SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્સાહપૂર્વક અને ઝડપથી ખેચતું આગળ ને આગળ વધી રહ્યું છે. ડબાઓ પણ કેવા એની પાછળ-પાછળ ખેંચાઈ રહ્યા છે ! જીવનમાં પણ એમ જ છે. ઘરમાં એક જ પુરુષાર્થી પુરુષ એવો હોય છે જે સૌને દોરતો હોય છે, ખેંચતો હોય છે, સૌને આગળ ધપાવતો હોય સંસારમાં ડબા જેવા માણસો ઘણાય હોય છે. તેમને આગળ ધકેલો તો આગળ જાય, પાછળ ધક્કો મારો તો પાછળ જાય; તેમને પોતાની કોઈ ગતિ હોતી નથી, તેમ કોઈ સ્પષ્ટ ધ્યેય હોતું નથી. તેમને એક જોરદાર ધક્કાની જ જરૂર હોય છે. આ ડબાઓ માટે તમે એન્જિન ન બનો ? ૪૬૨. વિશ્વનું દર્શન ક્તિ એ સમાજનું એક અંગ છે, અને સમાજ એ વિશ્વનું અંગ છે. વિશ્વ મા એ પૂર્ણની જ એક યાત્રા છે. વ્યક્તિમાં દોષનું દર્શન થાય છે ત્યારે નજર આખા અંગ પર જાય છે; દોષનો પ્રારંભ ક્યાંથી થયો તે શોધવાનું મન થાય છે; અને તેથી જ મારે મન કોઈ કનિષ્ઠ નથી, કોઈ વિશિષ્ટ નથી; સૌ વિશ્વનાં અંગ છે. કનિષ્ઠતા કે શ્રેષ્ઠતાનો જે રંગ ચઢયો છે તે એ પ્રસંગ અને સંયોગ પૂરતો જ છે. આ પ્રકાશ મળતાં આપણી દૃષ્ટિ સહાનુભૂતિ અને કરુણાથી પૂર્ણ બની જાય છે; ને એ પછી જ આપણું અવલોકન તલસ્પર્શી અને જીવનસ્પર્શી બને છે. સહાનુભૂતિના આ પ્રકાશ આપણે આગળ વધીએ તો જ આપણો પંથ આપણને જડે અને વિશ્વમાં રહેલા માંગલ્યનું દર્શન થાય. ૪૬૩. અવાજ ણસ કોઈ પણ અનુચિત કાર્ય તરફ ઢળે છે ત્યારે એના અંતરનો અવાજ તેનો વિરોધ કરે છે – અંદરથી પોકાર ઉઠાવે છે : આ અનુચિત છે !' છતાં માણસ એને સાંભળ્યા વગર કામ કરે છે તો, તત્પરતું એ ચૂપ ૧૩૪ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy