________________
ર૯. કલાની કદર
થી ધનવાન સ્ત્રીએ પોતાનું ચિત્ર દેશના નામાંકિત કલાકાર પાસે તૈયાર
કરાવ્યું. શ્રમ અને સાધનાથી ચિત્રકારે એ સમૃદ્ધ નારીનું ચિત્ર એવું તો તૈયાર કર્યું કે જાણે એ હમણાં જ હસી પડશે. ચિત્ર તૈયાર થતાં એની પરીક્ષા કરવા પોતાના માનીતા કુતરાને લઈને એ હાજર થઈ.
કલાકારને આમાં કાંઈ ન સમજાયું. આ સ્ત્રી ચિત્રને બદલે વારંવાર કૂતરા સામે કેમ જુએ છે ?
સ્ત્રીએ કહ્યું : “ચિત્રમાં કાંઈ ખામી છે, નહિ તો મારો કૂતરો અને વળગી ન પડે ? એ તો હું અંધારામાં આવતી હોઉં તોય આંળખી પાડે.”
કલાકારનો ઉત્સાહ ઓસરી ગયો. આવેલું આંસુ એ મનમાં જ ઉતારી ગયો. કલાની કદર માણસ પશુ પાસે કરાવવા માંગે છે ?
ચિત્રકાર ચતર હતો. એણે એને બીજે દિવસે આવવા કહ્યું અને ડુક્કરની ચરબી એણે પેલા ચિત્રમાં સ્ત્રીના મોં ઉપર લગાવી. બીજે દિવસે કૂતરો આવતાં જ એનું મોં ચાટવા લાગી પડ્યો.
- સ્ત્રી કહે : “હવે બરાબર છે. તમે ચિત્રમાં જીવંતતા લાવી શક્યા છો. જોયું ! મારો કૂતરો કે પારખે છે !'
૬૩૦. બ્રા કે ભ્રમ ? Aધ્યા નમી ગઈ હતી. હવે વંચાય તેમ નહોતું એટલે ગુરુએ પોથી બાંધી
બાશિષ્યને આપતાં કહ્યું : “અંદરના ખંડમાં આ મૂકી આવ.” શિષ્ય ભડકીને પાછો આવ્યો : “ગુરુદેવ ! ખંડમાં સર્પ પડ્યો છે.” “તો લે, આ જાંગુલિ મંત્ર. આના પ્રભાવથી એ ચાલ્યો જશે.”
શિષ્ય પાછો આવ્યો : “ગુરુદેવ ! મંત્ર ભણ્યો પણ સર્પ ત્યાં જ છે " “તે શ્રદ્ધાથી નહિ ભણ્યો હોય.” ગુરુએ એને ફરી મોકલ્યો.
શિષ્ય પાછો આવ્યો : “ગુરુદેવ ! વિશ્વાસ – પૂરા વિશ્વાસથી જાપ કર્યો પણ સર્પ તા પોતાના સ્થાનથી જરીય ખસતો નથી !”
“તે વત્સ ! હવે મંત્ર નહિ, દીવો લઈને જા.” શિષ્ય દીપકના પ્રકાશમાં જાયું તો એ દોરડું જ હતું !
ગુરુએ ગંભીરતાને મધુર સ્મિતથી રંગતાં કહ્યું : “જ્યાં જે નથી ત્યાં તે છે એવી મજાળ પ્રસરી હોય ત્યાં વસ્તુને પ્રત્યક્ષ કરવા વિધિ-વિધાન નહિ,
કણમાં મણ - ૩૨૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org