SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રીડા કરતાં હોય તેમ સમગ્ર ચેતનાસૃષ્ટિ જ્યાં આનંદમગ્ન છે. આહ ! આવું બધું આ સાદમાં હું અનુભવું છું. આ સાદ કોનો હશે ! આ તે બુદ્ધિનો ભ્રમ છે કે પરબ્રહ્મનો સંસ્પર્શ છે ? ખરેખર, વીતરાગ એવા પરબ્રહ્મનો આ સાદ હોય તો આ નિમન્ત્રણ શાને ન સ્વીકારું ! ૪૪૪. દિવ્ય પ્રકાશ કાશની પૂર્ણિમા છે, પ્રભાતનો પ્રથમ પ્રહર છે, સૌ તારા પ્રકાશને વધાવી હું જે આવ્યો છું. તારાં તેજોમય દર્શનથી મારા જીવનના શાંત સાગરમાં ચાંચલ્યભર્યા ઉલ્લાસની એક પ્રકાશમય પળ આવી ગઈ. શું એ મારો અપરાધ છે ? ચંદ્રનાં કાવ્યમય દર્શનથી સાગરના તરંગો અધીર થઈ ઊછળી પડે તે શું ઉન્માદભરી વિકૃતિ છે ? મારા નાથ ! આભ જેટલો તું દૂર હોવા છતાં અહીંથી મારો આત્મા તને એક તને જ પામવા ઊછળી રહ્યો છે. આ ભાવના એ વિકૃતિ — = ન હોઈ શકે, એ તો મારા પ્રાણની પ્રકૃતિ છે. ઇન્દુ-સિન્ધુના સનાતન ભાવોમાંથી પ્રગટેલો અ અખંડ ઉલ્લાસ છે. ઉલ્લાસના આ તોફાન પાછળ પણ તારી શાશ્વત સ્મૃતિનું શાંત અને સુમધુર સંગીત જ વહી રહ્યું છે. એ સંગીતનો ધ્વનિ કહે છે : તું દૂર છે, પ્રકાશની પેલી પાર છે; છતાં મારા પારદર્શક હૃદયમાં તો તું અહીં પણ સંક્રાન્ત છે. હું તારી પાસે જ્યારે આ પ્રાર્થના કરી રહ્યો છું ત્યારે પણ મારા આંતરવૈભવની વિપુલતાનું મને ભાન છે. એટલે જ હું વૈભવ નથી માગતો, માગું છું માત્ર પ્રકાશ ! મારા આંતરિક વૈભવને અજવાળે એવો દિવ્ય પ્રકાશ ! ૪૪૫. વિરહ ગવાન ! તારું દર્શન આજ સુધી નહોતું થયું તે પણ ઠીક જ થયું. ભવહાલા ! તારું દર્શન જો મને વહેલું થયું હોત તો આજ સુધી તારા Jain Education International ૧૨૪ : મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy