SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું : તમે એને ત્યાંથી છોડી લાવો.'' ન્યાયાધીશે કહ્યું : “મુસાફર ! ઘોડો તમારો છે, લઈ જાઓ.'' ન્યાયપદ્ધતિથી રાજાને આશ્ચર્ય થયું. એણે પ્રગટ થઈ પૂછ્યું : ‘તમે કેમ જાગ્યું કે આ ઘોડો મારો છે ?'’ નમન કરી ન્યાયાધીશે કહ્યું : “આપ બાંધવા ગયા ત્યારે ઘોડો પ્રેમથી આકર્ષાઈને આપની પાછળ આવતો હતો, પણ આ છોડી લાવ્યો ત્યારે ઘોડો એની પાછળ ઘસડાતો હતો.'' અપરાધી. પ્રેમ સ્વામી છે, ભય પ્રેમ આકર્ષણ છે, ભય પ્રકંપ છે. ܀ ૬૪૫. બારણે કોણ છે ? વર હાઉસની નજીક જ એક ગરીબ માણસનું ઝૂંપડું હતું. રાત્રિનો સમય પહતો. સંપડામાં નાનો શો દિવેલનો દીવો બળી રહ્યો હતો. જિજ્ઞાસુ પથિક ત્યાં આવી ચઢ્યો. પૂછ્યું: “ભાઈ, તારી બાજુમાં જ વીજળીધર છે, છતાં તારે ત્યાં દિવેલનો દીવો ?' હસીને વૃદ્ધે જવાબ આપ્યો : “ભાઈ, મેં પાવર હાઉસનું જોડાણ (connection) લીધું નથી.'' દુઃખી માનવી પોકારે છે “હે પ્રભુ ! ઓ ગુરુદેવ ! મારા ઉપર કૃપા કરો, આપની કૃપાદૃષ્ટિથી હું વંચિત રહી ગયો !'' પાગલ ! શું તારા ઉપર પ્રકૃતિની કૃપા ઓછી છે ? જીવનની અનિવાર્ય જરૂરિયાતો પવન, પ્રકાશ અને પાણી વિના મૂલ્ય તને કોણ આપે છે ? પવન તો વાઈ રહ્યો છે; નાવિક, તું તારો શઢ તો ખુલ્લો મૂક, પછી જો પ્રવાસની મજા ! પ્રકાશ તો બારીના બારણે જ છે; તું તારા મકાનની બારી ઉપરના પડદા તો ખસેડ, પછી જો પ્રકાશથી તારું ઘર અને જીવન કેવાં ભરાઈ જાય છે ! પ્રાર્થના તો ખૂબ કરી, હવે પુરુષાર્થ કરી જો. Jain Education International ૬૪૬. અહંકાર ઓલવાયો એ ક દીવાલમાં એક અગરબત્તી જલી રહી હતી. તેની બાજુના ગોખલામાં એક મીણબત્તી સળગી રહી હતી. બંને પોતાને બાળી જગતને સંદેશ કણમાં મણ ૩૩૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy