SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૭. ગંદકી એ શરમ સ્વિ ટ્ઝરલેન્ડની આ વાત છે. જીનીવાના રાજમાર્ગ ઉપર થઈને અમે ચાલ્યા જતા હતા. મારા હાથમાં ગળાની ટીકડીનું પડીકું હતું. અંદરની ટીકડી મેં લઈ લીધી અને અહીંની ટેવ પ્રમાણે કાગળિયું રાજમાર્ગની બાજુમાં ફેંક્યું. ત્યાં તો મારા આશ્ચર્ય વચ્ચે એક યુવતી સામેની ફૂટપાથ ઉપરથી આવી, નીચી વળી અને કાગળિયું ઉપાડી લીધું ! પોતાના ઓવરકોટના ખિસ્સામાં મૂકી દીધું અને મારી સામે એક સ્મિત કર્યું. એ સ્મિતમાં શું હતું ? એક ઉપાલંભ. રસ્તા પર આમ કાગળ ફેંકવા બદલ મારું મસ્તક શરમથી ઝૂકી ગયું. આ પ્રસંગે સ્વચ્છ નાગરિકતાની દિશાનું દર્શન કરાવ્યું. આગળ ચાલતાં હું વિચારી રહ્યો. શુદ્ધિ અને સ્વચ્છતા માટે કેટલી કાળજી ! મનઃશુદ્ધિ લાવવા માટે તનશુદ્ધિ અને વાતાવરણની શુદ્ધિ પણ કેટલી અનિવાર્ય છે ! જ્યાં પેસતાં જ દુર્ગંધ આવતી હોય એવાં સ્થળોમાં આધ્યાત્મિક સુગંધની વાત કરવી એ વિરોધાભાસ નથી ? ૬૩૮. શત્રુ ક્યાં છે ? ય એ હિંસાની જ પ્રતિક્રિયા છે. માણસના મનમાં પડેલી હિંસા અને ભ ક્રૂરતા બહાર ભય જન્માવે છે. જેટલા પ્રમાણમાં હિંસા વધારે એટલા પ્રમાણમાં ભય પણ વધારે. આ ભયની અવસ્થામાં માણસ સ્વસ્થ થઈ વિચારી શકતો નથી અને વિવેકપૂર્વક જોઈ પણ શકતો નથી, કારણ કે તે વેળા એનું ચિત્ત ભયના વંટોળિયે ચઢેલું હોય છે. એક ચોર હરીફનું ખૂન કરવા નીકળ્યો. વજ્ર જેવું એનું મજબૂત શરીર હતું, અને એના હાથમાં મોટું ભાલું હતું. અંધારાનો આશરો લઈ એના પ્રતિસ્પર્ધીના ખંડમાં એ પૈઠો. પણ આ શું ? સામે પણ એક ભાલાધારી એની સામે તાકીને જ ઊભો છે ? ભયથી એ છળી ગયો. હવે ? ન તો આગળ જવાય, ન પાછા ભાગી જવાય. આવેશમાં એણે ભાલો સામે દેખાતા માણસની છાતીમાં જોરથી ખોસી દીધું, અને મોટા ધક્કા અને ધડાકા સાથે સામે રહેલ વિશાળ કાચના ચૂરેચૂરા ! ચોકિયાતો દોડી આવ્યા. પકડાયેલો ચોર વિચારી રહ્યો : “શું હું જ કાચમાં આવો વિકરાળ લાગતો હતો ?' ભયમાં માણસ બીજાને તો ઠીક પોતાને પણ જોઈ-ઓળખી ન શકે ! Jain Education International કણમાં મણ * ૩૩૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy