________________
આપી; અમને મળેલાં ફળોનું અમે માનવીને દાન દીધું; સહનશીલતા અને દાનનો એ આનંદ અમને મસ્ત બનાવે, પછી તૃપ્તિથી અમે કેમ ન ડોલીએ ?’
܀
૩૬૬. ધર્મનું મૂલ્ય
ધર્મની જીવનમાં શી જરૂર છે ? એ ક્યાંય દેખાય છે ખરો ? એમ તો વૃક્ષના મૂળિયાં પણ બહાર ક્યાં દેખાય છે ? પણ વિચારો કે મૂળિયાં ન હોય તો વૃક્ષ હોય ખરું ? તો જીવનના મૂળમાં જો ધર્મ ન હોય તો જીવન ક્યાંથી હોઈ શકે ? જેમ વૃક્ષ માટે જીવનદાતા મૂળિયાં છે, તેમ માનવનો જીવનદાતા ધર્મ છે. ધર્મનું એ મૂલ્ય અમૂલ્ય છે.
܀
૩૬૭. સત્યનો સૂર્ય
સત્ય એ સૂર્યના પ્રકાશ જેવું છે. એ એની મેળે જ પ્રકાશી ઊઠે છે, અને વિના કહ્યું જગત એનું દર્શન કરી શકે છે. સૂર્યના આગમન ટાણે કાંઈ નગારાં વગાડવાં પડતાં નથી. સત્યમાં પણ આવી પ્રતિભા રહેલી છે.
૩૬૮. ઈચ્છા ને સંતોષ
વહાલા પથિક ! જ્યાં સુધી તું ઇચ્છાઓની આગમાં સળગી રહ્યો છે ત્યાં સુધી સંતોષની શીતળતા તને ક્યાંથી સમજાશે ? યાદ રાખજે કે અંધકાર અને પ્રકાશની જેમ, ઇચ્છા અને સંતોષ પણ પરસ્પર વિરોધી છે. તું શું ઝંખે છે ? ઇચ્છા કે સંતોષ ?
Jain Education International
૩૬૯. દુઃખની મજા
શ્યામમાં શ્યામ વાદળને પણ સોનેરી કિનાર હોય છે, તેમ કાળામાં કાળી વિપત્તિને પણ સંપત્તિની સોનેરી કિનાર હોય છે જ. જગતમાં એવું કોઈ નથી
૯૮ * મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org