતું * ૧૮૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ વસન્તસેના એના મનોભાવને જાણવા તો ઝંખતી જ હતી, ત્યાં એ પોતે જ પ્રગટ કરી રહ્યો. એણે પ્રકાશની વાત કરી એટલે વસતેં પૂછ્યું : “ના, આપના જીવનમાં ક્યાંથી પ્રકાશ આવ્યો છે, તે હું જાણતી નથી, પણ હમણાં તમારું જીવન ઊંચે જઈ રહ્યું છે એમ લાગે છે. આજ સુધી મને મારા કુળના સંસ્કારનો ગર્વ હતો, પણ હવે લાગે છે કે તમે મારા કરતાં આગળ વધી રહ્યા છો, અને તમને આંબવા હું તમારી પાછળ દોડી રહી છું, તમને આંબી શકીશ કે નહિ ? દેવ ? તમે મને છોડીને તો આગળ નહિ વધી જાઓ ને ? તમારો પ્રકાશ આપણને જુદા તો નહિ પાડે ને !' વસન્તસેનાનો ભય જોઈ એ હસી પડ્યો : “અરે, તું તો હજી એવી જ રહી. હું કંઈ સાધુ નથી થવાનો કે તને મૂકીને આગળ જાઉં. હું તો કહું છું, આચાર્યે આપેલી પ્રતિજ્ઞા મને ઊંચે ને ઊંચે લઈ જાય છે. હું ક્યાં હતો ને ક્યાં આવી ગયો ? ક્યાં ચોરનું અંધકારમય-ભયભર્યું જીવન અને ક્યાં આજનું ગૌરવભર્યું નિર્ભય જીવન ! આહ ! એ દિવસે એ નિયમનું મૂલ્ય મારે મન કાંઈ ન હતું. આજ એ જ નિયમ મારા જીવનનો વિધાયક બન્યો છે. મારા નિભંગીના ભવનું ભાતું બન્યો છે.” “મનમાં થાય છે કે ગુરુને વંદન કરી આવું - એમનાં પ્રત્યક્ષ દર્શન કરું. પણ એ ક્યાં મળે ? જ્યેષ્ઠ માસમાં પુષ્પચૂલાનાં લગ્ન પતી જાય એટલે ગુરુદેવની શોધમાં નીકળી પડું, ઇચ્છા તો એવી થાય છે કે એમના ચરણોમાં બેસી મારા પાપનું પ્રક્ષાલન, મારાં ઊંનાં ઊંનાં આંસુઓથી કરું.” વાર્તાલાપ આગળ ચાલત પણ એટલામાં તો બહાર રમવા ગયેલો એમનો સૌથી નાનો પુત્ર અજય આવી પહોંચ્યો, એટલે વાતને ટૂંકી કરતાં વસન્તસેનાએ કહ્યું : ઊઠો, જમવાનો સમય થયો છે. સ્વપ્નોથી પેટની ભૂખ નહિ ભાંગે. સપનાંની સુખલડી ભૂખ ભાંગે નહિ રે લોલ " વસન્તસેના આનંદમાં આવીને ગાવા લાગી. - પુષ્પચૂલને હોદ્દો સંભાળ્યાને બાર મહિના થયા હતા, પણ એક યુગમાં ન આવે એવું પરિવર્તન આ બાર મહિનામાં આવ્યું હતું. પ્રજામાં નિર્ભયતા, શિસ્ત, સંયમ ને શ્રદ્ધા આવ્યાં હતાં. ચોરની કળા ચોર જાણે. ચોર સેનાપતિ બને ત્યાં બીજો ચોર આવે ક્યાંથી ? અને આવે તો ફાવે ક્યાંથી ? સેવામાં, પ્રતાપમાં, નમ્રતામાં ને ભક્તિમાં એ અપ્રતિમ બન્યો હતો. રાજા અને પ્રજા બન્ને એને બહુમાનની દૃષ્ટિથી જોતાં. ૧૯૦ * મધુસંચય WWW.jainelibrary.org Page #208 -------------------------------------------------------------------------- ________________ એક નમતી સાંજે રાજાએ કહ્યું : “પુષ્પચૂલ ! તમારા આવ્યાથી રાજ્યમાં શાન્તિ છે, પ્રજા નિર્ભય છે. લૂંટ અને ચોરીનાં અનિષ્ટ દૂર થયાં છે. પણ પડોશી રાજ્યની પ્રજા આપણી પ્રજાને રંજાડે છે. સરહદ પર વારંવાર અથડામણ ઊભી થાય છે અને ગઈ કાલે તો યુદ્ધનો સંકેત કરતો સંદેશ આવ્યો છે. તો યુદ્ધની તૈયારી કરો અને તમારી એક નવીન ભવ્યતમ વીરગાથા સર્જા.” પુષ્પચૂલના પરાક્રમ પાસે શું અશક્ય હતું ? ઉજ્જયિનીને પુષ્પચૂલના અદૂભુત વીરત્વભર્યા પરાક્રમથી યુદ્ધમાં વિજય મળ્યો. પણ જીવલેણ કારમા ઘાથી એનો દેહ વેદનામાં તરફડી રહ્યો હતો. એના અંગઅંગમાંથી રુધિર વહી રહ્યું હતું. વિજય મળવા છતાં સૌના દિલમાં દુઃખ હતું. વૈદરાજે કહ્યું : “પુષ્પચૂલ એક રીતે બચી શકે તેમ છે' હ ? બચી શકે ? કઈ રીતે ? અને કયા ઉપાયથી ?' રાજાએ આસન પરથી અર્ધા બેઠાં થતાં પૂછ્યું. વૈદરાજે કહ્યું : “સેનાપતિ પુષ્પચૂલ એમાં સંમત નહિ થાય, એવી મને શંકા છે.” કેમ સંમત ન થાય ? આવા પ્રસંગે ગમે તે ઉપચાર કરીને પણ જીવ બચાવવો જોઈએ. જીવ કરતાં વધારે શું છે !” નૃપતિએ પોતાનો અભિપ્રાય ઉચ્ચાર્યો. “ઔષધમાં જો કાગમાંસ આપવામાં આવે તો જ આ ઝેરી ઘા રૂઝાય અને શરીરમાં રક્ત આવે.” વૈદે બીતાં બીતાં ઉપાય કહ્યો. પુષ્પચૂલનો દેહ લથડી ગયો હતો. બોલવાની શક્તિ ન હતી, છતાં કાગમાંસનું નામ આવતાં એનાથી ન રહેવાયું : “વૈદરાજ ! એ કદી નહિ બને. જીવ કરતાંય મને મારો ધર્મ વધારે વહાલો છે. દેહ પડે તો પડવા દો. આવતી કાલે જનાર દેહ આજ જાય તોય શું ? મેં જે ચીજનો ત્યાગ કર્યો છે, એ મારે ન ખપે, મારા વીરત્વનું એ અપમાન છે. હું માત્ર દેહથી વીર નથી, દિલથી પણ વીર છું. પ્રતિજ્ઞા એ મારા પ્રાણ છે.” “આપ વધારે ન બોલો, બોલવાથી હૃદયને નુકસાન થશે.” વાતને વચ્ચેથી જ કાપતાં વૈદરાજે કહ્યું. “વૈદરાજ ! મરનારને કોઈ બચાવનાર નથી. દીપકની વાટ જ જ્યાં બળી ગઈ હોય, ત્યાં ગમે તેટલું તેલ રેડો તોય શું વળવાનું છે ? જીવનમાં નવી વાટ મૂકવી એ તમારા હાથની વાત નથી. પૂર્વજન્મમાંથી એ જેટલી લાવ્યો છું તેટલી જ રહેવાની છે.” પુષ્પચૂલ થાક ખાવા થોભ્યો. ભવનું ભાતું ૧૯૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ “મારો આત્મા કહે છે : વાટનો અંત હવે આવી ગયો છે, મને, શાંતિથી, સમાધિથી મરવા દો. મને સંતોષ છે.” મારા ગુરુએ દીધેલી પ્રતિજ્ઞા મેં બરાબર પાળી છે. એ મારું ભવનું ભાતું છે. મને હતું કે કાગમાંસ ખાવાનો વારો ક્યાં આવવાનો છે ? પણ આજ એ વાત તમે ઉચ્ચારી. જાણે નિયમ મારી કસોટી કરવા આપ્યા હતા. અત્યારે કરુણાબુ ગુરુદેવની મૂર્તિ મારા નયન સન્મુખ રમી રહી છે.” પુષ્પચૂલ અટક્યો. એની આંખમાં આંસુ આવ્યાં. અંતરમાંથી જાણે નાદ આવી રહ્યો હતો : “પુષ્પચૂલ ! જીર્ણ વસ્ત્રનો મોહ રાખીશ નહિ, નૂતન વસ્ત્રો તારા માટે તૈયાર છે. તેં પ્રતિજ્ઞાને પાળી છે, તો એનું ફળ પણ અપૂર્વ છે. દેવભવનની પ્રકાશમય ખંડની પ્રકાશમય શવ્યા તારી પ્રતીક્ષા કરી રહી છે.” એની આંખમાં તેજ ચમક્યું ? એણે કહ્યું : “હું જાઉં છું. સમય પૂરો થયો છે.” અને પ્રભુસ્મરણમાં એનો દેહ ઢળી પડ્યો. પુષ્પચૂલના દેહની આસપાસ એનાં કુટુમ્બીઓ, રાજા, પ્રજાસી બેઠાં હતાં અને તેની શ્રદ્ધાને, તેની ઊંડી સમજણને અંજલિ આપી રહ્યાં હતાં. તે જ ક્ષણે પુષ્પચૂલનો આત્મા દેવલોકની પુષ્પશયામાંથી આળસ મરડીને ઊભો થતો હતો. જય જય નંદા, જય જય ભદ્રા ! મૃત્યુલોકમાં આંસુ હતાં. દેવલોકમાં આનંદ હતો. ૧૯૨ % મધુસંચય WWW.jainelibrary.org Page #210 -------------------------------------------------------------------------- ________________ ૫૬૭. ખીણ અને શિખર ગ્રી ષ્મનો મધ્યાહ્ન હતો. તન અને મનને શેકી નાખે એવો તાપ હતો. સુખી લોકો વિશ્રામગૃહમાં આરામ લઈ રહ્યા હતા, દુ:ખી લોકો વૃક્ષ નીચે લપાયા હતા. પંખીઓ માળામાં સંતાયાં હતાં. એ વખતે પારિજાતકના પુષ્પ જેવો કોમળ સાધુ અરણિક આજે પહેલવહેલો ભિક્ષા માટે જઈ રહ્યો હતો, અરણિકે પિતા દત્તની સાથે કિશોર વયમાં સંસારત્યાગ કર્યો હતો. એની માતા ભદ્રા સંયમ લઈ સાધ્વીસંઘમાં વિહરતાં હતાં. પિતા સાધુજીવનમાં સાથે જ હતા. પિતાના વાત્સલ્યને લીધે સાધુજીવનની કઠિનતા અણિકને સ્પર્શી નહોતી. અરણિકનું પ્રત્યેક કાર્ય સ્નેહાળ મુનિ-પિતા દત્ત ઉપાડી લેતા. એ તપસ્વી હતા, ત્યાગી હતા, છતાં પુત્ર સ્નેહના તાંતણા એ નહોતા તોડી અને તેથી જ તપ અને ત્યાગના તાપમાં પણ અરણિક જાઈજૂઈનાં ફૂલ જેવો સુકુમાર રહ્યો હતો. ભવનું ભાતું ઃ ૧૯૩ પ્રત્યેના શક્યા : Page #211 -------------------------------------------------------------------------- ________________ માનવીનો સ્નેહ ગમે તેટલો ઊંડો હોય પણ તે મૃત્યુને નથી ખાળી શકતો. કાળ પોતાનું કર્તવ્ય કઠોરતાપૂર્વક કર્યે જ જાય છે. આયુષ્ય પૂર્ણ થતાં દત્તમુનિ સ્વર્ગે સિધાવ્યા. અરણિક માટે સંસાર શૂન્ય જેવો તો હતો જ, પણ આજ એને સાધુજીવન પણ શૂન્ય જેવું ભાસ્યું. એને ભિક્ષા લાવી આપનાર કોઈ નથી. એના બરડા પર પ્રેમભર્યો હાથ ફેરવનાર કોઈ નથી, સ્નેહભીના શબ્દોમાં એની ભાળ રાખનાર પણ કોઈ નથી. એનું જીવન નીરસ-નિરાધાર થઈ પડ્યું. મુનિ દત્તના વૃદ્ધ ગુરુ આવ્યા. એમનું શરીર જીર્ણ થઈ ગયું હતું. એ કંઈ જ કરી શકે તેમ ન હતા. એ દેહથી થાક્યા હતા, પણ મન સાબૂત હતું. એમણે કહ્યું : - “અરણિક, ભાઈ, આમ ખિન્ન થયે શું વળે ! આપણે તો સાધુ. સાધુને શોક ન શોભે, શોક સંસારીઓને હોય, આપણે શોકને નિર્મૂળ કરવા નીકળ્યા છીએ. આ શોકનાં વાદળને તારે જ્ઞાનના પ્રકાશથી દૂર કરવાં જોઈએ. ભાઈ, સ્વસ્થ થા !” આ વાક્યો પળભર આશ્વાસન આપી ગયાં, પણ પછી તો અરણિકનું હૈયું વધારે ભરાઈ આવ્યું. તપેલા તવા પર પડેલાં પાણીનાં બિંદુ “સમસમ' કરતાં બળી જાય એમ એના શોકથી તપેલા હૈયા પર પડેલાં આ વાક્યો પણ બળીને લય થઈ ગયાં. એના હૈયાની અશાન્તિ દૂર કરવા કોઈ જ સમર્થ નહોતું. આ શોકમાં એક..બે. અને ત્રણ ઉપવાસ તો ખેંચી કાઢ્યા પણ અંતે આ કાયા છે, એને કંઈક આપવું તો પડે જ. એણે હાથમાં પાત્ર લીધું, પણ શરમ મૂકીને કેમ માગવું એ એક કોયડો હતો, છતાં એ ભિક્ષા માટે ચાલી નીકળ્યો. સૂર્ય મધ્ય આકાશમાં આવ્યો છે. એ પગ મૂકે અને પગે ફરફોલા ઊઠે છે. શરીર પરસેવાથી રેબઝેબ થયું છે, જાણે માલતીનું ફૂલ તાપમાં કરમાઈ રહ્યું છે. થોડો વિશ્રામ લેવા માર્ગ પરના ઝાડ નીચે અરણિક ઊભો રહ્યો. વિકસતા યૌવનમાં બ્રહ્મચર્યનું તેજ ભળ્યું હતું. શિલ્પીએ ઘડી કાઢેલી આરસની સુકુમાર પ્રતિમા જેવો એ ઊભો હતો. એની ભાવઘેરી આંખોમાં પિતૃસ્મૃતિ હતી. હૈયામાં અકથ્ય ભાવો હતા. મુખ પર નિર્દોષતા રમતી હતી. એ સમયનો એનો દેખાવ એટલો તો સુંદર હતો કે કોઈ ભાવભીનું હૃદય એના પર ન્યોછાવર થઈ જાય. એ વૃક્ષની સામે જ એક ભવ્ય હવેલી આવેલી હતી. એ હવેલીના નકશીદાર ગોખમાં કવયિત્રી અમિતા બેઠી બેઠી સ્વપ્નોની સ્નેહષ્ટિમાં રમી રહી પર ન્યોછાવર થઈ ગયા છે ૧૯૪ મધુસંચય Page #212 -------------------------------------------------------------------------- ________________ હતી. ત્યાં એની નજરે આ મસ્ત સાધુ ચઢ્યો. એને જોતાં જ એનું હૈયું કોઈ અગમ્ય ભાવોથી ખેંચાવા લાગ્યું. અકાળે તૂટી પડેલા ગતજન્મના સ્નેહતંતુ અહીં જાણે સંધાઈ ગયા. અરણિકે પરસેવો લૂછતાં ઉપર જોયું, ત્યાં નયનેનયન પરોવાઈ ગયાં. અંત૨માં એક આંચકો આવ્યો અને વર્ષોના શ્રમથી બાંધેલું સંયમનું મહામંદિર ભાંગીને ભુક્કો થઈ ગયું. અરણિકનું હૃદય પ્રેમને ઝૂલે ઝૂલવા લાગ્યું. એની હૃદયભૂમિમાં કુમળી લાગણીઓ પાંગરી. એ ત્યાંથી હવે ખસી શકે તેમ ન હતો. એ જેમ જેમ સુંદરીનો વિચાર કરતો ગયો તેમ તેમ વધારે ને વધારે બંધાતો ગયો. અમિતાએ તાળી વગાડી ને દાસી હાજર થઈ. સુંદરીએ કહ્યું : ‘જા, પેલા તરુણ મુનિને ઉપર તેડી લાવ.' મુનિ તો આમંત્રણની રાહમાં જ હતા. દિલ જે માંગતું હતું તે જ સામેથી મળ્યું. એ તો ધબધબ ઉપર પહોંચી ગયા. ‘પધારો, મુનિરાજ, આજ અમને અને અમારા ગૃહાંગણને પાવન કરો.’ સુંદરીએ સત્કાર કર્યો. માનુનીની આંખો મદભરી હતી. વાણીમાં મદનનો કેફ હતો. રતિપતિના આવેગથી એનો દેહ ઊછળી રહ્યો હતો. એ પોતાની સ્નેહવ્યથા ન રોકી શકી. દાસી સરકી ગઈ. અરણિક એકલો રહ્યો. એકાંત પણ જામી ગયું. ‘યોગી ! નવયૌવનમાં આ શું આદર્યું છે? યૌવન વસંતમાં આ પાનખર શી ? આ સમય ત્યાગનો છે ? અવસ્થાને અયોગ્ય કાર્ય કેમ કર્યું ? જીવનરસ જ્યારે છલોછલ થઈ ઊભરાઈ રહ્યો હોય, ત્યારે આમ વૈરાગી થઈને ભટકવાનું કોણે કહ્યું ? અકાળે દેહને દમવાનો હોય ? મનને મારવાનું હોય ? તનને તપાવવાનું હોય ? આ તમને કોણે શીખવ્યું ? ભટકવું જ હોય તો હજુ ક્યાં દિવસ થોડા છે ? પાનખર આવે ત્યારે આ બધું કરજો ને, હું પણ સાથ આપીશ, પણ આજ તો વસંત છે. જીવનની પૂરબહારમાં ખીલેલી નવ વસંત ! વસંતને વધાવો. પ્રાણનાથ ! આવો !' અરણિકના ઉદાસ અને નીરસ જીવનમાં ફરી એક વાર મીઠાશ પ્રગટી. મન ક્ષણવાર ધ્રૂજ્યું અને આખરે સ્નેહની મૂર્ચ્છનામાં એ સરી પડ્યું. સ્નેહ, સૌંદર્ય ને સંગીતના ત્રિવેણી સંગમમાં આકંઠ ડૂબેલા મનને ઊંચે આવવાની આશા વ્યર્થ છે. ભવનું ભાતું * ૧૯૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ ત્યાગનાં ભવ્ય વસ્ત્રોને રાગનો રંગ લાગ્યો. હવે આ ત્યાગનાં વસ્ત્રો કેમ શોભે ? અરણિકે એ મુનિવેષ ઉતારીને એક સ્મૃતિચિહ્ન તરીકે પાસેની સુવર્ણમંજૂષામાં મૂક્યો. અમિતા રૂપવતી ને યૌવનવંતી હતી, તેમ રસજ્ઞ પણ હતી. એને હાથે, ભાવનાના છોડ જેવો અરણિક ચડ્યો, જેની પાસે દિલની દુનિયા સિવાય કંઈ જ ન મળે. અમિતા અરણિકની નિર્દોષ જીવનલીલાથી વધારે આકર્ષાઈ. એમના મહિના દિવસ બન્યા, અને વર્ષો મહિના બન્યા. સ્વપ્નસૃષ્ટિની જેમ વર્ષો વીતવા લાગ્યાં. પ્રત્યેક ગ્રીષ્મમાં એમના મિલનનો એ યાદગાર દિન, બન્ને ખૂબ જ ઠાઠમાઠથી ઊજવતાં અને પ્રેમજ્યોતની ઉજ્વળતાના પ્રતીક રૂપે એમના ઉપવનમાં વૃક્ષોનાં – વેલીઓનાં પાંદડે પાંદડે દીપક પ્રગટાવતાં. એમનો સાંજનો કાર્યક્રમ ચોપાટનો હતો. નમેલા ઝરૂખામાં સુંદર કોમળ આસનો ગોઠવાતાં. ત્યાં તોફાન અને રમત વચ્ચે એમની બાજી ચગતી. વિશ્વને ભૂલી બન્ને એકબીજામાં રાચતાં. અરણિકની સૃષ્ટિ એટલે અમિતા. અમિતાને મન વિશ્વ એટલે અરણિક. બીજુ બધું જ જાણે શૂન્ય બન્યું હતું. [૨] પુત્રનું હૃદય ન સમજે તો તે મા કેમ કહેવાય ? દત્ત મુનિના સ્વર્ગવાસના સમાચાર મળતાં નાજુક હૈયાવાળા ભાવનાઘેલા અરણિકની શી દશા થઈ હશે, તેની કલ્પના ભદ્રા સાધ્વીને તરત આવી. ભદ્રા સાધ્વી થયાં હતાં, પણ એમનું માતૃહૃદય હજુ એવું જ ભાવભીનું હતું. એ પોતાની સાધના સાથે પુત્રના પ્રેમ અને શ્રેયની ચિંતા રાખતાં. સૂર્યની આસપાસ જેમ ગ્રહમંડળ ભમે, તેમ એ પણ પુત્રની આસપાસના ક્ષેત્રમાં વસતાં. એ ઉગ્ર વિહાર કરી ત્યાં આવી પહોચ્યાં, પણ અરણિકનો પત્તો જ ન મળે. અરણિકના સહાધ્યાયીએ કહ્યું : “દત્ત મુનિના સ્વર્ગવાસથી એના જીવન પર વિષાદ છવાયો હતો. ત્રણચાર દિવસ તો એણે ઉપવાસ કર્યા ! પછી એક દિવસ મધ્યાહુને ગયો તે ગયો. ખૂબ શોધ કરી પણ આજ પંદર દિવસ થયા એના કંઈ જ સમાચાર નથી, હવે તો અમે આગળ વધવાના છીએ.” ૧૯૬ * મધુસંચય Page #214 -------------------------------------------------------------------------- ________________ આ સમાચારે સાધ્વી ભદ્રાના મગજ ઉ૫૨ ભા૨ે અસર કરી. એનું ચિત્તતંત્ર હલી ઊઠ્યું. એ શુધબુધ ખોઈ બેઠી. અરણિક ! અરણિક ! સાધ્વી ભદ્રાએ અરણિકના નામની જપમાળા આદરી. ગામડે ગામડે એ ફરી વળી. શેરીએ શેરીએ એ અરણિકને શોધવા લાગી. ઘરની ડેલીએ ડેલીએ એ એક જ પ્રશ્ન પૂછતી : ‘કહો, ભાઈઓ કહો. તમે કોઈએ મારા અરણિકને દીઠો ? હા, મારો અરણિયો ! હરણિયા જેવો ગભરુ ને કોમળ, નિર્દેશ અને નાજુક એવા મારા અરણિકને કોઈએ જોયો કે ?' આ વાત્સલ્યભીની વાણી, આ દર્દભરી આંખો, આ સ્નેહાર્દ્ર હૃદય જોઈ સૌની આંખોમાં આંસુ આવતાં. રે વાત્સલ્ય ! એ કેવું નિર્મળ ઝરણું છે ! ભદ્રાની આ સ્નેહઘેલછા સહૃદયી માણસોના હૃદયને જેમ દ્રવિત કરતી, તેમ મશ્કરા અને કુતૂહલી માણસોને ઉત્તેજના આપતી, તોફાની છોકરા આ ગાંડી બાઈની હાંસી ઉડાવતા. દૂરથી બૂમ પાડતા : એ...આ રહ્યો તમારો અરણિક !' અરણિકનું ના સાંભળતાં જ ભદ્રા દોડી આવતી, ગળગળી થતી અને કહેતી ‘ક્યાં છે ? ક્યાં છે, મારો અરણિક ?' દોડી આવતી સાધ્વીને જોઈએ અટકચાળા છોકરા હસી પડતા, ત્યારે ભદ્રા ઊંડા નિઃશ્વાસ નાખી પાછી વળતી. એનું દયામણું મુખ જોઈ કોઈકને દયા પણ આવતી અને એના માતૃસ્નેહનાં દર્શનથી કોક તો ગદ્ગદિત પણ થઈ જતું. ભદ્રા આગળ વધતી. ભૂખ લાગતી તો થોડું ખાતી, પણ તે વખતેય રોટલાની કિનાર પર એને અણિક દેખાતો. એ ભગવાનનાં દર્શન કરતી ત્યારેય એક જ વાત કહેતી : ‘મને બીજું કંઈ નહિ, પણ અરણિક દેખાડો, ભગવાન !' એ વખતે મંદિરમાં વિષાદનું વાદળ છવાઈ જતું. આજે ભારે હૈયે ભદ્રા મંદિરમાંથી બહાર નીકળી અને એક વૃક્ષની નીચે આવીને ઊભી રહી. એનું શરીર કૃશ છે, આંખો ઊંડી ઊતરી ગઈ છે, એના પગમાં થાક છે. એની પાછળ બાળકોનું વૃન્દ હો-હા મચાવી રહ્યું છે. અરણિકના નામની ખોટી બૂમો પાડી રહ્યું છે. ભદ્રા ચારે બાજુ જુવે છે, પણ એના પગ ત્યાંથી ઊપડતા નથી. જાણે ધરતીએ એને બાંધી લીધી છે. લોહચુંબકથી લોહ ખેંચાય એમ એ ધરતીનું ભવનું ભાતું ૧૯૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ આકર્ષણ એના પગને ખેંચી રહ્યું છે. શું ત્યાં જ એનો વહાલસોયો અરણિક વર્ષો પહેલાં ખોવાયો હતો ? શું તે આ જ ભૂમિ છે, જ્યાં અરણિકના દિલને કોઈ બાંધીને ઉપાડી ગયું હતું ? - ભદ્રાની વિવલ દૃષ્ટિ નમેલા ઝરૂખા પર પડી, ત્ય ઝરૂખામાં પૂર્ણ યૌવનમાં આવેલું એક યુગલ આનંદના ઝૂલે ઝૂલી રહ્યું હતું. શ્યામ આકાશમાં જાણે ઉજ્વળ હંસયુગલ મહાલતું હોય એવું એ શોભતું હતું. બાળકના જેવી દૃષ્ટિથી ભદ્રા ત્યાં જોઈ જ રહી. ઝરૂખામાં યુગલ આનંદના સાગરમાં લહેરિયાં લેતું હતું. પુરુષે સુંદરીની સોગઠી ઉડાડતાં બાળકોની હો-હા સામે દૃષ્ટિપાત કર્યો. જોયું તો એક સાધ્વીની આસપાસ બાળકોનું વૃન્દ જાણે નૃત્ય કરી રહ્યું છે, અને અરણિકના નામના પોકાર કરી રહ્યું છે. પોતાનું જ નામ સાંભળતાં પુરુષ ચમક્યો. સાધ્વીને ઓળખતાં જ એને એક વીજળીના ઝાટકા જેવો આંચકો આવ્યો. એનું હાસ્ય ઊડી ગયું. એના ફિક્કા હોઠ ધ્રૂજવા લાગ્યા, સમસ્ત ભૂતકાળ એની દૃષ્ટિ પાસેથી પસાર થવા લાગ્યો. ક્યાં એ સતી-સાધ્વી ભદ્રાનું ભવ્ય, પ્રતાપી, સુડોલ અને શુભ્ર શરીર અને ક્યાં આજનું એનું સુકાઈ ગયેલું, આંખો ઊંડી ઊતરી ગયેલું કાળું હાડપિંજર ! એ હાડપિંજર વૃક્ષની નીચે ઊભું છે. એક હાથમાં પાત્ર છે, બીજા હાથમાં દંડ છે. દંડના ટેકે એ માંડમાંડ ટક્યું છે. એની આંખમાં જ માત્ર ચેતના દેખાય છે. સ્નેહના બે દીપક હજુ ત્યાં નેત્રોમાં અખંડ રીતે જલી રહ્યા છે. પુરુષના હૃદયમાં કારમો ઘા થયો. એ ન રમી શક્યો, ન સ્વસ્થ રહી શક્યો. એ દોડ્યો અને વૃદ્ધાના ચરણમાં જઈ ઢળી પડ્યો : મા !” આ અણધાર્યા મિલનથી ભદ્રા અવાક થઈ ગઈ. “કોણ તું ?' “મા, હું તારો અરણિક.' “મારો અરણિક ? ગંગાનો પુત્ર કાદવકીચડમાં આળોટતો ન હોય. નહિ બેટા ! સાચું કહે. બૂટીની મશ્કરી ન કર, તું કોણ છે ?' “મા ! હું તારો અરણિક જ છું, મને માફ કર.” “મારો અરણિક ? આખરે તું મળ્યો, વત્સ !” માતાનું વાત્સલ્યઘેલું હૃદય પળમાં પુત્રનો દોષ ભૂલી ગયું. હા, મા, હું જ તારો અરણિક, કૃતની અરણિક, કામઘેલો અરણિક !” ૧૯૮ - મધુસંચય Page #216 -------------------------------------------------------------------------- ________________ “ના, વત્સ ! તું મારો વહાલસોયો અરણિક, તું મારો સુશીલ અરણિક ! ચંદ્ર જેવો શીતલ અરણિક, સૂરજ જેવો તેજસ્વી અરણિક ! મારો અરણિક !' લાગણીનું આ પૂર હતું, વર્ષોનો વિયોગ એક જ પળમાં વિરમ્યો હતો. હજાર માઈલની ઝડપે જતા વાહનને અણધારી ઠેસ લાગે ત્યારે જે જોરદાર આંચકો આવે એવો આંચકો આ વૃદ્ધાના સ્નેહભીના હૃદયને લાગ્યો. ગંભીર મૌન પછી એકદમ સ્નેહનાં આંસુ ધસી આવ્યાં. સ્નેહતૃપ્તિમાં બંધ કરેલાં નેત્ર ખોલતાં વૃદ્ધાએ કરુણાÁ સ્વરે કહ્યું : “મારો અરણિક ! બેટા, તું ? તું આ વેષે ?” એ વધારે કંઈ ન બોલી શકી, પણ અરણિકના આત્માને જગાડવા માટે તો આટલા શબ્દો પણ વધારે હતા, આટલાં વર્ષ એ જાગતો – સૂતો હતો. “હા, મા, તારો કલંકી અરણિક આ વેષે. મા, સ્નેહ એ તલવાર છે. એ જ મારે છે અને એ જ તારે છે. પ્રશસ્ત રાગ રક્ષક બને છે, અપ્રશસ્ત રાગ ભક્ષક બને છે. ભોગાવલિ કર્મો મને આજ સુધી અહીં બાંધી ગયાં હતાં. આજ હું મુક્ત બનું છું. કર્મોની ભૂખ ભાંગી છે, મંથનની કાજળઘેરી રાતોમાં મને પ્રકાશની એંધાણી દેખાઈ જ રહી હતી, આજે મારું પ્રભાત ઊઘડ્યું છે.' અરણિક થોડી વાર થોભ્યો, ને વળી બોલ્યો : રાગની ધરતી પર રહેવા છતાં મારી નજર ત્યાગના સૂર્ય પર જ હતી. પગ ભલે પૃથ્વી પર રગદોળાતા હોય, શિર તો આકાશ તરફ જ ઊંચકાયેલું હતું. કામવશ બનીને પડેલા પંખીને આજ તે આવીને પાંખો આપી. હવે હું આ રાગની ધરતી પર કેમ રહી શકે ? મારે હવે તપ-સંયમના શિખરે જવું છે. આરામ ખૂબ લીધો. આજ ઉતાવળે પંથ કાપવો છે.' સુંદરી અમિતા આ દશ્ય જોઈ જ રહી. બાર-બાર વર્ષ સુધી અરણિક સાથે સ્નેહને ઝૂલે ઝૂલનારી અમિતાએ આ પળે જ અરણિકનું સાચું દર્શન કર્યું. હંમેશાં એ કલાકો સુધી ગગન સામે મીટ માંડીને બેસી રહેતો અને ચિન્તનલોકમાં ખોવાઈ જતો, તેનું રહસ્ય અમિતાને અત્યારે જ જણાયું. હવે એને સમજાયું કે એના હૈયા પર જે રંગ ચઢયો હતો તે તો માત્ર સંયોગજન્ય રંગ હતો. મૂળે તો એનું હૃદય એક પારદર્શક સ્ફટિકરન જ હતું – જેણે સ્નેહની છાયા સદાકાળ ઝીલી હતી. ત્યાગ અને વિશ્વબંધુત્વની ભાવનાથી રંગાયેલી અરણિકની આંખોમાંથી કરુણાની અમીધારા વર્ષ રહી હતી. એણે કહ્યું : “અમિતા ! જાઉં છું અને જીવનમાંથી જડેલી વાત કહેતો જાઉં છું. વ્યક્તિગત સ્નેહ એક આકર્ષણ છે, મોહના ઘર્ષણનો ચમકાર છે, દિલની ઊછળતી લાગણીઓની ઉપરછલી ભૂખ છે. ભવનું ભાતું ૧૯૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ જ્યારે સમષ્ટિગત સ્નેહ એક એવું તત્ત્વ છે જે આત્માની ભૂખને તૃપ્ત કરે છે, માણસને ઊંચકે છે, ઉપર ને ઉપર લઈ જાય છે. “આજ સુધી ઝાંખો દેખાતો મારો પંથ આજ મને સ્પષ્ટ દેખાય છે. હું એ અમર પંથે જાઉં છું અને ઇચ્છું કે તારો આત્મા પણ વિશ્વપ્રેમના પ્રકાશમય પંથે પ્રગતિ કરે.” પ્રભાતનો સૂર્ય જેમ રાત્રિનાં દ્વાર ઉઘાડી રજનીના હૃદયને પ્રકાશથી ભરી દે છે, તેમ અરણિકના ભાવભર્યા શબ્દોએ પણ અમિતાના હૃદયને પ્રકાશથી રંગી દીધું. જ્યાં પ્રકાશનું અસ્તિત્વ હોય ત્યાં વૃત્તિઓનું અંધારું કેમ ટકે ? અમિતાની આંખમાં કોઈ અદૂભુત પ્રોજ્જવળ જ્યોતિપુંજ પ્રગટ્યો. એ નમી અને આત્મસાધનાના મંગળમય પંથે ચાલી નીકળી. જેવી આસક્તિથી એણે ભોગોને સ્વીકાર્યો એવી જ અનાસક્તિથી એણે ભોગોને ઠોકર મારી. અરણિકના શબ્દો ભદ્રા પણ તરસી ધરતીની જેમ પી રહી હતી. એનો વૈરાગ્યરંગ માના હૃદયને પણ ભીંજવી ગયો. અરણિકનું આત્મપંખી હવે ગગનમાં ઊડવા પાંખો ફફડાવી રહ્યું હતું. મા પૂર્ણ પ્રસન્ન હતી. પુત્ર મળ્યો હતો – જેનાં જ્ઞાન-લોચન પણ ખૂલ્યાં હતાં. અમાવાસ્યાના અંધકારને ઓળંગીને એ પૂર્ણિમાની પ્રકાશમાં પગ મૂકી રહ્યો હતો. ભદ્રા અને અરણિક પોતાના ગુરુ શ્રી મિત્રાચાર્ય પાસે આવ્યા, નમન કર્યું અને અનુતાપપૂર્ણ હૈયે પ્રાયશ્ચિત્ત કર્યું. અરણિકે સાધના આદરી અને સમાધિમાં અહિંસા, સંયમ અને તપના ઉચ્ચ શિખરે ચઢવા માટે અનશનની ગુરદેવ પાસે આજ્ઞા માગી. ગુરુદેવે એની સાધનાને વધાવી અને આજ્ઞા આપી. ગિરિરાજનું ઊંચું શિખર છે. ચારે તરફ પ્રકાશ, પ્રકાશ અને પ્રકાશ છે, સૂર્ય મધ્યાકાશમાં પોતાના પૂર્ણ સ્વરૂપે તપી રહ્યો છે. બરાબર તે જ સમયે શિલા પર અરણિકે આસન જમાવી અનશન આદર્યું. માખણનો પિંડ ઓગળે તેમ એનો નાજુક દેહ શિખરની એ ધગધગતી શિલા પર ઓગળી ગયો. આ અશાશ્વત કાયાને ત્યાગી એનો દિવ્યાભા પ્રકાશને પંથે ઊપડી ગયો. ભોગના કીચડમાંથી ઊંચે આવેલું કમળ એટલે અરણિક ! ૨૦૦ મધુસંચય WWW.jainelibrary.org Page #218 -------------------------------------------------------------------------- ________________ પ૬૮. શલ્યાની અહલ્યા કા તોષ અને શાન્તિમાં મગ્ન થયેલી ” બા ચંપાનગરી ઉપર શતાનિક રાજાના હું સૈન્યનાં ધાડાં અણધાર્યા ત્રાટકી પડ્યાં. નિદ્રાની મધુર ગોદમાં પોઢેલા માનવીની આસપાસ અણધારી વાળા ફરી વળે ત્યારે જે દશા થાય એવી દશા ચંપાપતિ - દધિવાહનની થઈ. છે દધિવાહન જીવ લઈ નાઠો. એનું છે સૈન્ય છિન્નભિન્ન થઈ ભાગી છૂટ્યું અને ચંપાનગરી અનાથ થઈ. કૌશામ્બીના સ્વામી શતાનિકે પોતાનો [2 વિજયધ્વજ ચંપાનગરી પર ફરકાવ્યો અને છે એની ખુશાલીમાં પોતાના સૈન્યને એક દિવસ છે માટે જે લૂંટવું હોય તે લૂંટવાની છૂટ આપી. સૈનિકોએ ગાંડા હાથીઓની જેમ આખી નગરીમાં હાહાકાર મચાવી દીધો. નગરી નિર્ણાયક હતી, પ્રજા નિઃશસ્ત્ર અને ગભરુ હતી. સૈનિકો શસ્ત્રસજ્જ અને મદમાં મત્ત * હતા. લૂંટનું ત્રાસદાયક વાતાવરણ નગર ભવનું ભાતું ૨૦૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ પર નદીના ઘોડાપૂરની જેમ ફરી વળ્યું. રાજમહેલ ભયથી ધ્રૂજી રહ્યો હતો. અંતઃપુરનું નારીવૃંદ ચિન્તાથી આમતેમ દોડાદોડ કરી રહ્યું હતું. લૂંટનો ત્રાસ ધીમે ધીમે રાજમહેલ પ્રતિ આવી રહ્યો હતો. ‘મા, ભાગો. શિયળ અને સંયમનું રક્ષણ કરવું હોય તો આ રાજમહેલનો ત્યાગ કરો. જંગલનો માર્ગ લો. લૂંટાયેલી સંપત્તિ ફરી મળશે, અરે, ગયેલું જીવન પણ પુનર્જન્મમાં મળી રહેશે. પણ લૂંટાયેલી પવિત્રતા તો અનંત ભવે પણ નહિ મળે માનવજીવનની મૂડી માનવીનું સર્વસ્વ એક પવિત્રતા ! આજ એની કસોટી છે. દોડો ભાગો !' કોણ આ બોલે છે ? આ ઘોષણા રાજકુમારી વસુમતીની છે ? આ કોલાહલમાં આ અવાજ કોનો છે તે પણ સમજાતું નથી, પણ મહારાણી ધારિણીનું હૃદય લૂંટની આ કિકિયારીથી ચિરાઈ રહ્યું છે. એનું હૃદય જોરજોરથી ધડકી રહ્યું છે. હમણાં જ તો એણે પતિ ખોયો હતો. પતિના વિરહની કારમી કથા પૂર્ણ થઈ નથી, ત્યાં આ લૂંટનો ભય ! હા, લૂંટ ધનની નહિ, વસ્તુની નહિ, પણ માણસની પવિત્રતાની, આહ ! હદ થઈ ! રાણી ધારિણી પોતાની પુત્રી વસુમતીને લઈ આ ત્રાસમાંથી ભાગી છૂટવા પગ ઉપાડે છે, ત્યાં એક ટોળું ધસી આવ્યું. ટોળાના સાંઢણીસવા૨ નાયકે ઇશારો કર્યો, અને એ ટોળાએ માતા-પુત્રીને એની પાસે હાજર કર્યાં. આ બન્ને વિચાર કરે તે પહેલાં તો વીજળીની જેમ એમને સાંઢણી ૫૨ નાખી નાયકે સાંઢણી મારી મૂકી. માતા-પુત્રીના દેહમાં ભય છે. મુખમાં ઇષ્ટદેવનો જાપ છે. હૃદયમાં જીવન-મરણની કટોકટી છે. જીવનના ભોગે પણ પોતાનો ધર્મ સાચવવાની તમન્ના છે. નાયકે કૌશામ્બીના નિર્જન વનમાં એક વૃક્ષ નીચે સાંઢણી ઊભી રાખી. એણે આકડે મધ જોયું હતું. અસવારની આંખમાં રૂપલાલસા હતી. પાપભરી ઉન્મત્ત વાંછનાઓથી એનો દેહ ઊછળી રહ્યો હતો. એ સાંઢણી પરથી છલાંગ મારી નીચે ઊતર્યો. માતા-પુત્રીને પણ નીચે ઉતાર્યાં અને પોતાની અધમ વૃત્તિનું પ્રદર્શન કરતી, વાસનાભરી વાણીમાં એણે રાણીના દેહની માંગણી કરી. આ સાંભળી રાણીની આંખમાં સતીત્વથી શોભતું ક્ષાત્રતેજ ધસી આવ્યું, ૨૦૨ : મધુસંચય Page #220 -------------------------------------------------------------------------- ________________ એના દેહમાં શિયળનું શૌર્ય નર્તન કરવા લાગ્યું. એના ધ્રૂજતા હોઠ ઉપર અચલ રેખા ખેંચાઈ અને વાણીમાંથી જાણે તણખા ઝર્યા. ‘પાપી, મારો દેહ તારે જોઈએ છે ? હું કોણ છું તે તું જાણે છે ? ક્ષત્રિયાણીઓ જીવતાં તો કદી પોતાની ટેક છોડતી જ નથી. પોતાની ટેક માટે જીવનને ફોતરા જેવું તુચ્છ ગણે છે. તારે દેહ જોઈએ છે ? તો લે આ મારો દે...હ...' અને પવિત્ર રાણીનો રૂપભર્યો દેહ વૃક્ષથી છૂટા પડેલા પુષ્પની જેમ ધરણી પર ઢળી પડ્યો. સાપ કાંચળીને છોડીને જાય એમ એનો આત્મા દેહ છોડી સ્વર્ગે સિધાવ્યો. અરે, મરણ આટલું સહેલું ! જંગલની ભીષણતામાં આ અકાળ મૃત્યુની ભીષણતાએ વધારો કર્યો. સતીના મૃતદેહમાંથી જાણે કંઈક સંકેતભર્યા ભીષણ શબ્દો આવી રહ્યા હતા. અસવાર કંપી રહ્યો. એનો પડછંદ દેહ પણ અત્યારે પાંદડાની જેમ ધ્રૂજી રહ્યો હતો. એનો કામ અને એની અધમ વૃત્તિ તો ક્યારનાંય નષ્ટ થઈ ગયાં હતા. આ સ્ત્રીહત્યાના પાપથી એ પોતે જ મૂર્છિત જેવો થઈ ગયો હતો. શું કરવું, એની સૂઝ જ પડતી ન હતી. એને લાગ્યું કે આ સ્ત્રીની જેમ આ કન્યા પણ રખે કંઈ કરી બેસે તો! માનવીના જીવનમાં સત્ અને અસત્ બન્ને તત્ત્વો છે. આવા કોઈ દૃશ્યથી માનવીનું સુષુપ્ત સત્ તત્ત્વ જાગી ઊઠે છે, અને તે પળે પાપીમાં પાપી માનવીનું અંતર પણ રડતું હોય છે, એવી જ કંઈક આ પળ હતી. વસુમતી તો આ બનાવથી હેબતાઈ ગઈ હતી. થોડી વાર પછી એની કરુણાપૂર્ણ દર્દભરી વાણી પ્રગટી : મા, ઓ મા, તેં આ શું કર્યું ? તું મને મૂકીને ચાલી ગઈ ? હવે આ જગતમાં મારું કોણ ! રાજ્ય લૂંટાયું, પિતાજીને ગુમાવ્યા, શહે૨ છોડી જંગલમાં આવ્યાં ત્યાં તું પણ મને એકલી જ નિરાધાર મૂકી ચાલી ગઈ. ઓ મા, તું જ્યાં હો ત્યાં મનેય બોલાવી લે. મા, આ નર્ક જેવા માનવીના સહવાસ કરતાં મૃત્યુ જરાય ખોટું નથી. મા, મને બોલાવી લે,' અને વૃક્ષના ટેકા વિના લતા ઢળી પડે તેમ એ પણ ધરતી પર ઢળી પડી. અસવાર આથી વધારે ગભરાયો. હવે તો એને પોતાનેય તમ્મર આવવાની તૈયારી હતી. એ આ પાપથી પાછો હઠવા માગતો હતો. એણે થોથવાતાં થોથવાતાં કહ્યું : ‘બેટા, તું જરા પણ ગભરાઈશ નહિ, હું તને હેરાન નહિ કરું. તને દીકરીની જેમ સાચવીશ. તું રડ નહિ. તારો વિલાપ મને વલોવી નાખે છે. મેં ભવનું ભાતું ૨૦૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ આવું નહોતું ધાર્યું. મારા કામભર્યા શબ્દો અત્યારે મને પોતાને જ બાળી રહ્યા છે. સ્ત્રીહત્યા – ના, ના, એક સતીના આત્માનો અભિશાપ... રે ! હું હવે કયે ભવે છૂટીશ ?' નાયકે આશ્વાસન આપ્યું. રાજકુમારી વસુમતીને એ પોતાના ગામ લઈ ગયો, પણ એના મનને શાંતિ નથી. વસુમતી જાણે એના પાપનું સ્મરણ ન કરાવતી હોય એમ એને બાળ્યા કરે છે. એ નિર્દોષ બાળાને જુવે છે અને એનું જીવન એક વ્યથા બની જાય છે. રાત-દિવસ એને એક જ વિચાર આવે છે : “મારા પાપની સ્મૃતિરૂપ આ બાળાને દૂર કરું, પણ કેવી રીતે ? આ સોનાની કટાર રાખવી ક્યાં ?' શ્રમણ ભગવાન મહાવીરનાં જ્ઞાન કિરણોનો લાભ હજુ આ યુગને મળ્યો ન હતો. નવપ્રકાશના આગમન પહેલાં અંધકાર ઘૂંટાય તેમ અજ્ઞાન ઘુંટાઈ રહ્યું હતું. હવે થોડા જ વર્ષો પછી ભગવાન મહાવીરનાં જ્ઞાનકિરણો સમસ્ત યુગને નવપ્રકાશથી ભરી દેવાનાં હતાં. પણ તે માટે હજુ યુગને થોડી તપશ્ચર્યાભરી પ્રતીક્ષા કરવાની હતી. એ દિવસોમાં અનાથ માણસો પશુની જેમ બજારમાં વેચાતાં, ધનિક માણસો ગુલામોને ખરીદતા. દ્વિપદ-મનુષ્ય, ચતુષ્પદ પશુના મેળા ભરાતા, અને માણસો પૈસા આપી માણસને અને પશુને ખરીદી લાવતા. દેવદેવીઓ આગળ પશુઓનો બલિ અપાતો. જાતિવાદના ઘમંડમાં કેટલાક માણસો સામા માણસોને હીન દૃષ્ટિથી જોતા. સામ્રાજ્યની લાલસાથી અશ્વમેધ થતા અને ભાઈ જેવો ભાઈ પણ પોતાના જ ભાઈને મારવા તત્પર થતો. અંધકારનો થર ફરી વળ્યો હતો. ભગવાન પાર્શ્વનાથનાં જ્ઞાનવચનો ભુલાઈ ગયાં હતાં. હવે પુનઃ નૂતન પ્રકાશ માટે યુગ ઝંખી રહ્યો હતો. સૈનિકને વિચાર આવ્યો : “આ બાળાને વેચી નાખું – એને ઠેકાણે પાડવાનો મારા માટે આ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી.” એણે કૌશામ્બીનાં દાસબજારમાં વેચાતા માણસો વચ્ચે વસુમતીને પણ ઊભી રાખી. કેવી છે વસુમતી ! હરણાં જેવી મોટી મોટી નિર્દોષ આંખો છે. ચાંદની જેવું ઉજ્જવળ ભાવપૂર્ણ મુખ છે માતા વસુંધરાને સ્પર્શે એવો લાંબો કેશકલાપ છે, અને પાણીમાં પતાસું ઓગળે એમ એને જોતાં જ દુષ્ટતા ઓગળી જાય એવું દેહ પર શિયળનું તેજ છે ! ૨૦૪ - મધુસંચય Page #222 -------------------------------------------------------------------------- ________________ સૌ આવે છે, જુએ છે, અને ન જાણે કેમ, પણ ચાલ્યા જાય છે. આને કોણ ખરીદી શકે ? આ સૌન્દર્ય છે, પણ એની આસપાસ સતની કેવી જ્વલંત જ્વાળા છે. નિર્મળ હૃદય વિના એ ભાવનામૂર્તિને કોણ ખરીદી શકે ? સાંજ નમી રહી છે. કૌશામ્બીના ધનાઢ્ય અને સજ્જન-શિરોમણિ ધનાવાહ દર્શન કરવા મંદિર પ્રતિ જઈ રહ્યા છે. એ નિઃસંતાન છે. એમના હૈયામાં વાત્સલ્યનો સાગર છે, પણ ચન્દ્રનાં દર્શન વિના એમાં ભરતી કેમ આવે? એ હૃદય સતત કંઈક ઝંખી રહ્યું છે સંતાન. એમની નજ૨ બાળા પર પડી. એ ત્યાં જ થંભી ગયા. હૃદયમાં છુપાયેલો સંતાનપ્રેમ જાગી ઊઠ્યો. હૃદય માગે પછી પૈસા શું ચીજ છે ! માંગ્યા એટલા પૈસા આપી એમણે બાળાને ખરીદી લીધી. નાયક ખુશ હતો. એને પૂરતા પૈસા મળ્યા હતા અને માનસિક ભારમાંથી એ મુક્ત પણ થયો હતો. હવે ન દેખવું, ન દાઝવું. બાળા એટલા પૂરતી જ સુખી હતી કે એ દુષ્ટના પંજામાંથી મુક્ત થઈ હતી, અને એને એક ભાવનાઘેલા પિતાનો સંગ લાધી ગયો હતો. ધનાવાહ વધારે ખુશ હતા, કારણ કે એમના કૂણા હૃદયને ભરી દેનારું સૌરભમય શીતળ ચંદન મળ્યું હતું. શેઠે પૂછ્યું : ‘બેટા, તારું નામ ?' બાળા મૌન હતી, કારણ કે ભૂતકાળનાં સ્મરણોએ એની બુદ્ધિને ઘેરી લીધી હતી. એની આંખોમાં અવ્યક્ત વેદના હતી. હોઠ પર યાતનાની સખત રેખા હતી, છતાં આછી આછી ચંદનની શીતળતા એની કાયા પર હતી શિયળની. શેઠ મનમાં જ વિચારતા હતા, રે ! સુગંધી પવિત્ર ચંદનને માનવદેહ ધરવાનું મન થયું અને આ કુમારિકા રૂપે અવતર્યું, આનું નામ ચંદન અને બાળા તો છે જ. નામ મળી ગયું ચંદનબાળા બેટા, તારું નામ ચંદનબાળાને ? આ વૃદ્ધની વાણીમાં કેવું વાત્સલ્ય હતું ! એમના બોલ વસુમતીને ગમ્યા. એણે માથું નમાવ્યું, જાણએ શેઠે કરેલા નવા નામાભિધાનને એણે મૂક સંમતિ આપી. ધનાવાહે બધી જ વાત પોતાની પત્ની મૂળાને કરી, અને બાળાને એને સોંપી. ચંદનાના સંસ્કાર અજબ હતા. એ પ્રભાતે વહેલી ઊઠતી. હાથપગ ધોઈ પલાંઠી વાળી કંઈક ધ્યાન ધરતી, સામાયિક કરતી. પૂજા કરતી. ધનાવાહ અને મૂળા શેઠાણીને પગે લાગતી. આંગણાને આરસી જેવું સ્વચ્છ રાખતી. ભમ્મરડો ભવનું ભાતું ૨૦૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ ફરે એમ ઘર-કામમાં એ ફર્યા કરતી, આ બધું જોઈ શેઠ હરખાતા અને કહેતા : “આજ સુધી આપણું ઘર ઊંઘતું હતું. આજ ? આજ તો એ હસી રહ્યું છે ! ઘર નોકરોથી નથી શોભતાં, પણ આવી ઘરદીવડીઓથી શોભે છે.” અતિ પ્રશંસા પાપનું મૂળ બને છે. વહાલનું અતિ પ્રદર્શન સ્નેહની ક્યારીઓમાં ઘણીવાર વિષનું વાવેતર કરે છે. અંતરના ભાવને તો મૌન જ સાચવે છે. ચંદના ગુણવતી હતી, સાથે રૂપવતી હતી, યુવાવસ્થા હવે એના દેહદ્વાર પર ડોકિયાં કરતી હતી, શેઠ પોતાની પુત્રીના આ નવવસંત જેવા દેહને હેતની નજરે નીરખી રહેતા, ને પછી ડોલી ઊઠતા. શેઠાણી સામાન્ય ઘરની ગૃહિણી જેવી હતી. નરને ભ્રમર માનનારી એ શંકાશીલ નારી હતી. ધીરે ધીરે ચંદનાની આ અતિ પ્રશંસા મૂળાના હૈયામાં તણખા બની એને બાળવા લાગી. શેઠ સહજ ગુણાનુરાગથી બોલતા, પણ મૂળાને એ નહોતું ગમતું. ધીમે ધીમે ઈર્ષામાંથી એક દિવસ એના હૈયામાં શંકાએ ડોકિયું કર્યું. આના રૂપ અને યૌવને શેઠના મનને ચલિત તો નથી કર્યું ને ? પણ એનું જાગ્રત મન પોતાના પતિ પર આમ એકદમ આક્ષેપ કરવા તત્પર ન થયું. એણે બળ કરી આ વિચારને તે પળે તો કાઢી નાખ્યો, પણ તેના સુષુપ્ત મનમાં એ વિચાર પડ્યો રહ્યો. આજે તાપ ખૂબ હતો. મધ્યાહુને શેઠ દુકાનેથી ઘરે આવ્યા ત્યારે નોકરો તાપ અને થાકથી કંટાળીને જ્યાં ત્યાં ઊંઘતા પડ્યા હતા. શેઠના પગ ધોનાર કોઈ જ ન હતું. ચંદનાને નોકરી પર દયા આવી. એણે કોઈનેય ન ઉઠાડ્યા. એ પોતે જ જળની ઝારી લઈને દોડી આવી. પ્રાંગણની વિશાળ શિલા પર એ શેઠના પગ ધોવા લાગી. એના દિલમાં માતા-પિતાના વિયોગની વિષાદમય છાયા સતત રહેતી, છતાં શેઠના પિતૃવાત્સલ્ય આ ઘા ઉપર કાંઈક મલમપટ્ટાનું કામ કર્યું હતું. તેથી જ શેઠ પ્રત્યે એને જેમ માન હતું તેમ પિતૃ જેવી મમતા પણ હતી. શેઠના ઘરમાં વૈભવ હતો પણ દિલને લાગણી અને ભાવનાથી ભરે એવું સંતાન ન હતું. ચંદનાએ એમની આ પિતૃભૂખને સંતોષી હતી. ચંદના શેઠની આંખનું અમૃત હતી. એને હસતી રમતી એ જોતા અને એમનો થાક ઊતરી જતો. એ જ પુત્રી અત્યારે આટઆટલા નોકરો હોવા છતાં બધાને પડતા મૂકી પિતાના પગ ધોવા દોડી આવી હતી. પિતા આ વિનયવતી દેવી પુત્રીને જાઈ જ રહ્યા. એ પાતળી છતાં ૨૦૬ મધુસંચય Page #224 -------------------------------------------------------------------------- ________________ મજબૂત હતી. કમળની પાંખડી જેવી વિશાળ આંખોમાં હિંમતનાં તેજ હતાં. કાળી કમાનદાર ભમ્મરો નીચે રહેલી આંખમાં આ કેવું દિવ્ય તેજ હતું ! મૌનના ભાવથી હોઠ બિડાયેલા હતા છતાં સ્મિત કેવું રમી રહ્યું હતું. એના દેહ પ૨ સંયમનું ગૌરવ હતું, છતાં કેવી વિનમ્રતા હતી. આ સદ્ગુણી સંતાનની પ્રાપ્તિથી શેઠ પોતાને ધન્ય માનતા હતા. કાર્યકારણ ભાવનો સંયોગ પણ અજબ છે. ચંદના નીચે નમી શેઠના પગ પ્રક્ષાલી રહી હતી. નીચે નમેલા મસ્તકનો ઢીલો અંબોડો એ વખતે છૂટો થઈ ગયો. લાંબી લાંબી રેશમના લચ્છા જેવી લટો નીચે કાદવમાં રગદોળાતી પડી. શેઠે આ સ્થિતિ જોઈ, અને ચંદનાની કેશાવલિને કાદવમાં રગદોળાતી બચાવવા લાકડીના ટેકાથી એને અધ્ધર ઝીલી લીધી. તેજ પળે મૂળા ઝરૂખામાં દેખાઈ. એણે આ દૃશ્ય જોયું અને એની બધી જ સુષુપ્ત શંકાઓ જખમી નાગણની જેમ છંછેડાઈ ઊઠી. એણે વિચાર્યું, હા, હું ધારતી જ હતી અને તે જ બન્યું. કમળની જેમ મઘમઘતું અને વિકસતું યૌવન સામે હોય ત્યાં આ પુરુષનું મન ચળે એમાં નવાઈ પણ શું ? આમાં કલહ કરે કંઈ જ નહિ વળે. આ કાંટાને મારે દૂર કરે જ છૂટકો છે. બીજા દિવસે મધ્યાહ્નનો સમય છે. શેઠ જમીને દુકાને ગયા છે. ઘરનું વાતાવરણ શૂન્ય જેવું છે, તે તકનો લાભ લઈ મૂળાએ ચંદનાને લાકડીથી ઝુડી, એના પગમાં બેડી નાખી એક અંધારી ઓરડીમાં એને ધકેલી દીધી. એને ખાતરી હતી કે ત્રણ-ચાર દિવસમાં તો આ ફૂલના પ્રાણ ઊડી જ ગયા હશે અને પછી તો ડોળ અને દંભ કેમ કરવો તે તો આવડે જ છે. આ દૃશ્યની સાક્ષી એક વૃદ્ધા હતી. એને મૂળાએ ધમકી આપી કે કોઈનેય કહ્યું તો દુનિયામાં તારું નામનિશાન પણ નહિ રહે ! મૂળાનું પિયર ગામમાં જ હતું. એ બે દિવસ માટે પોતાને પિયર ચાલી ગઈ. શેઠ ઘેર જમવા આવ્યા. ચંદના ન દેખાઈ. એના વિના ઘર નિસ્તેજ હતું. ઘર જાણે આજ ૨ડી રહ્યું હતું. શેઠે માન્યું કે મૂળા સાથે એ મોસાળ ગઈ હશે. બે દિવસ વીતી ગયા પણ શેઠને ચેન નથી. એના હૈયા ૫૨ જાણે દુર્દવના ઓળા ઊતરવા લાગ્યા. એ વિચારવા લાગ્યા, મને આમ કેમ થાય છે ? શું કંઈ અશુભ છે ? હૃદય આમ કેમ બળી રહ્યું છે ? મારા આ અવ્યક્ત દુ:ખમાં ચંદના વિના શાંતિ કોણ આપે ? ચંદનાને પૂર્યાને ત્રણ દિવસ થયા હતા. છેલ્લી રાતથી પેલી વૃદ્ધા દાસીના હૈયામાં તુમુલ યુદ્ધ ચાલતું હતું. એની માનવતાએ એને જગાડી હતી. એક બાજુ એની શેઠાણીની સખત આજ્ઞા હતી, બીજી બાજુ ચંદનાની કરુણ વ્યથામાંથી ભવનું ભાતું ૨૦૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ જાગેલી કરુણા હતી. આખરે માનસિક યુદ્ધમાં કરૂણાનો જય થયો. માણસાઈ જીતી. પોતાના જીવના જોખમે પણ એણે હિંમત કરી. ચંદનાની દશા શેઠને વર્ણવી, અને જ્યાં પૂરવામાં આવી હતી, તે સ્થાન શેઠને બતાવી દીધું. શેઠ દોડ્યા. ઓરડીનાં બારણાં તોડ્યાં. ચંદનાની આ દશા જોતાં જ જાણે એમના પર વીજળી ત્રાટકી, એ બેસી જ ગયા. એમનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. આંસુ થંભી ગયાં હતાં, લોહી થીજી ગયું હતું. આ દુઃખની વરાળથી હૃદય ફાટવાની અણી પર હતું ત્યાં ચંદનાના સુકાઈ ગયેલા ગળામાંથી વેદનાભીનો કરુણ સ્વર પ્રગટ્યો : પિતાજી !” બેટા, તારી આ દશા !' શેઠનો કંઠ પાછો રૂંધાઈ ગયો. એમને તમ્મર આવવા લાગ્યાં. હવે શું કરવું એની એમને સૂઝ પડતી ન હતી, છતાં ગમે તેમ કરી એ ઊભા થયા. રસોડું ક્યારનુંય ચોખ્ખું થઈ ગયું હતું, માત્ર ઢોરને આપવા માટે અડદ બફાતા હતા. બાજુમાં એક સૂપડું પડ્યું હતું. શેઠને કંઈ જ ન સૂઝયું, એમણે એ બાકળા સૂપડામાં ઠાલવી, ચંદના આગળ મૂકી, પોતે જ લુહારને બોલાવવા દોડી ગયા. આજ એ ક્યાં વૃદ્ધ હતા ? ચંદનાની યાતનાએ એમને જુવાનની જેમ દોટ મુકાવી. આ બાકળા જોઈ ચંદનાને પોતાનો ભૂતકાળ સાંભરી આવ્યો. સુખનાં મધુર સ્વપ્નોમાં વીતેલો પોતાનો બાલ્યકાળ અને યૌવનના ઊંબરામાં પગ મૂકતાં જ પૌતા ઉપર વરસેલી અસહ્ય દુ:ખની ઝડીથી એનું હૃદય ભરાઈ આવ્યું. પોતે રોજ કેટલાય અતિથિને ભોજન આપતી; એને બદલે આજ કેટલાય દિવસથી અતિથિનાં દર્શન પણ દુર્લભ થયાં છે. પોતાના આ દુર્ભાગ્ય પર આંસુ સારતી ચંદના ઊંબરામાં બેઠી. પાંચ મહિના અને પચીસ દિવસથી કૌશામ્બીની શેરીએ શેરીએ એક તપસ્વી વિહરી રહ્યા છે. આ તપસ્વીની આંખમાંથી અમી ઝરે છે. મુખ પરથી તેજ નીતરે છે. હોઠમાંથી ચાંદની જેવી શીતળતા ટપકે છે. આખોય દેહ કારુણ્ય અને માર્દવથી મઢેલો છે. એમનો દૃષ્ટિપાત જીવનનાં દુઃખોથી સળગતા માણસને શાંત કરે છે. શું એ માનવી છે ! જાણે અહિંસાનો અવતાર હોય એવા આ મહાતપસ્વી કૌશામ્બીને બારણે બારણે ફરી વળ્યા, પણ એમનો ભિક્ષાનો અભિગ્રહ અપૂર્ણ છે. ૨૦૮ મધુસંચય Page #226 -------------------------------------------------------------------------- ________________ આખું નગર પ્રભુના આ અભિગ્રહની પૂર્તિ માટે અનેક પ્રકારના ઉપાયો ઉત્સુક હૈયે કરે છે, પણ નિષ્ફળ જાય છે. રે એવો કોણ ભાગ્યવાન હશે જેના હાથનું પ્રભુ દાન સ્વીકારે, અને લાંબી તપશ્ચર્યાનું પારણું કરે ! આજ પાંચમા માસનો પચીસમો દિવસ છે. રોજના ક્રમ પ્રમાણે મધ્યાહ્નના સમયે પ્રભુ આહાર માટે નીકળ્યા છે, ત્યાં એમની દૃષ્ટિ ધનાવાહના બારણામાં બેઠેલી ચંદના પર પડી. પ્રભુને જોઈ એ ઊભી થઈ ગઈ. એના પગમાં બેડી છે. એક પગ ઊંબરામાં છે, બીજો બહાર છે. દાન દેવા ઉત્સુક થઈ છે. માથે મૂંડી છે. રાજકુમારી આજ દાસીની દશામાં છે. એની આંખો આંસુથી આર્દ્ર બની છે. પ્રભુએ હાથ લંબાવ્યા અને ભિક્ષાનો સ્વીકાર કર્યો. તે જ પળે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. દેવોએ સુવર્ણ વરસાવ્યું. પંચ દિવ્ય પ્રગટ્યાં. બેડી તૂટી ગઈ અને ચંદનબાળાના મસ્તક ઉપર પહેલાંની જેમ વાળ શોભી રહ્યા. આ મંગળ પ્રસંગની વાત કૌશામ્બીના ઘરઘરમાં થવા લાગી. માનવસમૂહ આ ધન્ય બાળાને જોવા ધસી રહ્યો હતો. મહારાજા શતાનિક, મહારાણી મૃગાવતી, મહામંત્રી સુગુપ્ત અને શેઠ ધનાવાહ સૌ દોડી આવ્યાં હતાં. આજ સૌ પોતાની જાતને ભૂલી ગયાં હતાં, સૌનું મધ્યબિંદુ આ બાળા હતી. એવામાં એક વૃદ્ધ આગળ આવ્યો અને ચંદનાના પગમાં પડી કહેવા લાગ્યો ‘કુંવરીબા ! તમે ?' એની આંખમાં વાત્સલ્યનાં વારિ ઊભરાતાં હતાં. શતાનિકે પૂછ્યું : વૃદ્ધ ! તું આ બાળાને ઓળખે છે ?’ ‘અરે, પ્રભુ ! હું ન ઓળખું ? મેં જ તો એમને મોટાં કર્યાં છે. ચંપાનગરના મહારાજ દધિવાહનનાં આ પુત્રી છે. અને હું એમના રાજમહેલનો કંચુકી છું. તમારા સૈનિકોએ લૂંટ ચલાવી ત્યારે અમે સૌ સાથે જ ભાગ્યાં હતાં. મેં અહીં આવતાં સાંભળ્યું કે એમની માતાએ પોતાના સતના રક્ષણ માટે દેહનું બલિદાન આપ્યું અને કુંવરી એમના પુણ્યે બચી ગયાં.' આ કરુણ ઇતિહાસ એક નારીના હૃદયબંધને તોડી નાખતો હતો, અને તે હતી રાણી મૃગાવતી. એ આગળ આવી અને ચંદનબાળાને આલિંગન આપતાં બોલી : બેટા, તેં મને ઓળખી ? હું તારી માસી, તારી માતાની સગી નાની બહેન મૃગાવતી !' ભવનું ભાતું ૨૦૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળાના હૈયામાં અસંખ્ય ભાવોની અત્યારે ભરતી આવી હતી. એનું હૃદયપાત્ર છલકાઈ રહ્યું હતું. પ્રભુના મહાભિગ્રહનો પોતાને જ મળેલો અપૂર્વ લાભ, માતાનો વિયોગ, માસીનો સંયોગ, ધનાવાહનું વાસ્તવ્ય, મૂળાએ પોતાના અપરાધ માટે ફરી ફરીને લળી લળીને માંગેલી ક્ષમા અને પોતાના મનમાં આ સંસારની રંગભૂમિ પ્રત્યે જાગેલી ઉદાસીનતા - આ બધા જ ભાવો એકસાથે ધસી આવ્યા. એ મૌન હતી. એની આંખો સ્થિર હતી. સૌને એ નમી અને રાણી મૃગાવતી સાથે રાજમહેલ ભણી ચાલી નીકળી. એ પ્રયાણ વખતે દિવ્યવાણી સંભળાઈ. આ પુણ્યવંતી બાળા ભગવાન મહાવીરના સંઘની પ્રથમ પ્રવર્તિની થશે અને નારીમુક્તિનું પ્રથમ મંગળગીત ગુંજશે. એક બાજુ રાજમહેલના રંગભર્યા આનંદ-ઉલ્લાસના વિલાસ હતા, બીજી બાજુ ચંદનાની તીવ્ર સંયમસાધના હતી. એક રીતે એની સાધનાની આ કસોટી હતી. જળમાં કમળ વસે એમ એ આ વાત વાતાવરણથી અલિપ્ત અને અધ્ધર હતી. એ અહીં રહેવા માટે નહોતી રહી. પણ પ્રભુ મહાવીરના કૈવલ્યની પ્રતીક્ષા કરતી દિવસો વિતાવી રહી હતી. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એમણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એમાં ચંદનાએ પ્રથમ દીક્ષા સ્વીકારી, સાધ્વીસંઘનું નેતૃત્વ સ્વીકાર્યું. આજ પણ જેના ત્યાગ, તપ અને સંયમને સંભારી માનવજાત જેને ચરણે નમે છે, તે સાધ્વી સંઘની ગંગોત્રી એટલે ચંદનબાળા. ૨૧૦ મધુસંચય Page #228 -------------------------------------------------------------------------- ________________ પ૯. આતમની અગ્નિપરીક્ષા ૪ ટ, રતક વદ એકમની મધરાત હતી. રાતના બે વાગ્યાનો સમય હતો. છે આકાશની શુભ્ર આરસીમાં મોગરાનાં ફૂલ જેવા તારા હસી રહ્યા હતા. ચંદ્રમાંથી ઝરતી ચંદન જેવી શીતળ ચાંદની પૃથ્વીને લીંપી રહી હતી. ત્રણ માળની ઊંચી હવેલીને બીજે માળે અમે ચાર જણ સુખનિદ્રામાં પોઢઢ્યા જે હતા. મંદમંદ વાતો પવન અમારા આત્માને સૌરભની દુનિયામાં લઈ ગયો હતો. એવામાં હૈયાને વીંધી નાખે એવી એક કારમી, લાંબી તીણી, ચીસ સંભળાઈ, અને હું ભયપૂર્વક સફાળો ઊભો થઈ ગયો. કમાડ ઉપર કોઈ જોરજોરથી લાત - મારતું બોલી રહ્યું હતું. “મહારાજશ્રી ! બચાવો. કમાડ - ઉઘાડો. ભયંકર આગ લાગી છે દોડો રે # દોડો....! ! મારી પડખે જ પિતાશ્રી પોઢ્યા 4) હતા. મૂળચંદ ને તારાચંદ નામના બે * યુવાનો બારણા પાસે આળોટતા હતા. આ ભવનું ભાતું ૨૧૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ ભયભરેલી તીણી ચીસ સાંભળી એ ત્રણે જણ વિહ્વળતાપૂર્વક જાગીને આમતેમ જોવા લાગ્યા. અમારા ચારેના આત્મા ભયગ્રસ્ત હતા. એવામાં એક જોરદાર ધક્કો વાગ્યો અને જૂનાં કમાડ સાંકળ સાથે જ ઊખડી પડ્યાં. છ બહેનો અને ત્રણ બાળકો ગભરાટમાં રાડો પાડતાં ઉપર ધસી આવ્યાં. મેં બારણા તરફ જોયું તો નવ જણની પાછળ લાલ રંગની લાંબી જીભ કાઢતી અગ્નિની પ્રચંડ જ્વાળાઓ આવતી દેખાઈ. ભયંકર રીતે પળ પળ ઊંચે વધતી આ પાવકજ્વાળાને જોઈ મારી મતિ પણ ક્ષણભર મૂઢ થઈ ગઈ. ફાટી આંખે હું જોઈ રહ્યો હતો. આ શું થઈ રહ્યું છે તે મને સમજાતું ન હતું. પ્રચંડ આગના ભડકા અમારી નજીક આવી રહ્યા છે એટલું જ મારી આંખો જોઈ શકી, માર્ગ ક્યાંય ન હતો. વિચારોમાં ધુમાડો વંટોળિયા લઈ રહ્યો હતો. અમે ત્રીજે માળે હતા, બહેનો ને બાળકો બીજે માળે હતાં પણ ભોંયતળિયે પ્રચંડ આગ લાગી એટલે એ સૌ ઉપર ધસી આવ્યાં હતાં. જ્વાળા વધતી વધતી ઉપર ને ઉપર આવી રહી હતી, નીચે ઊતરવાનો માર્ગ અને દાદર તો ક્યારનાંય બળીને ખાખ થઈ ગયાં હતાં, હવે ક્યાં જવું ? ગઈ કાલે આ જ સ્થાને કેવો આનંદ અને શાંતિ હતાં ? અત્યારે કેવો શોક અને ભય હતો ? ગઈ કાલે આ હવેલીના મુખદ્વાર આગળ ભવ્ય મંડપ હતો. એમાં પ્રવચન, પ્રભાવના અને મંગળ ગીતોના મંજુલ ધ્વનિથી વાતાવરણ ગુંજતું હતું, અત્યારે તે જ સ્થાનમાં ઊભેલા માણસો કરુણાભરી ચીસો નાંખી રહ્યાં છે : ‘આ ઉપર રહેલા લોકોને કોઈ બચાવો, રે ! ઉ૫૨થી નીચે ઉતારો, રે ! નહિ તો બાપડા હમણાં બળીને ખાખ થઈ જશે.’’ આગ જોવા એકત્રિત થયેલા સૌ ચીસો નાખતા હતા, કોલાહલ કરતા હતા, પણ માર્ગ કોઈનેય કાંઈ સૂઝતો નહોતો. અમે ઉપરથી ચીસો નાખતા હતા, અમને બચાવો ! એ લોકો નીચેથી રાડો પાડતા હતા : આ દુઃખિયાઓને કોઈ પણ રીતે બચાવો. આપણા લોકોની આ વિશિષ્ટતા છે. આપણને રાડો પાડતાં, કોલાહલ કરતાં આવડે છે, પણ યોજનાપૂર્વક કામ કરતાં નથી આવડતું. પરિણામે અવ્યવસ્થા વધે છે. કાર્ય કંઈ જ થતું નથી. આવા પ્રસંગે તાલીમ પામેલા અને બિનતાલીમ પામેલા પરખાઈ જાય છે. આવા ભયમાં તાલીમ પામેલો એક માણસ ૨૧૨ મધુસંચય Page #230 -------------------------------------------------------------------------- ________________ જે કરી શકે છે, તે બિનકેળવાયેલા હજાર પણ કરી શકતા નથી. નીચે અને ઉપર સર્વત્ર કોલાહલ હતો પણ કોઈને એટલુંય ન સૂઝયું કે બંબાવાળાને ખબર આપીએ. નિસરણીની શોધ કરીએ, એકાદ દોરડું શોધી ઉપર ફેંકીએ. સૌને એક જ વાત આવડે : રાડો પાડવી, બૂમબરાડા નાખવા અને વાચાની વાંઝણી દયા દેખાડવી. પળેપળ ભયંકર રીતે પસાર થઈ રહી હતી. નીચેથી મદદ મળે એવી આશા હવે રહી ન હતી. વિપદ વખતે માણસને, શી ખબર ક્યાંથી પણ, વૈર્યનું બળ મળી રહે છે. એ વખતે સદ્ભાગ્ય સેવાદળમાં લીધેલી તાલીમ મારી મદદ આવી. મેં કહ્યું : “બહેનો ! હિંમત રાખો. કેવળ ચીસો પાડવાથી હવે આપણને કોઈ ઉગારે તેમ નથી, અને આપણી દયામણી ચીસોથી આ પ્રચંડ આગ પણ શાંત પડે તેમ નથી. તમે તમારા સૌના સાડલા આપો, એને એકબીજા સાથે બાંધી એનું લાંબુ દોરડું બનાવીએ એને કઠેડે બાંધી એના પર ટિંગાઈને, લટકીને લપસીને એક પછી એક સી નીચે ઊતરી જઈએ.” આ યોજના એમને જરા જોખમ ભરેલી લાગી. વચ્ચેથી ગાંઠ છૂટી જાય અગર તૂટી જાય તો અકાળે મૃત્યુ થાય. પણ આમેય આગનું અકાળ મૃત્યુ તો અમારી સામે વિકરાળ આંખો ફાડીને ઊભું જ હતું. આગની ગરમી વધી રહી હતી અને જ્વાળાઓ અમારી નજીક ને નજીક આવી રહી હતી. અને જે ખંડમાં હતા, એ ખંડ છોડી સરકતા સરકતા અમે સૌ કઠેડા પાસે આવ્યા. અમે પાછળ જોયું તો એ ખંડ ક્યારનોય પ્રવળી ઊઠ્યો હતો, હવે તો અમારા માટે એકેય માર્ગ ન હતો. કઠેડાથી આગળ ચાં જવું ? મારી યોજનામાં બાળકને લઈને ઊતરવું જોખમ ભરેલું હતું. સંકટની ભયંકર ક્ષણો પસાર થઈ રહી હતી. નીચે કોલાહલ કરના ઓમાં એક સાહસવીર નીકળ્યો, એ ક્યાંકથી એક મોટી નિસરણી શોધી લાવ્યો. એણે નિસરણી માંડી. પણ અફસોસ ! એ ટૂંકી હતી. અમારાથી છ હાથ દૂર હતી. એણે એક ક્ષણ વિચાર કર્યો અને પોતાના ખભા ઉપર જ એ માંડી. આવી મોટી નિસરણી અને તે માણસના ખભા ઉપર ! આહ ! બળ પણ જબરું અને શૈર્ય પણ જબરું. એવી વીરતાને સહજ રીતે મસ્તક ઝૂકી જાય છે. નિસરણી એણે ખભા પર લીધી એટલે એ ત્રણ હાથ ઊંચી આવી : પણ હજી ત્રણ હાથ અમારાથી એ દૂર હતી. નિસરણી પર ઉપરથી ઠેકડો તો મરાય નહિ, સ્થિતિ નાજુક હતી. હવે તો જીવન અને મરણ વચ્ચે પ્રહર નહિ, કલાક નહિ પણ પળો ગણાઈ રહી હતી. ભવનું ભાતું ૨૧૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ સર્વત્ર ભયના વાતાવરણથી માનવહૈયાને ચીરી નાંખે એવી ચીસો સંભળાતી હતી, અને આસપાસ વધતી જતી વાળાના તાપથી દેહ શેકાતા હતા. પિતાશ્રી તો ઉપરથી ભૂસકો મારવાની વાત ઉપર આવી ગયા, પણ ભૂસકો મારવો એ શક્ય ન હતું. ત્રણ માળની તોતિંગ ઊંચી હવેલી પરથી પડનારનું એક પણ અંગ સલામત ન રહે ! ઇષ્ટદેવનો જાપ અંતરમાં સતત ચાલતો હતો. માણસ સુખમાં જેવી તીવ્રતાથી પ્રભુસ્મરણ નથી કરતો, એવી તીવ્રતાથી એ દુઃખમાં સ્મરે છે. તે જ પળે મારામાં અણધાર્યા બળનો સંચાર થયો. ધૈર્યના કિરણ અંગ અંગમાંથી પ્રગટવા લાગ્યાં. હું કઠેડો કૂદી બહારની સિમેન્ટની પાળ પર આવ્યો. કઠેડા બહાર દશેક આંગળની નાની પાળ હતી. મારો એક હાથ મેં કઠેડાના સળિયાઓમાં મજબૂત રીતે ભરાવ્યો, વજ જેવી મજબૂત પકડથી સળિયાને પકડી મેં પિતાજીને કહ્યું : તમે ધીમેથી કઠેડો ઓળંગી આ સિમેન્ટની પાળ પર આવો અને મારો આ હાથ પકડી ટિંગાઓ એટલે નીચે નિસરણીને આંબી જશો. તમારા પગ નિસરણીને અડે પછી જ મારો હાથ છોડજો.” | પિતાજી કહે : “મારો ભાર આમ અધ્ધર આકાશમાં તું ઝીલી શકીશ ? તારો હાથ પકડીને લટકું અને હાથ છૂટી જાય તો તો બંને પથ્થરની શિલા પર જ પછડાઈએ ને !' મેં કહ્યું : વિચાર કરવાનો આ સમય નથી. જીવનમરણની આ પળ છે. જે થવાનું હશે તે થશે. પણ શ્રદ્ધા છે, સારું જ થશે.” મારી શ્રદ્ધા સાચી પડી. એ બરાબર નિસરણી પર પહોંચ્યા ને ઊતરી ગયા. હવે મારો વારો આવ્યો. હું ઊતરી જાઉં તો બહેનો ને બાળકોને ઉતારનાર કોણ ! માણસનું મન ઘણું જ નીચ અને સ્વાર્થી છે. એ ઉચ્ચ ને પરોપકારી દેખાય છે, પણ તેની અગ્નિપરીક્ષા થઈ નથી ત્યાં સુધી જ. જ્યારે એવી પળ આવે છે ત્યારે જ મનની સાચી પારખ થાય છે. સામાન્ય રીતે પ્રત્યેક માનવી પોતાના મન માટે ઉચ્ચ અભિપ્રાયના ભ્રમમાં હોય છે, અને મારા માટે મને પણ એવો જ વિશ્વાસ હતો. આ પળે મને જિજીવિષા પ્રેરવા લાગી. The last days of pompei નો પ્રસંગ યાદ આવે છે. આખા શહેર પર લાવારસ ઊછળી રહ્યો છે, અગ્નિની વર્ષા થઈ રહી છે. થોડી જ ક્ષણોમાં સૌ મરવાના છે. છતા સો બચવાનો મરણિયો પ્રયત્ન કરે છે. આગળ દોડતા ૨૧૪ - મધુસંચય Page #232 -------------------------------------------------------------------------- ________________ માણસને ધક્કો મારી, એનું ધન ઝૂંટવી, માણસ આગળ નીકળવા પ્રયત્ન કરે છે, પોતાની જ જીવ બચાવવા પ્રયત્ન કરે છે, જ્યારે બીજી બાજુ કોક સજ્જન લૂલાને મદદ કરે છે, આંધળાને ટેકો આપે છે, વૃદ્ધને દોરે છે, પોતે ઉતાવળ કરે છે, પણ અપંગોને ભૂલતો નથી. ત્યાં લેખક લખે છે : આ છેલ્લા કલાકમાં તેઓ માનવીની ઉચ્ચતા અને નીચતાનાં દર્શન કરે છે. In this last hour, they glimpsed specimens of every business nobility. H3 H4 431 4-1 sel રહ્યું હતું : “ઊતરી જા, ભાગી જા, નહિ તો બળીને ભડથું થઈ જઈશ, જા, જીવ બચાવ...” એવામાં એક બહેને જેમનું નામ દિવાળીબેન હતું તેમણે કહ્યું : “મહારાજ ! તમે તમારે પહેલાં ઊતરી જાઓ. અમારું તો થવાનું હશે તે થશે.” નારી ! મા ! તને નમન છે. વિપદ વખતે પણ તારો અર્પણ ધર્મ તું ના ચૂકે. અર્પણના પ્રકાશથી તેં વસુંધરાને અજવાળી છે. તારા શિયળથી, તારી સહિષ્ણુતાથી, તારા અર્પણથી માણસ આજે “માનવ” છે. મને મારા પર ધિક્કાર આવ્યો. બહેનોને સ્પર્શ પણ ન થાય એ મારા સંયમધર્મની મર્યાદા છે. પણ એ મર્યાદાને આગળ ધરી હું ઊતરી જાઉં, મારો જીવ વહાલો કરું, તો મારા જેવો નચ સ્વાર્થી કોણ ? મર્યાદા માનવીને ઉગારવા માટે છે, બંધન માટે નહિ જ, પણ અત્યારે તો માનવતાનો પ્રશ્ન છે. વાડ વૃક્ષના રક્ષણ માટે છે, પણ વાડથી વૃક્ષનો વિકાસ રૂંધાતો હોય તો વાડને જરા દૂર પણ કરવી પડે. ભગવાન મહાવીરના સંયમધર્મની મર્યાદા એવી નથી જે માનવતાને હણે ! મેં કહ્યું : “બહેનો, હું એવો નીચ નહિ બનું. જીવ ખાતર ધર્મ છોડવો એ કાયરનું કામ છે. જલદી કરો, તમે પાળ ઉપર આવો, મારો હાથ પકડીને ટીંગાઈ જાઓ અને નિસરણીને પહોંચો.” આ રીતે એ ઊતર્યા, એટલામાં તો બીજી મદદ પણ આવી ગઈ, સૌ ઊતરી ગયાં. છેલ્લે હું પાળ પર બે હાથથી ટિંગાઈને ઊતરવા પ્રયત્ન કરતો હતો ત્યાં એક માતાની ચીસ આવી : “અરે બાબો તો હજુ ઉપર જ છે. એ તો રહી ગયો.” ધુમાડો વંટોળિયાની જેમ બાળકને વીંટાઈ ગયો હતો. આ કસોટી હતી મારી માનવતાની, મારા સમસ્ત જીવનની આ છેલ્લી પરીક્ષા હતી. દેવે જાણે ભવનું ભાતું ૨૧૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ મારી ભાવનાને કરુણ દૃષ્ટિથી નિહાળી. તે જ પળે પૈર્યનું બળવાન દેવી કિરણ મારા અંગ અંગમાં વ્યાપી ગયું. હું પાછો કઠેડો ઠેકી ઉપર ગયો. સાથે તારાચંદ પણ આવ્યો. સમડી ઝડપ મારીને હાથમાંથી વસ્તુ છીનવી જાય એ જ વેગથી બાળકને મૃત્યુના હાથમાંથી ઝડપીને સલામત રીતે લઈને બહાર આવી ગયો. નીચે તાળીઓના, વાહવાના, આનંદમય અવાજો થઈ રહ્યા હતા. અને તે જ વખતે બંબાનો અવાજ સંભળાયો. ટન, ટન, ટન ! બાળકને લઈ મેં નિસરણી પર પગ મૂક્યો, ત્યાં હૃદયને ધ્રુજાવી મૂકે એવો અવાજ થયો અને ક્ષણ પહેલાં અમે જ્યાં ઊભા હતા એ ભાગ કડડભૂસ કરતો બેસી ગયો. કુદરતનો કેવો સંકેત ! પાંચ-દશ મિનિટ પહેલાં એ ભાગ બેસી ગયો હોત તો ! પણ એ પ્રશ્ન જ નકામો છે. રામ રાખે તેને કોણ ચાખે ? રાતના ત્રણના ટકોરે અમે વડવાના ઉપાશ્રયે આવ્યા. ઉપાશ્રયમાં પગ મૂક્યો અને હું શુદ્ધિ ખોઈ બેઠો. કલાક સુધી સંચિત કરેલા અપૂર્વ દેવી બળનો બંધ તૂટી ગયો, જુસ્સો ઊતરી ગયો હતો. સવારે સાત વાગે મેં આંખ ખોલી ત્યારે ભાવનગરના હજારો નાગરિકો વીંટળાઈને બેઠા હતા. સૌનાં નયનોમાં પ્રેમનાં આંસુ હતાં. હૈયામાં માનવતાને અભિનંદન હતાં, શેઠ જૂઠાભાઈ જેવા પ્રતાપી પુરુષના મુખ ઉપર પણ લાગણીની તીવ્ર રેખાઓ ખેંચાઈ હતી. એમણે ગદ્દગદ કંઠે કહ્યું : “મહારાજશ્રી ! તમે તો અમારી લાજ રાખી. સાધુતાને અર્પણના રંગથી રંગીને ભાવનગરમાં એક જ્વલંત ઇતિહાસ સર્જ્યો.” આગની વિપદમાં સહભાગી બનેલાં ભાઈ-બહેનો સામે મેં જોયું અને મારી આંખમાં પણ આંસુ આવ્યાં. પણ તે શાનાં હતાં, હર્ષનાં કે કરુણાનાં ? ૨૧૬ મધુસંચય Page #234 -------------------------------------------------------------------------- ________________ પ૭૦. મૌનનો મહિમા છેજે રાજાધિરાજ શ્રીકૃષ્ણ વિચારમગ્ન ( હતા. પોતાના મિત્ર અને બાંધવ શ્રીનેમ એમને સાંભરી આવ્યા હતા. એમની સાથે વિતાવેલા દિવસો ચલચિત્રની જેમ એમની દૃષ્ટિ આગળથી પસાર થઈ રહ્યા છે હતા, અને વહી ગયેલા પ્રત્યેક દિવસમાં કોઈ A ને કોઈ સ્મરણની માધુરી ભરેલી હતી. # ભૂતકાળના આ મધપૂડામાંથી આજે સ્મરણનાં જે રસબિંદુ ટપકી રહ્યાં હતાં. શ્રીને શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ થાય. યદુવંશના ગગનના સૂર્ય અને ચંદ્ર એટલે શ્રીનેમ અને કૃષ્ણ. બંનેના પંથ જાણે જુદા – એક ત્યાગરાજ તો બીજા રસરાજ. એકનો ત્યાગ ગિરિનારના શિખરે પહોંચ્યો હતો, તો બીજાનો રાગ ગોવર્ધનની ચોટે રમતો હતો. તેમ છતાં જીવનની શાંત પળોમાં તો શ્રીકૃષ્ણનું હૈયું ગિરનારની ત્યાગમત્ત ઝાડીઓમાં જ વિહરતું. શ્રીમે રાજમતી જેવી સુંદર અને શાણી, સંસ્કારી અને શીલવતી સુંદરીનો ભવનું ભાતું ૨૧૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરી સંયમનો પંથ લીધી, ત્યારથી શ્રીકૃષ્ણના હૃદયમાં મંથન જાગ્યું હતું. શ્રીકૃષ્ણ રસિક હતા પણ વીરતાના પૂજક હતા. યુદ્ધની વીરતા કરતાં જીવનના છલોછલ ઊભરાતા મધુરસને તજવામાં વધુ વીરતા જોઈએ – આ સત્ય એ સારી રીતે જાણતા હતા. ઇતિહાસને પાને પણ જગતને જીતનાર લાખો રમે છે; પણ કામને જીતનાર તો વિરલ જ. અને તેથી જ શ્રીનેમ-વિરક્ત નેમ, શ્રીકૃષ્ણને ભાવ્યા હતા. દિલની દુનિયાનો પણ એક વૈજ્ઞાનિક અફર નિયમ છે. દિલ એકાગ્ર થઈ, પવિત્ર ભાવથી કોઈ પણ વસ્તુને સ્મરે તો એને એ મળે ન મળે. અને તેથી શ્રીકૃષ્ણ જેના વિચારમાં મગ્ન હતા તે શ્રીમના આગમનનાં વધામણાં વનપાળે આવીને આપ્યાં : પ્રભો ! ઉદ્યાનમાં શ્રીનેમિનાથ પધાર્યા છે !” શ્રીકૃષ્ણ આ વધામણાં આપનારને સુવર્ણથી સત્કાર્યો અને રથ હાજર કરવા સૂચના કરી. શ્રીકૃષ્ણ પોતાના પરિવાર સાથે શ્રીનેમને વાંદવા ચાલ્યા; પણ એમના હૈયામાં હર્ષ માતો નથી. રથના અશ્વ પવનવેગે દોડી રહ્યા છે, પણ એ તો ભાવસમાધિમાં અચલ છે. દ્વારિકા નગરીનું ઉપવન છે. એ ઉપવનમાં ઘટાદાર એક વડલો છે. વડલા પર પક્ષીઓ, પ્રેમગીત ગાઈ રહ્યાં છે. એ વડલાની શીતળ છાયામાં પોતાના જ્ઞાની પરિવારની વચ્ચે શ્રીનેમ પદ્માસને બિરાજ્યા છે. મુખ ઉપર શાંતિ છે. આંખમાં અમૃત છે. દેહ પર દિવ્યતા છે. વાણીમાં સુધા છે, અને ભાવોમાં મૈત્રી છે. શ્રીકૃષ્ણ તો આ મધુરમૂર્તિના દર્શને એટલા તો મત્ત બન્યા કે નથી તો એ બોલતા કે નથી એ હસતા; નથી એ કાંઈ કહેતા કે નથી એ કાંઈ સાંભળતા, એમની પ્રેમભીની આંખો જ જાણે બધું કહેતી હતી અને સાંભળતી હતી. શ્રીનેમ તો ગિરિનારના અબધૂત હતા. કેવળજ્ઞાનના પૂર્ણ પ્રકાશમાં એમણે વિશ્વ સાથે મૈત્રી બાંધી હતી. આખુંય વિશ્વ જેનું મિત્ર હતું, તો શ્રીકૃષ્ણ એમના સખા શા માટે નહિ ? શ્રીકૃષ્ણ મૌન તોડ્યું : “આપને જોઉં છું અને હૃદય કોઈ અગમ્ય ભાવોથી ઊભરાઈ જાય છે, મેઘના નાદથી મયૂર નાચે એમ મારા ભાવો નાચી રહ્યા છે અને સૂર્યનાં દર્શને કમળ વિકસે તેમ મારું હૃદય વિકસી રહ્યું છે. ૨૧૮ - મધુસંચય Page #236 -------------------------------------------------------------------------- ________________ અત્યારે તો એમ થાય છે કે તમારા સાંનિધ્યમાં જ રહું. તમારા આ વિશ્વવાત્સલ્યના પ્રકાશમાં વાયા જ કરું.... પણ શું તે મારે માટે શક્ય છે ? જીવનમાં ગતિમાન કરેલાં આ અનંત ચક્રો વચ્ચે નિત્યની આ શાંતિ શક્ય છે ?' નિત્ય ન બને તો કોઈક દિવસ તો શક્ય બને ને ?” ઘંટડી જેવો મધુર રણકાર કરતો પ્રભુનો બોલ પ્રગટ્યો. “હા, કોઈક દિવસ તો જરૂર બને. એવો કોઈ શ્રેષ્ઠ દિવસ ચીંધો, જે આપના કલ્યાણકની પાવન સ્મૃતિથી ભર્યો હોય, જીવનનું મંગળગાન જેમાં ગુંજતું હોય અને પોતાની પવિત્રતાથી અમારા આત્માને અજવાળતો હોય, વાતાવરણને ભાવનાથી ભરતા શ્રીકૃષ્ણે કહ્યું. શ્રીકૃષ્ણદેવ ! દિવસ તો બધા જ પ્રકાશપૂર્ણ છે; પણ કેટલાક દિવસ મહાપુરુષોના કલ્યાણકની પાવન સ્મૃતિથી સભર છે. એવા દિવસોમાં મૌન એકાદશીનો દિવસ શ્રેષ્ઠ છે. દોઢસો કલ્યાણકોથી એ દિવસ અંકિત છે. અને સુવ્રતશેઠ જેવા ભદ્ર આત્માએ પણ એ દિવસોમાં આત્માની મંગળ સાધના મૌન દ્વારા કરી છે.” બંસરીના મધુર સૂરને સતત ગુંજતો રાખતા શ્રીકૃષ્ણ મૌનની વાત આવતાં, સૌના મનમાં ઘૂંટાતો પ્રશ્ન પૂછ્યો : “પ્રભો ! આપ મૌનનું કહો છો, પણ મૌન તો ઘણી વાર અસહ્ય થઈ પડે છે. માનવી એકલો હોય, પડખે કોઈ બોલનાર ન હોય, નીરવતા છવાયેલી હોય, એમર્યાદ વિશાળતા પથરાયેલી હોય ત્યારે માનવી વાચા દ્વારા એ નીરવતાને ન ભરે, તો એમ લાગે કે આ અણદીઠ અગોચરની વિશાળતા હમણાં જ ભીંસી દેશે અને પોતાની મીનભરી વિશાળતામાં દબાવી દેશે. એવે વખતે માનવીએ કંઈ નહિ તો ગીત ગાઈને કે બંસીના સૂરોને ગુંજતા રાખીને પણ એ અવકાશને ભરવું જ રહ્યું અને ગંભીર મૌનની એ વિશાળતાને તોડી, અવાજોની દુનિયા સર્જવી રહી.” “કૃષ્ણદેવ ! હું પણ એ જ કહેવા માગું છું; માનવી એકલતાથી ગભરાય છે, કારણ કે એ વિશાળ એકલતાના મૌનમાં જ જીવનના ગૂઢ પ્રશ્ન એની સામે ઉપસ્થિત થાય છે. આજ સુધી જેની સામે આંખ મીચામણાં કર્યા હોય, જેને ઇન્દ્રિયોની લોલુપતાઓએ થોડી ક્ષણો માટે દૂર ધકેલ્યા હોય, તે સનાતન પ્રશ્ન એ નીરવતામાં, એ એકલતામાં, એ વિશાળતાના મૌનમાં સાકાર થાય છે અને મૂર્તિમંત થઈ જવાબ માગે છે. જીવન જીવતાં કયો હેતુ સિદ્ધ કર્યો, તેનો ગંભીરતાપૂર્વક એ ઉત્તર માંગે છે.” ભવનું ભાતું ૨૧૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ “માણસ બધે જ ઉત્તર વાળી શકે, પણ પોતાના જીવનના જ કેન્દ્રસ્થાનમાંથી સ્વયંભૂ રીતે પ્રગટતા આ પ્રશ્નોના ઉત્તર આપવા જતાં એનું સમગ્ર અસ્તિત્વ હલી ઊઠે છે, એ કંપે છે. ડરે છે, મૂંઝાય છે, અને દૂર ભાગે છે. અવાજોની દુનિયા સર્જી, કોલાહલમાં આત્માના એ પ્રશ્નને રૂંધી નાંખે છે.” રૂમઝૂમ રૂમઝૂમ નિનાદ કરતું કોઈ મધુર, શાંત ઝરણું વહેતું હોય તેમ શ્રીનેમની વાણીમાં મૌનની મધુરતા વહી રહી ! આત્માના અંતરમાં સત્યને પ્રગટ કરતી પ્રભુની આ રસઝરતી વાણી સાંભળતાં શ્રીકૃષ્ણનું હેયું ભર્યું ભર્યું બની ગયું. તો શું મૌન એ આત્માના દ્વારને ઉઘાડનાર ગુરુચાવી છે ?' હા, એ દ્વારને ઉઘાડનાર ગુરુચાવી છે – જો એ કોઈ સુવ્રત જેવા પુજ્યપુરુષ કે કોઈ ચિંતક સંયમીના હાથમાં હોય તો !” સંયમી નેમના મુખમાંથી ઝરતી ચન્દ્રિકા જેવી શીતળ કથા સાંભળતાં એમના હૈયાને તૃપ્તિ નથી. એમને એમ કે એ વધારે કંઈક કહે તો કેવું સારું ! એમણે પૂછ્યું : આપે સુવ્રતનો ઉલ્લેખ કર્યો; જેણે પોતાના મૌન દ્વારા આત્માની મંગળ સાધના કરી, તે સુવ્રત કોણ ? “શ્રીકૃષ્ણદેવ ! યુગો પહેલાંની વાત છે. માનવીમાં રાગદ્વેષ આજના જેટલા ઉગ્ર ન હતાં તે દિવસની આ સોહામણી વાત છે : વિજયપુરના સ્વામી પૃથ્વીપાલની રાજસભાની ધવલ કીર્તિ સર્વત્ર પ્રસરેલી હતી. એની સભામાં અનેક રત્નો હતાં, જેમને લીધે એ ઇન્દ્રસભા કહેવાતી. પણ એ સભામાં સૂરચંદ્ર આવતો ત્યારે તો એ સભાનો રંગ જ પલટાઈ જતો. હતો તો એ વણિક, પણ એના શૌર્ય આગળ તો ક્ષત્રિયો પણ નમતું મૂકતા, એની પ્રતિભા અને શૌર્યભરી યુદ્ધકલાને લીધે પૃથ્વીપાલે કેટલાંય શહેર મેળવ્યાં હતાં. રાજ્યનો નૃપતિ પૃથ્વીપાલ હતો, પણ સ્વામી તો સૂરચન્દ્ર જ કહેવાતો. એની શક્તિને સૌ નમતા અને એ પોતે પણ પોતાની આ અદ્દભુત બુદ્ધિ-શક્તિ ઉપર મુસ્તાક હતો, ધીમે ધીમે એના મદનો પારો વધી રહ્યો હતો. એવામાં એના આ ગર્વને ગાળે એવા શક્તિ અને સામર્થ્યથી સભર એવા મુનિનો ભેટો થયો એ પ્રતાપી સાધુને જોતાં, સૂરચન્દ્રનો ગર્વ ઓગળી ગયો. ઓગળ્યો તે એવો ઓગળ્યો કે જાણે મીણ જોઈ લો ! વાળો તેમ વળે, અને ઢાળો ત્યાં ઢળે. મુનિએ પ્રેમભરી વાણી ઉચ્ચારી : ૨૨૦ મધુસંચય Page #238 -------------------------------------------------------------------------- ________________ વીરા ! તારી આ અદ્દભુત પ્રતિભા અને શક્તિ રાજ્યો જિતાડવામાં અને રાગદ્વેષ વધારવામાં જ વાપરીશ ? આત્મા માટે કાંઈ જ નહિ ? મહિનાનો એક દિવસ પણ શું તે આત્મા માટે ન આપી શકે ?' આ પ્રેમભર્યા વચનો સૂરના હૈયામાં સોંસરાં ઊતરી ગયાં. એણે કહ્યું : જરૂર, એક દિવસ તો જરૂર મારા માટે હું કાઢી શકું અને એ દિવસ આપના ચીંધ્યા માર્ગે હું વિતાવી શકું.' “પ્રત્યેક મહિનાની એકાદશી એ તમારો સાધનાનો દિવસ હો ! એ દિવસે તમારે બ્રહ્મચર્ય પાળવું, ઉપવાસ પૌષધ લેવો અને મૌનમાં આત્માનું ચિંતન કરવું !' હૈયાના ઉમળકાપૂર્વક સંતનો આ ઉપદેશ એણે સ્વીકાર્યો. લાંબી જીવનયાત્રામાં એણે આ દિવસને પોતાનું જીવન-પાથેય માની આરાધ્યો અને જીવનયાત્રા પૂર્ણ કરી, સ્વર્ગના સુખ માણી, સૂરચંદે શૌર્યપુરના શેઠ સમૃદ્ધિદત્તનાં પત્ની પ્રીતિમતિની કૂખે જન્મ લીધો. ગર્ભમાં હતો ત્યારે પ્રીતિમતિને સુંદર વ્રત પાળવાનો દોહો જાગ્યો, એટલે એનું “સુવ્રત” એવું નામાભિધાન કર્યું. સુવ્રત કેવો ભાગ્યશાળી ! એના માતા-પિતાના સુંદર સંસ્કારનો વારસો એના દેહને મળ્યો. અને એના આત્માને ગતજન્મના ધર્મનો વારસો મળ્યો. શિયળ અને સંસ્કારથી એનું જીવન મઘમઘી રહ્યું. સુવ્રત બાલ્યકાળ વટાવી, યૌવનને આંગણે આવ્યો; પણ એની ઇન્દ્રિયો શાંત છે. વૈભવના ફુવારા એના જીવનમાં ઊછળી રહ્યા છે, પણ એનું મન સાધુ જેવું સંતોષી છે. એને કંઈ જ આકર્ષતું નથી. એની પ્રિયા શ્રીકાન્તા સોહામણાં આભૂષણો લાવી એને પહેરાવે છે, તો એ કહે છે; “સખી, આ તો ભાર છે. દેહ અલંકારોથી નહિ, પણ આચરણથી શોભે છે. પ્રિયે ! આ દેહની માટીને આ ખાણની માટીથી મઢવા કરતાં ભવ્ય ભાવનાથી મઢીએ તો સારું નહિ ?' સમૃદ્ધિદત્ત અને પ્રીતિમતી પોતાના ઉચ્ચ સંસ્કારી આ પુત્રને જોઈને રાજી રાજી થાય છે. પણ કોઈક વાર એ જ્યારે દૂર દૂરની ક્ષિતિજ પર નજર માંડીને બેઠો હોય અને એની ભાવભરી આંખોમાં કોઈ અણઊકલ્યા ઊંડા ભાવો રમતા દેખાય ત્યારે એમને ક્ષણભર ક્ષોભ પણ થાય : કે રખેને આ પિંજરનું પંખી મુક્ત ગગનમાં ઊડી જાય ! એક સાંજે ઉપવન-વિહાર કરી સુવ્રતકુમાર પાછો વળી રહ્યો હતો, ત્યાં માર્ગમાં એને આચાર્યશ્રી ધર્મઘોષ ભેટ્યા. એમને જોતાં જ સુવ્રતનું મન આનંદથી ઊભરાવા લાગ્યું. એને લાગ્યું કે હું જે શોધતો હતો તે આ જ છે. ભવનું ભાતું ૨૨૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ માણસનું મન માગે અને એ મળે, પછી તો પૂછવું જ શું ! આચાર્ય પણ માનવીના મનના ભોમિયા હતા. એમણે સુવ્રતને ભાવતું જ કહ્યું : ગયા જન્મમાં મૌન એકાદશીની આરાધના દ્વારા એણે કેવી સમાધિપૂર્ણ જીવનયાત્રા વિતાવી હતી, તેનું જ વર્ણન ચિત્રાત્મક રીતે કર્યું. એમના શબ્દેશબ્દમાંથી જીવંત ચિત્ર ઊભું થતું હતું. આ સાંભળતાં સુવ્રતને જાતિસ્મરણ થયું અને આ સ્મરણની પગદંડીએ ચાલતાં ચાલતાં એણે પોતાના પૂર્વજન્મનો સમગ્ર ભૂતકાળ નિહાળ્યો !” ગતજન્મમાં પોતે જ સૂચન્દ્ર હતો – પ્રતાપી અને પ્રાણવાન ! મહિનામાં આવતા માત્ર એકાદશીના એક જ ઉજ્વળ દિવસે એના જીવનને કેવું મંગળમય બનાવી દીધું ! સુવ્રતને જાણે હવે વધારે ઉપદેશની જરૂર ન હતી. રૂના ઢગલામાં અગ્નિનો એક તણખો પણ પૂરતો હોય છે ! ધર્મલાભના પાવન આશીર્વાદ આપી આચાર્ય વનભણી આગળ વધ્યા. સુવ્રત આચાર્યને વંદન કરી ઘેર આવ્યા. પણ એના દિલની દુનિયા આજ પલટાઈ ગઈ. એની સ્વપ્નઘેલી આંખોમાં જાણે કારુણ્યનું કાવ્ય રચાયું હતું ! માગશર સુદ એકાદશીનો દિવસ આવ્યો. સુવ્રત ઉપવાસ કર્યો, પૌષધ લીધો, મૌન આદર્યું, જ્ઞાનશાળામાં બેસી આત્મચિંતનમાં લાગી ગયા. - દિવસ પૂરો થયો. રાત્રિ જામતી ગઈ. રૂપેરી હળવી ચાંદનીમાં શાંતિ પ્રસરી. સર્વત્ર નીરવતા છવાઈ અને શ્રીસદ્ગત મૌનના મહાસંગીતમાં મસ્ત બન્યા. આવી શાંત રાત્રિ યોગીઓને જ પ્રિય હોય છે, એવું થોડું જ છે ? ચોરોને અને કામીઓને પણ આવી નીરવતા ગમતી હોય છે. સુવ્રત જ્યારે આત્માના ગાનમાં મસ્ત હતા ત્યારે એની જ હવેલીમાં પાંચ ચોર પટારા તોડી, સોનારૂપાના અલંકારો ચોરી, ગાંસડી બાંધી, ભાગી છૂટવામાં મસ્ત હતા. એ બહાર નીકળવા જતા હતા, ત્યાં એમની નજર ધ્યાનમગ્ન સુવ્રત પર પડી અને તે ત્યાં જ થંભી ગયા. ચાલવું છે પણ એ ચાલતા નથી. ભાગવું છે છતાં એ ભાગી શકતા નથી. શું એ સુવ્રતના પુણ્ય-તેજમાં અંજાઈ ગયા ? રાતના પ્રહરીઓએ એમને પકડ્યા, અને રાજ્યના સૈનિકોને આધીન કર્યા. બારસનું પ્રભાત ઊઘડ્યું. સુવ્રતે પૌષધ અને મૌનને પૂર્ણ કરી, સ્નાન કરી, પ્રભુની પૂજા આદરી, પૂજા કરી એ ઘેર આવ્યા ત્યારે એમને સમાચાર મળ્યા : એમને ત્યાં રાત્રે ચોરી કરવા આવેલા ચોરોને રાજાએ દેહાન્ત દંડની સજા ફરમાવી છે. ૨૨૨ - મધુસંચય Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવ્રતને વિચાર આવ્યો : હું પૌષધ કરું, મૌન પાળું, ઉપવાસ કરું અને એના પારણાના દિવસે, મારા જ ઘરમાં આવેલા માણસોને દેહાન્ત દંડ થવાનો છે, એ સાંભળું છતાં હું ઉપેક્ષાપૂર્વક બેસી રહ્યું, એ શું મારા ધર્મને છાજે છે ? મારા મૌનની પૂર્ણાહુતિ શું રક્તપાતથી થાય ? મારા વ્રતનું ઉઘાપન શું ફાંસીથી થાય ? ધર્મી માણસની સાધનાની કલગી અપરાધીને દંડ દેવામાં છે કે ક્ષમા આપવામાં ? અને અપરાધી કોણ ? વધારે સંગ્રહ કરનાર કે સંગ્રહ વિનાનો નિર્ધન ? એ ચોરવા કેમ આવ્યો ? મારે ત્યાં વધારે હતું તો ને ! એણે ચોરી કેમ કરી ? એની પાસે ન હતું તેથી ને ! તો જેની પાસે નથી, તે જેની પાસે વધારે હોય તેની પાસેથી લઈ જાય, અપરાધી ? અને જેની પાસે ઘણું છે, છતાં સંતોષના અભાવે જેની પાસે થોડું છે એને નિચોવી લે, એ શું શાહુકાર ? દુનિયા પણ કેવી છે ? નાના ચોરોને સજા કરે છે અને મોટા ચોરોને સલામ ભરે છે ! શ્રીસુવ્રતે પૂજાનાં કપડાં બદલ્યાં. રાજદ્વારે શોભે એવાં વસ્ત્રોનું પરિધાન કર્યું. રથારૂઢ થઈ રાજમહેલ પ્રતિ જતાં જતાં એણે મનમાં જ નિર્ણય કર્યો : ‘પણ દુનિયા ગમે તે કરે. મારે મારી રીતે જીવવું છે. આજ સુધીમાં મેં કેટલીય વાર મૈત્રી અને પ્રેમના મંગળ સૂત્રનું રટણ કર્યું છે, પણ એનો પ્રયોગ સંસારની આ પ્રયોગશાળામાં મેં કદી કર્યો નથી. આજ એનો પ્રત્યક્ષ પ્રયોગ કરવાની ઘડી આવી છે. શાહુકારને જોતાં તો પ્રેમ અને મૈત્રીએ મારામાં અનેક વાર દર્શન દીધાં છે, પણ આજ તો મારે ચોરનાં દર્શને પણ એ ભાવ જગાડવો છે. એમને જોતાં જો હૈયામાં ઊંડી મૈત્રી પ્રગટે, ક્ષમાનો પ્રકાશ પથરાય તો જાણું કે આજ સુધી મારાં મુખે ઉચ્ચારેલાં ધર્મસૂત્રો, એ મારા આત્માના જ બોલ હતા. એ વિચારી જ રહ્યા હતા ત્યાં રથ દરબાર આગળ જઈને ઊભો રહ્યો. શ્રીસુવ્રત સાથે સુંદર ભેટ લાવ્યા હતા : તે લઈ એ રાજા પાસે ગયા. ભેટ ધરી નમન કર્યું. રાજાએ પણ એમનું સન્માન કર્યું અને પૂછ્યું : કહો, સુવ્રતશેઠ ! આજ અત્યારે આટલા વહેલા કેમ આવવું થયું ?' સુવ્રતની આંખમાં કરુણા હતી. મુખ પર ભાવમાંથી પ્રગટેલી પ્રસન્નતા હતી અને શ્વેત વસ્ત્રોમાં શોભતો એમનો ઉજ્જ્વળ દેહ એમના જીવનમાં વણાયેલી ઉજ્જ્વળ ભાવનાની જાણે ઉદ્દઘોષણા કરતો હતો. ભવનું ભાતું : ૨૨૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ “રાજન ! આપના કારાગૃહમાં મારે ઘેર આવેલા અતિથિ પુરાયેલા છે. તેમની મુક્તિની યાચના માટે આપને દ્વારે આવ્યો છું.' અતિથિ ? એ અતિથિ વળી કોણ ? મંત્રી સામે રાજાએ પ્રશ્નાર્થ દષ્ટિ ફેંકી. બેડીઓમાં જકડાયેલા અને સળિયા પાછળ બેઠેલા ચોરો સામે આંગળી ચીંધતાં મંત્રીએ કટાક્ષ કર્યો : તમારે ત્યાંથી ચોરી કરતાં પકડાયેલા ચોરો સિવાય અમારા કારાગૃહમાં કોઈ છે નહિ, શું તમે આ અતિથિઓની શોધમાં નીકળ્યા છો ?” હા, આ ચોર એ જ મારા અતિથિ. તિથિ નક્કી કર્યા વિના આવે છે અતિથિ ! ગઈ કાલે એકાદશીનું પર્વ હતું. એમાં મારે મૌનપૂર્વક પૌષધ હતો. મૌન અને મૈત્રીના આ પર્વના દિવસે મેં જગતના જીવોને અભય વચન આપ્યું છે. મારા વતની કસોટી કરવા જ જાણે ન આવ્યા હોય. આ પાવન દિવસે મારે દ્વારે આવનાર મારા અતિથિ ગણાય; પછી તે ચોર હોય કે શાહુકાર.” સુવ્રત શેઠે વધુમાં કહ્યું : એ સિવાય મારા નિમિત્તે નાનામાં નાના જીવને વેદના થાય તોય મારો અભયધર્મ ઘવાય; આ તો મનુષ્ય છે. મનુષ્યોને મારા નિમિત્તે મોતની સજા થાય તો પછી મારો અભયધર્મ જીવે કેમ ? અને ધર્મ ન આવે તો પછી મારા જીવવાનો પણ અર્થ શો ? તો કૃપા કરી આ લોકોને મુક્તિની બક્ષિસ કરો.” રાજા અને મંત્રી શેઠની સભાવના અને પ્રેમધર્મથી મુગ્ધ બન્યા. કોઈ શ્રેષ્ઠ કવિએ પણ રાજા આગળ મૈત્રીની આવી ઉત્કૃષ્ટ ભાવનાનું વર્ણન કર્યું હોત તો એ ન માનત, પણ એણે નજરોનજર સુવ્રતના અણુએ અણુમાં નર્તન કરતો મૈત્રીભાવ જોયો અને એ અહોભાવથી નમી પડ્યા. ચોરોને મુક્ત કરતાં રાજાએ કહ્યું : સુવ્રતશેઠ ! આજ લાગે છે કે ધર્મ એ ચર્ચાનો વિષય નથી, પણ આચરણનો વિષય છે. લાખ યુક્તિઓથી પણ મૈત્રીનું આ મહાવ્રત મને કોઈ ન સમજાવી શકત, તે તમે આચરણના મૂક સંગીતથી મારા રોમરોમમાં રમતું કર્યું છે. મૌનના સંગીતમાં ગુંજતા તમારા આચારને હું નમન કરું છું.” ચોરોએ આ જોયું, સાંભળ્યું અને ગ્રીષ્મમાં બરફ ઓગળે તેમ એમનાં હૈયાં ઓગળવા લાગ્યાં. શેઠે રથમાં એમને સાથે બેસાડ્યા. ઘેર લાવી એમને સ્નાનાગારમાં મોકલ્યા અને સુંદર વસ્ત્રોનું પરિધાન કરાવી એમને પોતાની સાથે જ જમવા બેસાડ્યા. ૨૨૪ - મધુસંચય Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠિની આ કરુણાપૂર્ણ ઉદારતા એ ન સહી શક્યા. એમની ચૌરવૃત્તિ, એમની દુષ્ટતા, બધું જ શેઠના પ્રેમપ્રવાહમાં ધોવાઈ ગયાં હતાં. એ ઊભા થયા અને શેઠના પગમાં પડ્યા : ‘દેવ તમારો આ પ્રેમ, આ ઉદાર મૈત્રીભાવ અમારાથી નથી જીરવાતો. અમે જાણે દબાઈ રહ્યા છીએ. આ ભાવનાનો ભાર ઉપાડવા અમે અસમર્થ છીએ. આપ માનવ નહિ, પણ મહામાનવ છો, દેવ છો ! આપે દુષ્ટો સામે પ્રેમ ધર્યો. દુર્જનો સામે સજ્જનતા ધરી. અંધકાર સામે પ્રકાશ ધર્યો, અમે પ્રતિજ્ઞા કરીએ છીએ, માનવને નહિ છાજતું કાર્ય અને ગમે તેવા કપરા સંયોગોમાં પણ નહિ કરીએ.” શેઠે એમને ઊભા કર્યા અને સન્માન્યા. એમને પોતાને ત્યાં મુનીમ બનાવ્યા; ઉત્તરાર્ધમાં ધર્મનું જ્ઞાન અને સંસ્કાર આપી એમને જીવનના મંગળ પંથે દોર્યા. એક સાંજે સુવ્રતશેઠ ઝરૂખામાં બેઠા હતા. મીઠો પવન વહી રહ્યો હતો. સરિતાના પ્રવાહની જેમ સુંદર વિચારો એમના મનમાં પસાર થઈ રહ્યા હતા. ત્યાં સૂર્ય નમ્યો; સૂર્ય ક્ષિતિજના ગર્ભમાં ડૂળ્યો અને અંધકાર પ્રસરી ગયો. આ દશ્ય જોઈ એ વિચારવા લાગ્યા : “ખરે, જિંદગી પણ આવી જ છે. આ સૂર્ય ડૂબે તે પહેલાં જિંદગીના પ્રકાશમાં જે કરવાનું છે તે કરી લઉં ? નહિ તો અંધકાર ઘેરાયા પછી કંઈ જ નહિ થાય. વસ્તુ દેખાશે નહિ અને અથડામણ વધી જશે.' આ સુંદર વિચાર સરી જાય તે પહેલાં એમણે અમલમાં મૂક્યો, આચાર્યશ્રી જયશેખરસૂરિનું એમણે શરણ લીધું. સંયમની સાધના આદરી અને અરિહંતના ધ્યાનપૂર્વકના મૌનમાં મગ્ન બની, અનેક ઉપસર્ગો સહ્યા, અને મહાન નિર્વાણને પામ્યા. “કૃષ્ણદેવ ! સુવ્રતશેઠની આ કથા એટલે મૌન એકાદશીનું મહાપર્વ ! એ પુણ્યાત્માએ આ પર્વને જીવનમાં એવું તો થયું કે એનું જીવન જ પર્વનું એક મહાકાવ્ય બની ગયું.” શ્રીનેમ પ્રભુએ જીવનના તત્ત્વજ્ઞાનને શુષ્ક રીતે ન મૂકતાં એક મધુર કથામાં વણીને રજૂ કર્યું. બાળકથી તે વૃદ્ધ સુધી સૌ આ જ્ઞાનકથાથી પ્રસન્ન હતાં. પણ શ્રીકૃષ્ણના હૃદયમાં તો આજે કોઈ દિવ્ય સંગીત ગુંજી રહ્યું હતું. એમણે કહ્યું : પ્રભો ! આપની જ્ઞાનગંગામાં રૂમઝૂમ કરતું વહી રહેલું મૌનનું સંગીત મારા ઉરતંત્રને મત્ત બનાવે છે. સુવ્રતની સાધના અને આરાધના તો મારા ભવનું ભાતું ? ૨૨પ Page #243 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યમાં ક્યાંથી હોય ! છતાં હુંય એક દિવસની આરાધના તો જરૂર કરી શકું, આપ ધર્મના લાભપૂર્વક આશીર્વાદ આપો કે મારા આ પ્રવૃત્તિમય જીવનમાં મૌન એકાદશી નિવૃત્તિની ગાથા બની રહો. ધમાલની ઘોંઘાટમય જિંદગીમાં આ કલ્યાણકોનું ચિંતન એક મૂક કાવ્ય બની રહો ! યુદ્ધ અને રાજ્યના ઝંઝાવાતમાં આ દિવસ એક પરમ શાંતિ બની રહો !” શ્રીકૃષ્ણના આ ભાવોદ્ગાર પૂર્ણ થયા, અને શ્રી નેમિનાથની દૃષ્ટિમાંથી જીવનના સભાવોને અમર કરતી જાણે અમીધારા વર્ષવા લાગી. ચક્ષુના કટોરામાં આ અમીભાવ ભરી શ્રીકૃષ્ણ તેમની વિદાય લીધી અને શ્રીમે ગિરિનારનાં શિખરો ભણી પગલાં માંડ્યાં. યદુકુલના સૂર્ય અને ચન્દ્રનો આ ભાવપૂર્ણ વાર્તાલાપ માનવહૃદયમાં મૌનની અમર ગાથા રચી રહ્યો. ૨૨૬ * મધુસંચય Page #244 -------------------------------------------------------------------------- ________________ પ૭૧. સૌજન્યનું આંસુ 5 મનું નામ પૂનમચંદ, પણ અમે એમને મામા કહેતા. એમના બંને નામ સાર્થક હતાં. એમનું હસતું ગોળ ગૌરવણું મુખ, પૂનમના ચાંદની યાદ આપતું; અને મામાં પણ ખરા; કારણ કે આખાય ગામનો કે સ્ત્રીવર્ગ એમને ભાઉ કહી સંબોધતો અને એ પણ પ્રત્યેક નારીને ભગિની કહી સત્કારતા, પ્રત્યેક નારીનો પુત્ર એમનો ભાણો હતો. એ 8. ભાણો એમની પાસેથી મામાનો મીઠો પ્રેમ ° પામતો. અમારે સૌને સગા મામા તો હતા, છતાં અમને આ કહેણા મામા વધારે પ્રિય હતા, કારણ કે એમના દિલનું વાત્સલ્ય કોઈ ઓર હતું. એમના મધુર વાત્સલ્ય પાછળ એક વ્યથાભરી કથા હતી. એમનાં પત્ની બીમાર થઈ મૃત્યુશધ્યામાં છેલ્લા દિવસો પસાર કરી રહ્યાં હતાં, ત્યારે એ ગમગીન અને ખિન્ન હતા. oછે. એમની વેદનાભીની આંખોમાં જે અસહ્ય મૂક-વ્યથા હતી તે તેમની શાણી પત્નીના ભવનું ભાતું ૨૨૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન બહાર ન હતું. એક નમતી સાંજે એ પલંગ પાસે બેઠા હતા, ત્યારે ગજરાએ કહ્યું : ‘જીવવું ઘણુંય ગમે છે, પણ તે આપણા હાથમાં નથી. મૃત્યુ નથી ગમતું છતાં તે સન્મુખ આવીને ઊભું છે. આ સંયોગોમાં એક જ માર્ગ છે, જે નથી ગમતું તેના રહસ્યને સમજી, તેને ગમતું કરવાનું છે અને જે ગમે છે તેની ચંચળતા સમજી તેનો મોહ છોડવાનો છે. જીવનનો મોહ છોડી, મૃત્યુની મૈત્રી કરવાની આ પળ છે.' ગજરાએ થોડો શ્વાસ ખાઈ વાત આગળ ચલાવી. ‘હું જ્યારથી બીમાર થઈ છું ત્યારથી રાતદિવસ મૃત્યુના તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરું છું. એના વિષે મેં ઊંડાણથી શક્ય એટલા ઊંડાણથી ચિંતન કર્યું છે, અને મને સમજાયું છે કે જન્મ અને મૃત્યુના દૃશ્ય પાછળ નિસર્ગ પોતાનું શાશ્વત કાર્ય જ કરી રહ્યું છે. જૂની આકૃતિઓનો એ ધ્વંસ કરે છે, કારણ કે એને નવી આકૃતિઓ સર્જવી છે. જેમ સોની જૂના આભૂષણને ગાળી એ જ સુવર્ણમાંથી નવું અલંકાર સર્જે છે, તેમ જીવન પણ જીર્ણ દેહનું વિસર્જન કરી નવા આકાર લઈ રહ્યું છે. અને તેથી જ મારે મન આજ મૃત્યુ એ ભયનું કારણ રહ્યું નથી; માત્ર એક પરિવર્તન જ લાગે છે. પણ મને તો અત્યારે તમારી મુલાયમ અને આળી પ્રકૃતિનો વિચાર આવે છે. મારા મૃત્યુનો આ આકરો ઘા તમે કેમ સહી શકશો ? આ સૂના અને નિર્જન ઘરમાં સાથી વિના તમારું જીવનખંડેર કેવું શૂન્ય થઈ જશે ? આ શૂન્યતાને ભરવાનો મને એક માર્ગ દેખાય છે, અને તે તમે બીજી વાર લ...ગ્ન...' મામા ન રહી શક્યા. એમણે પોતાના હળવા હાથે એ શબ્દ એના મોંમાં જ દાબી દીધો. બે ક્ષણ સ્તબ્ધતા છવાઈ ગઈ. એકબીજાનાં હૈયામાં નિર્મળ પ્રેમની વિદ્યુત પ્રગટી : ગજરા, શું તેં મારા દિલની આ જ કિમ્મત કરી ? પંદર પંદર વર્ષ સાથે રહેવા છતાં તું મારા દિલને ન પિછાની શકી ? આજ સુધી મેં જે પ્રેમભાવથી દિલને ભર્યું, તેને ખાલી કરી એમાં બીજાને બેસાડું ? આ તો દિલ છે, દુકાન નથી, કે એક ખાલી કરે એટલે બીજાને ભાડે અપાય.’ - મામાએ ભાવભીના શબ્દોમાં કહ્યું ને આગળ બોલ્યા : ‘પણ જવા દે, એ વાતને. તું ક્યાં જવાની છે ? મને આશા છે કે મારો પ્રેમ તને આ શય્યામાંથી પુન: ઊભી કરશે.' ‘જવા દો તમારી આશાને ! પૂર્ણ થયેલા આયુષ્યને પ્રેમ કે શ્રદ્ધા કોઈ જ રોકી શકતાં નથી. એ તો વિશ્વનો શાશ્વત ક્રમ છે. મૃત્યુ એ કલ્પના નથી, ૨૮ * મધુસંચય Page #246 -------------------------------------------------------------------------- ________________ પણ પુનઃનિર્માણની એક વાસ્તવિક હકીકત છે. અને અત્યારે કલ્પના કે ભાવોમાં વિહરવાનો સમય નથી. સમય થોડો છે... તો હું પૂછું : તમે શું કરશો ? તમારી શૂન્યતાને શાથી ભરશો ? મારી વિદાય પછી તમારે કંઈક પ્રવૃત્તિ તો કરવી જ પડશે. પ્રવૃત્તિ વિનાની નિવૃત્તિ માણસને કાં તરંગી બનાવે છે, કાં ભટકતો...” ગજરાએ શક્તિ ન હોવા છતાં ઘણું કહી દીધું, અને ખાંસી આવતાં એ અટકી પડી. ગજરા ! તારા હૈયાના પાતાળકૂવામાં કેટલું તત્ત્વજ્ઞાન ભર્યું છે ! તારી આ પ્રજ્ઞાના બળે જ, તરંગી અને આળા દિલનો આ માનવી આજે કંઈક વાસ્તવિક અને સહનશીલ બન્યો છે. ભૂતકાળના પ્રસંગો સાંભળતાં મામાના મુખમાંથી કરુણાભીના પ્રશંસાના શબ્દો સરી પડ્યા. “પ્રશંસા પછી. માણસ મરી જાય પછી આખો જન્મારો એ જ કરવાનું છે ને ! પણ હું પૂછું છું કે, મારા ગયા પછી તમે શું કરશો ?” “શું કરીશ, એમ ?” વિચારતંદ્રામાંથી જાગતાં મામાએ કહ્યું : “ગામના બાળકોને ભણાવીશ. આ શૂન્ય અને નિર્જન ઘરને નિર્દોષ બાળકોથી ભરીશ. અને તેં મને આપેલ ભાવ અને ભક્તિ એ બાળકોમાં રેડી એ ભાવો દ્વારા તને સંસ્કારરૂપે જીવંત બનાવીશ..” મામા ! ગજરાબેનને કેમ છે ?” પાડોશી આવતાં વાર્તાલાપ અટક્યો. પછી તો ખબર કાઢવા આવનારની સંખ્યા વધતી ગઈ. આ પ્રસંગ પછી ગજરાબહેનની તબિયત વધારે બગડી અને ત્રીજે દિવસે એણે શાન્તિથી દેહ છોડ્યો. પુષ્પ ખીલ્યું, સુવાસ આપી અને ખરી પડ્યું. પૂનમચંદનું વય અત્યારે પાંત્રીસનું હતું. એમનો દેહ સશક્ત હતો, ખાધેપીધે સુખી હતા. ગામના નાકા ઉપર જ એમનું બે માળનું વિશાળ ઘર હતું. એટલે ઘણાની નજરમાં એ રમતા હતા. લગ્નની વાત એમની પાસે આવી પણ એમણે સ્પષ્ટ ના પાડી. પછી તો એમની મક્કમતાની જાણ થતાં લોકોએ વાત કરવાની જ હિંમત ન કરી. એક વર્ષ વીતી ગયું. સંસાર એમને માટે રણ જેવો શુષ્ક હતો. એમાં માત્ર ગુજરાની સ્મૃતિ જ એક વીરડી જેવી મધુર હતી. એ સ્મૃતિને જીવંત રાખવા જ ગામના બાળકોને એ ભણાવતા. ભણાવવા કરતાં એ વાત્સલ્યના પૂરને વધારે વહાવતા. અને ભવનું ભાતું ૨૨૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યના વહેતા નિર્મળ વચ્છ ઝરણમાં એ ગજરાના પ્રતિબિંબને નિહાળી સંતોષ માનતા પાંચ વર્ષથી ચાલતા આ જ્ઞાનયજ્ઞનો લાભ ગામના કયા બાળકે નથી લીધો ? ગામમાં મામાનું મકાન સંસ્કારકેન્દ્ર મનાતું. મામા સદા હસતા, રમતા અને પ્રસન્ન દેખાતા. પણ એ હાસ્યના પડદા પાછળ પોઢેલા ભગ્નહૃદયમાં કેવું વ્યથાભર્યું સ્મરણ પડ્યું છે, તેની કલ્પના તો ભાગ્યે જ કોઈનેય આવતી. એમનું ઘર મોટું અને ઊંડું હતું. આગળના ભાગમાં છેક છેલ્લે એક ઓરડો હતો. જે રસોડા તરીકે વપરાતો. બપોરે એક ટંક એ રસોઈ બનાવતા, અને સાંજે તો માત્ર અડધો શેર દૂધથી ચલાવી લેતા. કોઈક વાર ઘરમાં પિરસણાની મીઠાઈ આવતી તો એ સ્વીકારી લેતા, પણ ખાતા નહિ. મીઠાઈની કિનાર પર એમને ગજરાના માધુર્યની જીવંત છબી દેખાતી; એમની આંખો ભીની થતી, અને મીઠાઈ બાળકોને વહેંચી એ પ્રસન્નતા અનુભવતા. રવિવારનો દિવસ હતો. આ જ દિવસે ગજરાએ વિદાય લીધી હતી. એમને મૌન હતું. મેડા પર એ બેઠા હતા. વાતાવરણ શાંત હતું. એ વિચારમાં ડૂબ્યા હતા; બે-ત્રણ કલાક સ્મરણમાધુરીમાં વીતી ગયા. ઘરનાં દ્વાર ખુલ્લાં હતાં. પડોશમાં રહેતા છગનભાઈની યુવાન દીકરી ચંપા પિરસણું આપવા એમના ઘરમાં પેઠી. ઘર ઊંડું હતું એટલે અંદર ગઈ. મામાએ ઘડિયાળ સામે જોયું તો બાર વાગ્યા હતા. એમને થયું, મોડું થયું છે. એ નીચે આવ્યા. ચંપા ઘરમાં ગઈ છે તેની એમને ખબર ન હતી. રોજના ક્રમ પ્રમાણે રસોડામાં જતાં પહેલાં રસ્તા ઉપરનું બારણું એ બંધ કરતા, તેમ આજ પણ કર્યું. ચંપાએ આ જોયું. એ ગભરાઈ ગઈ. એણે અંદરથી રાડ નાંખી. રાડ સાંભળી મામા મૂંઝાઈ ગયા. અંદર વળી કોણ છે ? એમણે તુરત બારણું ખોલ્યું. એમને મૌન હતું. એ કંઈ જ બોલ્યા નહિ. ચંપા બીની ને બહાર દોડી. મામા વિચારી રહ્યા : આ શું બન્યું ? પણ કહેવાનો કે સાંભળવાનો વખત જ ક્યાં હતો ? બંને નિર્દોષ હતાં. બારણું બંધ કરવા પાછળ માત્ર અકસ્માત જ હતો. બૂમ સાંભળી માણસ ભેગાં થયાં. કોઈ પાપભર્યું હસ્યું. કોઈએ અધમ કટાક્ષ કર્યો. કોઈકના મુખમાંથી નિસાસો નીકળ્યો. કોઈકની આંખ કરુણાથી આર્દ્ર થઈ. પણ સૌને એટલું તો લાગ્યું કે મામાનું મન ડોલ્યું ! પણ એમાં અમારી શેરીને નાકે રહેતો એક યુવાન જરા ટીખળી અને ૨૩૦ * મધુસંચય Page #248 -------------------------------------------------------------------------- ________________ વાયડો હતો. કોઈ પણ વાતને વાયુવેગે વહેતી મૂકવી અને પાણીની જેમ પ્રસરાવવી એ એનો વ્યવસાય હતો. રજમાંથી ગજ અને કાગમાંથી વાઘ કેમ કરવો તે એને જ આવડે. ગામમાં કંઈક ધડાકો થાય એવું બને તો જ એને દિવસ ઊગ્યો લાગે. એને તો આ બનાવથી ઘી-કેળાં થયા. એ તો ઊપડ્યો સીધી બજારે. ‘જોયું ને ? ભગતીમાંથી કેવું ભાણું ઊભું થયું ? મામા ભોળા અને ભગત લાગતા હતા. પણ અંતે એ કેવા પાપી નીકળ્યા ! બાપડી ભોળી ચંપાને અંદર ને અંદર લઈ ગયા અને ફોસલાવીને ઘરમાં ઘાલી બારણું બંધ કરી, એના પર તૂટી પડ્યા. બાપડીને હેરાન હેરાન કરી મૂકી. પાપી સા...લો ! આવા ધંધા ક૨વા હતા તો પરણ્યો શા માટે નહિ ? ગામમાં ભલા થઈને ફરવું છે, સદાચારી થઈને રહેવું છે અને આમ પારકી દીકરીઓ ૫૨ જુલમ કરવા છે !' વાત કરતો એ જુવાન અટક્યો. પરનિંદા પૂરી કરી, એના ઉત્તરાર્ધમાં સ્વપ્રશંસા શરૂ કરી. ‘આ તો સારું થયું કે અમે હતા. દરવાજાને લાતો મારી ખોલાવી નાંખ્યો, નહિ તો શુંનુ શું થઈ જાત !' એ તો વાતો કરતાં થાકે નહિ. મરચું મીઠું ભભરાવાય તેથીય વધારે નાંખ્યું. જોતજોતામાં આખા ગામમાં આ ગપસપે એવી તો હવા જમાવી કે મામાના ચારિત્ર્યની એક વખત મુક્તકંઠે પ્રશંસા કરનારા પણ આ પૂરમાં તણાયા. વાતાવરણ ઘટ્ટ હતું. થોડાક શાણા માણસોનાં મોં ચૂપ હતાં, પણ શંકા તો સર્વત્ર હતી. ગઈ કાલે માનભરી દૃષ્ટિથી નિહાળતો વર્ગ આજે ઘૃણા અને હીનદૃષ્ટિથી જોઈ રહ્યો હતો. તિરસ્કાર અને ધિક્કારના અંધકારે ટોળાને ઘેર્યું હતું, અને તેથી જ ચૌટામાં મળેલા માણસો આ એક જ વાત અનેક રૂપમાં ઉચ્ચારી રહ્યા હતા. મામાના હૈયામાં અત્યારે તુમુલ યુદ્ધ હતું. મૂળે એ નાજુક દિલનો માનવી હતો, એમાં એમના પત્નીના વિયોગે એ વધારે આળો થયો હતો. પણ આ પ્રસંગે તો એના હૈયાને લોહી નીંગળતું કર્યું. આ ઘા, આ લોકાપવાદ, આ હીનતાભરી દૃષ્ટિ, આ અધમ ગપસપ, એ ન સહી શક્યો. આ નિર્દોષ આત્માના રોમરોમમાંથી યાતનાના અંગારા પ્રગટી રહ્યા. અત્યારે એ એકલો હતો. એના આત્મામાં ભભૂકેલી આ આગને હોલવનાર એની પાસે કોઈ જ સ્વજન ન હતું. બે-ત્રણ મિત્રો હતા, પણ તેય લોકાપવાદના ભીરુ હતા; જરાક શાંતિ પ્રસર્યા પછી આવવાની ઇચ્છા કરતા હતા. ભવનું ભાતું ૨૩૧ www.jaihelibrary.org Page #249 -------------------------------------------------------------------------- ________________ મામાની માનસિક યાતના અસહ્ય હતી. પોતાનું સત્ય સામાને સમજાવવા જેવું અત્યારે વાતાવરણ જ ન હતું. અને વાતાવરણ શાંત થયા પછી પોતાની વાતને બીજા આગળ રજૂ કરે એટલી ધીરજ એમની પાસે ન હતી. એ થાક્યા હતા, લથડીને એ ઢળી પડ્યા હતા. શુન્ય ઘરના શૂન્ય વાતાવરણથી એમની પ્રજ્ઞા પણ શૂન્ય થઈ ગઈ હતી. લથડતા હાથે એમણે કાગળ અને પેન હાથમાં લીધાં. પ્રિય મિત્રો, આ વંટોળિયા વચ્ચે મારી જ્યોત વધારે કાળ ટકી શકે એવી તાકાત આ દીપકમાં રહી નથી. “આ પ્રસંગમાં હું નિર્દોષ છું એટલું જ મારા આત્મદેવની સાક્ષીએ કહું છું. મને ખબર ન હતી કે ચંપા ઘરમાં પિરસણું આપવા આવી છે. નિત્યના ક્રમ પ્રમાણે મેં દ્વાર બંધ કર્યું. બારણું બંધ થતું જોઈ એણે બૂમ પાડી. એ ઘરમાં છે એની જાણ થતાં મેં તુરત જ બારણું ઉઘાડ્યું. મારે મૌન હતું. હું કંઈ જ ન બોલ્યો. બેન નિર્દોષ છે. હું અજ્ઞાત છું. પણ વાત વિપરીત રીતે રજૂ થઈ છે. મને કોઈ આવીને પૂછતું પણ નથી કે આ વાતમાં સત્ય શું છે ! અને કલંકકથા વધારે વિસ્તરતી જાય છે. મારાથી સહન થતું નથી. સહનશીલ બનાવનાર મારા આત્માની પાંખ આજે મારી પાસે છે નહિ. એટલે અધમચર્ચાની મલિનતાને ધોવા માટે ગજરાની મૃત્યુતિથિના મૌનવારે હું મારું બલિદાન આપું મૂળ, ભાણી એશે કે મારા આ બલિદાનથી એકાદ આત્માને પણ વાણીનો મહિમા સમજાશે તોય પૂરતું છે. વિદાય વેળાએ સૌજન્ય આંસુ સિવાય શું આપી શકે ? સૌનું કલ્યાણ હો. લિ. શાપિત પૂનમચંદની વિદાય' પત્ર લખી એણે કવરમાં મૂક્યો અને કવર પોતાના ઇષ્ટદેવના ચરણોમાં મૂકી, અશ્રુભીની આંખે નમન કરી, રાખેલ વિષેનો છલોછલ પ્યાલો એ ગટગટાવી ગયા. અવિચારી વાણીના પરિણામે આ સદાચારી અને સહૃદયી આત્માના બલિદાનથી આખુંય ગામ કમકમી ઊઠ્યું. આત્મહત્યા ! એક ભદ્ર અને આળા દિલના માનવીની આત્મહત્યા ! સર્વત્ર શોક ને દિલગીરીની છાયા ફરી વળી. સૌને પોતાની ભૂલ માટે ૨૩૨ - મધુસંચય Page #250 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાત્તાપ થવા લાગ્યો. પણ હવે તો ઘણું મોડું થઈ ગયું હતું. હવે શું ? પણ પેલા ટીખળી મકનાની સ્થિતિ જુદી હતી. એણે જ આ વાત વધારી હતી. વાતને રંગ આપી વિપરીત રીતે મૂકી હતી. નિર્દોષ આત્માને પાપી ઠરાવી, આત્મહત્યાને પંથે દોર્યો હતો. આ મૃત્યુથી એનું હાસ્ય ઊડી ગયું, રાત-દિવસ એને પૂનમચંદના જ વિચાર આવવા લાગ્યા. ધીમે ધીમે જાણે એને પૂનમચંદનું પ્રેત દેખાવા લાગ્યું. એ જાણે કહેતું હતું : ‘કહે, સાચું કહે, તેં મને ખરાબ કામ કરતાં જોયો હતો ? કહે, મેં તારું શું બગાડ્યું હતું ? તેં મને કેમ બદનામ કર્યો ? તેં જ મારા જીવની ઘોર ખોદી, તો જોઈ લે હવે મને દુ:ખી કરીને તું કેમ સુખી થાય છે તે ? હા...હા...હા...' રાતદિવસ વિચારોની આ ભૂતાવળ એની આસપાસ ફરતી. એ ઊંઘવા પ્રયત્ન કરતો, પણ ઊંઘ ઊડી જતી. આખી રાત ચારે બાજુથી ભણકારા વાગતા. પોતાની ભૂલનો ડંશ એને ડંખવા લાગ્યો. એ વલોવાઈ ગયો. એ આમથી તેમ સ્થાન બદલતો પણ આ વિચારોના ઓળા એની પાછળ પડ્યા હતા. એક સાંજે એનું મગજ આ ત્રાસથી ફટકી ગયું. અમારા ગામના તળાવની પાળે આ અર્ધનગ્ન પાગલ ફરે છે અને રાડો નાખે છે. ‘એય, મને માફ કરો. હું તમારું નામ પણ નહિ લઉં. મને છોડો. હું થાક્યો છું. મને ઊંઘવા દો...' ભવનું ભાતું * ૨૩૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ પ૭૨. દિલની વાત ! 5 ણના શુષ્ક પ્રદેશમાં થઈ માર્ગે જઈ રહ્યો હતો, માર્ગ ઉપર એક વૃદ્ધા અને તેની અઢાર વર્ષની પુત્રી પસાર થઈ રહ્યાં માર્ગ શૂન્ય હતો. તાપ વધી રહ્યો હતો. વૃદ્ધા કસાયેલી હતી પણ પણ યુવતી થાકી ગઈ હતી. એની દેહલતા કરમાઈને જાણે હમણાં ઢળી પડશે એમ લાગતું હતું. એનાં અંગ ઉપર રહેલાં મૂલ્યવાન આભૂષણો પણ અત્યારે તો જાણે ભારરૂપ જૂર હતાં. ત્યાં એક ઊંટવાળો મોજથી જઈ રહ્યો હતો. ઊંટને ગળે ઘંટડી રણકી રહી હતી. પગે ઝીણી ઘૂઘરમાળ હતી અને મસ્તીથી ડોલતો એ જઈ રહ્યો હતો. વૃદ્ધાને પોતાની પુત્રી પર દયા આવી. એણે કહ્યું, “અરે ભાઈ ! જરા ઊભો તો રહે ? ! મારી આ પુત્રી થાકી ગઈ છે. તાપ વધ્યો છે. ગામ જરા દૂર છે. તમે * સામે ગામ જાઓ છો, તો દયા કરી મારી ૨૩૪ * મધુસંચય Page #252 -------------------------------------------------------------------------- ________________ પુત્રીને ઊંટ પર ન બેસાડો ?' સવાર મસ્તીમાં હતો. એણે ટૂંકું પતાવ્યું : ડોશી, ઊંટ કંઈ ભાડું ખાવા નથી રાખ્યો, આ તો મનની મોજ માટે છે.” એ આગળ વધ્યો. થોડે દૂર ગયો ત્યાં એના મનનું પાપ જાગ્યું. અરે, કેવી મૂર્ખાઈ કરી ! આવી સુંદર યૌવનવંતી યુવતી અને વળી સુંદર અલંકારોથી લદાયેલી ! આહ ! આવી તક જિંદગીમાં ફરી ક્યાં મળવાની હતી ? હજુ શું બગડ્યું છે ! ઊંટ અહીં જ ઊભું રાખ્યું. એ પાછળ આવે છે, હમણાં આવશે. એનું દિલ લંપટ થયું. એના મુખના નિર્દોષ ભાવ બદલાયા. વિશ્વાસઘાતનો પડછાયો એના મુખ પર છવાયો. આત્મજ્યોતની રક્ષા કરતી મનની ચીમની પર વાસનાની મેશ જામી અને ભાવનાની દુનિયામાં અંધકાર છવાઈ ગયો. ચાલતાં ચાલતાં વૃદ્ધાને વિચાર આવ્યો : હાય રે, હુંય કેવી પાગલ ! એક અજાણ્યા પરદેશીને મારી યુવાન દીકરી સોંપવા તૈયાર થઈ ગઈ. એ લઈને નાસી છૂટ્યો હોત તો હું એને ક્યાં પકડવા જાત ? ઓ ભગવાન ! તેં જ મને બચાવી. મારી લાજ તેં જ રાખી. ઊંટવાળાએ એની વિચારમાળા તોડી : “માજી, તમે કહ્યું ત્યારે મેં ના પાડી, પણ આગળ જતાં વિચાર આવ્યો કે માણસનું કામ માણસ નહિ કરે તો કોણ કરશે ? લાવો, તમારી પુત્રીને ઊંટ પર બેસાડી દઈએ. આટલા ભારથી ઊંટ થોડું જ મરી જવાનું છે ?' વૃદ્ધાએ કહ્યું : “ભાઈ, એ ઘડી વીતી ગઈ. તારા દિલમાં પ્રભુનો વાસ હતો ત્યારે મારા મનમાં પણ તારા માટે શ્રદ્ધા હતી. હવે તારા મનમાં શેતાન આવ્યો તો મારા દિલમાં શંકા જાગી. “એ તું કેમ ભૂલી જાય છે કે દિલમાં પ્રકાશ છે, ત્યાં સુધી જ સામાના મનમાં પ્રેમ છે. દિલમાં અંધકાર પ્રગટે તે જ ક્ષણે સામાના દિલમાં વહેમની ભૂતાવળ જાગે છે. એટલે હવે તું તારે રસ્તે પડ ! જે તને કહી ગયો તે જ મનેય કહી ગયો.” ભવનું ભાતું * ૨૩૫ WWW.jainelibrary.org Page #253 -------------------------------------------------------------------------- ________________ પ૭૩. ભવનું ભાતું - સાના ભડકાથી સળગતી ધરતી ઉપર, વિલાસ મગ્ન વસુંધરા પર, પાપથી ખદબદતી દુનિયા પર, ચૈત્ર સુદ જૈ તેરસના પુનિત દિવસે એક અજોડ બાળકે અવતાર લીધો. આંખમાં અમૃત, મુખ પર મધુર સ્મિત, હૈયામાં કરુણા અને આત્મામાં અખંડ વિશ્વવાત્સલ્ય ભરીને અવતરેલી આ વિરલ વિભૂતિને જોઈ દુનિયા દંગ બની ગઈ. આ વિભૂતિના આગમનથી દુખિયારી દુનિયા પર સુખની ગુલાબી હવાનો સંચાર થયો. માતા ત્રિશલારાણી અને પિતા સિદ્ધાર્થ રાજા તો આ બાળકનાં દર્શનથી આનંદમગ્ન હતાં જ, પણ ક્ષત્રિયકુંડ ગામ પણ જાણે નર્તન કરી રહ્યું હતું. મગધની ધરતી એક દિવ્ય પ્રકાશ પામી હતી. વસન્તની કામણગારી કોકિલા જાણે આમ્રવૃક્ષની શાખા પર આનંદ ને ઉલ્લાસના ઝૂલે ઝૂલતી, મંજુલ ધ્વનિથી ૧ ટહુકા કરવા લાગી. કુંજની ઘટાઓમાંથી ર૩૬ મધુસંચય Page #254 -------------------------------------------------------------------------- ________________ મનોહર પક્ષીઓ મનોજ્ઞ ગીત ગાવા લાગ્યાં. શુભ્ર વસ્ત્રધારિણી સરિતા, પૂર્ણ સ્વાસ્થ્યથી ઝડપભેર મધુર હાસ્ય કરતી, સાગર ભણી સરવા લાગી. વિશાળ આકાશમાં પરિભ્રમણ કરતા પ્રભાતના સૂર્યનો કોમળ પ્રકાશપુંજ, ધરા પર વર્ષવા લાગ્યો, અને અવિરત નરકની યાતના ભોગવતાં પીડિત હૈયાં પણ ક્ષણભર શાન્ત અને સુખના મુક્ત વાતાવરણમાં વિહરવા લાગ્યાં. વાતાવરણ કાંઈક અલૌકિક હતું ! આ વિરલ વિભૂતિ યૌવનમાં પ્રવેશતાં સ્વયં દેવેન્દ્રો એમનાં દર્શનાર્થે આવ્યા. મહાન ભૂપાલો અંજલિપૂર્વક એમની સામે શિર ઝુકાવીને નમન કરવા લાગ્યા; અનેક માનવો એમની સેવામાં હાજર થયા, અને વિશ્વનો વૈભવ એમના ચરણોમાં ખડકવા લાગ્યા. એ દિવસોમાં એમના યૌવનનો રંગ જામ્યો. સંસારનો રંગ ખીલ્યો. યશોદા જેવી જેમને શીલસંપન્ન પ્રિયા મળી, અને પ્રિયદર્શના જેવું સંસ્કારી સંતાન પણ જન્મ્યું, પણ આ બધું એ વિરલ વિભૂતિને મન પુણ્યરૂપી રોગનો લય કરવા માટે ઔષધરૂપ જ હતું. આમ કરતાં ત્રીસ વર્ષનાં વાણાં તો પાણીના પ્રવાહની પેઠે વહી ગયાં. માનવીને સુખના દિવસો કેટલા સોહામણા લાગે છે ! દુનિયાના સદ્ભાગ્યના એક મનોહર પ્રભાતે આ વિરલ વિભૂતિએ વૈભવથી ઊભરાતાં રાજમંદિરોનો અને વહાલસોયાં સ્નેહીઓનો ત્યાગ કરીને, મહાભિનિષ્ક્રમણ કર્યું; કારણ કે દુનિયા એમને દુઃખથી છલકાતી દેખાઈ. દુનિયા જ્યારે દુઃખથી રિબાતી હોય ત્યારે આ કોમળ હૈયું સુખમાં કેમ વિલસી શકે ? આ વિરલ વિભૂતિના વસમાં વિયોગની વેધક વાંસળી વાગી અને ક્ષત્રિયકુંડ ગામના ઉપવનમાં એક અજોડ કરુણ દૃશ્ય જામ્યું. આ દશ્ય આ જીવનસમર્પક વિરલ વિભૂતિની વસમી વિદાયનું હતું. આ દૃશ્ય અનાથ હૈયાંઓની કોમળ લાગણીઓથી છલકાતું હતું. આ દશ્ય વચ્ચે હૃદયવિદારક ઘેરાં ડૂસકાં અને સાચાં આંસુ પણ હતાં. હા ! આકરી વિદાય કોમળતાપૂર્વક ભજવાતી હતી. આ વિદાયના દૃશ્યમાંથી વાત્સલ્ય અને કરુણાની ધાર ટપકતી હતી અને આ વસમી વિદાયની વાંસળીમાંથી હૈયાને હચમચાવી મૂકે એવા કરુણ અને વેધક સૂરો વારંવાર આવી નાજુક હૈયાંઓને વ્યથિત કરતા હતા. પોતાના લઘુ બંધવનું આ મહાભિનિષ્ક્રમણ મોટા ભાઈ નંદિવર્ધનના વાત્સલ્યપૂર્ણ હૈયાને વલોવી નાખતું હતું. જીવનમાં ક્ષણ માત્ર પણ છૂટો નહિ પડનાર પોતાનો લઘુ બંધવ આજે સદાને માટે ગૃહત્યાગ કરે છે. ખરેખર, માનવની પ્રિય વસ્તુ જાય છે ત્યારે એના જીવનનું સર્વસ્વ જ લેતી જાય છે ! ભવનું ભાતું : ૨૩૭ Page #255 -------------------------------------------------------------------------- ________________ ત્રીસ વર્ષ સુધી સૌરભવાળાં તરુવરોની શીતળ છાયામાં વિહરનાર માનવી, અખંડ અગ્નિ ઝરતા તડકામાં તપે, પુષ્પોની નાજુક શય્યામાં પોઢનાર માનવી, કંટક પર કદમ ભરે, લાખ્ખોની સલામો ઝીલનાર માનવી, ટૂંક અનાર્યોનાં અપમાન સહે; આ કાર્ય કેટલું કપરું છે, એ તો અનુભવીનું હૈયું જ વેદી શકે – અને તે આવી વિરલ વિભૂતિનું હૈયું જ ! * એમણે સાધના આદરી, તો સામે એમની કસોટી થવા લાગી. એક દિવસ સ્વયં ઇંદ્ર મહારાજાએ મુક્ત કંઠે પ્રશંસા કરી : ‘આજે ભારતવર્ષમાં એક વિરલ વિભૂતિ છે કે જે મરણથી ગભરાતી નથી અને જીવનથી હર્ષ પામતી નથી. જેને સુખનાં મનોજ્ઞ સાધનો ખુશ કરી શકતાં નથી અને દુઃખનાં ભયંકર સાધનો મૂંઝવી શકતાં નથી. એ મહાવિભૂતિની દિવ્ય તપશ્ચર્યા આજે વિશ્વમાં અજોડ છે !' આ પ્રશંસામાં કોઈ સામાન્ય માનવીના ત્યાગ, તપ અને ધૈર્યની કેવળ અતિશયોક્તિ જ કરવામાં આવી છે, એમ ત્યાં સભામાં બેઠેલા ઈર્ષાળુ સંગમે માની લીધું, અને સાથે સાથે નિશ્ચય કરીને ઊઠ્યો કે, એ પામર માનવીને ત્યાગ, તપ અને ધૈર્યમાંથી ચલિત કરીને, ઇન્દ્રની પ્રશંસાને અસત્ય બનાવું. આ નિશ્ચય કરતાં જ સંગમ દેવ મટી દાનવ બન્યો, અને એ વિરલ વિભૂતિ પાસે આવ્યો. આ વિભૂતિને ધ્યાનમાંથી અલિત કરવા સિંહનું રૂપ ધારણ કરી માનવહૈયાંઓને વિદારી નાખે એવી સિંહગર્જનાઓ કરી જોઈ ! પ્રલયકાળના મેઘનું રૂપ ધારણ કરી વીજળીઓના કડાકાભડાકા કરી બ્રહ્માંડના કાન ફોડી નાખે એવા અવાજોના અખતરાઓ પણ કરી જોયા. અને છેલ્લે સર્વ શક્તિઓ કેન્દ્રિત કરી ભયંકર રાક્ષસનું રૂપ ધારણ કરી, એ વિરલ વિભૂતિ પર ત્રાટકવાનો પ્રયોગ પણ કરી જોયો; પણ એ બધું નિષ્ફળ નીવડ્યું ! આવા પ્રલયના ઝંઝાવાત અને ચક્રવાત વચ્ચે પણ જેમનો ધૈર્યદીપક અચલ રીતે ઝળહળતો જોઈ, સંગમ સ્તબ્ધ થઈ ગયો. એના અભિમાનના ચૂરેચૂરા થઈ ગયા. અભિમાન ગળતાં જ પોતે આચરેલા પાપનો પશ્ચાત્તાપ થવા લાગ્યો. એ વિરલ વિભૂતિ પ્રત્યે આચરેલા અયોગ્ય વર્તનથી એના હૈયામાં પશ્ચાત્તાપનો ભડકો ભભૂકી ઊઠ્યો, અને પોતાની જાતને ધિક્કારતો એ વિભૂતિના ચરણોમાં પડી, અંજલિપૂર્વક દીન સ્વરે ક્ષમા માગવા લાગ્યો. ‘પ્રભો ! આપ શૂરવીર છો, ધીર છો, ગંભીર છો. આપનું આત્મિક બળ ૨૩૮ * મધુસંચય Page #256 -------------------------------------------------------------------------- ________________ અનુપમ છે, આપનાં ત્યાગ, તપ અને વૈર્ય અજોડ છે ! આપની જોડ આ વિશ્વમાં લાધે તેમ નથી. આપની પ્રશંસા ઇન્દ્ર કરી, પણ હું અધમ એ ન માની શક્યો. અને આપની પરીક્ષા કરવા આવ્યો; પણ આજે મને એ પૂર્ણ સત્ય સમજાયું કે, મારા જેવા અધમો પોતાના મનની કલુષિતતાથી જ આપના જેવા મહામાનવના ગુણો સમજી શકતા નથી, અને ઈર્ષા અને અભિમાનથી પોતાની જાતને જ મહાન મનાવવાનો પ્રયત્ન કરતા પરિભ્રમણ કરે છે. આપ જગતના પિતા છો, વિશ્વબંધુ છો, અધમોદ્ધારક છો, અને તારક છો. હે કરુણાસાગર ! મારા અપરાધની ક્ષમા કરો. હું નીચ છું – અધમ છું – પાપી છું. મારો ઉદ્ધાર આપના જ હાથમાં છે. નાથ ! માટે મને તારો !” આવા અઘોર અને ભયંકર અપરાધ કરનારા સંગમ પર પણ વિશ્વબંધુ આ વિરલ વિભૂતિએ તો પોતાની અમૃત ઝરતી આંખોમાંથી કરુણાની વર્ષા જ આરંભી ! એમની વૈરાગ્ય-ઝરતી આંખોમાંથી વાત્સલ્યનું ઝરણું ઝરવા લાગ્યું. એ પુનિત ઝરણામાં સ્નાન કરી, ભારે હૈયે સંગમ પોતાના સ્થાન ભણી સંચર્યો ! સંગમે કરેલાં અનેક દુઃખો વેઠ્યા પછી ફરી એમણે આર્ય અને અનાર્ય – વજભૂમિ ભણી વિહાર આદર્યો. સાડાબાર વર્ષ સુધી મૌનપણે ઘોર તપશ્ચર્યા કરી. આ દિવસોમાં તેમના પર અનેક વિષમ વિપત્તિનાં વાદળાં એક પછી એક તૂટવા લાગ્યાં. છતાં એમણે ધૈર્ય, સહિષ્ણુતા અને શાંતિપૂર્વક એમને પ્રસન્ન મુખે આવકાર આપ્યો. - આમ અનેક યાતનાઓના દાવાનળમાં આ તેજસ્વી વિરલ વિભૂતિનાં કર્મો બળીને રાખ થયાં, અને એમનો આત્મા અનંત સૂર્યના પ્રકાશથી પ્રકાશી ઊઠ્યો. કેવળજ્ઞાન વ્યાપી રહ્યું અને અંધકારનો નિતાંત નાશ થયો. પૂર્ણ આત્માના પૂર્ણ પ્રકાશથી દિશાઓ વિલસી રહી. આ રળિયામણા સમયે એમના મુખકમળ પર અખંડ આનંદ, વિશ્વ વાત્સલ્ય ને શાંત ગાંભીર્યનો ત્રિવેણી સંગમ જામ્યો ! સાડાબાર વર્ષ સુધી સેવેલા મૌનનું દિવ્ય તેજ આ વિરલ વિભૂતિના શરીરના રોમાંચો દ્વારા ફુવારાની જેમ વસુંધરા પર પ્રકાશ પાથરી રહ્યું. વર્ષોને અત્તે એમનો મેઘ-ગંભીર મંજુલ-ધ્વનિ સાંભળીને શું દેવો કે શું દાનવો, શું માનવો કે શું અજ્ઞ પ્રાણીઓ; બધા એમની નિકટમાં આવવા લાગ્યા. એમનો ઉપદેશ સાંભળવા એ બધા અધીરા બન્યા. શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ જેવા સમર્થ અગિયાર જ્ઞાનીઓની શંકાનું, સમાધાન કર્યું, એમનો ગર્વ ગળ્યો. એ શિષ્ય થયા અને પ્રભુની જ્ઞાનધારાનું પાન કરવા લાગ્યા. આ વિરલ વિભૂતિએ જ્ઞાનની મેઘધારાનો પ્રારંભ કર્યો: મહાનુભાવો ! જાગે ! વિલાસની મીઠી નિદ્રામાં કેમ પોઢ્યા છો ? તમારું આત્મિક-ધન લૂંટાઈ ભવનું ભાતું કે ૨૩૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ રહ્યું છે. ક્રોધ, માન, માયા અને લોભ - આ ચાર મહાન ધૂર્તે છે. એ તમને મોહની મદિરાનું પાન કરાવી, તમારા જ હાથે જ તમારી અમૂલ્ય સંપત્તિઓનો નાશ કરાવી રહ્યા છે, માટે ચેતો ! જાગ્રત બનો ! અને એ ધર્મોથી સાવધ બનો.” આ સચોટ ઉપદેશ સાંભળી ભક્તો હાથ જોડી કહેવા લાગ્યા : નાથ ! આપ શક્તિમાન છો, આપ આ ધૂર્તોનો સામનો કરી શકો છો, પણ અમે નિર્બળ છીએ. ધૂર્તો સબળ છો, અમારાથી એમનો સામનો કેમ થઈ શકે ? અમારા માટે આ કાર્ય કઠિન છે. ઘણું જ અઘરું છે. આપ તો સમર્થ છો. આપની સરખામણી અમારાથી કેમ થાય ? લોકોની દીનતાભરી વાણી સાંભળી, આ દીનતાને ટાળવા પ્રભુએ વીર ઘોષણા કરી : “મહાનુભાવો ! આવી દયાજનક વાચા ન ઉચ્ચારો. શત્રુઓ પાસે આવી નિર્બળ વાતો કરશો તો એ તમારો નાશ કરશે. હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છે કે તમારો આત્મા બળવાન છે, વીર્યવાન છે, અનન્ત શક્તિઓનો ભંડાર છે. તમારો અને મારો આત્મા શક્તિની દષ્ટિએ સમાન છે, માત્ર ફરક એટલો જ છે કે તમારા પર કર્મનો કચરો છે, અને મારા આત્મા પરથી એ કચરો દૂર થયો છે. તમે પણ પ્રયત્ન કરી એ મલિનતાને દૂર કરો અને પૂર્ણ-પ્રકાશી બનો. કાયરતા છોડી મર્દ બનો. ખડકની પેઠે અડગ રહો. ક્રોધ વગેરે શત્રુઓની સામે બળવો પોકારો. હું તમને સમરાંગણમાં વિજય મેળવવાની ભૂહ-રચના બતાવું.” આ મંજુલ વાણી સાંભળી લોકો પ્રસન્ન બન્યા. જીવનવિકાશની નૂતન દૃષ્ટિ જાણવા બધા ઉત્સુક બન્યા. કદી ન ભુલાય તેવો મનોહર સ્વર ત્યાં ગુંજી રહ્યો. હે દેવોને પણ પ્રિય જનો ! આ જીવન કેવું ક્ષણભંગુર છે, તેનો જરા વિચાર કરો. યૌવન પુષ્પોની જેમ કરમાઈ જનારું અસ્થાયી છે. સંપત્તિ વીજળીના ચમકારાની પેઠે ક્ષણિક છે, વૈભવ સંધ્યાના રંગની જેમ અસ્થિર છે. સંયોગો મંદિરની ધ્વજાની પેઠે ચંચળ છે. આયુષ્ય પાણીના પરપોટાની જેમ અશાશ્વત છે. સંસારમાં માત્ર ધર્મ જ એક એવો છે કે જે સ્થાયી છે, અંધ છે, શાશ્વત છે. આ ઉત્તમ ધર્મ પાળવા માટે ધર્માન્ધતાને છોડવી જ પડશે. ધર્માન્યતાને છોડ્યા વિના સત્ય ધર્મ મળવો મુશ્કેલ તો શું, પણ અશક્ય છે !” “ધર્માન્વેતાએ સત્ય ધર્મને ગુંગળાવી નાખ્યો છે, માનવોને અંધ બનાવ્યા છે. આ અબ્ધતામાંથી કલહ અને કંકાસનું સર્જન થયું છે. આ ધર્માધતાથી મહાયુદ્ધો થયાં છે. માનવી, માનવીનો શત્રુ થયો છે. આ જ અંધતાને લીધે જ્ઞાન પણ અજ્ઞાનમાં ફેરવાઈ ગયું છે. હિંસા પણ અહિંસાને નામે પ્રગટી છે પાપ પણ પુણ્યના નામે જીવતું થયું છે. અધર્મ ધર્મને બહાને પ્રગટ થયો છે; માટે સત્ય ધર્મ મેળવવાનો અમોઘ ઉપાય બતાવું છું, તે પ્રમાદ તજી સાંભળો.” ૨૪o * મધુસંચય Page #258 -------------------------------------------------------------------------- ________________ જીવન-વિકાસનો અમૂલ્ય ઉપાય અનેકાન્તવાદ છે. અનેકાન્તવાદની કસોટી પર ધર્મની પરીક્ષા સુંદર રીતે થઈ શકે છે. માટે જીવનમાં અનેકાન્તવાદ કેળવવો. એના વડે વિશ્વાત્મક્ય કેળવો. એકબીજાનો સમન્વય સાધો. “અનેકાન્ત એ પૂર્ણ દૃષ્ટિ છે, એના વડે વિશ્વમાં રહેલાં સત્યતત્ત્વોનું ગવેષણ કરો. અનેકાન્તવાદ એ સાચો ન્યાયાધીશ છે ! એ જ વિશ્વને નિષ્પક્ષપાદ સાચો અને પૂર્ણ ન્યાય આપશે. એ અસત્યના કાળા પડદાને ચીરી નાખશે અને સત્યનાં દર્શન કરાવશે. આ અનેકાન્તવાદને સ્યાદ્વાદ કહો કે સાપેક્ષવાદ કહો, બધું એક જ છે. આ અનેકાન્તવાદની દૃષ્ટિ જ્યાં સુધી જીવનમાં નહિ આવે ત્યાં સુધી માનવીનો વિકાસ થંભેલો જ છે એવો મારો સ્વાનુભવ છે ! અનેકાન્તવાદનો આ ભવ્ય સિદ્ધાંત સાંભળી લોકોનાં હૈયાં આનન્દથી વિકસી ઊઠ્યાં. આ નૂતન દૃષ્ટિ પ્રત્યેકને આદરણીય લાગી. તેથી જ લોકોના મુખમાંથી આ શબ્દો સરી પડ્યા. કેવી વિશાળ ભાવના ! કેવી વિશાળ દૃષ્ટિ ! દેવ ! આપ ધન્ય છો. આપે જે પૂર્ણ પ્રકાશ મેળવ્યો છે તે અદૂભુત છે ! આપ આપની વાણીનું અમૃતઝરણું આ સંતપ્ત સંસાર પર અવિરત વહેતું રાખો, એવી અમારી નમ્ર વિનંતી છે, દેવ !' આ વિભૂતિનો રૂપેરી ઘંટડીના જેવો મધુર ધ્વનિ પુનઃ ગુંજી રહ્યો ‘ભાગ્યશાળીઓ ! હું જે કહી ગયો તે જીવનદૃષ્ટિની વાત કરી ગયો – વિચારવાની વાત કહી ગયો. હવે આચારની વાત કહું છું. વિચારમાં જેમ અનેકાન્તવાદને સ્થાન છે, તેમ આચારમાં અહિંસાને સ્થાન છે. “અહિંસા એ સુંદર સરિતા છે, અનેક તૃષિત હૈયાં એના જળથી તરસ છિપાવે છે, અહિંસા એ સેતુ છે, કે જે બે વિખૂટાં વૈષી હૈયાંઓને જોડે છે. અહિંસા એ ગુલાબનું ફૂલ છે, જે પોતાની માદક સૌરભથી જગતને પ્રફુલ્લિત કરે છે. અહિંસા એ વસન્તની કોયલ છે, જે પોતાના મધુર સંગીતથી હિંસાના ત્રાસથી ત્રસિત દિલડાંઓને પ્રમુદિત કરે છે.' “અહિંસા એ જ વિશ્વશાંતિનો અમોઘ ઉપાય છે. અહિંસા વિના વિશ્વમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપવાનો બીજો એકેય ઉપાય નથી જ, ‘હિંસાના પાપે જ એક માનવી બીજા માનવીને જળોની જેમ ચૂસી રહ્યો છે. હિંસાની ભાવનાએ જ એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને કચડી રહ્યું છે. હિંસક માનસે જ વિશ્વમાં અત્યાચારની હોળી સળગાવી છે. હિંસાનાં સામ્રાજ્યોએ માનવીને પીડિત, વ્યથિત અને દલિત બનાવ્યો છે. હિંસક ધર્મો નિર્દોષ પશુઓના ભોગ લઈ રહ્યા છે, માટે આચારમાં અહિંસા કેળવો. ધર્મના નામે હોમાતાં પશુઓનું રક્ષણ કરો. - - ભવનું ભાતું ૨૪૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ “જાતિવાદના નામે ધિક્કારાતા દલિત વર્ગનો કરુણાપૂર્ણ ભાવનાથી ઉદ્ધાર કરો, અહિંસા એ અમૃત છે. એનું તમે પાન કરો ! તમે અમર બનશો ! બીજાઓને એનું પાન કરાવો તો દુખિયારી દુનિયા પર સુખની ગુલાબી હવાનો સંચાર થશે.” આ પ્રેરણાદાયક ઉદ્યોષણાથી માનવીમાં જોમ આવ્યું. ચૈતન્યના ધબકારા થવા લાગ્યા. વિજળીની જેમ માનવીના જીવનમાં અનેકાન્તવાદ અને અહિંસાનો પ્રવાહ વહેવા લાગ્યો. દુરાગ્રહની ગાંઠો ગળવા લાગી. વૈમનસ્ય તો બળીને ખાખ થયું. નિર્બળો સબળ બન્યા. બીકણો બહાદુર બન્યા. મુડદાલો પણ મર્દ બન્યા. વાણીનો વિરલ પ્રભાવ ! આમ સાક્ષાત્કારની સિદ્ધિ દ્વારા જીવનમાં કોઈ અલૌકિક સર્જનલીલા સર્જાતી ગઈ. ત્યાંથી આ વિરલ વિભૂતિએ વિહાર કર્યો. ગામડે ગામડે ફરી વળ્યા. ગામેગામ માનવમહેરામણ ઊભરાતા ! એમનાં દર્શન અને ઉપદેશથી માનવો અને ભારત-ભૂમિ પાવન થયાં. પૂરા ત્રણ દાયકા સુધી અખંડ ઉપદેશનું ઝરણું વહાવી ભારતમાં શાન્તિનું સામ્રાજ્ય સ્થાપ્યું. અહિંસાના જળનું સિંચન કર્યું, સત્યનાં વૃક્ષો રોપ્યાં, અસ્તેયના ક્યારા બનાવ્યા, સંયમના છોડવાઓ પર સંતોષનાં અનેકવર્ણા પુષ્પો વિકસી ઊઠ્યાં. - આ ખંડેર ભારતને મોહક-નંદનવનમાં ફેરવી નાખવાનું ભગીરથ કાર્ય, આ વિરલ વિભૂતિએ પોતાના જ વિદ્યમાન કાળમાં, અખંડ સાધના દ્વારા કરી બતાવ્યું - એ ભારતનું અહોભાગ્ય ! પણ દુર્ભાગ્યની એવી એક રજની આવી કે જેમાં આ લક્ષપ્રકાશી, ઓજસ્વી દીપક, પાવાપુરી નગરીમાં માજમ રાતે, જ્ઞાનનો પ્રકાશ પાથરી, બુઝાઈ ગયો – નિર્વાણ પામ્યો. જ્ઞાનનો સ્વાભાવિક-દીપક બુઝાતા વિશ્વમાં અજ્ઞાન અંધકાર વ્યાપવા લાગ્યો. એ અંધકારને દૂર કરવા કૃત્રિમ દીપક પ્રગટાવવા પડ્યા અને લોકો એને કહેવા લાગ્યા : દિવાળી – “દી-૫-આ-વ-લિ.” ઓ વિરલ વિભૂતિ પ્રભુ મહાવીર ! તારું મધુર નામ આજે પણ માનવહૈયાંની અમર વીણાના તારે ઝણઝણી રહ્યું છે ! ૨૪૨ મધુસંચય Page #260 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪. આત્મવિલોપન જે વેગપૂર્વક દોડી રહ્યું છે. એની સમસ્ત શક્તિ આજે એના પગમાં આવીને વસી છે. એવી લાંબી લાંબી એ ફાળ ભરે છે, કે જાણે એ દોડતું નથી, પણ ગગનમાં ઊડી રહ્યું છે. આ મૃગયુગલની પાછળ એક પાણીદાર અશ્વ દોડી રહ્યો છે. આ અશ્વ પર એક પ્રતાપી યુવાન છે. શિલ્પીએ આરસમાંથી કોતરી કાઢેલ પ્રતિમા જેવો એનો ઘાટીલો દેહ છે. ચન્દ્ર જેવું સુકુમાર એનું મુખ છે. સુંદર વળાંકવાળી કાળી ભમ્મર નીચે બે મધુર આંખ છે. બુદ્ધિની તીવ્રતા સૂચવતું અણિયાળું નાક છે અને ગુચ્છાદાર સુંવાળા વાળનાં ઝુલ્ફાં હવામાં ઊડી રહ્યાં છે. યુવાને આ મૃગયુગલનો શિકાર સંકલ્પ કર્યો છે અને ક૨વાનો જાણૅ દઢ તેથી જ પોતાના અશ્વને એ વિદ્યુતવેગે દોડાવી રહ્યાં છે. કોઈક વાર તો એમ લાગે કે અશ્વ ભવનું ભાતું * ૨૪૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ આ આંબ્યો, આ આંબ્યો, ત્યાં તો મૃગ છલાંગ મારી દૂર દૂર નીકળી ગયું હોય. આપણને લાગે કે હવે તો અંતર વધી ગયું. ત્યાં તો ફરી અશ્વ એની નિકટમાં હોય આમ સંતાકૂકડી રમતાં એ મહાઅટવીને વટાવી સરહદને પેલે પાર નીકળી ગયાં. - ધીમે ધીમે તાપ વધતો ગયો. યુવાન પરસેવાથી રેબઝેબ થયો. તપતો સૂર્ય અત્યારે એને પોતાના કાળ જેવો લાગ્યો. તરસથી એનું ગળું સુકાઈ રહ્યું હતું. એને તમ્મર આવવા લાગ્યાં. એણે થાકીને ઘોડો ઊભો રાખ્યો : આહ ! મૃગ તો આજ સુધીમાં ઘણાંય જોયાં પણ આ યુગલ તો અજબ નીકળ્યું ! એમની પ્રણયગાથા લંબાવા સર્જાઈ હોય તો મારા હાથથી એમનો શિકાર કેમ થાય ?' પોતાના મનને મનાવવા એ આટલું મનમાં જ બોલ્યો, અને એણે ચારે તરફ નજર નાખી. વનની હરિયાળી ભૂમિ હસી રહી હતી. એ ભૂમિની પૂર્વ દિશામાં સુંદર તળાવ હતું. એના મનમાં કાવ્ય સ્ફૂર્યું : ધરતીએ લીલા રંગની ઓઢણી ઓઢી છે. આ સરોવર એનું ગૌરવર્ણ મુખ છે. અને એની કિનાર પર જલક્રીડા કરતી. આ હંસની શ્રેણી એની ઉજ્જ્વળ દંતપંક્તિ છે. એ સરોવર પાસે આવ્યો અને એનો અર્ધો શ્રમ ઊતરી ગયો. એણે સ્નાન કર્યું, જળપાન કર્યું અને કિનારા પર છાયા બિછાવતા વૃક્ષની સોડમાં આરામ લીધો. નિસર્ગની મત્ત હવામાં બે પ્રહર વીતી ગયા. ઘાસની સુંવાળી ચાદર પર હજુ એ આળોટી રહ્યો હતો, ત્યાં થોડેક દૂરથી આવતા મધુર સૂરોએ એનામાં સળવળાટ પેદા કર્યો. એ જરા સાવધાન થઈ સાંભળવા લાગ્યો. વીણાના તાર પર રેલાઈ રહેલા ભાવગીતમાંથી જીવનનું સમસ્ત માધુર્ય આળસ મરડીને ઊભું થઈ રહ્યું હતું. થોડીવાર તો એમ ને એમ પડી રહી એણે એ સૌન્દર્યભીના મધુર સૂરોનું પાન કર્યું, પણ વધારે વાર એનું ચિત્ત ન થંભી શક્યું. એ ઊભો થયો. હાથપગ ધોયા અને સ્વસ્થ થઈ અશ્વ પર આરૂઢ થયો. જે સ્થાનમાંથી આ સ્વરમાધુરી રેલાતી હતી ત્યાં એ આવી પહોંચ્યો. ગંગાના કિનારા પર એક વિશાળ ઉપવનમાં શાંત આશ્રમ આવ્યો હતો. આશ્રમના જમણા દ્વારે એક નાનકડું છતાં કલામય મંદિર હતું. આ મંદિરના આરસમટ્યા પ્રાંગણમાં બે બાળાઓ બેઠી હતી. પહેલી બાળાના દેહ પર ઝીણું શ્વેત વસ્ત્ર લહેરાઈ રહ્યું હતું. એની આંખો પ્રતિમામાં સ્થિર હતી. એના ખોળામાં વીણા હતી. એ વીણાના તાર પર એની ૨૪૪ : મધુસંચય Page #262 -------------------------------------------------------------------------- ________________ નાજુક આંગળીઓ રમી રહી હતી અને હૃદયને ઓગાળી તું ભાવગીત એના કંઠમાંથી નીતરતું હતું. એ બાળાની પડખે બીજી એક બાળા બેઠી હતી. એની આંખો ચપળ હતી. એણે આસમાની ઓઢણી ઓઢી હતી. કાળજીપૂર્વક પેલી રાજેશ્વરી જેવી દેખાતી બાળાના સાજને સાથ આપવા ઝીણી ઝીણી ઘુઘરીવાળી ખંજરીથી એ તાલ પૂરી રહી હતી. સરિતાનો કિનારો, અરણ્યની મુક્ત પ્રકૃતિ, શાન્ત આશ્રમ, ગીતમાધુર્ય અને સૌન્દર્યઝરતી સુંદરીઓ – આ બધાંને લીધે વાતાવરણમાં રસસાગરના તરંગો લહેરાઈ રહ્યા. ઘોડેસવાર ન આગળ વધ્યો કે ન પાછળ હઠ્યો. મૂર્તિની જેમ એ ત્યાં જ સ્તબ્ધ થઈ ગયો. વાતાવરણમાં એક એવી માદકતા હતી કે ચેતના માત્રને ત્યાં આત્મવિસ્મૃતિ સહજ હતી. એણે જીવનમાં ઘણાય પ્રસંગો જોયા હતા. પ્રકૃતિનું નર્તન, સુંદરીનું સંગીત, ભાવોના ઉન્માદ – ઘણું ઘણું માર્યું હતું પણ આ તો કોઈ અદ્દભુત હતું, સ્વર્ગીય હતું, જે માણી શકાય પણ વર્ણવી ન શકાય. સંધ્યા નમી. આરતી ઊતરી અને બાળા પ્રભુને એક વિધિ સહિત ભાવપૂર્ણ નમન કરી મંદિરનાં સોપાન ઊતરવા લાગી. એના દેહ પર તો સાદું શ્વેત વસ્ત્ર જ હતું, પણ એના મુખનું તેજ ન જીરવાય તેવું અલૌકિક હતું. નાજુક છતાં સ્વસ્થ, જરાક ઊંચી છતાં લાવણ્યમયી એની કાયામાંથી ઊછળતું માદક યૌવન જાણે અત્યારે સમાધિ લગાવીને બેઠું હતું. એ પગથિયાં ઊતરી ત્યાં દાસીએ આવી એની આગળ પાદુકા ધરી. એ પાદુકા પહેરવા જતી હતી ત્યાં એની દૃષ્ટિ આ યુવાન પર પડી. આ દૃષ્ટિપાતથી યુવાનનું સમસ્ત ચેતનાતંત્ર પ્રકાશના પુણ્યભાવથી ઝણઝણી ઊઠ્યું. એનું હૃદય ધબકવા લાગ્યું. વીજળીના ગોળામાં કેટલો સાદો અને કાળો લોખંડનો તાર છે, પણ કશાકના સંપર્શે એ કેવો ઝળહળી ઊઠે છે ! યુવાને આર્ય સંસ્કાર પ્રમાણે નમન કર્યું. પ્રત્યુત્તરમાં બાળાએ પણ નમ્રતાથી નમન કરી અતિથિસત્કાર કર્યો. નમન કરવાની બાળાની આ રીતમાં જાણે વિનયની ઉત્કૃષ્ટ મર્યાદા હતી. દાસી યુવાનને અતિથિભવનમાં લઈ ગઈ અને આ બાળા પોતાના ખંડમાં વસ્ત્ર બદલવા ચાલી ગઈ. આ નિર્જન વાતાવરણમાં આ બાળાના અસ્તિત્વનો વિચાર કરતો યુવાન ભવનું ભાતું ૨૪૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ અતિથિભવનમાં ફરી રહ્યો. ત્યાં પોતાની સખી મનોરમા સાથે બાળા આવી પહોંચી. અતિથિગૃહમાં પ્રવેશતાં જ એણે કહ્યું: ‘ક્ષમા કરશો. આપના આતિથ્યમાં જરા વિલંબ થયો છે, કારણ કે હું પૂજાનાં વસ્ત્રોમાં હતી. દેવપૂજાનો વિધિ પૂર્ણ થયા પહેલાં હું બીજા કાર્યમાં રસ લેતી નથી.' આભારનો ભાર એ ન ઝીલી શક્યો. એણે વચ્ચે જ કહ્યું. ‘તો તો ક્ષમા મારે જ માગવાની હોય. તમે પૂજાના વસ્ત્રમાં હતાં ત્યાં મેં આવી તમારા કાર્યમાં અંતરાય કર્યો, ક્ષમા માંગ્યા પછી એણે પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી : મને આશ્ચર્ય તો એ થાય છે કે આવા એકાન્ત અરણ્યમાં આ આશ્રમ કેમ ? અને આ આશ્રમમાં વળી તમારા જેવા રસનિર્ઝરતા આત્માનો નિવાસ કેમ ? હું પૂછી શકું કે પ્રભાતના પુષ્પ જેવા આ દેહનાં માતાપિતાનું નામ શું ?' યુવાનની પ્રશ્ન પૂછવાની રીત પણ મધુર હતી ટૂંકી છતાં મર્મભરી. આ રીતથી બાળાના મુખ પર સ્મિત ર્યું. આકાશમાં વીજળી ચમકે અને અદૃશ્ય થાય તેમ તેની શુભ્ર દાંતની પંક્તિ દેખાઈ અને અદૃશ્ય થઈ. મનોરમા ચપળ અને બોલકી હતી. એણે સંમતિ માટે પોતાની સ્વામિની સામે દૃષ્ટિ નાખી. બાળાએ આંખથી જ સંમતિ આપી, એટલે મનોરમાએ ચાલુ કર્યું. ‘વિદ્યાધરોના સ્વામી જન્તુ રાજાનું નામ તો આપે સાંભળ્યું જ હશે. એ પ્રતાપી નરરત્ન જન્તુરાજનાં આ પુત્રી છે. એમનું નામ ગંગા છે. મારાં સખી અને સ્વામિની છે. એમની પાસે જેમ અલૌકિક લાવણ્ય છે, તેવું જ વિદ્યાધન છે. જીવનની પ્રત્યેક કલામાં એમણે સાધના કરી સંસિદ્ધિ મેળવી છે. એમની વિશિષ્ટતા એ છે કે જેમ લોખંડના ટુકડાને પારસમણિનો સ્પર્શ થાય તો તે સુવર્ણમાં ફેરવાઈ જાય છે, તેમ એમના હાથનો સંસ્પર્શ કોઈ સામાન્ય વસ્તુને થાય છે અને તે કલાકૃતિમાં ફેરવાઈ જાય છે.' ‘કારણ કે એમનું જીવન જ એક સંપૂર્ણ કલા છે.’ ગંગા સામે પ્રેમ અને માનભરી દૃષ્ટિ નાખતાં યુવાને વાતની પૂર્તિ કરી. સ્મિતથી જ એનો ઉત્તર વાળી મનોરમાએ આગળ ચલાવ્યું, ‘આ કલાવતી પુત્રી પાસે જન્તુરાજે એક દિવસ લગ્નની વાત મૂકી, દેશ દેશના રાજકુમારોનાં આવેલાં માગાં એમની આગળ રજૂ કર્યાં અને આ અંગે ગંગાનો મુક્ત અભિપ્રાય પૂછ્યો. - મુક્ત વિચારોમાં ઊછરેલી આવી તેજસ્વી પુત્રીને જે તે રાજકુમા૨ને તો અપાય જ નહિ. આદર્શ જેના પ્રાણ છે એવી આ સમર્થ પુત્રી આગળ સામાન્ય ૨૪૬ * મધુસંચય Page #264 -------------------------------------------------------------------------- ________________ કુમારોનાં તો નામ પણ કેમ ઉચ્ચારાય ? એટલે શાણી પુત્રી આગળ પિતાએ હકીકતોનું જ વર્ણન કર્યું. - ગંગા પ્રેમાળ અને શરમાળ હતી. મર્યાદા એના શ્વાસોશ્વાસ હતા. પણ આ પ્રસંગ તો પોતાના જીવનના અસ્તિત્વનો હતો. આવી વાતમાં ખોટી શરમ રાખી લજ્જાનો આડંબર કરવો એ આત્મવંચના ગણાય. એણે નમ્રતાપૂર્વક વિનયભરી વાણીમાં કહ્યું : “પિતાજી ! આપ જ એક વાર કહેતા હતા કે, લગ્ન એટલે બે આત્માઓના વિચારોનું જોડાણ. આ જોડાણ ત્યારે જ થાય કે એકબીજાના વિચારોની ભૂમિકા સમાન હોય; એકબીજાનાં મંતવ્યોને સ્વીકારવા બંનેના આત્મા ઉત્સુક હોય અને સાથીના દૃષ્ટિબિન્દુને સહૃદયતાપૂર્વક જાણવાની ઉલ્લાસમય પ્રણયભાવના હોય તો જ લગ્ન સાર્થક થાય ! પણ રાજકુલમાં અને રાજકુમારોમાં જે સ્વછંદ અને જીવન પ્રત્યે ઉપેક્ષાભરી દૃષ્ટિ દેખાય છે, તે જોતાં મારું મન લગ્નના નામથી પણ કંટાળો અનુભવે છે.” પણ બેટા, બધા કુમારો કંઈ એવા નથી હોતા.' દીકરીના વાણીના ધોધને રોકવા જવુરાજે કુમારોનો બચાવ કર્યો. આ બચાવથી તો ગંગાદેવીનો આત્મા બમણા જોરથી પ્રકાશી ઊઠ્યો. હા, પિતાજી, કોઈક કુમાર એવો પણ હોય જે જીવનને શ્રદ્ધા અને પ્રજ્ઞાભરી દૃષ્ટિથી નિહાળતો હોય, પણ તે ક્યાં? આપણી સામે આ જે કુમારો છે. તે તો એમ જ સમજે છે કે લગ્ન કર્યા એટલે એક રમકડું ઊંચકી લાવ્યા. એ રમકડાને અલંકારોથી શણગારો, વસ્ત્રોથી વિભૂષિત કરો, શૃંગારથી સજ્જ કરો અને તેની સાથે ફાવે ત્યારે અને ફાવે તે રીતે મોજ કરો. વિલાસ ઉડાવો અને એનો જીવનરસ ચૂસો. એ રમકડું જૂનું થાય તો એને રાજમહેલમાં પડ્યું રહેવા દો, અને બીજું નવું ઊંચકી લાવો. “પિતાજી ! આમ તો જુઓ, આ રાજાઓનાં અંત:પુર એટલે નારીનાં સંગ્રહાલય ! મારે આવા સ્વચ્છંદી રાજાઓના સંગ્રહાલયના સભ્ય બનવાની જરાય ઇચ્છા નથી. તો નિર્ણય કર્યો છે કે જે મારા વિચારોને સત્કારે, મારું કહ્યું સાંભળે, એક પત્નીવ્રતની પવિત્ર ભાવનાથી બંધાય એવો કોઈ સ્વતંત્ર છતાં સંયમી સાથી મળે તો જ લગ્ન કરવાં, નહિ તો આજીવન કૌમાર્યવ્રત પાળવું.' પોતાની પુત્રીની પ્રજ્ઞાપૂર્ણ વિચારસ્વાતંત્ર્યની આ ઉજ્જવળ ભાવનાથી જહુરાજાને આનંદ તો થયો, પણ સાથે સાથે ચિન્તાની એક ઝીણી રેખા એના મુખ પર આવીને દોડી ગઈ : આવો પુરુષ મળે ક્યાંથી ? પણ એ હિમ્મત ન હાર્યા. એ આશાવાદી હતા. એમણે ચારે તરફ દૂત મોકલ્યા અને રાજકુમારોને તેડાવ્યા. ભવનું ભાતું ૨૪૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ દેશ દેશથી પ્રતાપી અને પ્રાણવાન કુમારો આવ્યા. એમને સૌને રૂપસૌન્દર્યના ભારથી લચી પડતી ગંગા ગમી, પણ એની આ આકરી શરત કોઈનેય ન ગમી. કુમારો માનતા કે સ્ત્રી એ તો સુંદર વસ્ત્ર. સારું લાગે ત્યાં સુધી જરૂર ધારણ કરવું પણ જૂનું થાય તો તો બદલવું જ જોઈએ ને ? એક જ વસ્ત્રને આખી જિંદગી પહેરી રાખવું, એવી શરત તે વળી સ્વીકારાતી હશે ? સૌને નકારતાં ગંગાએ કહ્યું : ‘પ્રેમવિહોણા આવા વિષયી વેંતિયા માણસોને ચરણે મારા આ જીવનને ધરવા કરતાં નિસર્ગને જ અર્ણરૂપે ધરી, આ જીવનયાત્રાને શાન્તિ અને સાધનામાં શા માટે ન વીતાવું ? ‘હે પિતાજી ! શારંગવનમાં એક આશ્રમ અને મંદિર બંધાવી આપો, કે જ્યાં સુધી એવો તેજસ્વી પુરુષ ન મળે ત્યાં સુધી હું મારા આ જીવનને ત્યાં આત્માની મસ્તીમાં વીતાવું.' પુત્રીનાં ધૈર્યપૂર્ણ વચનથી પ્રસન્ન થઈ જન્તુરાજે ગંગાના કિનારા ઉપરના આ ઉપવનમાં આ આશ્રમ તૈયાર કરાવ્યો. શ્રેષ્ઠ શિલ્પીઓને તેડાવી આદિનાથનું મંદિર બંધાવ્યું. દરેક પ્રકારની સગવડતા અને રક્ષકો મૂકી આ આશ્રમ ગંગાદેવીને સોંપ્યો છે. તે દિવસથી અમે અહીં રહીએ છીએ. મારાં સખી ગંગા રાજકુમારી હોવા છતાં અહીં તપસ્વિની જેવું જીવન જીવે છે. પ્રભાતે પ્રાર્થના પછી પર્યટન, સ્નાન અને પૂજા. મધ્યાહ્ન ભોજન પછી વાંચન, સંધ્યાટાણે પ્રભુભક્તિનાં રસનિઝરતાં ગીત અને આરતી, રાત્રે જ્ઞાનગોષ્ટિપૂર્વક શયન આ રીતે ધ્યાન અને જ્ઞાનમાં અમારા દિવસો નિર્મળ સરિતાને કિનારે સરિતાના પ્રવાહની જેમ વહી રહ્યા હતા. ત્યાં એક અઠવાડિયા પૂર્વે જન્તુરાજ અહીં આવ્યા અને એક આનંદભર્યા શુભ સમાચાર આપી ગયા. આ શુક્લ પંચમીના દિવસે એક રાજકુમાર મૃગયા કરવા આ વનમા આવશે. એ હસ્તિનાપુરનો સ્વામી હશે, શાન્તનુરાજ એનું નામ હશે, એ ગંગાદેવીની પ્રતિજ્ઞા પૂર્ણ કરશે અને એનો જીવનસાથી થશે. એક ત્રિકાળ જ્ઞાનીનો આ બોલ છે, આ ભવિષ્યવાણી કહેવા હું પોતે જ આવ્યો છું.' સ્વરૂપ અને સુંદરતાથી ઊભરાતા આ યુવાન પ્રત્યે માનભરી દૃષ્ટિ નાખતાં છેલ્લે મનોરમાએ કહ્યું : ‘એ ભવિષ્યવાણીના આધારે અને આપના રૂપગુણના પ્રભાવે અમે માની લઈએ છીએ કે અમારા સામે બેઠેલા અમારા પ્રિય અતિથિ તે મહારાજા શાન્તનુ પોતે જ છે...' - ૨૪૮ * મધુસંચય Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રશંસાભરી લજ્જાની લાલી શાન્તનુના મુખ પર ધસી આવી. વીરોના વીર શાન્તનુના મુખ પર આ ક્ષણે એક નિર્દોષ શરમાળ કન્યાના ભાવ હતા. આ મધુર સ્વપ્નના લાભથી એના હૈયાના આનંદે દૂર દૂર સુધી પાંખો પ્રસરાવી હતી. લજ્જાને સંકેલી લેતાં એણે કહ્યું : ‘આવું સુંદર ભાગ્ય જો મારું હોય તો એ શાન્તનું હું પોતે જ છું. આ તેજસ્વિની અને સામર્થ્યવતી જીવનસંગિની માટે એક વચન તો શું પણ હું મારા આ સમસ્ત જીવનને આપવા ઉત્સુક છું. પથ્થરની પરોક્ષ દેવીને પ્રસન્ન કરવા ભક્તો બલિદાન આપે છે, તો આ પ્રત્યક્ષ અને જીવંત દેવી આગળ હું મારું સર્વસ્વ ધરું એ કંઈ વધારે કહેવાય ?’ ‘અને આ સિવાય પણ જેની સાથે લાંબી જીવનયાત્રા વીતાવવી છે, એ સખીના અભિપ્રાયને સત્કારવા જેટલી ઉદારતા જેનામાં ન હોય તે લગ્નજીવનનો અધિષ્ઠાતા પણ કેમ બની શકે ?” વાર્તાલાપ ચાલતો જ હતો. ત્યાં પોતાના પરિવાર સાથે જન્તુરાજ આવી પહોંચ્યા. શિષ્ટાચાર પ્રમાણે અરસપરસ સત્કાર કર્યો. સ્વજનભાવે થોડી સ્નેહગોષ્ઠિ કરી અને સૌ પોતાના શયનખંડમાં આરામ કરવા ચાલ્યાં ગયાં. શાન્તનુને આખી રાત જાત જાતના વિચારો આવ્યા. આશ્ચર્ય અને આનંદના તરંગો પર એ તરી રહ્યો. પોતે શું પ્રાપ્ત કરવા નીકળ્યો હતો અને શું પ્રાપ્ત થયું ? રામ અને સીતાનો વિયોગ હરિણે કરાવ્યો હતો તો શાન્તનુ અને ગંગાનો સંયોગ પણ હરિણે જ કરાવ્યો. ચંદ્રને કલંક હરિણથી મળ્યું તો નેમ-રાજુલને સિદ્ધિ હરિણથી જ લાધી. ઇતિહાસ તો જાણે હરિણે જ રચ્યો છે. હતાં. કોઈ વાર ઠોકર વાગતાં જમીનમાંથી નિધિ નીકળી આવે તે આનું નામ. શેષ રાત્રિમાં એ ઊંઘ્યો, પણ એની આંખમાં સ્વપ્ન તો ગંગાદેવીનાં જ * નિયત કરેલા ઉત્તમ દિવસે વિધિપૂર્ણ લગ્ન થયાં. જન્તુરાજે હેજમાં ઉત્તમ ભેટો આપી અને આંસુભીની આંખે પુત્રી અને જમાઈને વિદાય આપી. માતાપિતાના જીવનમાં પુત્રીના વિયોગનું દુઃખ હોય છે, તો પોતાનું કર્તવ્ય આનંદપૂર્વક પૂર્ણ કર્યાનું શીતળ મલમપટ્ટા જેવું સુખ પણ હોય છે. ભવનું ભાતું ૨૪૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ ગંગા સામાન્ય નારી ન હતી. જીવનના બધા જ રસથી સભર રસપૂર્ણ એ સરિતા હતી. એના જીવનપ્રવાહના તરંગે રંગમાં નેહરસ ઊછળી રહ્યો હતો. શાન્તનુનો મહેલ આજ સુધી માત્ર એક વિશાળ મકાન જ હતું, તે ગંગાના આગમન સાથે જીવનમંદિરમાં ફેરવાઈ ગયો. પ્રભાતના ઉષારંગ્યા રંગ ટાણે ભાવોનું સંગીત ગુંજતું હોય, બીજા પ્રહરમાં દૂર દૂર સુધી માદક સુગંધ પ્રસરાવતી ભોજનની વાનગીઓ પીરસાતી હોય, મધ્યાહ્ન વળી સૌરભ અને સૌન્દર્યથી મઘમઘતા ગ્રીખગૃહમાં આરામ અને આનંદની મહેફિલ હોય તો સંધ્યા ટાણે વળી ભક્તિભર્યા ગીતોનો ઉલ્લાસ ઊભરાતો હોય. શાન્તનુ પૃથ્વીમાં રહેવા છતાં સ્વર્ગની માદક હવામાં વિહરી રહ્યો હતો. નરનારીઓનો પ્રાણ જ્યારે હેતની હીરદોરથી ગૂંથાય છે ત્યારે કાળની ગતિ પણ જાણે તેઓને સ્થિર ભાસે છે. આનંદના રસગાગરમાં અનેક વર્ષો વીતી ગયાં. ઉન્માદભર્યા આવા દિવસો વીતતા હોય ત્યારે રસિયા-મનને ભાન પણ ક્યાંથી હોય કે સોનેરી સમય જઈ રહ્યો છે – ના ના, દોડી રહ્યો છે ! ચન્દ્રિકાઝરતી એક શીતળ રાત્રે ગંગા શયામાં પોઢી હતી અને એને એક સોણલું લાધ્યું : એક પરાક્રમી પ્રકાશઘડ્યો સિંહ એના મુખમાં પ્રવેશ કરી ગયો. આ સ્વપ્નથી ઝબકીને જાગેલી ગંગાએ પોતાના જીવન-અધિષ્ઠાતા શાન્તનું આગળ આનું વર્ણન કર્યું. ‘દેવી, તમારા તેજસ્વી સ્વપ્નનો અર્થ તો એ થાય છે કે સિંહ જેવા પરાક્રમી, ને સૂર્યના કિરણ જેવા પ્રકાશમય પુત્રની તમને પ્રાપ્તિ થશે.” સ્વપ્નના રહસ્યને પ્રગટ કરતાં શાંતનુએ કહ્યું. ગંગાના રોમેરોમમાં પ્રમોદભાવ પસર્યો, એ આ આનંદને જાણે જીરવી જ શકતી ન હતી. એણે સ્નેહભર્યું નમન કર્યું અને પોતાના આરામગૃહમાં ચાલી ગઈ. તે દિવસથી એની જીવનચર્યાને જાણે એક નવું રૂપ આવ્યું. ગર્ભમાં રહેલા બાળકના જીવન પર માતાના વિચાર, ઉચ્ચાર અને આચારની કેવી તીવ્ર અસર થાય છે. તે એ બરાબર જાણતી હતી. ૨૫૦ મધુસંચય Page #268 -------------------------------------------------------------------------- ________________ હવે તે એક રસિક પત્ની ન હતી. એના જીવનઆકાશમાં માતૃત્વનો ઉદય થઈ રહ્યો હતો. મદનને બદલે વાત્સલ્યના રંગો ખીલી રહ્યા હતા. તોફાનને બદલે સર્જનની શાન્તિભરી સાધના આકાર લઈ રહી હતી. એણે પોતાના ચિત્તનમાં આદર્શોને આરોપ્યા. વિલાસને સ્થાને વિવેક મૂક્યો. શેષ મહિનાઓમાં પોતાના જીવનસરોવરની આસપાસ સંયમની પાળ બાંધી અને મહાન સર્જનની ગૌરવપૂર્ણ સાધના આદરી ! વિલાસી શાન્તનુને આ ફેરફાર આકરો લાગ્યો. ગંગાના રૂપલાવણ્ય પાછળ અવિરત ભ્રમરની જેમ ભમતું એનું મન અકળાવા લાગ્યું. બીજી બાજુ ગંગાની જીવનપદ્ધતિથી એ પૂર્ણ માહિતગાર હતો, એ જે પાળ બાંધશે તે અખંડ જ રહેવાની. એને ઓળંગવાનો પ્રયાસ એક ઉપહાસ જ સર્જે, તે એ જાણતો હતો. એના ચંચલ જીવને ક્યાંય શાન્તિ ન હતી. એ અસ્વસ્થ હતો. એણે પોતાના જીવનને બીજી દિશામાં વાળ્યું. આ પ્રેમમગ્નતામાં આજ સુધી એ જે મૃગયાને ભૂલી ગયો હતો, તે એને સાંભરી આવી. મન મુક્ત થયું અને શિકાર ચાલુ થયો. એક દિવસ એ શિકારથી પાછો ફર્યો અને સેવિકાએ વધામણાં આપ્યાં : દેવ ! ગંગાદેવીને પ્રતાપી પુત્રની પ્રાપ્તિ થઈ છે.' આ આનંદદાયક સમાચાર આપનાર સેવિકાને શાન્તનુએ સુવર્ણથી સત્કારી અને પુત્રપ્રાપ્તિના ગૌરવભર્યા આલાદથી એ ડોલી રહ્યો. હસ્તિનાપુરની પ્રજાએ રાજકુમારના જન્મનો ઉત્સવ કર્યો. ઘરે ઘરમાં આનંદની હેલી વર્ષ. રાજાનો આનંદ એ પ્રજાનો આનંદ બની ગયો. ગંગાના આ પુત્રનું નામ ગાંગેય. ગાંગેય બીજની ચંદ્રકલાની જેમ પૂર્ણતા પામવા લાગ્યો. શિકારની વાત લંબાતી લંબાતી ગંગા પાસે આવી. એને જરા દુ:ખ થયું. એણે પ્રાર્થના કરતાં કહ્યું, “મારા રાજ ! આપ તો આ વસુંધરાનો અલંકાર છો. આપનામાં એટલા બધા ગુણો છે કે આપની અર્ધાગના કહેવડાવવામાં હું ગૌરવ અનુભવું છું. ચન્દ્રના દર્શનની જેમ આપના દર્શનથી પ્રજા શાન્તિ અને સુખ અનુભવે છે. પણ ચંદ્રમાં જેમ કલંક છે તેમ આપના જીવનમાં પણ શિકાર એક કલંક છે. મારા હૃદયનાથ ! મારી આ વિનંતિને સ્વીકારીને શિકારના આ કલંકને આપ ધોઈ ન શકો ?' આપ તો નિર્બળના રક્ષક છ. હરણાં કેવાં નિર્બળ ને ભીરુ છે ! ભવનું ભાતું ૫૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ ઝરણાંના નીર પીતાં અને વનના ઘાસ પર પોતાના જીવનને વીતાવતાં હરણાંને ધારદાર શસ્ત્રથી ક્રૂરતાપૂર્વક હણવાં એ રક્ષકને છાજે છે ?' ‘મારા દેવ ! કહો, મને કહો, ફરી આવું નહિ કરોને ?' ગંગાની કરુણાપૂર્ણ વાતોથી એ ક્ષણે તો એનું દિલ પીગળ્યું પણ સમય જતાં પાછું વ્યસન એના પર ચઢી બેઠું. પહેલાં માણસ ટેવ પાડે છે, પછી ટેવ માણસને પાડે છે તે આનું નામ! ગંગા સ્વમાની હતી, સાથે સમર્થ પણ હતી. નારીનાં બંને સ્વરૂપ એનામાં હતાં. જ્યોતિ અને જ્વાળા. એને ખબર મળ્યા કે શાન્તનુ મૃગયા કરવા ગયા છે, અને એના અંગઅંગમાં અગન વ્યાપી ગઈ : હું વીનવું છતાં માને નહિ, કરગરું છતાં ક્રૂર કર્મ મૂકે નહિ ? એ શું સમજે છે ? શું નારી એટલે પ્રાર્થના કરનાર દાસી ? કરગરનારી ગુલામડી ? વાત કર્યાને હજુ બે દિવસ પણ પૂરા થયા નથી અને ત્યાં વળી આ શિકાર ? પુરુષ, તારું ધાર્યું ક૨વાનો પુરુષાર્થ તારી પાસે છે, તો મારો વિકાસ કરવાની શક્તિ મારી પાસે છે. ગંગા પ્રેમની જ્યોત મટી શક્તિની જ્વાળા બની. એણે દાસીને આજ્ઞા કરી : ‘જા, સારથિને કહે કે પદ્મ અને શંખની અશ્વજોડને રથમાં જોડી, રથને મહેલના દ્વાર આગળ હાજર કરે.' ગંગા સર્વ આભૂષણ ઉતારી સાદાં શ્વેત વસ્ત્ર પરિધાન કરી ગાંગેયને લઈ રથમાં બેઠી. પવનવેગે ૨થ ઊપડ્યો. રત્નપુર આવતાં એનાં માતા-પિતાએ ગંગા અને ગાંગેયનો સત્કાર કર્યો. પુત્રીની ગૌરવગાથા સાંભળી જહ્નરાજે પણ ગૌરવ અનુભવ્યું. શાન્તનુ મૃગયાથી પાછો વળી મહેલમાં ગયો, તો ગંગા કે ગાંગેય કોઈ ન મળે. દાસીના મુખથી એણે બધો વૃત્તાન્ત જાણ્યો અને એ વેદનાના આઘાતથી ધરતી પર ઢળી પડ્યો. આવા પ્રસંગની તો એણે કલ્પના પણ નહોતી કરી. શું માણસનું મન એટલું મજબૂત હોય છે કે પોતાના વચન માટે વૈભવ અને વિલાસને પણ જતાં કરે ? શું ગંગાના દિલનો પ્રેમ-સ્રોત એટલી વારમાં સુકાઈ ગયો ? શાન્તનુ તંદ્રામાં તણાઈ રહ્યો હતો, અને ગંગા જાણે આવીને કહી રહી હતી : નાથ ! હું જાઉં છું, ભારે હૈયે જાઉં છું.' ૨૫૨ : મધુસંચય Page #270 -------------------------------------------------------------------------- ________________ પોતાના પ્રિયતમને છોડતાં કઈ આર્યનારીને દુઃખ નહિ થતું હોય ? પણ જે ઘરમાં નારીનું ગૌરવ હણાતું હોય, જ્યાં ઇચ્છાપૂર્વક નારીના વચનની ઉપેક્ષા થતી હોય ત્યાં ગંગા કેમ જીવી શકે ? પ્યાર માટે પરાધીનતા અને ક્રૂરતાના વૈભવપૂર્ણ આ મહેલ કરતાં સ્વતંત્રતા અને કરુણાપૂર્ણ અરણ્ય વધારે સારું છે. તમને યાદ છે, આપણાં લગ્નની પૂર્વભૂમિકા ? વિચારોની આપ-લે અને આદર્શ ? એનો આજે નાશ થયો છે. આ સર્વનાશ હું વધારે જોઈ શકું એટલી મારામાં શક્તિ નથી. અને તેથી હું ભારે હૈયે જાઉં છું. દુ:ખી કરનાર ખુદ સુખી નથી હોતું એ તો તમે પણ સમજી શકો છો... ગંગા આવીને સ્વપ્નમાં પણ જાણે એને પોતાની અંતર વ્યથા કહેતી હોય એમ લાગ્યું. ગંગા વિના એને પોતાનું જીવન ખંડેર જેવું શૂન્ય ભાસ્યું. એ પવિત્ર ગૌરવવંતી નારીને યાદ કરી કરીને જાણે મહેલની દીવાલો પણ નિસાસા નાખતી હતી. કેટલાક દિવસ ગ્લાનિ અને અસ્વસ્થતામાં વીતાવ્યા, પછી શાન્તનુએ નિમંત્રણ મોકલ્યું. ગંગાએ તેનો અસ્વીકાર કર્યો. એ જાણતી હતી, કે વિયોગના તીવ્ર અગ્નિ વિના અશુદ્ધિનાં તત્ત્વોને બાળવાનો એકેય માર્ગ નથી. એ પછી તો શાન્તનુની અસ્વસ્થતા વધતી જ ગઈ. એના મિત્રો બીજી કેટલીક વાતો લાવ્યા. પણ એની સામે તો ગૌરવવંતી અને ચાંદની જેવી સ્વચ્છ મધુર ગંગા જ ઊભી હતી. પોતાની ભૂલને સંભારી એ ઘણીય વાર ઊંડા નિઃશ્વાસ નાખતો અને તોડેલા વચનને યાદ કરી અનુતાપ કરતો. આ વિષાદ દૂર કરવા એના મિત્રો એને પર્યટને લઈ ગયા. શરદઋતુથી આકાશ ધોવાઈને સ્વચ્છ થયું હતું. પ્રકૃતિમાં સર્વત્ર ઉત્સાહ હતો. વનરાજિના ઓષ્ટ પર ભીનું સ્મિત હતું. મૃગનાં યુગલ જ્યાં ત્યાં કૂદાકૂદ કરી રહ્યાં હતાં. શાન્તનુનો મૃગયારસ પાંગર્યો. ધીરે ધીરે વિષાદ ઓછો થયો, અને શિકારનો રસ વધતો ગયો. રત્નપુરના રાજમહેલમાં થોડો સમય વીતાવ્યા પછી ગંગાને લાગ્યું કે, અહીં રહેવાથી ગાંગેયનો જીવનવિકાસ નહિ થાય. રૂપ અને રાગના રંગથી તો એનું હીર હણાઈ જશે. સાધના માટે તો મુક્ત પ્રકૃતિનો ખોળો જ કામ લાગે. પોતાના પુત્રને લઈએ પૂર્વના આશ્રમમાં આવી રહી. એના આત્મા ૫૨ થોડીક વિષાદની છાયા હતી. જેને એણે આદર્શ માન્યો હતો તે પતિ જ અનાદર્શ નીવડ્યો, જેના હૈયામાં એણે કરુણાનું ઝરણું વહેતું નિહાળ્યું હતું ત્યાં તો ક્રૂરતા સંતાઈને જ બેઠી હતી. એ તો પ્રતીક્ષા જ કરતી હતી કે ઘા કરવાની તક ક્યારે મળે ! ભવનું ભાતું ૨૫૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ આનું નામ પુરુષ? ન એના વચનમાં વિશ્વાસ છે કે ન એના જીવનમાં શ્રદ્ધા; ન એના પ્રાણમાં પવિત્રતા કે, ન એના પ્રેમમાં પ્રકાશ. ગઈ કાલે બોલે તો આજે ભૂલી જાય ! એણે સાધના આદરી—પોતાના આત્માની અને પુત્રના કલ્યાણની. સવારસાંજ એ આત્માચિન્તન કરતી અને દિવસભર ગાંગેયને જીવનશિક્ષણ આપતી. એ માતા તો હતી, હવે ગુરુ બની. એણે ગાંગેયને જીવનના બધાય ક્ષેત્રમાં પ્રવીણ બનાવ્યો. ધનુર્વિદ્યાનો રાધાવેધ, તલવારની પટાબાજી, ભાલાની ક્ષેપણશક્તિ અને મંત્રોમાં મોહનવિદ્યા ગાંગેયે આ તમામ વિદ્યાઓ પ્રાપ્ત કરીને એની પરીક્ષાઓ પણ આપી. - વિજયાદશમીના દિવસે ક્ષત્રિય કુમારો એકત્રિત થઈ પોતે પોતાની કલા બતાવતા, ત્યારે એ પણ ત્યાં પહોંચી જતો અને પ્રેક્ષકોને પોતાના અપૂર્વ પરાક્રમથી આશ્ચર્યમુગ્ધ કરી ધનુર્ધારીઓને શરમાવી, નમાવી એ વિજયમાળા પહેરી આવતો. અનેક કન્યાઓ ગાંગેયની વીરતા પર મુગ્ધ હતી. એનો અદ્ભુત દેહ કેટલીય સુકુમાર કન્યાઓના હૈયામાં સ્વપ્નાં સર્જતો, પણ તે પોતે તો જલકમળની જેમ અલિપ્ત હતો. રાત્રે સૂતી વખતે ગંગા પોતાના પૂર્વજોની પુણ્યકથા કહેતાં, ત્યારે ગાંગેય એક બાળકની મુગ્ધતાથી એ વાતો સાંભળતો અને મનમાં ને મનમાં એવા પ્રભાવક બનવાના આદર્શભર્યાં સ્વપ્ન રચતો. ગાંગેય સુકુમાર છતાં સમર્થ હતો. માતા પાસેથી એને કોમળતા મળી હતી, તો પ્રકૃતિ મૈયા પાસેથી ખડતલપણું મળ્યું હતું. એની પાસે માતાનું જ્ઞાન હતું, તો ધરતીનું વિજ્ઞાન હતું. એનામાં ક્ષત્રિયનું તેજ હતું, તો સાધુની કરુણા હતી. નિત્યક્રમ પતાવી રોજ એ અશ્વારૂઢ થઈ વનમાં પર્યટને જતો, તેમ આજ પણ એ જઈ રહ્યો હતો. ધોળા અશ્વ ૫૨ એ સવાર થયો હતો. એના ગોરા ઓષ્ઠ પર મૂછની ધાર શોભી રહી હતી. ઘાટીલા સ્નાયુથી દીપતા લાંબા એના બાહુ હતા. લીંબુની ફાડ જેવી મોટી મોટી આંખોમાં સુંદર સ્વપ્ન રમી રહ્યાં હતા. એના ખભા પર વિજયા ધનુષ્ય હતું, અને પીઠ પર બાણનું ભાથું હતું. ઘોડા પર ટટ્ટાર બેઠેલા જવાંમર્દ ગાંગેયને પસાર થતો જોઈને ગંગા ન વર્ણવી શકાય એવી આનન્દસમાધિમાં નિમગ્ન થઈ ગઈ. એને લાગ્યું કે એની સાધના પૂરી થઈ છે. કલાકારનો આનંદ એના સર્જનની પૂર્ણતામાં છે. ૨૫૪ મધુસંચય Page #272 -------------------------------------------------------------------------- ________________ શાન્તનુનો મૃગયા શોખ દિનપ્રતિદિન વધતો જતો હતો. એના શિકાર૨સની વાત દૂર દૂર સુધી પ્રસરી હતી. કેટલાક કવિઓ તો એના આ કલા-કૌશલ્યનાં કાવ્યો રચતા, અને એની વીરતાને બિરદાવી ઇનામ મેળવતા. એક શિકારીએ આવી કહ્યું : ‘મહારાજ ! અહીંથી ઠીક ઠીક અંતરે એક શારંગ વન છે. વૃક્ષોની ઘટા એવી જામી છે કે, ત્યાં દિવસે પણ અંધારું લાગે. લતામંડપો સૂર્યકિરણને જમીનને અડવા જ દેતાં નથી, વચ્ચેથી એ જ ઝીલી લે એટલા ગાઢ છે. ‘આ વનમાં મૃગલા, સસલાં, ડુક્કર અને ચિત્તાનાં ટોળે-ટોળાં મુક્ત રીતે પરિભ્રમણ કરે છે. આપના રાજ્યમાં જેમ પ્રજા નિર્ભય થઈ ફરે છે, તેમ ત્યાં આ પશુઓ અભય થઈ વિહરે છે. શારંગ વનમાં આપ શિકારે પધારો તો કોઈ ઓર રંગ જામે. માતેલાં આ મદમત્ત પ્રાણીઓને ખબર પડે, કે, ના હજુ વિશ્વમાં વીંધનારા અને ચલ લક્ષ્યને ભેદીને શિકાર કરનારા વીરો પણ જીવે છે.' શાન્તનુ તો આનંદમાં આવી ગયો. એણે તુરત હુકમ કર્યો. કરો તૈયારી ત્યારે, આપણી શિકારી ટોળીને સજ્જ કરો. આપણા ચારણ કવિઓને પણ સાથે લો. એ પણ ભલે જુએ મારું શિકારકૌશલ્ય અને ભલે ૨ચે એનાં મહાકાવ્ય !' શિકારીઓના વૃંદ સાથે શાન્તનુ શારંગ વનમાં આવી પહોંચ્યો. એની સાથે ઠીક ઠીક રસાલો હતો. એ પોતે મહાકાય મયૂર આકૃતિવાળા રથમાં બેઠો હતો. રથના અગ્ર ભાગે પોતાનો રાજધ્વજ ઊડી રહ્યો હતો. આસપાસ કવિ અને ચારણોનું વૃંદ હતું. આગળ શિકારી ઘોડેસવારો ને પાછળ એના અંગરક્ષકો હતા. એ વનમાં પેઠો અને મદમત્ત થઈ નાચતાં મૃગનાં ટોળેટોળાં એની નજરે પડ્યાં. સુવાસથી હવા સુરભિગંધા હતી. આ મોહમયી હવામાં વસ્તીમાં માણસો ફરે એમ અહીં ગેલ કરતાં આ પશુઓ ફરતાં હતાં. આવા સુંદર દૃશ્યથી આનંદને લીધે એના ઉરધબકાર વધી ગયા. આજ્ઞા થતાં અનુચરોએ ચારે બાજુ પાસા નાખ્યા. પશુઓ દોડવા પ્રયત્ન કરે પણ જાય ક્યાં ? ચારે બાજુથી એ ઘેરાઈ ગયાં અને ભયભીત બની દોડાદોડ કરી રહ્યાં હતા. એમની કિકિયારીઓને આક્રંદથી વન આખું કોલાહલમય થઈ ગયું. ‘થોભો !' ગગનમાં મેઘગર્જના થાય એવો પડકાર થયો. આ અવાજ એવો તો અણધાર્યો આવ્યો કે પળવાર તો મહારાજ શાન્તનુનું હૈયું પણ થડકી ઊઠ્યું. એકદમ સ્વસ્થતા મેળવી, એણે જોયું તો પોતાની સામે એક ધનુર્ધારી વીર્યવાન શક્તિના અવતાર સમો રૂપાળો ઘોડેસવાર હતો. એની અણિયાળી ભવનું ભાતું ૨૫૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ આંખોમાં ક્ષત્રિતેજ ચમકી રહ્યું હતું. એના બિડાયેલા ઓષ્ઠ પર તીરની તીક્ષ્ણતા હતી. - આ કમારના દર્શનથી શાન્તનુના હૈયામાં વાત્સલ્યની ભરતી આવી, પણ એના તોછડાઈ ભરેલા પ્રતિકારથી એનો ગર્વ છંછેડાઈ ગયો. ગૌરવભર્યા ગંભીર સ્વરે એણે ઉત્તર વાળ્યો : “મુક્ત રીતે શિકાર રમતા મને અટકાવનાર તું છે કોણ ? હું કોણ છું તે તું જાણે છે, યુવાન ?” દિલને લાગી જાય એવો ઘા કુમારે કર્યો : “દેખાવ ઉપરથી તો આપ કોઈ ક્ષત્રિયવીર રાજેન્દ્ર લાગો છો, પણ આચરણ પરથી તો તમે દૂર શિકારી જણાઓ છો. તમારા બાહુમાં તો રક્ષકનું બળ નાચી રહ્યું છે, પણ તમે ભક્ષક બની તેનો દુરુપયોગ કરી રહ્યા છો. નિર્દોષ, નિરપરાધી, આનંદકીડા કરતાં આ મૃગયુગલોને જોઈ તમારા હૃદયમાં કરુણા નથી પ્રગટતી એ જ બતાવે છે કે તમારું હૈયું કેટલું કઠોર છે.” “ઉપદેશ દેવો રહેવા દે. મેં તારા કરતાં વધારે વર્ષ વીતાવ્યાં છે. પણ નાદાન ! તું છે કોણ એ તો કહે ? તને ખબર નથી કે તે કોને પડકાર કર્યો છે ? તું અત્યારે કાળના મુખમાં છે એ તને ખબર છે ? ક્રોધથી ધગધગતા શાન્તનુએ ગર્જના કરી અને એના જંગલમાં પડઘા પડ્યા. હું કોણ છું એનો ઉત્તર તો મારું બાણ આપશે. ક્ષત્રિયો કદી આપવડાઈ કરતા નથી. અને કાળના મુખમાં કોણ છે તે તો આયુધ ચાલશે એટલે જણાશે. પણ આયુધ ચલાવતાં પહેલાં વિનવું છું કે તમે ખેંચેલી ધનુષની પણછ શિથિલ કરો અને શિકારનો શોખ હોય તો તો બીજે ક્યાંય જાઓ. અઠ્ઠાવીસ ગાઉના વિસ્તારવાળા આ શારંગવનનાં પ્રાણીઓને તો મેં અભયવચન આપ્યું છે. અહીં નાચતાં કૂદતાં હરણાં મારાં બંધ છે. મારો દેહ ઢળ્યા પછી જ એમનું કોઈ નામ લઈ શકે. “અભિમાન માટે નહિ પણ તમને ચેતવવા માટે કહું છું કે તમારા જેવા ઘણા ધનુર્ધારીઓ અને શિકારીઓનું મિથ્યાભિયાન આ ધનુષ્ય ગાળ્યું છે.” એમ કહી એણે ધનુષ્યટંકાર કર્યો રાજા આ અપમાન ન સહી શક્યો. તિરસ્કાર કરતાં એણે કહ્યું : “ત્યારે હુંયે જોઉં છું. શિકાર કરતાં તું મને કેમ અટકાવી શકે છે !' ધનુષ્યની પણછ ખેંચી એણે બાણ એક મૃગ પ્રતિ તાક્યું. પણ એટલામાં તો ગાંગેયના ધનુષ્યમાંથી બાણ છૂટ્ય અને શાન્તનુના રથનો ધ્વજ લઈ નીચે પડ્યું. રાજચિહ્નનું આ અપમાન ! શાન્તનું વિચાર કરતો હતો ત્યાં તો બીજું તીર આવ્યું. એનો ઝપાટો એવો હતો કે માત્ર એના વેગથી જ રથનો સારથિ ઊછળીને નીચે પડ્યો. ૨૫૬ છેક મધુસંચય Page #274 -------------------------------------------------------------------------- ________________ પળવાર તો આ અપૂર્વ પરાક્રમથી શાન્તનુ પણ મૂંઝાઈ ગયો. પણ તે વીર હતો, પરાક્રમી રાજા હતો, એમ કંઈ હારી જાય તેમ ન હતો, યુવાનને વીંધી નાખવાના નિશ્ચિય સાથે એણે પોતાના ધનુષ્ય પર અજેય નામનું અમોઘ બાણ ચઢાવ્યું. પણછ ખેંચી પણ ત્યાં તો સામેથી એક લક્ષ્યવેધી બાણ આવ્યું. અને એના ધનુષ્યની દોરીને જ છેદ ગયું. શાન્તનું એની તાણથી પાછો પડ્યો, પણ પડતાં બચી ગયો. સિંહબાળથી વિશાળકાય હાથી પરાજય પામે એવી ગ્લાનિ ભરી છાયા શાન્તનુના મુખ પર પ્રસરી. હવે શું કરવું, એ વિચારમાં થોડી વાર એ સ્તબ્ધ થઈ ઊભો રહ્યો. કવિ અને ચારણો આ કુમારની વીરતા જોઈ મુગ્ધ બન્યા. એમના હૈયામાં પ્રશંસાની પ્રશસ્તિ પ્રગટી. એમના મનમાં વીર રસનાં કાવ્યોનો સાગર ઊછળી રહ્યા હતો, એમના બિડાયેલા મુખમાંથી એક ઉદ્ગાર નીકળી પડ્યો : “વાહ !' શાન્તનુએ દઢ નિશ્ચયપૂર્વક શાંગ નામનું અગ્નિની મહાવાળાથી જાજ્વલ્યમાન શસ્ત્ર ઉપાડ્યું. કુમાર કટોકટીની ઘડી સમજી ગયો. એણે પણ પોતાનું અમોઘ શસ્ત્ર તૈયાર કર્યું. પૂર્ણ ઝનૂનથી એકબીજા પર ત્રાટકવા તત્પર થયા. આ બંને વીર યોદ્ધાઓનું યુદ્ધકૌશલ્ય ગંગા દૂર ઊભી રહી નીરખી રહી હતી. એણે કદી ન અનુભવેલી તૃપ્તિ અનુભવી. એના અંતરે કદી કલ્યો પણ ન હતો એવો ઉલ્લાસ અનુભવ્યો. વિશ્વના સમગ્ર ઇતિહાસમાં ભાગ્યે જ સાંપડે એવાં પિતા-પુત્રના મિલનનું અદ્ભુત દૃશ્ય જોયું. અવર્ણનીય ભાવથી એના હૃદયે આનંદધ્રુજારી અનુભવી પણ તુરત એ સાવધાન થઈ ગઈ. આનંદ-સમાધિ માણવાનો સમય ન હતો. બંને વીરો કટોકટીને શિખરે હતા. એણે હાથ ઊંચો કરી ગાંગેયને સંબોધ્યો. બસ, રહેવા દે વત્સ !' દૂરથી રૂમઝૂમ કરતા આવતા ઝરણા જેવી આ અવાજમાં માર્દવતાભરી આજ્ઞા હતી. અવાજનો પણ જાદુ હોય છે. આ સાદ સાંભળતાં જ ગાંગેયનો ક્રોધ શાન્તિ અને પ્રેમમાં ફેરવાઈ ગયો. વજ જેવો અડોલ યોદ્ધો સુકુમાર બાળક જેવો દેખાયો. ઘોડા પરથી છલાંગ મારી એ નીચે કૂદી પડ્યો અને જઈને માના ચરણમાં ઢળી પડ્યો. “મા, આ પાપી આપણા શારંગવનમાં નિર્દોષ પશુઓનો સંહાર કરતો હતો. હવે એનો સંહાર હું..” ગાંગેયના મોં પર હાથ દાબતાં પ્રેમભીની વાણીમાં ગંગાએ કહ્યું, “બેટા, ભવનું ભાતું ૨પ૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ એમ ન બોલ. એ કોણ છે તે તું જાણે છે ? જો કે એ અપરાધી છે પણ તારા જનક છે, પૂજનીય પિતા છે. વડીલને ક્ષમા આપવી એ શું પુત્રનો ધર્મ નથી ?’ શાન્તનુ અને એના સાથીઓ આશ્ચર્યમુગ્ધ થઈ જોઈ રહ્યા. આવો વીરયોદ્ધો કે જેને ઇન્દ્ર પણ ન નમાવી શકે તે એક નારીના ચરણોમાં પોતાનું મસ્તક ભક્તિથી નમાવે છે ! એવી તે સતની દેવી કોણ હશે ? શાન્તનુ રણવાર્તા ભૂલી ગયો. આયુધ એના હાથમાંથી સરી પડ્યું. દૂર ઊભેલી આ નારીને એણે ધારી ધારીને જોઈ. એને થયું. આ તો મારા હૃદયને પરિચિત લાગે છે. અરે, ગંગા હા, ગંગા જ. પચીસ વર્ષથી છૂટી પડેલી મારા પ્રેમની પાંખ ગંગા ! જેનો પહેલો પરિચય પણ આજ વનમાં થયો હતો. પણ કેટલું પરિવર્તન ? ક્યાં એ યૌવનના ઉન્માદભર્યા ઉલ્લાસથી ઊછળતી મંદિરના સોપાન ઊતરતી ગંગાકુમારી અને ક્યાં આજે સાધનાની તીવ્રતાથી તપેલા કાંચન જેવી કૃશ તપસ્વિની ગંગાદેવી ! ભૂતકાલની સ્મૃતિ તાજી થતાં અકથ્ય ભાવોથી હૃદય છલકાઈ ગયું. ભાવોમાં ઊંડો ને ઊંડો એ ઊતરી રહ્યો હતો. ત્યાં તો ગંગા અને ગાંગેય એની સામે આવ્યાં. અણધારી વીજળી ઝબૂકે અને માણસ ચમકે એમ એ ચમક્યો. ‘દેવી ! તમે ?' ‘હા, દેવ ! હું જેણે તમને પચીસ વર્ષ સુધી વ્યથાનો અગ્નિ આપ્યો અને આ તમારો પરાક્રમી પુત્ર ગાંગેય કે જે પોતાની શક્તિની મસ્તીમાં મસ્તાનો થઈ પિતા સામે યુદ્ધ કરતાં પણ ન અચકાયો. બરડા પર સ્નેહાળ હાથ ફેરવતાં એણે કહ્યું : ‘બેટા, તારા પિતાને પગે પડી તેં કરેલા અપરાધની ક્ષમા માંગ.' ગાંગેયને ઊભા કરી ઊભરાતા સ્નેહના ઊંડા ભાવથી ભેટતાં શાન્તનુએ કહ્યું : ‘બેટા, ક્ષમા તો મારે માગવી છે. મેં અધમે વચનભંગ કરી ગંગાનો વિશ્વાસઘાત કર્યો. એક પળમાં થયેલી આ ભૂલનું પ્રાયશ્ચિત્ત હું આજ પચ્ચીસ વર્ષથી કરી રહ્યો છું. મારા એકાન્તની શૂન્યતાભરી વ્યથાને દૂર કરવા હું જંગલોમાં પશુઓ પાછળ ભટકું છું. મારી હસતી આંખો પાછળ ન કળાય તેવી મૂંગી યાતના પડી છે, તે હૃદય સિવાય કોણ જાણે ? મારું પ્રાયશ્ચિત્ત આજે પૂરું થયું છે. મારા પ્રેમના અંગ પ્રિયા અને પુત્રને પામું છું. ‘ગંગા, નારી તો ઘણીયે જોઈ પણ તું અદ્ભુત છો. વચનભંગના વિશ્વાસઘાતથી પ્રેરાઈને બીજી સ્ત્રી જીવન હારી ગઈ હોત ત્યાં તેં સર્જન કર્યું. માનવમાત્ર જેને જોઈ નમી પડે એવા ગૌરવભર્યા ગાંગેયનું સર્જન તેં ત જીવનસાધનાથી કર્યું. ૨૫૮ મધુસંચય Page #276 -------------------------------------------------------------------------- ________________ મેં ભટકીને, આંસુ સારીને, પશુઓનો સંહાર કરીને ધ્વસની પ્રક્રિયા દ્વારા મારી એકલતાને ભરી, જ્યારે તે તો પુત્રને શિક્ષણ આપી, વ્યથાનું ઊર્ધીકરણ કરી કરુણાને ગાંગેયમાં મૂર્ત કરી સર્જન દ્વારા જીવનને ભર્યું. માણસના માનસની સ્થિતિ કેવી વિચિત્ર છે ? એકે વિનાશ સર્યો બીજીએ વિકાસ !” શાન્તનુની વાત અટકાવતાં નમીને ગંગાએ કહ્યું : “એ જૂના ઘા ઉઘાડીને વેદનામાં વધારો ન કરો, દેવ! જે અગ્નિ પર રાખ વળી ગઈ છે, તેને અંદર જ બુઝાઈ જવા દો. ફૂંક મારી રાખ ઉડાડી એને પ્રદીપ્ત ન કરો. જે નિર્માણ હતું તે બન્યું છે. એમાં તમારો કંઈ જ દોષ નથી. “વિશ્વના આ ક્રમમાં પ્રત્યેક માનવીને પોતાનું આગવું સ્થાન છે. એ સ્થાનને અનુરૂપ જીવવા સિવાય મેં કંઈ જ અધિક કર્યું નથી. આ પળે આપ પવિત્ર લાગણી અને ભાવોના આવેગમાં છો. એટલે મને વધારે ગૌરવ આપો છો. “આપને પૂછ્યા વિના, આપને તજી આવનારને પણ આપ સત્કારો છો, એ આપના હૃદયની વિશાળતા ને સહૃદયતા છે. પણ આ પળે હું ધન્યતા અનુભવું છું. મારું સ્વપ્ન સિદ્ધ થયું છે. ગાંગેયને આપના હાથમાં સોંપી હું આત્મસાધનાને પંથે જવા માગતી હતી, અને તમારું પિતાપુત્રનું મિલન કેવી રીતે થાય એ વિચારોમાં દિવસો વિતાવતી હતી. પણ કુદરતે પોતે જ એ કામ કરી મને આ ક્ષણે વિચારમુક્ત કરી છે. “ગાંગેય મારા સ્વપ્નનો મિનારો છે, અને આજથી તમારી આશાનો કિનારો બને છે. જે તમારો છે તેને તમને સોંપી હું ઋણમુક્ત બનું છું.” દેવી, તમે આ શું બોલો છો ? આનંદના શિખરે પહોંચેલા હૃદયને આ કેવો ધક્કો વાગી રહ્યો છે તેની કલ્પના કરો છો ? શું આટલાં વર્ષોના વિયોગનું પરિણામ આ કરુણાન્તમાં !” ગ્રીષ્મમાં હિમ ઓગળે તેમ એ ઓગળી રહ્યો હતો. ના, રાજ ! આગ્રહ ન કરો. સંસાર પ્રત્યેનું મારું આકર્ષણ પૂરું થયું છે. જે શેલડીમાં રસ જ નથી, એને ચૂસવાથી કોને રસ મળે ?” “અને આ કુદરત પણ ત્યાગનો મહિમા ગાય છે ને ? આ વૃક્ષ પર ગઈ કાલે ખીલેલું સુંદર ફૂલ હતું. એ ફૂલમાંથી ફળનું સર્જન થતાં એ પુષ્પની પાંખડીઓ ખરી રહી છે.' પાણીદાર મોતીને જન્મ આપનાર છીપ મોતીને પૂર્ણ આકાર આપ્યા પછી પોતાનું અસ્તિત્વ ધરાવતી નથી, કાળના સાગરમાં એ વિસર્જિત થાય છે. એકના સર્જન પાછળ જૂના ભૂતકાળનું વિસર્જન હોય છે. સિદ્ધિને શિખરે આત્મવિલોપન હોય છે. ભવનું ભાતું ઃ ૨૫૯ Page #277 -------------------------------------------------------------------------- ________________ માટે આપને ફરી ફરી વિનવું છે કે વિસર્જિત થયેલા ભૂતકાળ જેવી મને હસ્તિનાપુર લઈ જવાનો આગ્રહ ન કરો. ત્યાગ માટેનો મારો નિર્ણય અફર છે.” હસ્તિનાપુરનો સમ્રાટ શાન્તનુ આ આદર્શ નારી આગળ કેટલો નાનો લાગતો હતો ! એને વિરાટ સ્ત્રી-શક્તિનું દર્શન થયું. ઊંડા સભાવથી એનું મસ્તક સહજ ભાવે નમી ગયું. વ્યથાના ભારથી લદાયેલો અને અત્યાર સુધી મૌનમાં વેદના અનુભવતો ગાંગેય બોલ્યો : “મા, તું આ બધું કહી રહી છે, પણ તારા વાક્ય-વાક્યથી મારા હૃદય પર કેવા ઘણના ઘા વાગી રહ્યા છે તે તું જાણે છે ? “પિતા કહો કે ગુરુ; મિત્ર કહો કે બાંધવ; સહચર કહો કે સાથી; મારે તો તું જ છે. તારા વિના કેમ રહી શકું !” સ્નેહથી માથે હાથ મૂકતાં ગંગાએ કહ્યું. “સિંહબાળ, સ્વસ્થ થા. હું તારી સર્વસ્વ છું, પણ આજ હું તને એવી વ્યક્તિના હાથમાં સોંપું છું કે મારું સર્વસ્વ છે. મારે જે આપવાનું હતું તે મેં તને આપ્યું છે, હવે તારે તારા પિતા પાસેથી લેવાનું છે. વનનું શિક્ષણ પૂરું થયું છે. શહેરી જ્ઞાનનો પ્રારંભ થાય છે. માતાની મમતા તેં માણી છે, હવે પિતાનો પ્રતાપ ગૌરવ નિહાળ. અને તું મને સુખી જોવા ચાહતો હોય તો મને જે પ્રિય છે એવા તારા પિતાને તું સુખી કરજે. “બેટા, પ્રેમ એ મુક્તિ છે, એને બંધન ન બનાવ.” પણ મા, આટલું અણધાર્યું આ બધું શું ?” આ અણધાર્યા પરિવર્તનથી આશ્ચર્યમુગ્ધ થયેલા ગાંગેયે પૂછ્યું. “તને આ અણધાર્યું લાગે છે, પણ મેં તો ધારેલું જ હતું. પાકેલું ફળ પવનના સ્પર્શની જ પ્રતીક્ષા કરતું હોય છે. એ અડતાં જ ફળ ઘૂજે છે અને પોતાની જાતને ધરતીના ચરણોમાં ધરી દે છે.' પણ મા, આ તો કુદરતની કાવ્યમય ભાષા છે. જીવન કંઈ એમ જિવાય ?' હા, બેટા, કુદરતની આ કાવ્યમય ભાષા આપણે આપણા જીવનમાં વણીએ તો આપણું જીવન પણ કાવ્યમય બને.” “આજ સુધી આ કુદરતની ભાષા સિવાય તને શિખવાડ્યું પણ શું છે ? પણ માના મોહમાં તું એ તત્ત્વજ્ઞાન ભૂલી ગયો છે.” વ્યથાથી ચિરાઈ જતા પુત્રે કહ્યું : “અમને મૂકીને તું ક્યાં જઈશ ? શું તું અહીં એકલી રહીશ ?' ર૬૦ * મધુસંચય Page #278 -------------------------------------------------------------------------- ________________ જીવનના અંતિમ ધામ પ્રતિ પ્રત્યેક યાત્રીએ એકલા જ સંચરવાનું છે. આપણે રહેવાસી નથી, પ્રવાસી છીએ. આપણું અંતિમ ધ્યેય આ સંસાર નથી, દૂર દૂરનો પ્રકાશ છે. માણસ જન્મે છે. જીવે છે, સાધના કરે છે અને છેલ્લે પ્રકાશને પામે છે. “સાધના કર્યા વિના માત્ર જે ભોગમાં અને રોગમાં જ મરે છે તે અજ્ઞાની મા, અમારો સ્નેહ તને જરાય નથી આકર્ષતો ?' કદી નહિ કલ્પેલું માનું વિરક્તિભર્યું દર્શન કર્યા પછી ગાંગેયે છેલ્લે પ્રશ્ન પૂછ્યો. કદાચ આકર્ષે, પણ જેને ભવિષ્યમાં પ્રવેશ કરવો છે તેણે ભૂતકાળનું આકર્ષણ તજવું રહ્યું. અને ગાંગેય, તને જ પૂછું. સ્નેહ અને સંબંધની સાંકળમાંથી છૂટા થયા વિના સિદ્ધિને શિખરે પહોંચાય ?' આ પ્રશ્નનો ઉત્તર વિકટ હતો. આ કોઈ સામાન્ય નારી ન હતી કે જેની સાથે જીભાજોડી કરી શકાય. વ્યથા અને વિયોગના મિશ્રણમાંથી પ્રગટેલી વિષાદમય છાયા પિતાપુત્રના મુખ પર છવાઈ ગઈ. વાતાવરણમાં મૌન અને સ્તબ્ધતા હતાં. ગંગાની આંખમાં કોઈ દિવ્ય તેજ ચમક્યું. મુખ પર પ્રસન્નતા પ્રસરી. એણે પતિની ચરણરજ લીધી અને પુત્રને આશીર્વાદ આપ્યા. પોતાના હૃદયના ટુકડા જેવા પ્રેમભીના પતિ અને પુત્રને મૂકી એ વનભણી ચાલી નીકળી. મહારાજ શાન્તનું અને ગાંગેયની આંખમાંથી દડદડ કરતાં આંસુનાં બે મોટાં બિન્દુ સરી પડ્યાં. એકલતાની પગદંડી પર ચાલી જતી આ મહાન નારીને જોતાં, પોતાની એકલતાથી કંટાળેલા ગગનમાં રહેલા સૂર્યને તે પળે જીવનનું દર્શન લાધ્યું. : ના, પ્રેમીના સાથમાં જ મઝા છે એમ નથી. સાથી વિના એકલા જીવન જીવવામાં પણ ખમીરભર્યું માધુર્ય રહેલું છે. સૂર્યે પણ તે દિવસે પોતાની સાધના ભરી એકલતાને ધન્યતાથી સત્કારી. ભવનું ભાતું ૨૬૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ 83 ૫૭૫. શોકના તળિયે શાન્તિ ણી સુમતિ ભગવાન મહાવીરની વાણી સાંભળવા ગઈ હતી. એનો પતિ આત્મારામ બહાર ગયો હતો. એના બંને યુવાન પુત્રો તળાવમાં સ્નાન કરવા ગયા હતા. સુમતિએ વ્યાખ્યાનમાં સાંભળ્યું જ્યાં સંયોગ છે, ત્યાં વિયોગ છે, આત્મા સિવાય જગતની પ્રત્યેક વસ્તુ વિખૂટી પડે છે. આજે આપણે જેના માટે હસીએ છીએ, તે જ વસ્તુ આવતી કાલે રડાવે છે. આનંદ અને શોક એક જ ત્રાજવાનાં બે પલ્લાં છે. અનંત સમાધિનો માર્ગ એક જ છે, મોહનો ત્યાગ ! આ મોહનો ત્યાગ જન્મે છે. આત્માની એકલતાના જ્ઞાનમાંથી.’ સુમતિએ આ ઉપદેશને પોતાના હૈયાની દાબડીમાં ઝીલ્યો એનો જ વિચાર કરતી, એને જીવનમાં વણવા મથતી, એ ઘેર આવી. ત્યાં એકાએક સમાચાર મળ્યા. ‘એના નહાવા પડેલા બન્ને દીકરા ડૂબી મર્યા છે. પહેલાં એક ન્હાવા પડ્યો, પણ એ તો કીચડમાં ખૂંચતો જણાયો. એને ૨૬૨ * મધુસંચય : Page #280 -------------------------------------------------------------------------- ________________ કાઢવા બીજો ગયો, પણ એ ખૂંચતો છોકરો બીજાને બાઝયો અને બંને ડૂબ્યા.' જુવાનજોધ બે દીકરા એક સાથે ચાલ્યા જાય તો કઈ માતાનું હૈયું શોકમાં ન ડૂબે ? સુમતિના હૈયાના કટકેકટકા થવા લાગ્યા. એ શોકના ઝંઝાવાતમાં ઘેરાઈ ગઈ, એને મૂર્છા આવી, અને એ ધરતી પર ઢળી પડી. થોડી વારે એ મૂર્છા ઊતરતાં એના હૈયામાં જ્ઞાનવચનો આવવા લાગ્યાં. ‘જ્યાંથી આનંદ આવે છે, ત્યાં જ શોક હોય છે, અને એ શોકના તળિયામાં જ શાંતિ હોય છે. શોકને ઉલેચી નાંખો, શાંતિ ત્યાં જ જડશે.’ સુમતિનો શોક ધીમે ધીમે ઉલેચાતો ગયો અને એ ઊંડી ને ઊંડી ઊતરતી ગઈ, જ્યાં જીવનની પરમ શાંતિ હતી ! એણે પોતાના બંને પુત્રોના દેહને પથારીમાં પધરાવ્યા, એમના ૫૨ શ્વેત વસ્ત્ર ઓઢાડ્યું અને પતિની પ્રતીક્ષા કરતી, એ વિચારમાં ડૂબી ગઈ. આત્મારામે ડેલીમાં પગ મૂક્યો અને એનો આનંદ ઊડી ગયો. વાતાવરણમાં જ કાંઈક શોકની હવા વહેતી લાગી. રોજ એ ઘેર આવતો ત્યારે એની પત્ની હસતા મુખે એનું સ્વાગત કરતી પણ આજ તો એ ઉદાસ હતી. આત્મારામે પૂછ્યું : કેમ ? આમ ઉદાસ કેમ ? શું થયું છે ? જાણે ઘરમાં શોકનો સાગર ઊમટી પડ્યો લાગે છે !' કાંઈ નથી. એ તો પાડોશી સાથે જરા કલહ થયો છે.' શોકના ભારથી નમેલી પાંપણોને ઊંચી કરતાં સુમતિએ કહ્યું. આત્મારામને આશ્ચર્ય થયું. સુમતિનો સ્વભાવ એ જાણતો હતો. આખું ગામ ગ૨મ થાય તોયે એની આંખમાં શીતળતાનો સાગર લહેરાતો હોય, એવી એ શાંત હતી અને એવી જ એ શાણી પણ હતી. આત્મારામે ગભરાઈને પૂછ્યું : ‘એવું તે શું થયું કે તારે કજિયો કરવો પડ્યો ?’ ‘કાંઈ નહિ, વીસ દિવસ પ૨ આપણા દિનેશનાં લગ્ન હતાં એ વખતે હું પાડોશીને ત્યાંથી બે રત્નકંકણ પહેરવા લાવી હતી. આજે એ માગવા આવ્યા, મેં ન આપ્યાં એટલે બોલવું થયું અને કલહ વધ્યો.' સુમતિ આટલું ધૈર્યપૂર્વક બોલી ગઈ, પણ એના અવાજમાં જરા વિષાદની છાયા હતી. ‘તું યે ખરી છે. પારકાં કંકણ ક્યાં સુધી રખાય ? એનો માલિક માગવા આવે ત્યારે આપી દેવાં જ જોઈએ ને ! તારા જેવી શાણી સ્ત્રી આવી વાત ૫૨ કલહ કરે તો તો થઈ રહ્યું ને ? કોઈ જાણે તોયે હસે એવી આ વાત છે. જા, જલદી આપી આવ.’ સુમતિને ઊભી કરતાં આત્મારામે મીઠો ઠપકો આપ્યો. ‘જરા ઊભા તો ભવનું ભાતું ૨૬૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ રહો. તમે એ આપી આવવાનું તો કહો છો, પણ મને એ કેટલાં ગમે છે ? મારું મન એમાં કેટલું રમે છે, એ તમે જાણો છો ? કેવાં સુંદર એ રત્નકંકણ છે ! એનો ઘાટ, એની ઝીણી ઝીણી કારીગરી, જેની જોડ ન જડે ! અને એનાં રત્નો પણ કેવાં તેજસ્વી છે ? નાથ, મને તો એ પાછાં આપવાનું જ મન નથી થતું. મનમાં થાય છે, રાખી લઉં. પછી થવાનું હશે તે થશે. કજિયો તો કજિયો !” આટલું કહેતાં કહેતાં તો સુમતિનું હૃદય ભરાઈ આવ્યું. એની પાસે જ્ઞાન હતું, છતાં વિષાદ કાંઈ ઓછો ન હતો ! પણ આજે તને થયું છે શું ? તું પાગલ તો નથી થઈ ને ! અરે, તું આ શું બોલી રહી છે ? જે વસ્તુ પારકી છે, તે કેટલા દિવસ ૨ખાય ? એના પર મમતા કરવી, એને પોતાની માનવી અને “મારી’ કહી શોક કરવો એ અજ્ઞાનતા નહિ તો બીજું શું છે ? પારકી વસ્તુ તો જેમ વહેલી અપાય તેમ સારું.' શિખામણ આપતાં આત્મારામે કહ્યું. સુમતિ ઊભી થઈ. એણે પતિને હાથ ઝાલ્યો. એનો હાથ ધ્રૂજતો હતો. એને તમ્મર આવી રહ્યાં હતાં. એની છાતી પર ભાર હતો પણ શ્રમણ ભગવાન મહાવીરના જ્ઞાનના બોલ એના આત્માને આશ્વાસન આપી રહ્યા હતા. એ પતિને અંદર દોરી ગઈ. ફૂલ જેવા પોતાનાં બે બાળકોના મૃતદેહ પર ઓઢાડેલું શ્વેત વસ્ત્ર એણે ઊંચકી લીધું અને જ્ઞાનના પ્રકાશથી પ્રબુદ્ધ બનેલી સુમતિએ કહ્યું. “નાથ ! આ આપણાં બે રત્નકંકણ, એક સોળ વર્ષનું, બીજું વીસ વર્ષનું. આજ સુધી આપણે એમને રાખ્યા, સાચવ્યા, પણ આજે એમનો સમય પૂરો થયો. અને એમનો એમણે માર્ગ લીધો. આપણે એમના ન હતાં, એ આપણા ન હતા. થોડા સમય માટે આપણને એ મળ્યા હતા, હવે એમને નિસર્ગના ખોળામાં શાંતિપૂર્વક ધરવા એ આપણું કર્તવ્ય છે. એની પાછળ શોક અને રુદન વ્યર્થ છે, ગયેલી વસ્તુ આંસુઓથી પણ પાછી વળતી નથી. મૌનની શાંતિમાં આપણે એમને વિદાય આપીએ.” આત્મારામ તો આ જોઈ ત્યાં જ ઢગલો થઈ ગયો. થોડી ક્ષણ માટે ત્યાં ગંભીર સ્તબ્ધતા છવાઈ ગઈ. ઘરમાં, હવામાં, વાતાવરણમાં બધે જ સ્તબ્ધતા હતી. અંતે એ પિતાની આંખમાં આંસુનું પૂર ધસી આવ્યું, એણે આંસુના પડદામાંથી જોયું તો સુમતિની આંખમાં પણ બે મોતી જેવાં આંસુ હતા : પણ એના પર જીવનની ઊંડી સમજણનાં ઉજ્વળ કિરણે પ્રકાશી રહ્યાં હતાં. ૨૬૪ મધુસંચય Page #282 -------------------------------------------------------------------------- ________________ બિંદુમાં સિંધુ _ _ _ _ _ _ _ Page #283 -------------------------------------------------------------------------- ________________ Page #284 -------------------------------------------------------------------------- ________________ પ૭૬. લઘુ અને ગુરુ ૦ ર્ય પોતાનાં પ્રતાપી કિરણોથી Aજગતને પ્રકાશિત કરી રહ્યો હતો. નિગ્રંથનાથ ભગવાન મહાવીર જ્ઞાનનાં કિરણોથી પ્રાણીસમૂહનાં હૈયાંઓને પ્રકાશિત છે કરી રહ્યા હતા. વસુંધરાને પાવન કરતા પ્રભુ આજ તો રાજગૃહનગરના મનોહર ઉદ્યાનમાં પધાર્યા છે. ગુણશીલચત્યમાં પ્રભુએ આસન જે જમાવ્યું છે. મગધરાજ બિંબિસાર અને પ્રજાજનો પ્રભુનાં દર્શને આવ્યાં છે. સૌના હૈયામાં હર્ષ તો ક્યાંય માતો નથી. શું પ્રભુનાં શાન્ત નયનો છે ! શું એમની સૌમ્ય આકૃતિ છે ! શું એમનો છે સંયમથી દીપતો દેહ છે ! અને વાણી.. ? 9 વાણી તો નગાધિરાજ પરથી વહેતી ગંગાની જેમ છલછલ કરતી વહી રહી છે ! સૌ એને સાંભળી પરમ પ્રસન્ન બન્યા છે. હું આ વખતે સૂર્ય જેવા તેજસ્વી અને છે. ચન્દ્ર જેવાં સૌમ્ય શ્રી ગૌતમે માનવહૈયામાં . ઘોળાતો પ્રશ્ન પૂછ્યો : બિંદુમાં સિંધુ ૨૬૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રભો ! આત્મા શાથી ભારે બની અધોગતિને પામે છે ? અને કયા પ્રકારે હળવો બની ઊર્ધ્વગતિને પામે છે ?' પ્રશ્ન ગંભીર હતો છતાં સમયોચિત હતો. સૌને જીવનના ભારથી હળવા બનવું હતું એટલે સૌની જિજ્ઞાસા વધી. વાતનો મર્મ જાણવા સહુ ઉત્સુક બન્યા. ભગવાનનાં કરુણા નીતરતાં નયનો સભા ૫૨ ઠર્યાં. થોડી વારે એ બોલ્યા : ‘ગૌતમ ! તુંબડું તરવાની શક્તિવાળું છે, એ સૌ જાણે છે. એક માણસ એ તુંબડું લાવે. એ સારું હોય, સૂકું હોય, કાણા વિનાનું હોય. પછી એ તુંબડા પર ચીકણી માટીનો લેપ કરે, અને એને સુકાવે. સુકાયા પછી લેપ કરે, વળી સુકાવે. આમ આઠ-આઠ વાર પટ આપે. પછી એને પાણીમાં નાંખે, તો શું તરવાના સ્વભાવવાળું એ તુંબડું તરશે ?' ના, પ્રભો !' આખી સભા એકઅવાજે બોલી. પછી ભગવાન બોલ્યા : ‘આ રીતે આઠવાર લેપ કરેલા તુંબડાને પાણીમાં નાખે તો, એ તરવાની શક્તિવાળું તુંબડું પણ પાણીમાં તરતું નથી, બલકે ડૂબી જાય છે; તેમ આત્મા પણ હિંસા, અસત્ય, ચોરી, અસંયમ, ક્રોધ, માન, માયા અને લોભના કુસંસ્કારોથી લેપાયેલો ભારે થઈ જાય છે. તરવાની આવડત છતાં, એ ડૂબે છે.' હૃદય ને બુદ્ધિનો સ્પર્શતો આ ઉપદેશ સાંભળી સભા ડોલી રહી. આગળ વર્ધમાને કહ્યું. ‘પણ ગૌતમ! એ તુંબડા પરના લેપનો પહેલો થર કોહવાય અને ઊખડી જાય તો એ થોડું અધ્ધર આવે, વળી એક થર ઓછો થતાં વધુ ઊંચે આવે, એમ કરતાં એ બધા થર ઊતરી જતાં, તુંબડું મૂળ સ્વભાવે હળવું થતાં, પાણીની સપાટી પર તરવા લાગે. તે જ રીતે આત્મા પણ અહિંસા, સત્ય, અચૌર્ય, સંયમ, અપરિગ્રહ, ક્ષમા, મૃદુતા, સરળતા ને નિર્લોભતાના આચરણથી કુસંસ્કારોને નિર્મૂળ કરી, આઠે કર્મોનો ક્ષય કરી હળવો બની ઊર્ધ્વગતિને પામે છે.’ ગૌતમે ભગવાનના ઉપદેશનો સાર તારવતાં કહ્યું ‘એટલે, પ્રભો ! કુસંસ્કારોથી આત્મા ભારે થઈને અધોગામી બને છે. સુસંસ્કારોથી આત્મા હળવો બની ઊર્ધ્વગામી બને છે !' પ્રભુનાં દર્શન કરી પાછા ફરતા સભાજનોના મુખ પર જાણ્યાનો પ્રકાશ હતો અને રાજગૃહના ઘરઘરમાં એની ચર્ચા હતી. : ૨૬૮ : મધુસંચય Page #286 -------------------------------------------------------------------------- ________________ પ૭૭. વીતરાગનો માર્ગ વાત સાંભળીને તો દેવોની આંખમાં પણ આંસુ આવ્યાં : છાએક સંસારી મરીને સ્વર્ગે ગયો અને એક સાધુ મરીને નરકે ગયો !” એક જિજ્ઞાસુએ આનું કારણ એક ચિન્તકને પૂછ્યું : “આમ કેમ બન્યું ? નીચે રહેલો ઉપર ગયો અને ઉપર રહેલો નીચે ગયો ?' ચિન્તકે કહ્યું : “સંસારી રાગમાં રહેવા છતાં ત્યાગીઓનો સંગ કરતો, જ્યારે સાધુ ત્યાગમાં રહેવા છતાં રાગીઓનો સંગ કરવા ઝંખતો; એટલે રાગી અંતરથી ત્યાગી થયો અને ત્યાગી અંતરથી રાગી થયો. વીતરામનો માર્ગ આ છે : રાગનો ત્યાગ અને ત્યાગનો રાગ. પ૭૮. જાગૃતિનો જય હો સન્તના વાયરા ફૂંકાયા છે. કોયલ આંબાવાડિયાને ગજવી રહી છે. અા એક સંત આસોપાલવના વૃક્ષ નીચે ચિત્તનમાં ડૂબેલ છે. એમના જ્ઞાનની કીર્તિ ચારે દિશામાં પ્રસરેલી છે. એમનાં દર્શને તે દેશના મહાન વિજયી મહારાજા આવ્યા. એમનું રાજ્ય વિશાળ છે. વૈભવ અપાર છે. એમના નામથી શત્રુઓ કંપી ઊઠે છે ! એમણે આવી સંતને નમન કર્યું, પણ એમના મનમાંય ગર્વનો પડછાયો તો હતો જ ! સંત એમના મનની વાત પામી ગયા. સંતે આશીર્વાદ આપી કહ્યું : રાજન ! એક વાત પૂછું ? તમે આટલું વિશાળ ને સમૃદ્ધ રાજ્ય તો મેળવ્યું, પણ કો'કવાર કોઈ નિર્જન રણમાં તમારા પ્રાણ તરસને લીધે ઊડી જવાની તૈયારીમાં હોય, ત્યાં કોઈ પાણીના એક પવાલાના બદલામાં તમારા રાજ્યનો અર્ધો ભાગ માગે તો તમે આપો ખરા ?' રાજાએ નમ્રતાથી ઉત્તર આપ્યો : “હા, એવા સંયોગોમાં અરધું રાજ્ય પણ આપું !' સંતે આગળ ચલાવ્યું : “અને એ પાણી પીધા પછી એવો કોઈ ભયંકર રોગ ઊપડે કે તમારો જીવ જવાની પળ આવે, તેવામાં કોઈ વૈદ્ય આવી તમને સ્વસ્થ કરવાના બદલામાં બાકીનું અધું રાજ્ય માંગે તો ?' રાજાએ ઉત્સાહમાં આવી કહ્યું : “તો શું પ્રભો ! એ બાકીનું અધું રાજ્ય પણ આપી દઉં. જીવથી વધુ વહાલું શું છે !” સંતે રાજાના અંતરમાં સોંસરી ઊતરી જાય એવી ગંભીર વાણીમાં કહ્યું : બિંદુમાં સિંધુ ૨૬૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ ‘અરે, ભલા રાજા ! ત્યારે પાણીના એક પવાલાના બદલામાં જે રાજ્ય આપી દેવું પડે, એવા સામાન્ય રાજ્યને મેળવવા ને સાચવવા માટે તેં તારા અમૂલ્ય જીવનને ધૂળ કર્યું ! અને એનો અફસોસ કરવાને બદલે ઊલટો ગર્વ કરે છે !' આ સચોટ દલીલથી રાજાની ઊંઘ ઊડી ગઈ ! મનમાં જાગૃતિ આવતાં રાજાની આંખમાં નમ્રતાનાં નીર આવ્યાં. એનું માથું નમ્રતાથી સંતચરણમાં ઢળ્યું, અને આમ્રના વૃક્ષ ઉપર બેઠેલી કોયલ જાણે ટહુકી ઊઠી : ‘આત્મજાગૃતિનો જય હો !' ૫૭૯. વિનિમય એ ક ધૂર્ત, ઘીના ઘડામાં ઉ૫૨ ઘી અને નીચે પાણી ભરી, કો'કને ફસાવા જઈ રહ્યો હતો. ܀܀ બીજો ધૂર્ત પિત્તળના કડા પર સોનાનો જ૨ા ઢોળ ચડાવી વેચવા જઈ રહ્યો હતો. જાઉં.’ માર્ગમાં બંને સામસામા મળ્યા. પહેલાંએ કહ્યું, ‘ઘી લેવું છે ?' ‘હા, પણ તારે આ સત્તાનું કડું લેવું છે ?' પૂર્વે પૂછ્યું. ચાલો આપણે વિનિમય કરીએ. તમે આ ઘડો લઈ જાઓ. હું કડું લઈ આ સમજ્યો મેં છેતર્યો, બીજો સમજ્યો મેં બનાવ્યો. જગતમાં પણ આમ જ આપ-લે ચાલે છે ને ? ૫૮૦. વિજયધ્વજ રાણસીની વિદ્વત્સભા એ દિવસે ધ્રૂજી ઊઠી. અનેક સભાઓને જીતી, એક વીદિગ્વિજય પંડિત એ દિવસે વારાણસીના વિદ્વાનો સાથે જ્ઞાનચર્ચા કરવા આવવાનો હતો. પાંચસો તો તેની આગળ વિજયધ્વજ હતા. એ આવ્યો. સભા ભરાઈ. ઘણા દિવસો સુધી શબ્દરૂપી મેઘમાળાની ઝડી વ૨સી અને કાર્તિકની પૂર્ણિમાના દિવસે એણે સભાનો જય કર્યો. વિદ્વત્સભાના સઘળા પંડિતો શરમયો મસ્તક નમાવી રહ્યા. વિજયી પંડિતે હગર્જના કરી : ‘હજુ કોઈ છે બાકી ? હારું તો આ પાંચસો વિજયધ્વજ મૂકી એના ચરણોમાં પડું.' ૨૭૦ * મધુસંચય Page #288 -------------------------------------------------------------------------- ________________ એક યુવાને આ ઘોષણા ઝીલી લીધી. સૌની દૃષ્ટિ એ તેજસ્વી મૂર્તિ ભણી ખેંચાઈ. તુષારધવલા માતા સરસ્વતી એના પર આશીર્વાદ વર્ષાવી રહ્યાં હોય એવાં તેજ એની મુદ્રા પરથી વેરાતાં હતાં. તે યુવાનના મુખમાંથી જ્ઞાનના તેજથી ઝળહળતી અકાઢ્ય દલીલો પ્રગટવા લાગી. અગાધ તર્કબળથી એણે એ દિગ્વિજયી વિદ્વાન પર વિજય મેળવ્યો; અને ત્યારે જ સૌને ખબર પડી કે, આ તો ગુજરાતમાંથી અભ્યાસ કરવા આવેલ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી છે. મહાસભાએ પ્રસન્ન થઈ એમને ન્યાયવિશારદનું બિરુદ આપ્યું. આ વિજય મેળવીને એ ગૂર્જરભૂમિમાં પધાર્યા, પણ એમનું મસ્તક ગર્વથી ઉન્નત હતું, વિદ્યાના ગૌરવની સાથે વિદ્વત્તાનો ગર્વ એમના ઓષ્ઠને ધનુષ્યની જેમ ખેંચાયેલા રાખતો હતો. પાંચસો પાંચસો વિજયધ્વજો એમની આગળ ચાલતા હતા, અને વાહવાહ કરનારું પંડિતમંડળ એમની આસપાસ દિવ્ય ભામંડલની જેમ એમની પ્રતિભા પૂ.રી રહ્યું હતું. આ સમાચાર મહાયોગી શ્રી આનંદઘનજીને મળતાં એમનાં નયનોમાં આનંદ ને વેદનાનાં આંસુ ઊભરાયાં ! અરે, જ્ઞાનનો ગર્વ સાધુને ન શોભે ! નમ્રતા એની જ નસંગિની હોય ! એક નમતી સાંજે ઉપાધ્યાયજીને એ મળ્યા, અને જ્ઞાનગોષ્ઠિ કર્યા પછી ઠાવકું મોં રાખીને મિતપૂર્વક યોગીરાજે પૂછ્યું: ‘ઉપાધ્યાયજી ! કેવળજ્ઞાનીઓનું અને ચૌદ પૂર્વધરનું જ્ઞાન આપણા જ્ઞાન કરતાં વધારે કે ઓછું ? સાશ્ચર્ય ઉપાધ્યાયે કહ્યું : “શું બોલો છો યોગીરાજ ! એ તો જ્ઞાનનો સિંધુ કહેવાય. આપણું જ્ઞાન તો એની આગળ માત્ર એક બિન્દુ !' યોગીરાજે મધુર સ્મિત કર્યું : “હા, તો એમની આગળ વિજયધ્વજની લાખ લાખ હારમાળા ચાલતી હશે, ખરુંને ?' આ સાંભળી ઉપાધ્યાયજીનો આત્મા યોગીને ચરણે નમી રહ્યો અને ગર્વનાં પાણી નેત્રો દ્વારા ઝરી ગયાં. ત્યાં દિવ્ય ધ્વનિ થયો : ના વિદ્યા યા વિમુt – વિદ્યા છે કે જે વાસનામાંથી મુક્તિ અપાવે. ગર્વમાંથી નમ્ર બનાવે. બિંદુમાં સિંધુ ૨૭૧ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૫૮૧. વાણીનો વિવેક નગરપતિને દુઃસ્વપ્ન આવ્યું કે એના દાંતની આખી બત્રીસી તૂટી પડી. • આ સ્વપ્નથી નગરપતિ ઝબકી જાગ્યો. યુવાનવયમાં દાંતની બત્રીસી પડી જાય, પછી તો થઈ રહ્યું ના ! મુખકમળની શોભા, કસમકળી જેવા દાંત. એ પડી જાય પછી મુખની શોભા શી ? બહાર મોં કઈ રીતે બતાવાય ? નગરપતિએ પ્રભાતે જોશીઓની એક સભા બોલાવી. તેઓને પૂછ્યું : મને સ્વપ્ન આવ્યું છે. એ સ્વપ્નનો ફળાદેશ કહો.' સભામાં બે સમર્થ, ભૂત-ભાવિને ભાખનારા જોશી હતા. એક સ્વપ્નવત્તાએ કહ્યું : “આપનું સ્વપ્ન ઘણું જ ભયંકર છે.” આ વાક્ય સાંભળતાં જ સભામાં ભય છવાઈ ગયો. એણે આગળ ચલાવ્યું : “આપની બત્રીસી પડી ગઈ, એનો અર્થ એ જ કે આપનું આખું કુટુંબ મરણને શરણ થશે. આપ જોયા જ કરશો અને એક પછી એક સૌ સગાંવહાલાં મૃત્યુ પામશે.” જોશીએ સ્પષ્ટ કહી નાંખ્યું. સભામાં સ્તબ્ધતા સાથે શોક છવાઈ ગયો. સ્વપ્ન અને વાણીના વિવેકના વેત્તા બીજા જોશીએ કહ્યું : “પ્રભો ! હું આનો ફળાદેશ વિચાર કરી, આવતી કાલે પ્રભાતે કહીશ.' નગરપતિ બીજા દિવસની પ્રતીક્ષા અનિમેષ નયને કરી રહ્યો. એના હૈયા પર શોકનો ભાર હતો. મુખ પર ચિન્તા હતી. બીજા દિવસે વિદ્વાનોની સભા મળી. સૌ એ વિદ્વાનના શબ્દો ઝીલવા ઉત્સુક બન્યા હતા. વાણી-વિવેકના વેત્તાએ ગંભીરતાપૂર્વક કહ્યું : “આપ ધારો છો એટલે આ સ્વપ્ન ભયંકર નથી. આ સ્વપ્ન તો આપના દીર્ધાયુષ્યનું સૂચક છે. આપનું આયુષ્ય એટલું તો દીર્ઘ છે કે આપના કુટુંબમાંથી કોઈનેય આપનું મૃત્યુ જોવાનો પ્રસંગ નહિ આવે. પ્રભો ! આપનું આયુષ્ય ઘણું જ દીર્ઘ છે, એટલો જ આ સ્વપ્નનો ફળાદેશ છે. ફળાદેશ સાંભળી, પ્રસન્ન થયેલો નગરપતિ જ્યારે વિદ્વાનને પુરસ્કાર આપી રહ્યો હતો, ત્યારે વિદ્વાનોના મનમાં વાણીના મહિમાનું મંથન ચાલી રહ્યું હતું : ફળાદેશ એક જ, પણ વાત મૂકવા મૂકવામાં કેટલું અંતર ? માણસની વાણીમાં કેવો જાદુ ભરેલો છે ! એ અમૃતને ઝેર બનાવી શકે. ઝેરને અમૃત બનાવી શકે. એ આનંદમાં શોકની હવા ઊભી કરી શકે. શોકમાં આનંદની હવા સર્જી શકે. માણસ આ પોતાની જાદુઈ શક્તિ સમજી જાય તો સંસાર કેવો સુમધુર બની જાય ! ૨૭૨ મધુસંચય Page #290 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨. શ્રદ્ધા સાચું બળ દ્વા એ અપૂર્વ બળ છે. શ્રદ્ધાળુ હૈયાને વિપત્તિના ઘનઘોર અંધકારમાં પણ Àઆશાનો પ્રકાશ મળતો હોય છે. નિસીમ શ્રદ્ધાને આ વિશ્વનું કોઈ પણ કાર્ય અસાધ્ય નથી. ગુર્જરેશ્વર કુમારપાળને એકદા અનિવાર્ય રીતે સમરાંગણમાં ઊતરવું પડ્યું. કારણ એ હતું કે શાકંભરીના પૂરણરાયે ગુજરાતની સુકુમાર સંસ્કૃતિનું ભયંકર અપમાન કર્યું હતું. ગુર્જરેશ્વરને મન આ ધર્મયુદ્ધ હતું. પોતાના ધર્મ ને સંસ્કૃતિના અપમાનનો આ પ્રતીકાર હતો. આમાં હારે તો ગુજરાતની અસ્મિતા હણાય, એટલે અપૂર્વ જુસ્સા ને ઝનૂનથી એ લડી રહ્યા હતા. તલવારો વીંઝાણી, ભાલાઓ ચમક્યા, માથાં રાહુની જેમ ઊડવા લાગ્યાં અને પાણીને સ્થાને શોણિતની સરિતા વહેવા લાગી. સામા પક્ષને તરત ખબડ પડી ગઈ કે, ઘોડાઓને પાણી ગાળીને પાનાર ને પૂંજણીથી પૂજનાર આ રાજાનું પરાક્રમ કોઈ અજબ ! સામા પક્ષે ભેદનીતિ આદરી. કુમારપાળના સૈન્યને ફોડી નાખ્યું. સૌ ખૂટલ બન્યા. સૈન્ય ધીમે ધીમે પીછેહઠ કરવા લાગ્યું. એટલામાં સંધ્યાનો સમય થયો. સાંજે આવશ્યક ક્રિયા કર્યા વિના આ રાજર્ષિ કેમ રહી શકે ? એમણે મહાવત સામું જોયું. રાજાના ધર્મપ્રેમને જાણનારા વૃદ્ધ મહાવતનાં નયનમાં નીર આવ્યાં : ‘પ્રભો ! અત્યારે ઘણા ખૂટલ થયા છે. જીવસટોસટની આ ઘડી છે. કોણ ક્યાંથી ઘા ક૨શે એ કહેવાય તેમ નથી. ધર્મ-કર્મ રાજમહેલમાં હોય, સમરાંગણમાં તો યુદ્ધ !' ગુર્જરેશ્વરનાં નયનોમાં શ્રદ્ધાનો દીપ જલી રહ્યો હતો : એમણે કહ્યું : ‘મહાવત ! આ તો ધર્મયુદ્ધ છે. નાના જંતુનું રક્ષણ ક૨ના૨ મેં, માણસ સામે તલવાર ઉપાડી છે. કારણ એટલું જ કે અપરાધીને શિક્ષા કરવી એ ક્ષત્રિયનો ધર્મ છે ! ભય પામીને ધર્મને મૂકે તે કાયર ! સાચો ક્ષત્રિય કાયર કેમ હોઈ શકે ? હાર-જીત તો જીવનનાં બે પાસાં છે. મને એનો ભય નથી. હું તો આવશ્યક કરીશ જ.' હાથીની અંબાડી પર એમણે સાંધ્ય પ્રાર્થના શાન્તચિત્તે કરી, અને પુનઃ ભાલું સંભાળ્યું. આહ ! પછી તો શું એમનામાં બળ આવ્યું છે ! મહાચક્રની જેમ ઘૂમતા ભાલાને સૌ જોઈ જ રહ્યા. એમની શ્રદ્ધાએ સૈન્યમાં શ્રદ્ધા આણી. ખૂટલ થઈ પાપના માર્ગે જતા સૈનિકોનાં હૈયાંમાં કર્તવ્યધર્મની રેખા પ્રગટી. બિંદુમાં સિંધુ ૨૭૩ Page #291 -------------------------------------------------------------------------- ________________ બીજી પળે ગુર્જરેશ્વર કુમારપાળનું ભાલું પૂરણરાયની છાતી પર મંડાણું. ભૂમિ પર અશરણ બની ઢળેલા પૂરણરાયે ગુર્જરેશ્વરની શરણાગતિ સ્વીકારી. વિજયી ગુર્જરેશ્વરે એને અભયદાન આપી મુક્ત કર્યો ! જનતા બોલી ઊઠી : “વાહ રે વાહ ! સત્તા ને સંપત્તિ માટે લડતા લડવૈયા તો અમે ઘણાય જોયા, પણ સંસ્કૃતિ માટે ધર્મયુદ્ધ કરતા ગુર્જરેશ્વર કુમારપાળ, તેં તો હદ કરી ! ધન્ય હો તારા શ્રદ્ધાભર્યા સિંહ-હૈયાને !” ૫૮૩. જેણે છોડવું, તેને કોઈ ન છેડે ! ગ અને ભોગની તેજછાયાથી બનેલા આ જગતનો વિચાર કરતા ને ઊઘડતા પ્રભાતનાં કિરણોમાં સ્નાન કરતા મહામુનિ રાજગૃહની શેરીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. એમની નજરે એક દશ્ય પડ્યું, અને એ થંભી ગયા : એક કૂતરું મોંમાં હાડકું લઈ પૂરઝડપથી દોડી રહ્યું હતું અને દશેક કૂતરાંએ તેનો પીછો પકડ્યો હતો. એના જ જાતિભાઈ, એને ન પહોંચે તો થઈ રહ્યું ના ? થોડે જ આધે જતાં એના પર બધાંય કૂતરાં ત્રાટકી પડ્યાં. કોઈએ એના બરડામાં બચકું ભર્યું, કોઈએ એનો પગ ઝાલ્યો, કોઈએ એને ધૂળ ભેગું કર્યું. એ રીતે જોતજોતામાં તેને લોહીલુહાણ કરી મૂક્યું. અંતે એ શ્વાન થાકયું. પોતાનો જીવ બચાવવા એણે એ હાડકાને પડતું મૂક્યું. તે જ ક્ષણે સહુએ એને છોડી દીધું. દશમાંના એકે એ હાડકું ઊંચકી લીધું. યોગીરાજ તો આશ્ચર્યભેર જોઈ જ રહ્યા હતા. હવે પેલાં નવ, આ એમના જ સાથી પર ત્રાટક્યાં અને પહેલા શ્વાનની. જેમ એને પણ ધૂળ ભેગું કર્યું. આ બીજા કૂતરાએ પણ પહેલાંની જેમ પોતાનો જીવ બચાવવા હાડકું છોડી દીધું. હાડકું ત્રીજાએ ઝડપ્યું અને પેલાં આઠેય કૂતરાંએ આ ત્રીજા ઉપર હુમલો કર્યો. પેલાં લોહીભીનાં બે કૂતરાં પૂંછડી દાબી, એક ખૂણામાં ઊભાં ઊભાં ભસી રહ્યાં હતાં. હવે એમને ભય નહોતો, કારણ કે લડાયક કૂતરાંઓની નજર પેલા હાડકા પર જ હતી અને જેની પાસે તે હાડકું હોય તેના પર એ ધસતાં હતાં અને તેને લોહીભીનું કરતાં હતાં. મુનિ વિચારી રહ્યા હતા કે જે ગ્રહણ કરે તે દુઃખી થાય છે, જે છોડે ૨૭૪ મધુસંચય Page #292 -------------------------------------------------------------------------- ________________ છે તે સુખી થાય છે. પરિગ્રહમાં આ બંધન છે, ત્યાગમાં મુક્તિ છે. આ રસહીન અને શુષ્ક હાડકું પકડનારને પણ આટલું લોહી આપવું પડ્યું, તો રસભર વસ્તુમાં આસક્ત રહેનારને તો કેટલું લોહી આપવું પડશે ? જેણે છોડયું તેને કોઈ છેડતું નથી. જે પકડે છે, તેની પાછળ સૌ પડે છે. ટૂઈલે૨ીસ મહેલના સ્નાનાગારની મરામત નેપોલિયને કરાવી. ખંડ તૈયાર થતાં મહેલના અધિકારીઓએ ફ્રાન્સના શ્રેષ્ઠ ચિત્રકારો પાસે ત્યાં સુંદર ચિત્રો દોરાવ્યાં. સ્નાનગૃહ પૂર્ણ થતાં નેપોલિયન સ્નાન કરવા ગયો ત્યાં એની નજ૨ દીવાલ પર રહેલાં સ્ત્રીનાં ચિત્રો પર પડી. એ સ્નાન કર્યા વિના જ પાછો વળ્યો અને અધિકારીઓને હુકમ કર્યો, ‘નારી-સન્માન જાળવો. સ્નાનગૃહ પાસે સ્ત્રીઓનાં ચિત્રો દોરી નારીનું અપમાન ન કરો. જે દેશમાં નારી આમ વિલાસનું સાધન ગણવામાં આવે છે તે દેશનો વિનાશ થાય છે.' એ ચિત્રોને કઢાવ્યા પછી જ એ સ્નાનગૃહમાં ગયો. ૫૮૪. જ્વાળા અને જળ ક્ષિ તિમોહનબાબુનાં પત્ની અગ્નિની જ્વાળા જેવાં ક્રોધી હતાં, તો બાબુ શ૨૬ની પૂર્ણિમા જેવા શાંત હતા. એક દિવસ નમતી સાંજે, જમવાની વેળા વીતી ગયા પછી, બાબુ ઘેર આવ્યા. એમની પ્રતીક્ષા કરી, કંટાળી ગયેલી એમની પત્નીએ આંખ લાલ કરી કહ્યું : ‘તમને તો સેવાનું ઘેલું લાગ્યું છે. રસોઈ ટાઢી થઈ જાય છે ને જમવાની વેળા વીતી જાય છે, એનુંય તમને ભાન નથી. લો, આ ટાઢું છે તે જમી લો.' એમ કહી એણે ટાઢા ભાતની થાળી પીરસી. બાબુએ લાક્ષણિક સ્મિત કરી, એ થાળી પત્નીના માથા ઉપર મૂકતાં કહ્યું, ‘કંઈ નહિ, ભાત ઠંડા હોય તોયે તારા માથામાં અગ્નિ ધખધખે છે, એટલે વાંધો નથી. તારા માથાની ગરમીથી આખું ઘર અને તારી આંખો ગરમ ગરમ થઈ ગઈ, તો આ ભાત ગરમ નહિ થાય ?' આ કટાક્ષભર્યા વિનોદથી એમનાં પત્ની શરમથી હસી પડ્યાં. પોતાના પતિના આવા પ્રેમાળ, શાંત ને વાત્સલ્યભર્યા રમૂજી સ્વભાવ પર મુગ્ધ થઈ, જીવનભ૨ ક્રોધ ન કરવાની એ જ પણે એણે પ્રતિજ્ઞા લીધી. ક્રોધને ક્ષમાથી જીતો ! વસમે રમે હારૂં | બિંદુમાં સિંધુ : ૨૭૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ એ જો અગ્નિની જ્વાળા છે, તો ક્ષમા એ જળનો ફુવારો છે. જળ હોય ત્યાં અગ્નિ કેમ પ્રગટે ? અને કદાચ કિનારા પર પ્રગટે તોય એને બુઝાતાં વાર શી લાગે ? પ૮૫. માન મળે તો જ્ઞાન મળે ! છે, હુબલી સમરાંગણમાં સંયમી તો થયા, પણ એમના હૈયામાં રહેલી માનની ગોળી નહોતી ગળી. એમના મનમાં એમ કે કેવળજ્ઞાન થયા પછી ભગવાન 28ષભદેવ પાસે જઈશું તો સંયમમાં મોટા પણ ઉમરમાં નાના મારા ભાઈઓને નમવું નહિ પડે. એટલે કેવળજ્ઞાન મેળવવા એમણે તપ આદર્યો. કેવો આકરો તપ ! એમની કાયા પર વેલડિયો વીંટાઈ, એમના કાનમાં ચકલાએ માળા નાખ્યા, તોય એમને જોઈતી વસ્તુ ન લાધી. એમની કાયાએ તાપના, ટાઢના, વરસાદનાં દુઃખડાં વેડ્યાં, પણ કેવળજ્ઞાન પ્રાપ્ત ન થયું, કારણ કે અભિમાનની ગોળી નહોતી ગળી. ભગવાન ઋષભદેવે કરુણા આણી, બાહુબલીની બે સાધ્વી બહેનોને બોધ આપવા મોકલી. બહેનોએ કહ્યું; “બાંધવા ! હાથી ઉપરથી નીચે ઊતરો, માનના શિખર પર બેઠેલાના હૈયામાં જ્ઞાનની જ્યોત પ્રગટતી નથી. ત્યાં ગર્વના વાયુ વાય છે. જ્ઞાનદીપ બુઝાઈ જાય છે, માટે વીરા ! નીચે ઊતરો. જ્ઞાનના સૂર્યની આડે અભિમાનનો પડદો આવે છે ત્યારે માણસ છતી આંખે અંધ થાય છે.' શાણા બાહુબળી ચમક્યા, ચેત્યા. એમનો આત્મા નાના બાંધવોને વંદન કરવા તૈયાર થયો. અંતરમાં લઘુતા આવી. માત્ર એક ડગ ભર્યું ત્યાં કેવળજ્ઞાનના પ્રકાશથી એમનો આત્મા પ્રકાશી ઊઠ્યો. વાહ ! માન મળે તો જ્ઞાન મળે. ૫૮૬. સંસારની શેરડી છે. સારનું કલહમય જીવન જોઈ, જીવનદાતા સૂર્યદેવ નિરાશ થઈ અસ્તાચળ તરફ સરકી રહ્યા હતા. ત્યાં એમની નજરે પ્રેમનો એક સોહામણો પ્રસંગ પડ્યો, અને સૂર્યદેવનો ગ્લાનિભર્યો ચહેરો હર્ષથી નાચી ઊઠ્યો ! ભક્ત કવિ તુકારામ શેરડીના દશ સાંઠા લઈ ઊભી બજારે ચાલ્યા જાય છે. એમની આંખમાં બાળક જેવી નિર્દોષતા છે, મુખ પર ગુલાબ જેવું મૃદુ ને ૨૭૬ * મધુસંચય Page #294 -------------------------------------------------------------------------- ________________ મુક્ત થાય છે. એમને જોઈ બાળકો ઘેલાં થાય છે. નિર્દોષ બાળકોને જોઈ પોતે ઘેલા થાય છે. બાળકોએ હાથ ધર્યા એટલે સૌને એક એક સાંઠો આપી, માત્ર એક સાંઠો લઈ એમણે ઘરના આંગણામાં પગ મૂક્યો. આંગણામાં ઊભેલી એમની ક્રોધમુખી પત્ની આ જોઈ સળગી ઊઠી. એ મનમાં બબડી : “આની દાનવીરતા તો જુઓ ! ઘરમાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો.” ત્યાં તુકારામે સાંઠો એના હાથમાં મૂક્યો. પત્નીએ શેરડીનો તિરસ્કાર કરી કહ્યું : “કો આને ઉકરડે ! ફૂલણજી થઈ બધાય સાંઠા છોકરાઓને વહેંચ્યા, તેમ આનેય આપી દેવો હતો ને ? આને અહીં શું કરવા લાગ્યા !” એમ કહી ક્રોધના આવેશમાં ભાન ભૂલેલી એણે સાંઠો પતિના બરડામાં ફટકાર્યો ! ચોટ તો એવી લાગી કે સાંઠાના બે કકડા થઈ ગયા. છતાં મીઠું હાસ્ય કરી તુકારામે કહ્યું : “જાણતો જ હતો કે મને મૂકીને તું એકલી તો નહિ જ ખાય. તું તો અધગના કહેવાય. મને અર્ધો ભાગ આપ્યા વિના તું ખાય ખરી ? અધગનાનો ધર્મ તેં બરાબર પાળ્યો છે !” એમ કહી એક ટુકડો મોંમાં મૂકી એ બાળકની જેમ રસ ચૂસવા લાગ્યા. આ જોઈ એમનાં પત્નીની આંખમાં આંસુ આવી ગયાં. કહ્યું છે ને, તિરસ્કારને પ્રેમથી જીતો. લોહીથી ખરડાયેલાં કપડાં લોહીથી નહિ, પણ પાણીથી શુદ્ધ થાય, તેમ તિરસ્કારનો પ્રતિકાર ક્રોધથી નહિ, પણ પ્રેમથી થાય. તલવાર સામે ઢાલ, અગ્નિ સામે પાણી, તેમ તિરસ્કાર સાથે પ્રેમ ! ૫૮૭. ભગવાન વર્ધમાનનાં વચનો वोच्छिन्द सिणेहमप्पाणो कुमुयं सारहयं व पाणियं से सव्वसिणेहवज्जिए समयं गोयम ! मा पमाये ।। રદઋતુનું કુમુદ જેમ કીચડને ત્યજી પાણીની ઉપર આવે છે, તેમ તારા મન પર ચોંટેલા મોહને છોડીને તું અધ્ધર આવ. હે ગૌતમ ! એક પળનો પ્રમાદ મા કર ! બિંદુમાં સિંધુ ૨૭૭ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮. હાથે કરીને હેરાન રાજગૃહની શેરીઓમાં તો જાણે સરિતાઓ ફરવા નીકળી હતી. વર્ષોની આ રંગલીલા નિહાળતા મગધપતિ બિંબિસાર ને મહારાણી ચેલણા મહેલના ઝરૂખામાં બેઠાં હતાં. ચારે બાજુ અંધકાર જામ્યો હતો. માણસના કાળજાને કંપાવી નાંખે એવી ગર્જનાઓ થઈ રહી હતી. ક્યાંય કંઈ દેખાતું ન હતું. નગરને અંધકાર ગળી ગયો હતો, માત્ર વીજળી ઝબકતી ત્યારે જ દુનિયાના અસ્તિત્વનો ખ્યાલ આવતો. કડાકા સાથે એક વીજળી ઝબૂકી અને એના પ્રકાશમાં થોડે દૂર, ઘૂંટણ સુધીના પાણીમાંથી લાકડાં ખેંચતા એક વૃદ્ધને રાણી ચેલણાએ જોયો. એ ચમકી. આવા ટાણે મજૂરી ! ‘મહારાજ ! જોયુને આપનું કલ્યાણરાજ ! એક બાજુ વૈભવની છોળો ઊછળી રહી છે, જ્યારે બીજી બાજુ પેટ માટે માત્ર પેટ ભરવા માટે – આવા વરસાદમાં માણસને કાળી મજૂરી કરવી પડે છે ! આ તે કલ્યાણરાજ્ય કે કાળરાજ્ય !' મગધરાજ આમાં કંઈ ન સમજ્યા. એમણે કંઈ જ જોયું નહોતું : ‘રાણી ! તમે શું કહો છો ? અત્યારે કેવો માણસ અને કેવી મજૂરી ?' ત્યાં તો ફરી વીજળી ચમકી. બંનેની નજર ઢીંચણ સુધીના પાણીમાં શ્રમ કરતો વૃદ્ધ નજરે પડ્યો. મગધરાજ વાત સમજી ગયા. આજ્ઞા કરી : ‘રે, કોઈ છે હાજર !' દ્વારપાળે આવી નમન કર્યું. – જાઓ, નદીકિનારા પર રહેલા પેલા માણસને બોલાવી લાવો.' દૂર આંગળી ચીંધતાં રાજા બિંબિસારે કહ્યું, થોડી વારમાં દ્વારપાળ સાથે એક માણસ આવતો દેખાયો. કછોટો મારેલા, જીર્ણ શરીરવાળા, લજ્જા ઢાંકવા માત્ર લંગોટી પહેરેલા, આશાથી ઊંડી ઊતરેલી આંખવાળા આ વૃદ્ધ પર પ્રાસાદની સુવર્ણદીપિકાઓનો પ્રકાશ પડી રહ્યો હતો. રાજા શ્રેણિકે પૂછ્યું : ‘આયુષ્યમાન ! તું કોણ છો ? શું તારા ઉદર પૂરતું અન્ન પણ તારે ઘેર નથી કે આમ અકાળે શ્રમ ક૨વા નીકળ્યો છે ?' વૃદ્ધે સભ્યતાથી નમન કરતાં કહ્યું : ‘હું ? હું તો અકિંચન મમ્મણ છું. મારે ઘેર અન્ન તો પૂરતું છે, એ ઉપરાંત બે સુંદર વૃષભ છે, એનાં ૨૭૮ * મધુસંચય ... Page #296 -------------------------------------------------------------------------- ________________ સાડાત્રણ શૃંગ તો તૈયાર થઈ ગયાં છે. અર્ધો ભાગ જ બાકી છે. તેની પૂર્તિ માટે નદીમાં તણાઈને આવતાં ચંદનના કાષ્ઠને બહાર કાઢવા માટે અત્યારે શ્રમ કરી રહ્યો છું. દિવસે કોઈ જાણે તો એ તાણી જાય એટલે આ અ-કાલ એ મારા માટે સુ-કાલ છે.' રાજાને વિચાર આવ્યો, વૃષભનાં શૃંગ ? એ વળી શું ? એ કંઈ ન સમજ્યા. રાત ઘણી વિતી ગઈ હતી, વાત ટૂંકી કરતાં રાજા બિંબિસારે કહ્યું : પ્રભાતે તમારી વાત સમજીને શિંગડાની વ્યવસ્થા રાજ્યભંડાર તરફથી કરવામાં આવશે. જાઓ, અત્યારે સુખે નિદ્રા કરો.' મમ્મણને બિંબિસારના પોતાના વિશેના અજ્ઞાન પર હસવું આવ્યું, અને સુખનિદ્રા શબ્દ એને આશ્ચર્યભર્યો લાગ્યો. ધનની ચિંતામાં એણે સુખનિદ્રા જોઈ જ ક્યારે હતી કે આજે એને સુખનિદ્રા આવે ? મમ્મણ નમન કરી ચાલ્યો ગયો. પ્રભાતે મમ્મણ શેઠ મગધરાજને પોતાને ત્યાં નિમંત્રી લાવ્યો. એક પછી એક ભોંયરાં વટાવતો અંદરના ભૂગર્ભમાં એને લઈ ગયો. ત્યાં એણે બે સુવર્ણના વૃષભ પડદા પાછળ રાખ્યા હતા. એ પડદો ઊંચકતાં મમ્મણે કહ્યું : “આ વૃષભોનાં ત્રણ શિંગડા તો રત્નથી મઢી દીધાં છે. ચોથો શૃંગનો થોડો જ ભાગ રત્નથી જડવાનો બાકી રહ્યો છે. એ થાય એટલે એક કાર્ય તો પૂરું થયું કહેવાય !” મગધરાજ બિંબિસાર તો આશ્ચર્યમાં ડૂળ્યા હતા. શુદ્ધ કાંચનના બે ભવ્ય વૃષભો એ શ્વેત વસ્ત્રની નીચેથી પ્રગટ્યા હતા. જાણે બલિષ્ઠ હાથીબાળ જોઈ લો. આંખને ઠેકાણે મૂલ્યવાન રત્નો મૂક્યાં હતાં અને એનાં શૃંગ તો રત્નખચિત સુવર્ણનાં હતાં, જેનાં પ્રકાશથી ભૂગર્ભનો ભાગ પ્રકાશમાં નહાઈ રહ્યો હતો. બિંબિસાર પોતે જુએ છે, એ સાચું છે કે પોતે નથી જોતા તે સાચું છે, એ ભ્રમમાં પડી ગયા. પોતાના રાજ્યભંડારમાં પણ ન મળે એવાં રત્નોનો આ સ્વામી અને છતાં આવી અંધારી મેઘલી રાતમાં ચંદનકાષ્ઠ ખેંચવાની કાળી મજૂરી ! ત્યારે રાજા શ્રેણિકને કરુણાસાગર ભગવાન વર્ધમાનનાં જ્ઞાનવચનો સાંભરી આવ્યાં. રૂમો માસ શ્રેણિક ! ઇચ્છાઓ ને તૃષ્ણાઓ આકાશની જેમ અનંત છે. એનો અંત આવતો જ નથી. સંતોષના શસ્ત્રથી તૃષ્ણાને છેદો, નહિ તો તૃષ્ણા માણસને છેદી નાખશે ! બિંદુમાં સિંધુ ૨૭૯ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૫૮૯. સંતનું નામ તહથ્થા વાઘ જેમના પડોશી છે એવી ભીલોની વસ્તીવાળા પ્રદેશમાં થઈ, G અમારે માળવામાં જવાનું હતું. અમે સાત પ્રવાસીઓ હતા. અમારો કપરો પ્રવાસ દાહોદથી શરૂ થવાનો હતો. દાહોદ સુધી તો વિહારમાં કોઈ મુશ્કેલી નહોતી નડી, પણ અહીંથી તો માર્ગ અતિ વિકટ હતો. દાહોદથી પહાડ અને જંગલ ભેદી રસ્તો વાંકાચૂંકો માળવામાં જાય છે. માર્ગમાં ઘણીખરી ભીલોની જ વસ્તી છે. જેની પાસે જમીન છે તે ખેતી પર નભે છે. જેને મજૂરી મળે છે તે મજૂરી કરી ખાય છે; પણ જેને આ બેમાંથી એકેય નથી મળતું તે ચોરી, લૂંટ અને શિકાર પર જીવે છે. વિદાય વખતે દાહોદના કેટલાક ભાઈઓએ અમને કહ્યું, “મહારાજશ્રી ! આપ આ રસ્તે પ્રયાણ તો કરો છો, પણ આ રસ્તો જેમ વિકટ છે તેમ કાંઈક ભયભરેલો પણ ખરો. માર્ગમાં ઉજળિયાત કોમનાં ઘર નથી, છે કેવળ ભીલોની, વસ્તી. આ સરહદના કેટલાક ભીલો તો ચોરી, અને લૂંટ પર જ જીવે છે. એમની ક્રૂરતા પર જબરી છે ! બે-ચાર રૂપિયા માટે માણસ જેવા માણસને મારી નાંખતાં વિચાર ન કરે એવા એ ક્રૂર છે ! માટે વોળાવિયા સાથે લીધા હોય તો ઠીક !' “અમે તો સાધુભાઈ ! એમ પારકું રક્ષણ અમને ન ખપે.” એમની વાત સાંભળ્યા વિના જ અમે તો ચાલી નીકળ્યા. રસ્તાની બંને બાજુ ઊંચાં ઊંચાં વૃક્ષો ડોલે. વૃક્ષોની ઘટામાં સ્વતંત્ર પંખીઓનાં મુક્ત ગાન ગુંજે. પર્વતમાંથી ઝરતા ઝરણાંનો ઝરમર મીઠો ધ્વનિ સંભળાય. પ્રભાતનાં કિરણો ઝાડનાં પાંદડાં વીંધી અમારા શરીર પર આવી સંતાકૂકડી રમે, અને મોટી મોટી આંખોવાળા દોડતાં હરણનાં ટોળાં અમારી સામે જુએ અને પાછાં લાંબી લાંબી ફાળ ભરી પવનવેગે દોડવા માંડે. આવાં મોહક દશ્યો જોતાં મારું હૈયું આનંદના ઝૂલે ઝૂલવા લાગ્યું. પ્રકૃતિ માતાના હાથના આનંદના આ મસ્ત જામના પાનથી મારું મન તો એવું મસ્ત થઈ ગયું કે પંદર માઈલનો પંથ કઈ રીતે કપાઈ ગયો, એનીયે ખબર ન પડી. મારા સાથીઓને જોતાં મને ખ્યાલ આવ્યો કે હું મુકામ પાસે આવી પહોંચ્યો છું. અમારો મુકામ એક વિશાળ વડ નીચે હતો, ત્યાં સામાન ગોઠવી આસન જમાવ્યું. સાથે આવનાર ભાઈઓએ ભોજનની સગવડ કરી હતી. ગોચરી (ભોજન) પતાવી બપોરે જરા આરામ કર્યો...આડું પડખું કરતાં ૨૮૦ કર મધુસંચય Page #298 -------------------------------------------------------------------------- ________________ જનિદ્રાદેવીએ ચઢાઈ કરી ! આરામની કિંમત તો શ્રમિતને જ સમજાય ને! આરામ લઈ ઊઠ્યો, ત્યાં આઠ-દસ ભીલ યુવાનો દેખાયા. ભાથામાં તીર, અને ખભે કામઠું નાંખેલા યુવાનોને જોતાં જ દાહોદની સરહદ પર પેલા ભાઈઓએ કહેલી વાતનું ભૂત મારી નજર આગળ ઊભું થયું. ચંચળ મને એક પ્રશ્ન ઊભો કર્યો : ‘અરે, બે-ચાર રૂપિયાની વસ્તુ માટે પણ ખૂનની સરહદ સુધી પહોંચી જનારા આ જંગલી યુવાનો, તોફાન તો નહિ કરેને ?” ત્યાં તો શ્રદ્ધા બોલી ઊઠી : ‘મૂર્ખ ! એની ક્રૂરતા કરતાં તારો પ્રેમ મહાન છે કે નહિ ? ક્યાં ગયું તારું પ્રેમનું સામ્રાજ્ય ? કે પછી વાતોમાં જ ? ભોળા મન ! આ બધા તો પ્રેમના સામ્રાજ્યના વફાદાર નોકરો છે. જેને પ્રેમની ભાષા આવડે છે, તે તો સિંહને પણ મિત્ર બનાવી શકે, તો શું આ માણસો તારા મિત્રો નહિ બને ? નાનો કીડો પથ્થરમાં ઘર કરી શકે તો માણસ માણસના દિલમાં ઘર ન કરે ?’ શ્રદ્ધાના આ શબ્દો મને વિશ્વપ્રેમના મહામંદિરમાં લઈ ગયા, જ્યાં માત્ર પ્રકાશ અને પરિમલ જ છે ! એમને મેં પ્રેમથી સંબોધ્યા. પ્રેમના પવિત્ર જળમાં સ્નાન કરી એ મારી નિકટ આવ્યા. પછી આ પ્રેમના તાંતણે બંધાયેલા યુવાનોએ કલાકો સુધી મારી સાથે વાર્તાલાપ કર્યો. એમની પહાડી મિશ્રિત અર્ધગુજરાતી ભાષા બને ત્યાં સુધી હું સમજવા પ્રયત્ન કરતો. સમજતો ત્યાં હું ઉત્તર આપતો, અને ન સમજતો ત્યાં જરા સ્મિત કરતો. મારા સ્મિતનો અર્થ ‘હું સમજ્યો નથી' એમ એ સહેલાઈથી કરી લેતા અને ઇશારાથી મને સમજાવતા. એમની વાતોમાં મને, અને મારી વાતોમાં એમને ધીરેધીરે એવો તો રસ પડ્યો કે સાંજ થવા આવી તોપણ ન ચસક્યો હું કે ન ખસ્યા એ. સંધ્યા એનો રંગબેરંગી સાળુ બદલી એની બહેનપણી રજનીને મળવા ગઈ, ત્યારે જ મને ખબર પડી કે સૂર્યાસ્ત તો ક્યારનોય થઈ ગયો છે ! ‘મહારાજ ! રસ્તો ખરાબ છે, એટલે વહેલા ન જતા. અમે તમને સામા ગામ સુધી વળાવવા આવીશું. લો રામ-રામ !' કામઠું ખભા ઉપર મૂકી ઊભા થતાં યુવાનોએ કહ્યું. ઘડીભર હું એ યુવાનોને જોતો જોઈ રહ્યો. એમનું શરીર કાળું હતું પણ વાતો કેવી ઊજળી હતી ! કપડાં ફાટેલાં હતાં પણ દિલ કેવું અખંડ હતું ! કપડાંને થીંગડાં હતાં પણ મન પર ક્યાં કૃત્રિમતાનાં થીંગડાં હતાં ? ચિરાયેલા બિંદુમાં સિંધુ * ૨૮૧ Page #299 -------------------------------------------------------------------------- ________________ ધોતિયાને એમણે ગાંઠો મારી હતી, પણ મનમાં થોડી જ એમણે ગાંઠો વાળી હતી ? એ તો પ્રકૃતિમૈયાના લાડકવાયા હતા. એક ઘા ને બે કટકા એ એમનું સૂત્ર હતું. એમને જો સાચું જ્ઞાન મળ્યું હોત તો ? એમનાં ઝટ સળગી ઊઠે એવા દિલની કોઈ દિલસોજ માનવીના હાથે માવજત થઈ હોત...તો...પણ આ પ્રશ્ન જ અસ્થાને છે ને ? આકાશના ઝરૂખામાંથી ઉષાએ પોતાનો ગુલાબી ચહેરો બહાર નહોતો કાઢ્યો, ત્યાં તો દશે યુવાનો તીર-કામઠાં લઈ હાજર થઈ ગયા. મારી સાથેના એક ભાઈ મનમાં જ બબડ્યા : ‘આ વળાવવાના બહાને અર્ધે રસ્તે લૂંટવા તો નથી આવ્યા ને ? પણ એનો બબડાટ સાંભળી મારાથી ન રહેવાયું. મારાથી બોલી જવાયું— શ્રદ્ધા ભરી જે સત્યથી, તે તો કદી ફરતી નથી; શ્રદ્ધાવિહોણી જિંદગી જગમાં કદી ફળતી નથી.' પણ કોણ જાણે મને એવું ઘેલું લાગ્યું કે એમની વાતો જ સાંભળવી ગમે. આખે રસ્તે વાતો, વાતો અને વાતો. એ યુવાનોને પણ એમનો અનુભવ ઠાલવવાની જાણે આજ ધૂન લાગી હતી ! રસ્તામાં ઝાડોની ઓળખાણ આપે. થોડું ચાલીએ ત્યાં પક્ષીઓની વાત ઉપાડે. વળી ખીણોની, પર્વતોની અને નદીઓની પિછાન કરાવે. ક્યાંક છૂપી પગદંડીઓની, શિકારની, લૂંટની અને છેલ્લે સંતાઈ જવાનાં સ્થાનોની વાતો કરે ! લૂંટની વાત નીકળતાં જ મારાથી ન રહેવાયું. મેં ખુલ્લા દિલે, પેલા ભાઈઓએ કહેલી વાત એમને કહી સંભળાવી. વાત સાંભળતાં જ એ ખડખડાટ હસી પડ્યા. પર્વતોમાં પડઘા પાડતું એમનું હાસ્ય સાંભળી હું જરા ઠરી ગયો. આ કેવું વિચિત્ર હાસ્ય ! ત્યાં તો એમનામાં એક શાણો ગણાતો નાયક જેવો યુવાન બોલી ઊઠ્યો : ‘સાચું, સાચું, મહારાજ ! તમે કહેલું બધું સાચું છે. તમારી આગળ અમે જૂઠું નહિ બોલીએ. અમારામાંનો એકાદ કોઈને લૂંટે એટલે અમે જ લૂંટીએ છીએ એમ કહેવાય; પણ અમે કોને લૂંટીએ છીએ એ તમને પેલા ભાઈઓએ કહ્યું નથી લાગતું !' મેં કહ્યું, ‘કોને વળી શું ? જેની પાસે માલ હોય તેને !' ‘ના, મહારાજ ! ના. અમારે માથે પણ ભગવાન છે. અમારેય એક દી મ૨વાનું છે. અમે જેને તેને ન લૂંટીએ. ગામમાં જે શાહુકાર થઈ, વિદ્યા ભણી, મીઠી વાતો કરી અમને લૂંટતા હોય, તેમને અમે અહીં લૂંટીએ છીએ. એ લોકો ૨૮૨ * મધુસંચય Page #300 -------------------------------------------------------------------------- ________________ ગરીબોને લૂંટતી વખતે થોડી જ દયા રાખે છે, તે અમે એમના ઉપર દયા રાખીએ ? એ અમ ગરીબોને પ્રેમથી ન આપે તો બીકથી તો આપે ને ! પણ તમારી વાત ન્યારી છે, તમે તો સાધુસંત કહેવાઓ. તમે કોઈને લૂંટતા નથી, પણ ઊલટું તમે તો આપો છો. તમને લૂંટવાના ન હોય, તમને તો આપવાનું હોય. તમને લૂંટે એને તો ભગવાન તૂટે. લો, મહારાજ ! આ ગામ આવી ગયું. અમે હવે પાછા વળીશું. રામ-રામ ! કો'ક દી આંહીં પધારજો અને ગોપસિંહને યાદ કરજો...” પ્રેમથી નમન કરી એમણે વિદાય લીધી, પણ ગામમાં પેસતાં મને એક જ વિચાર આવતો હતો કે, “હું એમને કેમ કરી સમજાવું કે તમે ઊભું કરેલું આ તત્ત્વજ્ઞાન ખોટું છે ! ગામના માણસો તમને લૂટે એટલે તમે એમને લૂંટો એ ક્યાંનો ન્યાય ! બે કાળી વસ્તુ ભેગી કરવાથી કાળી વસ્તુ થોડી જ ધોળી થઈ જવાની છે ?..પણ આ તો રહ્યા પ્રકૃતિમયાના લાડકવાયા ! એમને માટે તો એમણે ઊભો કરેલો ન્યાય જ સાચો, આપણો ન્યાય એમને શું કરવાનો ? આ પ્રસંગે મનને આટલું સમાધાન તો મળ્યું : આટલા અંધકારમાં પણ સાધુ-સંતના નામનો આછો આછો ધ્રુવ તારો પ્રકાશે, એ શું આશ્ચર્ય નથી ! ૫૯૦. બિંદુમાં સિંધુ આ ર્ષાઋતુ હતી. હરિયાળી વનરાજિથી વસુંધરા હસી રહી હતી. આકાશમાં વાદળો પર વાદળનો મંડપ જામ્યો હતો. આથમતા સૂર્યનાં કનકવણ કોમળ કિરણોએ આકાશમાં રંગોળી પૂરી હતી. લાલ-પીળા આછા જાંબલી વર્ણના મિશ્રણથી નીલવર્ણા ગગનમાં રંગનો બજાર જામ્યો હતો. એમાં સપ્તવણું મેઘધનુષ્ય ખેંચાયું. આ ઇન્દ્રધનુષની આસપાસ સોનેરી વાદળોને વીંધીને આવતાં કિરણો રાસલીલા રમવા લાગ્યાં. મહાત્મા આનંદઘનજીના ભક્તનું હૈયું પણ આ નયનમનોહર દૃષ્ટિથી નર્તન કરવા લાગ્યું. અન્મિલિત દૃષ્ટિથી ધ્યાનમાં લીન બનેલા આનંદઘનજી પાસે એ દોડી આવ્યો. ગુરુદેવ ! બહાર આવો. આવું જોવાનું ફરી નહિ મળે. ગગનમાં નિસર્ગની શું રંગલીલા જામી છે ! આહ...અલૌકિક !' મહાત્મા આનંદઘનજીના ઓષ્ઠ પર સ્મિત રમી રહ્યું – જાણે મત્ત ફૂલની મધુર સુવાસ પ્રસરી. વેલ પર જેત ફૂલ આવે એમ એમના હોઠ પર શબ્દો આવ્યા : બિંદુમાં સિંધુ ૨૮૩ Page #301 -------------------------------------------------------------------------- ________________ ‘વત્સ ! તું અંદર આવ. જેના માત્ર એક જ કિરણમાં વિશ્વની સમસ્ત લીલા અને શોભા સમાઈ જાય એવાં અનંત કિરણોથી શોભતા આત્માની આત્મલીલા અહીં જામી છે. તું અંદર આવ. આવો અવસર ફરી નહિ આવે. આવ, તું અંદર આવ.' ૫૯૧. અભયદાન શા માટે શ્રેષ્ઠ ? પૌ ષધનું પવિત્ર વ્રત લઈ રાજા મેધરથ ધર્મમંદિરમાં બેઠા હતા. પાપના ચંદ્રની આસપાસ તારક મંડળ જામે તેમ રાજાની ચારે બાજુ નાનામોટા રાજવીઓનું મંડળ જામ્યું હતું. મધ્યાહ્નનો સમય હતો અને ધર્મચર્ચા ચાલી રહી હતી. અભયદાન જીવિતદાન એ વાતનો વિષય હતો. - “દાનમાં અભયદાન જ શા માટે શ્રેષ્ઠ ?'' એક માંડલિકે પ્રશ્ન કર્યો. ‘કારણ કે અભય આપનારે પહેલાં પોતાનું જીવન અભય કરવું પડે છે. અને અભય, સંપૂર્ણ જીવનશુદ્ધિ વિના શક્ય જ નથી. વળી અભયવ્રત માટે વખત આવે જીવનનું પણ બલિદાન આપવું પડે.’ મેઘરથ રાજા આટલું કહે તે પહેલાં એક ભયભ્રાંત ધ્રૂજતા પારેવાએ એના ખોળામાં પડતું મૂક્યું. મેઘરથ બોલતાં થંભી ગયા. એમણે અણધાર્યા આવેલા આ પારેવા સામે જોયું. ગભરુ પારેવાની કરુણામય આંખો જીવનની ભીખ માંગી રહી હતી. એની ઊછળતી છાતી કહેતી હતી : ‘મને બચાવો, અનાથોના નાથ ! મારે તમારું જ શરણ છે. તમારું અભયવ્રત મને અભય નહિ અપાવે ?’ દયાળુ મેઘરથ એની આંખોના ભાવ પામી ગયા. કોમળ હાથ એના નાજુક પીછાં પર ફેરવતાં રાજાએ કહ્યું, ‘ગભરુ જીવ ! ગભરાઈશ નહિ. તું અભય છો. પ્રાણના ભોગે પણ શરણે આવેલાનું રક્ષણ કરવું એ મારો ક્ષત્રિય ધર્મ છે. એમાં પણ આજ તો મારે પૌષધવ્રત છે. તું અભય છો.' તે જ પળે, બારીમાંથી પવનના સુસવાટા સાથે ઝડપથી એક બાજે પ્રવેશ કર્યો. એની આંખો પારેવા પર મંડાઈ રહી. એની આંખોમાં રહેલી ક્રૂરતાથી પારેવું કંપી ઊઠ્યું. એ બોલ્યો : ‘રાજન, તમારા ખોળામાં ૨હેલું પારેવું એ મારું ભક્ષ્ય છે, એને મૂકી દો. ભૂખની આગમાં હું શેકાઈ રહ્યો છું.' અષાઢનાં વાદળાં આકાશમાં જામ્યાં હતાં. ધર્મમંદિરના ઉદ્યાનમાં વિસ્તરેલી વેલડિયોને ડોલાવતી પવનની લહેરખીથી વાતાવરણ ખુશનુમા હતું, ૨૮૪ * મધુસંચય Page #302 -------------------------------------------------------------------------- ________________ પણ બાજની આ હિંસક ભાષાથી વાતાવરણ ઉગ્ર થઈ ગયું. “બાજ ! શરણે આવેલાને શરણ આપવું એ અમારો ક્ષત્રિય ધર્મ છે. માણસ ધર્મ ચૂકે પછી શું રહે ? ભાઈ, મારે અભયવ્રત છે. એને અભય આપું છું. એ તને નહિ મળે.” મેઘરથના ઓષ્ઠ પર નિશ્ચયની દઢ રેખાઓ હતી. “મારે પણ જીવવા માટે પેટ તો ભરવું ને ?” લોહીતરસી આંખો ફેરવતાં બાજે કહ્યું. પણ પાપથી ?” દયાÁ આંખ બંધ કરતાં મેઘરથે કહ્યું, “પારકાથી પોતાનું પોષણ એ ધર્મનું શોષણ છે. તારા એક પીછાંને કાંપતાં જે કારમી વ્યથા તને થાય, એ જ આ પારેવાંને પણ થાય, એ સમાન જીવનધર્મ પણ તને નથી સમજાતો ? તારી તૃપ્તિ માટે બીજાનો સર્વનાશ કરવો છે ?' સૂર્ય વાદળમાંથી બહાર આવ્યો અને વાતાવરણમાં ઉગ્રતા વધવા લાગી. બાજના શબ્દોમાં પણ એટલી જ ઉગ્રતા હતી. “રાજન ! તમે પેટ ભરેલા છો તેથી ધર્મ અને અધર્મ, માનવતા ને દાનવતા, અહિંસા ને હિંસાની ફિલસૂફી તમને સૂઝે છે. પણ હું તો ભૂખ્યો છું. દરિદ્રતાનું દુઃખ અને ભૂખની પીડા કારમી હોય છે. અત્યારે તો હું ભૂખની આગમાં ભડભડ બળી રહ્યો છું.” ખરેખર ! ભૂખ એ રૂપને બાળનારી, લાવણ્યને ચૂસનારી, યૌવનનો નાશ કરનારી, સ્મૃતિનો ધ્વંસ કરનારી, નયનોને કોતરી ખાનારી, વૈરાગ્યને ઉત્પન્ન કરનારી, બંધુઓ વચ્ચે કલહ કરાવનારી અને માનવતાને સમૂળગી સળગાવનારી બહુરૂપી રાક્ષસી છે. બાજની વાસ્તવિકતાએ ઉગ્રતા ધારણ કરી. રાજન ! લજ્જા, વિવેક, ધર્મ, સૌમ્યતા, વિદ્યા કે સ્નેહ એ ત્યાં સુધી જ જળવાય છે, જ્યાં સુધી એ ભૂખના વિકરાળ બાહુમાં ભીંસાતો નથી. એના બાહુમાં ભીંસાયેલાને ન હોય શર્મ કે ન હોય ધર્મ, ન હોય વિવેક કે ન હોય વિનય, ન હોય સ્નેહ કે ન હોય સૌમ્યતા.” પ્રતાપી સૂર્ય અષાઢની નવજાત વાદળીઓને આવતી જોવા માટે આ મેઘની ઘટામાં છુપાયો હતો. એટલે ચારે બાજુ મેઘરથના ઉત્તર જેવી શાંતિ અને મીઠાશ હતી. પંખીરાજ ! હું તમારી વાસ્તવિક વાત કબૂલ કરું છું. ભૂખનું દુઃખ આકરું છે, તો હું તમને મનગમતું ખાવા અપાવવા તૈયાર છું. બોલો, તમને શું ખપે છે ? બાજની આંખમાં હિંસા ધસી આવી, એની લોહીતરસી આંખ કહેવા બિંદુમાં સિંધુ ૨૮૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ લાગી, “અમારે મનગમતું એટલે માંસ. અમને માંસ વિના બીજું શું પ્રિય હોય ?' “ફરી માંસ ? અરે ભલાભાઈ ! માંસ સિવાય બીજો કાંઈ ખોરાક માગ. અભયવ્રતવાળો હિંસા કઈ રીતે કરી શકે ? નિર્દોષને ભય ઉત્પન્ન કરવો એ તો વ્રતભંગ કહેવાય.” રાજન ! માંસ એ અમારો ખોરાક છે, અને એ પણ વાસી નહિ, તાજું માંસ. વ્રત પાળવું કે તોડવું તે તમે જાણો. હું તો મારા પેટ માટે માંસ માંગે છે. અને ખરું કહું તો રાજન ! ધર્મ વાતોથી નથી પળાતો. વર્તનથી પળાય છે ! બીજાનું નહિ તો તમારું માંસ આપો. પણ આપો. માંસ આપ્યા વિના તો નહિ જ ચાલે !” નફટાઈના શિખરે બેસી બાને કહી જ નાંખ્યું. વાદળીઓ ચારે બાજુથી ધસી રહી હતી. વાતાવરણની ગંભીરતા સૂર્ય સમજી ગયો. એ દૃશ્યને જોવાની હિંમત ખોઈ બેઠેલો સૂર્ય વાદળામાં સંપૂર્ણ સંતાઈ ગયો. મેઘરથની આજ્ઞા થતાં ધર્મમંદિરમાં કાંટો ગોઠવાઈ ગયો. એક પલ્લામાં પારેવું હતું, બીજા પલ્લામાં મેઘરથ પોતાની જાંઘમાંથી કાપી કાપીને માંસની પેશીઓ ગોઠવી રહ્યા હતા. લોહીનું ઝરણું વહી રહ્યું હતું. પલ્લામાં માંસની પેશીઓની ઢગલી થઈ, પણ પલ્લું જરાય ન નમ્યું. મેઘરથ એક ક્ષણ વિચારમાં પડ્યા. પારેવાનું તે આટલું બધું વજન ? કંઈ કાવતરું તો નહિ હોય ? પણ મારે શું ? મારે તો મારું વ્રત પાળવું છે. વૈર્યના ભંડાર મેઘરથ પોતે જ ત્રાજવામાં બેસી ગયા. સૌના મોંમાંથી આહ નીકળી ! “નાથ ! એક નાચીજ પારેવા માટે પ્રાણત્યાગ ન હોય. આ તો કંઈક કાવતરું છે. આપની જાંઘમાંથી વહી જતું લોહી જોઈને અમને તમ્મર આવે છે.” સભામાંથી પોકાર ઊઠ્યો. પલ્લામાં બેઠેલા મેઘરથે કહ્યું : “ગમે તે હો, કાવતરું હો કે સત્ય હો ! મારે મન આ પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા એ મારો પ્રાણ છે અને પ્રતિજ્ઞા એ મારું ધન છે. પ્રતિજ્ઞાપાલન એ જ જીવનની સાચી ઇતિશ્રી છે. પ્રતિજ્ઞા તૂટે ત્યારે એક માનવીનું જીવન નથી તૂટતું, પણ લાખો માનવીઓનાં હૈયાં તૂટે છે. પામરતા પ્રતિજ્ઞાનો ભંગ કરાવે છે. સાત્ત્વિકતા પ્રતિજ્ઞાને અભંગ રાખે છે.” મેઘરથના અમર ઘોષ પર મોહેલી નવજાત વાદળીઓ વરસી રહી. અમીછાંટણાઓથી ધરતી શાતા અનુભવવા લાગી. ત્યાં ઓચિંતો પ્રકાશનો પુંજ ચારે બાજુ પ્રસર્યો. અને એમાંથી એક અનુપમ લાવણ્યઝરતી સુંદર આકૃતિ પ્રગટી. ૨૮૬ - મધુસંચય Page #304 -------------------------------------------------------------------------- ________________ સૌ સ્તબ્ધ બની ગયા. ‘હું દેવકુમાર !' રાજા મેઘરથના ચરણોમાં એ પ્રકાશમૂર્તિએ માથું મૂકી સૌને ઉદ્દેશીને કહ્યું, ‘આ નરરત્નની કસોટી કરવા આવ્યો હતો. કારણ કે દેવસભામાં ઇન્દ્રે રાજા મેઘરથનાં વ્રતનાં વખાણ સ્વમુખે કર્યાં. મારે ગળે એ વાત ન ઊતરી. મને થયું કે દેવની શક્તિ આગળ માનવ-શક્તિ શું હિસાબમાં ? મેં એ માટે તેમને કસોટીએ ચડાવ્યા. આજે માનવીના મનોબળ આગળ મારું મસ્તક નમે છે. કબૂતર ને બાજ મારાં વૈક્રિય રૂપ છે. હે ભરતખંડના ભાવિ તીર્થંકર સોળમા શાંતિનાથ ! મહામાનવની પૂર્વભૂમિકામાં પણ માનવતા કેવી ભવ્ય હોય છે, તેનું આપ ઉદાહરણ છો. પ્રભો ! પુનઃ આપના ચરણોમાં માથું મૂકી, હું ક્ષમા યાચું છું. મને ક્ષમા આપો. આપનાથી વસુંધરા બહુરત્ના છે !' અલોપ થતી પ્રકાશમૂર્તિને સૌ જોઈ રહ્યા. મેઘરથના અક્ષત અંગ પર પુષ્પગંધ ને પ્રકાશની વૃષ્ટિ થઈ રહી હતી, ને વસુંધરા પર જળવૃષ્ટિ થઈ રહી હતી. વ્રતધારીનો વિજય હો ! ૫૯૨. ઈજ્જત કોણે લીધી ! કળના બિંદુનું રૂપ તો કાંઈ નથી, પણ એ જ્યારે કમળનાં પાંદડાં પર ઝપડ્યું હોય છે, ત્યારે તો એ સાચા મોતીની રમ્યતા સર્જતું હોય છે. તેમ વાણી ને વર્તનનું એમ તો કાંઈ મૂલ્ય નથી પણ વિવેક વાપરવાથી એનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. આવનાર અતિથિ માટે બધી સગવડતા સાચવી હોય, દરેક રીતે તૈયારી કરી હોય, કોઈપણ વસ્તુની જરાય ખામી ન રાખી હોય, પણ એમાં જરાક જો વિવેકની ખામી રહી ગઈ હોય તો બધી તૈયારીઓ અને સાચવેલી સગવડો વ્યર્થ જાય છે એમ કોણ નથી જાણતું ? છતાં આપણે જોઈશું તો જાણવા મળશે કે જીવનપંથના ઘણા મુસાફરો માત્ર એક વિવેકની ઊણપને લઈને જ જીવનમાં નિરાશા અનુભવતા હોય છે. ધાર્મિક ઉત્સવ શું કે આધ્યાત્મિક ચિન્તન શું, સામાજિક પ્રવૃત્તિ શું કે રાષ્ટ્રીય ક્રાન્તિ શું આ બધી પ્રવૃત્તિઓ વિવેક માંગે છે. વિવેકના અભાવે આ વસ્તુઓ જળવિહોણા સરોવર જેવી બની જાય છે. જેને વિવેકનો ચીપિયો મળી આવે છે તે ગમે તેવી વસ્તુને પણ એ ચીપિયાથી ઉપાડી સમયને અનુરૂપ બનાવી શકે છે, પણ જેને એ ચીપિયો મળ્યો નથી, એ ગમે તેટલી પ્રવૃત્તિ બિંદુમાં સિંધુ ૨૮૭ Page #305 -------------------------------------------------------------------------- ________________ કરે પણ એ પરિમલ વિના પંકજ જેવી જ ગણાય. વસ્તુ દેખાય ઘણી પણ એમાં સત્ત્વ કાંઈ ન હોય. એટલે જ વિવેકી માણસો દુનિયામાં ધમાલ ભરેલા શબ્દો કરતાં, અર્થ ભરેલા કાર્ય તરફ વધારે લક્ષ આપતા હોય છે. એ જેમ કાર્ય કરતા જાય તેમ એમાંથી સુવાસ પ્રગટતી જાય અને કાર્યની સુવાસ જ્યારે બોલે છે ત્યારે એની આગળ માણસની વાચા સાવ પામર લાગે છે. પણ અવિવેકી માણસો તો બોલવાને બહુ મહત્ત્વ આપતા હોય છે. એ તો એમ જ માનતા હોય છે કે વાચાળતાથી જ આ જગતનો રથ અવિરતપણે ચાલે છે, પણ અર્થહીન અને વિવેકહીન વાચાથી અનર્થની હારમાળા ઊભી થાય છે, એ એમના ધ્યાનમાં નથી આવતું. આજ જ્યારે વિવેકની ચર્ચા ઊપડી છે, ત્યારે મુંબઈનો એક પ્રસંગ મને યાદ આવે છે. નવેક વાગ્યાનો સમય હતો. ગુમાસ્તા ધારા પ્રમાણે સમયસર દુકાન બંધ કરી, હરિલાલને માથે ચોપડા ઉપડાવી રમણલાલ ઘેર જઈ રહ્યા હતા. એમનું ઘર ત્રીજા ભોઈવાડામાં હતું, એટલે ગલીના વળાંક પાસે જ રસિકલાલનો ભેટો થઈ ગયો. રસિકલાલ રમણલાલનો હરીફ હતો, અને ગુંડો પણ ખરો. એના મનમાં ઘણા વખતની દાઝ હતી. એ તક જોતો હતો. લાગ મળે તો અપમાનનો બદલો તમાચાથી વાળવાની એને ધૂન ચઢી હતી. આજનો પ્રસંગ રસિકને ઠીક લાગ્યો. માર્ગમાં ખાસ કોઈની અવરજવર પણ નહોતી. ગલીનો વળાંક હતો. બત્તી જરા દૂર હતી, એટલે લાગ જોઈ એણે રમણલાલને એક ધોલ મારી, એની પાઘડી ધૂળ ભેગી કરી, છૂ થઈ ગયો. રમણલાલ શાણા, ચકોર અને સમયજ્ઞ હતા. એણે પાછું વાળી જોયું પણ રસિકલાલ ક્યારનોય અદૃશ્ય થઈ ગયો હતો. એટલે કાંઈ પણ બોલ્યા વિના, પાઘડીની ધૂળ ખંખેરી, માથા પર મૂકી, જાણે કાંઈ જ બન્યું નથી એ રીતે આગળ વધ્યા. હરિલાલ એ રમણલાલનો વફાદાર અને ભલો નોકર હતો. એનાથી આ દશ્ય ન જોવાયું. એને લાગી આવ્યું, પણ પકડનાર કરતાં ભાગનારના પગમાં જોર અને વેગ વધારે હતાં. એ પાછળ દોડ્યો, પણ પહોંચી ન શક્યો; એટલે બબડવા લાગ્યો : “અરે, અરે, આણે શેઠની ઇજ્જત લીધી ! શેઠનું અપમાન કર્યું ! નીચ બદમાશે શેઠની પાઘડી ધૂળ ભેગી કરી !' મકાનમાં પેસતાં જ સામો રામો મળ્યો, “અરે રામા ! પેલા નાલાયક રસિકે શેઠને તમાચો માર્યો, શેઠની પાઘડી ધૂળ ભેગી કરી, શેઠની ઇજ્જત ૨૮૮ - મધુસંચય Page #306 -------------------------------------------------------------------------- ________________ લીધી.' રામાના ખભાને ઢંઢોળતાં હરિલાલે કહ્યું, આ જ વાત રસોયાને કરી, અને પછી બીજાઓને ભેગા કરી આ જ વાતનું એક પારાયણ કરવા લાગ્યો: રસિકે તમાચો મારી શેઠની ઇજ્જત લીધી.” સૌની આગળ આ પ્રસંગને રસપૂર્વક વર્ણવતો હરિલાલ પોતાના મનમાં પોતાની વફાદારી પર અને પોતાની આવડત પર મલકાતો હતો, પણ વિવેકહીને વાચાથી કેટલું નુકસાન થાય છે, એ એને સમજાતું નહોતું. અવિવેકીની વિશેષતા જ એ કે, પોતાના અજ્ઞાન ઉપર પણ જ્ઞાનની છાપ મારી, એનું પ્રદર્શન ભરે. રમણલાલ હરિલાલને ખૂણામાં લઈ જઈ કહ્યું : “અરે મૂર્ખ ! ઇજ્જત એણે નથી લીધી, પણ ઇજ્જત તો તેં લીધી. ગલીમાં તમાચો માર્યો, એ તો હું અને એ જ જાણીએ. પણ ગમાર ! તેં તો ગુપ્ત વાતની સૌને ખબર આપી. આ વાત કોઈ જાણતું નહોતું, તે સૌને જણાવી; એટલે ઇજ્જત એનાથી નથી ગઈ, પણ તારાથી ગઈ. વિવેકવિહોણા તારા જેવા મૂખ ભલાઈને નામે બૂરાઈ કરે, સારાના નામે ખરાબ કરે, ધોળાના નામે કાળું કરે !” ૫૯૩. ક્રોધ નહિ, ક્ષમા કર ! , કાશની અટારીમાંથી ઉષાએ પોતાનું મોં બહાર કાઢયું, ત્યારે આચાર્ય દ્રોણ પોતાના છાત્રોને જીવનશિક્ષણ આપી રહ્યા હતા. માન સરોવરની આસપાસ જેમ હંસની પંક્તિ બેસે, એમ આચાર્ય દ્રોણની આસપાસ વિદ્યાર્થીઓ બેઠા હતા. અધ્યયનનો પ્રારંભ કરતાં આચાર્ય દ્રોણે કહ્યું : છાત્રો ! આજે આ સૂત્ર કરી લાવો, ઘં મા , માં રુ – ક્રોધ કરીશ નહિ, ક્ષમા કર !” આ મિતાક્ષરી સૂત્ર છાત્રો ગોખવા મંડી પડ્યા. પૂરો અર્ધો કલાક પણ નહિ થયો હોય, ત્યાં ભીમ ઊભો થઈ ગયો. નમન કરીને એણે કહ્યું, “ગુરુદેવ! પાઠ આવડી ગયો છે, કંઠસ્થ પણ થઈ ગયો છે. કહો તો બોલી જાઉં ? ક્રોધ મા કુરુ, ક્ષમાં કુરુ !” તે પછી અર્જુન, દુર્યોધન, એમ એક પછી એક છાત્રો આવતા ગયા અને શુદ્ધ વાણીમાં સ્પષ્ટ સૂત્રો બોલી પોતપોતાને સ્થાને ગોઠવાઈ ગયા. પણ આ શું ? સૌથી તીવ્ર મેધા ધરાવનાર ધર્મરાજ યુધિષ્ઠિર તો આજ ઊઠતા જ નથી ! શું એમને આ ટૂંકું સૂત્ર પણ નથી આવડતું ? શું એમની બુદ્ધિના ચંદ્રને જડતાનો રાહુ ગળી ગયો ? બિંદુમાં સિંધુ ૨૮૯ Page #307 -------------------------------------------------------------------------- ________________ આકાશની ઉષા યુધિષ્ઠિરની પ્રજ્ઞા પર સ્મિત કરી ચાલી ગઈ. બાલસૂર્ય ઊભો ઊભો યુધિષ્ઠિરના આ અધ્યયનની રીત જોઈ રહ્યો. ગુરુએ હાક મારી : “વત્સ યુધિષ્ઠિર ! પાઠ આવડ્યો કે ?” તુષારધવલ સ્મિત કરી યુધિષ્ઠિરે કહ્યું ; “ના ગુરુદેવ, પાઠ હજી નથી આવડ્યો. મીઠો ઠપકો આપતાં ગુરુદેવે કહ્યું : “આટલું નાનું સૂત્ર પણ નથી આવડતું ? જા, જલદી કરી લાવ.” સૂર્ય તો આગળ વધી રહ્યો હતો. મધ્યાહુન થવા આવ્યો પણ યુધિષ્ઠિર તો સૂત્રને રટે જ જાય છે. ગુરુએ ફરી પૂછ્યું: કેમ, યુધિષ્ઠિર ! હજી કેટલી વાર છે ?” અતિ નમ્રતાથી નમન કરી યુધિષ્ઠિરે જવાબ વાળ્યો : “ના, ગુરુદેવ, પાઠનો પ્રયોગ હજુ પૂરો થયો નથી.' આ સાંભળી ગુરુ કંટાળી ગયા; રે ! આવો તેજસ્વી વિદ્યાર્થી આવો જડ કેમ ? સૌથી મોખરે રહેનાર સૌથી પાછળ કેમ ? આચાર્યથી ન રહેવાયું. સાંજ પડવા આવી હતી, એટલે યુધિષ્ઠિરનો કાન પકડી એક હળવો તમાચો મારતાં કહ્યું : “પાઠ હજી નથી આવડ્યો ? તે જ પળે, એવી જ નમ્રતાથી યુધિષ્ઠિરે કહ્યું, “ગુરુદેવ, પાઠ આવડી ગયો. પ્રયોગ પૂરો થયો.” દુર્યોધન દૂર ઊભો ઊભો મનમાં મલકાતો વિચારી રહ્યો હતો : સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ. સંધ્યાનો રંગ ગુરુની ઉજ્જવળ દાઢીને ગુલાબી રંગે રંગી રહ્યો હતો, ત્યારે યુધિષ્ઠરનાં નયનોમાંથી ક્ષમા નીતરી રહી હતી. વાત્સલ્યથી યુધિષ્ઠિરના મસ્તક પર હાથ ફેરવતાં ગુરુએ પૂછ્યું : “વત્સ, થોડા વખત પહેલાં તો પાઠ નહોતો આવડતો અને હવે એકદમ કેવી રીતે આવડી ગયો ?” યુધિષ્ઠિરે કહ્યું : “ગુરુદેવ, આપે કહ્યું કે “ક્રોધ મા કુરુ, ક્ષમાં કુરુ.' પણ ક્રોધનો પ્રસંગ આવ્યા વિના મને શી ખબર પડે કે મેં ક્રોધ નથી કર્યો, અને મેં ક્ષમા રાખી છે ! અત્યારે જ્યારે આપે તમાચો માર્યો તોય મને ક્રોધ નથી થયો અને ક્ષમા જ રહી; એટલે આ પ્રયોગ દ્વારા મને લાગ્યું કે હવે મને પાઠ આવડ્યો છે.” આ જીવનશિક્ષણથી દ્રોણ યુધિષ્ઠિરને વાત્સલ્યભાવથી ભેટી પડ્યા, ત્યારે ૨૯૦ મધુસંચય Page #308 -------------------------------------------------------------------------- ________________ ગગનનો સૂર્ય શિક્ષણની આ નવી રીત ઉષાને કહેવા અસ્તાચળ પરથી સરી પડ્યો. પ૯૪. દષ્ટિ તેવી સૃષ્ટિ ણસની જેવી દૃષ્ટિ હોય છે, તેને તેવી જ સૃષ્ટિ દેખાય છે. માણસ કાળાં ચશ્માં પહેરે તો એને આખું જગત કાળું દેખાય, ઉજ્જવળ ચંદ્ર પણ શ્યામ દેખાય ! વિશ્વને એના સ્વરૂપે જોવા માટે પણ નિર્મળ દૃષ્ટિ જોઈએ. હસ્તિનાપુરની રાજસભામાંથી દુર્ગુણીને શોધી કાઢવાનું કહ્યું ત્યારે ધર્મરાજાને કોઈ દુર્ગણી ન દેખાયો; કારણ કે પ્રત્યેક માનવીઓમાં એમણે કંઈક ને કંઈક વિશિષ્ટ ગુણો જોયા, એમને સો સદ્ગુણી જ લાગ્યા. જ્યારે આ વાત દુર્યોધનને કહેવામાં આવી ત્યારે, એની નજરમાં કોઈ સદ્ગુણી ન જ આવ્યો; કારણ કે એણે ગુણવાન આત્મામાં પણ કંઈક ને કંઈક દુર્ગુણ શોધી કાઢ્યો અને એને આખી સભા દુર્ગણીઓથી ઊભરાયેલી દેખાઈ ! ૫૫. અર્પણ ધર્મ વણી વાર વિચાર આવે છે કે, ભારતની સંસ્કૃતિના મૂળમાં એવાં તે કયાં તત્ત્વો પડ્યાં છે કે એના પર આટલાં આક્રમણો અને આટલા પ્રહારો થયા છતાં, એનો આત્મા અખંડ રહ્યો ! આટલા પ્રહારો થયા પછી કોઈ પણ સંસ્કૃતિનો આત્મા અખંડ રહ્યો હોય એવો દાખલો ઇતિહાસને પાને નોંધાયો નથી. ભારતની સંસ્કૃતિએ પ્રહારો સહ્યા છે, આક્રમણો વેક્યાં છે, છતાં એ પડી નથી, ઊભી છે. વણસી નથી, વિકસી છે. આનાં સ્થૂળ કારણો ન મળતાં હોય તોય આ વાત સાંભળ્યા પછી લાગે છે કે આવી ઉદાત્ત ભાવના એના મૂળમાં ધરબાયેલી છે. અપૂર્વ અર્પણ ભાવના જ આ સંસ્કૃતિનો આત્મા છે. અકબરના પુત્ર સલીમે મેવાડ પર ચઢાઈ કરી તે દિવસની આ વાત છે. એક રાજ્ય બીજા રાજ્ય ઉપર ચઢાઈ કરે ત્યારે, ચઢાઈ કરનાર રાજ્ય, જે રાજ્ય પર આક્રમણ કરે ત્યાંથી જ પોતાના સૈન્ય માટે ખોરાક મેળવે, એવો સ્વાભાવિક ક્રમ હોય છે, એટલે સલીમના સેનાપતિએ હુકમ કર્યો, “જાઓ, ઘોડાઓ માટે લીલા ચણા કાપી લાવો.” બિંદુમાં સિંધુ ૨૯૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ અધિકારી પોતાની સાથે એક ટુકડી લઈ જંગલ ભણી ચાલી નીકળ્યો. ડુંગરાળ પ્રદેશ હતો, મધ્યાહ્નનો સમય હતો. ક્યાંક લીલાં ખેતરો દેખાતાં હતાં, પણ માણસ તો ક્યાંય દેખાતો ન હતો. વાતાવરણમાં શૂન્યતા હતી લીલા ચણાનાં ખેતરો કેમ મળે ? અધિકારી નિરાશ થઈ ગયો. એટલામાં ખેતરના છેડા ઉપર એક નાનકડી ઝૂંપડી દેખાણી. એના મુખ પર આશાનું કિરણ ફરક્યું ! અધિકારીએ જઈ ઝૂંપડીનું બારણું ઠપકાર્યું. અંદરથી પડછંદ કાયાવાળો એક વૃદ્ધ ખેડૂત બહાર આવ્યો. કરચલીઓવાળું એનું મુખ, ભાવભીની એની આંખો, અને અણિયાળું નાક, એના જીવનમાં રહેલી ભવ્યતાને વ્યક્ત કરી રહ્યાં હતાં. અધિકારીએ કહ્યું, ‘દાદા ! અમારા ઘોડાઓ માટે ચણા જોઈએ છે, તો અમારી સાથે ચાલો અને કોઈનું ખેતર બતાવો.' આ સાંભળી વૃદ્ધ એકદમ વિચારમાં પડી ગયો. હૈયામાં પ્રગટેલી વેદનાની જ્વાળાથી એનું મુખ તામ્રવર્ણં થઈ ગયું અને સ્વાર્થ અને પરમાર્થના ૨વૈયાના બે દોરથી એનું હૈયું વલોવાઈ રહ્યું. પણ બે જ પળમાં એણે નિર્ણય કરી લીધો. સ્વસ્થ થઈ એણે કહ્યું. ચાલો, મારી પાછળ પાછળ ચાલ્યા આવો !' આ વૃદ્ધના મુખ પર આવેલા ભાવોને વાંચવા અધિકારીએ પ્રયત્ન કરી જોયો, પણ એમાં એ નિષ્ફળ નીવડ્યો. એટલામાં તો ચણાના છોડવાથી લચી પડેલું ખેતર એની નજરે પડ્યું, અને એણે સૈનિકોને હુકમ કર્યો, ‘થંભી જાઓ. આ ખેતર ઠીક છે. અહીં જ લેવા માંડો. આગળ જવાની જરૂર નથી.’ આ શબ્દો કાનમાં પડતાં જાણે વિચારની તાણ આવી ન હોય તેમ વૃદ્ધે કહ્યું, ‘અહીં નહિ. મહે૨બાની કરી થોડા આગળ ચાલો, આનાથી સુંદર અને મોટું ખેતર હું આપને બતાવું, જેની આગળ આ તો કંઈ હિસાબમાં નથી.' અધિકારીએ કટાક્ષ કર્યો, ‘કાં દાદા ! અમને પરદેશીઓને બનાવવામાં મઝા પડે છે કે ? આગળ ને આગળ લઈ જઈ શું કરવું છે ? અમને જોઈતું હતું તે મળી ગયું છે. તમારા માર્ગદર્શનની હવે જરૂર નથી. તમે તમારે રસ્તે પડો.’ ખેડૂતે પોતાની પ્રતાપી સફેદ દાઢી ઉપર હાથ નાંખતાં કહ્યું, ‘આ ધોળા આવ્યાં છતાં હું તમારી મશ્કરી કરીશ ? મારા વચન પર વિશ્વાસ રાખી આગળ ચાલો. હું આથીયે સુંદર ખેતર બતાવું. મધ્યાહ્નના તાપ જેવી એની તેજસ્વી વાણી સૌને આગળ દોરી ગઈ. ૨૯૨ * મધુસંચય Page #310 -------------------------------------------------------------------------- ________________ થોડે દૂર નહિ ગયા હોય ત્યાં તો ચણાના પાકથી નમી પડતું એક લીલુંછમ ખેતર દેખાયું. ખેતરના શેઠે ઊભા રહી ખેડૂતે કહ્યું, “હવે તમારે જોઈએ તેટલા ચણા અહીંથી લેવા માંડો.' સૈનિકો ઊભા ખેતરમાં પડ્યા. જેમ ફાવે તેમ ખેંચવા લાગ્યા. જોતજોતામાં મોલનો ઢગલો થઈ ગયો. થોડી વાર પહેલાં હસું હસું થતી હરિયાળી ભૂમિ જોતજોતામાં સાવ ઉજ્જડ અને સપાટ બની ગઈ. વિદાય લેતાં અધિકારીએ પૂછ્યું : “દાદા ! એક વાત પૂછું ? પહેલાં અમે જે ખેતર જોયું હતું તે ઠીક હતું, અને નજીક પણ હતું, છતાં ત્યાંનો પાક તમે અમને ન લેવા દીધો, ને અહીં સુધી અમને ખેંચી લાવ્યા એમાં તમારો કંઈ સ્વાર્થ ?' કર્તવ્યભાવથી કરૂણ બનેલી આંખ ભૂમિ પર ઢાળતાં ખેડૂતે કહ્યું : સ્વાર્થ ! સ્વાર્થ તો ખરો જ ને ! આ લોકનો નહિ તો પરલોકનો. દેહનો નહિ તો આત્માનો. પણ સ્વાર્થ વિના કોઈ પણ, કાંઈ પણ કરી શકે ખરો ? પહેલાં જે ખેતર તમે જોયું તે મારું નહોતું, મારા પાડોશીનું હતું, આ ખેતર મારું છે.' અધિકારી આશ્ચર્યમાં ડૂબી ગયો. એણે કહ્યું : “શું આ તમારું ખેતર છે ? અને તમે અમને અહીં દોરી લાવ્યા ?' હા.' ખેડૂતે કહ્યું, “તમે માલ મફતમાં લઈ જવાના હો, ત્યારે હું મારા પડોશીનું ખેતર કેમ બતાવી શકું ? સાથે રહીને પાડોશીને લૂંટાવવા કરતાં હું પોતે જ શા માટે ન લૂંટાઉં ? મૃત્યુ સમયે કંઈ નહિ તો પાડોશી ધર્મના પાલનની મારા મુખ ઉપર સંતોષની રેખા તો આવશે, અને થશે કે સ્વાર્થોધ બની મેં પાડોશીને દગો નથી દીધો. વિપત્તિમાં પણ મેં મારો પાડોશી ધર્મ સાચવ્યો, સર્વસ્વ લૂંટાઈ ગયું છતાં નીતિ સલામત રાખી.” જતાં જતાં અધિકારી વિચારવા લાગ્યો : “જે ભૂમિમાં એક ગરીબ ખેડૂત પણ આવો અર્પણ ધર્મ સમજે છે, એ ભૂમિ જીતી જિતાશે ખરી ?” ૫૯૬. કબ્રસ્તાન નથી નડ શોને નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે એમના માનમાં એક પાર્ટી યોજાઈ. 'સારા ગૃહસ્થોને નિમંત્રણ અપાયાં. પાર્ટીના દિવસે આમંત્રિત સગૃહસ્થોથી હોલ ભરાઈ ગયો. પાર્ટી આપનારાઓને એ ખબર ન હતી કે, બર્નાડ શો માનવતાના ઉપાસક એવા શાકાહારી છે. બિંદુમાં સિંધુ ૨૯૩ WWW.jainelibrary.org Page #311 -------------------------------------------------------------------------- ________________ પાર્ટીની શરૂઆત થઈ પણ શો તો શાન્ત બેસી રહ્યા. કોઈ પણ વસ્તુને એમણે સ્પર્શ પણ ન કર્યો. એક સજ્જને કહ્યું : “આપ કેમ કાંઈ લેતા નથી ? આપના માનમાં તો પાર્ટી છે. આપ ન લો તો શરૂઆત કેમ થાય... શોએ સાંભળનારના હૈયામાં કોરાઈ જાય એવો અને કદી ન ભુલાય તેવો સાવ ટૂંકો ઉત્તર વાળ્યો : ‘હું માણસ છું મરેલાં જીવોને દાટવા માટેનું કબ્રસ્તાન નથી !' — ૫૯૭. હિંસા પર વિજય નાળાનો દિવસ છે. જેઠ મહિનાનો તડકો ધરતીને સળગાવી રહ્યો છે. કાંટા ઉ એની આંખોમાં અમૃત છે, મુખ પર ચન્દ્રની સૌમ્યતા છે, હોઠ પર ઉષાનું નિર્મળ સ્મિત છે, શરીર પર સંયમની છાયા છે. ܝܕܙ સામેથી એક ગોવાળ ચાલ્યો આવે છે. એ પૂછે છે, ‘સંત ! આમ ક્યાં ચાલ્યા ! આ તો ઉજ્જડ માર્ગ છે. આ માર્ગે તો ક્રૂર ૫શુ પણ જવાનો વિચાર ન કરે તો તમે ક્યાં ચાલ્યા ? અરે, ઊભા તો રહો. આ માર્ગમાં મહા ભયંકર ચંડકોશિયો સર્પ રહે છે, મહાકાળ જેવો નાગ ૨હે છે.' પણ આ મહામાનવ તો ચાલ્યા જ જાય છે. સૌ જોઈ રહે છે. કોઈ કહે : ‘આ તો ધૂની છે. પાગલ છે.' કોઈ કહે છે : ‘રે, બહેરો છે, કોઈનુંય સાંભળતો નથી !' થોડે દૂર એક ઊંચો રાફડો છે. એની આસપાસની ભૂમિ નિર્જન, નિરવ અને નિર્જીવ છે. જ્યાં ભયની ભયંકર હવા વ્યાપી છે, ત્યાં જ મહામાનવ ઊભા રહી જાય છે. માનવની ગંધ આવતાં રાફડામાંથી એક વિકરાળ નાગ તીરના વેગે બહાર ધસી આવે છે. નાગ વિચારે છે; કેવી આ માનવીની ધૃષ્ટતા છે ! મારા દ્વાર ઉપર આવીને ઊભો છે ! નાગ ક્રોધના આવેશમાં આ માનવના ચરણ ઉપર ડંખ મારે છે. સંસારને સળગાવી મૂકે એવું હળાહળ એ પોતાના ડંખમાંથી ઠાલવે છે. પછી એ દૂર ખસે છે. એને બીક છે કે હમણાં આ માણસ મારા પર ગબડશે ! પણ આ શું ? આ માનવીના અંગૂઠામાંથી તો દૂધની ઉજ્જ્વળ ધારા વહે છે ! આ તો નવી નવાઈની વાત. કોઈનાય શરીરમાંથી લોહીને બદલે દૂધ નીકળતું દીઠું ? પણ હા, સમજાયું. કુમારિકાના શરીરમાં દૂધ ક્યાં હોય છે ? ૨૯૪ * મધુસંચય Page #312 -------------------------------------------------------------------------- ________________ પણ એને માતૃત્વ પ્રાપ્ત થતાં, એનું વક્ષસ્થળ દૂધથી છલકાઈ જાય છે; કારણ કે એના હૈયામાં એના શિશુ માટે વાત્સલ્ય જાગ્યું હોય છે. મહાવીર ! તારા તો અંગેઅંગમાં જગતના જીવો માટે વાત્સલ્ય ભર્યું છે ! એક બાળક માટે વાત્સલ્ય જાગતાં માતાનાં વક્ષસ્થળમાંથી દૂધ ઝરે તો જગત આખાનાં પ્રાણીઓ માટે વાત્સલ્ય ધરાવનાર તારાં અંગેઅંગમાંથી દૂધધારા કેમ ન હવે...! પણ આ વાત સર્પને કેમ સમજાય ! એ તો આશ્ચર્યમાં પડી જાય છે. ત્યાં રૂપેરી ઘંટડી જેવી વાણી પ્રગટે છે : બૂઝ, ચંડકૌશિક, બોધ પામ. તું કોણ હતો ? અને આજ કોણ છે ? ગતજન્મમાં તું સાધુ હતો, પણ ક્રોધને લીધે હું સાધુ મટી સર્પ થયો. ત્યાગી મટી ભોરિંગ થયો. ભાઈ ! આ ક્રોધનું કડવું પરિણામ છે, માટે બોધ પામ !' ફણા માંડીને બેઠેલો નાગ એમ જ થંભી જાય છે. એ આ તેજોમૂર્તિને જોયા જ કરે છે, જોયા જ કરે છે ! એની વાણીમાં અમૃત છે. મુખ ઉપર લાખ લાખ ઉષાનાં તેજ છે. આંખમાં પવિત્ર પ્રેમ છે. આ મહામાનવના ચિંતનમાં જ નાગને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પોતે પૂર્વજન્મમાં સાધુ હતો તે સાંભરી આવે છે, પછી તો એ પ્રભુ મહાવીરના ચરણોમાં માથું ઢાળી દે છે અને અબોલ સર્પ મનમાં જ પ્રતિજ્ઞા કરે છે: ‘આજથી હું મારું માથું દરમાં રાખીશ, શરીરનો ભાગ રાફડાની બહાર રાખીશ અને આવેલી વિપત્તિને સમભાવથી સહન કરીશ.' હવે સૌ આ માર્ગે આવે છે. નાગદેવને શાન્ત જોઈ સૌ એમની પૂજા કરે છે. કોઈ એમના પર દૂધ રેડે છે, કોઈ ઘી રેડે છે, એને લીધે કીડીઓ ઊભરાય છે. નાગદેવના શરીરે કાણે-કાણાં પાડી, એનું શરીર ચાળણી જેવું કરી મૂકે છે, છતાં નાગ શાંત રહી વિચારે છે : ‘જીવ ! આજ સુધી તેં ઘણાને ડંખ માર્યા, તો તું બીજાના ડંખ પણ સહી લે. તેં બીજાના જીવ લીધા છે, દુઃખ આપ્યું છે, તો આજ તું શા માટે અકળાય છે ?' આવા ઊંચા વિચારોમાં સર્પ મૃત્યુ પામી આઠમા દેવલોકમાં જાય છે. વર્ષો પછી આ ફરી માર્ગ પર લોકોનો પગરવ ચાલુ થયો છે. ઉજ્જડ ધરતી હસી ઊઠી છે. નગરજનો સાથે ગોપાળો વાતો કરતા જાય છે અને રાફડો આવે છે ત્યારે સૌ બોલી ઊઠે છે : ધન્ય મહાવીર ! ધન્ય નાગદેવ ! ધન્ય એ અહિંસાને જેણે હિંસા ઉપર વિજય મેળવ્યો ! ܀ બિંદુમાં સિંધુ * ૨૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ પ૯૮. મારું નમન શ્રમણત્વને છે શા હારાજા પ્રિયદર્શી જેટલા પ્રતાપી હતા, એટલા જ એ ભક્ત ને નમ્ર હતા. એટલે માર્ગમાં મળતાં શ્રમણ માત્રને એ નમન કરતા. આ રીત અમાત્ય યશને ન ગમી. નમ્રતાથી એણે કહ્યું : “મહારાજ ! આ ભિક્ષુઓમાં તો દરેક જાતિના લોકો હોય, એટલે જેના તેના પગમાં માથું નમાવવું એ આપના ગૌરવને ઉચિત નથી લાગતું. પાત્રને નમન થાય એ જ ગૌરવોચિત ગણાય !' સમયજ્ઞ મહારાજા મૌન રહ્યા. જાણે એ વાતને સાંભળી જ નથી ! એ યોગ્ય સમયની પ્રતીક્ષા કરી રહ્યા. એક દિવસ ગામમાં કોઈ પુરુષનો શિરચ્છેદ થયો. મહારાજે એ માથું મંગાવી લીધું. પછી કસાઈને ત્યાંથી થોડા ઘોડા, બકરાંનાં માથાં મંગાવી એમાં આ માણસના માથાને ગોઠવી, શહેરના મુખ્ય દ્વારે અમાત્ય યશને એ વેચવા બેસાડ્યો. અમાત્યને એ વિચિત્ર કાર્ય ન ગમ્યું, પણ પ્રિયદર્શીની આજ્ઞા અફર હતી. પશુઓનાં માથાં તો દ્રવ્ય આપી માંસાહારી લોકો ખરીદી ગયા, પણ માણસના માથાને કોઈએ ન લીધું. સાંજ પડતાં એ માથાને મફત આપવા તૈયાર થયો, પણ કોઈએ ન લીધું. કોઈએ ન લીધું એ તો જાણ્યું, પણ માણસના માથાની વાત આવતાં સૌ ધૃણા કરી ચાલ્યા ગયા. કેમ ? બધાં માથાં વેચાઈ ગયાં ?' પ્રિયદર્શીએ ગંભીર બની પૂછ્યું. “ના, જાનવરનાં બધાં માથાં વેચાયાં છે, પણ માણસનું માથું તો મફત આપતાંય કોઈ લેતું નથી.” નમ્રતાથી નમન કરતાં અમાત્યે કહ્યું. “માણસનું માથું લોકો કેમ લેતા નથી ?' “કારણ કે એનાથી લોકો ઘણા પામે છે.” “આ એક માથાથી ધૃણા પામે છે કે ગમે તે માનવીના વઢાયેલા માથાથી લોકોને ધૃણા છૂટે છે ? પ્રભો ! ગમે તે માણસનું માથું હોય પણ લોકોને તો ધૃણા જ છૂટે. માણસનું માથું જ એવું કે મર્યા પછી એ ધૃણાને પાત્ર !” અમાત્ય મૂંઝાઈ રહ્યો હતો. પ્રશ્નાવલિ ક્યાં લઈ જશે એની કલ્પના અને ધીમેધીમે આવવા લાગી. એ તો યંત્રની જેમ ઉત્તર જ આપતો હતો. “ધારો કે મારું માથું કાપીને વેચવાનો પ્રસંગ આવે તો એથી પણ લોકો ધૃણા પામે ! એથી પણ લોકોને કંટાળો આવે ? એનો પણ લોકો તો તિરસ્કાર જ કરે ને ?' આ સાંભળી અમાત્ય કંપી ઊઠ્યો. એના મોં પર સ્વદબિન્દુઓ જામ્યાં. ૨૯૬ * મધુસંચય Page #314 -------------------------------------------------------------------------- ________________ એ એકદમ ગભરાયો. મૌન રહ્યો. પ્રિયદર્શીએ કહ્યું : ‘હું તને અભય આપું છું. તું સત્ય કહે. મારા માથાથી પણ, લોકો તો ખરીદતી વખતે ઘૃણા જ અનુભવે ને ?' ‘હા, મહારાજ ! આપનું માથું પણ કંટાળાજનક બને. એનેય કોઈ ન ખરીદે !' કંપતા અમાત્ય યશે કહ્યું. મૂળ વાત ઉપર આવતાં ને જૂની વાતને સંભારતાં પ્રિયદર્શીએ મિષ્ટ શબ્દોમાં કહ્યું : ‘મરી ગયા પછી મારા માથાથી પણ કંટાળો જ આવવાનો હોય, એનાથી પણ લોકો ઘૃણા જ પામવાના હોય, તો જીવતાં આ માથું શ્રમણોના ચરણોમાં નમાવું એમાં મારું ગૌરવ શું હણાઈ જવાનું હતું ? અને એમાં તને અનુચિત શું લાગતું હતું ? ‘જાતિ ગમે તે હોય, પણ તે શ્રમણ તો છે ને ? મારું નમન જાતિને નથી, પણ એના શ્રમણત્વને છે !' ૫૯૯. મૈત્રીનું માધુર્ય એ કુશળામાં બે વિદ્યાર્થીઓ સાથે બળના હતા. પુષ્પ અને પરિમલ વી ક બન્યો, બીજો પ્રધાન બન્યો. એ પછી વર્ષો વીત્યાં. બંને જુદી જુદી દિશામાં આગળ વધી રહ્યા હતા. એક દિવસ પ્રધાનની પત્ની ચિન્તકને મળવા આવી, એણે કહ્યું : ‘તમે તમારા મિત્રને હમણાં મળવા કેમ આવતા નથી ?' ચિન્તકે સહાનુભૂતિ બતાવતાં કહ્યું ; ‘હમણાં તો મારા મિત્રને ઘણાય મળવા આવે છે. હું એક ન મળે તોય ચાલે. હું તો તેને ત્યારે જ મળીશ જ્યારે એ ચૂંટણીમાં ઊડી ગયો હશે. આજે ઝૂકીને સલામ ભરનારા અને ત્યાં ડોકાતાય નહિ હોય અને મારા એ મિત્રનું હૈયું નિરાશા એને વ્યથાથી ભારે થયેલું હશે, ત્યારે ઉત્સાહનું ઔષધ અને આશ્વાસનનો મલમપટ્ટો લઈ, એના ઘાને રૂઝવવા હાજર થઈશ.' મિત્રનો ધર્મ હાસ્યનો કોલાહલ વધારવામાં નથી, દુઃખનાં આંસુ લૂછવામાં છે ! બિંદુમાં સિંધુ ૨૯૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦. અપકારી પર ઉપકાર ત્રના તાપથી ધરતી ધગધગી રહી હતી, અને આમ્રવૃક્ષો પર ક૨ીઓ ઝૂમી સાથે, એક આમ્રવાટિકામાં વિશ્રાન્તિ લઈ રહ્યા હતા. એ આમ્રવાટિકા પાસે થઈ એક મુસાફર ઝડપભેર પસાર થઈ રહ્યો હતો, ત્યાં એની નજર એક ઊંચા આમ્રવૃક્ષ પર ગઈ. કેરીઓના ભારથી નમી ગયેલી ડાળીઓ પર પાકેલી સુંદર કેરીઓ જોઈ, એની તૃષ્ણા જાગી. એણે એક પથ્થરનો ઘા કર્યો. ઘા ઝાડને ના વાગ્યો, કેરીનેય ન વાગ્યો; વાગ્યો શ્રેણિકના બરડામાં. ‘કોણ છે, આ નરાધમ ?' તર્જના કરતાં મગધેશ્વરે ગર્જના કરી. જેની સામે આંખ પણ ન ઊંચકાય એને ઘા કરનાર છે કોણ ? અંગરક્ષકો દોડવા અને થોડી જ પળોમાં થરથર કંપતા પથિકને પકડી શ્રેણિક આગળ હાજર કર્યો. શ્રેણિકની પ્રતાપી આંખો આ કંગાલને જોઈ રહી. આ કંગાલની આવી ધૃષ્ટતા ! મગધરાજના ચરણોમાં પડી ધ્રૂજતા મુસાફરે કહ્યું : ‘નાથ ! ક્ષમા કરો. વાડની આડમાં હું આપને નથી જોઈ શક્યો. મેં ધા જાણીને નથી કર્યો. મેં ફળ મેળવવા ઘા કર્યો અને તે આપને વાગ્યો પ્રભો ! ક્ષમા કરો, મને જીવતદાન આપો.' મગધેશ્વર શ્રેણિક શ્રમણોનો પરમ ઉપાસક હતો. એમણે ભગવાન મહાવીર પાસેથી સાચી જીવનદૃષ્ટિ મેળવી હતી. સંસારની દરેક વસ્તુને એ વિવેકદૃષ્ટિના ચીપિયાથી પકડતો. એને વિચાર આવ્યો: વૃક્ષ પણ કેવી વિશિષ્ટ સજ્જનતા ધરાવે છે ! પોતાને કુહાડાથી કાપના૨ને પણ એ છાયા આપે છે, ઘા ક૨ના૨ને પણ એ ફળ આપે છે, અપકારી ઉપર પણ ઉપકાર કરે છે, માનવી આ વૃક્ષથી ય બદતર ? વૃક્ષનો આવો ઉપકાર-ધર્મ અને માનવીને કંઈ ત્યારે જ નહિ ! ધનપાલ ! આ પથિકને ભોજન કરાવી એક શત સુવર્ણ આપી મુક્ત કરો.’ મગધરાજે ભંડારીને આજ્ઞા કરી. તે જ પળે મધુર ટહુકો થયો. જાણે મગધેશ્વરની આ સાચી જીવનદૃષ્ટિને આમ્રઘટાની કોકિલા પણ મંજુલ કંઠે વધાવી રહી ન હોય ! માનવી પાસે સમ્યગ્ દૃષ્ટિ હોય તો તે પ્રત્યેક વસ્તુમાંથી કંઈક ને કંઈક મેળવે જ મેળવે. એને મન કંઈ જ નિરર્થક નથી, કંઈ જ વ્યર્થ નથી. એને તો સંસાર બોધશાળા લાગે . ܀ ૨૯૮ : મધુસંચય Page #316 -------------------------------------------------------------------------- ________________ ૬૦૧. અંતરનું અજવાળું કે તાના અને પુત્રોની વિચક્ષણતાની પરીક્ષા કરવા શાણા પિતાએ બન્નેને એક રૂપિયો આપતાં કહ્યું, “આ રૂપિયાની એવી વસ્તુ ખરીદી લાવો કે જેથી ઘર ભરાઈ જાય.” અજાતે રૂપિયાનું સસ્તું ઘાસ લાવી ઘરમાં પાથર્યું અને ઘર ભરાઈ ગયું. અજાયે મીણબત્તી લાવી, જ્યોત પ્રગટાવી અને જ્યોતના ઉજ્જવળ પ્રકાશથી ઘર ભરાઈ ગયું. બન્નેએ ઘર ભર્યું, એકે કચરાથી, બીજાએ પ્રકાશથી. ૬૦૨. પારસમણિ Aો મનો સંદેશો લઈ, વસંતનું પ્રભાત આકાશના ક્રિીડાંગણમાં આવ્યું હતું. આ ઉષાના મુખ પરથી અંધકારનો બુરખો ઊંચકાઈ ગયો હતો. ઉપવનમાં વસંતઋત નૃત્ય કરી રહી હતી; પણ આ નગરના ધર્મવીર શેઠનો દિવસ આજ વસંતનો નહોતો, પાનખરનો હતો. લક્ષ્મીદેવીનાં પૂર આજ ઊલટાં વહેતાં હતાં. પોતાની હવેલીને ઓટલે બેસી શેઠ દાતણ કરતાં કરતાં સંપત્તિના આહલાદક પ્રકાશને જોયા પછી, નિર્ધનતાના ઓળાનું પણ સ્વાગત કરી રહ્યા હતા. વિચારતા હતા કે રથના પૈડાના આરાની જેમ સુખ-દુઃખ ઉપર-નીચે થયાં જ કરે છે. એમાં શોક કઈ વાતનો ! એ દિવસ બદલાયો, ઘડી પલટાઈ. સંપત્તિની વસંતઋતુ ગઈ અને પાનખરના દિવસો દેખાઈ રહ્યા હતા, એ તો દિવસ પછી રાતની જેમ સ્વાભાવિક છે ! એમાં મૂંઝાવું શાને ? - સૂર્યાસ્ત થઈ ગયો હતો. પંખીઓ માળામાં સંતાઈ ગયાં હતાં. પૂનમની રાત હતી. ચાંદની સી પર અમીધારા વર્ષાવી રહી હતી. એને મન ઉચ્ચ કે નીચ, શ્રીમંત કે ગરીબનો ભેદ નહોતો ! આ વરસતી ચાંદનીમાં ગરીબોના વાસમાં, દુઃખિયારા ગરીબો ટોળે મળી, પોતાના સુખદુઃખની વાતો કરી રહ્યા હતા. નગરના દાતાઓમાં શ્રેષ્ઠ કોણ ?' એ આ અભાગિયાઓની ચર્ચાનો વિષય હતો. એકે કહ્યું : “અમુક શેઠ તો દાતાનો અવતાર કહેવાય. એને ત્યાં જે જાય તે ખાલી હાથે પાછો ન જ આવે. જમનારા થાકે પણ તે જમાડતાં ન થાકે.” બિંદુમાં સિંધુ ૨૯૯ Page #317 -------------------------------------------------------------------------- ________________ બીજો કહે : ‘ફલાણા શેઠની વાત જ ન થાય. એ તો રાજા કર્ણનો અવતાર છે. આપવા માંડે ત્યારે ખિસ્સામાં હાથ નાંખતાં જે આવ્યું તે મુઠ્ઠી ભરીને આપી દે. ગણતરીની વાત જ નહિ. ધન્ય છે એનાં માતાપિતાને !' ત્રીજો કહે : ‘એ સૌ કર્ણના અવતાર ! પણ આપણા ગામના ધર્મવીર શેઠ તો પારસમણિ છે. એમને તો લોઢું અડે તોય સોનું થઈ જાય એવું એમનું દાન-પુણ્ય. એમનાં એક વારના દાનમાં તો બંદાનો બેડો પાર થઈ ગયો. કળજુગમાં એમના જેવા દાતા ન થયા, ન થશે.' આ દરિદ્રોના વાસમાં રહેતી સતા નામની ડોસીના કાનમાં આ છેલ્લા શબ્દો પડ્યા અને એ ચમકી ગઈ. એ દુઃખિયારી હતી, વૃદ્ધા હતી. જુવાનજોધ બે દીકરાઓને એણે સ્મશાનમાં વળાવ્યા હતા. એનો ત્રીજો દીકરો સાધન વિના માંદગીમાં ટળવળતો હતો. પુત્રના માંદલા ને દર્દ ભરેલ ચહેરા સામે અનાથ નજરે જોતી, એ જીવી રહી હતી. આમેય ડોશી ઘણાં વૃદ્ધ હતાં. એમાં આ ઉપરાઉપરી દુઃખના જખમોએ એની વૃદ્ધાવસ્થામાં ઉમેરો કર્યો હતો. હવે તો યાચવા જવા જેટલીય શક્તિ એનામાં રહી ન હતી. પણ, આ છેલ્લા શબ્દો સાંભળતાં એની આશાના તંતુ લંબાયા. ડોસીએ હતી એટલી હિંમત એકત્રિત કરી, ડાબા હાથમાં ટેકા માટે લાકડી લીધી. જમણા હાથમાં એક લોખંડનો ટુકડો લીધો. શ્વાસ લેતી, હાંફતી, ધીમે ધીમે પેલા શેઠની હવેલીએ પહોંચી. વિચારનિદ્રામાં ડૂબેલા શેઠના જમણા પગે ડોસી લોખંડનો ટુકડો અડાડવા ગઈ, ત્યાં શેઠ એકદમ ચમકી ગયા: ‘અરે ડોસી ! આ તું શું કરે છે ?' ડોસીની આ વિચિત્ર ચેષ્ટા જોઈ શેઠે કડકાઈથી પૂછ્યું. આ શેઠ ! લોકો વાતો કરે છે કે, આપ પારસમણિ છો. આપના સ્પર્શથી તો લોખંડ પણ સોનું થાય શેઠ ! સાંભળી, અભાગિણી એવી હું, આનો અખતરો કરવા આવી છું. શેઠ ! માફ કરજો, ગરીબ ને ગરજવાનને અક્કલ હોતી નથી. આમાં હું તો ગરીબ અને ગરજવાન બંને છું. એટલે મારામાં તો અક્કલ હોય તો ચાલી જાય. શેઠ ! હું કેવી પાપિણી છું કે હજુ હું જીવું છું. મારા બે દીકરા તો દવા અને ધ વિના ટળવળી ટળવળીને મરી ગયા. હવે મારો છેલ્લો દીકરો પણ માંદગીમાં છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. એટલે ચાલવાની તાકાત નહોતી તોય ધનની આશાથી આપ જેવા મોટા માણસ પાસે ચાલીને આવી છું. લોખંડને સોનું કરવા મેં આપના ચરણે સ્પર્શ કર્યો છે, તો અલ્લાની ખાતર માફ કરો.' શેઠની કડકાઈ જોવા છતાં ધ્રૂજતાં ધ્રૂજતાં ડોસીએ બધું કહી નાખ્યું. ૩૦૦ : મધુસંચય Page #318 -------------------------------------------------------------------------- ________________ શેઠે ડોસી પર એક શાન્ત નજર નાખી. એનો નિખાલસ ચહેરો, દર્દ ભરેલી આંખો, મુખ પરથી ઝરતો વાત્સલ્ય ભાવ ને જીવનની વ્યથા કહેતી એની મૌન વાણી - આ બધું જોતાં જ શેઠનું હૃદય કરુણાથી આર્દ્ર બની ગયું. એમણે લોખંડનો ટુકડો માગી લીધો ને કહ્યું : “જાઓ, પેલી પાટ પર બેસો !' ડોસી પાટ પાસે ગઈ પણ ત્યાં બેસવાની હિંમત ન ચાલી. શ્રીમંતની આગળ ગરીબ પાટ પર કેમ બેસી શકે, એ એના સ્વભાવગત વિચારોમાંનો એક હતો. એ શાન્ત રીતે જ ઊભી રહી. જૂની નજરે આ નવો તમાશો નીરખી રહી હતી. પરિણામ શું આવશે, એની એને કલ્પના ન હતી. માલ મળશે કે માર, એનો એને પળેપળે વિચાર આવતો હતો. એક પળમાં એને પોતાની આ મૂર્ખાઈ માટે ગુસ્સો આવતો, તો બીજી પળમાં શેઠની મીઠી વાણી યાદ આવતાં કંઈક મળવાની લાલચ જાગતી. આશા ને નિરાશાના ઝૂલે એ ડોસી ઝૂલી રહી હતી. શેઠે મહેતાને બોલાવ્યો. ટુકડો તોળ્યો તો પૂરો વીસ તોલાનો ! શેઠને વિચાર આવ્યો : “ધન હતું ત્યારે તો આખું પણ એમાં નવું શું કર્યું ? લોટો પાણીથી ભરાઈ ગયો હોય અને અંદર સમાતું ન હોય ત્યારે વધારાનું પાણી સૌ કાઢી નાંખે. એને શું દાન કહેવાય ? પણ પોતાના પીવાના પાણીમાંથી તરસ્યાને જે થોડું ઘણું આપે, એ જ મહત્ત્વનું. એનું નામ દાન !” શેઠના મોં પર હાસ્યનું એક કિરણ ચમક્યું. એમને મેઘ અને નદી સાંભરી આવ્યાં હોય ત્યારે તો મેઘ ને નદી બંને જગતને પાણી આપે, પણ ન હોય ત્યારે તો નદી જ આપે. આકાશમાં વાદળ ન હોય ને વર્ષા થાય એવું કદી બનતું નથી, પણ નદી સુકાઈ ગઈ હોય છતાં, ત્યાં ખોદો તો અલ્પ પણ પાણી મળે જ મળે. પણ ડોસી પણ આજ ઉનાળામાં અહીં નદી જાણીને આવી છે. એને તૃષાતુર પાછી કાઢું એ મને ન શોભે ! “અલ્પમાંથી પણ અલ્પ આપજે” – આ પ્રભુ મહાવીરનો દાનઘોષ રોજ શ્રવણ કરનારના ઘરથી આવેલ વ્યક્તિ ખાલી હાથે જાય ? ના, ના, એ કદી ન બને, એથી તો ધર્મી ને ધર્મ બંને લાજે. શેઠે મહેતાને હુકમ કર્યો, અને પચીસ તોલા સોનું ડોસીના હાથમાં મુકાઈ ગયું. સોનાની લગડીઓ પોતાના જર્જરિત સાડલાના છેડે બાંધી, પોતાના ઘર ભણી જતી સતાર ડોસી આંખમાંથી હર્ષનાં આંસુ વહાવતી કંઈક ધીમું ધીમું બબડતી હતી : “અલ્લા આમને બરકત બક્ષે. લોકો કહે છે તે જરાય ખોટું નથી. ખરેખર, શેઠ પારસમણિ છે !” બિંદુમાં સિંધુ - ૩૦૧ Page #319 -------------------------------------------------------------------------- ________________ લોકો વાતો કરે છે. આ બનાવ પછી થોડા જ મહિનાઓમાં શેઠની સંપત્તિનો સૂર્ય ફરી, લાખ લાખ કિરણોથી પ્રકાશી ઊઠ્યો. ૬૦૩. પ્રકાશ ને અંધકાર એક ક માણસને એક સ્વપ્ન આવ્યું. કેવું વિચિત્ર એ સ્વપ્ન ! જોનાર પોતે જ આશ્ચર્યમાં ડૂબી ગયો. એક જ નગરમાં રહેતાં સાધુ અને વેશ્યા બંને એક જ અઠવાડિયામાં મૃત્યુ પામ્યાં. વેશ્યા સ્વર્ગે ગઈ. સાધુ નર્સે ગયો. વેશ્યા ઊંચે ચઢી, સાધુ નીચે પડયો. ઝબકીને જાગેલો માણસ આ સ્વપ્નનું રહસ્ય જાણવા એક જીવનદ્રષ્ટા પાસે પહોંચ્યો. જીવનદ્રષ્ટાએ કહ્યું ‘વાત બરાબર છે. વેશ્યા પોતાના અધોગામી જીવનને વારંવાર નિંદતી હતી અને પોતાનું જીવન ધીમેધીમે સુધારતી હતી અને સાધુના ચારિત્ર્યની હૈયાથી પ્રશંસા કરતી હતી; જ્યારે સાધુ પોતાના ચારિત્ર્યનો મનમાં મિથ્યા ઘમંડ રાખતો હતો ને આ વેશ્યાનો તિરસ્કાર કરી, આખો દિવસ એની જ નિંદામાં રચ્યોપચ્યો રહેતો હતો. વેશ્યાની આંખમાં ગુણ હતો પોતાની નિંદા અને બીજાની પ્રશંસા. સાધુની આંખમાં દોષ હતો પોતાની પ્રશંસા અને બીજાની નિંદા. એ કારણે વેશ્યાને પ્રકાશ લાધ્યો અને સાધુને અંધકાર.' ― ૬૪. રક્ષાને કાજે હાગુરુના મુખમાંથી વાણીનો પ્રવાહ નાયગરાના ધોધની જેમ માલકોશ ભરાગમાં વહી રહ્યો હતો. એની સુમધુર શીતળતામાં દેવ-માનવો પોતાના હૈયાના તાપને શમાવી રહ્યા હતા. પ્રભુએ અર્પણનો મહિમા ઉચ્ચારતાં કહ્યું : ‘સરિતા જળથી તરસ્યાથી તૃષા છિપાવે છે. વૃક્ષો ફળ અને છાયાથી ભૂખ્યાની ક્ષુધા મટાડી શાંતિ આપે છે. ચંદન ઘસાઈને અશાન્તને શાંત કરે છે, શેરડી પીલાઈને પણ મીઠો રસ આપે છે, તો અવસરે માનવી પણ આવું કંઈ અર્પણ ન કરી શકે ? માનવી મહાન છે, તો એનું અર્પણ પણ મહાન હોવું ઘટે !' કપિલવસ્તુના મહાનામનું હૈયું આ શબ્દો કોરી ભૂમિમાં પાણી પડતાં પી ૩૦૨ * મધુસંચય Page #320 -------------------------------------------------------------------------- ________________ જાય તેમ પી ગયું. અર્પણના આ ઉપદેશને વારંવાર સંભારતાં મહાનામ પોતાના નગરમાં પહોંચ્યા ત્યારે એને સમાચાર મળ્યા કે શ્રાવસ્તીના રાજા વિડ્ડૂભે કપિલવસ્તુ પર ચઢાઈ કરી છે. એના ક્રોધમાંથી કોઈ બચી શકે તેમ નથી. ભયંકર સંહાર મંડાવાને ઘડી બે ઘડીની વા૨ છે. આ સાંભળી શાંતિપ્રિય મહાનામનું હ્રદય કકળી ઊઠ્યું. વૈભવમાં ઉન્મત્ત બનેલા રાજાઓને આ શું સૂઝ્યું છે ? આજ આ નગર પર ત્રાટકે તો કાલે પેલા નગ૨ ૫૨ ત્રાટકે ? એક હારે, બીજો જીતે, પણ આ નિર્દોષ પ્રજાજનોનો નાશ થઈ રહ્યો છે, એનો વિચાર આ સત્તા-અંધોને કેમ નથી આવતો ? રાજાઓની ક્ષણિક ઇચ્છાઓ ખાતર પ્રજાનો કેટલો ભોગ ! એમની વિચારધારા આગળ વધે તે પહેલાં તો સમાચાર મળ્યા કે કપિલવસ્તુનો અગ્રણી ભયાકુળ બની ભાગી ગયો છે. મહાનામથી બોલાઈ ગયું, ધિક્કાર છે, તારા પૌરુષને, પ્રજાને નિરાધાર મૂકી અંતે ભાગ્યો ! ૨, કાયરો તે વળી રાજ્ય કરી શકતા હશે ?' : વિજયી વિઠૂર્ભે કિલ્લો તોડી નગરમાં પ્રવેશ કરી આજ્ઞા કરી ‘સૈનિકો ! આજ વિશ્વાસઘાત અને અપમાનનું વેર લેવાનું છે. સંપત્તિ લૂંટાય એટલી લૂંટો, લૂંટતાં જરાય ન ગભરાશો. સામે થાય તેને હણી નાખો. આજ તો લૂંટની ઉજાણી છે.' અર્પણના ગીતમાં મત્ત બનેલો મહાનામ પણ આ પળે મૂંઝાઈ ગયો. પૌરજનોની લૂંટ એની આંખો જોઈ ન શકી. લોકોના આર્તનાદ એના કાન સાંભળી ન શક્યા. વેદનાથી વ્યથિત એના આત્માને એક વાત સાંભરી આવી. અને એ, વિજયી રાજા પાસે પહોંચી ગયો. ‘રાજન્ ! મને ઓળખો છો ?' રાજાના અનુચરોએ આપેલા આસન પર બેસતાં મહાનામે પૂછ્યું. ‘મહાનામ ! આપને કોણ ન ઓળખે ? જ્ઞાનથી, શીલથી, સંસ્કારથી અને સભ્યતાથી આપ નગરના નાગરિકોમાં શ્રેષ્ઠ અને જ્યેષ્ઠ છો ! અને એટલે જ તો આપને પૌરજનો પણ મહાનામ કહી સત્કારે છે !' મહાનામના સદ્ગુણો પ્રત્યે કપિલવસ્તુનાં પ્રજાજનોને જેમ માન હતું, તેમ રાજા વિડ્ડૂંભના હૈયામાં પણ માન હતું ‘એમ નહિ રાજન ! એમ નહિ. આ રીતે ઓળખાણ કાઢી કંઈ લાભની આશાએ આવ્યો નથી. હું તો પૂછું છું કે તમારે ને મારે કંઈક સંબંધ ખરો કે ?' સંબંધ શબ્દ પર ખાસ ભાર મૂકતાં મહાનામની અભય આંખોએ પ્રશ્ન કર્યો. બિંદુમાં સિંધુ : ૩૦૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ ભરાવદાર મુખ, દૂધ જેવી ધોળી દાઢી, જળથી ભરેલા સરોવર જેવી કિરૂણાપૂર્ણ આંખો અને સંયમથી સશક્ત દેહ આ સૌ મહાનામની પ્રતિભામાં અભિવૃદ્ધિ કરી રહ્યાં હતાં. આ પ્રતિભાશાળી વિભૂતિના શબ્દો પર રાજા વિચાર કરી રહ્યો હતો. એનો આત્મા ભૂતકાળના સાગરને તરતો તરતો બાલ્યકાળના કિનારે જઈ પહોંચ્યો : શ્રાવસ્તીના રાજા પ્રસેનદિને કપિલવસ્તુ પાસે કન્યા માંગી હતી. અભિમાની નાગરિકોએ ના પાડેલી. આથી વાતાવરણ યુદ્ધમાં ફેરવાઈ જાત, પણ આ મહામના મહાનામે પોતાની દાસીપુત્રીને આપી પ્રસેનદિનને શાન્ત કર્યો ! એ દાસીપુત્રીનો પુત્ર વિડ્રભ ! પણ આ કાવતરાએ પોતાને જે કલંક લગાડ્યું, તેનો આજ એ બદલો લેવા માગતો હતો. મહાનામ એનો દાદો ! વળી પોતે નાનપણમાં અહીં મોસાળે આવ્યો, ત્યારે આ દાદા પાસે એક વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરેલો. એટલે એ રીતે એ વિદ્યાગુરુ પણ ખરો ! એક નહિ, બે સંબંધ ! દાદો ને ગુરુ ! વડવાનલ જેવો વિડૂભ પળવાર ઢીલો પડ્યો. એનાથી બોલાઈ ગયું, દાદા ! ગુરુદેવ !' “રાજન, હું તને એ જ વાત યાદ આપવા આવ્યો છું. વિદ્યાભ્યાસ કર્યા પછી વિદાયવેળાએ તેં મને ગુરુદક્ષિણા માટે આગ્રહ કર્યો હતો, તે યાદ છે ? અને મેં કહ્યું હતું, દક્ષિણા મારી થાપણ તરીકે રાખી મૂકજે. અવસર આવ્યું હું માગી લઈશ.” હા, હું સમજ્યો. આપ નહિ માંગો તોય હું મારો ધર્મ સમજું છું. આપ અભય છો. આપને કોઈ નહિ સ્પર્શે.' રાજાએ તરત સેનાપતિને આજ્ઞા કરી : “જાઓ, શીધ્ર જાઓ. લૂંટ કરતા સૈનિકો મહાનામના ઘેર પહોંચી ન જાય. એ મારી પાસે ગુરુદક્ષિણા માંગવા આવ્યા છે. મારો શિષ્યનો ધર્મ છે કે એમનું ગૃહ અભય અને સુરક્ષિત રહેવું જોઈએ. આ કપિલવસ્તુ પર મારું પ્રાચીન વેર છે. એમના અભિમાનના ચૂરેચૂરા કરવાનો અવસર આજ ઘણાં વર્ષે આવ્યો છે. પણ એ વેરના અગ્નિમાં આ મહાનામનું ગૃહ હોમાઈ ન જાય તે બરાબર ધ્યાનમાં રાખજો.” કરુણાભર્યો હાથ ઊંચો કરતાં મહાનાએ કહ્યું : “ઊભા રહો ! હું એવો સ્વાર્થી નથી કે મારી જાતની જ રક્ષા માંગું, હું તો આખી નગરી માટે અભય માંગું છું.” ‘ગુરુદેવ, આવો આગ્રહ ન કરો. જે આગમાં હું બની રહ્યો છું, તે આગ હજારો ઉપદેશોની વૃષ્ટિથી પણ શમે તેમ નથી. એ સર્વસ્વને બાળીને જ જંપશે !” ૩૦૪ - મધુસંચય Page #322 -------------------------------------------------------------------------- ________________ વિડ્રડૂભ ભૂકંપની જેમ ગર્યો. મારે ખાતર માની જા ! આ કલ્લેઆમ મારાથી જોવાથી નથી. ખમૈયા કર, ભાઈ !” “આજ તો આગલી-પાછલી બધી વાતોનું સાટું વાળવું છે. હા, પણ એક વાત કરું. બાલ્યકાળમાં જોયેલી તમારી જળક્રીડા મને યાદ આવે છે તો તમે આ તળાવમાં જેટલી વાર ડૂબકી મારીને રહો, તેટલી વાર કલ્લેઆમ બંધ કરું. જેઓ નાસી જવા માંગતા હોય તેમને નાસવા દઉં !' સારું, એટલું તો એટલું કર ! જેટલો રક્તપાત ઓછો થાય, તેટલું સારું.” મહાનાએ કહ્યું. મહાનામની વૃદ્ધ આંખમાં કોઈ ભવ્ય સ્મૃતિનું તેજ ચમક્યું. એમની મૃતિના પડદા ઉપર સંતવાણીના અક્ષરો તેજોમય બની ઊપસવા લાગ્યા. એ યાદ કરવા લાગ્યા : “સરિતા જળથી તરસ્યાની તૃષા છિપાવે છે. વૃક્ષો ફળ અને છાયાથી ભૂખ્યાની સુધા મટાડી શીતળતા આપે છે, ચંદન ઘસાઈને અશાંતને શાંત કરે છે, શેરડી પિલાઈને પણ મીઠો રસ આપે છે, તો અવસરે શું માનવી આવું કંઈ અર્પણ ન કરી શકે ?” મહાગુરુના અર્પણગીતને મારે મારા જીવનની બાંસુરીમાંથી પ્રગટાવવું ઘટે. ખરેખર કસોટીની આ પળ આવી છે, તો હું મારા જીવન દ્વારા એને સાર્થક કરું.” મહાનામે કહ્યું: “જેવી તમારી ઇચ્છા !” વિદ્ગભ વિચારવા લાગ્યો : આ વૃદ્ધ માણસ શ્વાસોશ્વાસ રોકી રોકીનેય કેટલી વાર રોકશે ? ક્ષણ, બે ક્ષણ, દશ ક્ષણ ! એટલી વારમાં પૌરજનો કેટલે ભાગી જવાનાં હતાં ! કેટલું લઈ જવાનાં હતાં ! ગુરુનું વચન પળાશે અને મારા વેરની તૃપ્તિ પણ થશે.” મહાનામ તળાવ પાસે આવ્યો. પીરજનો ભયત્રસ્ત હતા; છતાં પણ આ દશ્ય જોવા સૌ થંભી ગયા; કારણ કે મહાનામમાં સૌને રસ હતો, શ્રદ્ધા હતી. આમ નગરમાં જ્યારે ઘોષણા થઈ રહી હતી કે “જ્યાં સુધી મહાનામ જળમાં ડૂબકી મારીને રહેશે ત્યાં સુધી સૌને અભય છે.” ત્યારે મહાનામ તળાવમાં ડૂબકી મારી ગયા હતા, ને મધ્યમાં રહેલા કીર્તિસ્તંભ સાથે પોતાની કાયાને ઉત્તરીયથી બાંધી જળસમાધિ લઈ રહ્યા હતા. મહાનામના હૈયામાં વાત્સલ્ય હતું. માનવો માટે કરુણા હતી. સૌના કલ્યાણની તીવ્ર ઝંખના હતી અને નગરજનોની રક્ષા, પ્રાણ આપતાંય થતી હોય તો, પ્રાણ આપવાની અર્પણભાવના પણ હતી. એટલે એમણે પાણીમાં પોતાની જાતને સદા માટે પધરાવી દીધી. બિંદુમાં સિંધુ * ૩૦૫ Page #323 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ, બે ક્ષણ, કલાક...બે કલાક થઈ ગયા, પણ મહાનામ જળસપાટી પર ન આવ્યા. તે ન જ આવ્યા. વિજયી વિડ્રભ અને લૂંટની કામનાવાળા સૈનિકો પ્રતીક્ષા કરી થાક્યા, પણ મહાનામ ઉપર ન આવ્યા. વિદ્ગભ ચતુર હતો. એ આ કરુણ ઘટનાનો મર્મ સમજી ગયા. એના પર જાણે વિદ્યુત્પાત થયો હોય તેમ તે ધા ખાઈ ગયો. એનો વેરાગ્નિ એકદમ શમી ગયો. શું દાદાએ પૌરજનોની રક્ષા કાજે પોતાની કાયાનું બલિદાન આપ્યું ? આ વાત સાંભળી કપિલવસ્તુના યુવાન અને યુવતીઓ દોડી આવ્યાં. પાણીમાં સ્તંભ સાથે બંધાયેલા એ પુણ્યદેહને બહાર કાઢ્યો ત્યારે પાણીથી પ્રફુલ્લિત બનેલો મહાનામનો ઉજ્વળ દેહ જાણે સૌને કહી રહ્યો હતો : “દેહનું મૂલ્ય આનાથી વધારે કંઈ હોઈ શકે ખરું કે ?' નગરના પૌરજનો મહાનામને આંસુની અંજલિ આપી રહ્યા હતા કારણ કે નગરીએ એક એવો મહામાનવ ખોયો હતો, જેણે પોતાનું જીવન આપીને કપિલવસ્તુના પ્રજાજનોને જીવન આપ્યું હતું. ઉo૫. એ બધાં દલાલનાં તોફાન છેલિતાણામાં આગમમંદિરની અંજનશલાકા ને પ્રતિષ્ઠા ભવ્ય રીતે કરાવી, પૂજ્ય આચાર્ય મહારાજ સાથે વિહાર કરી, અમે કપડવંજ આવ્યા. કપડવંજ ઘણું જ શ્રદ્ધાળુ ને ભક્તિથી વિનમ્ર. કદી ન ભુલાય એવો અહીંના યુવાનોનો ઉત્સાહ અને પ્રેમ. એમણે ઘણા જ આનંદ અને ઉમંગથી પૂજ્યશ્રીનું સ્વાગત કર્યું. આ દિવસોમાં, પૂજ્ય આગમોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજની તબિયત નરમ રહેતી હતી. વૈદ્યો તરફથી માત્ર પ્રવાહી પદાર્થો લેવાનું સૂચન મળ્યું હતું, એટલે બપોરે તેઓશ્રી ઘણું કરીને ચા જ લેતા હતા. આથી બપોરે એક ગૃહસ્થને ત્યાં હું ચા લેવા ગયો. ઘરનાં માણસો કોઈક લગ્નપ્રસંગમાં જવાની ઉત્સુકતામાં હતાં. હું ચા વહોરી જલદી આવતો રહ્યો. ચા મહારાજ શ્રીને આપ્યો ને તેઓ વાપરી ગયા. આ વાતને દશ મિનિટ પણ પૂરી ન થઈ, ત્યાં ઉતાવળે પગે એક બહેન આવ્યાં. આવીને એ તો કાકલૂદી કરવા લાગ્યાં, માફી માગવા લાગ્યાં, પોતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યાં ! બહેનની આ વ્યગ્રતા જોઈ હું દિમૂઢ બની ગયો. મેં પૂછ્યું : “બહેન, શું છે ? આ ધમાલ શું ને માફી શાની ?' ૩૦૬ - મધુસંચય Page #324 -------------------------------------------------------------------------- ________________ ‘કેમ સાહેબ ! આપને ખબર નથી. ચામાં ખાંડને બદલે મીઠું નંખાઈ ગયું છે તે ?' એમણે જરા ધીરા બની, વાતનાં ઘટસ્ફોટ કર્યો. આ સાંભળી મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. બહેને તો કહેવાનું ચાલુ જ રાખ્યું : “સાહેબ ! મારે નિકટના એક સંબંધીના લગ્નમાં જવાનું હતું. મારું મન એમાં ગૂંથાયેલું હતું. ધૂનમાં ને ધૂનમાં ખાંડની બરણીને બદલે મીઠાની બરણી મારા હાથમાં આવી ગઈ ને આવી ભયંકર ભૂલ મારાથી થઈ ગઈ. આ તો અમે ચા પીધો ત્યારે અમને ખબર પડી.'' બહેન બોલતી હતી ત્યારે પણ મને તો એક જ વિચાર આવ્યો. આચાર્ય મહારાજશ્રીના સ્વાદવિજયનો ને ગંભીરતાનો ! બહેન કહે છે કે ચામાં મીઠું પડયું છે પણ પૂજ્યશ્રીએ તો એનું સૂચન પણ અમને ન કર્યું. સૂચન ન કર્યું એ તો ઠીક, પણ એમના પ્રશાંત મુખ પર આવી ખારી ચા વાપરવા છતાં એ જ સ્વસ્થતા હતી. બહેનને સાત્ત્વન આપી હું આચાર્યશ્રી પાસે ગયો. મેં કહ્યું : ‘સાહેબ ! ચામાં ખાંડને બદલે મીઠું નાંખેલું હતું, છતાં આપશ્રીએ કંઈ પણ કહ્યું નહિ !' ગુલાબી હાસ્ય કરી એમણે કહ્યું : ‘રોજ ગળ્યો ચા, તો કોક દિવસ ખારો પણ હોય ને ? આનાથી પેટ સાફ આવશે. નુકસાન શું થવાનું છે ? અને ખરું પૂછો તો ખારું ને મીઠું તો (જીભનું ટેરવું બતાવતાં એમણે કહ્યું) આ જીભલડીને લાગે છે. પેટમાં તો બંને સરખાં જ છે. માલ ખરીદનાર વેપારી કરતાંય દલાલનું તોફાન વધારે હોય છે. પેટ માલ ખરીદનાર વેપારી છે. જીભ તો વચ્ચે દલાલ છે. એ જ વધારે તોફાની છે. એ તોફાનીના પંજામાં ફસાઈએ નહિ, ને એને જ કાબૂમાં રાખી લઈએ, એનું નામ જ સંયમ !' આ વચન સાંભળી મારાં નયનો એમને નમ્યાં. ૬૦૬. રૂપનો ગર્વ સૌ દર્યના ભારથી લચી પડેલી ઉષા સામે આંગળી ચીંધી ઇન્દ્રરાજે દેવોને કહ્યું : “આનું રૂપ તમને રંભા અને રતિ કરતાં પણ વધારે લાગતું હશે. ઉષાના સૌન્દર્યમાં ફૂલની નાજુકતા અને કમળના સોહામણા રંગો દેખાતા હશે. પણ સનતરાજના માર્દવભર્યાં અપ્રતિમ સૌન્દર્ય આગળ આ સૌન્દર્યને સરખાવીએ તો વાણી પણ કલંકિત થાય. સનત એટલે રૂપનો રાશિ; એનો દેહ બિંદુમાં સિંધુ ૩૦૭ Page #325 -------------------------------------------------------------------------- ________________ એટલે પૂનમનો ચાંદ; એની આંખો એટલે કમળની પાંખડીઓ. એ રૂપાળા માનવદેહ આગળ દેવોની કાયા પણ કદરૂપી લાગે ! સનત ભારતવર્ષનો ચક્રવર્તી છે, પણ હું તો કહું છું કે એ સૌન્દર્યમાં તો ત્રિભુવનવિજયી ચક્રવર્તી છે.’ આ સાંભળી દેવો મનમાં વિચારી રહ્યા : મોટા માણસો પ્રશંસા કરવા બેસે એટલે એની મર્યાદા જ નહિ. એ કાગને વાઘ કહે તોય લોકો એની વાતમાં સંમતિ આપે. પણ આપણે તો દેવ ! આપણું હૃદય અસત્યનો સત્કાર કેમ કરે ?' અને વિજય અને વૈજયંત બંને મિત્રો આ વાતનું સત્ય જાણવા વિપ્રના વેશે હસ્તિનાપુરમાં આવી પહોંચ્યા. તે વખતે ચક્રવર્તી સ્નાનાગારમાં સુરભિમિશ્રિત તેલથી અંગમર્દન કરાવી રહ્યા હતા, દ્વારપાળે આવીને કહ્યું: “પ્રભો ! આપનાં દર્શને દૂર દૂરથી બે પ્રતાપી વિપ્રો આવેલા છે અને તેઓ કહે છે કે મહારાજનાં દર્શન કર્યા પછી જ મોંમાં પાણી નાંખીશું. મેં તેમને વાર્યા. પણ કહે છે કે અમારે તો હમણાં જ દર્શન કરવાં છે, તો આવવા દઉં ?’ રાજાના પારિજાતક જેવા કોમળ ઓષ્ઠ પર આછું સ્મિત ર્યું, અને પવનના નાજુક સ્પર્શથી જેમ છોડ પર રહેલું ફૂલ નમે તેમ તેમનું માથું જરાક નમ્યું. બંને વિપ્રો તરત ત્યાં હાજર થયા. સનતરાજનું રૂપ જોતાં જ એ થીજી ગયા. આહ ! આ રૂપનો સાગર ! રે, આ તે માનવ કે સૌંદર્યનો પિંડ ! જેના રોમેરોમમાંથી લાવણ્ય નીતરી રહ્યું છે અને જેનાં સોનેરી ઝુલ્ફાં ચંપાનાં ફૂલનો ઉપહાસ કરી રહ્યાં છે, એવા આ માનવરાજનાં અંગો તો ઇન્દ્રે કરેલાં વખાણ કરતાં લક્ષગણાં અધિક સુંદર છે.” આવેલા પ્રવાસીઓને વિચારમગ્ન જોઈ સનતે પૂછ્યું : ‘વિપ્રવર ! શું વિચારો છો ?’ આ શબ્દનો મીઠો રણકો સાંભળી દેવે કહ્યું “મહારાજ ! આપના રૂપનો વિચાર કરીએ છીએ. આ રૂપ તો દેવોને પણ દુર્લભ છે !' પોતાની પ્રશંસા સાંભળી ચક્રવર્તીની પાટલા જેવી વિશાળ છાતી ફૂલી. એના મુખ પર લોહી ધસી આવ્યું અને લાલ કમળ જેવો રંગ એના વદન પર પ્રસરી રહ્યો : ‘રૂપ ! રૂપ તો સ્નાનગૃહમાં જોવાનું ન હોય વિપ્ર ! રૂપ તો રાજસભામાં જોજો !’ ૩૦૮ * મધુસંચય Page #326 -------------------------------------------------------------------------- ________________ વિપ્રોને નમન કરી વિદાય લીધી અને મધ્યાહુને રાજસભામાં હાજર થયા. સનત રત્નની મૂઠવાળા સોનાના સિંહાસન પર બેઠા હતા. ચિનાંશુકથી એનો દેહ મઢેલો હતો; ગળામાં હાર, આંગળીઓ પર રત્નજડિત વીંટીઓ હતી, માથા ઉપર સૂર્યકિરણોની સ્પર્ધા કરતો રત્નજડિત મુકુટ હતો. પ્રવાલ જેવા ઓષ્ઠ પર મધુર સ્મિત હતું. રૂપના ગર્વથી મસ્તક ઊંચું કરીને સનતરાજે વિપ્રોને પૂછ્યું “કેમ ? સૌન્દર્યદર્શન પામ્યા ને ?” વિવેકી વિપ્રોએ માથું નકારમાં ધુણાવતાં કહ્યું : મહારાજ ! સૌન્દર્યની ઘડી તો વીતી ગઈ. અત્યારે તો આપના સૌંદર્યને કોરી ખાનારા કોટિ કોટિ ઝેરી જંતુઓ આપના દેહના અણુ અણુએ વ્યાપી ગયાં છે ! એનું પ્રત્યક્ષ પ્રમાણ એ છે કે આપ ઘૂંકી જુઓ. પછી રાજભિષગ પાસે પરીક્ષા કરાવો. આપના ઘૂંકમાં સહસ રોગજંતુઓ ખદબદતા જણાશે.” ઓહ ! શું મારું શરીર રોગનું મંદિર ! આટલી વારમાં રોગ વ્યાપી ગયો ? ક્ષણવારમાં નષ્ટભ્રષ્ટ થનારા આ સૌંદર્યનો ગર્વ કેવો વ્યર્થ છે ? સનતરાજના અભિમાનનું વાદળ વિખરાઈ ગયું. સનતરાજનો વિલાસ શોકમાં ફેરવાઈ ગયો. એમનો દેહમદ, રૂપમદ ગળી ગયો. એ વિચારી રહ્યા : રે ! જે રૂપથી હું ગર્વિત હતો, એ રૂપમાં તો કુરૂપતા સમાયેલી છે ! દેહના રૂપ ઉપર ગર્વ કરનાર મારા જેવો ગમાર આ જગતમાં બીજો કોણ ? દેહના રૂપમાં લીન બની હું આત્માના રૂપને ભૂલી ગયો. માણસનો જ્યારે વિનાશ આવવાનો હોય છે, ત્યારે જ એને રૂપનો ગર્વ આવે છે. બસ ! મારે આ નશ્વર દેહની મમતા ન જોઈએ. દેહને ડૂલ કરીને પણ આત્માના અમર સૌન્દર્યને શોધું. કર્મચૂરાએ ધર્મે શૂરાભર્યું રાજ્ય ને ભર્યા વૈભવને છોડી એ જ પળે સનતકુમાર ચક્રવર્તી જંગલની વાટે ચાલી નીકળ્યા. ગિરિ અને ગુફામાં, ખીણ અને ખાણમાં એ ફરે છે. એમની ફૂલ જેવી કોમળ પગની પાનીમાંથી લોહીની ટશરો ફૂટી છે. પણ એની એમને પરવા નથી. તડકામાં એ તપે છે. શિયાળામાં એ ઠરે છે અને ઊની ઊની લૂમાં એમનો દેહ શકાય છે. પણ સતન તો દેહ ભૂલી ગયા છે; આત્મસૌન્દર્યની ખોજમાં ઊંડા ઊતરી ગયા છે. એ વાત પર કંઈ કેટલી વસંત ઋતુઓ વીતી ગઈ. તપસ્વી સનત એક વૃક્ષ નીચે ધ્યાનમગ્ન બેઠા છે. હરણાંઓ આંખ ઢાળીને એમની પડખે બેઠાં છે. દૂર દૂર ઊભેલો દૂર સિંહ પણ સનતની સમતામાં સ્નાન કરી રહ્યો છે. વાતાવરણમાં મૈત્રીનું, પ્રેમનું, વાત્સલ્યનું તેજ વિસ્તરેલું છે. ત્યાં પેલા બન્ને દેવો વૈદ્યના રૂપે હાજર થયા. નમન કરી કહ્યું : “મહારાજ ! અમે બે ધવંતરી વૈદ્યો છીએ. અમારા ઔષધના સેવનથી આપનો રોગ તત્કાળ મટી જશે. અમારું ઔષધ સ્વીકારો.” બિંદુમાં સિંધુ * ૩૦૯ Page #327 -------------------------------------------------------------------------- ________________ સનતકુમારની કરુણાભીની આંખો જરા પહોળી થઈ. એમણે જમણા હાથની આંગળી પોતાના ડાબા હાથ પર ફેરવી, અને જોતજોતામાં એટલા ભાગની એ ચામડી સુંવાળી સુવર્ણવર્ણી થઈ ગઈ. સનતે કહ્યું : ‘વિપ્રો ! શરીરના રોગને મટાડવાની શક્તિ તો મારામાં આવી ગઈ છે, એટલે મારે એની જરૂર નથી. મારે તો અંતરનો રોગ મટાડે એવું ઔષધ જોઈએ છે. બહારના રૂપને શું કરવું છે ? એ રૂપ તો કુરૂપતામાં પણ ફેરવાઈ જાય. મારે તો આતમનું રૂપ જોઈએ છે, કે જે પામ્યા પછી કદી કુરૂપતા ન આવે.’’ તપસ્વી સનતની આ સાધનાને કારણે ચરણે મસ્તક નમાવી વૈદ્યના વેશે આવેલા દેવો તેજના વર્તુળમાં વિલીન થયા. રાજગૃહીના ઉદ્યાનમાં શ્રેણિકને ભગવાન મહાવીરે કહ્યું : ‘‘શ્રેણિક ! માનવી જ્યારે કોઈ પણ વસ્તુનો ગર્વ કરે છે ત્યારે તે વસ્તુનો વિનિપાત થાય છે અને વિનિપાત થવાનો હોય ત્યારે માનવીને ગર્વ કરવાનું મન થાય છે. સનતના રૂપનો નાશ થવાનો હતો ત્યારે તેના મનમાં ગર્વ આવ્યો, અને જ્યારે એ ગર્વ ગળી ગયો ત્યારે તેનું સાચું રૂપ ખીલી ઊઠ્યું.’ ܀ ૬૦૭. અર્પણ ન્સના માર્સેલ્સ શહેરમાં ઈસ. ૧૭૨૦માં એકાએક મરકીનો રોગ ફાટી ફ્રી નીકળ્યો. માણસો માખીની જેમ મરવા લાગ્યાં. સ્મશાનમાં મડદાંઓના ઢગ ખડકાવા લાગ્યા. માણસો રોજ એટલા મરે કે એને બાળનાર કે દાટનાર પણ ન મળે. આખો પ્રાંત મૃત્યુના મહાભયથી ધ્રૂજી ઊઠ્યો. ડૉક્ટરોના બાહ્ય ઉપચારો બધા નિષ્ફળ ગયા. ઘણી વાર તો ડૉક્ટર દવા આપવા જાય કે તપાસવા જાય તો એ પોતે જ રોગનો ભોગ થઈ મૃત્યુશરણ થાય. મૃત્યુ, મૃત્યુ ને મૃત્યુ, મૃત્યુ વિના બીજી વાત નહીં ! આ રોગના નિદાન માટે પ્રખ્યાત ડૉક્ટરોની એક સભા મળી. વિચારોની આપ-લે થઈ. સૌ એક નિર્ણય ૫૨ આવ્યા : ‘આ રોગ સામાન્ય ઉપચારોથી મટે તેમ નથી. મરકીના રોગથી મૃત્યુ પામેલા માણસનું મડદું ચીરીને જોયા વિના એનું નિદાન અશક્ય છે.' પણ પ્લેગથી મરણ પામેલા માણસનું મડદું ચીરે કોણ ? આવા ચેપી રોગનાં જંતુઓથી વ્યાપેલા શરીરને ચીરવું, એટલે યમને સામે પગલે નિમંત્રણ મોકલવું ! યમને ભેટનાર વીર લાવવો ક્યાંથી ? સૌને જીવન વહાલું ? બિલાડીને ગળે ઘંટ બાંધે કોણ ? ૩૧૦ × મધુસંચય Page #328 -------------------------------------------------------------------------- ________________ આખી સભા વિસર્જન થવાની અણી પર હતી, ત્યાં એક ફૂટડો યુવાન ઊભો થયો. એની આંખમાં કરુણાજળ હતું, એના બિડાયેલા હોઠ પર નિર્ણય હતો. એના વદન પર આકર્ષક રૂપ હતું એના સ્વસ્થ દેહ ઉપર મસ્ત યૌવન હતું. વૃદ્ધ ડૉક્ટરો એને જોઈ રહ્યા. અરે, આ હેનરી ગાયન કેમ ઊભો થયો છે ? આ પ્રસિદ્ધ ડોક્ટર કાંઈ નવીન શોધ તો નથી લાવ્યો ને ? સૌનું ધ્યાન ડૉ. હેનરી ગાયન તરફ હતું. એ જરા આગળ આવ્યો, અને નમ્રતાથી કહ્યું : “આપ જાણો છો કે પોતાના જીવનનો મોહ તજ્યા વિના બીજાને જીવન આપી શકાતું નથી, અને જીવન આપ્યા વિના, આવી મહાન શોધો થતી નથી. આપણા દેહના દાનથી હજારો ભાઈબહેનો અને માતાનાં આંસુ અટકતાં હોય તો હું મારો દેહ આપવા તૈયાર છું. લો આ મારું વસિયતનામું, મારી પાછળ કોઈ જ નથી. મારી આ મિલકત મરકીના દર્દીઓ માટે વાપરજો. માણસના જીવનનો આથી વધારે સારો ઉપયોગ શું હોઈ શકે ?” વૃદ્ધ ડૉક્ટરો એને જોઈ જ રહ્યા. દેહની જે મમતા વયોવૃદ્ધો ન છોડી શક્યા, તે એક યુવાને વાતવાતમાં છોડી. એ તુરત ઓપરેશન ખંડમાં દાખલ થયો. મરકીના રોગથી મૃત્યુ પામેલા માનવદેહને ચીરવા લાગ્યો. કમકમાટી ઉપજાવે એવું દુર્ગધ મારતું મડદું એ ચીરતો ગયો અને રોગનું નિદાન કરતો ગયો. જંતુઓના હુમલાનું સ્થાન અને એનાં કારણોની ચિકિત્સા કરી, એની એક નોંધ તૈયાર કરી. એ નોંધ એણે રાસાયણિક દ્રવ્યોમાં મૂકી, જેથી અડનારને એનો ચેપ ન લાગે. એણે એનું કાર્ય પૂર્ણ કર્યું. પણ એનો દેહ તો તાવથી ક્યારનોય તપી ગયો હતો. એ ઊભો થવા ગયો, પણ પ્લેગનાં જંતુઓએ ક્યારનોય એના દેહમાં માળો બાંધી નાંખ્યો હતો. એ ઢળી પડ્યો. છતાં એના મુખ પર સંતોષ હતો. કારણ કે પોતે શોધ સંપૂર્ણ કરી હતી. હેનરી ગાયન ગયો. પણ મરકીના રોગની શોધ એ પાછળ મૂકતો ગયો. એની શોધે લાખો માનવોને જીવતદાન આપ્યું. આવા માનવીઓનાં અર્પણ-ગીત માતા ધરતી અવિરત ગાય છે. ૧૦૮. પુનિયો શ્રાવક oમણોની વાણીનાં નીર્મળાં નીર પીને તૃપ્ત થયેલો પુનિયા આખાયે મગધમાં પ્રસિદ્ધ હતો. સંતોષમાં, સમતામાં, સાદાઈમાં અને સભ્યતામાં એની જોડ બિંદુમાં સિંધુ ૩૧૧ Page #329 -------------------------------------------------------------------------- ________________ ન મળે. અતિથિ-સત્કાર તો એનો જ. એક દિવસ પોતે ઉપવાસ કરી અતિથિને પ્રેમથી જમાડે, ને બીજે દિવસે એની પત્ની ઉપવાસ કરી અતિથિને સત્કારે. એની મૂડી જુઓ તો સાડા બાર દોકડા. રોકડા નહિ હો; દોકડા ! માત્ર બે આના. પણ એ બે આના આજના નહિ, ભગવાન વર્ધમાનના યુગના ! એને ત્યાં એક દિવસ એક વિદ્યાસિદ્ધ અતિથિ આવ્યા. પૂર્ણિમાનો દિવસ હતો અને પુનિયાને ઉપવાસ હતો. એણે સાધર્મિકની પ્રેમથી ભક્તિ કરી. જમતાં જમતાં મહેમાને ઘરમાં નજર કરી તો ઘરના ચારે ખૂણે અગિયારસ. માટીથી લીંપેલા સાદા ઘરમાં સ્વચ્છતા અને જમવાના થાળી-વાટકા સિવાય બીજું કાંઈ ના મળે. સિદ્ધપુરુષ વિચારી રહ્યા: “વાહ ! દુનિયામાં પુનિયાની નામના છે, જ્યારે ઘરમાં તો કાંઈ કહેતાં કાંઈ ના મળે; પણ એના હૈયામાં કેટલું બધું ભરેલું છે ! આવી સ્થિતિમાં પણ જમાડીને જમે છે ! ઉપવાસ કરીને પણ સ્વાગત કરે છે ! પુનિયા, તેં તો કમાલ કરી !' સિદ્ધપુરુષને થયું કે મારી પાસે સિદ્ધિ છે, શક્તિ છે, તો કાંઈક એને મદદ કરતો જાઉં. આજ રાતે વાત. પૂનમની રૂપાળી ચાંદની આંગણામાં પથરાઈ હતી. પુનિયો મીઠી નિદ્રા માણી રહ્યો હતો, કારણ કે એને ન હતો ચોરનો ભય કે ન હતો રાજાનો ભય. એ તો અબધૂતોના અભય સામ્રાજ્યનો નાગરિક હતો ! સિદ્ધપુરુષ ઊભા થયા, રસોડામાં ગયા, એમણે લોખંડનો તવો લીધો ને પોતાની ઝોળીમાં રહેલો પારસમણિ કાઢી પેલા લોખંડના તવાને અડાડ્યો. લોખંડનો તવો સાવ સોનાનો થઈ ગયો. સવારે ઊઠી સિદ્ધપુરુષે કાશી ભણી પ્રયાણ આદર્યું. પ્રભાતે પુનિયાએ જોયું તો પોતાનો તવો જ ન મળે. ચૂલા પાસે રહેલા કાળા તવાને બદલે સુવર્ણનો તવો સૂર્યનાં સોનેરી કિરણોમાં ચમકી રહ્યો હતો. પુનિયાએ નિસાસો નાખ્યો. એનાથી બોલાઈ ગયું : અતિથિ ! તમે તો જુલમ કર્યો. તમે તો ચમત્કાર કરી ગયા, પણ મારે નવા તવાનો ખર્ચ કાઢવો ક્યાંથી ? તમારો આ સોનાનો તવો મારે શું કામનો ? શાસ્ત્રોમાં કહ્યું છે: શ્રમ વિના મેળવેલું ધન ધૂળ કરતાંય કનિષ્ઠ ! વખત વીતી ગયો. જુદાં જુદાં તીર્થોની યાત્રા કરી સિદ્ધપુરુષ ફરી રાજગૃહીમાં આવ્યા, અને પુનિયાના જ મહેમાન બન્યા. બપોરે ભોજન પત્યા પછી અતિથિએ પોતાના પ્રવાસની મીઠી મીઠી વાતો કહી. પ્રવાસકથા પૂર્ણ થતાં છાણાં અને લાકડાના ઢગલા વચ્ચે છૂપાવેલો સોનાનો તવો કાઢીને સિદ્ધપુરુષને આપતાં પુનિયાએ કહ્યું : “તમે યાત્રા કરવા ૩૧૨ ઃ મધુસંચય Page #330 -------------------------------------------------------------------------- ________________ નીકળ્યા છો કે કોઈને ખર્ચમાં ઉતારવા ? લો, આ તમારો તવો. મારે એ ન જોઈએ. તમને એમ કે ભાઈને મદદ કરતા જઈએ, પણ શ્રમ વિનાનું સોનું લઈએ તો સોના જેવી શુદ્ધ બુદ્ધિ પછી તવા જેવી કાળી થઈ જતાં કંઈ વાર લાગે ? આજે અતિથિનું સ્વાગત કરવા તૈયું જે ઝંખના કરે છે, પછી તે ઝંખના રહે ? એક વાર મફતનું લેવાની આદત પડ્યા પછી માણસ જીવનભર મફતનું જ શોધતો ફરે છે. પછી તે ધનકુબેર થઈ જાય તોય એને આપવાનું નહિ, લેવાનું જ સૂઝે.' સિદ્ધપુરુષે પુનિયાને નમન કરી કહ્યું: ‘મેં વિદ્યા સાધવામાં વર્ષોનાં વર્ષો ગાળ્યાં, પણ સાચી વિદ્યા તો તમે જ મેળવી છે. હું ઘણાં તીર્થે જઈ ઘણી નદીઓમાં સ્નાન કરી આવ્યો, પણ મારો આત્મા તો અહીં જ નિર્મળો થયો છે. હવે તો હું એક જ માગું: જે સંતોષને પામીને તમે આ સુવર્ણને પણ ધૂળ ગણ્યું, તે સંતોષનું મને શરણ હો !' ૬૦૯. બલિ ગુ જરાતના પ્રતાપી સિંહાસન પર આરૂઢ થયેલા રાજર્ષિ કુમારપાળના અંગેઅંગમાં અહિંસાની ભાવના રમી રહી હતી. હિંસાના અંધકારથી ત્રસિત બનેલા જગત પર અહિંસાનો પ્રકાશ લાવવાનું એને સ્વપ્ન લાધ્યું હતું. એને આ સ્વપ્ન આપનાર કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્ર હતા. આ સ્વપ્નદ્રષ્ટાના ચીંધેલા માર્ગે કુમારપાળ ખૂબ જ ધૈર્ય ને શ્રદ્ધાથી આગળ વધી રહ્યા હતા. અહિંસાનો પ્રથમ પ્રયોગ એણે ગુજરાત ને સૌરાષ્ટ્ર પર કર્યો. આ પ્રયોગના પ્રતાપે જ્યારે અંગ, બંગ ને કલિંગમાં બ્રાહ્મણો પણ માંસાહાર કરતા, ત્યારે અહીંના નીચલા થરના માણસો પણ માંસનું નામ આવતાં ધૃણા બતાવતા. આ હવા ધીમે ધીમે રાજપૂતાના સુધી જામતી ગઈ. અહિંસાનો પ્રકાશ નીચેના થરને પણ સ્પર્શી રહ્યો. એ દિવસોમાં ગુર્જરેશ્વરના કુટુમ્બમાં જ એક સમસ્યા ઊભી થઈ. કુમારપાળની કુળદેવી કંટેશ્વરી આગળ વર્ષોથી નવરાત્રિના સાતમ, આઠમ અને નોમના દિવસે સેંકડો પશુઓનો બલિ અપાતો. બકરાં અને પાડાઓનો આ અર્ધ્ય બંધ કેમ કરાય ? અને બંધ થાય તો દેવીનો કોપ જાગે. માતાજીનો વાર્ષિક ઉત્સવ-દિન જેમ નજીક આવતો ગયો, તેમ ક્ષત્રિયોનાં મન મૂંઝાવા લાગ્યાં. ચૌલુક્યક્ષત્રિયો માતાજીની પ્રસન્નતાથી જેટલા નિર્ભય હતા, એટલા જ એમના કોપથી ભયભીત હતા. એમની દૃઢ માન્યતા હતી: બિંદુમાં સિંધુ ૩૧૩ Page #331 -------------------------------------------------------------------------- ________________ મા કોપે તો કાં ચૌલુક્યવંશનો નાશ થાય, કાં ૫રચક્રના આક્રમણથી પાટણ ધૂળ ચાટતું થઈ જાય. સૌના દિલ પર ભયની ઘટા જામી હતી. પર્વતના જેવી અડગતાને વરેલો કુમારપાળ પોતાની વીરતાભરી અહિંસા માટે સર્વસ્વને પણ હોડમાં મૂકવા તૈયાર હતો. એને શ્રી હેમચંદ્રાચાર્યની પ્રતિભા અને માર્ગદર્શન ૫૨ પૂર્ણ વિશ્વાસ હતો. કુમારપાળ તો શું પણ સમગ્ર પ્રજા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું નામ આવતાં શ્રદ્ધા ને ભક્તિથી નમી પડતી. માતાના ઉત્સવના એક દિવસ પહેલાં આસો સુદ છઠની નમતી સાંજે સામંતોની એક સભા મળી. સૌ આચાર્યના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ત્યાં સૂર્ય જેવા પ્રતાપી અને ચંદ્ર જેવા સૌમ્ય, કંચન અને શુદ્ધ ને કમળ જેવા નિર્લેપ આચાર્ય આવ્યા. સૌ એમને માન આપવા ઊભા થઈ ગયા. આચાર્ય પોતના આસન પર ગોઠવાયા. વાતાવરણમાં ભવ્યતા જાણે સાકાર થઈ રહી હતી. ઘનઘોર વાદળો ચીરીને જેમ પ્રત્યૂષ પ્રગટે તેમ આચાર્યની સૌમ્ય વાણી પ્રગટી: ‘પ્રજાજનો ! માને ભોગ તો ધરવો જ પડશે. બલિ આપ્યા વિના કાંઈ ચાલે ? પશુઓની સાથે આ વર્ષે તો મીઠાઈ પણ વધારે ધરો. કુળદેવીને પ્રસન્ન રાખો. માનો કોપ કેમ વેઠાય ? બલિ આપો, જરૂર આપો !' માંસભક્ષી પૂજારીઓનાં હૈયાં તો નાચવા લાગ્યાં. આ શું કહેવાય ? અહિંસાના ઉપાસક આચાર્ય આજે હિંસામાં સંમતિ આપે ? પણ કુમારપાળના દિલમાં એમના માર્ગદર્શન પર દૃઢ શ્રદ્ધા હતી. આચાર્ય ફરી બોલ્યા: બલિ આપો, પણ હાથ લોહીથી ખરડીને નહિ. જે જીવોને ધ૨વા હોય તેમને માતાજીના ચરણોમાં જીવતા જ ધરી દો અને મંદિરનાં દ્વાર બંધ કરો. માતાજીને ઇચ્છાનુસાર ભોગ લેવા દો. આજ સુધી તમે મડદાંઓનો ભોગ ધર્યો. આ વખતે જીવતાઓને જ ધરો. પશુઓના અક્ષત દેહને માતાના ચરણોમાં ધરશો તો માતા વધારે પ્રસન્ન થશે !' વાત વાજબી હતી. પ્રયોગ સુંદર હતો. ભલે માતાજી સ્વહસ્તે બલિ સ્વીકારી લે. એ દિવસે પશુઓને જીવતાં મંદિરમાં પૂરવામાં આવ્યાં. બહાર બધા ભક્તો ભજન કરતાં રાત્રિજાગરણ કરતા રહ્યા. સાતમનું પ્રભાત હતું. ભગવાન સૂર્યનારાયણ માતાજીના મંદિર પરના સુવર્ણકળશમાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહ્યા હતા, ત્યારે મંદિરને દ્વારે માણસ ૩૧૪ * મધુસંચય Page #332 -------------------------------------------------------------------------- ________________ માતું નહોતું. પાટણના નાગરિકો રાત્રે ધરેલા બલિનું શું થયું, તે જોવા ઊભરાયા હતા. ગુર્જરશ્વરની આજ્ઞા થતાં કિચૂડ કિચૂડ કરતાં મંદિરનાં મુખ્ય દ્વાર ખૂલ્યાં ને મંદિરની બંધિયારી હવામાં મૂંઝાઈ ગયેલાં નિર્દોષ પશુઓ બેં બેં કરતાં બહાર ધસી આવ્યાં ! પૂર્ણ પ્રેમ ને ભક્તિથી માતાને નમન કરી, રાજા કુમારપાળે કહ્યું : “કહો, પ્રજાજનો ! બલિ કોને ખપે છે ? માતાને કે પૂજારીઓને ? મા તે મા છે. મા પોતાનાં નિર્દોષ ને મૂંગાં બાળકોના પ્રાણ લે ખરી ? માંસભૂખ્યો માણસ માના નામે કૂર હિંસા ભરેલો બલિ ધરે છે, ને અંતે તો પોતે જ એનો ઉપભોગ કરી જાય છે. કરુણાળુ દેવોના નામે આવો અત્યાચાર ? જય હો કરુણાળુ કુળદેવીનો !' કુમારપાળનો જયનાદ ઝીલતા પૂજારીઓના મુખ પર ખિન્નતા હતી. પ્રજામાં નેત્રોમાં પ્રસન્નતા હતી. કુમારપાળના આત્મામાં અહિંસા પ્રત્યેની અણનમ શ્રદ્ધા હતી ૬૧૦. સંસ્કૃતિને ઘડનારો શિલ્પી , સંતોત્સવનો સોહામણો દિવસ હતો. ગુર્જરપતિ ભીમદેવની હાજરીમાં ગુજરાતનાં પ્રસિદ્ધ તીરંદાજો તીરંદાજી ખેલી રહ્યા હતા. પાટણની પ્રજા આ શૂરવીરોને આનંદથી જોઈ રહી હતી. છેલ્લે એક નિશાન ગોઠવવામાં આવ્યું. અને એ નિશાનને જે વીંધે તેને માટે ઇનામ જાહેર થયું. તીરંદાજોની આમાં કસોટી હતી, કારણ કે નિશાન ઘણું દૂર હતું. એક પછી એક તીરંદાજો આવતા ગયા અને નિશાન તાકતા ગયા. પણ નિશાન કોઈથીય ન ભેદાયું. એવામાં ખભે ધનુષ્ય નાંખીને એક અજાણ્યો યુવાન આવતો દેખાયો. પહોળી છાતી, ગોળ ગોળ મસલ, ઝૂલતા બાહુ અને વજ જેવો દેહ સાદા વસ્ત્રોમાં છુપાયેલો હતો. એણે આવી, રાજાને વિનયથી નમન કર્યું. ભીમદેવે એની સામે જોયું તો, શ્યામ ઘટાદાર દાઢીમૂછમાં પૂનમના ચાંદ જેવું એનું પ્રકાશિત મુખ હસી રહ્યું હતું. રાજાએ કહ્યું, “યુવાન ! તારા તીરને પણ આ નિશાન પર અજમાવી જો.” યુવાન ચાર ડગલાં આગળ આવ્યો. પોતાની કાયાને જરા ટટાર કરી અને ધનુષ્યને નમાવ્યું. પોતાના કાન સુધી પણછ ખેંચી લાક્ષણિકતાથી તીર છોડ્યું. અને એક ક્ષણમાં તો એ નિશાન ભેદીને ગગનમાં અદશ્ય પણ થઈ ગયું. બિંદુમાં સિંધુ ગ ૩૧૫ Page #333 -------------------------------------------------------------------------- ________________ રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો. એક વણિકમાં આવું બળ અને આવી કળા ! - ભીમદેવે તીર ક્યાં ગયું છે એ શોધવા સૈનિકને મોકલવા માંડ્યો ત્યારે યુવાને કહ્યું : “મહારાજ ! માણસને નહિ, ઘોડેસ્વારને મોકલો, નહિ તો એ સાંજે પણ પાછો નહિ આવે.' બાર માઈલની મજલ કરી, હાંફતો ઘોડેસ્વાર તીરને હાજર કરતાં કહેવા લાગ્યો, “છ માઈલ દૂર જઈ આ તીર પડ્યું હતું.' આશ્ચર્યમાં ડૂબેલા રાજાએ પૂછ્યું, “યુવાન, તારું નામ ?” વણિકે નમ્રતાથી નમન કરીને કહ્યું : “લોકો મને વિમળ કહે છે.” થોડા દિવસમાં પાટણની પ્રજાએ સાંભળ્યું કે, વિમળ મંત્રી છે. પણ આજ તો આબુના દેવભવન જેવાં ભવ્ય મંદિરો જોઈ આખું જગત કહે છે. એ વિમળ મંત્રી ભલે હોય, એ તો સંસ્કૃતિને ઘડનારો એક મહાન સ્વપ્નદ્રષ્ટા શિલ્પી હતો. ઉ૧૧. પ્રેમના ટેભા વનગરના મહારાજા એક સંતનાં દર્શને ગયા. સંત પાસે એ બેઠા હતા. હા ત્યારે ઓચિંતી એની નજર સંતના અંગરખા પર ગઈ. ભારે કસબથી એ સીવેલું હતું. એના બખિયા ને ટેભા ભારે કલામય હતા. એને સીવનારો દરજી પણ પાસે જ બેઠો હતો. રાજાએ બહાર નીકળતાં દરજીને પૂછ્યું : “આ અંગરખું તમે સીવ્યું કે ?” દરજીએ હા કહી. રાજા કહે, “મને પણ આવું જ સીવી આપો. તમે માંગશો એટલી મજૂરી મળશે: પણ યાદ રાખજો, ટેભા તો આવા જ જોઈએ.' દરજીએ કહ્યું : “અન્નદાતા ! આપને માટે કામ કરું અને એમાં ખામી હોય ! અઠવાડિયા પછી ઘણી જ ખંતથી તૈયાર કરેલું સુંદર ટેભાવાળું અંગરખું દરજીએ હાજર કર્યું. રાજાએ જોયું. એ ખુશ થયા. એની કલા પર મુગ્ધ થયા. પણ સંતના અંગરખા જેવા વ્યવસ્થિત ને એકધારા ટેભા એમાં ન હતા. રાજાએ કહ્યું : “કામ સારું છે. તમે તમારી કલા બતાવી છે, પણ આ ટેભા પેલા સંતના અંગરખા જેવા તો નથી જ.” દરજીએ કહ્યું : “અન્નદાતા ! મેં હાથથી, આંખથી, મારી આવડતથી થાય એટલું કામ કર્યું છે. પણ પેલા અંગરખામાં તો આ બધાની સાથે મારો હૃદયનો પ્રેમ પણ કામ કરતો હતો. એટલે હું શું કરું ? પ્રેમના ટેભા ફરીફરી ક્યાંથી લાવું ?' ૩૧૬ * મધુસંચય Page #334 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - કણમાં મણ _________ ___________ કણમાં મણ , Page #335 -------------------------------------------------------------------------- ________________ Page #336 -------------------------------------------------------------------------- ________________ ઉ૧૨. પ્રકાશની વેદી પર ટ રદૂરના પ્રદેશમાં વસતા લોકોમાં 9 કરુણાનો પ્રકાશ પ્રસરાવવાની તીવ્રતા આચાર્ય દીપકરના મનમાં ઘોળાઈ રહી હતી, મનમાં મંથન ચાલી રહ્યું હતું. * શિષ્યોએ પૂછ્યું : “પ્રભુ, એવું શું છે જેણે આપને આટલા વિચારમગ્ન કર્યા છે ?' મંથનને વાચા આપતાં આ વૃદ્ધ આચાર્યે કહ્યું : “આપણે સૌ ભક્તોના માનપાનના માનસિક સુખમાં કેટલા ડૂબી ગયા છીએ કે દૂરદૂરના પહાડી પ્રદેશોમાં તે જઈ કરુણા-ધર્મપ્રચાર કરવાની કોઈને ઇચ્છા થતી નથી. પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ અને પૂજનનું સુંવાળું બંધન કેવું મજબૂત હોય ત્યાં પૂર્ણ નામના શિષ્ય નમન કરી કહ્યું : “પ્રભો ! મને આજ્ઞા આપો. એ દેશમાં મૈત્રીધર્મનો પ્રચાર કરવા હું જઈશ.” પણ એમ કરવા જતાં તમારું આયુષ્ય ઓછું થશે.” આચાર્યે ભવિષ્ય * ભાખ્યું. કણમાં મણ - ૩૧૯ Page #337 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ છોડ પર ખીલેલા ફૂલ પર નજર ઝુકાવી. “ગુરુદેવ ! ફૂલનાં જીવન ટૂંકા જ હોય છે ને ! પણ થોડા જ સમયમાં એ કેટલી સુવાસ, કેટલો રંગપરાગ અને કેટલું સુકુમાર સૌન્દર્ય પાથરી જાય છે ! ઘણાખરા માણસો હેતુ વિના જ મરે છે. હું તો ધર્મપ્રચાર અને કરુણાનો પ્રકાશ ફેલાવતાં અમૃત પામીશ.” ઉ૧૩. પ્રેમનું માપ આંતરિક આનંદતૃતિનું માપ મદમાતી ભરવાડણ દૂધનું બોઘરણું ભરું રોજ શહેરમાં વેચવા જતી. માર્ગમાં એના પ્રિયતમનું ખેતર આવતું. ત્યાં ઘેઘૂર વડલા નીચે બેસી બે ઘડી બંને પ્રેમગોષ્ઠિ કરતાં. જતાં જતાં એ પેલાનો લોટો દૂધથી છલકાવતી જતી. બાકીના દૂધને વેચી એ પાછી વળતી. આજ પાછા વળતાં એની સખી મળી. એણે પૂછ્યું: “કેટલાનું દૂધ વેચ્યું ?” “સાત રૂપિયાનું.” અને તારા પરણ્યાને કેટલું પાયું ?” એણે મલકાઈને ઉત્તર વાળ્યો : “એ તે કાંઈ માપવાનું હોય ? પ્રેમમાં પૈસાની ગણતરી શી ?” આ વાત એક સંતે સાંભળી અને બોલ્યા : “તો પછી પ્રભના પ્રેમને તો પૈસાથી કે પારાથી મપાય જ કેમ ?” પ્રેમ હૈયાને ધોઈ નિર્મળ કરે છે. પૈસો કેટલીક વાર અહંને દાનનાં કપડાં પહેરાવી ફેરવે છે. ૧૧૪. દર્શન કે પ્રદર્શન ? ક ફકીર બાદશાહનો મહેમાન થયો. એણે લાંબી નમાજ પઢી બાદશાહને આશ્ચર્યચકિત કરી દીધો. બાદશાહે પોતાની બાજુમાં બેસાડીને એને સન્માનપૂર્વક જમાડ્યો. બાદશાહનો ખોરાક કેટલો ! એટલે ફકીરે પણ ઓછું ખાધું. બાદશાહને ફકીર સંયમી લાગ્યો. બાદશાહનો સત્કાર મેળવી એ ઘેર આવ્યો અને કહે : “ખાવાનું લાવ. લાંબી નમાજમાં ઊઠ-બેસ ખૂબ કરવી પડી છે. ભૂખ કકડીને લાગી છે.” “તમે તો બાદશાહના મહેમાન હતા ને ?” પત્નીએ પૂછ્યું. ૩૨૦ * મધુસંચય Page #338 -------------------------------------------------------------------------- ________________ મદશાહન ખાઉધરા ન લાગ્યું એટલે ઓછું ખાધું અને નત લાંબી બી ભલે ખાઓ. પણ તમારે નમાજ તાં ફરી ભણવી પડશે. દેખાવના ભોજનથી તમારું પેટ નથી ભરાયું તેમ દેખાવની નમાજથી અંદર રહેલો અલ્લાહ પણ પ્રસન્ન નથી થયાં. "" પ્રાર્યના પ્રભુને નહિ, માણસના મનના બદલવા માટે છે. ૬૧૫. મનનાં ઝેર કે બુજમાં સંતાઈને રહે. ખેડૂતે ઘાસ લેવા હાથ નાખ્યો ત્યાં સર્પ ડંખ મારી સંતાઈ ગયો ત્યારે જ બેપરવાઈથી ઊંદર ડોકિયું કર્યું. ખેડૂત કહે ઉંદર કરડયો !'' : “આ તો બીજે દિવસે ઉંદર કરડી સંતાયો ત્યાં સર્પે બહાર મોં કાઢ્યું. ખેડૂતે ચીસ નાખી : “અરે, મને સર્પ ડંખ્યો !'' અને મૂર્છિત થઈ ઢળી પડયો. ઝેર સર્પ કે ઉંદરનું નહિ, મનનું છે. મન માણસને પાપી બનાવે છે અને એ જ માણસને પુણ્યશાળી પણ બનાવે છે. જે મન જીતે તે જગત જીતં . ભયમાં મન નાની વસ્તુને પણ મોટી બનાવી નિર્બળ બને. અભયના પ્રકાશમાં વસ્તુ જેવી છે તેવી દેખાય. ૬૧૬. શ્રમનું સંગીત મેરિકાના પ્રમુખ શ્રી ધ્રૂવરનો પુત્ર કૉલેજના સમય સિવાયના સમયમાં આ એ કરતો હતો, ત્યા પાલખ તૂટતાં ઉપરથી પડ્યો અને મૃત્યુ પામ્યો. આ કરુણ ઘટના બનતાં હુવરને આધાત જરૂર લાગ્યો. ધૃવરના પ્રશંસકોએ એમને આશ્વાસન અને સાંત્વનના અનેક પત્રો લખ્યા અને તારો કર્યા. એ બધાનો જાહેર ઉત્તર આપતાં હૂવરે ઉચ્ચારેલ શબ્દો કોઈ પણ આળસુ પ્રજાને પ્રેરણાદાયી છે. “મારો પુત્ર મજૂરીનો મહિમા શીખવતો મૃત્યુ પામ્યો છે. અમારી આ વેદનામા આપ સૌની સહાનુભૂતિ માટે ખૂબખૂબ આભાર. અમેરિકાનો દરેક કણમાં મણ ૩૨૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ યુવાન એના અકાળ મૃત્યુમાંથી સ્વમાન અને સ્વાવલંબનની પ્રેરણા લેશે." જે દેશનો પ્રત્યેક હાથ પોતાના મુખને ખાવા આપવા ઉત્પાદન માટે શ્રમ કરે છે, તે દેશ સમૃદ્ધ ન બને તો બને પણ શું ? અમેરિકાની સમૃદ્ધિના મૂળમાં વાતો નહિ, વર્તન છે. ઉ૧૭. અનેકાન્ત એ દષ્ટિ નહિ, દર્શન છે ક દવાખાનામાં ચાર જન્માંધ એક દિવસ ભેગા થઈ ગયા. તે આવતા તો હતા આંખની દવા કરાવવા, પણ આજે ચર્ચામાં ઊતરી પડ્યા. એકનો હાથ ડૉકટરની કૅબિનના કાચને અડ્યો. એ કહે : “મારું અનુમાન કહે છે, આ કાચ લીલો છે.” બીજી કહે, “ગપ છે. કાચ લાલ છે, એમ મારા ભોમિયાએ જ મને કહ્યું છે.' ત્રીજાથી ન રહેવાયું : “અરે, એ તો પીળો છે. મારા બાપે જ તો કહ્યું હતું.” ત્યાં ચોથો ઊછળી પડ્યો : “તમે સૌ મિથ્યા છો. કાચ વાદળી રંગનો છે. મારો પુત્ર વિજ્ઞાનવિદ્યાનો નિષ્ણાત છે. એણે જ મને કહ્યું હતું. તમારે સૌએ એ માન્ય રાખવું જ જોઈએ !” - વાદવિવાદ કરી એ કોલાહલ કરી રહ્યા હતા ત્યાં ડૉક્ટર આવ્યા. એમને અંધોની આ ચર્ચા પર હસવું આવ્યું. એમણે સમાધાન કર્યું : “પ્રત્યક્ષ દેખ્યા વિના બીજાએ કહેલું માની શું કરવા તમે લડી મરો છો ? તમે કહો છો તે બધા જ રંગના કાચ મારી આ કેબિનમાં છે. સાત બારી છે તેમાં સાતેના રંગ જુદા છે.' જીવન અને જગતનાં અનેક પાસાં છે. આપણે છીએ ત્યાંથી તો બધાં જ પાસાં કેમ દેખાય ? ૧૮. કાય નહિ, કંચન ? : સીની રાણી લક્ષ્મીબાઈનાં પરાક્રમોથી કોણ અજાણ્યું છે ? એ વિધવા હોવા છતાં પોતાની બુદ્ધિ અને શક્તિથી આખું રાજ્ય ચલાવતી હતી એની રાજધાનીમાં એક નિઃસ્પૃહી વિદ્વાન કથા કરવા આવ્યા હતા. સભામાં રાણી પણ હાજર હતાં. રાણીનાં કંચનવર્ણા કાંડા પર બે સુવર્ણ કંકણ શોભી રહ્યાં હતાં. જુનવાણી કથાકારે જરા હળવી ટીકા કરી : “આજ કાલ ધર્મની મર્યાદા તૂટતી જાય છે. જે સ્ત્રીઓ પતિના જીવતાં કાચની બંગડીઓ પહેરતી ૩૨૨ = મધુસંચય Page #340 -------------------------------------------------------------------------- ________________ તે વિધવા થતાં સુવર્ણ પહેરે છે !'' રાણીથી ન રહેવાય : પંડિતજી ! પતિ જીવતાં સ્ત્રી કાચની બંગડી પહેરે છે તે એ યાદ રાખવા કે શરીર કાચ જેવું નાજુક અને નશ્વર છે. પણ એ શરીર પડી જતાં પુણ્ય આત્મા પરમાત્મારૂપ શાશ્વત સુવર્ણમાં ભળી જાય છે તેનું પ્રતીક આ કંકણ છે. હવે અમે કાચ જેવા નહિ, સુવર્ણરૂપ સ્વામીનું શરણ લીધું છે તેની યાદ એ આ કડાં છે.'' આત્મજ્ઞાનપૂર્ણ આ ઉત્તરથી પ્રભાવિત થયેલ વિદ્વાન રાણીને નમી જ પડ્યો. ૬૧૯. સુખનું અત્તર બીજા પર છાંટીએ ત્યારે એની સુવાસ આપણને પણ મળે જ પ્રલોચન અભ્યાસ પૂરો કરી નોકરીની શોધમાં નીકળી પડો ! ઘણા આપ્રયત્નો કરવા છતાં નોકરી ન મળી, પણ એ નિરાશ ન થતાં પ્રયત્ન કર્ય જ ગયો. એક ઠેકાણે નોકરી મળી પણ તે ઝાડુ કાઢવાની અને ઑફિસ સાફસૂફ ક૨વાની. શ્રમમાં શરમ શી ? એ ભાવનાથી એ શ્રમનું ગૌરવ વધારતો આગળ વધવા લાગ્યો નાનામાં નાના કામને એ કુશળતાપૂર્વક કરતો અને એને સુંદર બનાવતો. આથી એ શેઠનું પ્રિયપાત્ર બન્યાં. એને સારો પગાર પણ મળવા લાગ્યો. પણ એ પોતાના હાથ નીચેના માણસને ભૂલતો નહિ. દિવાળીએ એના પગારમાં શેઠે પચાસ રૂપિયાનો વધારો કર્યો ત્યારે પદ્મલોચને નમ્રતાથી પ્રણામ કરી કહ્યું : “મને જે આપ પગાર આપો છો તેમાં મારું ગુજરાન ખુશીથી થાય છે. મારા હાથ નીચેના માણસના પગારમાં આ પચાસનો વધારો કરો તો વધારે સારું, કારણ કે એ બિચારાને ટૂંકા પગારમાં કુટુંબનું પૂરું થતું નથી.'' પદ્મલાંચનની આ ભાવનાથી પ્રભાવિત થઈ શેઠે એને આખાય વહીવટનો ઉપરી બનાવ્યો. અને પેલના પગારમા પચાસનો વધારો કર્યો. ܀ ૬૨૦. ધર્મ ક્યાં છે ? એ ક ચીસ સંભળાઈ અને રાજમાર્ગ પર ચાલ્યો જતો લેખક ચમકી ગયો. એક હરિજન બાળાના જમણા પગના અંગૂઠે નાગે ડંખ માર્યો હતો. કણમાં મણ ૩૨૩ Page #341 -------------------------------------------------------------------------- ________________ લેખક ત્યાં દોડી ગયો. વિષ બીજા અંગામાં પ્રસરા ન જાય તે માટે એને કંઈ ન જડતાં પોતાની જનોઈને ની બાળાના પગ બાંધી અને ડંખના ભાગ પર ચપ્પથી કાપ મૂક્યો. વિષમિશ્રિત કાળું લોહી બહાર ધસી આવ્યું, બાળા બચી ગઈ ! આ વાત સાંભળી બાહ્મણો ચમક્યા. જનોઈ હરિજનના પગમાં ! જોઈ લો. કળિયુગનો પ્રભાવ ! નાત ભેગી થઈ. અપરાધીને ધમકાવવા નેતાએ ગર્જના કરી : “શું છે તારું નામ ?” “મહાવીરપ્રસાદ દ્વિવેદી.” લેખક ઉત્તર આપતાં સામો પ્રશ્ન કર્યો : “હું આપને જ પૂછું. જનોઈ પવિત્ર કે અપવિત્ર ?'' પવિત્ર.” “એક બીજી વાત પૂછું . પ્રાણની રક્ષા કરવાનું કાર્ય પવિત્ર કે અપવિત્ર ?” “એ તો પવિત્ર જ હોય ને ?” નેતા જરા ઢીલા પડ્યા. પવિત્ર જનોઈથી પ્રાણદાનનું પવિત્ર કાર્ય કર્યું એમાં મેં શો અપરાધ કર્યો ?” આ શબ્દો સાંભળી ઘણા દ્રવી ગયા. જુનવાણીઓની નિદ્રા ઊડી ગઈ. તનથી ભલે નહિ, મનમાં સહુ નમી પડ્યા ! ૬ર૧. શબ્દ નહિ; સંવેદન N, ૨ બાર વર્ષ સુધી સમર્થ જ્ઞાનાની નિશ્રામાં વિદ્યાભ્યાસ કરી બંને ! ભાઈઓ ઘેર આવ્યા. સ્વાધ્યાય અને ચિંતનનાં તેજ એમના મુખને અજવાળી રહ્યાં હતાં. એમના આગમનથી ઘર અને ગામમાં આનંદ આનંદ હતો. વાતાવરડામાં ઉમંગ અને ઉલ્લાસ હતો. માત્ર એમના પિતા જ શાંત અને સચિત હતા. નમતી સાંજે સમય મળતાં એમણે મોટા પ્રમ કર્યો “તું ભણ્યો તો ખૂબ પણ પરમાત્મતત્ત્વની તને કંઈ ઝાંખી થઈ ? આત્માની અનુભૂતિ થઈ ?' મોટાએ તો શાસ્ત્રોમાંથી એક પછી એક બ્લોક સંભળાવવવા જ માંડવા. પિતાએ કહ્યું : “બસ, આ તો તેં પારકું કહ્યું, ગાખેલ બોલી ગયો, આમાં તારી અનુભૂતિ શું ? જા, હવે પેલા નાના મોકલ.' પિતાએ એને પણ એ જ પ્રશ્ન પૂછળ્યો. નાનાએ નમન કરી કહ્યું : પિતાજી ! શું કહું ? જે અરૂ પી છે તે રૂપીભાષા વણાની જાળમાં કેમ બંધાય ? જે શાંત છે, તે અશાંત એવા શબ્દોમાં કેમ ઊતર ? એની અનુભૂતિ શબ્દોમાં નહિ, સંવેદનમાં જ સંભવે.” પિતાના મુખ પર મૌનમાંથી જડેલી મુક્તિની મધુરતા પ્રસરી. ૩૨૪ - મધુસંચય Page #342 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨. સંપત્તિ નહિ, સહાનુભૂતિ ની ઉંમર સિત્તેર વર્ષની હતી. ટૂંકા પગારમાં જિંદગીભર નોકરી કરતા એ શું ? પત્ની વીસ વર્ષ પહેલાં મરી ગઈ હતી. દીવા જેવો અંકનો એક પુત્ર હતાં તે પણ અકસ્માતમાં ખપી ગયો. ભીખ માંગવી એ પણ એક કળા છે, તે આ વૃદ્ધને ક્યાંથી આવડે ? રસ્તાના એક નાકા પર શિર ઝુકાવી એ રોજ ઊભો રહેતો. સાંજ સુધીમાં રૂપિયો મળતાં એ રોટલા ભેગો થતો. આજ પણ એ માથું ઝુકાવી ઊભો હતો ત્યાં એક ગૃહસ્થ આવ્યા. એમનું હૈયું દ્રવી ગયું. કંઈક આપવા એમણે ખિસ્સામાં હાથ નાંખ્યો. રે, પાકીટ તો ઘેર રહી ગયું ! એ સજ્જને લાગણીપૂર્વક પોતાના બન્ને હાથમાં પેલાનો હાથ ઝાલી કહ્યું : ‘મિત્ર ! આપવું છે પણ કંઈ જ આપી શકતો નથી. ખિસ્સું ખાલી છે.'' વૃદ્ધની આંખ અશ્રુથી ભરાઈ ગઈ. ‘તમે કહો છો, કંઈ જ આપી શકતો નથી, પણ તમે તો મને આજે સૌથી વધારે આપ્યું છે. માણસ એકલા રોટલાનો જ ભૂખ્યો નથી; એને સહાનુભૂતિ અને લાગણીની પણ ભૂખ છે. આજ સુધી સૌએ માત્ર પૈસા આપ્યો છે, તમે તો મને પ્રેમ હા, પ્રેમભીનો પ્રસાદ આપ્યો છે. ૬૨૩, મુક્તિનું રહસ્ય ત્માના અમૃતને પામવા વૈભવ અને વિલાસનો ત્યાગ કરી ભગવાન મહાવીરે મહાભિનિષ્ક્રમણ કર્યું. વનની નીરવતામાં મગ્ન થવા જતા - હતા ત્યાં ઇન્દ્રે આવી નમન કરી એક નમ્ર વિનંતી કરી : “પ્રભો, આપનો માર્ગ કઠિન છે. સાડા બાર વર્ષમાં, આપના આ સાધનાના કાળમાં આપને પરેશાન કરવા અનેક ઉપસર્ગો આવનાર છે, તો કષ્ટના એ કાળમાં આપની સેવા કરવા અને એ ઉપસર્ગોને દૂર કરવા મને સંમતિ આપો. જાણે મૌને જ વાચા લીધી હોય એવા પ્રશાંત મધુર સ્વરે પ્રભુએ કહ્યું : ‘દેવરાજ, તમારી ભાવનાનું હું સન્માન કરું છું પણ તમે જ કહો, તીર્થંકરો કદી કોઈની સહાયતાથી થયા છે ? મદદથી મળે તે મોક્ષ ન હોય, બીજું બધું આપ્યું અપાય પણ મુક્તિ તો એકાકી સાધનાના સાધકને જ મળે. એ બહારથી કણમાં મણ ૩૨૫ Page #343 -------------------------------------------------------------------------- ________________ લેવાની નથી પણ અંદરથી મેળવવાની છે. વિકાસ આવતો નથી, થાય છે.” આત્મશક્તિનો આ દિવ્ય ધ્વનિ સાંભળી ઇન્દ્રદેવ અહોભાવથી ન રહ્યા. આ પ્રાણવાન ઉત્તરથી ઇન્દ્રદેવને પુરુષાર્થષ્ટિ મળી. ૨૪. સુખનું રહસ્ય ? હરણ છોડીને તો આનંદ મેળવ્યો છે, હવે પછી પહેરણ કેવું ? વિદર્ભ દેશનો રાજા આનંદવર્ધન ઘણો જ વ્યથિત રહેતો. સુખનાં સાધનોની તૃષામાં એ સદા અશાંત હતો. તૃષ્ણાએ એના ચિત્તમાં અતૃપ્તિની આગ પેટાવી હતી. એને પ્રસન્ન કરવા ઘણા ઉપાયો કરવામાં આવ્યા; દરેક ઉપાય વ્યથા વધારતો ગયો. અંતે એક ચિન્તકે અદ્ભુત ઉપાય સૂચવ્યો : “ખરેખર કોઈ સુખી હોય તેનું પહેરણ આપ મંગાવી દો તો હું આપને જરૂર પૂર્ણ સુખની પ્રાપ્તિ કરાવું.” આની તપાસ કરવા રાજાએ પોતાના સેવકોને ચારે દિશામાં રવાના કર્યા. ઘણી તપાસને અંતે જંગલમાં એક આનંદમસ્ત સુખી માણસ મળી આવ્યો. આ ખબરથી રાજા ખુશ થયો. એને થયું, એનું પહેરણ મળતાં હું સાચા અર્થમાં આનંદવર્ધન કહેવાઈશ. પણ જ્યારે એ સુખી માણસ પાસે એનું પહેરણ માંગવામાં આવ્યું ત્યારે આનંદના ફુવારા છોડતું મત્ત હાસ્ય કરી એણે કહ્યું : મેં તો ક્યારનું પહેરણ ફગાવી દીધું છે. સુખ વસ્તુઓથી નહિ, વૃત્તિઓને જીતવાથી છે. !” ૬રપ. તનમાં નહિ, મનમાં ભાતે પ્રકાશનું દ્વાર ખોલ્યું હતું. મુનિ-બેલડી નદી પાર કરી રહી હતી. જ ત્યાં ચીસ સંભળાઈ. જળ ભરવા આવેલ સુંદરીનો પગ લપસ્યો અને એ પ્રવાહમાં તણાઈ રહી. બંને કિનારા નિર્જન હતા. નિરાધાર નારીને કોણ બચાવે? મુનિ ? એ તો સ્ત્રીને સ્પર્શે પણ કેમ ? પણ એક કરુણાપૂર્ણ મુનિથી આ ન જોવાયું. એણે પ્રવાહમાં ઝંપલાવ્યું. કન્યાને બચાવી લીધી અને એનાં આભારવચન પણ સાંભળ્યા વિના એ પંથે પડ્યા. માર્ગમાં સાથીએ ઠપકો આપ્યો : “તમે આ શું કર્યું ? સ્ત્રીને ખભે ઉપાડીને તમે વ્રતભંગ કર્યો. તમારી શી ગતિ થશે ?” ૩૨૬ મધુસંચય Page #344 -------------------------------------------------------------------------- ________________ પેલા મુનિ તો મૌનમાં કર્તવ્યપંથે ચાલતા જ રહ્યા. સાંજ નમી. પ્રતિક્રમણ પૂર્ણ થયું. રૂઢિચુસ્ત મુનિએ ફરી કહ્યું : “પ્રાયશ્ચિત્ત કર્યું ? પાપ સામાન્ય નથી કર્યું. પ્રતિજ્ઞા ભંગ કરી, અર્ધનગ્ન સુંદરીને ખભે ઉપાડી છે !'' પ્રશાન્ત મુનિએ કહ્યું : “હું તો એને કિનારે જ મૂકી આવ્યો. આપ એને હજુ માથે ઉપાડીને ફરો છો ?'' રાગની આગ તનમાં નહિ, મનમાં છે. ૬૨૬. ઝાંઝવાને ચાહવું ? શ્રીમંત હોવા છતાં શ્રદ્ધાવાન દેખાતા હતા. સવારના બે કલાક તો એ શ્રીમંતરણમાં જ કાઢતા. એક યુવાન એમના ત્યાં આવ્યો. “શેઠ ! પૈસાની અનિવાર્ય આવશ્યકતા છે એટલે આ માલ મારે કાઢી નાખવો છે. આપ ન લો ?'' શેઠ ગરમ થઈ ગયા : “જોતો નથી. હું કેટલો કાર્યમગ્ન છું ? જા, કામે લાગ. અઠવા યા પછી વાત.'' “પણ શેઠ ! મારે પૈસાની આજે જ જરૂર છે. મારી મા માંદી છે.'' ‘સાંભળતો નથી ? કામમાં છું, જા બહાર જા....'' ત્યાં વચ્ચે જ એણે અરજ કરી : “એક પ્રશ્ન આપને પૂછું ? આપ ભગવાનને ચાહો છો ?'' શેઠને આશ્ચર્ય થયું. ‘કેમ આમ પૂછે છે ? ભગવાનને ન ચાહું તો શું તને ચાહું ?” “ના, એને ચાહતા હોત તો એના જ જીવંત પ્રતીક સમા માનવીને આમ ધૂતકારી ધક્કો મારવા તમે તૈયાર ન થાત. તે કેમ મનાય ?' ‘જે દૃશ્ય માનવને ધિક્કારે ને અદૃશ્ય પરમાત્માને સ્વીકારે. આ કેવું ?' ૬૨૭. અભિશાપમાં વરદાન ણે દેશના મુખ્ય પ્રતિનિધિઓ આજે ભગવાન શંકર સામે હાથ જોડીને ઊભા છે. ભગવાન શંકરની કૃપાનજરની ભિક્ષા માગતા ઊભેલા રશિયા, બ્રિટન અને અમેરિકાના આ પ્રતિનિધિઓની આંખમાં સંહારક સ્વાર્થનો રંગ કણમાં મણ = ૩૨૭ Page #345 -------------------------------------------------------------------------- ________________ કાળાઈ રહ્યા છે. ભગવાન કહ્યું : “તમારી પ્રતીક્ષા અને પૂજાથી પ્રસન્ન થયો છું, માગવું હોય તે માગી લો.'' રશિયાના પ્રતિનિધિએ જ પહેલ કરી : ‘સ્મશાનના દેવ, તમે પ્રસન્ન થયા હો તો આ મૂડીવાદી અમેરિકાને નિર્મૂળ કરો. ધનનો ઉન્માદ એમણે જ જગાડયો છે.'' ત્યાં વચ્ચે જ અમેરિકાના પ્રતિનિધિએ કહ્યું : “અરે ! આ સામ્યવાદીઓએ જ બધાને નિર્ધન કર્યા છે. તાં હે મહાકાળ ! પ્રસન્ન થયા હો તો આપનું સર્વનાશક ત્રીજું લોચન એના કર ખોલાં.' ' ભગવાન ત્રીજાને પૂછ્યું : ‘તમારું શેનું વરદાન જોઈએ છે ?' નમ્રતાથી માથું ઝુકાવતો બ્રિટનના પ્રતિનિધિએ કહ્યું : ‘‘આ બે જે માગે વરદાન તે બંનને આપો તો ભગવાન ! મારું વરદાન મને મળી ગયું !'' ૬૨૮. કરણના પ્રવાસીએ અમીરને ત્યાં રાતવાસો કર્યો. એની પાસે પાંચસો ભય પાપની સજાનો છે એ અમો મુ. બીજે દિવસે પ્રવાસી જવા લાગ્યો ત્યારે અમીરે આગ્રહ કર્યો એટલે એ ત્રા દિવસ વધુ રોકાયો. પ્રવાસીએ જતાં જતા માર્ગમાં ગીનીઓ ગણી. સો ની ઓછી નીકળતાં ગભરાયેલો એ પાછો આવ્યો. અમીરે બધા નોકરોને બોલાવ્યા અને કહ્યું : “આની ગયેલી સો ગીનીનો ચોર આપણામાં જ છે. એનો જાદુઈ ગધેડો છે, જે ચોર હશે એ પૂંછડું પકડતાં પકડાઈ જશે.'' બધા વારાફરતી પૂંછડું પકડીને આવતા ગયા અને અમીર દરેકનો હાથ સૂંઘતો ગયો. એકનો હાથ સુંધી અમીરે કહ્યું : “દોસ્ત, ગીની આપી દે.'' ગભરાયેલા નોકરે ગીનીઓ આપી દીધી. પ્રવાસીએ આશ્ચર્યથી પૂછ્યું : “કમાલ કરી તમે ? ચોરને કેમ પકડી શક્યા ?'' અમીરે કહ્યું : “તમારા ગધેડાના પૂંછડે મેં ઘાસલેટ લગાડ્યું હતું. જે જે અડવા તેના હાથમાં ઘાસલેટની વાસ આવતી હતી. આ જ એક ડરનો માર્યો નહોતાં અડ્યો એટલે એના જ હાથમાં ઘાસલેટની વાસ આવતી નહોતી. ’ ૩૨૮ : મધુસંચયા હત Page #346 -------------------------------------------------------------------------- ________________ ર૯. કલાની કદર થી ધનવાન સ્ત્રીએ પોતાનું ચિત્ર દેશના નામાંકિત કલાકાર પાસે તૈયાર કરાવ્યું. શ્રમ અને સાધનાથી ચિત્રકારે એ સમૃદ્ધ નારીનું ચિત્ર એવું તો તૈયાર કર્યું કે જાણે એ હમણાં જ હસી પડશે. ચિત્ર તૈયાર થતાં એની પરીક્ષા કરવા પોતાના માનીતા કુતરાને લઈને એ હાજર થઈ. કલાકારને આમાં કાંઈ ન સમજાયું. આ સ્ત્રી ચિત્રને બદલે વારંવાર કૂતરા સામે કેમ જુએ છે ? સ્ત્રીએ કહ્યું : “ચિત્રમાં કાંઈ ખામી છે, નહિ તો મારો કૂતરો અને વળગી ન પડે ? એ તો હું અંધારામાં આવતી હોઉં તોય આંળખી પાડે.” કલાકારનો ઉત્સાહ ઓસરી ગયો. આવેલું આંસુ એ મનમાં જ ઉતારી ગયો. કલાની કદર માણસ પશુ પાસે કરાવવા માંગે છે ? ચિત્રકાર ચતર હતો. એણે એને બીજે દિવસે આવવા કહ્યું અને ડુક્કરની ચરબી એણે પેલા ચિત્રમાં સ્ત્રીના મોં ઉપર લગાવી. બીજે દિવસે કૂતરો આવતાં જ એનું મોં ચાટવા લાગી પડ્યો. - સ્ત્રી કહે : “હવે બરાબર છે. તમે ચિત્રમાં જીવંતતા લાવી શક્યા છો. જોયું ! મારો કૂતરો કે પારખે છે !' ૬૩૦. બ્રા કે ભ્રમ ? Aધ્યા નમી ગઈ હતી. હવે વંચાય તેમ નહોતું એટલે ગુરુએ પોથી બાંધી બાશિષ્યને આપતાં કહ્યું : “અંદરના ખંડમાં આ મૂકી આવ.” શિષ્ય ભડકીને પાછો આવ્યો : “ગુરુદેવ ! ખંડમાં સર્પ પડ્યો છે.” “તો લે, આ જાંગુલિ મંત્ર. આના પ્રભાવથી એ ચાલ્યો જશે.” શિષ્ય પાછો આવ્યો : “ગુરુદેવ ! મંત્ર ભણ્યો પણ સર્પ ત્યાં જ છે " “તે શ્રદ્ધાથી નહિ ભણ્યો હોય.” ગુરુએ એને ફરી મોકલ્યો. શિષ્ય પાછો આવ્યો : “ગુરુદેવ ! વિશ્વાસ – પૂરા વિશ્વાસથી જાપ કર્યો પણ સર્પ તા પોતાના સ્થાનથી જરીય ખસતો નથી !” “તે વત્સ ! હવે મંત્ર નહિ, દીવો લઈને જા.” શિષ્ય દીપકના પ્રકાશમાં જાયું તો એ દોરડું જ હતું ! ગુરુએ ગંભીરતાને મધુર સ્મિતથી રંગતાં કહ્યું : “જ્યાં જે નથી ત્યાં તે છે એવી મજાળ પ્રસરી હોય ત્યાં વસ્તુને પ્રત્યક્ષ કરવા વિધિ-વિધાન નહિ, કણમાં મણ - ૩૨૯ Page #347 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદીપકનો પ્રકાશ જ વધુ ઉપયોગી થાય. ભ્રમ અને બ્રહ્મની વિવેકદ્રષ્ટિ વિધિમંત્રોથી નહિ, પણ જ્ઞાનથી જ ખીલે છે. ૬૩૧. ક્રૂરતાની પરાકાષ્ઠા સિત હનું બચ્ચું ગુફામાંથી બહાર આવ્યું ત્યાં તેણે એક તલવારોથી મોટું લશ્કર જતાં જોયું. બંદૂક અને તલવારોથી સજ્જ થયેલા આ માણસોને જોઈને ગભરાઈ ગયું. એ ધ્રૂજતું ધ્રૂજતું અંદર આવ્યું. એની મા આરામ કરતી હતી. એની હૂંફમાં એ સંતાવા લાગ્યું. માએ પૂછ્યું : “બેટા, તું સિંહબાળ થઈ ધ્રૂજે છે ! તું તો વનરાજ છો. તારે કોઈથી ડરવાનું હોય ?'' “પણ મા, બહાર તો જો.'' સિંહણે ગુફાના દ્વારા તરફ જોયું તો લશ્કર કૂચ કરી રહ્યું હતું. “રે, આ તો એમના જ જાતભાઈને મારવા જઈ રહ્યા છે ! વિશ્વમાં માણસ જ એક એવું ક્રૂર પાણી છે જે પોતાની જ જાતનાં ભાઈબહેનોને દેશ, ધર્મ, ભાષા અને પ્રાંતને નામે આમ કતલ કરતું આવ્યું છે !'' ૬૩૨. કુદરતનો જવાબ કા નો કુંભાર મસ્ત હતો. એની આજીવિકાનું સાધન એનો એક ગધેડો હતો. એને મજૂરીએ લઈ જાય, બે રૂપિયા મળે એટલે એ મસ્ત. સંતોષમાં સુખી. એની સામે જ એક ધાંચી ૨હે. એ જેવો લોભિયો એવો જ ઈર્ષાળુ. એને આ મસ્ત કુંભારની ઈર્ષ્યા બાળ્યા જ કરે. એક દિવસ ઘાંચીએ નમાજમાં પ્રાર્થના કરી : ‘ખુદા ! કુંભારના આ ગધેડાને ઉપાડી લે જેથી એની અકડાઈ ઓછી થાય.'' બીજે જ દિવસે એની પ્રાર્થના ફળી ! ઘાંચીનો જ બળદ મરી ગયો ! ઘાંચીએ ખુદાની અજ્ઞાનતા પર અફસોસ કરતાં પોતાની પત્નીને કહ્યું : “ખુદા આટલા દિવસથી ખુદાઈ કરે છે પણ ગધેડા કે બળદને પારખી શકતો નથી. મેં ગધેડા માટે કહ્યું ત્યારે એણે બળદ માર્યો. માણસ બીજાને માટે જે ઇચ્છે છે તે પાછું આવે તો પોતાને નથી ગમતું. ܀ ૩૩૦ * મધુસંચય Page #348 -------------------------------------------------------------------------- ________________ ઉ33. વૃતિનો બોજ ભિખારી હતો પણ સંતોષ સિવાયના ઘણા ગુણો એનામાં હતા. ના મોટાભાગે સારા વિચારોમાં અને કંઈક કરી જવાના સ્વપ્નમાં એ દિવસો વિતાવતો. માત્ર લોભ આવતાં એ અટકી જતો. દાનની દેવી એના પર પ્રસન્ન થઈ. આકાશવાણી સંભળાઈ : “હું તારા પર પ્રસન્ન છું, સોનામહોરો વર્ષાવું છું. લે, ઝોળી પહોળી કર. હા, પણ ધ્યાન રાખજે, એ જમીન પર પડશે તો કાંકરા થઈ જશે.' એણે એની જ ઝોળી પ્રસારી. સોનામહોરો વર્ષી રહી. એ ભરાતી ગઈ પણ એ બસ ન કહી શક્યો. ભાર વધતો જ ગયો પણ લોભ ઓછો ન થયો. દેવી કહે : “હજુ કેટલી ?” ભિક્ષુક કહે : “વાંધો નહિ, આવવા દો.” ભિક્ષુક લોભમાં અંધ હતો. જૂની ઝોળી વજનથી ફાટી અને જમીનને અડતાં જ સોનામહોરો કાંકરા થઈ પ્રસરી. ઉપર જોયું તો દેવી ક્યારનીય અદશ્ય થઈ ગઈ હતી. લોભ અને અસીમ ઇચ્છાઓ જ તો આ સુવર્ણ જીવનને ધૂળ કરે છે. ૬૩૪. જિંદગીનો વીમો આ યુવાન આજથી ત્રણેક વર્ષ પહેલાં મને મળેલો ત્યારે એ બી.એ.ના છેલ્લા વર્ષમાં હતો. ગઈકાલે એ ફરી મને મળ્યો ત્યારે વીમો ઉતરાવીને પાછો ફરતો હતો. મેં સહજ પૂછ્યું : “ઉંમર તો નાની છે. અત્યારથી વીમો શું કરવા ઉતરાવ્યો ?” એ કહે : “જિંદગીનો શો ભરોસો ? કાચ જેવી આ કાયા, કંઈક થાય તો આ વીમો મારી પત્નીને કામ તો લાગે.” મારાથી પુછાઈ ગયું : “તો સાથે પ્રભુનું નિત્ય સ્મરણ, સ્વાધ્યાય ધ્યાન અને સેવા પણ કરતા જ હશો ?” મારો પ્રશ્ન સાંભળી એ જરાક ઊંચા સાદે બોલ્યો : “આ કેવી વાત ? આ ઉમર તે કંઈ આવું બધું કરવા માટે છે ? એ માટે હજુ ઘણાંય વર્ષો આગળ પડ્યાં છે.” આ ઉત્તરથી મને હસવું તો આવ્યું પણ ચૂપ રહ્યો, વસ્તુઓને જ ભેગી કરવામાં યુવાનીને વાપરનાર વૃદ્ધાવસ્થામાં થાકેલા મનથી ધ્યાન કેમ કરશે ? કણમાં મણ ૩૩૫ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૬૩૫. પ્રેમપરાગ જા ને અહીં મોકલતા પહેલાં તે કહ્યું હતું : “માગી લે. પ્રેમ જોઈએ કે - સૌન્દર્ય ? એક મળશે, બે નહિ.” મેં મારા અંતરના આદેશ પ્રમાણે પ્રેમ માંગ્યો. તે વેળા તેં સ્મિત કર્યું અને હું દ્વિધામાં પડ્યો : રખે મારી માગણી મૂર્ખાઈભરી ઠરે. પણ હવે આજ હું મારી જાતને ધન્યવાદથી વધાવું છું, કારણ કે મેં સહજભાવે માંગ્યું હતું તે જ સત્ય નીવડ્યું. અત્યારે મારા દ્વારે સૌન્દર્ય આંટા મારી રહ્યું છે. હું દ્વાર ખોલવા ઊભો થયો ત્યાં પ્રેમે કહ્યું : “જરા ધી થા, દ્વાર ખોલવાની કંઈ જરૂર નથી. એ તો મારું જ બાહ્ય અંગ છે. હું અંદર હોઉં છું ત્યારે એ દ્વાર પર ઊભું રહે છે.” ઓહ ! હવે સમજાયું. સૌન્દર્ય એ તો પ્રેમપુષ્પનો જ પરાગ છે. પ્રેમની નજર જ વસ્તુને વિશિષ્ટ અને સૌન્દર્યમય બનાવે છે. સૌન્દર્ય પ્રેમનો જ દ્વારપાળ છે. ૬૩૬. દિલનું દાન કે લસંકટ ને અતિવૃષ્ટિના સમયનો આ પ્રસંગ છે. ગામના લોકો એક ભાઈને ત્યાં ગયા અને એને ફાળામાં સો રૂપિયા ભરવા વીનવ્યો પણ એણે એક જ વાત પકડી : મારે તો એકાવન જ ભરવા છે. સાંજે સહુ ભેગા થયા ત્યારે વાતો ચાલી. “આ માણસ કેવો કંજૂસ ! આટલો પૈસાદાર હોવા છતાં પૂરા સો પણ ન આપ્યા !'' એની ટીકા, નિંદા ચાલી. ત્યાં એક વૃદ્ધ પ્રકાશ પાથર્યો : “ભાઈ ! માણસને પૂરેપૂરો સમજ્યા વિના ટીકા ન કર. એને દાનનો સોદો નામ મેળવવા નહોતો કરવો. બાકી સવારે છાપામાં જેની વાત આવી છે તે અનામી રહીને રૂપિયા એકત્રીસ હજાર દિનાર તે આ ભાઈ પોતે જ.” સાચું દાન અંતરના આનંદ માટે છે; એને નામની ઝંખના નથી હોતી. પૈસા આપી જેમ વસ્તુ ખરીદીએ તેમ દાન આપી પ્રતિષ્ઠા, કીર્તિ કે નામના મળવીએ એ કાંઈ દાન નથી. દાનમાં વ્યાપારી બુદ્ધિ ભળતાં, દૂધમાં તેજાબ મળતાં જે હાલ દૂધની થાય છે તેવી જ દાનની થાય. ૩૩૨ ૪ મધુસંચય Page #350 -------------------------------------------------------------------------- ________________ ૬૩૭. ગંદકી એ શરમ સ્વિ ટ્ઝરલેન્ડની આ વાત છે. જીનીવાના રાજમાર્ગ ઉપર થઈને અમે ચાલ્યા જતા હતા. મારા હાથમાં ગળાની ટીકડીનું પડીકું હતું. અંદરની ટીકડી મેં લઈ લીધી અને અહીંની ટેવ પ્રમાણે કાગળિયું રાજમાર્ગની બાજુમાં ફેંક્યું. ત્યાં તો મારા આશ્ચર્ય વચ્ચે એક યુવતી સામેની ફૂટપાથ ઉપરથી આવી, નીચી વળી અને કાગળિયું ઉપાડી લીધું ! પોતાના ઓવરકોટના ખિસ્સામાં મૂકી દીધું અને મારી સામે એક સ્મિત કર્યું. એ સ્મિતમાં શું હતું ? એક ઉપાલંભ. રસ્તા પર આમ કાગળ ફેંકવા બદલ મારું મસ્તક શરમથી ઝૂકી ગયું. આ પ્રસંગે સ્વચ્છ નાગરિકતાની દિશાનું દર્શન કરાવ્યું. આગળ ચાલતાં હું વિચારી રહ્યો. શુદ્ધિ અને સ્વચ્છતા માટે કેટલી કાળજી ! મનઃશુદ્ધિ લાવવા માટે તનશુદ્ધિ અને વાતાવરણની શુદ્ધિ પણ કેટલી અનિવાર્ય છે ! જ્યાં પેસતાં જ દુર્ગંધ આવતી હોય એવાં સ્થળોમાં આધ્યાત્મિક સુગંધની વાત કરવી એ વિરોધાભાસ નથી ? ૬૩૮. શત્રુ ક્યાં છે ? ય એ હિંસાની જ પ્રતિક્રિયા છે. માણસના મનમાં પડેલી હિંસા અને ભ ક્રૂરતા બહાર ભય જન્માવે છે. જેટલા પ્રમાણમાં હિંસા વધારે એટલા પ્રમાણમાં ભય પણ વધારે. આ ભયની અવસ્થામાં માણસ સ્વસ્થ થઈ વિચારી શકતો નથી અને વિવેકપૂર્વક જોઈ પણ શકતો નથી, કારણ કે તે વેળા એનું ચિત્ત ભયના વંટોળિયે ચઢેલું હોય છે. એક ચોર હરીફનું ખૂન કરવા નીકળ્યો. વજ્ર જેવું એનું મજબૂત શરીર હતું, અને એના હાથમાં મોટું ભાલું હતું. અંધારાનો આશરો લઈ એના પ્રતિસ્પર્ધીના ખંડમાં એ પૈઠો. પણ આ શું ? સામે પણ એક ભાલાધારી એની સામે તાકીને જ ઊભો છે ? ભયથી એ છળી ગયો. હવે ? ન તો આગળ જવાય, ન પાછા ભાગી જવાય. આવેશમાં એણે ભાલો સામે દેખાતા માણસની છાતીમાં જોરથી ખોસી દીધું, અને મોટા ધક્કા અને ધડાકા સાથે સામે રહેલ વિશાળ કાચના ચૂરેચૂરા ! ચોકિયાતો દોડી આવ્યા. પકડાયેલો ચોર વિચારી રહ્યો : “શું હું જ કાચમાં આવો વિકરાળ લાગતો હતો ?' ભયમાં માણસ બીજાને તો ઠીક પોતાને પણ જોઈ-ઓળખી ન શકે ! કણમાં મણ * ૩૩૩ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૬૩૯. ભૂષણ કે દૂષણ ? નની વાણી ચિન્તનથી સભર હોય છે. એ જેમ તેમ વ્યર્થ વાક્યો ન A. ઉચ્ચારે. એની નાની શી વાતમાં પણ જીવનનું દર્શન હોય છે. એક જિજ્ઞાસુએ જ્ઞાનીને નમન કરી પૂછ્યું : ‘આ દેહમાં ઉત્તમ અંગ ક્યાં ?'' મધુર ઉત્તર મળ્યો : ‘“અંતઃકરણ અને જિા. કરુણાથી પૂર્ણ અંતઃક૨ણ અને સત્યના નિવાસવાળી જિહ્વા એ દેહમાં ઉત્તમ અંગ છે.'' “તો પછી, આ દેહમાં અધમ અંગ કયાં ?'' જિજ્ઞાસુએ ફરી પ્રશ્ન કર્યો. એ જ સહજતાથી જ્ઞાનીએ ઉત્તર વાળ્યો : “અંતઃકરણ અને જિહ્વા.'' ૐ ? હમણાં તમે જેને ઉત્તમ કહ્યાં તે જ અધમ ?'' જિજ્ઞાસુએ આશ્ચર્યપૂર્વક પ્રશ્ન કર્યો. “હા, જે અંતઃકરણમાં હિંસા, ક્રૂરતા વાસ કરે છે અને જે જીભ પર અસત્યનો નિવાસ છે તે અધમ છે. ક્રૂરતા અને અસત્યને કારણે ભૂષણ પણ દૂષણ બને. ૬૪૦, ધૂળ પર ધૂળ મ અને સંતોષથી જીવન જીવતાં આ નર-નારીને મન સંસાર એ ભોગનો મેં ખાધો નહિ પણ ત્યાગનો બગીચો હતો. નરે કર્મ અને ધર્મનો મર્મ સમજાવી નારીને નારાયણી બનાવી હતી. નારીએ ભક્તિ અને સેવાનો પાઠ પઢાવી નરને નારાયણ બનાવ્યો હતો. એકદા બંને જણ પ્રવાસે જઈ રહ્યાં હતાં. નરે માર્ગમાં સોનાનો હાર જોયો. એને મનમાં થયું : ૨ખે આને જોઈ સ્ત્રીનું મન ચળે ! એટલે એણે એના પર ધૂળ ઢાંકી. પાછળ ચાલી આવતી નારીની ચકોર આંખ આ જોઈ ગઈ. આગળ જતાં વિસામો આવ્યો ત્યાં સ્ત્રીએ પૂછ્યું : “માર્ગમાં શું કરતા હતા ?'' ‘સુવર્ણ જોઈ ૨ખે કોઈનું મન ચળે એમ લાગતાં એને ધૂળથી ઢાંક્યું.” નિઃસ્પૃહ નારીએ કહ્યું : “પરધન હજુ તમને સુવર્ણ લાગે છે ? એમ કહોને ધૂળની ઉપર ધૂળ નાખતો હતો !'' ૩૩૪ ! મધુસંચય Page #352 -------------------------------------------------------------------------- ________________ ઉ૪૧. શુભેચ્છાનું સ્મિત 5) ક ઠેકાણે ધખધખતા પાણીમાં ગુલાબનાં ફૂલોને ઉકાળી એનું અત્તર અને * ગુલાબજળ થઈ રહ્યું હતું. તો બીજે ઠેકાણે ગુલકંદ માટે તાજાં ફૂલો વિંખાઈ રહ્યા હતાં. આ જોઈ એક દ્રવિત હૃદયે ગુલાબને જ પૂછ્યું : “જેની પાંખડીઓમાં નયનમનોહર રંગો, સુકુમારતા અને સૌન્દર્ય છે અને પરાગમાં મનને ભરે એવો પમરાટ છે એવાં સૃષ્ટિનાં નિર્મળ સ્મિતસમાં ફૂલો, તમારી આ હાલત !' ફૂલો વેદનામાં પણ હસી પડ્યાં, “હા, અમારી આ હાલત છે. માત્ર અમારી નહિ, અમારા જેવા ઘણાય શુભેચ્છકોની આ હાલત છે. જે ખિલે છે, ઉપર આવે છે અને શુભેચ્છાનું સ્મિત વેરે છે એને માણસો જોઈ નથી શકતા ! હા, વિપત્તિથી રડતા કે વેદનાથી પીડાતા કંગાળને જોઈ માણસ દયાનો હાથ કદીક લંબાવે છે, પણ સ્મિતથી ઉદય પામતાને તો એ ઉપેક્ષાથી કે ઈર્ષાથી કચડી જ નાંખે છે ! હા, પણ અમે મરતાં નથી, સુવાસ અને કુમાશરૂપે જીવીએ જ છીએ. પહેલાં અમારી શુભેચ્છાનું સ્મિત ફૂલોમાં હતું, હવે સુવાસમાં !” ૬૪૨. શ્રદ્ધાનો સત્કાર ડનની પાર્લમેન્ટમાં ફૉક્સ મધ્યમવર્ગનો પ્રતિનિધિ હતો. એ સામાન્ય વર્ગનો કહોવા છતાં સમર્થ વક્તા હતો. ભથ્થાના આવેલા પાઉન્ડ એ પહેલી તારીખે પોતાના લેણદારોને ચૂકવતો. એક વેપારીએ આવી કહ્યું : “મિફૉક્સ ! મારે બૅન્કમાં ભરવા છે એટલે મારું લેણું આજે જ આપો.” ભાઈ ! તને એક મહિના પછી આપીશ. આ તો હું સંરિડોનને આપીશ. એણે કાંઈ પણ લખાણ લખાવ્યા વિના મારા વિશ્વાસ પર મને માલ આપ્યો છે. મને ક્યાંક અકસ્માત થાય તો એ સજ્જન તો રખડી જ પડે ને ?” ફોક્સની આ જીવનનિષ્ઠાનો પ્રભાવ વેપારી પર પડ્યો. કરારપત્રના ટુકડા કરતાં વેપારીએ કહ્યું : “તો મારે પણ આ લખાણને શું કરવું છે ? આપની અનુકૂળતાએ હવે આપ જ આપી જજો.” ફોક્સ આ વિશ્વાસથી અંજાઈ ગયો : “લો, આ પાઉન્ડ, આ તમે જ લઈ જાઓ. એક તો તમારું દેવું જૂનું છે, બીજું, તમારે બેન્કમાં ભરવા છે, કણમાં મણ ડ ૩૩૫ Page #353 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું, તમે મારામાં શ્રદ્ધા મૂકી લખાણને ફાડી નાંખ્યું છે. સેરિડોનને હું આવતા મહિને આપીશ. ચૈતન્યની શ્રદ્ધાનાં સત્કાર શું સેરિઝોન નહિ કરું ?'' ૬૪૩. કોણ તારે ? ણી વાર ગુરુ બનવામાં મોટું જોખમ એ છે કે બીજાને જગાડવા જતાં પોતે દીધી જાય છે. એ માનતો થઈ જાય છે કે તારવાનો ઇજારો એનો જે છે, અને આ ધૂનમાં પોતાના આંતરિક નિરીક્ષણ માટે એ સમય કાઢી જ શકતો નથી. એક માણસ વંદન ન કરે તો એને ક્રોધ આવી જાય. એ વિચારતો નથી કે ક્રોધ નહિ કરવાનો તો હું આખો દિવસ ઉપદેશ દેતો ફરું છું, અને કોઈએ વંદન ન કર્યું તેમાં મેં પોતે જ ક્રોધ કર્યો ! એક ગુરુએ પ્રવચનમાં કહ્યું : “ભગવાનના નામથી સંસારસાગર તરી જવાય છે !'' એક નિર્દોષ ભરવાડે આ વાતને શ્રદ્ધાથી પકડી. એક દિવસ એ આવતો હતો અને માર્ગમાં નદીમાં પૂર આવ્યું. એને થયું, ભગવાનના નામથી સાગર તરાય તો સરિતા કેમ ન તરાય ? એ તો ભગવાનનું નામ લઈ નદી પાર કરી ગયો. પેલા ગુરુએ એને પૂછ્યું : “નદીમાં તો પૂર છે, તું કેવી રીતે આવ્યો ?'' સ૨ળ ભરવાડે કહ્યું : “ભગવાનના નામે.'' ગુરુએ આ વાત હસી કાઢી, “ભલા, નામથી તે કંઈ નદી તરાય ?'' કારણ એ કે એ બીજાને શ્રદ્ધાળુ બનાવવાની ધૂનમાં પોતે ક્યારનોય શ્રદ્ધા ગુમાવી બેઠો હતો. ૬૪૪. પ્રેમનું પ્રભુત્વ પ્ર જાપાલ રાજા મુસાફરના પ્રચ્છન્ન વેશમાં બીજે ગામ જઈ રહ્યો હતો. માર્ગમાં એક લંગડાએ વિનંતી કરી: “અપંગ છું, સામે ગામ જવું છે, થાકી ગયો છું. આપના ઘોડા પર મને થોડે સુધી ન બેસાડો ?'' એ કરુણાળુ હતા. પોતાના ઘોડા પર પાછળ બેસાડ્યો. નવા ગામમાં એને ઉતાર્યો. ત્યાં એણે બૂમાબૂમ કરી : “મને અપંગ જાણી આ મારો ઘોડો ઉઠાવી જાય છે !'' લોકો ભેગા થયા. બન્નેને ન્યાયાલયમાં લઈ ગયા. ન્યાયાધીશે આજ્ઞા કરી “મુસાફર ! ઘોડાને પેલા દૂરના ખીલે બાંધી આવો.'' પછી અપંગને ૩૩૬ : મધુસંચય Page #354 -------------------------------------------------------------------------- ________________ કહ્યું : તમે એને ત્યાંથી છોડી લાવો.'' ન્યાયાધીશે કહ્યું : “મુસાફર ! ઘોડો તમારો છે, લઈ જાઓ.'' ન્યાયપદ્ધતિથી રાજાને આશ્ચર્ય થયું. એણે પ્રગટ થઈ પૂછ્યું : ‘તમે કેમ જાગ્યું કે આ ઘોડો મારો છે ?'’ નમન કરી ન્યાયાધીશે કહ્યું : “આપ બાંધવા ગયા ત્યારે ઘોડો પ્રેમથી આકર્ષાઈને આપની પાછળ આવતો હતો, પણ આ છોડી લાવ્યો ત્યારે ઘોડો એની પાછળ ઘસડાતો હતો.'' અપરાધી. પ્રેમ સ્વામી છે, ભય પ્રેમ આકર્ષણ છે, ભય પ્રકંપ છે. ܀ ૬૪૫. બારણે કોણ છે ? વર હાઉસની નજીક જ એક ગરીબ માણસનું ઝૂંપડું હતું. રાત્રિનો સમય પહતો. સંપડામાં નાનો શો દિવેલનો દીવો બળી રહ્યો હતો. જિજ્ઞાસુ પથિક ત્યાં આવી ચઢ્યો. પૂછ્યું: “ભાઈ, તારી બાજુમાં જ વીજળીધર છે, છતાં તારે ત્યાં દિવેલનો દીવો ?' હસીને વૃદ્ધે જવાબ આપ્યો : “ભાઈ, મેં પાવર હાઉસનું જોડાણ (connection) લીધું નથી.'' દુઃખી માનવી પોકારે છે “હે પ્રભુ ! ઓ ગુરુદેવ ! મારા ઉપર કૃપા કરો, આપની કૃપાદૃષ્ટિથી હું વંચિત રહી ગયો !'' પાગલ ! શું તારા ઉપર પ્રકૃતિની કૃપા ઓછી છે ? જીવનની અનિવાર્ય જરૂરિયાતો પવન, પ્રકાશ અને પાણી વિના મૂલ્ય તને કોણ આપે છે ? પવન તો વાઈ રહ્યો છે; નાવિક, તું તારો શઢ તો ખુલ્લો મૂક, પછી જો પ્રવાસની મજા ! પ્રકાશ તો બારીના બારણે જ છે; તું તારા મકાનની બારી ઉપરના પડદા તો ખસેડ, પછી જો પ્રકાશથી તારું ઘર અને જીવન કેવાં ભરાઈ જાય છે ! પ્રાર્થના તો ખૂબ કરી, હવે પુરુષાર્થ કરી જો. ૬૪૬. અહંકાર ઓલવાયો એ ક દીવાલમાં એક અગરબત્તી જલી રહી હતી. તેની બાજુના ગોખલામાં એક મીણબત્તી સળગી રહી હતી. બંને પોતાને બાળી જગતને સંદેશ કણમાં મણ ૩૩૭ Page #355 -------------------------------------------------------------------------- ________________ આપી રહ્યાં હતાં. અગરબત્તી પોતાની દિવ્ય સુગંધથી વાતાવરણને સૌમ્ય બનાવતી હતી અને મીણબત્તી પોતાના મંદ પ્રકાશથી વાતાવરણને સુવર્ણરંગી બનાવતી હતી. એક દિવસની વાત છે. કોઈ નજીવી વાતમાં બંને વચ્ચે વિવાદ થયો. મીણબત્તીએ અગરબત્તીને કહ્યું : “તારા શરીર સામે તો જો ! કેવી દુર્બળ છે તું ! અને તારું રૂપ તો જો, કોઈ સામું પણ ન જુએ !” અગરબત્તી ચૂપ રહી. અગરબત્તીના મધુર મૌનથી મીણબત્તી વધુ કડકાઈથી બોલી, “મેં શું કહ્યું, સાંભળતી નથી ? કેમ જવાબ નથી આપતી ? તારામાં એટલી આવડત ક્યાં છે કે તું મને જવાબ આપે ?” આ વખતે પણ અગરબત્તી ચૂપ રહી. મીણબત્તી હસીને પોતાની બડાઈ હાંકતી હતી, “મારી સામે જો, હું કેવી રૂપાળી છું ? મારા પ્રકાશથી ઓરડો કેવો સોહામણો લાગે છે ?” મીણબત્તીનો અહંકાર બોલી રહ્યો હતો, ત્યાં હવાના એક ઝપાટે મીણબત્તી ઓલવાઈ ગઈ ! પરંતુ અગરબત્તીમાં તો એક જ સર્વશ્રેષ્ઠ વસ્તુ હતી: “સંતોષની સુરભિ'. ઉ૪૭. ભાગ નહિ, ભાવ ડાં વર્ષ પહેલાંની જ આ વાત છે. નવદ્વીપમાં રામમણિ અને રઘુમણિ વા એ બંને ભાઈઓ મહાપંડિત તરીકે જાણીતા હતા. એમને જેમ વિદ્યા વરી હતી તેમ લક્ષ્મી પણ મળી હતી. બંને વચ્ચે પ્રેમ એવો કે જાણે પુષ્પ અને પરાગ. એક દિવસ મોટા ભાઈ રામમણિએ જ કહ્યું : “રઘુ ! હવે આપણે આ મિલકત વહેંચી નાંખીએ.” મોટા ભાઈ ! તમે આ શું બોલ્યા ? મૂર્ખાઓ તો જુદા થાય પણ આપણે પંડિત થઈ જુદા થઈશું ?” રામે પ્રેમથી કહ્યું : “આપણે જુદા થોડા જ થઈએ છીએ ? આપણને કોણ જુદા પાડી શકે તેમ છે ? આ તો મિલકત છોકરાઓને વહેંચી દઈએ જેથી આ તુચ્છ વસ્તુ માટે એ લોકો ભવિષ્યમાં લડીને વેરઝેર ન કરે.” રામને ત્રણ પુત્ર હતા. રઘુને એક જ. રામે મિલકતના બે ભાગ પાડ્યા. એક ભાગમાં પોતાના ત્રણ પુત્ર અને બીજામાં નાના ભાઈને એક પુત્ર. આ ભાગથી ખુશી થવાને બદલે નારાજ થઈ રઘુએ કહ્યું : “ભાઈ, તમે આ શું ૩૩૮ * મધુસંચય Page #356 -------------------------------------------------------------------------- ________________ કર્યું ? આપણે જુદા થતા હોત તો બે ભાગ પડત, પણ આપણે તો પુત્રોને વહેંચણી કરી આપીએ છીએ. માટે ચાર સરખા ભાગ કરો અને પુત્રોને સરખા વહેંચો તો જ મને સુખ થાય.” એમ કહી, રઘુએ પોતે જ ચાર ભાગ વહેંચી આપ્યા ! ૬૪૮. ભાષાની ભવ્યતા કિ દ્ધરાજ જયસિંહના શૈશવની આ વાત છે. સિદ્ધરાજના પિતા કર્ણદેવ તો જ એને ત્રણ વર્ષનો મૂકી ગુજરી ગયા હતા. અનુશાસન એની મા મીનળદેવી ચલાવતાં હતાં. સિદ્ધરાજ નાનો હતો પણ એની પ્રતિભાની ખ્યાતિ દૂર દૂર દિલ્હી સુધી પહોંચી હતી. દિલ્હીના સમ્રાટે મીનળદેવીને કહેવડાવ્યું : “તમારો પુત્ર મોટો થયો છે. એને દિલ્હીના દરબારમાં હાજરી આપવા મોકલો.” મીનળદેવીને ચિંતા થઈ. એણે એને ઘણીબધી શિખામણ આપવા માંડી ત્યારે સિદ્ધરાજે પૂછ્યું : “તમે શિખવાડો છો તે સિવાયનું કંઈક ત્યાં આવી પડે તો તમને પૂછવા કેમ આવું તે મને કહો !” આ માર્મિક ઉત્તરથી મા પ્રસન્ન થઈ. દિલ્હી દરબારમાં વિનય અને સભ્યતાથી પ્રવેશ કરી સિદ્ધરાજે સૌનાં મન જીતી લીધાં. એની પરીક્ષા કરવા સમ્રાટે એના બંને હાથ મજબૂત પકડીને પૂછ્યું : “બોલ, હવે તું શું કરીશ ?' હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યા જ વિના જ સ્મિત કરી સિદ્ધરાજે કહ્યું : આ દેશમાં વર કન્યાને એક હાથથી પકડે છે તો એને જિંદગીભર નિભાવે છે, એના યોગક્ષેમની જવાબદારી લે છે; આપે તો મને બંને હાથથી પકડ્યો છે, હવે મારે ચિન્તા શી ? આજથી હું નિશ્ચિત થયો !” આથી પ્રસન્ન થયેલા સમ્રાટે એનું સન્માન કરી એને વિદાય આપી. ૬૪૯. શબ્દોથી મુક્તિ બ્દોનું રટણ એટલું બધું વધ્યું છે કે એના અર્થના ઊંડાણમાં ઊતરવાનો હતો અવકાશ જ મળતો નથી. ઉચ્ચાર અને આચાર વચ્ચે સમજણનું સંગીત હોય તો આ જીવન જ સ્વર્ગ બની જાત. પછી બીજા સ્વર્ગની તૃષ્ણામાં દોડવું ન પડત. કણમાં મણ ૪ ૩૩૯ Page #357 -------------------------------------------------------------------------- ________________ રામજીને ત્યાં મહેમાન આવ્યા. પિંજરામાં બાંધેલો પોપટ બોલી ઊઠ્યો : ‘મુક્તિ ! મુક્તિ ! મુક્તિ !' મહેમાન ઘરમાં પેઠા પણ ચેન ન પડે. ભૂતકાળ યાદ આવ્યો. એ પણ સળિયાઓની પાછળ હતા ત્યારે એમનાં પત્નીનું મૃત્યુ થયેલું. એ કડવા દિવસની વિષાદમય મુક્તિની ઝંખના બંદીવાન સિવાય કોણ સમજે ? રાત પડી, સહુ સૂઈ ગયા પણ આ મહેમાનની આંખ ન મળી. ધીરે પગલે પાંજ૨ા પાસે ગયા, બારણું ખોલ્યું પણ પોપટ તો પાછા પગલે પાંજરામાં લપાવા લાગ્યો. હાથ અંદર નાખ્યો, પોપટને પકડીને આકાશમાં ઉડાડી દીધો. હૈયું હળવું થયું. શાંતિથી સૂઈ ગયા. પોપટની મુક્તિથી શેઠ નાખુશ થશે એ બીકે મહેમાન વહેલી સવારે જવા તૈયાર થયા. પ્રાંગણમાં પગ મૂકતાં જ જોયું તો પોપટ પિંજરામાં ગોઠવાઈને શાન્તિથી બેઠો હતો. ‘મુક્તિ’ના જાપની ક્રિયા મધુર ધ્વનિથી હજુ એ કરે જ જતો હતો ! ૬૫૦. આચાર એ ક સાધુનું પ્રવચન સાંભળવા એક શેઠ ચારેક મહિનાથી દરરોજ જતા. : “મહારાજ બધાને થાઉં ?'' એણે શેઠને પમાય ?'' મુક્તિનો ઉપાય બતાવે છે તો હું પણ મુક્ત કેમ ન વિનવ્યા : “પેલા મસ્ત સાધુને પૂછજો કો મુક્તિ કેમ શેઠને નવાઈ લાગી. આવો વિચાર મનેય નથી આવતો તો પોપટને કેમ આવે છે ?' પ્રવચન પૂરું થયું એટલે શેઠે સાધુને પોપટનો પ્રશ્ન પૂછ્યો. મહારાજે પૂછ્યું : “આ પ્રશ્ન કોનો છે ? તમારો તો નથી જ લાગતો.’' શેઠે કહ્યું : “મહારાજ ! આ પ્રશ્ન મારા પોપટનો છે.'' આ સાંભળતાં જ મહારાજ જ્યાં હતા ત્યાં જ મૂર્છા ખાઈ ઢળી પડ્યા. શેઠ તો ગભરાઈ ગયા. પંખો નાંખ્યો. મહારાજ જરા ભાનમાં આવતાં શેઠ ચાલતા થયા. ઘેર ગયા તો પોપટ રાહ જ જોતો હતો. શેઠે કહ્યું : “તારો પ્રશ્ન અપશુકનિયાળ છે. પ્રશ્ન પૂછતાં જ સાધુ બેભાન થયા.'' બીજે દિવસે સવારે પોપટ તો પાંજરામાં મડદું થઈને પડ્યો છે. ન ખાધું, ૩૪૦ * મધુસંચય Page #358 -------------------------------------------------------------------------- ________________ ન પીધું. ન બોલ્યો. શેઠન થયું. પોપટ મરી ગયો ! બારણું ખોલ્યું ને પોપટને બહાર ફેંક્યો. ગગનમાં ઊડતાં પોપટે કહ્યું : “શેઠ, તમે ગુરુનો ભાવાર્થ ન સમજ્યા ? મુક્તિનો માર્ગ એક જ છે. મુક્ત ઇંદ્રિયોને સંયમિત કર. મન, તન અને વાચાને આત્મસમાધિમાં તલ્લીન કરો. ૬૫૧. પામતા છે દિરમાં પ્રભુની સુંદર પ્રતિમા હતી. હજારો લોકો આરસનાં શ્વેત પગથિયાંની છાતી પર પગ મૂકીને મૂર્તિનાં દર્શન કરવા જતા. આથી પગથિયાંનું મન ભરાઈ આવ્યું. ત્યાં એક કવિએ એના ઉપર પગ મૂક્યો અને એને ડૂસકું સંભળાયું. સહાનુભૂતિપર્વક કવિએ પૂછ્યું તો પગથિયાએ કહ્યું : “એક જ ખાણમાં હું અને આ પ્રતિમાં જન્મ્યાં હતાં. અમે બંને એક જ શિલાના બે ટુકડા છીએ, છતાં દુનિયા આજે એના પગમાં પડે છે અને મને ઠેબે ચઢાવે છે; મારી છાતી ઉપર લોકો મેલા અને ગંદા પગ મૂકે છે અને એને ફૂલથી શણગારે છે; આ તેજોવધથી ઈર્ષા અને અદેખાઈ ન થાય ?" કવિએ હસીને કહ્યું : “તમે એક જ શિલાનાં બે સંતાન, પણ જ્યાં બારીક કારીગરીનો પ્રસંગ આવ્યો ત્યાં તું બટકી ગયું પણ પેલાએ તો ટાંકણાં સહીને પણ અંદરનું સૌન્દર્ય જ પ્રગટાવ્યું. “જે જીવનમાં સહન કરીને કસોટીમાંથી પાર ઊતરી જાય છે, તે પ્રભુ બની પૂજાય છે અને જે સહન કરી શકતો નથી તે પગથિયાંનો પથ્થર બની પછડાય છે. “તારે રડવું જ હોય તો જગતના અન્યાય સામે નહિ, તારી નબળાઈ માટે ૨૩, પાત્રતા હશે તો જ પ્રેમપુષ્પોની વૃષ્ટિ થશે.” ઉપર. પ્રામાણિકતા રિસમાં તા. ૧૩-૪-૭૦ સાંજે ડોમ્યુસ મેડીકાના હૉલમાં સ્વામી - રંગનાથનંદ અને મારું સહપ્રવચન હતું. સાડા આઠના ટકોરે અમે ખંડમાં પ્રવેશ કર્યો ત્યારે હૉલ ચિક્કાર હતો. પ્રવચન પછી બહાર નીકળતાં હૉલની કણમાં મણ ૨ ૩૪૧ Page #359 -------------------------------------------------------------------------- ________________ પરસાળમાં સરસ એક ટેબલ પર એક ઉમદા રૂમાલ બિછાવેલો હતો. એના ઉપર એક પેટી અને બાજુમાં ટિકિટની બુકી હતી. મેં પૂછ્યું : “આ શું છે ?” કેમ ? આપને ખબર નથી ?” પ્રવચન સાંભળવા આવનારને લેવાની આ ટિકિટો છે અને તેના પૈસા નાખવાની આ પેટી છે. આ હૉલનું ભાડું, છાપામાં કરેલી જાહેરાતનો ખર્ચ વગેરે તો આમાંથી જ નીકળે ને ?' મારી જિજ્ઞાસા વધી ગઈ. “પણ ટિકિટો વેચનાર તો અહીં કોઈ છે નહિ ? પૈસાનો હિસાબ કોણ લે ?” ગુરુજી !” આ લોકો આધ્યાત્મિક પ્રવચન સાંભળવા આવ્યા છે. એમના માટે હિસાબનો વિચાર થાય ? એ કદી ફોગટ સાંભળીને જાય ખરા ? દરેક આવતા જાય, ચાર ફ્રાન્ક પેટીમાં નાખતા જાય અને ટિકિટ ફાડીને લેતા જાય.” ભારતનાં ધર્મસ્થાનોમાં મેં આવું કદી જોયેલું નહિ એટલે મને જરા શંકા થઈ કે લાવ, પેટી ખોલાવી નજરોનજર જોઉં કે અંદર પૈસા તો છે ને ? પણ એમ કરવા જતાં કદાચ ભારતના માનસ માટે એમને કોઈ સામી શંકા ઊભી થાય એટલે સ્મિત કરી હું આગળ વધ્યો. ૬૫૩. શીલ એ જ ભૂષણ , ધવરાવ પેશવાના રાજ્યકાળમાં રામશાસ્ત્રી ત્રણ-ત્રણ ઉચ્ચસ્થાનોને શોભાવતા હતા; મંત્રી, ન્યાયાધીશ અને ધર્મશાસ્ત્રી. એમનાં સલાહ અને ન્યાય સર્વમાન્ય હતાં. બેસતા વર્ષના સપર્ધા દિવસે એમનાં પત્ની રાજમાતાને મળવા રાજમહેલમાં ગયાં. એમનો સાદા પહેરવેશ જોઈ રાણીઓના આશ્ચર્યનો પાર ન રહ્યો. આવા અસામાન્ય પુરુષની સ્ત્રી આવા સામાન્ય વેશમાં ! એમણે એમને નવાં વસ્ત્રો પહેરાવ્યાં અને અલંકારોથી વિભૂષિત કરી પાલખીમાં ઘેર મોકલ્યાં. પાલખી ઉપાડનાર ભાઈઓએ આવી શાસ્ત્રીને બારણે ટકોરા માર્યા. રામશાસ્ત્રીએ બારણું ખોલ્યું પણ ઠઠારો જોઈ પાછું બારણું બંધ કરતાં કહ્યું : “તમે ભૂલથી મારે બારણે આવ્યાં છો. આ તો કોઈ દેવી છે. આ ગરીબ બ્રાહ્મણને ત્યાં એ ન હોય.” એમનાં પત્ની સમજી ગયાં. રાજમહેલમાં જઈ આભૂષણ પાછાં આપી પેલાં સાદાં કપડાં પહેરી પગપાળા એ ઘેર આવ્યાં. પત્નીને સ્નેહથી સત્કારતાં શાસ્ત્રીએ કહ્યું : “તારી ગેરહાજરીમાં તારા ૩૪૨ % મણિય Page #360 -------------------------------------------------------------------------- ________________ ઘરમાં કોઈ દેવી ઘૂસવા આવી હતી. એક પત્નીવ્રતધારી એવો હું એમ ઘૂસવા દઉં ?'’ ૬૫૪. શિકાર નહિ, સંયમ જે રામરાજ્ય અને આર્યસંસ્કૃતિની વાતો તો ખૂબ જ થાય છે પણ ! રામરાજ્ય એટલે મર્યાદા અને સાદાઈ. એને બદલે આજે રૂપનાં દર્શન, નિદર્શન અને પ્રદર્શનના જલસા ચાલી રહ્યા છે. ઉપલા વર્ગનાં નરનારીઓને રૂપની હરીફાઈનાં જે પ્રદર્શન માંડ્યાં છે તે પ્રગતિ છે કે અવગતિ ? માત્ર કટિ~વક્ષનાં વસ્ત્રોમાં વિવસન યુવતીઓને હારબંધ ઊભી રાખી, નીરખી નીરખીને આંખોની પ્યાસ તૃપ્ત કરી, એને લલચાવવા રૂપરાણી કહી શિયળધર્મનું અપમાન કરવાનું કાર્ય તો ૨ાવણે પણ નહોતું કર્યું ! પોતાને આ માર્ગથી ઉપાડી જવામાં આવી છે તે સૂચવવા સીતાએ માર્ગમાં આભૂષણો વેરેલાં. તે મળી આવતાં શ્રી રામે લક્ષ્મણને પૂછ્યું : “મારું ચિત્ત વિકળ છે એટલે હું નિર્ણય કરી શકતો નથી. તો કહે કે આભૂષણો સીતાનાં જ છે ને ?'' લક્ષ્મણે નમન કરી કહ્યું : “બંધુ, આ કુંડલ અને કંકણને હું કેમ જાણું ?' હા, એમના ચરણોમાં રોજ નમન કરતો એટલે કહી શકું કે આ નૂપુર તો એમનાં જ છે.'' રૂપ પ્રતિ મર્યાદાથી ઝૂકેલી પાંપણનાં નમન હોય, ગીધની શિકારી નજર નહિ. ૫૫. પ્રેમપુષ્પનો ભાર જકુમારના પ્રશંસકો અને મિત્રોએ એને સન્માનવા સુવર્ણના અલંકારોથી રીઅને તોલવાનું વિચાર્યું. મોટા કાંટાના એક પલ્લામાં કુમારને બેસાડયો. સામે બીજા પલ્લામાં એક પછી એક આભૂષણો એ ગોઠવતાં ગયાં પણ પલ્લું કેમેય ન નમે. ત્યાં શુદ્ધ પ્રેમની સુવાસથી જેનું તન મન પ્રસન્ન છે એવી કુમારની ધર્મપ્રિયા આવી ચઢી, આ મૂંઝાયેલા પ્રશંસ્રકોને જોઈ કરુણાથી એ દ્રવી ગઈ. એના હાથમાં તાજા ખીલેલ ગુલાબનું એક ફૂલ હતું તે એણે આભૂષણોના ઢગલા કામાં મણ 3*3 Page #361 -------------------------------------------------------------------------- ________________ પર મૂક્યું અને પલ્લે ઝૂકી ગયું ! સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. ફૂલમાં આ તાકાત ! હા, સ્ત્રીહૃદયની પ્રેમભક્તિ અને શુદ્ધિ અબળાને પણ સબળ બનાવી દે છે. ૬૫૬. બળથી નિર્બળ મહાન તપસ્વી હતો. એની આસપાસ અભયનું વાતાવરણ હતું. એટલે હરણાં અને સસલાં એની હુંફમાં સલામતી માણતાં. પણ ઇન્દ્રને ડર લાગ્યો. એણે એનું સિંહાસન સાચવવા તપસ્વીના પતનનો માર્ગ વિચાર્યો. એ ક્ષત્રિય બની તપસ્વી પાસે આવ્યો. “સંત ! આ રત્નજડિત તલવાર આપની પાસે મૂકી હું જરા સ્નાન કરી આવું ?” કહી એ સ્નાન કરવા ઊપડી ગયો. સાંજ થઈ. એ ન આવ્યો. તપસ્વીને ચિન્તા થઈ – માણસની નહિ, આ રત્નજડિત તલવારની. તલવાર હાથમાં લીધી. ધારદાર તલવારની સુવર્ણમૂઠમાં રત્નો ચમકી રહ્યાં હતાં. એને એક નબળો વિચાર આવી ગયો આ તલવાર જેની પાસે હોય તેને ભય કોનો ? તપસ્વી જ્યાં જાય ત્યાં તલવાર સાથે જ લઈ જાય. ધીરે ધીરે એને અહિંસાને બદલે તલવારની તાકાતમાં શ્રદ્ધા વધતી ગઈ. એ ભૂલી ગયો, સિંહાસન તલવારથી નહિ, ત્યાગથી સ્થિર થયાં છે. એને આત્મિકને બદલે ભૌતિક બળ સબળ લાગ્યું. તલવાર જાતાં મૃગલાં અને સસલાં દૂર ભાગ્યાં. તપસ્વી મલકાયા : જોઉં છું. હવે મારી પાસે કોણ આવવા હિંમત ઇન્દ્રના મુખ પર માર્મિક સ્મિત ફરક્યું. ૬૫૭. સંગીતભર્યો શ્રમ જ મના મધ્યભાગમાં બાંધકામ ધમધોકાર ચાલી રહ્યું હતું. ત્યાં થઈને એક અચિન્તક પસાર થતા હતા. એમને જિજ્ઞાસા થઈ. એક કારીગરને પૂછ્યું : “શું ચાલે છે ?'' પેલાએ કંટાળાભર્યા સ્વરે કહ્યું : “જોતા નથી ? મજૂરી કરીએ છીએ. પથ્થર ફોડીને રોટલા ભંગ થઈએ છીએ.” ચિત્તકને લાગ્યું કે આનાથી સંતોષકારક ઉત્તર નહિ મળે. એ આગળ ૩૪૪ મધુસંચય Page #362 -------------------------------------------------------------------------- ________________ વધ્યા અને બીજા કારીગરને પૂછ્યું. પ્રસન્નતાથી એણે કહ્યું : “કેટલાય લોકો ભીખ માગી બીજા પર જીવે છે. અમે શ્રમ કરી પ્રામાણિકતાથી આજીવિકા મેળવીએ છીએ અને સંતોષથી જીવનયાત્રા વિતાવીએ છીએ.'' ચિન્તકને લાગ્યું : આ શેનું સર્જન થઈ રહ્યું છે, તેનો ઉત્તર તો આણે પણ નથી આપ્યો. એટલે બીજા કારીગરને પૂછ્યું : “આ શું કરો છો ?' એણે ગૌરવથી મસ્તક ઉન્નત કરતાં કહ્યું : “શું કરીએ છીએ ?’' અરે, નવનિર્માણ કરીએ છીએ. અમારા શ્રમમાંથી મંદિરનું સર્જન થશે, રાષ્ટ્રને શિલ્પકળાનો નમૂનો મળશે, પ્રજાને પ્રભુ મળશે અને અમને ગૌરવપૂર્ણ આજીવિકા મળશે.’’ એક વસ્તુ પહેલાને વેઠ લાગી, બીજાને શ્રમનો મહિમા લાગ્યો, ત્રીજાને આવતી કાલનો વારસો આપવાનું સ્વપ્ન લાગ્યું, દૃષ્ટિ એક, પણ દર્શન ભિન્ન. ૬૫૮. આંખમાં નહિ, અંતરમાં ઘાનમાં હું વિહાર કરતો હતો. મારી આગળ એક યુગલ ચાલ્યું જતું હતું. વિમુખ હતાં. મને થયું. આ બન્ને વચ્ચે ૬૩ના સંવાદને બદલે ૩૬નો વિવાદ જણાય છે. પણ ચાલતાં હતાં ૩૩ની જેમ એકબીજાની આગળ પાછળ. ત્યાં તો પુરુષ બોલતો સંભળાયો: “શું ધૂળ સૌન્દર્ય છે તારામાં ! તને ખુશ કરવા લોકો મફતમાં ખુશામત કરે છે. ચૂના જેવી ધોળી થઈ એ તે કંઈ સૌન્દર્ય કહેવાય ?'' લાવણ્યની તરતી સ્ત્રીને ઉતારી પાડતાં ગાયકે કહ્યું. ત્યાં તો જાણે વીજળી ત્રાટકી : “અને તમારા ગળામાં સ્વરની મીઠાશ જ ક્યાં છે ? મૂર્ખાઓ તમને ગવૈયા કહી વાહ વાહ કરે છે. બરાડા તાણવા એ તે કંઈ સ્વરસંગીત છે ?'' — બંનેમાં રહેલો કલહ એકબીજાના દોષ જ જોઈ રહ્યો હતો. હું થોડું ચાલ્યો ત્યાં ફૂલને કહેતા બુલબુલનું ગુંજન સંભળાયું : “સ્પ્રન્દર્ય તો છે, પુષ્પ ! તારા પરાગ અને પરિમલમાં !' ફૂલે સ્નેહની સુવાસમાં ઉત્તર આપ્યો : “સૌન્દર્ય તો છે, બુલબુલ ! તારા ગળામાંથી નીતરતા સ્વરમાધુર્યમાં.” અહીં પ્રેમની આંખ ગુણ જોઈ રહી હતી. પહેલી જ વાર મને સૌન્દર્યનું સત્ય જડ્યું : સૌદર્ય વસ્તુમાં નહિ, પ્રેમમાં છે આંખમાં નહિ, અંતરમાં છે. 1 કણમાં મણ ૩૪૫ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૬૫૯. કરુણાભાવ જ્યશ્રીની એ કરુણા નીતરતી આંખો તો કેમેય ભુલાતી નથી ! એક ગધેડાની પીઠ પર પાઠું પડ્યું હતું. એમાંથી લોહી વહી જતું હતું. ઉપરથી કાગડા ચાંચ મારી એને હેરાન કરી રહ્યા હતા. એ દોડતું દોડતું ઉપાશ્રયના દ્વારે આવ્યું. પૂ પૂ. મુનિરાજ શ્રી ચન્દ્રકાન્ત સાગરજી મહારાજનું ધ્યાન એ બાજું ગયું. એમનું માખણ શું કોમણ હૃદય દ્રવી ગયું. બાજુમાં રહેતા યુવાનોને એમણે કહ્યું : ‘‘તમે અહિંસાની વાતો તો ખૂબ કરો છો, પણ આ ગધેડું રિબાય છે, તેને જોઈ તમને કંઈ કરવાનું મન થાય છે ખરું ?'' યુવાનોએ મળી ગધેડાને રોકી એના ઘા ૫૨ તેલ રેડી, એના પર રૂ મૂકી કંતાનનો પાટો બાંધ્યો અને ઉપર પાતળી દોરી બાંધી. તેને હવે કંઈક શાંતા વળી હતી જ્યારે પૂજ્ય મહારાજશ્રીની આંખોમાંથી કરુણા વરસતી હતી. પૂજ્યશ્રીએ કહ્યું : “કુંભાર અને ધોબી કેવા સ્વાર્થી છે ! સશક્ત હોય ત્યાં સુધી એની પાસેથી પૂરેપૂરું કામ લે અને બીમાર પડે એટલે પશુઓને મારી ભગાડે !'' પૂજ્યશ્રીની વાણી યુવાનોને સ્પર્શી ગઈ. એક યુવાને તો કમાલ કરી : એ પોતાના બંગલામાં જઈ ચૂલા ૫૨ રુંધાઈને તૈયાર થયેલો ભાત એક કથરોટમાં ઠાલવી લઈ આવ્યો અને એ થાળ ભૂખ્યા પશુ આગળ ધર્યો ! ગધ્ધો આજે ખાતો હતો અને તે પણ પાછા દિલ્હીના બાસમતી ! ૩૪૯ ૪ મધુસંચય Page #364 -------------------------------------------------------------------------- ________________ 26 --- --------- -- -- ------ v kamene 30 leqnol 30 alal ع ع ع ع ع ع ع ع ع ع Page #365 -------------------------------------------------------------------------- ________________ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦. અંતરનું અજવાળું પો તાના બંને પુત્રોની વિચક્ષણતાની પરીક્ષા કરવા શાા પિતાએ બન્નેને એક એક રૂપિયો આપતાં કહ્યું, ‘આ રૂપિયાની એવી વસ્તુ ખરીદી લાવો કે જેથી ઘર ભરાઈ જાય.' અજાતે રૂપિયાનું સસ્તું ઘાસ લાવી ઘરમાં પાથર્યું અને ઘર ભરાઈ ગયું. અભયે સુગંધી અગરબત્તી અને મીણબત્તી લાવી જ્યોત પ્રગટાવી અને જ્યોતના ઉજ્જ્વળ પ્રકાશ અને સુગંધથી ઘર ભરાઈ ગયું. બંનેએ ઘર ભર્યું. એકે કચરાથી, બીજાએ પ્રકાશથી. ૩૦ દિવસની ૩૦ વાર્તા ૩૪૯ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૬૬૧. માનવીનું મન , ને નહિ, પણ બન્યું એવું કે સર્પ અને ઉંદર બને એક મોટી ઘાસની ગંજીમાં સંતાઈને રહે. ખેડૂતે ઘાસ લેવા હાથ નાખ્યો ત્યાં સર્પ ડંખ મારી સંતાઈ ગયો અને ત્યારે જ બેપરવાઈથી ઊંદરે ડોકિયું કર્યું. ખેડૂત કહે : “આ તો ઉંદર કરડ્યો !” બીજે કો'ક દિવસે ઉંદર કરડી સંતાયો ત્યાં સર્ષે બહાર મોં કાઢ્યું. ખેડૂતે ચીસ નાખી : “અરે, મને સર્પ ડંખ્યો !” અને મૂર્થાિત થઈ ઢળી પડ્યો. ઝેર સર્પ કે ઉંદર કરતાં મનની નિર્બળતા અને ભયનું વધારે હોય છે. મન માણસને પાપી બનાવે છે અને એ જ માણસને પુણ્યશાળી પણ બનાવે છે. જે મન જીતે તે જગત જીતે. ૬૬ર. પુરુષાર્થ કે પ્રારબ્ધ ના રુષાર્થ ચઢે કે પ્રારબ્ધ – એની ચર્ચા યુગોથી ચાલ્યા કરે છે. વિદ્વાનો છે જેનો પક્ષ લે છે તેના એકપક્ષી સમર્થનમાં પોતાની સમગ્ર બુદ્ધિશક્તિ એ વાપરે છે. આનો સર્વસામાન્ય ઉત્તર એક હોડીવાળાએ સ્યાદ્વાદની દૃષ્ટિથી શોધી કાઢો છે એણે પોતાની હોડીમાં બે હલેસાનાં નામ આપ્યાં છે : પુરુષાર્થ અને પ્રારબ્ધ. કોઈ ચર્ચા કરે તો એ કંઈ પણ બોલ્યા વિના પુરુષાર્થ નામનું હલેસું ચલાવે એટલે હોડી ગોળ ગોળ ફર્યા કરે; એ પછી તે પ્રારબ્ધ નામનું હલેસું ચલાવે એટલે હોડી અવળી દિશામાં ગોળ ગોળ ફરે. સ્મિત કરીને બંને હલેસાં સાથે ચલાવે એટલે નૌકા સડસડાટ કરતી ધારેલી દિશામાં દોડવા લાગે. કોયડાનું સમાધાન કરવા એ કહે : અનેકાન્તની દૃષ્ટિથી પુરુષાર્થ અને પ્રારબ્ધનાં બંને હલેસાં સાથે કામ કરે તો જીવનનૌકાને કયું બંદર અપ્રાપ્ય છે ?” માત્ર ચર્ચાથી તો ચક્કર જ માર્યા કરશું ?' ૩૫૦ મધુસંચય Page #368 -------------------------------------------------------------------------- ________________ ૬૬૩. જ્વાળા અને જળ ક્ષિ ત ધનબાબનાં પત્ની સ્વભાવે જરા ક્રોધી હતાં. તો બાજુ શાંત હતા. ઘેર પ્રતીક્ષાથી કંટાળી ગયેલી એમની પત્નીએ આંખ લાલ કરી કહ્યું : ‘તમને તો સેવાનું ઘેલું લાગ્યું છે. જમવાની વેળા વીતી જાય છે. એનુંય તમને ભાન નથી. લો આ ટાઢું છે તે જમી લો.' એમ કહી એણે ટાઢા ભાતની થાળી પીરસી. બાબુએ લાક્ષણિક સ્મિત કરી, એ થાળી પત્નીના માથા પર મૂકતાં કહ્યું, ‘કંઈ નહિ, ભાત ઠંડા હોય તોય તારા માથામાં અગ્નિ ધખધખે છે, એટલે વાંધો નથી. તારા માથાની ગરમીથી આખું ઘર અને તારી આંખો ગરમગરમ થઈ ગઈ, તો આ ભાત ગરમ નહિ થાય ?' આ કટાક્ષભર્યા વિનોદથી એમનાં પત્ની શરમથી હસી પડ્યાં. પોતાના પતિના આવા પ્રેમાળ, શાંત અને વાત્સલ્યભર્યા ૨મૂજી સ્વભાવ ૫૨ મુગ્ધ થઈ, જીવનભર ક્રોધ ન કરવાનો એમણે સંકલ્પ કર્યો. ક્રોધને ક્ષમાથી જીતો ! ઉવસમેણ હણે કોહં ! ક્રોધ એ જો અગ્નિની જ્વાળા છે, તો ક્ષમા એ જળનો ફુવારો છે. જળ સમીપે અગ્નિ પ્રગટે તોય એને બુઝાતાં વાર શી લાગે ? ܐ ૬૬૪. બિંદુમાં સિંધુ ર્ષાઋતુ હતી. આકાશમાં વાદળો પર વાદળનો મંડપ જામ્યો હતો. આથમતા સૂર્યનાં કનકવર્ણાં કોમળ કિરણોએ આકાશમાં રંગોળી પૂરી હતી. લાલપીળા આછા જાંબલી વર્ણના મિશ્રણથી નીલવર્ણા ગગનમાં રંગની મહેફિલ જામી હતી. એમાં સપ્તવર્ણં મેધધનુષ્ય ખેંચાયું. આ ઇન્દ્રધનુષની આસપાસ સોનેરી વાદળોને વીંધીને આવતાં કિરણો રાસલીલા ૨મવા લાગ્યાં. એક ભક્તનું હૈયું આ નયનમનોહ૨ દૃશ્યથી નર્તન કરવા લાગ્યું. અર્ધેન્મિત દૃષ્ટિથી ધ્યાનમાં લીન બનેલા આનંદઘનજી પાસે એ દોડી આવ્યો. ૩૦ દિવસની ૩૦ વાર્તા ૩૫૧ Page #369 -------------------------------------------------------------------------- ________________ ‘ગુરુદેવ ! બહાર આવો. આવું જોવાનું ફરી નહિ મળે. ગગનમાં નિસર્ગની શું રંગલીલા જામી છે ! આહ..અલૌકિક !' મહાત્મા આનંદઘનજીના ઓષ્ઠ પર સ્મિત રમી રહ્યું – જાણે મત્ત ફૂલની મધુર સુવાસ પ્રસરી. વેલ પર શ્વેત ફૂલ આવે એમ એમના હોઠ પર શબ્દો આવ્યા : “વત્સ ! તું અંદર આવ. જેના માત્ર એક જ કિરણમાં વિશ્વની સમસ્ત લીલા અને શોભા સમાઈ જાય એવાં અનંત કિરણોથી શોભતા આત્માની આત્મલીલા અહીં જામી છે. તે અંદર આવ. આવો અવસર ફરી નહિ આવે. આવ, તું અંદર આવ.” મા ૬૬૫. દષ્ટિ તેવી સૃષ્ટિ પાસની જેવી દૃષ્ટિ હોય છે, તેને તેવી જ સૃષ્ટિ દેખાય છે. માણસ અકાળા ચશ્માં પહેરે તો એને આખું જગત કાળું દેખાય, ઉજ્જવળ ચંદ્ર પણ શ્યામ દેખાય ! વિશ્વને એના સ્વરૂપે જોવા માટે પણ નિર્મળ દૃષ્ટિ જોઈએ. હસ્તિનાપુરની રાજસભામાંથી દુર્ગુણીને શોધી કાઢવાનું કહ્યું ત્યારે ધર્મરાજાને કોઈ દુર્ગણી ન દેખાયો; કારણ કે પ્રત્યેક માનવીઓમાં એણે કંઈક ને કંઈક વિશિષ્ટ ગુણો જોયા, એને સૌ સગુણી જ લાગ્યા. જ્યારે આ વાત દુર્યોધનને કહેવામાં આવી ત્યારે, એની નજરમાં કોઈ સગુણી જ ન આવ્યો; કારણ કે એણે ગુણવાન આત્મામાં પણ કંઈક ને કંઈક દુર્ગુણ શોધી કાઢ્યો અને એને આખી સભા દુર્ગણીઓથી ઊભરાયેલી દેખાઈ ! આપણે જે ખરાબ બીજામાં જ જોઈએ છીએ તે આપણામાં ન જ હોય તો આપણું ધ્યાન ત્યાં કેમ કેન્દ્રિત થાય ? ૬૬૬. મિત્રોને હું ખાતો નથી બ , ર્નાડ શોને નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે એમના માનમાં એક પાર્ટી યોજાઈ. સારા ગૃહસ્થોને નિમંત્રણ અપાયાં. પાર્ટીને દિવસે આમંત્રિત સગ્રુહસ્થોથી ૩૫૨ : મધુસંચય Page #370 -------------------------------------------------------------------------- ________________ હોલ ભરાઈ ગયો. પ્રીતિભોજન આપનારાઓને એ ખબર ન હતી કે, બર્નાડ શાં માનવતાના ઉપાસક એવા શાકાહારી છે. ભોજનની શરૂઆત થઈ પણ શાં તો શાંત બેસી જ રહ્યા. કોઈ પણ વસ્તુને એમણે સ્પર્શ પણ ન કર્યો. એક સજ્જને કહ્યું : “આપ કેમ કંઈ લેતા નથી ? આપના માનમાં તો આ પાર્ટી છે. આપ ન લો તો શરૂઆત કેમ થાય... ?' શોએ સાંભળનારના હૈયામાં કોરાઈ જાય એવો અને કદી ન ભુલાય તેવો સાવ ટૂંકો ઉત્તર વાળ્યો : “હું માણસ છું – મરેલા જીવોને દાટવા માટેનું કબ્રસ્તાન નથી ! પ્રાણી મારા મિત્ર છે. મિત્રોને હું ખાતો નથી !' ૬૭. પ્રેમપુષ્પનો ભાર રાજરાતમાં જકુમારના પ્રશંસકો અને મિત્રોએ એને સન્માનવા સુવર્ણના અલંકારોથી એને તોલવાનું વિચાર્યું. મોટા કાંટાના એક પલ્લામાં કુમારને બેસાડ્યો. સામે બીજા પલ્લામાં એક પછી એક આભૂષણો એ ગોઠવતાં ગયાં પણ પલ્લું કેમેય ન નમે. ત્યાં શિયળની સુવાસથી જેનું તન-મન પ્રસન્ન છે એવી કુમારની ધર્મપ્રિયા આવી ચઢી. આ મૂંઝાયેલા પ્રશંસકોને જોઈ કરુણાથી એ દ્રવી ગઈ, એના હાથમાં તાજા ખીલેલ ગુલાબનું એક ફૂલ હતું તે એણે આભૂષણોના ઢગલા પર મૂક્યું અને પલ્લું ઝૂકી ગયું ! સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. ફૂલમાં આ તાકાત ! હા, સ્ત્રીહૃદયની પ્રેમભક્તિ અને શુદ્ધિ અબળને પણ સબળ બનાવી દે છે. શસ્ત્રો કરતાંય શુદ્ધ આત્મશક્તિથી માણસ જીતી જાય છે. ૬૮. શ્રદ્ધાનો સત્કાર ડનની પાર્લામેન્ટમાં ફૉસ મધ્યમવર્ગનો પ્રતિનિધિ હતો. એ સામાન્ય Sા વર્ગનો હોવા છતાં સમર્થ વક્તા હતો. ભથ્થાના આવેલા પાઉન્ડ એ ૩૦ દિવસની ૩૦ વાતો ૩૫૩ Page #371 -------------------------------------------------------------------------- ________________ પહેલી તારીખે પોતાના લેણદારોને ચૂકવતો. એક વેપારીએ આવી કહ્યું : “મિ. ફૉસ! મારે બૅન્કમાં ભરવા છે એટલે મારું લેણું આજે જ આપો.” “ભાઈ ! તને એક મહિના પછી આપીશ. આ તો હું સેરિડોનને આપીશ. એણે કાંઈ પણ લખાણ લખાવ્યા વિના મારા વિશ્વાસ પર મને માલ આપ્યો છે. મને ક્યાંક અકસ્માત થાય તો એ સજ્જન તો રખડી પડે ને ?” ફોક્સની આ જીવનનિષ્ઠાનો પ્રભાવ વેપારી પર પડ્યો. કરારપત્રના ટુકડા કરતાં વેપારીએ કહ્યું : “તો મારે પણ આ લખાણને શું કરવું છે ? આપની અનુકૂળતાએ હવે આપ જ આપી જજો.” ફોકસ આ વિશ્વાસથી અંજાઈ ગયો : “લો, આ પાઉન્ડ, આ તમે જ લઈ જાઓ. એક તો તમારું દેવું જૂનું છે, બીજું, તમારે બેન્કમાં ભરવા છે, ત્રીજું, તમે મારામાં શ્રદ્ધા મૂકી લખાણને ફાડી નાંખ્યું છે. સેરિડોનને હું આવતા મહિને આપીશ. ચૈતન્યની શ્રદ્ધાનો સત્કાર જ નહિ, ચમત્કાર પણ છે. ઉ૬૯. હદયતૃષ્ણા જાનો નિયમ હતો. પ્રભાતના પહેલા પ્રહરે એના દ્વાર ઉપર જે ટકોરા ૨ મારે એનું પાત્ર સોનામહોરોથી ભરી દેવું. આમ ઘણાનાં પાત્ર ભર્યા. એક નવો ભિક્ષુ આવ્યો. એણે ટકોરા માર્યા. દ્વાર ખોલ્યું. રાજા મૂઠા ભરી ભરીને સોનામહોર એના પાત્રમાં નાખતો ગયો પણ પાત્ર ન ભરાયું. આખો ભંડાર ખાલી કર્યો તોય પાત્ર ન ભરાયું. રાજાને નવાઈ લાગી. પૂછ્યું : “ શેનામાંથી આ પાત્ર બનાવ્યું છે ? કઈ ધાતુનું છે ?” જવાબ મળ્યો : “આ પાત્ર માનવના હૃદયમાંથી મેં બનાવ્યું છે. માનવનું હૃદય એવું ભૂખ્યું છે, એવું લોભિયું છે, કે એને ગમે એટલું આપો તો પણ એને ઓછું જ લાગે.” જ્ઞાની રાજાએ કહ્યું : “હૃદયતૃષ્ણાનો અર્થ તમે બરાબર સમજાવ્યો. આ હૃદય પર કોઈ પણ દિવસ તૃપ્ત નહિ થાય. જીવનમાં સંતોષ આવશે તો જ હૃદયપાત્ર ભરાશે.” ૩૫૪ મધુસંચય Page #372 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦. ઝાંઝવાને ચાહવું ? શ્રીમંત હોવા છતાં શ્રદ્ધાવાન દેખાતા હતા. સવારના બે કલાક તો પ્રભુભક્તિમાં જ કાઢતા. એક યુવાન આવ્યો. “શેઠ ! પૈસાની અનિવાર્ય આવશ્યકતા છે એટલે આ માલ મારે કાઢી નાખવો છે. આપ ન લો ?” શેઠ ગરમ થઈ ગયા : “જોતો નથી. હું કેટલો કાર્યમગ્ન છું ? જા, મહિના પછી આવજે.” “પણ શેઠ ! મારે પૈસાની આજે જ જરૂર છે. મારી મા માંદી છે.” “સાંભળતો નથી ? કામમાં છું, જા બહાર જા, નહિ તો ધક્કો.....” ત્યાં વચ્ચે જ એણે અરજ કરી : “એક પ્રશ્ન આપને પૂછું ? આપ ભગવાનને ચાહો છો ?” શેઠને આશ્ચર્ય થયું, “કેમ આમ પૂછે છે ? ભગવાનને ન ચાહું ?” “તમે ભગવાનને માનતા હોત તો એના જ જીવંત પ્રતીક સમા માનવને આમ ધુતકારી ધક્કો મારવા તમે તૈયાર ન થાત. જે દશ્યને જ ન માને તે અદશ્યને માને છે, તે કેમ મનાય ?” ભગ ૬૭૧. સંસાર શું છે ? નવના આત્મા અને શરીર વચ્ચે પાપ ઉપર મૌનમાં ચર્ચા વધી પડી. માં ચર્ચાએ ઉગ્ર રૂપ લીધું. શરીર આવેશમાં લાલચોળ થઈ ગયું. “હું તો માટીનો પિંડ છું, પંચભૂતનો સમૂહ માત્ર છું, મોહ ઉત્પન્ન કરનાર વસ્તુઓને હું સંવેદી પણ ન શકું. મારાથી પાપ થાય જ કેમ ?” આ સાંભળી આત્મા ચૂપ રહે તો એ ચેતન શાનો ? એણે પણ એવી જ યુક્તિથી ઉત્તર વાળ્યો : પાપ કરવાનું સાધન જ મારી પાસે ક્યાં છે ? અરે ઇંદ્રિયો જ ક્યાં છે ? ઇંદ્રિયો વિના પાપ થઈ શકે ખરાં ? ઇંદ્રિયો દ્વારા જ તો કામના તૃપ્ત થાય છે. હું અરૂપી પાપી હોઈ શકે જ કેમ ?” ઉગ્ર ચર્ચાને અંતે પ્રસરેલી નીરવ શાન્તિમાં દિવ્ય વાણી સંભળાઈ : ૩૦ દિવસની ૩૦ વાતો જે ૩૫૫ Page #373 -------------------------------------------------------------------------- ________________ “પાપનું સર્જન દ્વન્દ્રમાંથી થાય છે. શરીરમાં આત્મા પ્રવેશે તો જ એમાં વેગ આવે. બંનેના સહકારે જ પાપ જન્મ. આત્મા વિનાનું શરીર જડ છે. જડના સંગ વગરનો આત્મા પરમાત્મા છે. શરીર અને આત્માનો સંગ એ જ તો સંસાર છે.” ૧૭૨. મૈત્રીનું માધુર્ય 2 ક શાળામાં બે વિદ્યાર્થીઓ સાથે ભણતા હતા. પુષ્પ અને પરિમલ જેવી એમની મૈત્રી હતી. આગળ જતાં બંનેના રાહ જુદા ફંટાયા; એક ચિન્તક બન્યો, બીજો પ્રધાન બન્યો. એ પછી વર્ષો વીત્યાં. બંને જુદી જુદી દિશામાં આગળ વધી રહ્યા હતા. એક દિવસ પ્રધાનની પત્ની ચિન્તકને મળવા આવી. એણે કહ્યું : “તમે તમારા મિત્રને હમણાં મળવા કેમ આવતાં નથી ?” ચિન્તકે સહાનુભૂતિ બતાવતાં કહ્યું : “હમણાં તો મારા મિત્રને મળવા ઘણાય આવે છે. હું એક ન મળે તોય ચાલે. હું તેને ત્યારે જ મળીશ જ્યારે એ ચૂંટણીમાં ઊડી ગયો હશે. ઝૂકીને સલામ ભરનારા એને ત્યાં ડોકાતાય નહિ હોય અને મારા એ મિત્રનું હૈયું નિરાશા અને વ્યથાથી ભારે થયેલું હશે. ત્યારે ઉત્સાહનું ઔષધ અને આશ્વાસનનો મલમપટ્ટો લઈ, એના ઘાને રૂઝવવા હાજર થઈશ.” મિત્રનો ધર્મ હાસ્યનો કોલાહલ વધારવામાં નથી, દુઃખનાં આંસુ લૂછવામાં છે ! ૬૭૩. ભાષાની ભવ્યતા છે. દ્ધરાજ જયસિંહના શૈશવની આ વાત છે. સિદ્ધરાજના પિતા કર્ણદેવ તો - એને ત્રણ વર્ષનો મૂકી ગુજરી ગયા હતા. અનુશાસન એની મા મીનળદેવી ચલાવતાં હતાં. સિદ્ધરાજ નાનો હતો પણ એની પ્રતિભાની ખ્યાતિ દૂર દૂર દિલ્હી સુધી પહોંચી હતી. દિલ્હીના સમ્રાટે મીનળદેવીને કહેવડાવ્યું : “તમારો પુત્ર મોટો થયો છે. એને દિલ્હીના દરબારમાં હાજરી આપવા મોકલો.” મીનળદેવીને ચિંતા થઈ. એણે એને ઘણીબધી શિખામણ આપવા માંડી ૩૫૬ ૪ મધુસંચય Page #374 -------------------------------------------------------------------------- ________________ ત્યારે સિદ્ધરાજે પૂછ્યું : “તમે શિખવાડો છો તે સિવાયનું કંઈક ત્યાં આવી પડે તો તમને પૂછવા કેમ આવું તે મને કહો !” આ માર્મિક ઉત્તરથી મા પ્રસન્ન થઈ. દિલ્હી દરબારમાં વિનય અને સભ્યતાથી પ્રવેશ કરી સિદ્ધરાજે સૌનાં મન જીતી લીધાં. એની પરીક્ષા કરવા સમ્રાટે એના બંને હાથ મજબૂત પકડીને પૂછ્યું : “બોલ, હવે તું શું કરીશ ?” હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યા જ વિના જ સ્મિત કરી સિદ્ધરાજે કહ્યું : “આ દેશમાં વર કન્યાને એક હાથથી પકડે છે તો એને જિંદગીભર નિભાવે છે, એના યોગક્ષેમની જવાબદારી લે છે; આપે તો મને બંને હાથથી પકડ્યો છે, હવે મારે ચિન્તા શી ? આજથી હું નિશ્ચિત થયો !” આથી પ્રસન્ન થયેલા બાદશાહે એનું સન્માન કરી એને વિદાય આપી. ૬૭૪. વિસર્જન નહિ, સર્જન ગ્નિનાં બે સ્વરૂપ છે : વાળા અને જ્યોતિ. વિચારના પણ બે પ્રવાહ છે : નિષેધાત્મક અને વિધેયાત્મક. નિષેધમાં ઈર્ષા છે; વિધેયમાં પ્રેરણા. ઈર્ષાની જ્વાળા માણસના સ્વત્વને બાળી નાખે છે, જ્યારે પ્રેરણાની જ્યોતિ તિમિરમાં તેજ પાથરે છે. અકબરે એક લીટી દોરી અને સભામાં જાહેર કર્યું : “અડડ્યા કે ભૂસ્યા વિના આ લીટીને કોઈ નાની કરી શકશો ?” સભાજનો વિચારમાં પડી ગયા. ભૂસ્યા વિના લીટી નાની થાય જ કેમ ? વિસર્જનની પદ્ધતિથી ટેવાયેલ માણસ કોઈકને નાનો બનાવ્યા વિના પોતે મોટું બની શકે છે, એ વિચારી જ શકતું નથી. સૌ ચૂપ રહ્યા. ત્યાં બિરબલ ઊભો થયો. એણે અકબરને નમન કર્યું અને પાટિયા પાસે જઈ પેલી લીટીની બાજુમાં જ એક મોટી લીટી દોરી. સભા સ્તબ્ધ થઈ ગઈ. આ લીટી આગળ અકબરની લીટી વામણી લાગતી હતી સફળતા બીજાને પાડવામાં નહિ, પોતાને ઊભો કરવામાં છે. ૩૦ દિવસની ૩૦ વાતો જ ૩૫૭ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૬૭૫. અંતરની આંખ ઉ ઘાનમાં હું વિહાર કરતો હતો. મારી આગળ એક યુગલ ચાલ્યું જતું હતું. ૬૩ની જેમ એકબીજાની સન્મુખ હોવાને બદલે ૩૬ની જેમ એકબીજાથી વિમુખ હતાં. મને થયું, આ બન્ને વચ્ચે ૬૩ના સંવાદને બદલે ૩૬નો વિસંવાદ જણાય છે. પણ ચાલતાં હતાં ૩૩ની જેમ એકબીજાની આગળ પાછળ. ત્યાં તો પુરુષ બોલતો સંભળાયો : “શું ધૂળ સૌન્દર્ય છે તારામાં ! તને ખુશ કરવા લોકો મફતમાં ખુશામત કરે છે. ચૂના જેવી ધોળી થઈ એ તે કંઈ સૌન્દર્ય કહેવાય ?'' લાવણ્ય નીતરતી સ્ત્રીને ઉતારી પાડતાં ગાયકે કહ્યું. ત્યાં તો જાણે વીજળી ત્રાટકી : “અને તમારા ગળામાં સ્વરની મીઠાશ જ ક્યાં છે ? મૂર્ખાઓ તમને ગવૈયા કહી વાહ વાહ કરે છે. બરાડા તાણવા એ તે કંઈ સ્વર સંગીત છે ?'' બંનેમાં રહેલો કલહ એકબીજાનો દોષ જ જોઈ રહ્યો હતો. હું થોડું ચાલ્યો ત્યાં ફૂલને કહેતા બુલબુલનું ગુંજન સંભળાયું : ‘‘સૌન્દર્ય તો છે, પુષ્પ ! તારા પરાગ અને પરિમલમાં !' ફૂલે સ્નેહની સુવાસમાં ઉત્તર આપ્યો : “સૌન્દર્ય તો છે, બુલબુલ ! તારા ગળામાંથી નીતરતા સ્વરમાધુર્યમાં.' અહીં પ્રેમની આંખ ગુણ જોઈ રહી હતી. પહેલી જ વાર મને સૌન્દર્યનું સત્ય જવું ઃ સૌન્દર્ય વસ્તુમાં નહિ, પ્રેમમાં છે, અંતરની અમીદ્રષ્ટિમાં છે. ૬૭૬. અહંકાર ઓલવાયો દી વાનખાનામાં એક અગરબત્તી જલી રહી હતી. તેની બાજુના ગોખલામાં એક મીણબત્તી સળગી રહી હતી. બંને પોતાને બાળી જગતને સંદેશ આપી રહ્યાં હતાં. અગરબત્તી પોતાની દિવ્ય સુગંધથી વાતાવરણને સૌમ્ય બનાવતી હતી અને મીણબત્તી પોતાના મંદ પ્રકાશથી વાતાવરણને સુવર્ણરંગી બનાવતી હતી. ૩૫૮ * મધુસંચય Page #376 -------------------------------------------------------------------------- ________________ એક દિવસની વાત છે. કોઈ નજીવી વાતમાં બંને વચ્ચે ઝઘડો થયો. મિણબત્તીએ અગરબત્તીને કહ્યું : “નારા શરીર સામે તો જો ! કેવી દુર્બળ છે તું ! અને તારું રૂપ તો જો, કોઈ સામું પણ ન જુએ !” અગરબત્તી ચૂપ રહી. અગરબત્તીના મધુર મૌનથી મીણબત્તી વધારે કડકાઈથી બોલી : “મેં શું કહ્યું, સાંભળતી નથી ? કેમ જવાબ નથી આપતી ? તારામાં એટલી આવડત ક્યાં છે કે તું મને જવાબ આપે ?” આ વખતે પણ અગરબત્તી ચૂપ રહી. મીણબત્તી હસીને પોતાની બડાઈ હાંકતી હતી, “મારી સામે જો, હું કેવી રૂપાળી છું ? મારા પ્રકાશથી ઓરડો કેવો સોહામણો લાગે છે ?” મીણબત્તીનો અહંકાર બોલી રહ્યો હતો, ત્યાં હવાના એક ઝાપટે મીણબત્તી ઓલવાઈ ગઈ ! પરંતુ અગરબત્તીમાં તે એક જ સર્વશ્રેષ્ઠ વસ્તુ હતી : “સંતોષની સુરભિ .” ઉ૭૭. શબ્દ નહિ, સંવેદન ૨-બાર વર્ષ સુધી સમર્થ જ્ઞાનીની નિશ્રામાં વિદ્યાભ્યાસ કરી બંને ભાઈઓ બા ઘેર આવ્યા. સ્વાધ્યાય અને ચિંતનનાં તેજ એમના મુખને અજવાળી રહ્યાં હતાં. એમના આગમનથી ઘર અને ગામમાં આનંદ આનંદ હતો. વાતાવરણમાં ઉમંગ અને ઉલ્લાસ હતો. માત્ર એમના પિતા જ શાંત અને સંચિત હતા. નમતી સાંજે સમય મળતાં એમણે મોટાને પ્રશ્ન કર્યો : “તું ભણ્યો તો ખૂબ પણ પરમાત્મતત્ત્વની તને કંઈ ઝાંખી થઈ ? આત્માની અનુભૂતિ થઈ ?” મોટાએ તો શાસ્ત્રોમાંથી એક પછી એક શ્લોકો સંભળાવવા જ માંડ્યા. પિતાએ કહ્યું : “બસ, આ તો તેં પારકું કહ્યું, ગોખેલું બોલી ગયો, આમાં તારી અનુભૂતિ શું ?” પિતાએ એ જ પ્રશ્ન બીજાને પૂછ્યો. નાનાએ નમન કરી કહ્યું : “પિતાજી ! શું કહું ? જે અરૂપી છે તે રૂપી ભાષા વર્ગણાની જાળમાં કેમ બંધાય ? જે શાંત છે, તે અશાંત એવા શબ્દોમાં કેમ ઊતરે ? અંજલિમાં સાગર ૩૦ દિવસની ૩૦ વાતો જ ૩૫૯ Page #377 -------------------------------------------------------------------------- ________________ કેમ સમાપ્ત ? એની અનુભૂતિ શબ્દોમાં નહિ, સંવેદનમાં જ સંભવે.'' પિતાના મુખ પર મૌનમાંથી જડેલી મુક્તિની મધુરતા પ્રસરી. ૬૭૮. પ્રેમનું પ્રભુત્વ જાપાલ રાજા મુસાફરના પ્રછન્ન વેશમાં બીજે ગામ જઈ રહ્યો હતો. પ્ર માર્ગમાં એક લંગડાએ વિનંતી કરી: “અપંગ છું, સામે ગામ જવું છે, થાકી ગયો છું. આપના ધોડા ૫૨ મને થોડે સુધી ન બેસાડો ?'' એ કરુણાળુ હતા. પોતાના ઘોડા પર પાછળ બેસાડચો. નવા ગામમાં એને ઉતાર્યો. ત્યાં એણે બૂમાબૂમ કરી : “મને અપંગ જાણી આ મારો ઘોડો ઉઠાવી જાય છે !'' લોકો ભેગા થયા. બન્નેને ન્યાયાલયમાં લઈ ગયા. ન્યાયાધીશે આજ્ઞા કરી “મુસાફર ! ઘોડાને પેલા દૂરના ખીલે બાંધી આવો.” પછી અપંગને કહ્યું : તમે એને ત્યાંથી છોડી લાવો.'' : ન્યાયાધીશે કહ્યું : “મુસાફર ! ઘોડો તમારો છે, લઈ જાઓ.'' ન્યાયપદ્ધતિથી રાજાને આશ્ચર્ય થયું. એણે પ્રગટ થઈ પૂછ્યું : “તમે કેમ જાણ્યું કે આ ઘોડો મારો છે ?' નમન કરી ન્યાયાધીશે કહ્યું : “આપ બાંધવા ગયા ત્યારે ઘોડો પ્રેમથી આકર્ષાઈને આપની પાછળ આવતો હતો, પણ આ છોડી લાવ્યો ત્યારે ઘોડો એની પાછળ ઘસડાતો હતો.'' પ્રેમ સ્વામી છે, ભય અપરાધી. પ્રેમ આકર્ષણ છે, ભય પ્રકંપ છે. ૬૭૯. શરીર નહિ, સત્ત્વ જીવે છે એ ક ઠેકાણે ધખધખતા પાણીમાં ગુલાબનાં ફૂલોને ઉકાળી એનું અત્તર અને ગુલાબજળ થઈ રહ્યું હતું. તો બીજે ઠેકાણે ગુલકંદ માટે તાજાં ફૂલો વિખાઈ રહ્યાં હતાં. આ જોઈ એક દ્રવિત હૃદયે ગુલાબને જ પૂછ્યું : “જેની પાંખડીઓમાં નયન મનોહર રંગો, સુકુમારતા અને સૌન્દર્ય છે અને પરાગમાં ૩૬૦ * મધુસંચય Page #378 -------------------------------------------------------------------------- ________________ મનને ભરે એવો પમરાટ છે એવાં સૃષ્ટિનાં નિર્મળ સ્મિતસમાં ફૂલો, તમારી આ હાલત !'' ફૂલો વેદનામાં પણ હસી પડ્યાં, “હા, અમારી આ હાલત છે. અમારી નહિ, અમારા જેવા સહુ શુભેચ્છકોની આ હાલત છે. જે ખીલે છે, ઉપર આવે છે અને શુભેચ્છાનું સ્મિત વેરે છે એને માણસો જોઈ નથી શકતા ! હા, વિપત્તિથી રડતા કે વેદનાથી પીડાતા કંગાળને જોઈ માણસ દયાનો હાથ કદીક લંબાવે છે, પણ સ્મિતથી ઉદય પામતાને તો એ ઈર્ષાથી કચડી જ નાંખે છે! “પણ માનવ એ ભૂલી જાય છે કે ભલે અમને પીંખે કે ઉકાળે પણ અમે મરતાં નથી, સુવાસ અને કુમાશરૂપે જીવીએ જ છીએ. પહેલાં અમારી શુભેચ્છાનું સ્મિત ફૂલોમાં હતું, હવે સુવાસમાં !'' ૬૦. આચરણ પ્ર ભાતનું દ્વાર હમણાં જ ઊઘડ્યું હતું. શહેરના રાજમાર્ગ પર માણસોની અવરજવર વધતી જતી હતી. એક વૃદ્ધ લાકડીને ટેકે પસાર થઈ રહ્યો હતો. ત્યાં સામેથી એક યુવાન આવતો હતો. ધૂનમાં વૃદ્ધ સાથે અથડાઈ પડચો. અથડાઈ પડનાર યુવાન સશક્ત અને સમર્થ હતો. આવેશમાં આવી એણે વૃદ્ધને ધક્કો માર્યો : “જોતો નથી ?’’ જાણે કંઈ જ બન્યું નથી એમ વૃદ્ધે હાથ જોડી કહ્યું. “ક્ષમા કરો. આપને ખબર નહિ હોય કે હું અંધ છું. આપને ક્યાંય વાગ્યું તો નથી ને ?'' આ શબ્દોએ યુવાનના હૃદય પર અદ્ભુત અસર કરી. એ વૃદ્ધને પગે પડ્યો ‘‘ક્ષમા તો મારે માંગવાની છે દાદા, શાન્તિની વાતો તો મેં ઘણીય સાંભળી છે અને દાંભિક શાન્તિ રાખનારા પણ મેં ઘણાય જોયા છે, પણ તમે તો શાન્તિને ભલાઈની કલગીથી શણગારી છે.' એક યુવાન માટે આથી ઉત્તમ આચરણનો બીજો બોધપાઠ શું હોઈ શકે? ૩૦ દિવસની ૩૦ વાર્તા * ૩૬૧ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૬૮૧. જેણે છોડ્યું, તેને કોઈ ન છેડે ! ગ અને ભોગની તેજછાયાથી બનેલા આ જગતનો વિચાર કરતા મુનિ ત્યા રાજગૃહની શેરીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. એમની નજરે એક દશ્ય પડયું, અને એ થંભી ગયા : એક કૂતરું મોંમાં હાડકું લઈ પૂરઝડપથી દોડી રહ્યું હતું અને દશેક કૂતરાંએ તેનો પીછો પકડચો હતો. થોડે જ આઘે જતાં એના પર બધાંય કૂતરાં ત્રાટકી પડચાં અને જોતજોતામાં તેને લોહીલુહાણ કરી મૂક્યું. અંતે એ શ્વાન થાકયું. પોતાનો જીવ બચાવવા એણે એ હાડકાને પડતું મૂક્યું. તે જ ક્ષણે સહુએ એને છોડી દીધું. દશમાંના એકે એ હાડકું ઊંચકી લીધું. હવે પેલાં નવ, આ એમના જ સાથી પર ત્રાટક્યાં અને પહેલા શ્વાનની જેમ એને પણ ધૂળ ભેગું કર્યું. આ બીજા કૂતરાએ પણ પહેલાની જેમ પોતાનો જીવ બચાવવા હાડકું છોડી દીધું અને સલામત થયું. હવે હાડકું ત્રીજાએ ઝડપ્યું તો સૌએ એના પર હુમલો કર્યો. કૂતરાઓની નજ૨ હાડકા પર હતી. હાડકું ઝડપે તે લોહીથી ખરડાય. સંત વિચારી રહ્યા : જે ગ્રહણ કરે તે દુ:ખી થાય. જે છોડે તે સુખી થાય. ૬૮૨. સંસારની શેરડી સું સારનું કલહમય જીવન જોઈ. જીવનદાતા સૂર્યદેવ નિરાશ થઈ અસ્તાચળ પડ્યો, અને સૂર્યદેવનો ગ્લાનિભર્યો ચહેરો હર્ષથી નાચી ઊઠ્યો ! ભક્ત કવિ તુકારામ શેરડીના દશ સાંઠા લઈ ઊભી બજારે ચાલ્યા જાય છે. એમની આંખમાં બાળક જેવી નિર્દોષતા છે, મુખ ૫૨ ગુલાબ જેવું મૃદુ ને મુક્ત હાસ્ય છે. એમને જોઈ બાળકો ઘેલાં થાય છે. નિર્દોષ બાળકોને જોઈ પોતે ઘેલા થાય છે. ૩૬૨ * મધુસંચય Page #380 -------------------------------------------------------------------------- ________________ બાળકોએ હાથ ધર્યો એટલે સૌને એક એક સાંઠો આપી, માત્ર એક સાંઠો લઈ એમણે ઘરના આંગણામાં પગ મૂક્યો. આંગણામાં ઊભેલી એમની ક્રોધમુખી પત્ની આ દૃશ્ય જોઈ સળગી ઊઠી. એ મનમાં બબડી : ‘આની દાનવીરતા તો જુઓ ! ઘ૨માં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો.' ત્યાં તુકારામે સાંઠો એના હાથમાં મૂક્યો. પત્નીએ શેરડીનો તિરસ્કાર કરી કહ્યું : ફેંકો આને ઉકરડે ! ફૂલણજી થઈ બધાય સાંઠા છોકરાઓને વહેંચ્યા, તેમ આનેય આપી દેવો હતો ને ? આને અહીં શું ક૨વા લાવ્યા ?' એમ કહી ક્રોધના આવેશમાં ભાન ભૂલેલી એણે સાંઠો પતિના બરડામાં ફટકાર્યો ! સાંઠાના બે ટુકડા થઈ ગયા. મીઠું હાસ્ય કરી તુકારામે કહ્યું : “તું તો મારી અર્ધાંગના. મને મૂકીને તું એકલી કેમ ખાય ? તેં મને બરાબર અર્ધો ભાગ આપ્યો.'' એમ કહી એક ટુકડો મોમાં મૂકી બાળકની જેમ રસ ચૂસવા લાગ્યા. તિરસ્કારને પ્રેમથી જીત્યો. ૬૮૩. પ્રકાશ અને અંધકાર એ ક માણસને સ્વપ્ન આવ્યું. કેવું વિચિત્ર એ સ્વપ્ન ! જોનાર આશ્ચર્યમાં ડૂબી ગયો. એક જ નગરમાં રહેતાં સાધુ અને વેશ્યા બંને એક જ અઠવાડિયામાં મૃત્યુ પામ્યાં. વેશ્યા સ્વર્ગે ગઈ. સાધુ નર્સે ગયા. વેશ્યા ઊંચે ચડી. સાધુ નીચે પડ્યા. ઝબકીને જાગેલો માણસ આ સ્વપ્નનું રહસ્ય જાણવા એક જીવનદ્રષ્ટા પાસે પહોંચ્યો. જીવનદ્રષ્ટાએ કહ્યું : વાત બરાબર છે. વેશ્યા પોતાના અધોગામી જીવનને વારંવા૨ નિંદતી હતી, અને પોતાનું જીવન ધીમે ધીમે સુધારતી હતી અને સાધુના ચારિત્ર્યની હૈયાથી પ્રશંસા કરતી હતી, જ્યારે સાધુ પોતાના ચારિત્ર્યનો મનમાં મિથ્યા ઘમંડ રાખતા હતા. અને વેશ્યાનો તિરસ્કાર કરી, આખો દિવસ એની જ નિંદામાં રચ્યાપચ્યા રહેતા હતા. ૩૦ દિવસની ૩૦ તો * ૩૬૩ Page #381 -------------------------------------------------------------------------- ________________ વેશ્યાની આંખમાં ગુણ હતો – પોતાની નિંદા અને બીજાની પ્રશંસા. સાધુની આંખમાં દોષ હતો – પોતાની પ્રશંસા અને બીજાની નિંદા. એ કારણે વેશ્યાને પ્રકાશ લાધ્યો અને સાધુને અંધકાર.” ૬૮૪. માન મળે તો જ્ઞાન મળે ! હુબલી સમરાંગણમાં સંયમી તો થયા, પણ એમના હૈયામાં રહેલી બાં માનની ગોળી નહોતી ગળી એમના મનમાં એમ કે કેવળજ્ઞાન થયા પછી ભગવાન ઋષભદેવ પાસે જઈશું તો સંયમમાં મોટા પણ ઉંમરમાં નાના મારા ભાઈઓને નમવું નહિ પડે. એટલે કેવળજ્ઞાન મેળવવા એમણે તપ આદર્યો. કેવો આકરો તપ ! એમની કાયા પર વેલડિયો વીંટાઈ, એમના કાનમાં ચકલાંએ માળા નાખ્યા, તોય એમને જોઈતી વસ્તુ ન લીધી. એમની કાયાએ તાપનાં, ટાઢનાં, વરસાદનાં દુઃખડાં વેક્યાં, પણ કેવળજ્ઞાન પ્રાપ્ત ન થયું, કારણ કે અભિમાનની ગોળી નહોતી ગળી. ભગવાન ઋષભદેવે કરુણા આણી, બાહુબલીની બે સાધ્વી બહેનોને બોધ આપવા મોકલી. બહેનોએ કહ્યું; બાંધવા ! હાથી ઉપરથી નીચે ઊતરો, માનના શિખર પર બેઠેલાના હૈયામાં જ્ઞાનની જ્યોત પ્રગટતી નથી. ત્યાં ગર્વના વાયુ વાય છે. જ્ઞાનદીપ બુઝાઈ જાય છે, માટે વીરા ! નીચે ઊતરો. જ્ઞાનના સૂર્યની આડે અભિમાનનો પડદો આવે છે ત્યારે માણસ છતી આંખે અંધ થાય છે.” શાણા બાહુબલી ચમક્યા. એમનો આત્મા નાના બાંધવોને વંદન કરવા તૈયાર થયો. અંતરમાં લઘુતા આવી. માત્ર એક જ ડગ ભર્યું ત્યાં કેવળજ્ઞાનના પ્રકાશથી એમનો આત્મા પ્રકાશી ઊઠ્યો. વાહ ! માન ગળે તો જ્ઞાન મળે ! ૩૬૪ ૨ મધુસંચય Page #382 -------------------------------------------------------------------------- ________________ ૬૮૫. અન્તરપટ પ્ર જ્ઞાપૂર્ણ આ વાત જાણી ત્યારે શિષ્યના આનંદનો પાર ન રહ્યો. અંતે આનંદના સંવેદનમાં એના અંતરના દ્વાર ઊઘડી ગયાં. વાત આ હતી; એના ગુરુ પાસે લોખંડની એક સુંદર ડબ્બી હતી. આ ડબ્બીને એ જતનથી જાળવતા. શિષ્યના હૈયામાં આશ્ચર્ય હતું. ગુરુજી નિર્મોહી અને જ્ઞાની છે; છતાં આ ડબ્બીમાં એવું તે શું છે કે એને એ જતનથી જાળવે છે ! પણ એ આજ્ઞાંકિત હતો. ગુરુની આજ્ઞા વિના ચોરીથી ડબ્બીને સ્પર્શવામાં એ પાપ માનતો. દિવસે દિવસે એનું કૌતુક વધતું ગયું. ઋતંભરા પ્રજ્ઞાના સ્વામી શિષ્યના આ સૂક્ષ્મ ભાવોને અવલોકી રહ્યા હતા. શિષ્યની નિષ્ઠા અને શ્રદ્ધાભરી પ્રીતિભક્તિથી પ્રસન્ન થઈ એમણે કહ્યું : ‘વત્સ, પેલી પારસમણિવાળી લોખંડની ડબ્બી લાવ તો.'' શિષ્યના કૌતુક સાથે આશ્ચર્ય વધ્યું. ‘લોખંડમાં પારસમણિ ? અરે, આ તે કેમ બને ? પારસમણિના સ્પર્શથી તો લોખંડ સોનું થાય !' તર્કમાં અને વિચારમાં એણે ડબ્બી લીધી અને ગુરુના ચરણે ધરી. ગુરુએ ડબ્બી ખોલી. વસ્ત્રમાં લપટાયેલ પારસમણિ જાણે હસીને પ્રકાશનાં કિરણો ફેંકી રહ્યો હતો. ગુરુએ વસ્ત્રને દૂર ફેંકી પારસમણિ ડબ્બીમાં મૂક્યો અને લોખંડની ડબી સુવર્ણમાં ફે૨વાઈ ગઈ. આત્માની આસપાસ રહેલી વાસના ખસે તો તે જ પરમાત્મા છે. ܀ ૬૮૬. પ્રેમના ટેભા ભા વનગરના મહારાજા એક સંતનાં દર્શને ગયા. સંત પાસે એ બેઠા હતા, ત્યારે ઓચિંતી એમની નજર સંતના અંગરખા પર ગઈ. ભારે કસબથી એ સીવેલું હતું. એના બખિયા ને ટેભા ભારે કલામય હતા. એને સીવનારો દરજી પણ પાસે જ બેઠો હતો. રાજાએ બહાર નીકળતાં દરજીને પૂછ્યું : “આ અંગરખું તમે સીવ્યું કે ?' દરજીએ હા કહી. રાજા કહે, “મને પણ આવું જ સીવી આપો. તમે માંગશો એટલી મજૂરી મળશે: પણ યાદ રાખજો, ટેભા તો આવા જ જોઈએ.'' ૩૦ દિવસની ૩૦ વાતો ૩૬૫ Page #383 -------------------------------------------------------------------------- ________________ દરજીએ કહ્યું : “અન્નદાતા ! આપને માટે કામ કરું અને એમાં ખામી હોય ?” અઠવાડિયા પછી ઘણી જ ખંતથી તૈયાર કરેલું સુંદર ટેભાવાળું અંગરખું દરજીએ હાજર કર્યું. રાજાએ જોયું. એ ખુશ થયા. એની કલા પર મુગ્ધ થયા. પણ સંતના અંગરખા જેવા વ્યવસ્થિત ને એકધારા ટેભા એમાં ન હતા. રાજાએ કહ્યું : “કામ સારું છે. તમે તમારી કલા બતાવી છે, પણ આ ટેભા પેલા સંતના અંગરખા જેવા તો નથી જ.” દરજીએ કહ્યું : “અન્નદાતા ! મેં હાથથી, આંખથી, મારી આવડતથી થાય એટલું કામ કર્યું છે. પણ પેલા અંગરખામાં તો આ બધાની સાથે મારો હૃદયનો પ્રેમ પણ કામ કરતો હતો. એટલે હું શું કરું ? પ્રેમના ટેભા ફરીફરી ક્યાંથી લાવું ?” ૩૬૬ * મધુસંચય Page #384 -------------------------------------------------------------------------- ________________ - - ધર્મભાવના મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણી જન દેખી, હૈયું મારું નૃત્ય કરે; એ સંતોના ચરણકમલમાં, મુજ જીવનનું અર્થ રહે. દિીન, કૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે; કરુણા-ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. માર્ગ ભૂલેલા જીવન-પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું; કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું; ચિત્રભાનુની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે; વેર-ઝેરનાં પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાવે. Page #385 -------------------------------------------------------------------------- ________________ Page #386 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવ મૈત્રીભાવનું પવિત્ર ઝણું, મુજ હૈયામાં વહ્યા કે; શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય છે. પ્રમોદભાવ ગુણથી ભેલા ગુણી જન દેખી, હૈયું માં નૃત્ય કે; એ સંતોના ચણકમલમાં, મુજ જીવનનું અર્થ છે. કરુણાભાવ દીન, ફ્ર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ હે; કુણા-ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. મધ્યસ્થભાવ માર્ગ ભૂલેલા જીવન-પથિકને, માર્ગ ચીંધવા ઊભો હું; કે ઉપેક્ષા એ માગની, તોયે સમતા ચિત્ત ધું; ચિત્રભાનુની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે; વે-ઝેનાં પાપ ત્યજીને મંગળ ગીતો સૌ ગાવે. ISBN : 978-81-8430-065-6