________________
એક નમતી સાંજે રાજાએ કહ્યું : “પુષ્પચૂલ ! તમારા આવ્યાથી રાજ્યમાં શાન્તિ છે, પ્રજા નિર્ભય છે. લૂંટ અને ચોરીનાં અનિષ્ટ દૂર થયાં છે. પણ પડોશી રાજ્યની પ્રજા આપણી પ્રજાને રંજાડે છે. સરહદ પર વારંવાર અથડામણ ઊભી થાય છે અને ગઈ કાલે તો યુદ્ધનો સંકેત કરતો સંદેશ આવ્યો છે. તો યુદ્ધની તૈયારી કરો અને તમારી એક નવીન ભવ્યતમ વીરગાથા સર્જા.”
પુષ્પચૂલના પરાક્રમ પાસે શું અશક્ય હતું ?
ઉજ્જયિનીને પુષ્પચૂલના અદૂભુત વીરત્વભર્યા પરાક્રમથી યુદ્ધમાં વિજય મળ્યો. પણ જીવલેણ કારમા ઘાથી એનો દેહ વેદનામાં તરફડી રહ્યો હતો. એના અંગઅંગમાંથી રુધિર વહી રહ્યું હતું. વિજય મળવા છતાં સૌના દિલમાં દુઃખ હતું.
વૈદરાજે કહ્યું : “પુષ્પચૂલ એક રીતે બચી શકે તેમ છે'
હ ? બચી શકે ? કઈ રીતે ? અને કયા ઉપાયથી ?' રાજાએ આસન પરથી અર્ધા બેઠાં થતાં પૂછ્યું.
વૈદરાજે કહ્યું : “સેનાપતિ પુષ્પચૂલ એમાં સંમત નહિ થાય, એવી મને શંકા છે.”
કેમ સંમત ન થાય ? આવા પ્રસંગે ગમે તે ઉપચાર કરીને પણ જીવ બચાવવો જોઈએ. જીવ કરતાં વધારે શું છે !” નૃપતિએ પોતાનો અભિપ્રાય ઉચ્ચાર્યો.
“ઔષધમાં જો કાગમાંસ આપવામાં આવે તો જ આ ઝેરી ઘા રૂઝાય અને શરીરમાં રક્ત આવે.” વૈદે બીતાં બીતાં ઉપાય કહ્યો.
પુષ્પચૂલનો દેહ લથડી ગયો હતો. બોલવાની શક્તિ ન હતી, છતાં કાગમાંસનું નામ આવતાં એનાથી ન રહેવાયું : “વૈદરાજ ! એ કદી નહિ બને. જીવ કરતાંય મને મારો ધર્મ વધારે વહાલો છે. દેહ પડે તો પડવા દો. આવતી કાલે જનાર દેહ આજ જાય તોય શું ? મેં જે ચીજનો ત્યાગ કર્યો છે, એ મારે ન ખપે, મારા વીરત્વનું એ અપમાન છે. હું માત્ર દેહથી વીર નથી, દિલથી પણ વીર છું. પ્રતિજ્ઞા એ મારા પ્રાણ છે.”
“આપ વધારે ન બોલો, બોલવાથી હૃદયને નુકસાન થશે.” વાતને વચ્ચેથી જ કાપતાં વૈદરાજે કહ્યું.
“વૈદરાજ ! મરનારને કોઈ બચાવનાર નથી. દીપકની વાટ જ જ્યાં બળી ગઈ હોય, ત્યાં ગમે તેટલું તેલ રેડો તોય શું વળવાનું છે ? જીવનમાં નવી વાટ મૂકવી એ તમારા હાથની વાત નથી. પૂર્વજન્મમાંથી એ જેટલી લાવ્યો છું તેટલી જ રહેવાની છે.” પુષ્પચૂલ થાક ખાવા થોભ્યો.
ભવનું ભાતું ૧૯૧ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org