________________
“જાતિવાદના નામે ધિક્કારાતા દલિત વર્ગનો કરુણાપૂર્ણ ભાવનાથી ઉદ્ધાર કરો, અહિંસા એ અમૃત છે. એનું તમે પાન કરો ! તમે અમર બનશો ! બીજાઓને એનું પાન કરાવો તો દુખિયારી દુનિયા પર સુખની ગુલાબી હવાનો સંચાર થશે.”
આ પ્રેરણાદાયક ઉદ્યોષણાથી માનવીમાં જોમ આવ્યું. ચૈતન્યના ધબકારા થવા લાગ્યા. વિજળીની જેમ માનવીના જીવનમાં અનેકાન્તવાદ અને અહિંસાનો પ્રવાહ વહેવા લાગ્યો. દુરાગ્રહની ગાંઠો ગળવા લાગી. વૈમનસ્ય તો બળીને ખાખ થયું. નિર્બળો સબળ બન્યા. બીકણો બહાદુર બન્યા. મુડદાલો પણ મર્દ બન્યા.
વાણીનો વિરલ પ્રભાવ ! આમ સાક્ષાત્કારની સિદ્ધિ દ્વારા જીવનમાં કોઈ અલૌકિક સર્જનલીલા સર્જાતી ગઈ.
ત્યાંથી આ વિરલ વિભૂતિએ વિહાર કર્યો. ગામડે ગામડે ફરી વળ્યા. ગામેગામ માનવમહેરામણ ઊભરાતા ! એમનાં દર્શન અને ઉપદેશથી માનવો અને ભારત-ભૂમિ પાવન થયાં.
પૂરા ત્રણ દાયકા સુધી અખંડ ઉપદેશનું ઝરણું વહાવી ભારતમાં શાન્તિનું સામ્રાજ્ય સ્થાપ્યું. અહિંસાના જળનું સિંચન કર્યું, સત્યનાં વૃક્ષો રોપ્યાં, અસ્તેયના
ક્યારા બનાવ્યા, સંયમના છોડવાઓ પર સંતોષનાં અનેકવર્ણા પુષ્પો વિકસી ઊઠ્યાં.
- આ ખંડેર ભારતને મોહક-નંદનવનમાં ફેરવી નાખવાનું ભગીરથ કાર્ય, આ વિરલ વિભૂતિએ પોતાના જ વિદ્યમાન કાળમાં, અખંડ સાધના દ્વારા કરી બતાવ્યું - એ ભારતનું અહોભાગ્ય !
પણ દુર્ભાગ્યની એવી એક રજની આવી કે જેમાં આ લક્ષપ્રકાશી, ઓજસ્વી દીપક, પાવાપુરી નગરીમાં માજમ રાતે, જ્ઞાનનો પ્રકાશ પાથરી, બુઝાઈ ગયો – નિર્વાણ પામ્યો.
જ્ઞાનનો સ્વાભાવિક-દીપક બુઝાતા વિશ્વમાં અજ્ઞાન અંધકાર વ્યાપવા લાગ્યો. એ અંધકારને દૂર કરવા કૃત્રિમ દીપક પ્રગટાવવા પડ્યા અને લોકો એને કહેવા લાગ્યા :
દિવાળી – “દી-૫-આ-વ-લિ.”
ઓ વિરલ વિભૂતિ પ્રભુ મહાવીર ! તારું મધુર નામ આજે પણ માનવહૈયાંની અમર વીણાના તારે ઝણઝણી રહ્યું છે !
૨૪૨ મધુસંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org