________________
‘કેમ સાહેબ ! આપને ખબર નથી. ચામાં ખાંડને બદલે મીઠું નંખાઈ ગયું છે તે ?' એમણે જરા ધીરા બની, વાતનાં ઘટસ્ફોટ કર્યો. આ સાંભળી મારા આશ્ચર્યનો પાર ન રહ્યો.
બહેને તો કહેવાનું ચાલુ જ રાખ્યું : “સાહેબ ! મારે નિકટના એક સંબંધીના લગ્નમાં જવાનું હતું. મારું મન એમાં ગૂંથાયેલું હતું. ધૂનમાં ને ધૂનમાં ખાંડની બરણીને બદલે મીઠાની બરણી મારા હાથમાં આવી ગઈ ને આવી ભયંકર ભૂલ મારાથી થઈ ગઈ. આ તો અમે ચા પીધો ત્યારે અમને ખબર પડી.''
બહેન બોલતી હતી ત્યારે પણ મને તો એક જ વિચાર આવ્યો. આચાર્ય મહારાજશ્રીના સ્વાદવિજયનો ને ગંભીરતાનો ! બહેન કહે છે કે ચામાં મીઠું પડયું છે પણ પૂજ્યશ્રીએ તો એનું સૂચન પણ અમને ન કર્યું. સૂચન ન કર્યું એ તો ઠીક, પણ એમના પ્રશાંત મુખ પર આવી ખારી ચા વાપરવા છતાં એ જ સ્વસ્થતા હતી.
બહેનને સાત્ત્વન આપી હું આચાર્યશ્રી પાસે ગયો. મેં કહ્યું : ‘સાહેબ ! ચામાં ખાંડને બદલે મીઠું નાંખેલું હતું, છતાં આપશ્રીએ કંઈ પણ કહ્યું નહિ !' ગુલાબી હાસ્ય કરી એમણે કહ્યું : ‘રોજ ગળ્યો ચા, તો કોક દિવસ ખારો પણ હોય ને ? આનાથી પેટ સાફ આવશે. નુકસાન શું થવાનું છે ? અને ખરું પૂછો તો ખારું ને મીઠું તો (જીભનું ટેરવું બતાવતાં એમણે કહ્યું) આ જીભલડીને લાગે છે. પેટમાં તો બંને સરખાં જ છે. માલ ખરીદનાર વેપારી કરતાંય દલાલનું તોફાન વધારે હોય છે. પેટ માલ ખરીદનાર વેપારી છે. જીભ તો વચ્ચે દલાલ છે. એ જ વધારે તોફાની છે. એ તોફાનીના પંજામાં ફસાઈએ નહિ, ને એને જ કાબૂમાં રાખી લઈએ, એનું નામ જ સંયમ !'
આ વચન સાંભળી મારાં નયનો એમને નમ્યાં.
૬૦૬. રૂપનો ગર્વ
સૌ
દર્યના ભારથી લચી પડેલી ઉષા સામે આંગળી ચીંધી ઇન્દ્રરાજે દેવોને કહ્યું : “આનું રૂપ તમને રંભા અને રતિ કરતાં પણ વધારે લાગતું હશે. ઉષાના સૌન્દર્યમાં ફૂલની નાજુકતા અને કમળના સોહામણા રંગો દેખાતા હશે. પણ સનતરાજના માર્દવભર્યાં અપ્રતિમ સૌન્દર્ય આગળ આ સૌન્દર્યને સરખાવીએ તો વાણી પણ કલંકિત થાય. સનત એટલે રૂપનો રાશિ; એનો દેહ
Jain Education International
બિંદુમાં સિંધુ ૩૦૭
For Private & Personal Use Only
www.jainelibrary.org