________________
જીવનપાથેય – ભવનું ભાતું આપ. હું તને ભવના ભાતા જેવા ચાર નિયમો આપું છું, જે આકરા નથી છતાં તારા માર્ગમાં સહાયક બની રહેશે :
“પહેલો નિયમ –
હું ઇચ્છું છું કે તું કોઈની હિંસા ન કર, પણ એ તારા માટે અશક્ય છે. તો આટલું કર; કોઈ પણ ઠેકાણે ઘા કરતાં પહેલાં સાત ડગલાં પાછા હઠવું અને સાત વાર પ્રભુસ્મરણ કરવું.”
“કબૂલ છે, ધર્મના અવતાર !” લૂંટારો બોલ્યો.
હવે બીજો નિયમ –
હું ઇચ્છું છું કે તું સાદો ને સાત્વિક ખોરાક લે, પણ એ તું ન કરી શકે, તો એમ કરઃ જે ખાદ્યનું નામ તું જાણે નહિ એવું અજાણયું ખાદ્ય તારે ન જ ખાવું.”
નહિ ખાઉં.” લૂંટારાએ સ્વીકાર કર્યો.
હવે ત્રીજો નિયમ –
હું તો ઇચ્છું છું કે તું શીલવંત જીવન ગુજારે, પણ તું કદાચ એ ન કરી શકે, તો રાજાની રાણીનો ત્યાગ તો તારે કરવો જ, કારણ કે એ પ્રજાની માતા છે.”
“કેવી ઘેલી વાતો કરો છો, મહારાજ ! રાજાની રાણી અને હું ? હા, હા, હા.” લૂંટારો ખડખડ હસ્યો ને બોલ્યો : “કબૂલ, એક વાર નહિ, સાત વાર. રાજી થાઓ તમે.”
“હવે ચોથો ને છેલ્લો નિયમ –
છેલ્લે, હું ઇચ્છું છું કે તું માંસાહાર ન કર, પણ એ તારાથી શક્ય ન હોય તો કાગનું માંસ તો તારે ન જ વાપરવું.
“બોલ, આ ચાર નિયમ, આ ચાર મહિનાની પુણ્યસ્મૃતિ તરીકે તું ન લઈ શકે ?”
સંત ! આજ સુધી તો કોઈનેય આ માથું નમ્યું નથી, ત્યાં આ હાથોને પ્રતિજ્ઞા તો કોણ આપે ? પણ તમારી મધુર વાણી અને સહૃદયતાભર્યું જીવન જોઉં છું અને મારું મસ્તક તમારા ચરણોમાં ઢળી પડે છે. મને સમજાતું નથી કે કોઈ વખત નહિ ખેંચાનારું આ હૃદય આજે આમ કેમ ખેંચાય છે ? તમારી પવિત્ર સ્મૃતિ નિમિત્તે આ ચાર નિયમ જરૂર પાળીશ. પર્વત ડગે તો આ પુષ્પચૂલ ડગે. આ નિયમ તો આપણા મિલનની પુણ્યસ્મૃતિ છે, અને મારા આ ભટકેલા ભવનું એક પવિત્ર સાધુએ આપેલું ભાતું છે.”
વિદાય લેતાં આચાર્ય સુસ્થિતે કહ્યું : “પુષ્પલ ! માનવીમાં રહેલા સંસ્કાર,
ભવનું ભાતું * ૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org