________________
૨૯. સમ્યક્ જ્ઞાન
વિષયો તો જગતમાં ચારે બાજુ પથરાયેલા છે. એટલે તમે ભાગીને ક્યાં વિષયોની વિષમતાનું જ્ઞાન અને તે
જશો ? બચવાનો માર્ગ એક જ છે
પણ સામાન્ય નહિ, સમ્યક્ જ્ઞાન.
܀
૩૦. મુનિનું વ્રત
ઘડપણ આવે એટલે આપણે મુનિનું વ્રત લેવાનું છે. મુનિઓ જાણી જોઈને ન જોવાનું આંખથી ઓછું જુએ, કાનથી ન સાંભળવાનું ઓછું સાંભળે, જીભથી ન બોલવાનું ઓછું બોલે; ઇન્દ્રિયોને ઓછામાં ઓછી વાપરે.
૩૧. કાગ અને હંસ
દુર્ગુણો તો ઠેર ઠેર ને ઘે૨ ધેર ભરેલા છે. પણ કાગડા ચાંદાં જોવાનું કામ કરે છે અને હંસ દૂધ પીવાનું કામ કરે છે. આપણે, જ્યાંથી દૂધ મળે ત્યાંથી થોડું પી લેવું.
૩૨. સમર્પણનો યજ્ઞ
સમર્પણના યજ્ઞથી જ આર્ય-સંસ્કૃતિ ટકી રહી છે. આ યજ્ઞ ઘી રેડીને નહિ, પરંતુ અહમ્, માયા, લોભ અને ક્રોધને હોમીને કરવો જોઈએ. તો જ સાચો ાનયજ્ઞ પ્રગટે; તો જ આત્મદેવ પ્રસન્ન થાય.
Jain Education International
܀
૩૩. મનની મૈત્રી
ટ્રેનની અંદર જે સ્થાન વરાળનું છે, તે સ્થાન જીવનની અંદર મનનું છે. વરાળની જેમ, મનનો દુરુપયોગ ન થાય; જયાં ત્યાં ભટકવા ન દેવાય. એ ભટકે ત્યારે તમે એને પૂછો કે તું ક્યાં ગયુ હતું ? મન સાથે તમે ક્યારેય આવી વાત કરી છે ખરી ?
મધુસંચય ઃ ૯
For Private & Personal Use Only
www.jainelibrary.org