SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન-વિકાસનો અમૂલ્ય ઉપાય અનેકાન્તવાદ છે. અનેકાન્તવાદની કસોટી પર ધર્મની પરીક્ષા સુંદર રીતે થઈ શકે છે. માટે જીવનમાં અનેકાન્તવાદ કેળવવો. એના વડે વિશ્વાત્મક્ય કેળવો. એકબીજાનો સમન્વય સાધો. “અનેકાન્ત એ પૂર્ણ દૃષ્ટિ છે, એના વડે વિશ્વમાં રહેલાં સત્યતત્ત્વોનું ગવેષણ કરો. અનેકાન્તવાદ એ સાચો ન્યાયાધીશ છે ! એ જ વિશ્વને નિષ્પક્ષપાદ સાચો અને પૂર્ણ ન્યાય આપશે. એ અસત્યના કાળા પડદાને ચીરી નાખશે અને સત્યનાં દર્શન કરાવશે. આ અનેકાન્તવાદને સ્યાદ્વાદ કહો કે સાપેક્ષવાદ કહો, બધું એક જ છે. આ અનેકાન્તવાદની દૃષ્ટિ જ્યાં સુધી જીવનમાં નહિ આવે ત્યાં સુધી માનવીનો વિકાસ થંભેલો જ છે એવો મારો સ્વાનુભવ છે ! અનેકાન્તવાદનો આ ભવ્ય સિદ્ધાંત સાંભળી લોકોનાં હૈયાં આનન્દથી વિકસી ઊઠ્યાં. આ નૂતન દૃષ્ટિ પ્રત્યેકને આદરણીય લાગી. તેથી જ લોકોના મુખમાંથી આ શબ્દો સરી પડ્યા. કેવી વિશાળ ભાવના ! કેવી વિશાળ દૃષ્ટિ ! દેવ ! આપ ધન્ય છો. આપે જે પૂર્ણ પ્રકાશ મેળવ્યો છે તે અદૂભુત છે ! આપ આપની વાણીનું અમૃતઝરણું આ સંતપ્ત સંસાર પર અવિરત વહેતું રાખો, એવી અમારી નમ્ર વિનંતી છે, દેવ !' આ વિભૂતિનો રૂપેરી ઘંટડીના જેવો મધુર ધ્વનિ પુનઃ ગુંજી રહ્યો ‘ભાગ્યશાળીઓ ! હું જે કહી ગયો તે જીવનદૃષ્ટિની વાત કરી ગયો – વિચારવાની વાત કહી ગયો. હવે આચારની વાત કહું છું. વિચારમાં જેમ અનેકાન્તવાદને સ્થાન છે, તેમ આચારમાં અહિંસાને સ્થાન છે. “અહિંસા એ સુંદર સરિતા છે, અનેક તૃષિત હૈયાં એના જળથી તરસ છિપાવે છે, અહિંસા એ સેતુ છે, કે જે બે વિખૂટાં વૈષી હૈયાંઓને જોડે છે. અહિંસા એ ગુલાબનું ફૂલ છે, જે પોતાની માદક સૌરભથી જગતને પ્રફુલ્લિત કરે છે. અહિંસા એ વસન્તની કોયલ છે, જે પોતાના મધુર સંગીતથી હિંસાના ત્રાસથી ત્રસિત દિલડાંઓને પ્રમુદિત કરે છે.' “અહિંસા એ જ વિશ્વશાંતિનો અમોઘ ઉપાય છે. અહિંસા વિના વિશ્વમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપવાનો બીજો એકેય ઉપાય નથી જ, ‘હિંસાના પાપે જ એક માનવી બીજા માનવીને જળોની જેમ ચૂસી રહ્યો છે. હિંસાની ભાવનાએ જ એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને કચડી રહ્યું છે. હિંસક માનસે જ વિશ્વમાં અત્યાચારની હોળી સળગાવી છે. હિંસાનાં સામ્રાજ્યોએ માનવીને પીડિત, વ્યથિત અને દલિત બનાવ્યો છે. હિંસક ધર્મો નિર્દોષ પશુઓના ભોગ લઈ રહ્યા છે, માટે આચારમાં અહિંસા કેળવો. ધર્મના નામે હોમાતાં પશુઓનું રક્ષણ કરો. - - ભવનું ભાતું ૨૪૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy