________________
જનિદ્રાદેવીએ ચઢાઈ કરી ! આરામની કિંમત તો શ્રમિતને જ સમજાય ને! આરામ લઈ ઊઠ્યો, ત્યાં આઠ-દસ ભીલ યુવાનો દેખાયા. ભાથામાં તીર, અને ખભે કામઠું નાંખેલા યુવાનોને જોતાં જ દાહોદની સરહદ પર પેલા ભાઈઓએ કહેલી વાતનું ભૂત મારી નજર આગળ ઊભું થયું. ચંચળ મને એક પ્રશ્ન ઊભો કર્યો :
‘અરે, બે-ચાર રૂપિયાની વસ્તુ માટે પણ ખૂનની સરહદ સુધી પહોંચી જનારા આ જંગલી યુવાનો, તોફાન તો નહિ કરેને ?”
ત્યાં તો શ્રદ્ધા બોલી ઊઠી : ‘મૂર્ખ ! એની ક્રૂરતા કરતાં તારો પ્રેમ મહાન છે કે નહિ ? ક્યાં ગયું તારું પ્રેમનું સામ્રાજ્ય ? કે પછી વાતોમાં જ ? ભોળા મન ! આ બધા તો પ્રેમના સામ્રાજ્યના વફાદાર નોકરો છે. જેને પ્રેમની ભાષા આવડે છે, તે તો સિંહને પણ મિત્ર બનાવી શકે, તો શું આ માણસો તારા મિત્રો નહિ બને ? નાનો કીડો પથ્થરમાં ઘર કરી શકે તો માણસ માણસના દિલમાં ઘર ન કરે ?’
શ્રદ્ધાના આ શબ્દો મને વિશ્વપ્રેમના મહામંદિરમાં લઈ ગયા, જ્યાં માત્ર પ્રકાશ અને પરિમલ જ છે !
એમને મેં પ્રેમથી સંબોધ્યા. પ્રેમના પવિત્ર જળમાં સ્નાન કરી એ મારી નિકટ આવ્યા. પછી આ પ્રેમના તાંતણે બંધાયેલા યુવાનોએ કલાકો સુધી મારી સાથે વાર્તાલાપ કર્યો. એમની પહાડી મિશ્રિત અર્ધગુજરાતી ભાષા બને ત્યાં સુધી હું સમજવા પ્રયત્ન કરતો. સમજતો ત્યાં હું ઉત્તર આપતો, અને ન સમજતો ત્યાં જરા સ્મિત કરતો.
મારા સ્મિતનો અર્થ ‘હું સમજ્યો નથી' એમ એ સહેલાઈથી કરી લેતા અને ઇશારાથી મને સમજાવતા. એમની વાતોમાં મને, અને મારી વાતોમાં એમને ધીરેધીરે એવો તો રસ પડ્યો કે સાંજ થવા આવી તોપણ ન ચસક્યો હું કે ન ખસ્યા એ.
સંધ્યા એનો રંગબેરંગી સાળુ બદલી એની બહેનપણી રજનીને મળવા ગઈ, ત્યારે જ મને ખબર પડી કે સૂર્યાસ્ત તો ક્યારનોય થઈ ગયો છે ! ‘મહારાજ ! રસ્તો ખરાબ છે, એટલે વહેલા ન જતા. અમે તમને સામા ગામ સુધી વળાવવા આવીશું. લો રામ-રામ !' કામઠું ખભા ઉપર મૂકી ઊભા થતાં યુવાનોએ કહ્યું.
ઘડીભર હું એ યુવાનોને જોતો જોઈ રહ્યો. એમનું શરીર કાળું હતું પણ વાતો કેવી ઊજળી હતી ! કપડાં ફાટેલાં હતાં પણ દિલ કેવું અખંડ હતું ! કપડાંને થીંગડાં હતાં પણ મન પર ક્યાં કૃત્રિમતાનાં થીંગડાં હતાં ? ચિરાયેલા
Jain Education International
બિંદુમાં સિંધુ * ૨૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org