________________
પ૪૧. પુરુષાર્થ મારી મુશ્કેલીઓ વચ્ચે, તમારી વિપત્તિઓ વચ્ચે તમે “અરેરે' કહીને બેસી cજશો એટલે શું તે બધી આપત્તિઓ ટળી જશે ? આવા વખતે તમારી દિીનતાને છોડી પુરુષાર્થ અજમાવો. પવન તો વીંઝણામાં છે જ, પણ તેને વીંઝયા વિના તે કેમ મળે ?
પ૪૨. સ્વપ્ન
3 પ્રભાત જોવા મન સ્વપ્ન સેવે જેમાં માણસ દેહ માટે નહિ, પણ દિલ
માટે જીવતો હોય; ધન માટે નહિ, પણ ધર્મ માટે ઉપાર્જન કરતો હોય; પશતા માટે નહિ, પણ પ્રેમ માટે સંબંધ બાંધતો હોય; જીવનનિર્વાહ માટે નહિ, પણ નિર્વાણ માટે પ્રત્યેક પ્રવૃત્તિ કરતો હોય.
૫૪૩. બહુરૂપી કરવું ? બહુરૂપીઓનો ત્રાસ વધી ગયો છે. આત્માની પ્રેમસૌરભને
ગૂંગળાવવા આજે જડતા સંયમને નામે અને વિલાસ કલાના વેશે આવી રહ્યાં છે.
૫૪૪. પ્રજ્ઞાચક્ષુ અંધ હતા. યાત્રાએ જઈ રહ્યા હતા. મેં પૂછ્યું : “ભગવાનને તો તમે - જોઈ શકવાના નથી, પછી યાત્રાએ જઈને શું કરશો ?
એમણે એટલી જ નમ્રતાથી કહ્યું : “હું ભગવાનને નહિ જોઈ શકું પણ ભગવાન તો મને જોશે ને ? પ્રભુની પ્રકાશપૂત દૃષ્ટિ મને અવશ્ય પાવન કરશે.'
ત્યારે મને લાગ્યું કે આનું નામ પ્રજ્ઞાચક્ષુ.
:
ઊર્મિ અને ઉદધિ ૧૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org