SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૩. કોઈનો સાદ 5 જ હૃદય આનંદનાં અમીથી આ છલકાઈ રહ્યું છે. અનંતમાંથી જાણે છે કોઈનો સાદ આવી રહ્યો છે – ઝીણો છતાં છે મધુરો, શાન્ત છતાં સ્પષ્ટ. અનુભવી શકાય, માણી શકાય, પણ વર્ણવી કે વ્યક્ત તે ન કરી શકાય એવો આ અગમ્ય સાદ છે. આ અવાજમાં સ્નેહીનું સૌહાર્દ છે, પ્રિયાનો હું પ્રેમ છે, માતાનું વાત્સલ્ય છે, મિત્રની હુંફ છે છે અને વિભુની કરુણા છે. આટઆટલા ( દિવ્ય અને સુંદર ભાવોને વહન કરતો આ સાદ કોનો હશે ? સાદ સંભળાય છે, પણ • આ સાદ કરનારો દેખાતો કેમ નથી ? આ સાદ સાંભળું છું ત્યારે દિવ્ય ભૂમિનાં સ્વપ્નાં આવે છે. જાણે ત્યાં નિત્ય વસંત છે. ( પતુનાં પુષ્પોનો પરિમલ છે. પાણીને બદલે પ્રકાશના ફુવારા છે. ભૂમિને બદલે • મરકતમણિની ભોંય છે. કેવળ પ્રકાશ જ જ્યાં વિલસી રહ્યો છે. આત્માઓ આપણા જે સ્થૂળ દેહને બદલે રંગભરી વાદળીમાંથી બનેલા તત્ત્વમાં વિહરી રહ્યા છે. કમળની સુરભિના શ્વાસોચ્છવાસ છે. હવામાં પુષ્પો - ઊર્મિ અને ઉદધિ = ૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy