________________
રહી જાય છે, પણ અવસરે એ વ્યક્ત થયા વિના રહેતો નથી. માણસ જ્યારે કોઈ ગુનાહિત કાર્ય કરતાં પકડાઈ જાય છે ત્યારે એના મોં પર અનુચિતતાનો ભાવ પ્રગટે છે. આ ભાવને આંખમાં અને મુખ ઉપર લાવનાર કોણ ? અંતરનો એ અવાજ જ, જે એક વખત રૂંધાઈ ગયો હતો, જેને વૃત્તિઓની ધૃષ્ટતાએ દબાવી દીધો હતો. તે વખતે એનું કંઈ ન ચાલ્યું એટલે એ ચૂપ રહ્યો હતો, પણ હવે એને તક મળી છે અને એ પોતાનું કાર્ય કરે છે.
આપણે ગુનો કરનારનું મુખ જોઈશું તો ખબર પડશે કે એનું મુખ કેવું પડી ગયું છે, એની આંખોમાં કેવો ક્ષોભ છે, એના હૈયામાં કેવો છૂપો અંધકાર છે અને વાણીમાં કેવા અશ્રદ્ધાભર્યા શબ્દો છે.
અંતરનો અવાજ આ રીતે કામ કરે છે !
૪૬૪. શોધો રા મિત્રો ! હું જાણું છું કે ત્યાગના વેશમાં રહેલા કેટલાક ભોગીઓને
જોઈ તમારાં હૈયાં ભાંગી ગયાં છે, ત્યાગ પ્રત્યે તમને અનાદર જાગ્યો છે. એક વખત હું પણ તમારા જેવી માનસિક ભૂમિકામાં હતો, પણ સ્કૂલમાં જ્યારે મેં કીડો જોયો ત્યારથી મારી ભૂમિકા બદલાઈ છે. સારામાં પણ ખરાબ હોય છે; પણ એ થોડા ખરાબને કારણે જે ઘણું સારું છે તે કેમ છોડાય, એમ ત્યારથી સમજાયું.
આ વિશ્વમાં કેવળ સારું નહિ મળે, તેમ માત્ર ખરાબ પણ નહિ મળે. સારામાં ખરાબ અને ખરાબમાં સારું એમ બન્યા જ કરવાનું. અંધારી રાતમાં તારાનો પ્રકાશ અને પ્રકાશની પાછળ તિમિરની પગલી આવે જ.
કાચ પણ હીરા જેવો ચમકે છે એમ કહી હીરાની અવહેલના ન કરો. હજારો કાચમાં છુપાયેલા હીરાને શોધી કાઢો એટલી મારી પ્રાર્થના છે.
૪૬૫. અતૃપ્તિ એ ય વસ્તુની પ્રાપ્તિની પળે હસતું મન, એના વિયોગકાળમાં, એ તૃપ્તિની
અનુભૂતિ કરવાને બદલે ઝૂરે છે શા માટે ? જે અમૃતનાં દર્શને હૃદય પુલકિત બન્યું છે તે પછી કરમાય છે શાને ?
વિચારતાં એમ નથી લાગતું કે સંયમ દ્વારા પ્રાપ્તિના આનંદનો અનુભવ
ઊર્મિ અને ઉદધિ * ૧૩૫
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org