________________
ત્રીજું, તમે મારામાં શ્રદ્ધા મૂકી લખાણને ફાડી નાંખ્યું છે. સેરિડોનને હું આવતા મહિને આપીશ. ચૈતન્યની શ્રદ્ધાનાં સત્કાર શું સેરિઝોન નહિ કરું ?''
૬૪૩. કોણ તારે ?
ણી વાર ગુરુ બનવામાં મોટું જોખમ એ છે કે બીજાને જગાડવા જતાં પોતે
દીધી જાય છે. એ માનતો થઈ જાય છે કે તારવાનો ઇજારો એનો જે
છે, અને આ ધૂનમાં પોતાના આંતરિક નિરીક્ષણ માટે એ સમય કાઢી જ શકતો નથી. એક માણસ વંદન ન કરે તો એને ક્રોધ આવી જાય. એ વિચારતો નથી કે ક્રોધ નહિ કરવાનો તો હું આખો દિવસ ઉપદેશ દેતો ફરું છું, અને કોઈએ વંદન ન કર્યું તેમાં મેં પોતે જ ક્રોધ કર્યો !
એક ગુરુએ પ્રવચનમાં કહ્યું : “ભગવાનના નામથી સંસારસાગર તરી જવાય છે !'' એક નિર્દોષ ભરવાડે આ વાતને શ્રદ્ધાથી પકડી. એક દિવસ એ આવતો હતો અને માર્ગમાં નદીમાં પૂર આવ્યું. એને થયું, ભગવાનના નામથી સાગર તરાય તો સરિતા કેમ ન તરાય ? એ તો ભગવાનનું નામ લઈ નદી પાર કરી ગયો.
પેલા ગુરુએ એને પૂછ્યું : “નદીમાં તો પૂર છે, તું કેવી રીતે આવ્યો ?'' સ૨ળ ભરવાડે કહ્યું : “ભગવાનના નામે.'' ગુરુએ આ વાત હસી કાઢી, “ભલા, નામથી તે કંઈ નદી તરાય ?''
કારણ એ કે એ બીજાને શ્રદ્ધાળુ બનાવવાની ધૂનમાં પોતે ક્યારનોય શ્રદ્ધા ગુમાવી બેઠો હતો.
૬૪૪. પ્રેમનું પ્રભુત્વ
પ્ર
જાપાલ રાજા મુસાફરના પ્રચ્છન્ન વેશમાં બીજે ગામ જઈ રહ્યો હતો. માર્ગમાં એક લંગડાએ વિનંતી કરી: “અપંગ છું, સામે ગામ જવું છે, થાકી ગયો છું. આપના ઘોડા પર મને થોડે સુધી ન બેસાડો ?'' એ કરુણાળુ હતા. પોતાના ઘોડા પર પાછળ બેસાડ્યો. નવા ગામમાં એને ઉતાર્યો. ત્યાં એણે બૂમાબૂમ કરી : “મને અપંગ જાણી આ મારો ઘોડો ઉઠાવી જાય છે !'' લોકો ભેગા થયા. બન્નેને ન્યાયાલયમાં લઈ ગયા. ન્યાયાધીશે આજ્ઞા કરી “મુસાફર ! ઘોડાને પેલા દૂરના ખીલે બાંધી આવો.'' પછી અપંગને
Jain Education International
૩૩૬ : મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org