SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાન એના અકાળ મૃત્યુમાંથી સ્વમાન અને સ્વાવલંબનની પ્રેરણા લેશે." જે દેશનો પ્રત્યેક હાથ પોતાના મુખને ખાવા આપવા ઉત્પાદન માટે શ્રમ કરે છે, તે દેશ સમૃદ્ધ ન બને તો બને પણ શું ? અમેરિકાની સમૃદ્ધિના મૂળમાં વાતો નહિ, વર્તન છે. ઉ૧૭. અનેકાન્ત એ દષ્ટિ નહિ, દર્શન છે ક દવાખાનામાં ચાર જન્માંધ એક દિવસ ભેગા થઈ ગયા. તે આવતા તો હતા આંખની દવા કરાવવા, પણ આજે ચર્ચામાં ઊતરી પડ્યા. એકનો હાથ ડૉકટરની કૅબિનના કાચને અડ્યો. એ કહે : “મારું અનુમાન કહે છે, આ કાચ લીલો છે.” બીજી કહે, “ગપ છે. કાચ લાલ છે, એમ મારા ભોમિયાએ જ મને કહ્યું છે.' ત્રીજાથી ન રહેવાયું : “અરે, એ તો પીળો છે. મારા બાપે જ તો કહ્યું હતું.” ત્યાં ચોથો ઊછળી પડ્યો : “તમે સૌ મિથ્યા છો. કાચ વાદળી રંગનો છે. મારો પુત્ર વિજ્ઞાનવિદ્યાનો નિષ્ણાત છે. એણે જ મને કહ્યું હતું. તમારે સૌએ એ માન્ય રાખવું જ જોઈએ !” - વાદવિવાદ કરી એ કોલાહલ કરી રહ્યા હતા ત્યાં ડૉક્ટર આવ્યા. એમને અંધોની આ ચર્ચા પર હસવું આવ્યું. એમણે સમાધાન કર્યું : “પ્રત્યક્ષ દેખ્યા વિના બીજાએ કહેલું માની શું કરવા તમે લડી મરો છો ? તમે કહો છો તે બધા જ રંગના કાચ મારી આ કેબિનમાં છે. સાત બારી છે તેમાં સાતેના રંગ જુદા છે.' જીવન અને જગતનાં અનેક પાસાં છે. આપણે છીએ ત્યાંથી તો બધાં જ પાસાં કેમ દેખાય ? ૧૮. કાય નહિ, કંચન ? : સીની રાણી લક્ષ્મીબાઈનાં પરાક્રમોથી કોણ અજાણ્યું છે ? એ વિધવા હોવા છતાં પોતાની બુદ્ધિ અને શક્તિથી આખું રાજ્ય ચલાવતી હતી એની રાજધાનીમાં એક નિઃસ્પૃહી વિદ્વાન કથા કરવા આવ્યા હતા. સભામાં રાણી પણ હાજર હતાં. રાણીનાં કંચનવર્ણા કાંડા પર બે સુવર્ણ કંકણ શોભી રહ્યાં હતાં. જુનવાણી કથાકારે જરા હળવી ટીકા કરી : “આજ કાલ ધર્મની મર્યાદા તૂટતી જાય છે. જે સ્ત્રીઓ પતિના જીવતાં કાચની બંગડીઓ પહેરતી ૩૨૨ = મધુસંચય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy