SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ આપતું રહે છે. એના અંતરની સુવાસના દાનમાં જ એને આનંદ હોય છે. ૩૭૪. કાગ થશો કે હંસ ? દુનિયામાં સહેલું કામ હોય તો તે કાગનું - બીજાની ટીકા કરવાનું અને નિંદા કરવાનું. પણ કઠણ કાર્ય હોય તો તે હંસનું; સર્વમાં સગુણ જોવાનું અને તેની પ્રશંસા કરવાનું. તમને શું ગમે ? કાળો કાગ કે શ્વેત હંસ ? ૩૭૫. પાણી અને વાણી પર્વનો દિવસ આવે છે ને માનવી પાણીની બાલદી ભરી, ઘરનાં વાસણો અને વસ્ત્રો સ્વચ્છ કરવા બેસી જાય છે; તો માનવજીવનના ધર્મપર્વને દિવસે પ્રભુની મંગલ વાણી સ્મરી, મનને અને અંતરને પવિત્ર નહિ બનાવે છે ! ૩૭૬. મંદિરનું શિખર મંદિરનું શિખર, શક્ય તેટલું ઊંચું કેમ રખાય છે, ખબર છે ? કારણ, એનાથી માનવીની દૃષ્ટિ ઊંચી રહે, એનું લક્ષ ગગન તરફ ઉન્નત રહે. માનવી ! તારા જીવનમંદિરનું શિખર પણ આમ સદાય ઊંચું રાખી જીવજે. ૩૭૭. હાથીનું ગૌરવ હે માનવ ! તું તારા અસ્તિત્વને ઓળખ. તું શા માટે અહીં આવ્યો છે? તારે અહીંથી શું પ્રાપ્ત કરવાનું છે ? અને આજે તું શું કરી રહ્યો છે ? પ્રકાશનો પંથી ! તું ધન અને કામના પાછળ, શ્વાનની જેમ પૂંછડી પટપટાવતો ફર નહિ. તારા આત્માના વૈભવને જાણ અને હાથીનું ગૌરવ કેળવ. ૧૦૦ - મધુસંચય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy